Main Menu

Thursday, March 7th, 2019

 

અમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી : ડીઆઈજી અશોકકુમાર

પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્‍યું

અમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી : ડીઆઈજી અશોકકુમાર

શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા છે

અમરેલી, તા. 6

દર વર્ષની માફક રેન્‍જ ડી.આઈ.જી. અશોકકુમાર ર્ેારા છેલ્‍લા કેટલાંક દિવસથી અમરેલી જિલ્‍લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ ચાલી રહૃાું છે. ત્‍યારે આ ઈન્‍સ્‍પેકશન દરમિયાન અમરેલી જિલ્‍લાની પોલીસ કામગીરી ખૂબ જ સારી હોવાનું તથા ગુન્‍હાઓ ઉપર સંપૂર્ણપણે અંકુશ હોવાની આજે ભાવનગર રેન્‍જ ડીઆઈજીએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતુંકે આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ ર્ેારા કાયદો અને વ્‍યવસ્‍થા વધુ કડક બનાવવામાં આવશે. આગામી ચૂંટણીમાં લોકો કોઈ પણ જાતનાં ભય-ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

પત્રકારનાં સવાલનાં જવાબ આપતાં અશોકકુમારે જણાવ્‍યું હતું કે,અમરેલી શહેરમાં ચારે તરફ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્‍યા છે. આ સીસીટીવી કેમેરાનાં રેકોર્ડીગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ સીસીટીવીનાં માઘ્‍યમથી ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો તથા ગુન્‍હાઓ આચરી નાશી જતાં લોકોને ઝડપી લેવા પણ ઉપયોગ કરવામાં આવશે. હાલમાં કેટલાક ગુન્‍હાઓ સીસીટીવીનાં માઘ્‍યમથી પોલીસે ઉકેલ્‍યાનું પણ જણાવ્‍યું હતું.

બાબરા તથા અમરેલી ખાતે સ્‍ટેટ બેન્‍કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી તથા જરૂર પડયે ભાવનગર પોલીસની મદદ લઈ ચોરીનાં ભેદ ઉકેલી દેવામાંઆવશે તેમ પણ રેન્‍જ ડી.આઈ.જી. ર્ેારા જણાવાયું હતું.

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે પણ પત્રકારોને જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લામાં ચોરી સહિતનાં અનેક ગુન્‍હાઓ અટકાવવા માટે થઈ ઘોડેસવાર પોલીસ,હોમગાર્ડ તથા વધુ કડક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે.

અમરેલી શહેર તથા તાલુકા પોલીસ સ્‍ટેશનનો વિસ્‍તાર ખુબ જ વધી જતાં વધુ એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત હોવાનું પત્રકારોએ જણાવતાં રેન્‍જ ડી.આઈ.જી. તથા જિલ્‍લા પોલીસ વડા એ વાતનો સ્‍વીકાર કરી આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

પરપ્રાંતિય લોકો કામ અર્થે અમરેલી જિલ્‍લામાં આવતાંહોય, ત્‍યારે આવા શ્રમિકો અંગેની તમામ માહીતી પોલીસને આપવા તથા જરૂરી ડોકયુમેન્‍ટ આપવા ઉપર પણ પોલીસ વિભાગે ભાર મુકયો હતો.

તાજેતરમાં પાકીસ્‍તાન સાથે તણાવભરી પરિસ્‍થિતિને ઘ્‍યાને લઈ અમરેલી જિલ્‍લામાં ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી. તથા જિલ્‍લા પોલીસ વડા ર્ેારા દરીયાકાંઠા તથા મોટા ઉદ્યોગોની મુલાકાત લીધી હતી અને તમામ ઉદ્યોગોને સુરક્ષા પુરી પાડવામાં આવી હોવાનું પણ અંતમાં જણાવ્‍યું હતું.

 


અમરેલી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ઘર ઘર કોંગ્રેસ’ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશાનુસાર અમરેલી જિલ્‍લા કોંગ્રેસ દ્વારા શકિત પ્રોજેકટ અંતર્ગત ભભઘર ઘર કોંગ્રેસભભ મોબાઈલ એપ્‍લીકેશન માટે ત્રિમંદિર (દાદા ભગવાન) લીલીયા રોડ, અમરેલી ખાતે એક તાલીમ વર્ગનું આયોજન તા.પ/3ના રોજ સવારે 10:30 કલાકથી 1:30 એમ 3 કલાક બપોર સુધી જિલ્‍લાભરના કોંગી કાર્યકરો અને આગેવાનોને ઉપરોકત વિષયે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રદેશ સમિતિના પદાધિકારીઓ દ્વારા અમરેલી જિલ્‍લાના યુવા કાર્યકરોએ ઉપસ્‍થિત મહાનુભાવોને માર્ગદર્શન આપેલ. શરદભાઈ ધાનાણી, શરદભાઈ મકવાણા, જનકભાઈ પંડયા, લલિતભાઈ ઠુંમર, મનિષ ભંડેરી, રફીકભાઈ મોગલ, દલસુખભાઈ દુધાત વિગેરેએ આ અંગે ઉપસ્‍થિત કાર્યકરો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર આયોજન માટે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા તેમજ ભરતભાઈ હપાણી,જમાલભાઈ મોગલ, જયભાઈ ઠુંમર, વિપુલભાઈ પોંકીયા, સિઘ્‍ધાર્થ ઠાકર, જગદીશભાઈ વ્‍યાસ, જનકભાઈ પંડયા, ઈમ્‍તિયાઝભાઈ લાઠીએ જહેમત ઉઠાવેલ. આ તાલીમ વર્ગમાં તમામ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ/ તાલુકા પંચાયત પ્રમુખો તથા સદસ્‍યો, નગરપાલિકાના પ્રમુખો તથા સદસ્‍યો, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા, શંભુભાઈ ધાનાણી, ટીકુભાઈ વરૂ, જયેશ નાકરાણી, જગદીશ ડાભી, ઘનશ્‍યામ રાઠોડ, પ્રેમજીભાઈ સેંજલીયા, દિનેશભાઈ ભંડેરી, અશોકભાઈ ચાવડા, રાજુભાઈ દામોદરા, પ્રભાતભાઈ કોઠીવાળ તથા સિનિયર કોંગ્રેસી આગેવાનો દાઉદભાઈ લલીયા, ઠાકરશીભાઈ મેતલીયા, નારણભાઈ મકવાણા, નનકુભાઈ ઝાલાવાડીયા, હરીભાઈ સાંગાણી, સાંગાભાઈ સાવલીયા, જે.પી. ગોળવાળા, મોહનભાઈ નાકરાણી, ડાહયાભાઈ પટેલ તેમજ જિલ્‍લાભરના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


પુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો

અમરેલી અને બગસરા શહેરમાંથી

પુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો

સીઝ કરેલ જથ્‍થાની અંદાજે કિંમત રૂા. પ9.રર લાખ

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લામાં બાયો ડિઝલના નામે અન્‍ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્‍વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્‍વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્‍થળોએ તથા બગસરા શહેરમાં એક સ્‍થળે એમ કુલ 6 સ્‍થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન કુલ પ9,રર,034નો મુદામાલ સીઝ કર્યો હતો. તપાસ કરેલ પેઢીઓમાં (1) મોગલ કૃપા પેટ્રોલિયમ અમરેલી, (ર) ન્‍યુ શિવશકિત ટ્રેડિંગ અમરેલી (3) સુરજ ઈમ્‍પેક્ષ અમરેલી (4) મારૂતિ એન્‍ટરપ્રાઈઝ અમરેલી (પ) એકતા બાયોડિઝલ અમરેલી અને (6) ધૃવ ટ્રેડર્સ બગસરાનો સમાવેશ થાય છે.

સીઝ કરવામાં આવેલ પેટ્રોલિયમ પદાર્થનાં નમૂના પૃથ્‍થકરણ માટે ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેથી ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાંથી પૃથ્‍થકરણ અહેવાલ આવ્‍યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્‍લા પુરવઠા અધિકારી અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે.


અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિએ તાલાલાનાં ધારાસભ્‍યની તરફેણ કરી

અમરેલી,તા.6

આજ રોજ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ અમરેલી દ્વારા કોંગ્રેસના તાલાલાના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ સામે કોઈ પણ કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવા છતા વિધાનસભા સ્‍પીકરે તેમની સ્‍પીકરની ગરીમાને અણછાજતા વર્તન રૂપે ગેર બંધારણીય રીતે મનસ્‍વી રીતે વિધાનસભ્‍ય તરીકે દુર કરવાનો નિર્ણય કર્યો છે.

જે પક્ષના રાષ્‍ટ્રીય પ્રમુખ તડીપાર થયા હોય અને જેમના નેતાઓ માનવ તસ્‍કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા ભારતીય જનતા પક્ષ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયેલ છે. ભુતકાળમાં બાબુ બોખીરીયા, કાંતિ અમૃતિયા, પુરૂષોતમ સોલંકી જેવા ભારતીય જનતા પક્ષના ધારાસભ્‍યો, મંત્રીઓ, પુર્વ મંત્રીઓ અને સાંસદ નારાયણભાઈ કાછડીયા સામે અનેક ગંભીર ગુનાઓમાં ગંભીર સજા જાહેર કરવામાં આવી હોવાનાંકિસ્‍સા મોજુદ છે. આમ છતા ભાજપના ગુનેગાર ધારાસભ્‍યો અને સંસદ સભ્‍યો સામે ભુતકાળમાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ અમરેલી દ્વારા વિધાનસભા સ્‍પિકરના આ મનસ્‍વી અને આપખુદ શાહી નિર્ણયના વિરોધમાં આજરોજ કલેકટર અમરેલીને આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા, જિલ્‍લા યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ ઠુંમર, બાંધકામ સમિતિ ચેરમેન શંભુભાઈ ધાનાણી, મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ માધવીબેન જોષી હંસાબેન જોષી, સિઘ્‍ધાર્થ ઠાકર, ભૌતિક નશીત, સંદીપ પંડયા, ચિરાગ ત્રિવેદી, રાજેન્‍દ્ર જાની, ભરતભાઈ હયાણી, યુથ કોંગ્રેસના જિલ્‍લા ઉપપ્રમુખ દેવરાજ બાવળીયા, અનવીર આહીર, હરપાલ બારડ, શાંતિભાઈ ખુમાણ તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્‍થિત રભ હતા.


અમદાવાદ સાબરમતી મઘ્‍યસ્‍થ જેલ ખાતે પોલીસ પોથી મેગેઝિન દ્વારા રાજયનો પ્રથમ સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો

અમરેલી, તા.6

પોલીસ પોથી મેગેઝિનના તંત્રી માધવીબેન યાજ્ઞિક, સહતંત્રી મંથન માંડાણી દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્‍પ નિષ્‍ણાંત ડોકટરો દ્વારા સાબરમતી મઘ્‍યસ્‍થ જેલ ખાતે આયોજન કરેલ. આ મુખ્‍ય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સમગ્ર ગુજરાત જેલના ડી.જી.પી. મોહન ઝા તેમજ અમદાવાદ જેલના એસ.પી. ડો. નાયક હાજર રહેલહતા.

આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં સાબરમતી જેલના તમામ કેદીઓ તથા ત્‍યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને માટે ન્‍યૂરોસર્જન એમ.ડી. ઓર્થોપેડીક, આંખ, કાન, નાક, ગળા, દાંત, ચામડીના તેમજ સર્જરીના વિશેષક ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી. તેમજ જરૂરિયાત મંદને દવાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું.

આ કેમ્‍પમાં મુખ્‍ય ડોકટર તરીકે ડો. આઈ.વી. પટેલ (એમ.ડી.) તેમજ રાજકોટના ખ્‍યાતનામ ડો. રાજેન્‍દ્ર ત્રિવેદી (ન્‍યૂરોસર્જન) અને તેની ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ. આ કેમ્‍પમાં બહોળી સંખ્‍યામાં કેદીઓનું નિદાન અને ચેકઅપ કરવામાં આવેલ.

આ પ્રસંગે જેલ વિભાગના અધિકારીઓ અને જેલના તમામ ડોકટરો અને કાર્યકરો તથા પોલીસ પોથી પરિવારના સભ્‍યો મયુર રાવલ, ઉમેશ રાઠોડ, નિકુંજ બારોટ, પ્રદીપ પટેલ, બીપીન ગોરાના, અજય સોની, કિશન માથુર, હિતેશ બારોટ, સ્‍નેહલ પટેલ, પ્રકાશ ગજજર, અરૂણ દરજી, જયેશ મિહિર, મહાવીર બારોટ હાજર રહયા હતા.


અમરેલીની એલ.ડી. ગર્લ્‍સ હોસ્‍ટેલમાં શહીદોને શ્રઘ્‍ધાંજલિ આપીને ભાવસભર વિદાય સમારોહ યોજાયો 

શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલનાં સ્‍થાપક પ્રમુખ, કેળવણીકાર, સેવારત્‍ન વસંતભાઈ ગજેરાનાં ગજેરા ટ્રસ્‍ટ સંચાલિત એલડી ગર્લ્‍સ હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરતી ફાઈનલ-યર વિદ્યાર્થીનઓનો વિદાય સમારોહ એલડી હોસ્‍ટેલનાં કેપ્‍સ ડાયરેકટર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલ હોસ્‍પિટલ-અમરેલીના સ્‍થાનિક મુખ્‍ય વ્‍યવસ્‍થાપક ચતુરભાઈ ખૂંટના ઉદઘાટક પદે યોજાયો હતો. આ તકે કે.જી. સાવલીયા, માનવ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી એમ.કે. સાવલીયા, પટેલ સંકુલના હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, ડાનેમીક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલીયા, અરજણભાઈ કોરાટ, સી.પી. ગોંડલીયા, મગનભાઈ વસોયા, દિનેશભાઈ તથા બીપીનભાઈની ઉપસ્‍થિતિમાં 700 વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમના પ્રારંભે પુલવામાંએટેકમાં શહીદ વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ આપીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. રાષ્‍ટ્રભાવના સભર સમગ્ર વિદાય સમારોહનું આયોજન વિદ્યાર્થીની પાંખના સિનીયર દુધાત ક્રિષ્‍ના, અકબરી પ્રિયંકા, ધડુક સોનલ, પરમાર ઝલક, જાખણીયા ભુમિકા તથા લાઠીયા દિપીકાએ કર્યુ હતું. તથા માર્ગદર્શન હોસ્‍ટેલ ડાયરેકટર બિપીનભાઈ ધાનાણી તથા રેકટર દિનેશભાઈ પોશીયાએ આપ્‍યું હતું. વિદાય લેતી વિદ્યાર્થીનીઓને વલ્‍લભભાઈ રામાણી, એમ.કે. સાવલીયા તથા પ્રા. હરેશભાઈ બાવીશીએ શુભેચ્‍છા પાઠવી હતી. શ્રઘ્‍ધાંજલિ, કર્મચારી સન્‍માન, વિદાય પ્રતિભાવ તથા સાંસ્‍કૃતિક કૃતિ પ્રસ્‍તુતિ એમ ચર્તુવિધ કાર્યક્રમનું સંચાલન પરમાર ઝલક તથા જાખણીયા ભુમિકાએ કર્યુ હતું તથા આભારવિધિ રેકટર બિપીનભાઈ ધાનાણીએ કરી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : નિધિનકુમાર મહેશભાઈ ઠકરારના પિતાજી તથા બકુલભાઈ ખુશાલદાસ રવાણીના બનેવી મહેશકુમાર વસુદેવભાઈ ઠકરાર (ઉ.વ.પપ)નું તા.ર/3ને શનિવારના રોજ જૂનાગઢ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.7/3ને ગુરૂવારના રોજ સાંજના પ થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : રંજનબેન અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.47)નું તા.ર4/રનાં રોજ અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે.સદ્ગતની સાદડી તા.7/3ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાન મધુવન સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : વિજયાબેન બાલકૃષ્‍ણભાઈ ત્રિવેદી (ઉ.વ.9પ)નું મોણવેલ મુકામે (તા. ધારી) ખાતે તા.3/3ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સનતભાઈ, નલિનભાઈ, અરૂણભાઈ, સુરેન્‍દ્રભાઈ બી. ત્રિવેદીનાં માતુશ્રી થાય.

બાઢડા : રાજગોર મરણ : સાવરકુંડલા તાલુકાના બાઢડા નિવાસી દુધીબેન વશરામભાઈ પુરોહિત (ઉ.વ. 9પ)નું તા. 6/3ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભીમજીભાઈ, દુર્ગાશંકરભાઈ તથા લક્ષ્મીશંકરભાઈ પુરોહિતના માતૃશ્રી થાય છે. તેમનું કારજ તા. 16/3ને શનિવારના રોજ તેમના નિવાસસ્‍થાન રેલ્‍વે સ્‍ટેશન સામે બાઢડા ખાતે રાખેલ છે.

રાજુલા : રાજુલા નિવાસી મર્હુમ મહમદભાઈ સીદીભાઈ દલ નિવૃત એ.એસ.આઈ. અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયા છે. જે મ. હુસેનભાઈ સીદીભાઈ તેમજ હાજી અલારખભાઈ સીદીભાઈના ભાઈ થાય. જે રફીકભાઈના પિતાજી, અનુભાઈ, ઈબ્રાહીમભાઈ અને બસીરભાઈના કાકા થાય. તેમજ રહીમભાઈ દલ (એલ.સી.બી. રાજકોટ), અશરફભાઈ તેમજ અસ્‍લમભાઈના મોટા બાપુ થાય. મર્હુમની જીયારત તા.8/3ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે પુરૂષો માટે સંધી જમાતખાના વાવેરા રોડ ખાતે રાખેલ છે. તેમજ ઔરતોમાટે તેમના નિવાસસ્‍થાન મહુવા જકાત નાકા, યાદવ ચોક ખાતે રાખેલ છે.

જૂનાગઢ/જેસર : જનકભાઈ ધનેશ્‍વરભાઈ વ્‍યાસના પુત્રી કુમારી જલ્‍પાબેન વ્‍યાસ (ઉ.વ. 36) તા. 6/3 ને બુધવારનાં રોજ ગૌલોકવાસી થયેલ છે.તેમનું બેસણું તા.8/3 ને શુક્રવારનાં રોજ શિવનગર સોસાયટી સિઘ્‍ધેશ્‍વર મહાદેવ મંદિરમાં બપોરે 4 થી 6 જૂનાગઢ મુકામે રાખેલ છે.


07-03-2019