Main Menu

Friday, March 1st, 2019

 

દામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર

દામનગર શહેરનાં          કાળુભાર પાણી પુરવઠા બોર્ડની કચેરી સામે રહેણાંક વિસ્‍તારને લાગીને આવેલ જમીનમાં બે વિઘા જમીન જીવદયા ટ્રસ્‍ટ નંદીશાળાનાં અબોલ જીવો માટે સવ. કરશનભાઈ દિયાળભાઈ નારોલા સ્‍વ. દિવાળીબેન કરશનભાઈ નારોલા સ્‍વ. મુકતાબેન કરશનભાઈ નારોલાની સ્‍મૃતિમાં પુત્ર રાહુલભાઈ નારોલાનાં વરદહસ્‍તે સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનું ભવ્‍ય પરમાર્થ પાણામાં નહિ ભાણામાં પૈસા વાપરતો વિવેક સમસ્‍ત સ્‍વ. લખમણદાદા નારોલા પરિવાર યુવાનોનું સરાહનીય પરમાર્થ સંપત્તિ નંદીનાં પ્રવાહ જેમ અવિરત હવે તે જરૂરી છે. બંધિયાર પાણી દુષિત થાય તેમ પરમાર્થ વગરની સંપતિ અનેકો દુષિત બને તે પહેલાં સદકાર્યોમાં ઉપયોગ કરવાની ટકોર કરતા ધીરૂભાઈ પુનાભાઈ નારોલા સુરતથી દામનગર ખાતે લગ્નપ્રસંગમાં આવેલ સમસ્‍ત લખમણદાદા પરિવારનાં ધીરૂભાઈ પુનાભાઈ નારોલા ખીમજીભાઈ રામજીભાઈ નારોલા, ભુપતભાઈ જીવરાજભાઈ નારોલા, ઠાકરશીભાઈ કેશુભાઈ નારોલા,       કાળુભાઈ જીવરાજભાઈ નારોલા, ધનસુખભાઈ નારોલા, ગોઢાવદર નાથાભાઈ નારોલા, ભેસાણ ધીરુભાઈ નારણભાઈ નારોલા, રાઘવભાઈ કલ્‍યાણભાઈ નારોલા, ઉકાભાઈ દુલાભાઈ નારોલા, વલ્‍લભભાઈપોપટભાઈ નારોલા, છગનભાઈ જીવરાજભાઈ નારોલા, ડાયાભાઈ ઉકાભાઈ નારોલા, પ્રેમજીભાઈ નાગજીભાઈ નારોલા, હરેશભાઈ લાભુભાઈ નારોલા, બાબુભાઈ નાનુભાઈ નારોલા, ભુપતભાઈ દુલાભાઈ નારોલા સહિતના કુટુંબીઓએ નંદીશાળા નિહાળી ખુબ ખુશ થઈને સંસ્‍થાની સારી સેવા જોઈ પ્રભાવિત થયા અને કુટુંબનાં યુવાનોને વાત કરતાની સાથે એકયતા ભાતૃપ્રેમ અને પરમાર્થ માટે પંકાયેલ સમસ્‍ત સ્‍વ. લખમણદાદા નારોલાનાં યુવાનો દરેક પ્રકારનાં પરમાર્થ જીવદયામાં હંમેશા અગ્રેસર જ હોય છે, ત્‍યારે જમીનદાનની વાત કરતાની સાથે સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનાં દરેક સભ્‍યેએ ત્‍વરિત જ નિર્ણય કર્યો. સારા કામમાં ચોઘડિયા થોડા જોવાય ? સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનાં કોઈ પણ સભ્‍યે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો હોય તે સમસ્‍ત લખમણદાદા નારોલા પરિવાર માટે આબાલ વૃઘ્‍ધ મહિલા બાળકો નાના મોટા સર્વ માટે સ્‍વીકાર્ય બને છે. દામનગર શહેરમાં અબોલ જીવોનીસેવા કરતી જીવદયા પરિવાર ટ્રસ્‍ટની નંદીશાળામાં બળદોની સેવાથી ખુશ થઈ શહેરની રહેણાંક વસાહતમાં અતિ કિંમતી રૂપિયા ત્રણ કરોડની જમીન જીવદયા પરિવાર ટ્રસ્‍ટને અબોલ જીવોનાં સ્‍વાશ્રય માટે દાન કરી સમસ્‍ત માનવ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડતી સંયુકત ભાવનાનાં હિમાયતી નારોલા પરિવારની ઉદારતા નંદીશાળાનાં મોભી ભગવાનભાઈ નારોલા સહિત સમગ્ર જીવદયા પરિવારનાં સ્‍વયં સેવકોની વિશાળ ઉપસ્‍થિતિમાં નંદીશાળાને સંકુલ માટે અર્પણ કરાય હતી.


વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ

રાજુલા, તા. ર8

રાજુલાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં આજે વ્‍હેલી સવારે સિંહે આવી જઈને ર વાછરડીનું મારણ કરતાં પુશપાલકોમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.

બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતાં સાવચેતીની કામગીરી શરૂ કરવામાં આવી છે.


સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન

ધારી પંથકમાં ચંદનચોર ગેન્‍ગે હાહાકાર મચાવ્‍યો

સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન

અભેદ કિલ્‍લા જેવી વીડીમાંથી ચંદનની ચોરી થતી હોય કોઈ જાણભેદુ હોવાની આશંકા

ધારી, તા. ર8

ધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વીડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ વડે ચંદનના વર્ષો જુના રપ આરક્ષિત વૃક્ષો આરક્ષિત જંગલમાંથી લઈ જવામાં સફળ થયા બાદ જાણે તંત્રને પડકાર ફેંકતા હોય તેમ સરસીયા ગામમાંથી વધુ 11 વૃક્ષો કટીંગ કરી લઈ ગયા હતા. તો વનતંત્ર સતત પેટ્રોલીંગનો દાવો કરી રહૃાું હોય ચોર ગેન્‍ગ હજુ ઓજલ બની રહી છે.

ધારીની સરસીયા વીડીના જંગલને અડીને આવેલ સરસીયા ગામમાંથી ચંદન ચોર ગેન્‍ગ ચંદનના 11 વૃક્ષો કટીંગ કરી લાખો રૂપિયાના ચંદનના લાકડાને લઈ જવામાં સફળ રહી હતી. જેમાં ગામના ભાલેશ્‍વર સનાતન આશ્રમમાંથી ચંદનના 3 વૃક્ષ, કાનજીભાઈની વાડીમાંથી એક, નંદુભાઈ મહેતા-1, કિશોરભાઈ-1, મુકેશભાઈ મહેતાનું એક, મનસુખભાઈ તથા કોટડીયાભાઈની વાડીમાંથી એક વૃક્ષ મળી કુલ 11 વૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ હજુ આ જ વિસ્‍તારમાં હોવાનું જણાઈ આવે છે. કારણ કે આ વિસ્‍તારમાંથી રોજ ચંદનના વૃક્ષોની ચોરી થાય છે અને વાહનોમાં ભરીને લઈ જવામાં આવે છે તેમ છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે.

છેલ્‍લા દોઢેક માસથી ચંદન ચોર ગેન્‍ગ અવિરત સક્રીય હોવા છતાં પકડમાં આવતીન હોય તે મુદે પણ અનેક તર્ક-વિર્તક ઉઠી રહૃાા છે.

આ અંગે એસીએફ ઠકકરનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍ટાફ સતત પેટ્રોલીંગ કરી રહૃાો છે છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે પણ તપાસ ચાલું છે તેમ જણાવ્‍યું હતું.

ધારીની સરસીયા વીડીમાંથી એક સાથે ચંદનના રપ-રપ વૃક્ષો કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ લઈ ગઈ હતી તે વીડીમાં બન્‍ને તરફના ગેઈટ પર તાળા હોય છે. તેમજ આ વીડી એટલી ભુલ ભુલામણીવાળી છે કે અજાણ્‍યો શખ્‍સ ભુલો પડી જાય. ત્‍યારે કોઈ જાણભેદુ જ આ કાર્ય કરી શકે તેવી પણ ચર્ચા ઉઠી છે.


વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો

વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા 76મો નેત્રનિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170મો નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170 દર્દીઓની તપાસ કરવામાં આવેલ. આ કેમ્‍પને દાતા નટવરલાલ વૃજલાલ નગદીયાનાં હસ્‍તે દીપ પ્રાગટય કરીનેકેમ્‍પને ખુલ્‍લો મુકવામાં આવેલ. શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટની ડોકટરની ટીમે સારી સેવા આપીને 170 દર્દીઓને સારવારનો લાભ લીધેલ તેમાંથી 37 દર્દીઓને મોતિયાનાં ઓપરેશન માટે સ્‍પે. વાહન ર્ેારા રાજકોટ લઈ જવાયા. આ તકે વીજપડી તથા આજુબાજુનાં ગામનાં લોકો બહોળી સંખ્‍યામાં હાજરી આપેલ. આ કેમ્‍પને સફળ બનાવવા સેવા ટ્રસ્‍ટનાં તમામ સદસ્‍યોનો પુરો સહકાર મળેલ.


કેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી

અન્‍ય સ્‍ત્રી સાથેનાં આડા સંબંધનાં કારણે બન્‍યો બનાવ

અમરેલી, તા. ર8

લાઠી તાલુકાનાં કેરાળા ગામે રહેતાં સોનલબેન ઘનશ્‍યામભાઈ ખુમાણ નામની ર8 વર્ષિય પરિણીતાનાં પતિ ઘનશ્‍યામ હરજીભાઈ ખુમાણને સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામે રહેતાં ચંદ્રીકાબેન દેવજીભાઈ પરમાર નામની મહિલા સાથે આડા સંબંધ હોય, જે અંગેની જાણ આ પરિણીતાને થઈ જતાં તેણીને તેમના પતિએ ગત તા.પ/ર નાં રોજ ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની તેણીનાં પતિ તથા ચંદ્રીકાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીછે.


હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી

બે મશીન, વજનની કાટી તથા હીરા તસ્‍કરો લઈ ગયા

અમરેલી, તા. ર8

દામનગર ગામે રહેતાં અને રાભડા રોડઉપર હીરાનું કારખાનું ધરાવતા નરેશભાઈ બાબુભાઈ સોલંકીની માલીકીનાં હીરાનાં કારખાનામાં ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ 3 અજાણ્‍યા શખ્‍સોએ હીરાનાં કારખાનું ચાવીથી ખોલી, ઓફીસનાં કાચ તોડી, અંદર પ્રવેશ કરી, કારખાનામાં પડેલ દોરી મારવાનાં ર મશીન કિંમત રૂા.1ર હજાર, હીરાનાં વજન કરવાની કાટી કિંમત રૂા.10પ00 તથા ઓફીસમાં રાખેલ ચાલુ કામનાં હીરા આશરે અઢી કેરેટનાં કિંમત રૂા.4પ હજાર મળી કુલ રૂા.67પ00નાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


બે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું

ધારી નજીક આવેલ ચલાલાની ઘટના

અમરેલી, તા.ર8

ચલાલા ગામે રહેતા એક 17 વર્ષીય તરૂણને તે જ ગામે રહેતા હાર્દિક નારણભાઈ ખેતરીયા તથા દેવશીભાઈ ગેલાભાઈ ગોહિલ ત્રણેય મિત્રો હોય, ગઈકાલે બપોરે આ તરૂણને બન્‍ને સામેવાળા ઈસમો પોતાની સાથે લઈ જઈ અને તરૂણને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી દારૂ જેવું પીણું પીવડાવી દીધા અંગેની ફરિયાદ ચલાલા પોલીસમાં તરૂણે નોંધાવી છે.


ચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ

અમરેલી, તા.ર8

રાજુલાના ચાંચબંદરનાં નવાપરા વિસ્‍તારમાં ગત તા.ર6ના રોજ તે જ ગામે રહેતા જીવીબેન રામજીભાઈ ચૌહાણ નામના મહિલા શાકભાજી લેવા ગયેલા ત્‍યારે ચાંચ ગામે રહેતા કાળાભાઈ રણછોડભાઈ શિયાળે પોતાના હવાલાવાળુ ટેન્‍કર બેફીકરાઈથી ટેન્‍કરને રિવર્સમાં લેતા આ મહિલાને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતા એમ્‍બ્‍યુલન્‍સ 108 દ્વારા મહુવા દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


ફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી

ગરીબ પરિવારનો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ

સાવરકુંડલા, તા.ર8

સાવરકુંડલા ગાંધી ચોક ખાતે આવેલ પાશ્‍વનાથ એપાર્ટમેન્‍ટની બાજુ રાજેશભાઈ દલીચંદભાઈ અજમેરાના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ લવજીભાઈ પાંડવ જાતેકુંભારનો સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કડીયા કામ કરતા રમેશભાઈને ત્રણ સંતાનો છે. તેમનો ઘરવખરીનો આશરે 1પ લાખ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાથી પરિવાર પર આભ ફાટવા જેવી પરિસ્‍થિતિ ઉભી થવા પામી હતી.


ખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી

સાવરકુંડલાનાં ધાર અને મઢડાનાં ગામજનોએ કલેકટરને રજુઆત કરી

ખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી

ખોટી ફરિયાદનાં ડરથી અનેક પરિવારો ગામમાંથી હિજરત કરી ગયા

વ્‍હાલસોયા વતનમાં જવું હોય પણ ફરિયાદ થવાનાં ડરથી જઈ શકાતું નથી

અમરેલી, તા. ર8

કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી પોલીસ ફરિયાદ કરવાની ટેવ ધરાવતા શખ્‍સો વિરૂઘ્‍ધ ર ગામના હિજરતી કરી ગયેલા પરિવારજનો ન્‍યાયની અપેક્ષાએ ધરણા યોજીને ઈચ્‍છા મૃત્‍યુની માંગ કરતા લોકોએ અમરેલીની કલેકટર કચેરી ખાતે ન્‍યાય આપો ન્‍યાય આપોની માંગણી કરી હતી.

ધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્‍વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્‍ય જગ્‍યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્‍નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્‍યાય માટે મજબુર બન્‍યા છે. ત્‍યારે ખોટી પોલીસ ફરિયાદોથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પરિવારની આંખોમાંથી આંસુ નીકળી રહૃાા છે ને જિલ્‍લા કલેકટર કચેરી ખાતે બેસીને ન્‍યાય માટેની માંગ કરતા સુત્રોચ્‍ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની આપવીતી કલેકટરને જણાવીને ન્‍યાયની માંગ કરી હતી.

ધાર ગામ મુકીને પાંચ વર્ષથી શામજી રામાણી અનેદયા રામાણી ઘ્‍વારા છેડતી, બળાત્‍કારની ખોટી ફરિયાદો કરીને આખા ગામમાં ત્રાસ ફેલાવ્‍યો છે. તો લીલીયાના હાથીગઢમાં ર7 પોલીસ ફરિયાદો કરી છે. ત્‍યારે હવે ત્રાહિમામ પોકારીને સરકાર સામે ઈચ્‍છા મૃત્‍યુની માંગ કરી રહૃાા છે. તો આવા જ બીજા પીડિતો છે મઢડા ગામમાં. મઢડા ગામમાં એક શખ્‍સ ઘ્‍વારા એટ્રોસીટી એકટની ખોટી પોલીસ ફરિયાદો કરીને ગામના સરપંચ સહિતના પાંચ પરિવારજનો ત્રાસ આપે છે.

એટ્રોસીટીની ખોટી ફરિયાદો કરીને ગામને બાનમાં રાખનાર શખ્‍સ સામે ફરિયાદીના પુત્રએ પણ કલેકટરને જણાવ્‍યું હતું કે, મારા પિતા ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરીને સમાજ કલ્‍યાણમાંથી પૈસા પડાવવાના કારસા કરે છે.

ખોટી પોલીસ ફરિયાદ કરીને કાયદાનો દુરઉપયોગ પૈસા પડાવતાં શખ્‍સો સામે કલેકટરમાં ન્‍યાયની ભીખ માંગતા હિજરતી પરિવારો અંગે અધિક કલેકટરે જણાવ્‍યું હતું કે એસપી પાસે આવા શખ્‍સોની તપાસ કરવાની ખાત્રી આપી હતી.


અમરેલીની જનરલ હોસ્‍પિટલનાં તબીબો દેશસેવા માટે તૈયાર

ભારતીય સૈન્‍ય દ્વારા પાકિસ્‍તાનના બાલાકોટ વિસ્‍તારમાં જઈને 3પ0 જેટલા આંતકીઓનો ખાત્‍મો બોલાવી દીધો હતો. ત્‍યારે આ બાબતને લઈને સમગ્ર ભારતના લોકોમાં ખુશી છવાઈ હતી. પુલવામામાં 44 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા જેને લઈને સમગ્ર ભારતવાસીઓમાં પાકિસ્‍તાન પ્રત્‍યે રોષ જોવા મળી રહયો હતો. ત્‍યારે ગઈકાલે ભારતીય સૈન્‍ય દ્વારા પાકિસ્‍તાનના બાલાકોટ વિસ્‍તારમાં જઈને આંતકીના અડ્ડા ઉપર હુમલો કરીને આંતકીઓનો ખાત્‍મો બોલાવી દેતા ભારતના તમામ લોકો ઉત્‍સવ મનાવી રહયા છે. ત્‍યારે આજે અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને ભારત માતા કી જય સાથે હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ દ્વારા ભારતીય જવાનો માટે જરૂર પડે ત્‍યારે સરહદ ઉપર જઈને તમામ પ્રકારની સેવા આપવા માટે તત્‍પર છે. જરૂર પડે અમરેલી બ્‍લડ બેન્‍કમાંથી બ્‍લડની સુવિધા તેમજ તન, મન અને ધનથી સેવા કરવા માટે જણાવ્‍યું હતું. આ તકે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના મુખ્‍યા વસંતભાઈ ગજેરા, અગ્રણી ડો. ભરત કાનાબાર, ડો. જી.જે. ગજેરા, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના તમામ તબીબો,નર્સિંગ સ્‍ટાફ તથા પિન્‍ટુભાઈ ધાનાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.


વીંગ કમાન્‍ડર અભિનંદન સહી સલામત પાછા ફરે તે માટે પ્રાર્થના સભા યોજાઈ

કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા

અમરેલી, તા.ર8

બુધવારના રોજ ભારતીય હવાઈ દળના વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની રક્ષા કરતાં તેમનું પ્‍લેન ક્રેશ થતાં તેઓને પાકિસ્‍તાની સેનાએ બંદી બનાવેલ છે. વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની સેવા માટે સહી સલામત પાછા ફરે તે માટે થઈ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્‍લા પ્રમુખ અર્જુનભાઈ સોસાની આગેવાનીમાં અત્રેના ડો. જીવરાજ મહેતા ચોક ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, ટીકુભાઈ વરૂ, તાલુકા પંચાયતના પ્રમુખ, નરેશભાઈ અકબરી, જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, દિનેશભાઈ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, તાલુકા પંચાયતના સદસ્‍ય ભરતભાઈ હપાણી તથા કોંગ્રેસના આગેવાન કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.


માતા-પિતાની ચુંગાલમાં રહેલ પરિણીતાને 181 અભયમ્‌ ટીમે પુરતી મદદ કરી

અમરેલી, તા. ર8

બાબરા તાલુકાના કરીયાણા ગામ નજીક એક મંદિર છે. ત્‍યાંથી નજીક રસ્‍તા પરથી એક બહેનનો વહેલી સવારના 181માં ફોન આવેલ. માતા-પિતાએ માર મારેલ છે તેથી ઘરેથી નીકળી ગયેલ છું મારી જાન જોખમમાં છે. તેથી તુરત જ 181ની ટીમ કાઉન્‍સેલર પરમાર કિનાબેન, ડબલ્‍યુપીસી દયાબેન જસાણી અને પાયલોટ દિવ્‍યેશભાઈ ઘટના સ્‍થળે પહોંચી ગયા.

કાઉન્‍સેલર પરમાર કિનાબહેન ઘ્‍વારા આ બહેનની સાથે કાઉન્‍સેલીંગ કરતા જાણવા મળેલ કે તેઓ પંદરેક દિવસથી પિયરમાં આવેલ છે. તેમનું સાસરૂ જસદણ તાલુકાનું કોલકા ગામ છે. લગ્નને બે વર્ષ થયા છે પરંતુ ત્‍યાં સાસુ-સસરા અને નણંદ ઘ્‍વારા ત્રાસથી પતિએ થોડા દિવસ પિયર રોકાવા માટે મોકલેલ. બન્‍ને પતિ-પત્‍નીકે કોઈ જ તકલીફ કે કોઈ પ્રશ્‍નનથી. હવે પતિના ઘરે જતું રહેવું છે. બન્‍ને પતિ-પત્‍ની લગ્ન જીવન સારી રીતે જીવે છે અને અલગ રહે છે પરંતુ આ બહેનના માતા-પિતા બહેનને સાસરીમાં જવા કે પતિ સાથે બોલવા કે પતિના ઘરે જવાની ના પાડે છે. આ બાબતે આ બહેનને માતા-પિતા ઘ્‍વારા માર મારવામાં આવેલો અને આ મુંઢમારથી તેમના શરીરને તકલીફ થઈ છે. બહેનને પોતાની જાન જોખમમાં લાગતા અને માતા-પિતાના ઘરે નથી રહેવું પતિનાં ઘરે જવું છે. તેથી 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનથી બહેનને જોઈતી મદદ પુરી પાડવામાં આવેલ છે. જેમાં આ બહેનને બાબરા પોલીસ સ્‍ટેશનમાં લઈ જઈ જાણ કરવામાં આવેલ. આ બહેનના માતા-પિતા કોઈપણ જાતની ફરિયાદ લઈને આવે તો આ બહેનને 181ની મદદ લીધેલી છે તે બાબતે જાણ કરવામાં આવે. ત્‍યારબાદ આ બહેનને સારવાર માટે અને પતિ સુધી સમાચાર પહોંચાડવા અમરેલી સિવીલ હોસ્‍પિટલ લાવવામાં આવેલ. ત્‍યાં ભભસખીભભ વન સ્‍ટોપ સેન્‍ટરમાં મુકવામાં આવેલા છે. જયાં તેમને તબીબી સારવાર અને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા, કાયદાકીય માહિતી અને મદદ 181 અભયમ ઘ્‍વારા આપવામાં આવેલ છે.

આમ પિયરમાં માતા-પિતાથી જાન જોખમમાં લાગતા બહેનને બચાવી તબીબી સારવાર અને આશ્રયની મદદ આપી પતિ સુધી સહી સલામત પહોંચાડવાની 181 અભયમ અમરેલી ટીમે જહેમત લીધીહતી.


“અમરેલીએકસપ્રેસ”માં અહેવાલ બાદ અમરેલી-કુંકાવાવ માર્ગ પર રીપેરીંગ શરૂ

ધારાસભ્‍ય કે સાંસદ કક્ષાનાં નેતાનાં કામની જવાબદારી મીડિયાજગતે નિભાવી

અમરેલી, તા. ર8

કુંકાવાવથી અમરેલી જવાનો મુખ્‍ય માર્ગ અતિ બિસ્‍માર હાલતમાં હોય જેનો અહેવાલ અમરેલી એકસપ્રેસમાં પ્રસિઘ્‍ધ થતાં તંત્ર ઘ્‍વારા કામ ચલાઉ રાહત મળે તે માટે મસમોટા ખાડા હતા તેને બુરવાનું કામ ચાલું કરવામાં આવતા હાલમાં વાહન ચાલકોને થોડી રાહત     મળશે. જયારે હવે આ મંજુર થયેલ રોડ નવો બનાવવા માટે કયારે મુહુરત આવશે તે જોવું રહૃાું. ત્‍યારે ફરીવાર થીંગડાથી તંત્ર સંતોષ માનીને લોકોની મુશ્‍કેલી દુર કરી હોય તેમ રાહતનો શ્‍વાસ લઈને નવો બનાવવાનું ભુલી જવાઈ છે. ત્‍યારે થોડા સમયમાં ફરી આ રોડ પર ખાડા પડશે તે ચોકકસ છે.


અમરેલીની વિદ્યાસભા શાળામાં ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી

ડો.જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ આર્ટસ તેમજ સાયન્‍સ વિભાગના સંયુકત ઉપક્રમે આજરોજ તા.ર7 ફેબ્રુઆરી ર019ને બુધવારના રોજ ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને ફુલહાર તેમજ દિપપ્રાગટ્‍ય દ્વારાસંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ સર તેમજ તમામ શાળાઓના પ્રિન્‍સીપાલો શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહી શ્રઘ્‍ધાંજલિ આપેલ હતી. જેમાં ચંદ્રશેખર આઝાદનું સંપૂર્ણ જીવન દેશ માટે ન્‍યૌછાવર કરેલહોવાથી તેમજ જીવન તેમજ દેશ માટેના વિચારોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત કોલેજ ચોકમાં આવેલ શહિદોને સૂતરની આંટી પહેરાવી સંસ્‍થા પરિવાર દ્વારા શ્રઘ્‍ધાંજલિ આપી હતી.


અમરેલી ખાતે સંવાદની કાવ્‍યગોષ્ઠિ બેઠક મળી

અમરેલી ખાતે ઓરોમા કલા મંદિરના સભાખંડમાં તા.ર4/રને રવિવારના રોજ અમરેલીની જાણીતી સાહિત્‍ય સંસ્‍થા ભભસંવાદભભની કાવ્‍ય સાહિત્‍ય ગોષ્ઠિ બેઠક કવિ હર્ષદ ચંદારાણાની વિશેષ ઉપસ્‍થિતિ અને પ્રતાપભાઈ પંડયાની શુભેચ્‍છાથી મળી હતી. આ બેઠકમાં અતિથિ કવિ તરીકે રાજકોટથી પ્રસિઘ્‍ધ કવિ દંપતિ દીપક ત્રિવેદી અને હર્ષિદા ત્રિવેદી તેમજ જામનગરથી ડો. સતિષચંદ્ર વ્‍યાસ ઉપસ્‍થિત રહયા હતા. પ્રારંભે સંવાદના સંયોજક પરેશ મહેતાએ સૌને આવકારી કવિ પરિચય કરાવ્‍યો હતો. ચલાલાના લોકગાયક વિપુલ ભટ્ટીની પ્રાર્થના બાદ મહેમાન કવિઓનું શાલ-પુસ્‍તક અર્પણ કરી સંવાદ વતિ ડો. વિનોદ રાવળ, સ્‍વાતિબેન જોષી, નવિન જોષીએ સન્‍માન કર્યું હતું. કાવ્‍યપાઠ-ચર્ચા આસ્‍વાદમાં કવિઓહર્ષદ ચંદારાણા, દીપક ત્રિવેદી, ડો. સતિશચંદ્ર વ્‍યાસ, હર્ષિદા ત્રિવેદી, કાલિન્‍દી પરીખ, દિલીપ વ્‍યાસ, ડો. વિનોદ રાવળ, નવીન જોષી, દુર્ગાબેન જોષી, દિવ્‍યા સોજીત્રા, બાલકિશન જોગી, અમિત ભાડલીયા, ધર્મેશ ઉનાગર, પંકજ ચૌહાણ, પ્રકાશ મકવાણા, મુકેશ જોગી, કનવર સહિતનાએ ભાગ લીધો હતો. સૌને કાવ્‍યરસમાં તરબોળ કરી દીધા હતા. બેઠકનું સંચાલન પરેશ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું. બેઠકમાં ડો. પ્રતાપભાઈ પંડયા અને કવિ ઉમેશ જોષીનો શુભેચ્‍છા સંદેશ પ્રાપ્‍ત થયો હતો. આ તકે ભાવકો કિશોરભાઈ દવે ધારી, પંકજભાઈ જોષી, રાજુભાઈ માંડાણી, શીલાબેન મહેતા, કલ્‍પનાબેન ઠાકર, અશ્‍વિન ઠાકર, કમલેશ ભટ્ટી, સૂર્યકાંતભાઈ પાઠક સહિતના બહોળી સંખ્‍યામાં હાજર રહી કાવ્‍ય ગોષ્ઠિને માણી હતી. રિફ્રેશમેન્‍ટની વ્‍યવસ્‍થા અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવારના સૌજન્‍યથી કરવામાં આવી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સોની જયંતિલાલ ભોવાનભાઈ સિમેજીયા (મેવાસાવાળા) (ઉ.વ.90)નું તા.ર8/રને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, વિનયકુમાર, વિજયભાઈના પિતાજી થાય છે. તેમની સાદડી તા.1/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલાનિવાસી દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષીના જમાઈ હરેશકુમાર કાંતિલાલ ભટ્ટ (ઉ.વ.પ3)નું સુરત મુકામે તા.ર7/રના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભરતભાઈ, હસુભાઈ, બકુલાબેન (વેરાવળ)ના બનેવી થાય છે. તેમનું બેસણું તા.ર/3ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન ગિરિરાજ એપાર્ટમેન્‍ટ જયશ્રી કોટીઝ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

લીલીયા : ગોઢાવદર નિવાસી સ્‍વ. વિનુભાઈ ભુરાભાઈ ગજેરા (ઉ.વ. 6ર)નું તા. ર6/ર/ર019 મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે કાળુભાઈ ગજેરા (સહકારી મંડળીનાં પ્રમુખ), મનુભાઈ ગજેરા, ધીરૂભાઈનાં ભાઈ થાય તેમજ ભાવેશભાઈનાં પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) તા.9/3/ર019ને શનિવારનાં રોજ ગોઢાવદર મુકામે રાખેલ છે.

સાવરકુંડલા : હરેશકુમાર કાંતીલાલ ભટ્ટ, (ઉ.વ.પ3, સુરત) તે દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષી (સા.કુંડલા)ના જમાઈ તેમજ ભરતભાઈ, હસુભાઈ તથા બઠુલાબેન (વેરાવળ)ના બનેવીનું તા.ર7/ર ના રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલું છે. તેમનું બેસણું પિયરપક્ષ તરફથી સા.કુંડલા મુકામે તા.ર/3, શનિવારના  સાંજે 4 થી 6 તેમના નિવાસસ્‍થાને ભગીરીરાજ એપાર્ટમેન્‍ટ પાછળ, જયશ્રી સીનેમા, રઘુવંશી પરા, રામજી મંદીર પાસે ભભગાયત્રી આશીષભભ સાવરકુંડલાએ રાખેલછે.


01-03-2019