Main Menu

Wednesday, March 6th, 2019

 

ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં

ર0 ગામ પંચાયતનાં સરપંચો પણ ભાજપમાં પ્રવેશ કરે તેવી અટકળો વચ્‍ચે

ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં

ધારાસભ્‍ય દુધાતની કાર્યશૈલી સામે નારાજ હોવાની ચર્ચાઓ

સાવરકુંડલા, તા.પ

પાકિસ્‍તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્‍ટ્રાઈકની અસરટૂંકા દિવસોમાં અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના કોંગ્રેસના રાજકારણમાં જોવા મળે તેવા સમીકરણો તેજ થઈ ગયા છે. સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ સ્‍થાનિક સ્‍વરાજયની જિલ્‍લા પંચાયત અમે તાલુકા પંચાયતના સદસ્‍યોમાં અસંતોષનો લાવારસ ભભૂકી રહયો છે. તેના પરિણામે ટૂંકા દિવસોમાં સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહયા છે. હાલ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્‍પષ્‍ટ બહુમતી છે પણ પાંચ કોંગ્રેસી સદસ્‍યો ભાજપનો ખેસ ધારણ કરવાના ચોખટા ગોઠવાઈ ગયા છે. અમરેલી જિલ્‍લા પંચાયતમાં હાલમાં હોદો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેનની રાહબરી નીચે સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્‍જામાંથી ભાજપની બનવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્‍થાનિક ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્‍ય કક્ષાના સ્‍થાનિક સ્‍વરાજય તાલુકા પંચાયતના સદસ્‍યોમાં ભારે રોષના કારણે એકાદ અઠવાડિયામાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શકયતાઓ વધી છે. તો સાવરકુંડલા તાલુકાની ર0 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે. તો સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ પણ બંધ બારણે ભાજપની ગોઠવણ કરીને મોટો ધડાકો કરવાના મૂડમાં આવી ગયા છે.સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ સભ્‍યોએ સેટીંગ કરીને ર019ની લોકસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા તાલુકા પંચાયત ભાજપમાં વિલીનીકરણ થઈ રહયું છે ને નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં કાંગરા ખરવાનો અઘ્‍યાય આરંભ થઈ ગયો છે. તેવું કોંગ્રેસના જિલ્‍લા પંચાયતના ચાલુ ચેરમેન પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે.


અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં તબીબ નિષીત પટેલ સાથે છેતરપીંડી થઈ

કોઈ ચીટરે ઓનલાઈન રૂપિયા ર4 હજાર ઉપાડી લીધા

અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં તબીબ નિષીત પટેલ સાથે છેતરપીંડી થઈ

સાયબર સેલે રકમ પરત અપાવી

અમરેલી, તા. પ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાં સાયબર અપરાધના બનાવો બનતા અટકાવવા તથા આમ નાગરીકોના બેન્‍ક એકાઉન્‍ટમાંથી ઓનલાઈન ફ્રોડ મારફતે નાણા ઉપાડી લેવાના બનાવો અટકાવવા આપેલ સુચના આધારે તપાસ હાથ ધરેલ હતી.

અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડોકટર નિષીત પટેલના એસબીઆઈ બેન્‍ક એકાઉન્‍ટમાંથી કોઈ સાયબર હેકર (અપરાધીએ) ગઈ તા. ર0/ર/19નાં રોજ ગુગલ પ્‍લે એપ્‍લીકેશન ઘ્‍વારા રૂા. ર4 હજારની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપાડી લીધેલ હોય. જે અંગે ડોકટરે જીલ્‍લા સાયબર સેલ ટીમ ઈન્‍ચાર્જ પીએસઆઈએમ.એમ. પરમારને જાણ કરી અરજી આપતા સાયબર સેલ ટીમ ઘ્‍વારા આ બાબતે જરૂરીકાર્યવાહી કરી ફ્રોડ ટ્રાન્‍ઝેકશનમાં ગયેલ તમામ રકમ રૂા. ર4 હજાર ડોકટરના એસબીઆઈ ખાતામાં પરત અપાવી આ ફ્રોડ કરનાર અજાણ્‍યા ઈસમને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ છે.


સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ

વન વિસ્‍તારમાં ચંદન ચોર ગેન્‍ગનો હાહાકાર

સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ

વન વિભાગે 3 વૃક્ષ કટીંગનો આરોપી ઝડપી લીધો

અમરેલી, તા.પ

ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્‍લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્‍યા હતો.

ધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્‍યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી હતી. જેમાં પ્રથમ 19.7 અને છેલ્‍લે 3 ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાં પર પ્રાંતિય શખ્‍સ કોરશલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની – મઘ્‍યપ્રદેશ) ની ઘરપકડ કરી હતી. પકડાયેલ શખ્‍સ પર છેલ્‍લે વિડીમાંથી જે 3 વૃક્ષો કટીંગ કર્યા હતા. તેમાં તેની ધરપકડ થઈ હતી.

ધારી નજીકના હરીપરા, સરસીયા તથા સરસીયાના જંગલમાંથી વ્‍યાપક પ્રમાણમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. રેવન્‍યું વિસ્‍તારમાં 100ચંદનના વૃક્ષો કપાયા હતા. જે અંગે કોઈ આરોપી ઝડપાયો નથી.

તેમજ સરસીયા વિડીના જંગલ મોરલાગાળી  વિસ્‍તારમાંથી તોજતરમા જ 3 વૃક્ષોનું કટીંગ થતા વન વિભાગને એક જ આરોપી ઝડપવામાં સરળતા મળી હતી.

છેલ્‍લા દોઢેક માસથી જંગલ વિસ્‍તારમાં અવિરત ચંદનના આરક્ષિત વૃક્ષોનું કટીંગ ચાલતું હોય અહિથી 30 જેટલા ચંદનના મહામુલ્‍ય વૃક્ષોનું કટીંગ થઈ ગયું હતું. અને 3 વખત ચંદન ચોર ગેંગ જંગલમાં ત્રાટકીને ચંદનનો જથ્‍થો લઈ જવામાં સરળ રહી હતી. અને વનતંત્રના પેટ્રોલીંગના દાવા પોકળ પુરવાર થયા હતા. આ અંગે ધારી પંથકમાં ચાલતી ચર્ચા મુજબ સરસીયા વિડીમાં કયાં કયાં ચંદનના વૃક્ષો છે. તે પર પ્રાંતિય શખ્‍સને કઈ રીતે ખબર પડે ? જેવા અનેક પ્રશ્‍નો ઉઠી રહયા છે.

આ અંગે ધારી વન વિભાગનો સંપર્ક કરવાની કોશીષ કરતા એક પણ અધિકારીનો સંપર્ક થઈ શકયો નહોતો. આ અગાઉ જયારે સરસીયા વિડીમાં ર6 સિંહોના મોતને ભેટયા હતા. ત્‍યારે પણ વન તંત્રે કોઈ વિગતો જાહેર કરી નહોતી અને હવે 30 ચંદનના વૃક્ષો કટીંગમાં પણ આજ રીતે વિગતો છુપાવાઈ રહી છે.


કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર

ફરજમાં બેદરકારી દાખવનાર બાબુઓમાં ફફડાટ

કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર

આરોગ્‍ય અધિકારીને રજાનાં દિવસનો પગાર રદ્યકર્યો

અમરેલી, તા.પ

અમરેલી જિલ્‍લાના સરકારી વિભાગોમાં તગડો પગાર વસુલતા અનેક બાબુઓ ઘરની ધોરાજીની જેમ ફરજ બજાવતા હોય છે. પરંતુ, પદાધિકારીઓ કે અધિકારીઓને કયારેય તપાસ કરવાનું સૂઝતું નથી. તેવા જ સમયે આરોગ્‍ય ચેરમેને ર કર્મચારીને ફરજમાં બેદરકારી દાખવતા પકડી પાડેલ છે.

વિગત એવા પ્રકારની છે કે આરોગ્‍ય ચેરમેન પ્રદિપ કોટડીયાએ 8 જાન્‍યુઆરીના રોજ કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્‍યારે, પી.જે. અમરેલીયા અને આર.જે. જેબલીયા ગેરહાજર હોય તપાસના અંતે બન્‍ને કર્મચારીઓ પૈકીના પી.જે. અમરેલીયાની 8 જાન્‍યુઆરી, ર019 બીનપગારી અને આર.જે. જેબલીયાની 3 થી પ જાન્‍યુઆરી બીનપગારી ગણવાનો આદેશ જિલ્‍લા આરોગ્‍ય અધિકારીએ કરતા આળસુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


દારૂનાં ગુન્‍હામાં એક વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્‍યો

પોલીસ અધિક્ષકની સૂચનાથી એસઓજીનો સપાટ્ટો

રાજુલા, તા.પ

અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો તેમજ જિલ્‍લાનાં પ્રોહીના લીસ્‍ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍તરાય દ્વાર સૂચના આપેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આ.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલામાંથી જલારામ સોસાયટીમાંથી ભારતીય બનાવટના ઈગ્‍લીંશ દારૂની અલગ-અલગ બ્રાડની બોટલો નંગ-રર3, કિ.રૂા.7રરરપના મુદામાલ સાથે ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઈ ઉનાવા નામના રત્‍ન કલાકારને ઝડપી પાડેલ છે. જયારે શારદાબેન બાવચંદભાઈ ઉનાવા રહે. સાવરકુંડલા જલારામ સોસાયટી, જેસર બનાવ સ્‍થળેથી નાસી ગયેલ હતી. તેમજ દારૂનો જથ્‍થો લાવનાર અલ્‍પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઈ ઉનાવા રહે. સાવરકુંડલા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઈ ઉનાવા, રહે. સાવરકુંડલા હાજર મળી આવેલ ના હતા.

ઝડપાયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઈ ઉનાવા સને ર018 ના વર્ષના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ હતા. અને  અગાઉ દારૂના કેસોમાં પકડાયેલ છે. જયારે વાન્‍ટેડ આરોપી અલ્‍પેશ ઉર્ફે આલુક બાવચંદભાઈ ઉનાવા લીસ્‍ટેડ બુટલેગર્સ છે. અને અગાઉ અનેક વખત દારૂના કેસોમાં પકડાયેલ છે.

ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલ્‍પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઈ ઉનાવા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઈ ઉનાવાએ રીતેના અલ્‍પેશની સફેદ કલરની આઈ-ર0 કારમાં લાવેલ હતા.


વડલી ગામે ભાઈને ત્‍યાં લગ્નમાં આવેલ ભાઈને અન્‍ય ભાઈઓએ માર માર્યો

બીજા ભાઈઓને લગ્નનું આમંત્રણ ન આપતાં બન્‍યોબનાવ

અમરેલી, તા.પ

ઉના તાલુકાના સામતેર ગામે રહેતા બાબુભાઈ કાનજીભાઈ સરવૈયા પોતાના પરિવાર સાથે જાફરાબાદ તાલુકાના વડલી ગામે તેમના ભાઈ વિરજીભાઈની દીકરીના લગ્નમાં આવ્‍યા હતા. ત્‍યારે ગઈકાલે તેઓફ વડલી ગામે હતા ત્‍યારે તેમના અન્‍ય બે ભાઈઓ દિનેશભાઈ કાળાભાઈ સરવૈયા તથા જાદવભાઈ કાળાભાઈ સરવૈયાને આ વિરજીભાઈએ લગ્નમાં આમંત્રણ ન આપેલ હોય તે વાતનું મનદુઃખ રાખી બાબુભાઈને તથા તેમના દીકરાને લાકડી વડે તથા મંૂઢમાર મારતા આ અંગેની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.


વાડીમાં રાખેલ કેબલ વાયરની તસ્‍કરો દ્વારા ચોરી

રૂા. 8પ,00ની ચોરીના બનાવની નોંધાઈ પોલીસ ફરિયાદ

અમરેલી, તા. પ

બગસરા ગામે આવેલ નવા જીનપરામાં રહેતા અને ખેતીકામ કરતા સુધીરભાઈ છગનભાઈ કરકર તથા બાજુના ખેતરમાં રાખેલ કેબલ વાયર ગત તા.ર8ના સાંજના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરો આશરે 6પ0 ફુટ કિંમત રૂા. 8પ00ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.


ગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો

અચાનક ટપકી પડેલ અરજદારોનાં હલ્‍લાબોલથી કાર્યક્રમમાં અફડા-તફડી

ગારીયાધાર, તા. પ

મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે.

આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજૂઆત કર્યા બાદ એક મહિના પહેલા ચાલું થઈ ગયેલ એસ.ટી. ડેપોના ઉદ્‌ઘાટનનો તાઈયો કરવા પધારેલ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવા માથે કાળી રીબીન બાંધી પહોંચેલ આંદોલનકારીઓ સાથે પાર્ટીના રાષ્‍ટ્રીય કોષાઘ્‍યક્ષ જગદીશભાઈ રંગપરા, ચંપાબેન મારવાડી, ઘનશ્‍યામભાઈ વાઘેલા સહિતના મારવાડી પરિવારોએ ગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર રર વર્ષથી ગરીબોને સનદ કેમ આપતી નથી ? આ પ્રશ્‍નથી ક્ષોભિત સાંસદ જવાબ આપવામાં નિષ્‍ફળ જતાં તમામ લોકો મંચ છોડી ભાગ્‍યા હતા. મારવાડીનગરને સનદ અપાવવાના આંદોલનની આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો મુદો બનીહતી.


રેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી

તાજેતરમાં ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી. તરીકે ચાર્જ સંભાળી અમરેલી જિલ્‍લાના વાર્ષિક ઈન્‍સ્‍પેકશનમાં પધારેલ ડી.આઈ.જી.પી. અશોકકુમાર અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયસહિતના પોલીસ અધિકારીઓ સાથે અમરેલી શહેરમાં આવેલ દલિત મહોલ્‍લાની વિઝીટ લઈ હાજર રહેલ જેન્‍તીભાઈ મોહનભાઈ રાણવા, નગરપાલિકા પ્રમુખ તેમજ અરવિંદભાઈ મંગળુભાઈ સીતાપરા, માજી ચેરમેન સફાઈ કામદાર સંઘ, મધુભાઈ ભામજીભાઈ ચાવડા દલિત મોરચા ઉપપ્રમુખ, અશોકભાઈ અમરશીભાઈ પરમાર, વાલ્‍મીકિ સમાજ આગેવાન, એડવોકેટ કે.કે. વાળા, એડવોકેટ મગનભાઈ સોલંકી સહિત ઉપસ્‍થિત રહેલ કુલ 100 જેટલા ભાઈઓ-બહેનોને મળી તેમના પ્રશ્‍નો અને રજૂઆત સાંભળી હતી. તેમની સાથે આત્‍મીયતાથી ચર્ચા કરેલ તેમજ પોલીસ વિભાગને લગતા પ્રશ્‍નોનું સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ હતી.


પિપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં માચ્‍છીમારને હાર્ટએટેક આવ્‍યો

કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોએ ઉમદા મદદ કરી

અમરેલી, તા.પ

અમરેલીના પીપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં અકબરી નામની બોટ મછીમારી કરવા માટે ગયેલ ત્‍યારે આ બોટમાં રહેલ એક માચ્‍છીમારને અચાનક જ હૃદય રોગનો હુમલો આવી જતા આ અંગે દરિયામાં કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોને જાણ કરવામાં આવતા પીપાવાવ મરીન કમાન્‍ડોએ તાત્‍કાલિક મદદે પહોંચી જઈ એમ્‍બ્‍યુલન્‍સ 108 જેવી કામગીરી હાથ ધરી માચ્‍છીમારને તાત્‍કાલિક દરિયા કાંઠે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.

આ બનાવમાંસૂત્રોમાંથી મળતી વિગત મુજબ અકબરી નામની બોટ આજે દરિયામાં પીપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં મચ્‍છીમારીની કામગીરી કરી રહી હતી. ત્‍યારે આ બોટમાં રહેલ એક માચ્‍છીમારને અચાનક જ હૃદયરોગનો હુમલો આવી જવા પામ્‍યો હતો. આ બનાવ અંગે તાત્‍કાલિક દરિયામાં પેટ્રોલીંગ કરી રહેલ કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોને જાણ કરવામાં આવી હતી.

કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોએ તાત્‍કાલિક અકબરી નામના બોટનું લોકેશન મેળવી લઈ અને મદદ અર્થે પહોંચી જઈ હૃદયરોગના હુમલાનો ભોગ બનેલ માચ્‍છીમારને તાત્‍કાલિક સારવાર મળી રહે તે માટે થઈ રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરી માચ્‍છીમારને દરિયા કિનારે પહોંચાડી દઈ સારવાર માટે દવાખાને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી.


અમરેલી ખાતે બુથ મેનેજમેન્‍ટ અંગે કોંગીજનોની બેઠક યોજાઈ

અમરેલીના ત્રિમંદિર ખાતે આજે કોંગીજનોની બેઠક યોજાઈ હતી. જેમાં બુથ મેનેજમેન્‍ટ, મતદાર યાદી અને વધુમાં વધુ મતદાન કોંગ્રેસ તરફી કેવી રીતે થાય તે અંગે મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે એડવોકેટ રફીકભાઈ મોગલ, શરદ ધાનાણી, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર વિગેરે કોંગીજનોએ માર્ગદર્શન આપેલ હતું.


ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું લોકાર્પણ કરતા સાંસદ કાછડીયા

રાજય સરકાર તરફથી રૂા. 1 કરોડ પ0 લાખનાં ખર્ચે નિર્માણ પામેલ ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું તા. પ માર્ચ, ર019ના રોજ અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં વરદ હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે, ગારીયાધાર નગર પાલીકા પ્રમુખ ગીતાબેન વાઘેલા, ભાવનગર જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ કાંત્રોડીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ વી. ડી. સોરઠીયા, ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ જીવરાજાણી, અમરેલી જીલ્‍લા ભાજપ મંત્રીભરતભાઈ વેકરીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા સહીતનાં આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓઉપસ્‍થિત રહૃાા હતા.


06-03-2019