Main Menu

Sunday, March 10th, 2019

 

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો

જિલ્‍લાનાં કોંગી ધારાસભ્‍યોએ રાજય સરકારને કરી રજુઆત

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો

ધારાસભ્‍યોને મત વિસ્‍તારમાં સતત ખેડૂતોની ઉઘરાણીનો સામનો કરવો પડે છે

ભાજપ સરકાર તાયફાઓ બંધ કરીને ખેડૂતોની દયનીય હાલતમાં મદદરૂપ બને તે જરૂરી

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને તાત્‍કાલીક પાકવીમાની જાહેરાત કરી ચુકવણી કરવા માટે માંગણી કરતા અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, જે.વી. કાકડીયાએ એક પ્રેસ નિવેદન કરી જણાવ્‍યું હતું કે, ચાલું વર્ષે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ છે. અમરેલી જિલ્‍લાનાં ધારી, લાઠી, બાબરા તાલુકામાં અછત જાહેર થઈ ચુકી છે. અછતમાં ખેડૂતોને જાહેર કરેલ અછતની ચુકવણી ચાલું છે પરંતુ બીજા તાલુકામાં સમયસમ વરસાદ ન થવાના કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્‍ફળ થયેલ છે. ત્‍યારે તાકીદે પાકવીમો ચુકવવા માટે દિવાળીના દિવસો દરમ્‍યાન તમામ ધારાસભ્‍યો તથા કોંગ્રેસના આગેવાનો સહિત અમરેલી મુકામે રાજકમલ ચોકમાં ઉપવાસ યોજીને સરકારને મગફળીઅને કપાસનો પાકવીમો ચુકવવા માટે આવેદનપત્ર આપેલ હતું. જિલ્‍લાનાં પાંચે-પાંચ ધારાસભ્‍યોએ ધારાસભામાં અસરકારક રજુઆતો કરેલ હતી પરંતુ સરકારના બહેરા કાને આ સંભળાયું નથી. ભાજપ સરકાર ખોટી વાહ- વાહી કરવામાંથી નવરી નથી. છાશવારે ઉત્‍સવ ઉજવાય છે પરંતુ ખેડૂતો અતિ મુશ્‍કેલીમાં છે તે દેખાતું નથી. ખેડૂતોને પોતાનું પશુપાલન બચાવવું પણ કપરૂ બન્‍યું છે. રાજય સરકારે મોટા મોટા પ્રીમીયમ ભરીને પાકવીમો ચુકવવાની લોભામણી જાહેરાતો કરી પરંતુ ચુકવાતો નથી તેનો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દર્દ અનુભવીએ છીએ. તેમજ વિસ્‍તારમાં જઈએ છીએ ત્‍યારે ખેડૂતો પાકવીમો કયારે ચુકવાશે તેવા પ્રશ્‍ન પુછે છે. કોઈ પ્રસંગ કે ફોન ઉપર પણ આવી સતત ખેડૂતો રજુઆત કરતા રહે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે આચારસંવિહતાના નામે સરકાર છટકે નહી તે માટે તુર્ત જ મગફળી અને કપાસના પાકવીમાની જાહેરાત કરી તેવી માંગણી કરીએ છીએ અને જાહેરાત પ્રમાણે ખેડૂતોના ખાતામાં તાત્‍કાલીક રકમ જમા કરે તેવી સરકારને ખેડૂતો વતી દર્દભરી અપીલકરીએ છીએ તેમ અંતમાં જણાવ્‍યું હતું.


સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ

માં ચામુંડાનાં ભકતોની ડેપો મેનેજરને રજૂઆત

સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ

મોટી સંખ્‍યામાં પુનમના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને લાભ મળશે

અમરેલી, તા. 9

અમરેલીનાં દીપકભાઈ મહેતા સહિતનાં માતાજીનાં ભકતોએ ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી ચોટીલા માતાજીના દર્શનાર્થે જવા માટે હાલનાં રૂટમુજબ અમરેલીથી સવારે 7/30 કલાકે (મહુવા-ચોટીલા) ત્‍થા 8/00 કલાકે (રાજુલા-ચોટીલા) એમ બે બસનાં રૂટ ચાલુ છે.

દર પૂનમે આ બન્‍ને બસોમાં ઉપરથી ટ્રાફીક ફૂલ ભરાઈને આવતા સાવરકુંડલા-અમરેલી- ચિતલ- આટકોટ- જસદણ ત્‍થા આ રૂટ ઉપર અન્‍ય આવતા ગામડાઓનાં નાગરીકોને આ બન્‍ને બસમાં ઉભા રહેવાની જગ્‍યા પણ મળતી નથી. દર માસે માતાજીના મંદિરે પૂનમ ભરતા નાગરીકોને, વરિષ્ઠ નાગરીકોને તેમજ ઉંમરલાયક સ્‍ત્રીઓ,બાળકો સાથે પૂનમ ભરવા આવતા બહેનોને 4 થી 4/30 કલાક ઉભા-ઉભા જવાનું થાય છે. આજ રીતે વળતી વખતે પરત આ જ બન્‍નેબસો મહુવા 1ર/30 કલાકે રાજુલા ર/30 કલાકે પરત ફરે છે, જેમાં રીટર્ન આવવામાંપણ આ જ પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે.અને દર્શનાર્થીઓને અસહય થાક હોવા છતા સિનિયિર સિટીઝન હોવા છતાં બહેનોને બાળકો સાથે હોવા છતાં 4 થી પ કલાક ઉભા-ઉભા મુસાફરી કરવાની થાય છે. ઉપરાંત બન્‍ને બસો તુરત જ નજીવા સમયમાં ફરતી હોવાથી દર્શનાર્થીઓને રીટર્નમાં ચા-પાણી, જમવાનો પણ સમય રહેતો નથી.

આ પરિસ્‍થિતિનાંઉકેલ માટે અમરેલી-સા.કુંડલાના દર્શનાર્થીઓએ સંયુકત સહીથી એક અરજી સાવરકુંડલા એસ.ટી. મેનેજરને દર પૂનમે સાવરકુંડલા-ચોટીલા બસ શરૂ કરવા અરજી આપેલ છે.


દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી

વનવિભાગની બલિહારી : સંનિષ્ઠ અધિકારી કોને ન ગમ્‍યા

દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી

ગીર પૂર્વની અતિ સંવેદનશીલ રેન્‍જ રામભરોસે : ચંદન ચોરી જેવી ગંભીર ઘટના છતાં રેન્‍જ રામભરોસે

ધારી, તા. 9

ધારી ગીર પૂર્વ હેઠળની દલખાણીયા રેન્‍જ અતિ સંવેદનશીલ ગણાય છે. સૌથી વધુ વન્‍ય પ્રાણી તથા ગીરકાંઠાના ગામો આ રેન્‍જ હેઠળ છે. અહિં ર01પથી આરએફઓની જગ્‍યા ખાલી રાખવામાં આવી હતી જે ર018માં ચાર માસ અગાઉ જ ભરાઈ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ રેન્‍જના ચારએફઓની બદલી થતાં અનેક સવાલો ઉભા થયા છે.

ધારી ગીર પૂર્વ દલખાણી રેન્‍જમાં તાજેતરમાં 30 જેટલા ચંદનના આરક્ષિત વૃક્ષો અભ્‍યારણમાંથી કટીંગ થઈ ગયા હતા તથા હજુ પણ રોજબરોજ ચંદન કટીંગના બનાવો સામે આવી રહૃાાં છે. વન સંરક્ષણ અપુરતુ થઈ રહૃાું છે તેમ છતાં અહીના આરએફઓ રૂચી દવેની બદલી કરવામાં આવી છે. આ બદલી ગાંધીનગર ખાતેથી કરવામાં આવી છે.

આ આરએફઓએ જયારથી રેન્‍જનોચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી વન સંરક્ષણ તથા અન્‍ય કામગીરી ખૂબ જ સારી કરી હતી તેમજ લોકો સાથે પણ કોઈ વિવાદમાં ઉતર્યા નહોતા તથા સ્‍ટાફ પર પણ સારી પકકડ હતી. ફેરણું પણ અવિરત કરતા હતા પરંતુ ગીર પૂર્વના અમુક આળસુ કામચોર સ્‍ટાફને આ આરએફઓ રીતસરના અળખામણા લાગતા હતા જે કારણ પણ તેમની બદલીમાં મુખ્‍ય માનવામાં આવે છે.

ગીર પૂર્વમાં જયારે કોઈ અધિકારી સંરક્ષણ તથા સ્‍ટાફ પર પકકડ રાખી ફેરણા કરાવે છે ત્‍યારે તે અધિકારીને ખુદ અહીનો સ્‍ટાફ જ બહારનો રસ્‍તો દેખાડી દેવામાં ભુંડી ભુમિકા ભજવે છે. જેથી ગીરના જંલમાં ફેરણાના અભાવે અનેક બનાવો બને છે જે અટકાવી શકાય તેવા હોય છે. વનતંત્રના સ્‍ટાફને ખાસ કરીને ગુના અટકાવવા માટે કરોડોના ખર્ચે અદ્યતન સુવિધા આપવામાં આવે છે પરંતુ ફેરણાના અભાવે વન્‍ય પ્રાણી મરે છે. વન્‍ય સંપદા લૂંટાઈ જાય છે અને સનિષ્ઠ કર્મચારી-અધિકારીઓને સાઈડ લાઈન કરવામાં આવે છે. જેનાથી વન્‍ય પ્રાણી પ્રેમી તથા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તથા જાણી જોઈને દલખાણીયા રેન્‍જ ખાલી રાખવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહૃાું છે. કારણ કે આ રેન્‍જમાં ચાર વર્ષથી કોઈ જ આરએફઓની નિમણૂંક થઈ નહોતી પરંતુ ર6-ર6 સિંહો મોતને ભેટયા બાદ 4 માસ અગાઉ આરએફઓની નિમણૂંક થઈ અને હવે બદલી પણ થઈ જવા પામીછે.

આ અંગે મુખ્‍ય વન સંરક્ષકનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, આરએફઓની બદલી વહિવટી કારણોસર થયેલ છે. ખાલી જગ્‍યા માટે ઉચ્‍ચકક્ષાએ જાણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ધારી ગીરપૂર્વની જ દલખાણીયા રેન્‍જની દલખાણીયા રાઉન્‍ડ પણ ખાલી ખમ્‍મ છે. અહી ફોરેસ્‍ટર બીટગાર્ડની જગ્‍યા છે ત્‍યારે રેન્‍જના આરએફઓની પણ બદલી થતાં ગીર પૂર્ણમાં ભભતાબડતોડભભ ભરેલી જગ્‍યાઓ ભભફટાફટભભ ખાલી થઈ રહી છે. જેથી વન્‍ય પ્રાણી, વન્‍ય સંપદા રામભરોસે ભાસી રહી છે.


ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી

અભ્‍યારણમાંથી 3 વૃક્ષ કટીંગ કરનાર

ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી

ધારી, તા. 9

ધારી ગીર-પૂર્વની કરમદડી રાઉન્‍ડ હેઠળ સરસીયા વિડીમાંથી એક-બાદ એક 30 જેટલા ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 3 ચંદનનાં વૃક્ષ કાપનાર એમ.પી.ના એક શખ્‍સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ માંગવામાં આવ્‍યા હતા. રીમાન્‍ડ દરમિયાન આ શખ્‍સ બિમાર પડી જતા તેને અમરેલી સીવીલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

ધારીની સરસીયા વિડીમાંથી આરક્ષિત ચંદનના વૃક્ષનું કટીંગ કરનાર કૌશરલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની મઘ્‍યપ્રદેશ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ મેળવ્‍યા હતા. આ આરોપી રિમાન્‍ડ દરમિયાન બિમાર પડી જતા સારવાર અર્થે અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જેના રીમાન્‍ડ પણ ગઈકાલે જ પૂરા થયા હોય આ અંગે કોર્ટમાં રિપોર્ટ કરાયો હતો. ચંદનચોરી અંગે વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ પહોંચીહોય હજુ સુધી ત્‍યાથી પરત ફરી નથી જે આવ્‍યા બાદ જ કોઈ ખુલાસો થઈ શકશે. તેમજ પરપ્રાંતિય શખ્‍સને કયા સ્‍થાનિક શખ્‍સોએ ચંદનનાં વૃક્ષો અંગે જાણકારી આપી હશે વગેરે સવાલો હજુ પણ અણઉકેલ છે.


દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી

બ્રોડગેજ રેલ્‍વેલાઈન છતાં પણ રાજકોટ-અમદાવાદ જવાની સુવિધા નથી

દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી

જિલ્‍લાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં રાજુલા-જાફરાબાદ પંથકને રેલ્‍વેને લગતી સુવિધા મળતી નથી

ગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલેમત આપ્‍યા પરંતુ નેતાઓ વચન પાળી ન શકયા

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને દુનિયાનો છેડો માનવામાં આવે છે અને વિકાસની શરૂઆત છેડાથી થવી જોઈએ અથવા તો દરેક સરકારની ઈચ્‍છા હોય છે કે છેવાડાનાં માનવીને તમામ સુવિધા મળવી જોઈએ.

રાજુલા-જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ જોવા મળી રહૃાો છે. પિપાાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક, સિન્‍ટેક્ષ જેવી અનેક કંપનીઓ ધમધમે છે પરંતુ માળખાકીય સુવિધાની ઉણપ જોવા  મળી રહીછે.

રાજુલા-જાફરાબાદ પંથક સુધી ખાનગી કંપનીનાં સહયોગથી બ્રોડગેજ રેલ્‍વે લાઈન તો પહોંચી ગઈ છે. હાલ તો બ્રોડગેજ લાઈન પર માલવાહન ટ્રેનની આવન-જાવન થઈ રહી છે પરંતુ મુસાફર ટ્રેનની ઉણપ જોવા મળી રહી છે.

રાજુલા-જાફરાબાદ પંથકની જનતા છેલ્‍લા ર દાયકાથી સતત ભાજપ સાથે જોડાયેલી છે અને ગત લોકસભાની ચૂંટણીમાં નેરન્‍દ્ર મોદી જેવા વિકાસ દ્રષ્‍ટા નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખોબલે-ખોબલે મત આપીને હવે તમામ સુવિધા મળશે તેવી આશામાં રાચતી હતી.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહૃાો હોય હવે આ વિસ્‍તારની જનતા વિકાસનાં ફળ ચાખવા આતુર બની હોય. યુઘ્‍ધનાં ધોરણે બ્રોડગેજ મુસાફર ટ્રેન શરૂ કરવાની માંગ સમગ્ર પંથકમાંથી ઉભી થઈ રહી છે.


સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર

પક્ષની અંદર રહીને પક્ષને બદનામ કરતા

સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર

કોંગ્રેસપક્ષે અનેક વખત મહત્‍વની તક આપી છતાં પણ અન્‍યાયની વાતો કરે છે

અમરેલી, તા.9

અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારનાકોંગ્રેસના આગેવાન દિપકભાઈ માલાણી દ્વારા છેલ્‍લા ધણા સમયથી કોંગ્રેસપક્ષને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી રહયા છે. અને પોતાની જાતને પક્ષ કરતાં મહાન ગણાવી રહયા હોય ત્‍યારે અમો જિલ્‍લા કોંગ્રેસના આગેવાનો આપને સવાલ કરી રહયા છીએ કે, આપને કોંગ્રેસ પક્ષે સાવરકુંડલા તાલુકા સમિતીના પ્રમુખ તરીકે 7 વર્ષ સુધી જવાબદારી સોંપેલ તેમજ ર007 ની વિધાનસભામાં પક્ષ્ દ્વારા આપને ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરેલ આપને જિલ્‍લા પંચાયતની ટીકીટ પણ આપેલ અને ર01પ ની જિલ્‍લા પંચાયતની ચુંટણીમાં આપના હઠાગ્રહથી આપના ધર્મપત્‍નીને પણ જિલ્‍લા પંચાયતની ટીકીટ આપી અને જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન પણ બનાવેલ, કોંગ્રેસ પક્ષે આટલી આટલી તકો આપવા છતાં આપના રેકર્ડ મુજબ ર01ર ની વિધાનસભા ચુંટણી તથા ર013 ની વિધાનસભા ચુંટણીમાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ જાહેરમાં કરેલ. અને હાલ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં પક્ષ કરતાં પોતાની જાતને મહાન ગણી જિલ્‍લાના ભાજપના સાંસદ સાથે મીલીભગત કરી માર્કેટીંગયાર્ડના સતાના સુત્રો સંભાળ્‍યા.

આ સમગ્ર ધટનાક્રમથી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ સમગ્ર જિલ્‍લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ આપને નેસનસથી ઓળખી ગયા છે. ત્‍યારે તમો તમારૂ સ્‍થાન ટકાવી રાખવા ખોટા હવાતીયામારી કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તથા ધારાસભ્‍યો વિરૂઘ્‍ધ ખોટા નિવેદનો કરી પક્ષને નુકશાન કરી રહયા છો. ત્‍યારે તમારા જેવા જયચંદોની કોંગ્રેસપક્ષને કદાપી જરૂર નથી તેમ અમો કોગ્રેસના આગેવાન જણાવી રહયા છીએ. તેમ એક યાદીમાં મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, બાબુભાઈ પાટીદાર, અશ્‍વિનભાઈ ધામેલીયા, લલીતભાઈ ઠુંમર, ભરતભાઈ હપાણી, મનીષભાઈ ભંડેરી, જનકભાઈ પંડયાએ જણાવેલ છે.


અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ

અમરેલી, તા.9

વર્ષોથી અખાડાના સહયોગથી બહેનો દ્વારા ક્રિએટિવ યોગા ગૃપ ચલાવવામાં આવે છે. જે અન્‍વયે તા.8 માર્ચના રોજ વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આ ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રાણાયામ તથા યોગાની સ્‍પર્ધા રાખવામાં આવી તથા બહેનો દ્વારા યોગથી થતા ફાયદાઓનું નિદર્શન કરવામાં આવ્‍યું. ક્રિએટિવ યોગા ગૃપમાંપારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી અને માધવીબેન ભટ્ટ તેમની સેવા આપી રહયા છે. સમર્થ વ્‍યાયામ મંદિરના ટ્રસ્‍ટી બેચરભાઈ તથા નિલેશભાઈ આ પ્રસંગે હાજર રહયા હતા.


અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન  હરિભાઈ ગજેરા ઉ.મા. શાળાનાં સંયુકત ઉપક્રમે ધોરણ – 10 અને 1રના બોર્ડના વિદ્યાર્થીઓનેબોર્ડ પરીક્ષાની શુભેચ્‍છા પાઠવેલ છે. આ સંદર્ભે અમરેલી જિલ્‍લાનાં

શિક્ષણાધિકારી પ્રજાપતિ, તેમજ ઝોનલ અધિકારી સોલંકી અને પંડયા પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા પાઠવવા ઉપસ્‍થિત રહેલ. જેમાં સંસ્‍થાનાં વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ દ્વારા ભભમાંભભ સરસ્‍વતીના ચરણોમાં શ્રીફળ અને પુષ્‍પ અર્પણ કરી પૂજન કરી વિદ્યાર્થીઓને ગોળ-ધાણા અને દહી અને ગુલાબ આપી પરીક્ષામાં સારા ગુણથી ઉતીર્ણ થાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. સ્‍ટાફગણે દરેક વિદ્યાર્થીઓને કુંમકુંમ તિલક અને ગુલાબનું પુષ્‍પ આપી સફળતા માટે શુભેચ્‍છા પાઠવી હતી. આમ વિદ્યાસભા પરિવાર દરેક પ્રસંગને યાદગાર અને મંગલમય બનાવી દેશના ભાવિ નાગરિકો પોતાના પરીવાર, શાળા અને દેશ માટે હંમેશા આગળ વધે તેવા અંતરના આશીષ પાઠવ્‍યા હતા.


બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે

ધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મર ર્ેારા ખાતમુર્હુત કરાયું

બાબરા, તા. 9

બાબરા તાલુકાના ઉટવડથી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્‍થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્‍ય સફળ રજૂઆતનાં કારણે માર્ગની મંજૂરી મળતા ધારાસભ્‍ય ર્ેારા ખાતમુર્હુત કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકો અને રાહદારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

બાબરાનાં સ્‍ટેટ હાઈવે રોડ પર આવેલ ઉટવડ ગામથી ખંભાળાના સ્‍ટેટ હાઈવે રોડ સુધીનો આ માર્ગ પેવર ડામર બનાવવામાં આવશે અહીં પંદર કિલોીટરના માર્ગમાં બે કરોડથી વધુરકમના ત્રણ મોટા બ્રિજ,તેમજ કોઝવે અને પુલિયા પણ બનાવવામાં આવશે.

બાબરા તાલુકામાં ઉટવડથી ખંભાળા માર્ગને જોડતો આ પંદર કિલોમીટરનામાર્ગમાં રાયપર, સુકવળા, અને સુખપર ગામોનાં લોકોએ કાયમી રાહતની લાગણી અનુભવી હતી.

આ તકે જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ, તાલુકા કોંગ્રેસઅગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,સભ્‍ય કુલદીપભાઈ બસિયા, સહિતના ગ્રામપંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.


આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ

ગામજનોમાં આનંદની લાગણી ઉભી થઈ

આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ

ઉપસરપંચે આપેલ વચન પૂર્ણ કર્યુ

કોવાયા, તા. 9

રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામનાં યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ ચુંટણી વખતે જે ગામ લોકોને વચન આપેલ કે જો આ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અમે જીતીશું તો રામપરા-ર ગામનો સર્વાંગી વિકાસ કરીશું. અને લોકોને પ્રાથમિક સુવિધાઓઉપલબ્‍ધ કરાવીશું. જેવી કે રોડ, લાઈટ, પાણી, ગટર વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ કરવાનાં વચન આપેલ  હતા. જેમાંથી એક વચન રામપરા-ર ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ દિવસો વિસ્‍તારમાં પીવાનાં પાણીની પાઈપ લાઈન નાખવા માટેનું ખોદકામચાલુ કરી દીધેલ છે. અને જેમ બને તેમ જલદીથી લોકોનાં ઘર સુધી પીવાનુ પાણીમળી રહે તે દિશામાં રાત-દિવસ ઉપસરપંચ અને તેની ટીમ એ કામે લાગી ગઈ છે. આ ઉપસરપંચ અને તેની ટીમ  એ જે કામ કરી શકે છે,તે જોઈને સર્વ લોકો ઉપસરપંચ અને તેમની ટીમની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે.

રામપરા-ર ગામના યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘએ રામપરા-ર ગામમાં તમામ પ્રકારની સરકારી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવા માટે ખૂબ જ મહેનત કરી રહૃાા છે. તેનો ફકત અને ફકત એક જ ઉદેશ છે, લોકો તેને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ થવી જોઈએજેથીકરીને લોકો હેરાન પરેશાન ન થાય એ દિશામાં ઉપસરપંચ અને તેની ટીમ એ કામ કરી રહી છે.આથી જ સર્વ લોકો એવું પ કહી રહૃાા છે કે જે ગામ પંચાયતનાં આવા યુવા ઉપસરપંચ હોય તે ગામનો સર્વાગી વિકાસ થવો સંભવ જ છે.


ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા

ચલાલા શહેરના વિદ્યાર્થીઓના હિત માટે પરાશાળાનાં મકાનનું ખાતમુર્હુત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે નગરસેવકો અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા, તા.9

અમરેલી મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસસ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર અને 181 મહિલા હેલ્‍પલાઈન તથા મહિલા પોલીસ સ્‍ટેશનના સંયુકત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનો મહિલા સ્‍ટાફ, પી.એસ.આઈ. મોરી, પી.એસ.આઈ. વાવૈયા, નારી અદાલતના બહેનો, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના બહેનો, 108નો સ્‍ટાફ તથા નર્સિંગ કોલેજ અને હોસ્‍ટેલની વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરી અને કેક કટીંગ કરી ઉજવવામાં આવેલ. પી.એસ.આઈ. મોરીએ બહેનોને સમાજમાં સમાન દરજજો છે તથા તેઓને બધા હકકો મળવા જોઈએ અને દરેક દીકરીઓએ સક્ષમ અને સશકત બનવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્‍યું. નારી અદાલતના જશુબેન ભંડેરીએ બહેનોના હકકો અંગે માર્ગદર્શન આપ્‍યું. સખી સેન્‍ટરના લાજવંતીબેને દીકરીઓને ખૂબ આગળ વધી અને સારી પ્રગતિ કરવા અંગે વાત કરી હતી. હોસ્‍ટેલની વિદ્યાર્થીની હર્ષા રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ કે બધાનો જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્યને મેળવવા તનતોડ મહેનત કરવી અને કુટુંબનું અને સમાજનું નામ રોશન કરવું. પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટરના કાઉન્‍સેલર પારૂલબેન મહિડા દ્વારા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી અને બધી વિદ્યાર્થીનીઓને આગળ શિક્ષિત બની પોતાનો વિકાસ કરવો અને સક્ષમ બનવું. જરૂરહોય ત્‍યાં ગમે ત્‍યારે પોલીસની મદદ લેતા અચકાવું નહીં તથા મહિલાઓને મદદરૂપ થતા સરકારના વિવિધ માળખાઓ અંગે સમજ આપી 181ના કાઉન્‍સેલર હીનાબેન પરમાર દ્વારા 181 હેલ્‍પલાઈનની માહિતી આપી અને બધાને આજના દિવસની શુભકામનાઓ આપી હેડ કોન્‍સ્‍ટેબલ જયોત્‍સનાબેન ધમલ દ્વારા બધા આવેલ મહેમાનો અને વિદ્યાર્થીનીઓની આભાર વિધિ કરવામાં આવી તથા બધાને આજના દિવસની શુભકામના આપી હતી.


10-03-2019