Main Menu

Saturday, March 9th, 2019

 

અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો

માર્ચ મહિનામાં વીજળીની ઉઘરાણી કરવા જતાં

અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો

સ્‍થાનિક પોલીસે આરોપીની અટકાયત કરી

અમરેલી, તા. 8

આજે અમરેલી શહેરમાં પીજીવીસીએલ ઘ્‍વારા માર્ચ મહિનો હોય નાણાકીય વર્ષ પુરૂ થતું હોય બાકી વીજ ગ્રાહકોના વીજબીલ માટે લાઈન સ્‍ટાફ તથા જુ.આ. ઘ્‍વારા અબ્‍દુલભાઈ સતારભાઈ રહે. રામજી મંદિર પાછળ, સરકારવાડાને ત્‍યાં બાકી વીજબીલ હોય તેમને ત્‍યાં ગયેલ. ત્‍યારે હાજર રહેલ અલ્‍તાફભાઈ ઘ્‍વારા કેમ અમારા ઘરે ઉઘરાણી કરવા આવો છો તેવું કહીને ગાળા-ગાળીતથા જીવલેણ હુમલો કરવા લાગેલ. ત્‍યારે આજુબાજુ માણસો ભેગા થતાં તેમને છુટા કરાવેલ. ત્‍યારબાદ તેઓને સિવિલ હોસ્‍પિટલ અમરેલી સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. આ અનુસંધાને પોલીસ ફરિયાદ કરતા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા સુંદર કામગીરી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ અને કાયદેસરની ફરજમાં રૂકાવટની ફરિયાદ લઈને ધોરણસરની સખત કાર્યવાહી કરેલ.


લાઠીમાં મહિલાનાં પ્રેમીએ જ કાસળ કાઢી નાખ્‍યાનું બહાર આવ્‍યું

લાઠીમાં વિધવા મહિલાની હત્‍યા કરનાર ર શખ્‍સોને પોલીસે દબોચી લીધા

અનૈતિક સંબંધને લઈ થયેલ હત્‍યાની ઘટના પ્રકાશમાં આવી

અમરેલી, તા. 8

ગઇ તા. પ/3/ર019 ના રોજ અમરેલી જીલ્લાના લાઠી ટાઉનમાં ભુરખીયા રોડ ઉપરથી એક મહિલાની હત્‍યા થયેલ લાશ મળી આવેલ હતી. તપાસ દરમ્‍યાન સદરહું લાશ મંજુબેન મનસુખભાઇઉદરગઢીયા, રહે. લાઠી, જી. અમરેલીવાળાની હોવાનું જાણવા મળેલ. અને મરણ જનારના જેઠ હકાભાઇ બચુભાઇ ઉદરગઢીયા, ઉં.વ. 48, રહે. લાઠી, ભગતપરા, જી. અમરેલીવાળાએ પોતાના નાના ભાઇ મનસુખભાઇના વિધવા પત્‍ની મંજુબેન તા. 4/3/ર019 ના સાંજના સાતેક વાગ્‍યે ઘરેથી મજુરી કામે જાવ છું તેવું કહી ગયેલ ત્‍યાર બાદ ઘરે પરત નહીં આવતાં તેમની શોધખોળ કરતાં લાઠીથી એકાદ કિ.મી. દુર ભુરખીયા રોડ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ હાલતમાં તેણીની લાશ મળી આવેલ હોય અને કોઇ અજાણ્‍યા ઇસમે મંજુબેનને કપાળમાં નેણના ભાગે તિક્ષ્ણ અને બોથડ હથિયારો વડે ગંભીર જીવલેણ ઇજાઓ કરી ખુન કરી નાંખેલ હોવા અંગે ફરિયાદ લખાવતાં લાઠી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 09/ર019, ઇ.પી.કો. કલમ 30ર  જી.પી. એકટ કલમ 13પ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ઉપરોકત ખુનનો ગુન્‍હો અનડીટેકટ હોય, તેની વિગતોનો ઉંડાણપુર્વક અભ્‍યાસ કરી ગુન્‍હો ડીટેકટ કરવા અને આરોપીઓ પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. ટીમે મહિલાનું મોત નિપજાવનાર અજાણ્‍યા આરોપીઓ અંગે તપાસ કરી તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી મરણ જનાર મંજુબેનનાસગા-સબંધીઓ, પરિચિતોની પુછપરછ કરી તેમનું મોત નિપજાવવા પાછળનું કારણ મેળવવા સઘન પ્રયત્‍નો કરવામાં આવેલ. અને ટેકનીકલ રીતે તેમજ અંગત સોર્સ મારફતે તપાસ કરી બે શકમંદ ઇસમોને પકડી પાડી તેમની સઘન પુછપરછ કરતાં આ બંને ઇસમોએ મંજુબેનનું ખુન કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

પકડાયેલ આરોપીઓ        :- (1) કિરણ ઘુસાભાઇ ડેર, ઉં.વ.48, રહે. કરકોલીયા, તા. લાઠી, જી. અમરેલી, (ર) ભરત કાનજીભાઇ કનાળા, ઉં.વ.4પ, રહે. નવાગામ (રામપરા) તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ.

તપાસ દરમ્‍યાપન ખુલવા પામેલ હકીકતઃ- મરણ જનાર મંજુબેન વિધવા હોય અને તેણીને કિરણ ઘુસાભાઇ ડેર સાથે પ્રેમ સબંધ હોય તેઓ અવાર નવાર ફોન ઉપર વાત કરતાં હોય અને મળતાં હોય મરણ જનારની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય જેથી મરણ જનાર અવાર નવાર કિરણ ઘુસાભાઇ ડેર પાસે રૂપીયાની માંગણી કરતાં હોય અને જો રૂપીયા નહીં આપે અને પોતાના પરિવારનું ભરણ પોષણ નહીં કરે તો તારા ઘરે આવીશ અને ઘરે બધાને આપણા સબંધ વિશે જાણ કરી દઇશ તેવી ધમકીઓ આપતાં હોય જેથી કિરણ ઘુસાભાઇ ડેરએ પોતાના મામાના દિકરા અને સાળા એવા ભરત કાનજીભાઇ કનાળા સાથે મળી મંજુબેનનું મોત નિપજાવવાનું કાવત્રું ઘડેલ હતું. અને લોકેશન લાઠી ન આવે તે માટે અગાઉ જ કિરણ અને ભરતેપોતાના ફોન ભરતના ઘરે મુકી દીધેલ હતાં. તા. 4/3/19 ના સાંજના આશરે ચારેક વાગ્‍યે કિરણ તથા ભરત ગુનાહિત કાવતરાંને અંજામ આપવા ભરતના ભાઇ લુણશીભાઇની અલ્‍ટો ફોરવ્‍હી લ કાર લઇને વાંસાવડનાં રસ્‍તે થઇ લાઠી આવવા નીકળેલ. અને બાબરામાં નાના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ એક હાર્ડવેરની દુકાનેથી મંજુબેનને મારી નાંખવા એક લોખંડનાં હાથાવાળું દાંતરડુ ખરીદ કરી આશરે સાડા છ વાગ્‍યા આસપાસ લાઠી આવેલ. અને અગાઉ કરેલ પ્‍લાનીંગ મુજબ ભરતને રામપરા ઉતારી આવ્‍યા બાદ કિરણ પોણા સાતેક વાગ્‍યે લાઠી પાણીનાં ટાંકા પાસે પહોંચી મંજુબેનને અજાણ્‍યા વ્‍યકિતના મોબાઇલમાંથી ફોન કરી તને રૂપીયા આપવાનાં છે તો તું સાતેક વાગ્‍યે ઘરની બહાર ટાંકા પાસે આવજે આપણે દામનગર જવાનું છે તેમ કહી મંજુબેનને બોલાવી અલ્‍ટોમાં બેસાડી થોડું અંધારું થવા દઇ દામનગરથી લાઠી જવા નીકળતાં અને રામપરા ગામ પાસે પહોંચતા ત્‍યાં અગાઉ નક્કી થયા મુજબ રસ્‍તામાં ભરતે કાર ઉભી રખાવી મારે રાજકોટ આવવું છે તેમ કહી સાથે કારમાં બેસી ગયેલ અને અગાઉ બનાવેલ પ્‍લાન મુજબ ભરતે ગાડીમાં પડેલ દાંતરડું કાઢી કિરણને બતાવી કહેલ કે હું કહું તે પ્રમાણે ગાડી લઇ લે તેમ કહી કિરણને ગાળો આપી ગાડી કરકોલીયા તરફ લઇ જવાનું કહેતાં કિરણે કરકોલીયા તરફ ગાડી જવા દઇકિરણના કહેવા મુજબ તેમની વાડીએ ગાડી લઇ ગયેલ. અને ત્‍યાં કિરણ તથા મંજુબેન વાડીમાં ગયેલ અને કિરણની વાડીની બાજુમાં આવેલ વાડીએ જઇને બેસેલ. ત્‍યાં કિરણે મંજુબેનને ખભ્‍ભેથી પકડી રાખેલ અને ભરતે મંજુબેનનું મોં તથા ગળું દબાવી દીધેલ. પછી કિરણે મંજુબેનના હાથ પકડી રાખેલ અને ભરતે દાંતરડાથી આ મંજુબેનને માથામાં કપાળનાં ભાગે ઘા મારેલ અને મંજુબેન તરફડીયા મારતા બંધ થઇ ગયેલ હોય અને મરણ પામેલ હોય આ બન્‍ને મંજુબેનની લાશની ટીંગાટોળી કરી અલ્‍ટો કારનાં પાછળનાં ભાગે રાખી વાડીએથી નીકળી કરકોલીયાનાં રસ્‍તે થઇ લાશ ફેંકી દેવા નીકળેલ અને લાઠી આવી ફાટક વટી દામનગર રોડ ઉપર મંજુબેનની લાશને નીચે ઉતારી લાશ રોડ ઉપર મુકી દીધેલ. અને ત્‍યાંથી બાબરા જતાં રસ્‍તામાં મોબાઇલ ફોન અને દાતરડું ફેંકી દીધેલ અને રાજકોટ જઇ કોઇને શંકા ન જાય અને પોતાની હાજરી રાજકોટ હોવાનું જણાય તે માટે દોશી હોસ્‍પીટલમાં કિરણને કફની બિમારી હોવાનું બતાવી સારવાર કરાવેલ હોવાની કબુલાત આપતાં બંને ઇસમોને અટક કરી લાઠી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને અનડીટેકટ ગુન્‍હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

અગાઉ પણ મોતને ઘાટ ઉતારવા કરી હતી કોશીષ :- આરોપીઓએ અગાઉ પણ મરણ જનાર મંજુબેનને મોતને ઘાટ ઉતારવાસ્‍વાઇન ફલુ ન થાય તેવી દવા છે તેમ કહી ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડાંનો પાઉડર આપેલ હતો પરંતુ મંજુબેને કોઇ કારણોસર આ દવા નહીં લેતા બચી ગયા હતાં.


હોળી નજીક આવતાની સાથે ગીર કેસૂડાંથી ખીલી ઉઠયું

ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી. ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી


તૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા માંગ

લીલીયા બૃહદગીરમાં વસવાટ કરતાં

તૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા માંગ

અપૂરતા પડેલ વરસાદનાં કારણે તૃણભક્ષી પ્રાણીઓને પાણી મેળવવું મુશ્‍કેલ

લીલીયા, તા. 8

લીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્‍યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્‍યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્‍યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્‍કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીનાં કૃત્રિમ પોઈન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.


લીલીયા મામલતદાર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ, જમીનનાં દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ

મહેસુલી કર્મચારીઓનું એલાને જંગથી

લીલીયા મામલતદાર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ, જમીનનાં દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ

લીલીયા, તા. 8,

રાજયભરના મહેસુલ કર્મચારીઓ પોતાની અનેક માંગણીઓ નહીં સંતોષાતા આજે એક દિવસની હડતાલ ઉપર ઉતરી ગયેલ. તેના ભાગ રૂપે લીલીયા મામલતદાર કચેરીમાં 4 નાયબ મામલતદાર, 4 રેવન્‍યુ તલાટી અને 1 કલાર્ક માસ સી.એલ. મૂકી દીધી છે. જેના કારણે કચેરીમાં રેશનીંગકાર્ડ, જમીનના દાખલા, ઈ-ધરા સહિતની કામગીરી ઠપ્‍પ જવા પામેલ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવેલ સેંકડો લોકોને ધરમના ધકકા થયેલ.


ચમારડીમાં ભાજપનાં કદાવર નેતા વચ્‍ચે ચૂંટણીલક્ષી ચર્ચા ? 

લોકસભાની ચૂંટણીને લઈને જિલ્‍લાના રાજકારણમાં ગરમાવો આવી રહયો છે. તેવા જ સમયે જિલ્‍લા ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્‍વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલ ભામાશા અને ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. ત્‍યારે ભાજપના આગેવાનોએ લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી કે અન્‍ય કોઈ હેતુ હતો તેને લઈને રહસ્‍ય અકબંધ જોવા મળી રહયું છે. કદાચ નારણભાઈ કાછડીયાને રીપીટ ન કરવામાં આવે તો ગોપાલભાઈ વસ્‍તરપરાના નામને લઈને વિચારણા થઈ શકે તેમ હોય ભાજપ આગેવાનોની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.


અવસાન નોંધ

 

અમરેલી : સરલાબેન શાંતિલાલ સંઘાણી (ઉ.વ. 7ર) તે શાંતિલાલ છોટાલાલ સંઘાણીના ધર્મપત્‍ની તેમજ હરેશભાઈ (મુન્‍નાભાઈ) ઉદયભાઈ(લાલાભાઈ)ના માતુશ્રી તેમજ તે સ્‍વ. બાબુલાલ, મથુરભાઈ, તેમજ જયંતીલાલભાઈના ભાભીતા.8/3 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેની પ્રાર્થનાસભા તેમજ ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.9/3 ના રોજ સાંજે 4 થી પ મોઢ મહાજન વાડી રાજકમલ ચોક ખાતે રાખેલ છે.


09-03-2019