Main Menu

Thursday, March 14th, 2019

 

લીલીયા વિસ્‍તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશીદારૂ સાથે બુટલેગરની અટકાયત

રૂપિયા ર.પ9 લાખનાં મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો

લીલીયા, તા. 13

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજરોજ અમરેલી એલ.સીબી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાબતની રાહે હકિકત મળેલ.એકમઘ્‍યપ્રદેશના રજીસ્‍ટે્રશન વાળી તુફાન ગાડીમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરફેર કરી લીલીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનાં મોટા કણકોટ ગામે હોવાની હકિકત આધારે રેઈડ કરતા, મોટા કણકોટ ગામ પાસેથી તુફાન ગાડી નં. એમપી-43-બીડી-1ર0પ     વાળી મળી આવેલ જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે રાકુ ઉર્ફે રાકેશ કાળીયા વસુનીયા, ઉ.વ.રપ, ધંધો- ડ્રાઈવિંગ રહે.ગીરધા તા.જોબટ જી. અલીરાજપુરની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની 7પ0 એમ.એલ.ની રોયલ બાર વ્‍હીસ્‍કીની બોટલ નંગ-ર4 કિ.રૂા.7ર00 તેમજ તુફાન ગાડી નં. એમપી-43-બીડી-1ર0પ કિં.રૂા.ર,પ0,000/- તથા વીવો કંપનીનો મોબાઈલ ફોન નંગ-1 કિ.રૂા.ર000/- મળી કુલ કિં.રૂા.ર,પ9,ર00 ના મુદ્યામાલ સાથે અટકાયત કરીને ઈસમ વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્યામાલ લીલીયા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.


શેઢાવદર નજીકથી ભેંસ ભરેલ ટ્રકને પોલીસે ઝડપી લીધો

અમરેલી, તા. 13

લીલીયા તાલુકાનાં શેઢાવદર ગામ નજીક આજે વહેલી સવારે આયશર ટ્રક જી.જે.19 વી.ર4પ7માં ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ભેંસ નંગ-9ને બાંધી અને લઈ જવાની હોવાની બાતમી લીલીયા પોલીસને મળતાં પોલીસે ઘટના સ્‍થળેદોડી જઈ આરોપી વીજપડી ગામે રહેતાં ભોળાભાઈ હીંમતભાઈ પરમાર તથા લાલા ધનાભાઈને ભેંસની કિંમત રૂા.ર.રપ લાખ તથા ટ્રકની કિંમત રૂા.3 લાખ મળી કુલ રૂા.પ.રપ લાખનાં મુદ્યામાલ સાથે 1 ઝડપી લીધો હતો જયારે 1 આરોપી જતાં લીલીયા પોલીસે તેમની શોધખોળ આદરી છે.


સા.કુંડલાની એસબીઆઈમાં નોટબંધીનાં દિવસોમાં બનાવટી નોટ ઘુસી ગઈ

રૂપિયા પ00નાં દરની 36 નોટ ભરણામાં ભરાઈ હતી

અમરેલી, તા. 13,

ગત તા. 8/11/16 થી તા.31/1ર/16ના સમયગાળા દરમિયાન સરકાર ર્ેારા રૂા.પ00 અને રૂા.1000નાં દરની નોટબંધી કરી હતી. આ સમય દરમિયાન લોકો રૂા.પ00નાં તથા રૂા.1000નાં દરની ચલણી નોટ બેંકમાં ભરવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી ત્‍યારે આ સમયગાળા દરમિયાન સાવરકુંડલા ગામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની દરબારગઢ શાખાનાં કોઈ અજાણ્‍યા ઈસમ રૂા.પ00નાં દરની જાલી નોટ બેંકનાં ભરણામાં ભરી જતાં આ અંગે બેન્‍ક મેનેજર ર્ેારા અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસ ફરિયાદનોંધાવી છે.


અમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ થયાના આક્ષેપથી ચકચાર

અમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

પાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફીસર, ઈજનેર, ડુડા શાખાના અધિકારી સહિત સામે શંકાની સોય

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને કરી ફરિયાદ

અમરેલી, તા. 13

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્‍વારા વર્ષ ર016-17-18માં સરકારની વિવિધ જુદી જુદી 6 જેટલી શહેર વિકાસની યોજનામાંથી ઉપરોકત વર્ષના સત્તાધીશો અને અધિકારીઓએ બ્‍લોક રોડ, સીસી રોડ, સ્‍ટ્રીટ રોડ વગેરે કામમાં ગેરકાયદેસરસમિતિઓ રચી અને વિવિધ બિલોના ખર્ચાઓ નાખી ભ્રષ્‍ટાચાર આચર્યાની ફરિયાદો સંબંધિત વિભાગને આપતો રહેલ. જેની તપાસ કરવામાં ન આવતા ને ગુજરાત હાઈકોર્ટમાં સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન (એસસીએ) નંબર ર8ર8પ/ર018 તપાસ કરવા દાખલ કરેલ. જે કામે ગુજરાત હાઈકોર્ટ ઘ્‍વારા સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન ર0079/ર018 તા. ર0/1ર/18ના ઓરલ ઓર્ડર મુજબ છ અઠવાડીયામાં સબંધિત વિભાગને તપાસ કરવા જણાવેલ. જે સબંધમાં પ્રાદેશિક કમિશનર ભાવનગર ઘ્‍વારા રૂા. 70,64,909ની તા. 13/ર/19 પ્રા. કમી/નપા/અમરેલી/નપા-70(ર) તપાસ કેસ નંબર 1/ર018/1991ના કારણદર્શક નોટીસ પ્રમુખ અમરેલી નગરપાલિકાને કાઢવામાં આવેલી જેની સુનાવણી શરૂ છે. પરંતુ ખરેખર આ કૌભાંડમાં નગરપાલિકાના પ્રમુખ, ચિફ ઓફિસર, બાંધકામ ઈજનેર, નાકાઈ બાંધકામ માર્ગ મકાન, (સ્‍ટેટ) અને ડુડા શાખા અમરેલીના અધિકારી સામેલ હોવાથી અને તેઓ બધી જ બાબતો નિયમો જાણતા હોવા છતાં જાણી જોઈ સરકારના રાષ્‍ટ્રીય નાણાનો આર્થિક લાભ પોતાના મળતીયાને આપેલ છે અને આ નાણામાંથી આ લોકો બેનંબરની સંપતિ એકઠી કરેલ છે. ખરેખર મારી રજુઆતની તપાસ થાય તો રૂા. 3,પપ,ર0,409 વસુલવા ઉપરોકત તમામ જવાબદાર વ્‍યકિતઓ પાસેથી વસુલાત કરવાની થાય તેમ છે.

વધુમાં જણાવેલ છે કે, ચીફ ટાઉનપ્‍લાનર ગુજરાત રાજયનાં નોટીફિકેશન તા. 13/7/17 ગાંધીનગરના નકશા જોતા અમરેલી નગરપાલિકા હદ વિસ્‍તારમાં સર્વે નં. 47પ/1 વાળી બિનખેતી જમીન પાલિકા એરીયામાં આવતી જ નથી. તેમજ આ જમીન તા. 3/3/1પનાં બાંધકામ મુદત વધારા અનુસાર તા. રપ/પ/1પ સુધીની 07/1ર માં નોંધ પડેલ છે જે અમૃતબેન ડાયાભાઈનાં નામે છે. તો મન રેસી. હદ એરીયામાં આવેલ નથી તો પણ રૂા. 4પ,89,પ7ર ના ઓજી. ગ્રાન્‍ટ માનવ વસાહત વગરના બિલ્‍ડર લોકોને સીસી રોડ બનાવેલ છે તેમજ સર્વે નં. પર4/1 હે.આરે ર-37-7પ વાળી બિનખેતી જમીન ધાનાણી શાંતિલાલ પોપટભાઈના નામે ચાલે છે. તેમા મન રેસી. 1 નાં રૂા. ર4,98,000 નાં રોડ સરકારનાં પરીપત્રો અવગણી            લોકફાળા વગર બનાવી દીધેલ છે. જેમાનાં ઠરાવ નં. ર10 તા. ર8/ર/17 મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં નવા સચિવાલય ગાંધીનગરનાં નોટીફિકેશન તા. ર0/1/1પ મુજબ બાંધકામની મંજુરી આપવા ઠરાવે છે. તો માનવ વસાહત વગર રોડ બનાવવાના નિર્ણય પરથી સ્‍પષ્‍ટ થાય છે કે પોતે અને પોતાના સત્તા-હોદાનો દુરઉપયોગ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ઓજી. ગ્રાન્‍ટનાં રૂા. 61,1પ,600 વર્ષ ર016/17નાં કુંકાવાવ ઓકટ્રોય નાકાથી વડેરા ગામને જોડતો રોડ બનાવી ગેરકાયદેસર મોજે અમરેલી ગામની ગૌચરનીજમીન સર્વે નં. 907/ર પર કલેકટર કે સરકારની મંજુરી વગર અંદાજે 7 મીટર પહોળો અને 600 મીટર લંબાઈનો સીસી રોડ માનવ વસાહત વગરનાં ગૌચર જમીન પરથી ઔદ્યોગિક અને એ સર્વે નં. 943 પૈકી 1 બિનખેતી હે.આરે. ર-37-7પ સર્વે નં. 943 પૈકી ર બિનખેતી હે.આરે. ર-37-7પ અને સર્વે નં. 948 પૈકી ર બિનખેતી હે.આર. ર-01-7રના માલિક મિહિરકુમાર ઉર્ફે મિહિશકુમાર શાંતિલાલ શાહ કે જેઓ વર્ષ ર017ની વેજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમજ શરદભાઈ ધીરૂભાઈ ધાનાણી કે જેઓ અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષનેતાનાં નાના ભાઈ તેમજ અન્‍ય 1ર ભાગીદારો મળી 14 બિલ્‍ડરો-રાજનેતાઓની જમીનને બે જગ્‍યાએ જોડતો રોડ રૂા. 61,1પ,601નાં સરકાર ગ્રાન્‍ટમાંથી ખાનગી લોકોને લાભ આપી સત્તાનો દુરઉપયોગ કરી સરકારી ખર્ચે ગૌચરમાં દબાણ ઉભું કરી સરકારની છેતરપીંડી કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, સર્વે નં. 186/ર બિનખેતી હે.આરે. 4-14-81 તેમજ સર્વે નં. 186/1 બિનખેતી હે.આરે. 1-61-89 છે જેના માલીક લવજીભાઈ હિરજીભાઈ પેથાણીનાં નામે છે. તો ખાનગી સ્‍કૂલને જોડતો (સેંટ મેરી ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ) રોડ રૂા. 9,14,800 વગર લોકફાળે તેમજ નિયમ વિરૂઘ્‍ધ બનાવેલ છે જે પણ ઓજી ગ્રાન્‍ટનાં નાણામાંથી બનેલછે.

વધુમાં જણાવેલ છે કે, ઓજી ગ્રાન્‍ટમાંથી બિનખેતી સર્વે નં. 117/1 પૈકી હે.આરે. 0-36-0પ જેના માલીક મનુભાઈ ગોવિંદભાઈ તળાવીયા વિગેરે કુલ પાંચ તેમજ સર્વે નં. 117/1 પૈકી ર પૈકી 1 હે.આર. 0-47-9પ જેના માલીક પ્રદિપ પરોશતભાઈ સોજીત્રા એન્‍જલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને રૂા. 11,44,પ00નાં સીસી રોડ નિયમ વિરૂઘ્‍ધ બનાવી પાલિકાને નુકશાન કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કવાોેકઅથ આઉટ ગ્રોથ ર016-17નાં કમ્‍પોસ્‍ટ યાર્ડમાં રૂા. 3પ,પ7,ર00નાં સીસી રોડ બનાવેલ છે. જેમાં નીચે ફાઉન્‍ડેશન કર્યા વગર અને તથા જગ્‍યા ઉપરથી પથ્‍થર હોવાનો તથા ઘનકચરાની જગ્‍યાએ રોડની જરૂરત ન હોવા છતાં ખાતરનાં યાર્ડમાં કોઈનાં ઘ્‍યાને ન આવે તેમ નીચે દબાયેલ છે તેવો ખોટો રોડ ભ્રષ્‍ટાચાર આચરી સરકારી નાણાનો દુરઉપયોગ કરેલ છે. તેમજ લાઈટનાં પોલ રૂા. 14,90,800નાં ખર્ચે .ભા કરેલ છે જે પણ સદંતર ખોટો ખર્ચ કરી ખોટી રકમ .ધારી સરકારી નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે.

કવાોેકઅથ આઉટ ગ્રોથ ગ્રાન્‍ટ વર્ષ ર016-17ના રૂા. 1,88,07,000 નાં ખર્ચે 19 જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઈટનાં કામો કરેલ છે. એમાનાં કામોમાં હલકી ગુણવતાના વાયરો, ફયુઝ, બોક્ષ, પોલ તેમજ લાઈટો નોન ટ્રેડ વાપરી બીન ઉપયોગી અને બીજા ઓજી એરીયામાં ખર્ચ કરી સરકારી નાણાનો દુરઉપયોગ કરીભ્રષ્‍ટાચાર આચરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ઘનશ્‍યામનગર, ચકકરગઢ રોડમાં બ્‍લોક (1) રોડ યુપીડી-78 મંજુરી ડુડા/વશી/ર010, તા. 11/8/16 (ર) રોડ યુડીપી-88 મંજુરી ડુડા/વશી/ ર004, તા. 11/8/ર016 એક રોડનું તમામનું યુડીપી-78નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના થયેલ અને યુડીપી-88નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં રોડનાં કામનું બિલ થયેલ તેમજ જગ્‍યાએ 14માં નાણાપંચના ત્રણ પાર્ટમાં રૂા. 11,94,430 ના સીસી રોડ બનેલ તેના તા. 1પ/11/ર017ના રોજ પૂર્ણ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, સુખનાથપરા, અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં મંજુર યુડીપી-88 સુખનાથપરા સોસાયટી-16 રોડનાં કામ બ્‍લોક થયેલ તેમજ કામ યુડીપી-88 ડુડા/વશી/ર948/ ર017, સુખનાથપરા તેજ જગ્‍યાએ 16 સીસી રોડનાંક ામો થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, શાશ્‍વતનગર સોસાયટીનાં બ્‍લોક રોડ રૂા. રર,33,100નાં યુડીપી-88 ડુડા/વશી/ર010/ર016, તા. 11/8/ ર016નાં મંજુર થયેલ અને બીલ તા. ર7/4/ર017થી તા. ર3/3/ર018નાં થયેલ તેમજ સોસાયટીનાં રૂા. ર1,88,800 નાં સીસી રોડ ડુડા/વશી/ ર0પર/ર016 તા. 11/8/ર016નાં રોજ મંજુર કરેલ તેનું બિલ તા. 11/ર/ર017થી તા. 8/9/ર016નાં રોજ ચુકવાયેલ તેમજ જોઈન્‍ટ ગંગાનગર 14માંનાણાપંચની રૂા. 7,08,610 શાશ્‍વતનગરમાં કામ પૂર્ણ તા. 1પ/11/ર017નાં બતાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, શુભલક્ષ્મીનગર, ચકકરગઢ રોડનાં કુલ 11 રસ્‍તા યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016 મંજુર તા. 11/8/ ર016 બ્‍લોક થયેલ છે અને તેનું બીલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ ર018નાં રોજ ચુકવાયેલ છે. તેજ શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ ડુડા/વશી/ 1984/ર017 તા. 8/6/ર017ના કામ અન્‍ય જગ્‍યાએ મંજુર થયેલ તે શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ (1) સંજય રામાણીનાં ઘરથી ચકકરગઢ રોડ (ર) ગગજી ગોંડલીયાનાં ઘરની સિઘ્‍ધિ વિનાયક હાઉસ (3) સંજય રામાણીનાં ઘરથી ચીમન સોજીત્રાના ઘરનાં નામથી સીસી રોડ બનેલ છે અને તેનુ બિલ તા. 1ર/4/ર018નાં રોજ તેનું બિલ રૂા. 30,પ0,136 એમ.વી. રેકર્ડથી ચુકવાયેલ છે. તેમજ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની વર્ષ ર017/18ની શુભલક્ષ્મીનગરને બ્‍લોક રોડનાં રૂા. ર,પ0,000 બતાવેલ છે અને રોડ મરામતનાં રૂા. ર,પર,000 વર્ષ ર016-17નાં 14માં નાણાપંચમાંથી શુભલક્ષ્મી નગરમાં ખર્ચ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, માણેકપરા અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં યુડીપી-88 મંજુરી મુજબ 11 રસ્‍તા માણેકપરા સોસાયટીનાં બ્‍લોક રોડ કામ થયેલ જેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં સમયગાળામાં ચુકતે થયેલ સ્‍થળેયુડીપી-88ડુડા/વશી/ ર948/ર017, તા. 17/10/ ર017નાં મંજુરીની આ 11 રસ્‍તા સીસી રોડ બનાવેલ છે. તેમજ માણેકપરા કમલ રેફરીઝરેટર હું શ્રીનાથજી કૃપા હાઉસ એન્‍ડ સ્‍વામીનારાયણ મંદિર સીસી રોડ વર્ષ ર017-18માં નાણાપંચ ગ્રાન્‍માંથી પાર્ટ-1 રૂા. 19,49,900 અને પાર્ટ-રનાં રૂા. 14,47,700નો ખર્ચ પણ કરવામાં આવેલ છે. તેમજ માણેકપરા શેરી નં. 9નાં કાબરીયા ટ્રાવેર્લ્‍સથી દેવભૂમી પાન સેન્‍ટર ડુડા/વશી/1968/ર016/17 યુડીપી-88 તા. 11/8/ર016નાં 4 બ્‍લોક રોડ અને તેજ સ્‍થળ નામે 14માં નાણાપંચ રૂા. ર4,40,પ00 સીસી રોડ વર્ષ ર016/17નો ખર્ચ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કેરીયા રોડ યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016, તા. 11/8/ર016નાં કેરીયા રોડ વ્રજભૂમી સોસાયટી શેરી નં. 14 શંભુભાઈ સાવલીયાના ઘરે કેરીયા રોડ સંત ભોજલરામ પાર્ક પ્રફુલભાઈ ચોથાણીના ઘર, કેરીયા રોડ શ્રીનાજથી પાર્કથી નથુભાઈ          માંગરોળીયા, કેરીયા રોડ કિરણ પાથરનાં દવાખાનાથી બટુકભાઈ કથીરીયાનાં ઘર તેમજ વિદ્યુતનગર સોસાયટીથી જીતેન્‍દ્રભાઈ પલવારનાં ઘરથી હસુભાઈ રામાણીના ઘર ઉપરોકત કામો બ્‍લોકનાં રોડ થયેલ અને તેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના સમયગાળામાં ચુકવાયેલા અને તેજ ઉપર જણાવેલ સ્‍થળ અને સોસાયટીમાં યુડીપી-88 ડુડા/વશી/ર0પર/ર016તા. 11/8/ર016ના સીસી રોડનાં કામો કરેલ છે અને જેનું બિલ તા. 10/ર/ર017થી તા. 8/9/ર017ના સમયગાળામાં ચુકવાયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, આમ સુખનાથપરાનાં 16 રસ્‍તા બ્‍લોક બનાવી 6 મહિનામાં ફરી સીસી બનાવવાની તેમજ માણેકપરાનાં 11 રસ્‍તાઓ બ્‍લોક બનાવી તોડી 6 માસમાં સીસી બનાવનાર કેરીયા રોડ વિસ્‍તારનાં વિદ્યુતનગર-ર રસ્‍તાઓ બ્‍લોક બનાવી સીસી બનાવેલ. શાશ્‍વતનગરનાં 6 રોડ બ્‍લોક બનાવી 6 માસમાં સીસી બનાવેલ. ઘનશ્‍યામનગરનાં 1 રોડ બ્‍લોક બનાવી નાણાપંપ 14માં ત્રણ પાર્ટમાં સીસી રોડનો ખર્ચ નાખેલ છે. શુભલક્ષ્મીનગરમાં પણ બ્‍લોક રોડ બનાવી 6 માસમાં સીસી રોડ બનાવી આમ 37 રસ્‍તાનાં અંદાજે રૂા. 1,ર0,રપ,600નાં બ્‍લોક રોડ બનાવી તોડી નાખી તેના ઉપર રૂા. 3,04,રપ,866 સીસી રોડ બનાવી સરકારની 1ર શરતો પૈકીની 8 શરતોને અવગણી પાલિકાને જાણી જોઈને નુકશાન કરેલ છે. તેમજ માર્કેટયાર્ડને રૂા. 8ર,પપ,000નાં અને ઓજી ગ્રાન્‍ટનાં રૂા. 81,74,900 મળી રૂા. 1,64,ર9,900 અને મન રેસીડેન્‍સી-1 અને ર નાં રૂા. 70,64,909 જે ત્રણ મળી રૂા. ર,34,94,809 અને બ્‍લોક રોડ બનાવી તોડી નાખેલ છે તે રૂા. 1,ર0,રપ,600 આમ મળીને કુલ 3,પપ,ર0,409નાં કામની રકમ કડક રીકવરી કરવાની થાય છે. જેમાં તેઓએ નિયમો તોડેલ છે. પાલિકા હદ બહાર બિલ્‍ડરો,રાજનેતાઓ વિગેરેને લાભ કરેલ છે અને પાલિકા અને સરકાર અને જનતાનો વિશ્‍વાસઘાત કરી દોઢ લાખની જનતાને યાતના વેઠવા મજબુર કરેલ છે. તેમજ સરકારના અમલી અધિકારીઓની જવાબદારી નકકી કરવા મારી માંગ છે. આમ છતાં કામગીરી કરનાર એજન્‍સીઓને ટાઈમ લીમીટો, એકસ્‍ટ્રા આઈટમો અને કન્‍સ્‍લટનને લાખો રૂપિયા ચુકવેલ છે. અને તા. ર8/ર/ર017ના ઠરાવ નં. 1પ9ની તમામ યોજનાકીય કામો સાર કવોલીટીમાં લોક ઉપયોગી અને ટકાઉ થયાના ખોટા ઠરાવો કરી કામગીરી બિરદાવી અને જનતાની આંખમાં ધુળ નાખી ગેરમાર્ગે દોરી આર્થિક લાભ નાણાકીય લઈ તમામ સદસ્‍યો, પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારી અને જવાબદાર તમામ સામે કાયદાકીય પગલા ભરી રાષ્‍ટ્રીય નાણાનો સત્તાના જોરે અમરેલી પાલિકાના કરેલ રૂા. 3,પપ,ર0,409ની રીકવરી કરવા મારી અરજ છે. અને તેઓએ ગેરકાયદેસર સમિતિ રચી તા. રર/ર016ના ઠરાવ નંબર સ.સ.ઠ.નં. 1ઢપથી શહેરના બુઘ્‍ધિજીવીઓના નામે વિકાસ સમિતિ રચી તેઓનું ર00 લોકોનું જમણવાર કરી એક થાળીના રૂા. 400 લેખે રૂા. 80 હજારનો ખર્ચ કરેલ જે પાલિકાના સ્‍વભંડોળમાંથી કરેલ તેમજ અમરેલી શહેરમાં તા. 17/10/ર017ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિવસના 14થી 1પઃ1પ કલાકે શહેરમાં પ્રવાસે આવેલ તેમ છતાં 14માં નાણાપંચમાં શહેરમાં રોશની કરવાનાખર્ચમાં રૂા. 4,ર6,000ના બીલ બનાવી ખર્ચ કરેલ જે નાણાપંચની ગાઈડલાઈનની વિરૂઘ્‍ધમાં છે. તેમજ વડાપ્રધાનની ફાયર સેફટીના નામે રૂા. 10,ર3,7પરનું ખાનગી કંપની ગોપાલ ફાયર એન્‍ડ સેફટી અમરેલીને બીલ ચુકવાયેલ છે.

આમ ખોટા બીલ બનાવી રાષ્‍ટ્રીય નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ હોય આ બાબતે આપ મુદાવાઈઝ મારા અરજીના કામે તપાસના કામે બોલાવશો ત્‍યારે તમામ કાગળ ઉપરના પુરાવા રૂપે રજુ કરીશ.

તો આ બાબત સંબંધિત પદાધિકારીઓ/અધિકારીઓ સામે તપાસ થવા આ તમામ મુદાઓ સાથે રજુઆત છે તેમ અંતમાં જણાવેલ છે.


માલકનેશ ગામે અગમ્‍ય કારણોસર આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

વડનાં ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાધો

અમરેલી, તા. 13

ખાંભા તાલુકાનાં માલકનેશ ગામે રહેતાં મધુભાઈ ચોથાભાઈ જાદવ તા.1રનાં સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્‍ય કારણોસર માલકનેશ ગામે વડનાં ઝાડ સાથે દોરડુંબાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખાંભા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળાનાં ર શિક્ષકોએ ધો. 6નું પ્રશ્‍ન પેપર વાયરલ કરતાં તપાસ શરૂ

કોણે કીધુ બોર્ડની કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનાં પેપર જ વાયરલ થઈ શકે

આલેલે : ધો. 6ની પરીક્ષાનું પ્રશ્‍ન પેપર વાયરલ થયું

સાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળાનાં ર શિક્ષકોએ ધો. 6નું પ્રશ્‍ન પેપર વાયરલ કરતાં તપાસ શરૂ

પરીક્ષાને હજુ વાર હોય પ્રશ્‍ન પેપર વાયરલ થતાં શિક્ષણાધિકારીએ શિક્ષકને નોટીસ ફટકારી

શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધનાં નિયમનો થયો ઉલાળીયો

અમરેલી, તા. 13

સામાન્‍ય રીતે ધો. 10 કે ધો. 1ર કે કોલેજની મહત્‍વની પરીક્ષા કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષનાં પ્રશ્‍ન પેર વાયરલ કરીને કરોડો રૂપિયાનાં કૌભાંડો થતાં હોય છે. પરંતુ પ્રાથમિક શાળાનાં ધો. 6ની પરીક્ષાનું પ્રશ્‍ન પેપર વાયરલ થાય તે ઘટનાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળામાં શિક્ષકોએ ધો. 6ની પરીક્ષાને હજુ વાર છે તે પહેલાં જ અંગ્રેજી વિષયનું પ્રશ્‍ન પેપર સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી દેતાં તાલુકા શિક્ષણાધિકારીએ શિક્ષકોને નોટીસ ફટકારી છે.

નોટીસમાં જણાવેલ છે કે, તા. 8/3/19નાં રોજ આપે વોટસઅપ (સોશ્‍યલ મિડીયા)માં શ્રી ભોઈ અળખાભાઈ પી. મેકડા પ્રાથમિક શાળાએ સાવરકુંડલા પ્રિન્‍સીપાલ ગૃપ અને બારૈયા કૃણાલભાઈ બી. શિવાયનેસ પ્રાથમિક શાળાએ જીએલડીપી (ભાષા) ગૃપમાં 1ર.39 મિનિટે ઈંગ્‍લીશએકમ કસોટીનું પેપર વોટસઅપ (સોશ્‍યલ મિડીયા) માં જાહેર કરેલ છે. જે ગંભીર બાબત છે. આપે ફરજના સેવા અને શિસ્‍તના નિયમનો ભંગ કરેલ હોય તમારા ઉપર શા માટે શિક્ષાત્‍મક કાર્યવાહી ન કરવી એ કારણોસર દિન-3 માં રૂબરૂ હાજર રહી સબંધિત બન્‍ને કચેરીએ લેખિતમાં ખુલાસો આપવા જણાવવામાં આવે છે.

જો નિયત સમયમર્યાદામાં લેખિત ખુલાસો આપવામાં નહી આવે તો આ વિષયમાં કઈ પણ કહેવા માંગતા નથી એવું માની આપ સમક્ષ સેવા અને શિસ્‍તના નિયમના ભંગ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.


પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથીઅમરેલી જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો ભોંભીતર

લોકસભાની ચૂંટણીમાં લુખ્‍ખાગીરી કરીને માહોલ બગાડવાનો પ્રયાશ થઈશકશે નહી

કોઈ અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહૃાા હોય તો તેનો લાભ લાખોની જનસંખ્‍યાને થાય તે સાબિત થયું

અમરેલી, તા. 13

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કડક કામગીરીથી જિલ્‍લામાં લુખ્‍ખાગીરી કરી ભયનો માહોલ ઉભો કરનાર શખ્‍સોમાં હાલ ભયનો માહોલ ઉભો થયો છે. જિલ્‍લાની 1પ લાખની જનસંખ્‍યાનાં આશિર્વાદ પોલીસ અધિક્ષક પર વરસી રહૃાા છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં દિનપ્રતિદિન લુખ્‍ખાગીરી અને માફીયાગીરી માથુ ઊંચકી રહી હતી. જિલ્‍લાની જનસંખ્‍યા પણ પોલીસ અને રાજકારણીઓ પર વિશ્‍વાસ ગુમાવી રહી હતી. તેવા જ સમયે રાજય સરકારે અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે નિષ્ઠાવાન નિર્લિપ્‍ત રાયની નિણૂંક કરીને જિલ્‍લામાં કથળેલી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુધારવા ખુલ્‍લા મને કામ કરવા સુચના આપી હતી.

બાદમાં નિર્લિપ્‍ત રાયે ફરજ પર હાજર થતાં જ તેમના વિભાગમાં સાફસુફી કર્યા બાદ સમગ્ર જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો, ફરાર આરોપીઓ, બુટલેગરો, વિવિધ પ્રકારનાં માફીયાઓ પર પોલીસ અધિકારીઓને સુચના આપી અને જરૂર પડે તો તેઓ ખુદ જ આરોપીને ઝડપવા જતાં હોય પોલીસ અધિકારીઓમાં પણ ઉત્‍સાહનો વધારો થયો અને છેલ્‍લા થોડા મહિનાઓમાં ગુન્‍હાઓનું પ્રમાણ ઘટવા માંડયું અને ગુન્‍હેગારોને જુદી-જુદી જેલ ભેગા કરી દેવામાંઆવતાં જિલ્‍લાની જનતામાં રાહતની લાગણી ઉભી થઈ છે.

જિલ્‍લામાં અનેક માથાભારે શખ્‍સોને રાજકીય આગેવાનો પ્રોત્‍સાહન આપી રહૃાા છે તે પણ જનતા સારી રીતે જાણી રહી છે. પરંતુ પોલીસ અધિક્ષકને એક પણ રાજકીય આગેવાન માથાભારે શખ્‍સની ભલામણ કરી શકતા ન હોય આથી રાજકીય ઓથે ધાકધમકી કરતાં શખ્‍સો પણ ફફડી રહૃાા છે.

આમ પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથી જિલ્‍લાની જનતામાં રાહતનો માહોલ જોવા મળી રહૃાો છે અને નિષ્ઠાવાન અધિકારી પર જનતા જનાર્દન આશિર્વાદ વરસાદી રહી છે.


કુખ્‍યાત આરોપી પૂના ભરવાડનાં મકાનમાં પ્રાણઘાતક હથિયારો ઝડપાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે પોલીસનો દરોડો

અમરેલીનાં કુખ્‍યાત આરોપી પૂના ભરવાડનાં મકાનમાં સર્ચ ઓપરેશન બાદ પ્રાણઘાતક હથિયારો ઝડપાયા

એરગન, તલવાર, ફરસી, ગુપ્‍તી સહિતનાં હથિયારો ઝડપાયા

અમરેલી, તા.13

લોકસભા સામાન્‍ય ચુંટણી ર019 અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય આગામી લોકસભા ચુંટણીમાં નિષ્‍પક્ષ અને ભયમુકત રીતે મતદાન થઈ શકેતે હેતુથી અમરેલી જીલ્‍લાના ભયજનક અને માથાભારે ઈસમો અંગે કોમ્‍બીંગ કરવા અને તેમના વિરૂઘ્‍ધ જરૂરી અટકાયતી પગલાંઓ લેવા અમરેલી જીલ્‍લા પોલીસને જરૂરી સૂચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનાઓના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. ટીમ, પેરોલ ફર્લો સ્‍કોડ, જીલ્‍લા ટ્રાફિક શાખા, અમરેલી શહેર પો.સ્‍ટે. તથા અમરેલી તાલુકા પો.સ્‍ટે.ની અલગ અલગ ટીમો બનાવી અમરેલી શહેર વિસ્‍તાર તથા તાલુકા વિસ્‍તારમાં કોમ્‍બીંગ હાથ ધરતાં અમરેલી જીવાપરા, સોમનાથ મંદિર પાસે રહેતાં કુખ્‍યાત માથાભારે ઈસમ પુના રામભાઈ ભરવાડ, રહે. અમરેલી વાળાના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં પોલીસ કાર્યવાહીથી બચવા પુના રામભાઈ ભરવાડ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારને હવામાં વીંઝવા લાગેલ અને પુના રામભાઈ તથા તેના ભાઈ મેપા રામભાઈએ પોલીસની કાર્યવાહીમાં અડચણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મજકુર ઈસમોને પકડી પાડી તેમના રહેણાંક મકાનમાંથી ઝડતી કરતાં ગુન્‍હો કરવાના ઈરાદે રાખેલ તલવારો, એરગન, બારબોરના કાર્ટીસ,ફરસી, ગુપ્‍તી, છરી, દાતરડું, હોકી જેવા જીવલેણ હથિયારો મળી આવેલ હોય મજકુર બંને ઈસમો વિરૂઘ્‍ધ પોલીસી કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ, હથિયારબંધી જાહેરનામાના ભંગ અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1) એક સીધી તલવાર (ર) દેશી બનાવટની એરગન-3 (3) બારબોરના કાર્ટીસ નંગ-4 (4) લોખંડની તલવાર નંગ-9 (પ) લોખંડના ફળા વાળી ફરસી નંગ-6 (6) ગુપ્‍તી નંગ-ર (7) તિક્ષ્ણ છરી નંગ-પ (8) લોખંડનું દાતરડું-1 (9) ધાતુની બીડનો પંચ-1 (10) લાકડાની હોકી-1 મળી કુલ કિં.રૂા.1,પ40/- નો મુદ્યામાલ આરોપી પુના રામ ભરવાડનો ગુનાહિત ઈતિહાસ આરોપી પુના રામભાઈ ભરવાડ વિરૂઘ્‍ધમાં અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ભુતકાળમાં જુગાર, પ્રોહિબીશન, મારા મારી સહિતના ગુન્‍હાઓ નોંધાયેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્‍કોડ, ટ્રાફિક શાખા, અમરેલી શહેર તથા તાલુકા પોલીસ ટીમ ર્ેારા કરવામાં આવેલ છે.


અમરેલીમાં મસાલાની મૌસમ પૂરબહારમાં આવી 

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં હવે મસાલાની સિઝન શરૂ થઈ જવા પામી છે, ત્‍યારે અમરેલીનાં ગઢની રાંગ પાસે પાણી દરવાજા નજીક રોડ ઉપર મસાલા માર્કેટ ઉભી કરવામાં આવતા લોકો ધાણી-ધાણા, જીરૂ, હળદર, તથા સુકા લાલ મરચાની ખરીદી કરવા લાગ્‍યા છે. મસાલા માર્કેટમાંથી લોકો 1ર મહિના સુધી વાપરી શકાય તે માટે થઈ લોકો જાતે તપાસી અને મસાલાનાં ભાવતાલ કરી ખરીદીનો પ્રારંભ કરી દીધેલ.

 


વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં વીજપોલ પણ વાયબ્રન્‍ટ બન્‍યા

ચલાલાનાં લાયબ્રેરી માર્ગ પર પીજીવીસીએલનો વીજપોલ જમીનમાંથી બહાર આવી જતા અફડાતફડી

અમરેલી, તા. 13

એક તરફ વાયબ્રન્‍ટઅને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાવામાં આવી રહૃાા છે. તો બીજી તરફ કયારે કંઈ જગ્‍યાએ આફત આવે તેનું કાંઈ જ નક્કી જ નથી જાહેરમાર્ગ પર ચાલવું પણ જોખમી બની રહૃાું છે.

દરમિયાનમાં ચલાલાનાં લાયબ્રેરી માર્ગ પર પીજીવીસીએલનો વીજપોલ જમીનમાંથી આપોઆપ નીકળી જતં આજુબાજુનાં અર્ધો ડઝન વીજપોલનાં પાયા હચમચી ગયા હતાં અને અફડા-તફડીનો માહોલ ઉભો થયો હતો. સદ્યનસીબે કોઈ મોટુ નુકશાન થયુ ન હતું.

તે જ સમયે જાગૃત નાગરિક અશોકસિંહ તલાટીયાએ પીજીવીસીએલને જાણ કરીને રાહદારીઓને સાવચેત કરવાનું ઉમદા કાર્ય કર્યુ હતું.


ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા શહીદોને સ્‍મરણાર્થે ‘ભજન સંઘ્‍યા’ યોજાઈ

માનવસેવા અને લોક કલ્‍યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથી રૂપી સંસ્‍થા, ચલાલા અને આજુ-બાજુના વિસ્‍તાર માટે આશિર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા દેશના વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાની સાથે સ્‍વ. બાબુદાદા રૂપારેલીયાની પ્રથમપૂણ્‍યતિથિની ઉજવણીના ભાગરૂપે ભવ્‍ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સંતવાણી અને લોક ડાયરામાં ઘનશ્‍યામભાઈ લાખાણી, મેરામણભાઈ ગઢવી, અશોકભાઈ માણીયા, યોગીતાબેન પટેલ, ભીખુભાઈ માલવીયા, ઘનશ્‍યામભાઈ કળથીયાએ પોતાની સાજીંદા ટીમ સાથે દુહા-છંદ, વીર શૌર્ય ગાન, લોક સાહિત્‍ય, હાસ્‍ય તથા ભજન દ્વારા મહેમાનો, ગ્રામજનો તથા આસપાસના વિસ્‍તારમાંથી આવેલ લોકોને ખૂબ આનંદ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સંસ્‍થાના વડા રતિદાદા ખોડલધામ નેસડીથી પૂ. લવજીબાપુ, રાંદલ માતાજીના દડવાથી પૂ. રસીકબાપુ, વિદેશી મહેમાનો, વરિષ્ઠ આગેવાનો તથા આસપાસના વિસ્‍તારમાંથી બહોળી સંખ્‍યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.


ચમારડીમાં ગોપાલ શેઠનાં ફાર્મ હાઉસમાં મહેમાન બનતાં કોંગી આગેવાનો : અનેક તર્કવિતર્ક

ભાજપ અને કોંગી આગેવાનોનાં મિલનથી અનેક તર્કવિતર્ક

ચમારડીમાં ગોપાલ શેઠનાં ફાર્મ હાઉસમાં મહેમાન બનતાં કોંગી આગેવાનો

ચમારડી, તા. 13

આગામી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્‍યારે અમરેલી જીલ્‍લામાં રાજકારણ ગરમાઈ રહૃાું છે. ત્‍યારે બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ભામાશા તરીકે ઓળખાતાગોપાલભાઈ વસ્‍તરરાનાં નિવાસસ્‍થાને ભાજપ-કોંગ્રેસના વિવિધ રાજકીય નેતાઓ સહીત બન્‍ને પક્ષનાં કાર્યકર્તાો વચ્‍ચે લોકસભા ચૂંટણી ઘ્‍યાનમાં લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, ત્‍યારે ભાજપનાં અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા અને કોંગ્રેસનાં કાર્યકર્તા  પ્રભાતભાઈ કાઠીવાળ, ચેતનભાઈ પંચોલી સહિત આગેવાનો વચ્‍ચે અનેક ગુપચુપ ચર્ચાઓ થઈ હતી. ત્‍યારે આ વખતે લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક ઉપર નવા જુનીનાં એંધાણ જોવા મળી રહૃાા તેવી લોક જીભે વાસ્‍તવિકતાની ચર્ચાઓ થઈ રહી છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સવિતાબેન લાલજીભાઈ ચોટલીયા (ઉ.વ.70) તા.13/3ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મનસુખભાઈ તથા પ્રવીણભાઈના માતુશ્રી થાય છે. સદ્ગતનું બેસણું તા.1પ/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન દેવળા ગેઈટ, સીતા હોટેલ સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રિઘ્‍ધિ સિઘ્‍ધિ મહાદેવ પરિવારમાં મોભી રણજીતગીરી મોહનગીરી ગોસ્‍વામી (હાલ રાજકોટ) (ઉ.વ.74)નું તા.8/3ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.14/3ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 સુધી રિઘ્‍ધિ સિઘ્‍ધિ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી ભીખુભાઈપાતાભાઈ રવીયા (થોરડીવાળા)ના પુત્રવધુ તથા વાવડીવાળા ઘનશ્‍યામભાઈ નરસીભાઈ મહેતાની પુત્રી શોભનાબેન હિતેષભાઈ રવીયા (ઉ.વ.38)નું તા.1ર/3ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે નરેશભાઈના ભાભી તથા રૂદ્રાક્ષ અને ભદ્રાક્ષના માતુશ્રી થાય છે. સદ્ગતનું બેસણું તા.14/3ને ગુરૂવારના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, દેવળા ગેઈટ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના પીઠવડી નિવાસી ધીરૂભાઈ ધનજીભાઈ મહીડાના ધર્મપત્‍નિ અમરબેન (ઉ.વ.8પ)નું તા.10/3ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભરતભાઈ, શૈલેષભાઈ, મયુરભાઈના માતુશ્રી થાય છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા.ર0/3ને બુધવારના રોજ તેમના નિવાસસ્‍થાન સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે રાખેલ છે.


ચલાલામાં નવનિયુક્‍તત લેડી પી.એસ.આઈ. એચ.એસ. સેંગલીયાનો સપાટો

પોલીસ સ્‍ટાફ સાથે નિકળી બસ સ્‍ટેન્‍ડ એરીયા અને તીનબતી ચોકમાં ટ્રાફિક હળવો કરાયો

ચલાલા, તા.14

ચલાલામાં ગઈ કાલે ચલાલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. પરમારની બદલી થતા તેઓની જગ્‍યાએ ચલાલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ.તરીકે  એસ.પી. નિર્લિપ્‍ત રાયે કાર્યદક્ષ લેડી પીએસઆઈ, એચ.એસ. સેંગલીયાની નિમણુંક કરેલ  છે. ચાર્જ સંભાળતા જ સેંગલીયાએ પોલીસ સ્‍ટાફ સાથે બસ સ્‍ટેન્‍ડ ચોક એરીયા અને તિનબતી ચોક જેવ ટ્રાફીકથી ધમધમતા એરીયામાં પગપાળા ચાલી ટ્રાફિક નડતરરૂપ વાહનો લેવડાવતા ટ્રાફીક હળવો થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્‍યો હતો. છેલ્‍લા ઘણા સમયથી ચલાલામાં કાયદો – વ્‍યવસ્‍થાની સ્‍થિતી કથળી ગઈ છે. જયા – ત્‍યાં દારૂના હાટડા, ટ્રાફીક સમસ્‍યા, અવાર-નવાર સુલેહશાંતીનો ભંગ સહીતની સમસ્‍યાઓ વિકરાળ બની છે. ત્‍યારે શહેરીજનો નવા લેડી પી.એસ.આઈ. સેંગલીયા પાસે ઘણી અપેક્ષા રાખી રહયા છે. શહેરીજનો માટે નવા પી.એસ.આઈ. સેંગલીયા આશાનું કિરણ જોઈ રહયા છે.


14-03-2019