Main Menu

Friday, March 8th, 2019

 

અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પરીક્ષાર્થીને શુભેચ્‍છા પાઠવાઈ

માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ-અમરેલીમાં ધોરણ 10 તથા ધોરણ 1રના વિદ્યાર્થી ભાઈ-બહેનોને કુમકુમ તિલક અને ફૂલ આપી પરીક્ષા માટે પ્રોત્‍સાહક વાતાવરણમાં મોં મીઠા કરાવી અમરેલી જિલ્‍લા શિક્ષણાધિકારી મહેશભાઈ પ્રજાપતિ, સોલંકી, પ્રઘ્‍યુમનભાઈ જોષી, પડાયા, શાળાના આચાર્યા ડો.ચંદ્રિકાબેન લાઠિયા, શાળા પરિવાર તથા તાલીમાર્થી ગજેરા સંકુલના ખઈભ્‍મ્‍ઈ ના બહેનો ઉપસ્‍થિત રભં હતા. વિદ્યાર્થીઓ સ્‍વસ્‍થ ચિત્ત શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળામાં સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.


6 ફૂટની ત્રિજયામાં ગાબડા છતાં પણ તંત્ર નિંદ્રાધીન : ગીર પંથકનો માર્ગ બિસ્‍માર બનતા વાહનચાલકો પરેશાન

પંચાયત માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓએ માર્ગની મરામત કરવી જરૂરી

ખાંભા, તા. 7

ખાંભાનાં ગીરકાંઠાનાં છેવાડાનાં ગીદરડી ગામે ધાબડ ધોયા નદીનો પુલ જર્જરીત હાલતમાં હોવાથી અકસ્‍માતનો ભય ઉભો થયો છે.

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં જવાનો એકમાત્ર સ્‍ત્રોત એવા ખાંભા-ગીદરડી વચ્‍ચે આવેલ ધાબડ ધોયા નદીમાં પુલ વચ્‍ચોવચ્‍ચ 6 ફૂટનાં પરીઘમાં પડેલ ગાબડાથી અકસ્‍માતનો ભય તોળાઈ રહૃાો છે.

ગીર અને ગીદરડી ગામે જવાના એકમાત્ર રોડ એવા ખાંભા-ગીદરડી વચ્‍ચે ગીદરડીથી 1 કિ.મી. દુર આવેલ ધાબડ ધોયા નદી ઉપર થોડા વરસો પહેલા માર્ગ-મકાન પંચાયત ઘ્‍વારા બનાવેલ પુલના એક ગાળામાં છેલ્‍લા 6 મહિનાથી પડેલા ગાબડાથી એસ.ટી. બસ સહિતનાં વાહનો પસાર કરવામાં ભારે હાલાકી પડતી હોય. આ ગાબડા બાબત સ્‍થાનિક ગ્રામ પંચાયત ઘ્‍વારા માર્ગ-મકાન પંચાયત-ધારી સબડીવીઝનને અનેક વખત જાણ કરવા છતાં પુલની મરામત કે ગાબડુ પુરવાની કાર્યવાહી ન કરવાથી ગાબડુ દિન પ્રતિદિન મોટું થતું હોવાના કારણે આજે સવારના આ રોડ ઉપરથી પસાર થતા બોલેરો પીકઅપ વાનનું વ્‍હીલ ગાબડામાં પડી જતાંસદભાગ્‍યે કોઈ જાનહાની થયેલ નહીં. અકસ્‍માતના કારણે બન્‍ને બાજુ ટ્રાફીક જામની સ્‍થિતિ નિર્માણ થયેલ.

માર્ગ-મકાન પંચાયત ઘ્‍વારા ત્‍વરીત કાર્યવાહી કરી ધાબડ ધોયા નદી ઉપરનો પુલ સત્‍વરો રીપેર કરવા સરપંચ ગીદરડી તથા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.


સમસ્‍ત વઘાસીયા પરિવાર વલારડી ર્ેારા આયોજીત ત્રિવિધ મહોત્‍સવનો ભવ્‍ય શુભારંભ

સમસ્‍ત વઘાસીયા પરિવારનાં સુરાપુરા દાદા પાતાદાદાની પ્રેરણાથી આજરોજસવારે સમસ્‍ત વઘાસીયા પરિવારનાં પરિવારજનો ર્ેારા વલારડી ગામથી પવિત્ર જળની જલયાત્રાની ભવ્‍ય શુભારંભ થયો હતો અને આ જલયાત્રામાં દિકરીઓએ માતાજીના વિવિધ સ્‍વરૂપો ધારણ કર્યા હતા. સમગ્ર પરિવારજનો, યજ્ઞનાં યજમાનો અને ગામજનો જોડાયા હતા અને આ જલયાત્રા દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના સભામંડપ સુધી પહોંચી હતી અને આ ધર્મ મહોત્‍સવનો પરિવારજનો ર્ેારા દીપપ્રાગટય કરીને શુભારંભ કરાયો હતો. આજે સવારે દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે વ્‍યાસાસને વકતા દિપાલીજી પટેલે શુભારંભ કર્યો. આજના દિવસે વકતાએ દેવીચરિત્રનું જ્ઞાન પીરસતા શ્રોતા અને વકતાના લક્ષણો કેવા હોવા જોઈએ એ વિશે વિસ્‍તૃત ચર્ચા કરેલ હતી અને પરિવારજનોને વ્‍યસનની તિલાંજલી આપવા માટે અનુરોધ કર્યો હતો. દિવ્‍યધામ મંદિરના નિર્માણ માટે પરિવારજનોએ વિવિધ સંકલ્‍પો લીધા. આજથી 1008 સહસ્‍ત્રકુંડી મહાયજ્ઞનો ભવ્‍ય શુભારંભ પ્રધાન આચાર્ય શાસ્‍ત્રી ભાવિકભાઈ વ્‍યાસ તથા બ્રાહ્મણો ર્ેારા શાસ્‍ત્રોકત વિધીથી કરવામાંઆવ્‍યો હતો. આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં હજારો પરિવારજનો યજ્ઞમાં આહુતિ આપશે. આ ધર્મોત્‍સવના પટાંગણમાં બ્‍લડડોનેશન કેમ્‍પ તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આજના દિવસે હરેશભાઈ વઘાસીયા, દિનેશભાઈ વઘાસીયા, રાજુભાઈ વઘાસીયા, નીતિનભાઈ વઘાસીયા, વિજયભાઈ વઘાસીયા, સંદીપભાઈ વઘાસીયા, નટુભાઈ કોટક (રાજકોટ), પરષોતમભાઈ વઘાસીયા (રાજકોટ), દિપકભાઈ વઘાસીયા (અમરેલી), શર્મિલાબેન બાંભણીયા (રાજકોટ), રાજુભાઈ વઘાસીયા (એસપીજી, રાજકોટ), અશ્‍વિનભાઈ મોલિયા (રાજકોટ), અશ્‍વિનભાઈવઘાસીયા (માહિતી ખાતું, જૂનાગઢ), મનુભાઈ વઘાસીયા (રાજકોટ), જેન્‍તીભાઈ વઘાસીયા (રાજકોટ) તેમજ પરિવારજનો ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરપુર (વરૂડી) ખાતેબ્રહ્માકુમારીઝ પાઠશાળાનું ભૂમિપૂજન કરાયું

અમરપુર (વરૂડી) ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્‍વરીય વિશ્‍વ વિદ્યાલય સંચાલિત પાઠશાળા માટે નવા મકાનનું ભૂમિપૂજન તથા ખાતમુર્હુત શિવરાત્રીના પાવન દિવસે બ્રહ્માકુમારી અમરેલી સંસ્‍થાન સંચાલિકા, રાજયોગીની બ્રહ્માકુમારી કુ. ગીતાદીદીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે પૂ. મીતાલીદીદી, ડો. દવે, સરપંચ શાંતિલાલ રાણવા, પાઠશાળા સંચાલક મુકેશભાઈ પરવાડીયા, વિપુલભાઈ અજાણી તથા પૂ. શિવબાબાના બાળકો સહિત ગામલોકો વિશાળ સંખ્‍યામાં હાજર હતા. ગામમાં આ સ્‍થળે એક મેડિટેશન હોલ, બાબાનો કમરો તથા સંડાસ-બાથરૂમની વ્‍યવસ્‍થા સાથેનું નવું બિલ્‍ડીંગ બનશે. બાબાના બાળકો તથા દાતાઓ દ્વારા આ નિર્માણ પામનાર બિલ્‍ડીંગ એક વર્ષમાં પુરૂ કરીને આગામી શિવરાત્રીના દિવસે ઉદઘાટન કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો હતો. આ ગામમાં છેલ્‍લા દોઢ વર્ષથી પાઠશાળા ચાલે છે. દરરોજ 70 થી 100 બાળકો બાબાનું જ્ઞાન ધારણ કરે છે. આત્‍માના કલ્‍યાણ દ્વારા વિશ્‍વમાં સુખ-શાંતિ, આનંદ, પ્રેમ, દયા, કરૂણાનો સંદેશ સાથે વિશ્‍વ કુટુંબની કલ્‍પના સાકાર થઈ રહી છે. જેનો સૌએ આનંદ વ્‍યકત કર્યો હતો. પૂ. ગીતાદીદીએ નવા વિશ્‍વ અને સત્‍યયુગની સ્‍થાપના માટેનો ઉમદા પ્રયાસ છે. તેમ જણાવી આશિર્વચન પાઠવ્‍યા હતા. ડો. દવેએ પણશુભકામના પાઠવી હતી. સરપંચ શાંતિલાલ રાણવાએ સંચાલન કર્યું હતું. તેમ મુકેશભાઈ પરવાડીયા તથા વિપુલભાઈ અજાણીની યાદીમાં જણાવાયું છે.


મુખ્‍યમંત્રીએ ડો. કાનાબારને જાણ કરી : અમરેલીનાં માર્ગો માટે રૂપિયા 10 કરોડ મંજુર

શહેરમાં થયેલ આંદોલનનાં પ્રત્‍યાઘાતરૂપે રાજય સરકારે ખાસ રકમ ફાળવી

શહેરીજનો વિકાસ અર્થે એક થાય અને ઉમદા નેતૃત્‍વ હોય તો ચોકકસ શહેરનો વિકાસથાય

અમરેલી, તા. 7

અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓની હાલત અતિ બિસ્‍માર બની હતી. યુઘ્‍ધ સમયે બોમ્‍બમારાથી ખેદાનમેદાન થઈ ગયેલ નગર જેવી અમરેલી શહેરની હાલત બની હતી. સતત ઉડતી ધૂળને કારણે અમરેલી ભભધૂળિયા નગરભભ શરમજનક ઉપનામ મળી ચુકયું હતું. શહેરના નાગરિકો, રાહદારીઓ અને વેપારીઓ આ સતત ઉડતી ધૂળને કારણે પરેશાની ભોગવી રહયા હતાં. લોકોમાં તંત્રની લાપરવાહી અને નિર્ભરતા સામે ઉગ્ર આક્રોશ ઉભો થયો હતો. એવા સમયે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્‍ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્‍વમાં અભિયાન ચલાવવાનું નકકી થયું જેના ભાગરૂપે શહેરમાં ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્‍વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્‍યું હતું. શહેરના અગ્રગણ્‍ય તબીબો, વેપારીઓ, વકીલો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ તથા વિવિધ સમાજો અને શહેરના આગેવાનોને એક તાંતણે ગુંથી એક બિનપક્ષીય અભિયાનના માઘ્‍યમથી અમરેલીના લોકોની વેદનાને વાચા આપવામાં ડો. કાનાબાર સફળ થયા હતાં. આંદોલન દરમયાન અને આંદોલન બાદ પણ આ અભિયાનના હેતુ-ઈરાદાઓ બાબતમાં, અભિયાન કોની સામે? અને અભિયાનની ફળશ્રુતિશું? એ બાબતમાં જાતજાતના સવાલો કેટલાંક લોકો દ્ધારા ઉઠાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં પરંતુ, ડો. કાનાબાર અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ

રહી ચુકેલા હોય અને આજે પણ પક્ષમાં સતત સક્રિય હોવાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે તેમણે પોતાના પક્ષની સરકાર સામે જ આંદોલન કર્યુ તેવી ચર્ચાઓ દ્ધારા તેમને પક્ષમાં પણ ભીડવાનો પ્રયાસ થયો પણ ભભલીધેલું કામ પુરૂં કરવાનો સ્‍વભાવભભ ધરાવતાં ડો. કાનાબારે ડગ્‍યા વગર આ માટે વિવિધ સ્‍તરે રજુઆત કરવાનું ચાલું રાખ્‍યું.

1પ દિવસ અગાઉ જીલ્‍લા કલેકટરને પણ અભિયાન સાથે જોડાયેલ આગેવાનોને લઈ રજુઆત કરી હતી જેના અનુસંધાને કલેકટરે નગરપાલિકાને રસ્‍તા બનાવતાં પહેલાં, ગેસ, અન્‍ડરગ્રાઉન્‍ડ ઈલેકટ્રીક કેબલ તથા ભુગર્ભ ગટરના કનેકશનોના કામ પુરા કરવાની તાકીદ કરી હતી. ત્‍યારબાદ ડો. કાનાબારે મુખ્‍યમંત્રીને મળી અમરેલી શહેરને રસ્‍તાઓની મરામત માટે અમરેલીને વિશિષ્‍ટ ગ્રાન્‍ટ આપવાની રજુઆત કરી હતી. પ્રારંભમાં મુખ્‍યમંત્રીએ આવી કોઈ ગ્રાન્‍ટ આપી શકાય નહીં તેવો જવાબ આપેલ. પણ ડો. કાનાબાર પોતાની વાત પર વળગી રહયા અને અંતે મુખ્‍યમંત્રીએ સંમત થઈ આ અંગે વિચારવાની ખાત્રી આપી હતી. ગઈકાલે રાત્રે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડો. કાનાબારને ટેલીફોન કરી 10 કરોડની ગ્રાન્‍ટ મંજુરકર્યાની જાણ કરી હતી.

ગઈકાલે જ અમરેલી નગરપાલિકા દ્ધારા શહેરના મુખ્‍ય રસ્‍તાઓને પેવરના અને વિવિધ સોસાયટીમાં આર.સી.સી. રોડના અંદાજે 6 કરોડ 86 લાખના કામોનું ખાતમુર્હુત કર્યુ હતું. વધારાના આ 10 કરોડની ગ્રાન્‍ટ મંજુર થતાં હવે શહેરના લગભગ 90 % જેટલાં રસ્‍તાઓ પેવર અથવા આર.સી.સી. થઈ શકશે. આમ સર્વપ્રથમવાર અમરેલી શહેરના નાગરિકોએ બતાવેલ જાગૃતિ અને ડો. કાનાબારના કુનેહપૂર્વકના નેતૃત્‍વના સુયોગથી અમરેલી શહેર ભભધુળિયા નગરભભની બદનામીથી બહાર નીકળીને સુવ્‍યવસ્‍થિત અને સુયોજીત નગર રચના ધરાવતું શહેર બની રહે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.

અમરેલીને આ ગ્રાન્‍ટ અપાવવા બદલ ડો. કાનાબારને અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા શહેરના અગ્રગણ્‍ય નાગરિકો, તબીબો, વકીલો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ અભિનંદન આપ્‍યા છે.


અમરેલી જિલ્‍લામાં ધો. 10 અને ધો. 1રની પરીક્ષાનો પ્રારંભ

શાંતિપૂર્ણ વાતાવરણમાં કારકીર્દીની મહત્‍વની પરીક્ષાનો પ્રારંભ

અમરેલી જિલ્‍લામાં ધો. 10 અને ધો. 1રની પરીક્ષાનો પ્રારંભ

વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવીને શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા. 7

અમરેલી જિલ્‍લામાં આજથી ધો. 10 અને ધો. 1રની મહત્‍વની વાર્ષિક પરીક્ષાનો ઉત્‍સાહભેર વાતાવરણમાં પ્રારંભ થયો હતો અને બન્‍ને પરીક્ષામાં 40 હજાર કરતા વધારે પરીક્ષાર્થીઓ જોડાયા હતા.

જિલ્‍લા વહીવટીતંત્ર ઘ્‍વારા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે પુરતી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને ચોરીનાં દુષણનાં ડામવા માટે સીસીટીવી કેમેરાથી શાળાઓ સજજ કરવામાં આવી હતી. તો પરીક્ષા કેન્‍દ્રો આસપાસ સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

જુદા-જુદા સંગઠનો અને વિદ્યાર્થી આગેવાનોએ પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવીને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.


08-03-2019