Main Menu

March, 2019

 

પ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ

તીર્થધામ સારંગપુરમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંપ્રદાયના આઘ્‍યાત્‍મિક વડા પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. કાર્યક્રમની ચરમસીમા એટલે કે ર1/3/ર019 નેગુરુવારના રોજ ઉજવાનાર ભવ્‍ય ફૂલદોલ ઉત્‍સવમાં પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ ફૂલોકી હોલીનો લાભ આપવા પધારશે. આ ઉત્‍સવને સફળ બનાવવા 10000 જેટલા સ્‍વયંસેવકો માટે ગઈ કાલે સાંજે વિરાટ સ્‍વયંસેવક સભા અને પુષ્‍પદોલોત્‍સવનું આયોજન થયું હતું. જેમાં સેવાના આદર્શ-સત્‍પુરુષએ વિષય ઉપર રજૂઆત થઈ હતી સેવા કરવાની સર્વોચ્‍ચ આદર્શ રીતે પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજ અને પ.પૂ.મહંતસ્‍વામી મહારાજના જીવનના બનેલા પ્રસંગો ર્ેારા વર્ણવવામાં આવી હતી. તેઓના જીવનપ્રસંગો ઉપર સંસ્‍થાનાં વર્િેાન સંત પૂ. આદર્શ જીવન સ્‍વામી, પૂ. ઘનશ્‍યામચરણ સ્‍વામી, પૂ. વિવેકસાગર સ્‍વામી, પૂ. ત્‍યાગવલ્‍લભ સ્‍વામી, પૂ. ડોકટર સ્‍વામીએ પુષ્‍ટિ આપી હતી. સભામાં ઉપસ્‍થિત સર્વે સ્‍વયંસેવકો આ રજૂઆતથી ભાવવિભોર બન્‍યા હતા. આ રજૂઆતથી સર્વ સ્‍વયંસેવકોને પોતાના જીવનમાં સેવાનો વિશિષ્‍ટ મહિમા દ્રઢ થયો હતો. કાર્યક્રમના અંત ભાગમાં પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ સ્‍વયંસેવકોની સેવા બદલ આભાર માન્‍યો હતો અને સર્વેને આશીર્વાદ આપી લાભાન્‍વિત કર્યા હતા. તેઓએ ફૂલોકી હોલી ર્ેારા પ્રથમ ઠાકોરજી પર પુષ્‍પ વૃષ્‍ટિ કરી હતી ત્‍યારબાદ સર્વ સ્‍વયંસેવકો પર પુષ્‍પ અને ગુલાલની વૃષ્‍ટિ ર્ેારા પુષ્‍પદોલોત્‍સવનું અને સમીપ દર્શનનું સુખ આપ્‍યું હતું. બી.એ.પી.એસ. સંસ્‍થા પાસે આવા પ0 હજાર સ્‍વયંસેવકોનો વિશાળવૃંદ છે. જે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની આજ્ઞાથીરહમેશ સંસ્‍થા તેમજ સમાજના હિતકાર્યો માટે સદા તત્‍પર રહે છે. તેમાંથી હાલ આ ઉત્‍સવમાં વિવિધ સેવાઓ આપવા માટે 10 હજારથી વધુ સ્‍વયંસેવકો પધાર્યા છે. આ સ્‍વયંસેવકોમાં અમેરીકા, ઈંગ્‍લેન્‍ડ, આફ્રિકા, ઓસ્‍ટ્રેલીયા વગેરે દેશોમાંથી પણ આવેલ છે. આમાંથી ઘણા બધા તો અત્‍યંત ઉચ્‍ચ આર્થિક અને સામાજિક પરિસ્‍થિતિ ધરાવતા હોવા છતાં અહીં સામાન્‍ય સેવા કરી રહૃાાં છે. આવતી કાલે પ્રમુખસ્‍વામી વિદ્યામંદિરની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં ફૂલદોલ ઉત્‍સવની મુખ્‍ય સભા થશે જેમાં પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ પધારી આવનારા હજારો સંતો ભકતોને પુષ્‍પદોલોત્‍સવથી લાભાન્‍વિત કરશે.


અકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા

રૂા. 7380ની મત્તા કબ્‍જે લઈ ધોરણસર કાર્યવાહી શરૂ

અમરેલી, તા. ર0,

લાઠી તાલુકાના અકાળા ગામે આજે સવારે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી લાઠી પોલીસને મળતા દરોડો કરી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા લાઠી ગામના ઈમરાભાઈ સીદુભાઈ ગાગદાણી, સજાદ સાહીલભાઈ સેતા, નિસાર ઉર્ફે ટીણો ઉસ્‍માનભાઈ સેતા, જસ્‍મીન મધુભાઈ ભટ્ટ, અતુલ નંદાભાઈ ઓગણીયા તથા ભીંગરાડ ગામે રહેતા કાળુભાઈ ઉકાભાઈ રંગપરા તથા ઉસ્‍માનભાઈ ઈસ્‍માઈલભાઈ સેતાને રંગે હાથે ઝડપી લઈ રોકડ રકમ રૂા. 7380ની મતા પણ કબ્‍જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી

અમરેલી જિલલામાં હનીટ્રેપ ગોઠવી નકલી પોલીસનુ કારસ્‍તાન

બાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી

એક યુવતી, એક મહિલા અને અન્‍ય પાંચ વ્‍યકિતઓનું કારસ્‍તાન

બાબરા, તા. ર0

બાબરાનાં બસ સ્‍ટેન્‍ડ ખાતે થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવીને એક યુવતી, એક મહિલા સહિત અન્‍ય પાંચ શખ્‍સોએ રૂપિયા 1.90 લાખ પડાવી લીધાની ફરિયાદ સ્‍થાનિક પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વિગત એવા પ્રકારની છે કે, થાનગઢ ખાતે રહેતાં કેયુર ગોપાલભાઈ લબકામણા નામનાં યુવક પાસેથી દિવ્‍ય પટેલ નામની યુવતી એક અજાણી મહિલા અને ર0થી રપ વર્ષનાં પાંચ યુવકોએ રૂપિયા 1.90 લાખ ખંખેરી લીધાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ પૂર્વ ગુન્‍હાહીત કાવત્રુ રચી આ કામના ફરિયાદીને દિવ્‍યાપટેલ નામની છોકરીએ તેના મોબાઈલ નં. 9687પ 46133 નંબરથી ફરિયાદીના મોબાઈલ નં. 84609 3000પ ઉપર ફોન કરી વાતચીત કરી ફરિયાદીને પ્રેમ પ્રકરણ જાળમાં ફસાવી ફ્રેન્‍ડશીપની લાલચ આપી બાબરા બોલાવેલ. તેની સાથે એક સ્‍ત્રી બહેન સાથે ફરિયાદી પોતાની કાર એસન્‍ટ લઈ આવતા બાબરા બસ સ્‍ટેન્‍ડે મુલાકાત કરી ફરિયાદની કારમાં બન્‍ને બેસી જઈ વાતચીત કરી સ્‍વામીના ગઢડા દર્શનનું બહાનું બતાવી રાજકોટ રોડ ઉપર ચરખા પાસે કાર પહોંચતા બે મોટર સાયકલમાં કુલ પાંચ અજાણ્‍યા વ્‍યકિતઓએ કારને રોકી લીધેલ અને જેઓએ પોલીસની ખોટી ઓળખાણ આપી કારમાં દારૂ હોવાની શંકાથી ચેક કરેલ. જે પાંચેય વ્‍યકિતઓ રપથી 30ની ઉંમરના અજાણ્‍યા બે મોટર સાયકલમાં આવેલ હોય તેઓએ કારમાં છોકરીને કેમ બેસાડેલ છે ? તે અંગેનું બહાનું કાઢી પોલીસ કેસ કરવાની ધાક ધમકી આપી ખોટુ ફસાવુ ન હોય તો રૂપિયા સાડા ત્રણ લાખની માંગણી કરેલ. જે ફરિયાદીની પાસેના રોકડા રૂપિયા દોઢ લાખ કઢાવી લઈ લીધેલ અને ફરિયાદીને એક લાફો મારી ગાળો આપી બળજબરીથી કારમાં બેસાડી દઈ આરોપી પૈકીના વ્‍યકિતએ કાર ચલાવી અપહરણ કરી લઈ ગયેલ. રસ્‍તામાં વધુ પૈસા માટે ફરિયાદીનાં પિતાને ફોન કરાવી રૂપિયા 40 હજારનું આંગડયું જસદણ વી.એમ. પટેલમાં મંગાવી લઈ લીધેલ. એમ કુલરૂપિયા 1,90,000 ઉપરોકત દિવ્‍યા પટેલ તેની સાથેની બહેન અને અજાણ્‍યા પાંચેય ઈસમોએ ખોટી ધાક ધમકી તેમજ બળજબરીથી રોકડ રૂપિયા લઈ આ અંગે કોઈ પોલીસ કે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જસદણ મુકામે છોડી દીધેલ હોવાની ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ છે.


ધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી

રાજુલા ગામે બન્‍યો બનાવ

ધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી

સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી

અમરેલી, તા. ર0

રાજુલા ગામે રહેતી અને ધો.10માં અભ્‍યાસ કરતી તરૂણીને મંગળવારનાં રોજ ધો.10ની પરીક્ષા હોય, ગઈકાલે લેવાયેલ ધો.10ની પરીક્ષાનું પેપર સારૂ નહી જતાં આ તરૂણીને લાગી આવતાં પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.


મહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

જાનૈયાઓ પણ આરોપી બનતા ચકચાર

મહુવા, તા. ર0

મહુવામાં તાજેતરમાં થયેલા બાળ લગ્નનાં એક કિસ્‍સામાં થયેલા વર અને વધુનાં માતા-પિતા તો ઠીક પરંતુ જાનૈયાઓ પણ પોલીસ ચોપડે આરોપી બન્‍યા છે. જેના પગલે ભારે ચકચાર મચી જવા પામેલ. જિલ્‍લા સમાજ સુરક્ષા વિભાગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આબનાવની ઉપલબ્‍ધ વિગતો મહુવામાં રહેતા એક પરિવારની દિકરીનાં તા.8/ર/19ના રોજ મહુવાનાં એક યુવાન સાથે સમાજનાં રીતિ રિવાજ અનુસાર લગ્ન હોવાનું ઘ્‍યાન પર આવતા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી સહિતનાં સ્‍ટાફે તપાસ ધરાતા પુરાવા મળતા સગીરા હોવાનું જણાય આવતા એસ.ડી.ઓ.,બી. જે. જોષીએ સગીરાનાં માતા-પિતા યુવકના માતા લગ્નમાં હાજર રહેનાર સામે બાળલગ્ન પ્રતિબંધીત ર006ની કલમ 10,11(1) 1ર મુજબની ફરિયાદ દાખલ ચાર આરોપી પ્રવિણભાઈ જેન્‍તીભાઈ વેગડ, રેખાબેન આતુભાઈ બારૈયા, વલ્‍લભ આતુભાઈ બારૈયા સામે ગુન્‍હો દાખલ કરેલ છે.


લ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ

ધારી ઉપસરપંચની જાગૃતતા કામ કરી ગઈ

લ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ

સ્‍થાનિક પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી

ધારી, તા.ર0

ધારીના સ્‍મશાનની કમ્‍પાઉન્‍ડ વોલ ઓળંગી મૃતદેહના ચૂલા અને પડતર ભંગારનો કોથળો લોખંડ ભરી નાઠી રહેલી ચોરનીને નદીમાં ઉતરતા ઉપસરપંચ દેખી જતા આ મતલબની જાણ પોલીસને કરવામાં આવી છે. જેને લઈ પોલીસે દેવીપૂજક મહિલાની ધરપકડ કરી મુદામાલ પણ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ધારીના સ્‍મશાને મૃતદેહની અંત્‍યેષ્‍ટિ માટે ગોઠવવામાં આવેલા બીડના લોખંડના ચૂલા પરથી કાયમી લોખંડ ઉસેડી ચોરી જવાની ઘટના સામાન્‍ય રીતે બન્‍યા કરે છે. આવા ટાણે સ્‍મશાનની કમ્‍પાઉન્‍ડ વોલ ઓળંગી મોટું બારદાન ભરી પલાયન થઈ રહેલી એક ચોરની સ્‍મશાને રિનોવેશન કામગીરી જોવા ગયેલા ઉપસરપંચ જિજ્ઞેશગીરી ગોસાઈને નજરે ચઢી ગયેલ. સ્‍મશાન પરિસરમાં દોટ મૂકવા છતાં નદીમાં ઉતરી ચોરની ઓગળી ગઈહતી. ઉપસરપંચે આ મતલબની જાણ તુરંત સરપંચ જીતુભાઈ જોશીને કરતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને આ મુદે હરકતમાં આવેલ પોલીસે ગાંધીબ્રીજ વાળી નદીના પટમાં રહેતી ચંદ્રી બીરજુ દેવીપૂજક મહિલાની મુદામાલ સાથે તેના ઝોકમાંથી જ અટકાયત કરી ઉઠાવી લઈ આગવી ઢબે સરભરા પણ કરી હતી. રિનોવેશન કાર્ય પાર પાડી રહેલા પંકજ જૈનને મહિલા પાસેથી બરામત થયેલ ભંગાર સહિતની ચીજવસ્‍તુનું પોલીસે નિદર્શન કરાવતા પંકજ જૈને વસ્‍તુઓ ઓળખી દેખાડી હતી. આ મુદે સરપંચ દ્વારા પોલીસને લેખિત પાઠવી અગાઉ કાયમ માટે થયેલ ચોરીનો ઉકેલ લાવવા તથા આ મહિલા દ્વારા કોને કેટલી વાર માલ વહેંચ્‍યો છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તથા કુલ કેટલી વાર સ્‍મશાનમાં પ્રવેશી ચોરી કરેલ છે તે ઓકાવવામાં આવે તેવી માંગણી કરી છે.


વડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત

વડીયા, તા.ર0

વડીયાના સુરગપુરા વિસ્‍તારમાં રહેતા હેત ભુપતભાઈ હીરપરા (ઉ.વ.7)ને થોડા દિવસો પહેલા અચાનક તબિયત બગડતા તેના પિતા હેતને વડીયા સિવિલ હોસ્‍પિટલમાં લઈ ગયેલ. ત્‍યારે તેના ચિન્‍હો જોઈને ફરજ પરના ડો. ગજેરા તેના પિતા ભુપતભાઈ હીરપરાને જણાવેલ કે તમારા પુત્રને જી.બી.એસ. વાયરલ નામનો રોગ હોય તેવું મને લાગી રહયું છે. (જી.બી.એસ.) એટલે ગુલ બેરીંગ સિન્‍ડ્રોમ આખુ નામ છે. જે બહુ જ ઓછા લોકોને થાય છે. અને આ રોગ ગુજરાતમાં લગભગ હોય જ નહીં. જયારે ડોકટર ગજેરાએ જણાવેલ કે આ કેસને તાત્‍કાલિક અસરથી સારવાર માટે રાજકોટ અથવા અમદાવાદ ખસેડવો પડશે ત્‍યારે તેના પિતા તેને પ્રથમ જેતપુર બાદમાં રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરમાં પોતાના પુત્ર હેતને સારવારમાં ખસેડાયો પરંતુ પિતાની તમામ મહેનત એળે જતા અંતે હેતનું મોતથતા વડીયા શહેરમાં હાહાકાર મચી ગયો હતો. જયારે હેત વડીયાની એમ.એ. ચોટાઈ સ્‍કૂલમાં ધોરણ-ર માં અભ્‍યાસ કરતો. આ તકે સ્‍કૂલમાં શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી એક દિવસની રજા જાહેર કરવામાં આવેલ હતી. જોકે જી.બી.એસ. વાયરલના રોગથી વડીયા પંથકમાં લોકોમાં ચિંતા જેવો માહોલ સર્જાયો છે.


જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ

આનંદો : અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની પાકવીમાની રકમ મંજુર

જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાંથી ધિરાણ મેળવનાર ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમજમા થઈ રકમ

31 માર્ચ સુધીમાં ધિરાણ ખાતામાં રકમ ભરવાની મુદ્‌તમાં 3 મહિનાનો વધારો કરાયો

બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં નિર્ણયથી જિલ્‍લાભરનાં ખેડૂતો ખુશખુશાલ

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનાં બોર્ડ ઓફ ડીરેકટર્સની આજે મળેલ બેઠકમાં ખેડૂતોનાં હિતમાં ઈતિહાસિક નિર્ણયો કર્યા હતા. આ ઉપરાંત સને ર018-19નાં વર્ષનો એટલે કે ચાલું વર્ષનો મગફળીનાં પાકનો પાકવીમો પણ ખેડૂતનાં ખાતામાં જમા કરાવી દેતા ખેડૂત સમાજને માર્ચના અંતમાં બેન્‍કના પૈસા ભરવા માટે થઈ રાહત મળી છે. આ ઉપરાંત બેન્‍ક ઘ્‍વારા 31 માર્ચ સુધીમાં ધીરાણ ખાતામાં રકમ ભરપાઈ કરવાની જે મુદત હતી તેમાં પણ 3 માસ સુધીનો વધારાનો સમય આપવા પણ બેન્‍કના બોર્ડ ઓફ ડીરેકટર્સ ઘ્‍વારા ઠરાવવામાં આવતાં ખેડૂતો માટે થઈ દિવાળી જેવો દિવસ મનાઈ રહૃાો છે.

આ અંગે માહિતી આપતા જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું કે, 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલ ધીરાણ ભરપાઈ કરવી પડતી હતી જેનાં કારણે ખેડૂતોને બહારથી અથવા તો ખાનગી પાર્ટી પાસેથી ઉંચા વ્‍યાજે પૈસા લેવા પડતાં હોય તે ખેડૂતો માટેમુશ્‍કેલીઓ સમાન હતી તે મુશ્‍કેલીનો અંત લાવવા હવે 30 જૂન સુધીની મુદતમાં ભરપાઈ કરવા માટે બેન્‍કે ઠરાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક મારફત પ્રિમીયમ ભરાયેલા ખેડૂતોનાં મંજુર થયેલ ખરીફ સને ર018-19નાં વર્ષના એટલે કે ચાલું વર્ષનાં મગફળીનાં પાકવીમા કલેઈમની રકમ રૂા. 147 કરોડ સરકારમાંથી આવી જતાં આ તમામ રકમ ખેડૂતનાં ખાતામાં જમા કરાવી દેવામાં આવી હોવાનું પણ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું.

કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા પશુપાલન અને મત્‍સ્‍ય ઉદ્યોગને પણ કેસીસી પ્રમાણે ગણવા માટે નિર્ણય કરતાં આ વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકોને હવે બેન્‍ક ઘ્‍વારા શૂન્‍ય ટકાનાં દરે ધીરાણ આપવા માટે બેન્‍કનાં બોર્ડે નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત કેન્‍દ્રની સરકાર ઘ્‍વારા બજેટમાં કરાયેલ નિર્ણય મુજબ કિસાન સન્‍માન યોજના તળે વાર્ષિક રૂા. 6 હજાર નાના અને સિમાંત ખેડૂતોને ત્રણ હપ્‍તે આપવાની યોજના અમલમાં મુકી છે. તે પ્રમાણે અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક મારફત રૂા. ર હજારનો પ્રથમ હપ્‍તો ખેડૂતોને જમા આપવામાં આવ્‍યો છે. જેમાં કુલ 17438 ખેડૂતોનાં રૂા. 3.49 કરોડ પણ ખેડૂતોને જમા આપી દેવામાં આવ્‍યા હતા તેમ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા શ્રમયોગી માનધન યોજના હેઠળ દર માસે રૂા.100નું પ્રિમીયમ ભરનાર ખેતમજુર અને શ્રમજીવીઓ માટે પ્રતિમાસ રૂા. 3 હજાર પેન્‍શન આપવાની યોજના પણ શરૂ કરવા માટે બેન્‍કે નિર્ણય કર્યો છે.

આ બોર્ડ મિટીંગમાં અમર ડેરીનાં વીમા યોજના તળે ત્રંબોડા ગામનાં ચીમનભાઈનું અવસાન થતાં તેમના પત્‍નિ ચંપાબેનને વીમા યોજના તળે રૂા. ર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો.

તાજેતરમાં નાબોર્ડ તરફથી ગત તા. ર7 ફેબ્રુઆરીનાં રોજ મુખ્‍યમંત્રીનાં હસ્‍તે બેન્‍કને આપવામાં આવેલ એવોર્ડ સાથે બેન્‍ક કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ દરેકને રૂા. પ01નું રોકડ ઈનામ આપવામાં આવ્‍યું હતું. બેન્‍ક કર્મીઓને મળેલ રોકડ રકમ તમામ કર્મીઓએ મહિલા વિકાસ મંડળનાં ફંડમાં જમા કરાવી દઈ ઉદારતાં દાખવી હતી.


અમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી

હોલીકે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મે રંગ મિલ જાતે હૈ, ગીલે શિકવે ભુલકે દોસ્‍તો, દુશ્‍મનભી ગલે મિલ જાતે હૈ

અમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી

અસત્‍ય પર સત્‍યનાં વિજયની પ્રેરણા આપતાં પવિત્ર તહેવારની આસ્‍થાભેર ઉજવણી

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લામાં આજે મોડી સાંજે હોલિકા દહન કરાયા બાદ આવતીકાલે રંગોત્‍સવ એટલે કે ધૂળેટીની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવશે.

અમરેલી જિલ્‍લાના દરેક શહેરો અને ગામડાઓમાં છાણા, લાકડા ઉઘરાવીનેજાહેર ચોક, મેદાન કે નદી કિનારે સહિત ઠેક ઠેકાણે હોલિકા દહન કરવામાં આવ્‍યું હતું.

આવતીકાલે મંદિરોમાં પણ ઠાકોરજી રંગથી રમે એવા ભાવથી દર્શન યોજાશે. આમ, હોળી પર્વ માનવ જીવનને આનંદ ઉલ્‍લાસના રંગથી ભરી દે છે. સોશ્‍યલ મીડિયામાં પણ          હોળીની શુભેચ્‍છાઓની આપ-લે ભરપૂર થઈ રહી છે.


અમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો

અમરેલીની રૂપાયતન શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પારંપારિક ઘડતરમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. આ હેતુને ઘ્‍યાનમાં રાખીને સ્‍વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત એન.ડી. સંઘવી રૂપાયતન પ્રાથમિક શાળા (મણીનગર વિભાગ) તથા ડી.કે. કામદાર રૂપાયતન પ્રાથમિક શાળા (ચોરાપા વિભાગ)ના સંયુકત ઉપક્રમે ‘કિલ્‍લોલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તા.17/3ને રવિવારના રોજ સાંજના 6:30 કલાકે આયોજિત આકાર્યક્રમમાં બાળકોએ અભિનય ગીતો, દેશભકિત ગીતો, ગરબા વગેરે રજૂ કર્યા હતા. શાળાના વિશિષ્‍ટ પ્રતિભાશાળી બાળકોને મોમેન્‍ટો આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. ઉત્‍સાહપૂર્વક ઉજવાયેલા આ કાર્યક્રમમાં રવજીભાઈ કાચા, બોબીભાઈ રઈસ, ભારતીબેન ગોહિલ તથા વાલીઓ અને આમંત્રિતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આચાર્યા મિનાક્ષીબેન ઠાકર, સીમાબેન મહેતા, ભટ્ટીભાઈ તથા બન્‍ને વિભાગના શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.


રાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર

રાજુલા, તા. ર0

રાજુલા વિસ્‍તારનાં ધારાસભ્‍ય અંબરીશ ડેર અને તાલુકા પંચાયત અને જીલ્‍લા પંચાયતનાં સદસ્‍યો તથા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતનાં સદસ્‍યો તથા રાજુલા તાલુકાની સમગ્ર ટીમ ર્ેારા ચાલુ સાલે ગામડે-ગામડે અને ખેતરે-ખેતરે જઈને અને સાથે જે-તે અધિકારીઓને સાથે રાખીને રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાનાં ગામડાઓમાં ક્રોપ કટીંગનું એનાલીસ કરાવીને ખૂબ જ પ્રમાણમાં અંબરીશ ડેરના માર્ગદર્શન નીચે જહેમત ઉઠાવતા રાજુલા જાફરાબાદ ખાંભાના ખેડૂતોનાં પાક વિમાની સારી એવી રકમ મંજુર કરાવવામાં ખૂબ જ સફળતા મળેલ છે. છેલ્‍લા ર0 વર્ષમાં ન સાંભળી હોય અને છેલ્‍લા ત્રણ વર્ષમાં તો શૂન્‍ય પાકવિમો મંજૂર થયેલ હતો જેથીધારાસભ્‍ય ર્ેારા અને તેની સમગ્ર ટીમ ર્ેારા જહેમત ઉઠાવતા રાજુલા-જાફરાબાદ અને ખાંભાના ખેડૂતોને ચાલુ સાલે પાક વિમો મળવાની આશા બંધાયેલ છે. આમ, ખેડૂતોનો ફરજીયાત વિમો કપાતો હોવા છતાં જયારે પાક નિષ્‍ફળ જાય અથવા તો ઓછી ઉપજ આવે તેવા સમયે વિમા કંપનીઓ ર્ેારા ઠાગાઠૈયા કરવામાં આવતા તે અંબરીશભાઈ અને તેની ટીમની જહેમતના કારણે પાકવિમો સારો એવો મંજુર કરાવવામાં સફળતા સાંપડેલ છે. આ અંગે બિનસતાવાર રીતે મળતી માહિતી મુજબ રાજુલા જાફરાબાદ અને ખાંભાને નીચે મુજબ પાક વિમો મળે તેમ હોવાનું સુત્રો તરફથી જાણવા મળેલ છે. જેમાં રાજુલામાં 46.40 ટકા એટલે કે રૂા.17 કરોડ અને 3પ લાખ તથા જાફરાબાદને 4ર.07 ટકા એટલે કે રૂા.11 કરોડ અને 31 લાખ મંજુર થયેલ હોવાનું બિનસતવાર રીતે જાણવા મળેલ છે. આમ, રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકાઓમાં ધારાસભ્‍ય અંબરીશ ડેરની મહેનતને કારણે ખેડૂતોને આ સાલ પાક વિમો મળશે તેવુ ફલીત થાય છે.


સારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ

ફાગણ મહિનાના પવિત્ર તહેવાર હોળીનો સનાતન ધર્મમાં અનેરો મહિમાં છે. રંગ અને પ્રેમના આ ઉત્‍સવને સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ફુલદોલ કે પુષ્‍પદોલોત્‍સવ તરીકે ઓળખવમાં આવે છે. ભગવાન સ્‍વામિનારાયણે આજથી સવા બસો વર્ષે પુર્વ શરૂ કરેલ આ પુષ્‍પ દોલોત્‍સવને આજે પણ તેઓના અખંડ ધારક ગુણાતીત સત્‍પુરૂષ દ્વારા સારંગપુરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારંગપુરના આંગણે પુષ્‍પદોલોત્‍સવની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. વિશ્‍વના પાંચેય ખંડોથી હરિભકતોનો પ્રવાહ, સારંગપુર ભણી વળી રહયો છે. બી.એ.પી.એસ. સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામી મહારાજ પણ બે દિવસ પુર્વે સ્‍વયંસેવકોના ઉત્‍સાહમાં વધારો કરવા સારંગપુરમાં પધારી ચુકયા છે. તેઓના સાંનિઘ્‍યમાં સારંગપુર ખાતે નિત નવા કાર્યક્રમો થઈ રહયા છે. ગઈકાલે ફાગણી પુનમના પવિત્ર દિને વહેલી સવારે તેઓએ પુજાદર્શન અને આશીર્વચનનો લાભ આપ્‍યો હતો. ત્‍યારબાદ સવારે9 વાગે ભગતજી મહારાજ જન્‍મોત્‍સવની મુખ્‍ય સભા, સાંજે 4:30 વાગે મહંત સ્‍વામી મહારાજના દિવ્‍ય ગુણોને વર્ણવતી વિશિષ્‍ટ સભા અને રાત્રે 8:30 વાગ્‍યાથી સંગીતજ્ઞ સંતો – ભકતોએ કીર્તન આરાધના દ્વારા સભાને રંજન કરી દીધી હતી. આ મહોત્‍સવને સફળ બનાવવા હજારો સ્‍વયંસેવકો અને સંતો છેલ્‍લા ચાર અઠવાડિયાથી દિવસ રાત તનતોડ પરિશ્રમ કરી રહયા છે. બાંધકામ, ડેકોરેશન, રસોડું, ઈલેકિટ્રક – પાણી, સ્‍વછતા, મેડીકલ, સલામતી, પ્રેસ આદિ 30 વિવિધ સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. જેમાં 10 હજાર જેટલા ભાઈઓ-બહેનો સ્‍વયંસેવકરૂપે જોડાયા છે. મહોત્‍સવમાં પધારનાર દુરસુદૂરના હરિભકતોની સંપુર્ણ વ્‍યવસ્‍થા સચવાય તે માટે ઉતારા, ભોજન અને સલામતી વગેરેનું સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવ્‍યું છે. 10 લાખ ચોરસ ફુટ મેદાનમાં સભાવ્‍યવસ્‍થા અને 17 લાખ ચેરસ ફુટ મેદાનમાં વાહનોના પાર્કિંગનું માઈક્રો પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું છે. હરિભકતોના ભોજન પ્રસાદ માટે ગરમા ગરમ સ્‍વામિનારાયણ ખીચડી અને ખજુર – ધાણીના ફગવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભાવિકોના સ્‍વાસ્‍થ્‍યને લક્ષ્યમાં રાખી સુંદર મેડીકલ સુવિદ્યા અને ઈમરજન્‍સી સારવારની પણ ગોઠવણ કરાઈ છે. સૌને યોગ્‍ય માહિતી આપતા ઠેર-ઠેર પુછપરછ કેન્‍દ્રો પણ શરૂ છે. મહોત્‍સવના મુખ્‍ય આકર્ષરૂપ એવો 100 ફુટ લાંબો, 40 ફુટપહોળો ભવ્‍ય અને કલાત્‍મક સભામંચ રચવામાં આવ્‍યો છે. આ વર્ષે આ ઉત્‍સવની મુખ્‍ય વિશેષતા તો એ છે કે આ ઉત્‍સવ પાણીના ઉપયોગ વગર ઉજવવામાં આવશે. આ વર્ષે વરસાદની ખેંચને લઈને પાણીની અછત જણાતા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે મહોત્‍સવના આયોજકોને લોકહિતાર્થે પાણીની બચત કરવા માટે જણાવ્‍યું હતું. એટલે તેના વિકલ્‍પરૂપે ફુલો કી હોલી એટલે કે ભગવાનના પ્રસાદીભૂત ફુલોના છટકાંવ ઉપર તેઓએ મંજુરીની મહોર મારી હતી. માટે આ વર્ષે પધારનાર સંતો-ભકતોને પાણીથી નહી પણ પ્રસાદીભૂત પુષ્‍પ પાંખડીઓથી ભકિતભીના થવાનો લાભ મળશે. આજે ધુળેટીના દિવસે સારંગપુર મંદિરમં સવારે શાસ્‍ત્રોકત મહાપુજા થશે. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના નિત્‍યપુજા દર્શનનો લાભ મળશે. અને સાંજે પોણા પાંચ વાગ્‍યાથી મંદિર પરિસર પાસે આવેલ વિશાળ ફુલદોલ ગ્રાઉન્‍ડમાં પુષ્‍પદોલોત્‍સવનો અનેરો            લાભ મળશે.


ચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો

વડીયા, તા.ર0

વડીયા નજીક આવેલ અને જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામના સુરેશભાઈ નાથાભાઈ પાઘડાળ પટેલની વાડીમાં ખેત મજૂરી કામ કરતા હિતેશ નાથાભાઈ રાવત (ઉ.વ.30) મુળ મઘ્‍ય પ્રદેશનો આજે બપોરના સમયે વાડીએ કામ કરતા હતા ત્‍યારે અચાનક દીપડો આવીચડતા તેની પર હુમલો કરેલ. હિતેશભાઈને પેટના ભાગે બચકું ભરી બન્‍ને હાથમાં ઈજાઓ કરેલ. ત્‍યારે રાડારાડ કરતો મજૂરનો અવાજ   સાંભળી આસપાસના લોકો તાત્‍કાલિક પહોંચી ગયા અને લોકોને જોઈ દીપડો પણ ત્‍યાંથી ભાગી ગયેલ. બાદમાં મજૂરને તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે વડીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યો હતો.


21-03-2019


રાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા

પાંચ શખ્‍સો સામે લોકસભાની ચૂંટણીને લઈને પગલા લેવાયા

અમરેલી, તા.19

આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય જે અનુસંધાને ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને નિષ્‍પક્ષ અને ભયમુકત રીતે મતદાન થાય તે અંતર્ગત અમરેલી જિલ્‍લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાઆદેશાનુસાર કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્‍લાના માથાભારે ઈસમો અંગે કોમ્‍બીંગ કરવા અને તેમના વિરૂઘ્‍ધ અટકાયતી પગલાઓ લેવા તેમજ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્‍વયે ના.પો. અધિ. સાવરકુંડલા કે.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.એ. તુવર તથા મરીન પીપાવાવ પો.સ્‍ટે.ના પો. સબ. ઈન્‍સ. એસ.આર. શર્મા તથા રાજુલા/ મરીન પીવાવાવ પો. સ્‍ટે.ના સ્‍ટાફ દ્વારા આગામી ચૂંટણીમાં શાંતિમય વાતાવરણ રહે તે સારૂ રાજુલા વિસ્‍તારમાં રહેતા અને ગુન્‍હો કરવાની ટેવવાળા અને ભૂતપૂર્વ કોબ્રા ગેંગના ઈસમો તેમજ તેનો પૂર્વ ગુન્‍હાહિત ઈતિહાસ ધરાવતા (1) કનુભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે. જૂની બારપટોળી, તા. રાજુલા, જિ. અમરેલી (ર) ભોળાભાઈ આતાભાઈ વાઘ  રહે. જૂની બારપટોળી, તા. રાજુલા, જિ. અમરેલી (3) શિવાભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે. જૂની બારપટોળી, તા. રાજુલા, જિ. અમરેલી (4) હકાભાઈ નાજાભાઈ વાઘ રહે. જૂની     બારપટોળી, તા. રાજુલા, જિ. અમરેલી અને પ્રતાપભાઈ આતાભાઈ વાઘ રહે. જૂની બારપટોળી, તા. રાજુલા, જિ. અમરેલીની અટકાયત કરેલ છે. આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 શાંતિમય રીતે પૂર્ણ થાય તે સારૂ શાંતિ ડહોળવાના પ્રયત્‍ન કરવાવાળા અને ભૂતપૂર્વ ઈતિહાસ ધરાવતા ઉપરોકત ઈસમો (કોબ્રાગેંગ) વિરૂઘ્‍ધ આગોતરા અટકાયતી પગલા લઈ કાયદાનું ભાન કરાવેલ છે.


અમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો

અનેક દાવેદારોએ રાજીનામુ આપવા તૈયારી શરૂ કરી

અમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો

જોકે સત્તાવાર રીતે હજુ પણ પરેશ ધાનાણી, જેની ઠુંમર હોટ ફેવરીટ

અમરેલી, તા.19

અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ માટે થઈ મુશ્‍કેલીનો કોઈ અંત જ આવતો ન હોય, ગઈકાલે સાવરકુંડલા પંથકના કોંગ્રેસીઓએ રાજીનામા આપી દીધાની ઘટનાના હજુ પડઘા પણ શાંત પડયા નથી ત્‍યાં તો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતા ધારાસભ્‍ય પરેશ ધાનાણીના હોમ ગ્રાઉન્‍ડમાં અમરેલીની લોકસભા બેઠક માટે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશ કોટડીયાનું નામ નકકી થયાની માત્ર વાતો વહેતી થઈ છે ત્‍યાં તો અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસપક્ષનો ઉકળતો ચરૂ બહાર આવી ગયો છે. અને સુરેશ કોટડીયા સામે વિરોધ શરૂ થઈ ગયો છે. જો કે સતાવાર સુરેશ કોટડીયા ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી.

આગામી લોકસભાનીઅમરેલીની સીટ કોંગ્રેસ માટે જીતવી આસાન લાગી રહી છે. ત્‍યારે અમરેલી લોકસભાની બેઠક માટે પૂર્વ સાંસદ અને હાલના લાઠી- બાબરાના ધારાસભ્‍યના પુત્રી, જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, ધારી- બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં ધર્મપત્‍નિ કોકીલાબેન કાકડીયા, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત અને આ સુરેશ કોટડીયા દ્વારા લોકસભા માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી.

પરંતુ બીનસતાવાર મળતા અહેવાલ મુજબ સુરેશ કોટડીયાને લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નકકી થયા છે. ત્‍યારે જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષમાં બળવો થવાના એંધાણ જોવા મળી રહયા છે.

જો સુરેશ કોટડીયા ઉપર લોકસભાના ઉમેદવારનો કળશ ઢોળાશે તો જિલ્‍લાના પ પૈકી ત્રણેક ધારાસભ્‍યો બળવો કરી શકે તેવી સ્‍થિતિનું હાલ નિર્માણ થવા પામ્‍યું છે.

સુરેશ કોટડીયાના નામથી ઉકળી ઉઠેલા એક ધારાસભ્‍ય પોતાના હોદા ઉપરથી રાજીનામુ આપી દેવાની પણ ચીમકી આપી રહયા છે. જો કે આવા ધારાસભ્‍યો આ વાતને સમર્થન આપતા નથી કે ખુલ્‍લા આવવા માંગતા ન હોય, અંદરખાને કાર્યકરો સાથે ગુપ્‍ત બેઠકો પણ ગોઠવી રહયા છે.

હજુ તો કોંગ્રેસ પોતાના કાર્યકરોનો રોષ શાંત કરી શકયા નથી ત્‍યાં આગામી લોકસભાની ચૂંટણી માટે થઈ ટિકિટને લઈ જિલ્‍લા કોંગ્રેસમાં બળવો થવાની શકયતાઓનિવારી શકાય તેમ નથી.


અમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી

ધો. 10-1રની બોર્ડની પરીક્ષા દરમિયાન

અમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી

ધો. 10-1રમાં કુલ 930 વિદ્યાર્થીઓ પરીક્ષમાં ગેરહાજર રહૃાાં

અમરેલી, તા. 19

ધો. 10ની પરીક્ષાઓની આજે પૂર્ણાહુતી થતાં પરીક્ષાના અંતિમ દિવસે આજે અમરેલી શહેરમાં આવેલ ર સ્‍કૂલમાં કુલ 3 જેટલા કોપીકેસ નોંધાયા હતા.

ધો. 10ની પરીક્ષાનાં હિન્‍દી વિષયમાં કુલ 434પ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ર0પ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 4180 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે સંસ્‍કૃતિ વિષયમાં કુલ નોંધાયેલા ર34ર0 વિદ્યાર્થીઓ પૈકી 634 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં રર786 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જયારે ધો. 1રમાં કોમ્‍પ્‍યુટર વિષયની પરીક્ષામાં કુલ 3પ3પ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પ7 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહૃાા હતા. જયારેચિત્રકામ વિષયમાં કુલ 103પ વિદ્યાર્થીઓ પૈકી 1001 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં કુલ 34 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા. આમ ધો. 10 અને ધો. 1રની પરીક્ષામાં કુલ નોંધાયેલા 3ર37પ પૈકી 930 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 3144પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


અમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે

અધિકારીઓ અને પદાધિકારીઓ માર્ગની સમસ્‍યા ભુલી ગયા

અમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથી

આગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે

પાલિકાનાં નિંભર શાસકોનું લશ્‍કર કયા લડે છે તેની કોઈને ખબર પડતી નથી

અમરેલી, તા. 19

અમરેલીનાં રાજકીય પક્ષોને લોસકભાની ચૂંટણી નજીકમાં હોવા છતાં કોઈ શહેરનાં બિસ્‍માર માર્ગો બનાવવાની કોઈ ઉતાવળ નથી અને અધિકારીઓ પણ ચૂંટણીકાર્યનાં નામે માર્ગો કયારે બનશે, કેવી રીતે બનશે તેનો કોઈ ખુલાશો પણ કરતાં ન હોય શહેરીજનોમાં વ્‍યાપક નારાજગીનો માહોલ જોવા મળી          રહૃાો છે.

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીની ગટર, બીએસએનએલ, પીજીવીસીએલ, ગેસ પાઈપલાઈનની કામગીરીને લીધે મોટાભાગનાં માર્ગો બિસ્‍માર બની ગયા છે. બિસ્‍માર માર્ગને લઈને શહેરબંધનું પણ એલાન અપાયું, આવેદનપત્ર પણ કલેકટર સમક્ષ રજુ થયા અને હવે કોઈ બિસ્‍માર માર્ગ કયારે બનશે તે પુછતુંનથી ને પાલિકાના શાસકો પણ મગનું નામ મરી પાડતા નથી.

લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેવો સમય બાકી હોવા છતાં પણ પદાધિકારીઓ અને અધિકારીઓ માર્ગની સમસ્‍યાને ભુલીને ચૂંટણી કાર્યમાં વ્‍યસ્‍ત બનતાં શહેરીજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.


સાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે

અમરેલી, તા.19

આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 ન્‍યાયિક અને ભયમુકત વતાવરણમાં યોજાય તે અન્‍વયે ભાવનગર રેન્‍જના નવ નિયુકત નાયબ પોલીસ મહાનિરીક્ષકઅશોક કુમાર આઈપીએસ દ્વારા ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્‍લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, અમુક અસામાજિક તત્‍વો દ્વારા રિવોલ્‍વર, બંદુકો, પિસ્‍તોલ જેવા જોખમી હથિયારોથી લગ્નના વરઘોડામાં, જાહેર ડાયરામાં, જાહેર સભામાં, જન્‍મદિવસની ઉજવણી નિમિતે પોતાની પાસેના હથિયારથી કે બીજા પાસેથી હથિયાર લઈ તે હથિયાર સાથેના ફોટોગ્રાફસ, વિડીયો કલીપ બનાવે છે અને સોશ્‍યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટસએપ અને ટવીટર જેવા માઘ્‍યમોથી લોકો પોતાના ડિસ્‍પ્‍લે પિકચર, પ્રોફાઈલ પિકચર, વોલ ઉપર હથિયાર સાથેના ફોટોગ્રાફસ અપલોડ, વાયરલ કરીને ફોટો, વિડીયો વાયરલ કરવાનું ગર્વ અનુભવે છે. જેના કારણે આમ નાગરિકોની શારીરિક સલામતી જોખમમાં મૂકાય એવા બેફામ અને બેદરકારીથી કૃત્‍ય કરવાના કારણે વ્‍યથા, મહાવ્‍યથા તેમજ મનુષ્‍યની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્‍યુ કરવામાં આવશે તો ઈન્‍ડિયન પેનલ કોડ 1860 તથા આર્મ્‍સ એકટ 19પ9 મુજબ ગુન્‍હા દાખલ કરી ધરપકડ કરવામાં આવશે. તાજેતરમાં અમરેલી જિલ્‍લાના રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સે.ગુ.ર.નં. 33/19 આર્મ્‍સ એકટ રપ(1-બી) એ મુજબ સરકાર તરફે અજયભાઈ ખુમાણ રહે. વડ, તા. રાજુલા વિરૂઘ્‍ધમાં ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ છે. આ અંગે ભાવનગર રેન્‍જ હેઠળના ત્રણેય જિલ્‍લા ભાવનગર,અમરેલી અને બોટાદમાં આવી રીતે કેટલા લોકો દ્વારા આવા પ્રકારના ફોટા અપલોડ કરવામાં આવેલ છે કે જેના ઉપર આવા પ્રકારના ફોટા અપલોડ કરવામાં આવેલ છે અને અશોકકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા આ તમામ લોકો વિરૂઘ્‍ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટેના અત્રેથી આદેશ જારી કરેલ છે.

જેથી આવા સોશ્‍યલ મીડિયાના ફેસબુક, વોટસએપ અને ટવીટર જેવા માઘ્‍યમોથી સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવવાની અપરાધિકતા ધરાવતા યુવાનોને આવી પ્રવૃતિ ન કરવા માટે જાહેર અપીલ કરેલ છે.


કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીને ટકકર આપવા માટેભાજપ છેલ્‍લી ઘડીએ ઉંઘાડનાં નામનું શસ્‍ત્ર ઉગામશે ?

પાટીદાર સમાજની નારાજગી ભાજપ તરફ ઓછી થઈ હોવાથી ઉંઘાડ વિજેતા બની શકે તેમ છે

ખેડૂત મતદારોની સંખ્‍યા વધુ હોય અને ઉંઘાડ ખેડૂતોનાં પ્રિય નેતા હોય ભાજપ દાવ ખેલે તેવું લાગે છે

અમરેલી, તા. 19

અમરેલીલોસકભા બેઠકનાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે અને ભાજપ ઘ્‍વારા ફુંકી ફુંકીને પગલા ભરવામાં આવી રહૃાા છે અને હવે છેલ્‍લી ઘડીએ ખેડૂત નેતા બાવકુભાઈ ઉંઘાડનાં નામ પર ગંભીરતાથી ચર્ચા શરૂ હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી ખાતે મળેલ સેન્‍સ બેઠકમાં બાવકુભાઈ ઉંઘાડે લોકસભા ચૂંટણી લડવા નનૈયો ભણ્‍યો હતો અને પક્ષ જે કોઈ ઉમેદવાર પસંદ કરે તેમાં સહમતી આપી હતી. પ્રદેશ કક્ષાએ પણ તેઓએ એજ બાબતનું પુનરાવર્તન કર્યુ હતું.

ભાજપ તરફથી દિલીપ સંઘાણી, નારણભાઈ કાછડીયા, ડો. કાનાબાર, હિરેન હિરપરાનાં નામની ચર્ચા થઈ રહી હતી. દરમિયાન છેલ્‍લી ઘડીએ પ્રદેશ ભાજપ ઘ્‍વારા ખેડૂત નેતા બાવકુભાઈ ઉંઘાડનાં નામનો સમાવેશ પેનલમાં થયાનું જાણવા મળેલ છે.

કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીને પરાજિત કરવાની ક્ષમતા બાવકુભાઈ ઉંઘાડમાં હોવાનું સૌ માની રહૃાું છે.

વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજની નારાજગી ભાજપ તરફે હોવાથી ઉંઘાડનો પરાજય થયો હતો. પરંતુ હવે ચિત્ર પલ્‍ટી ગયું છે. પાટીદાર સમાજની નારાજગી ભાજપથી ઓછી થઈ હોય પાટીદાર સહિતનો સવર્ણ સમાજ, ઓબીસી મતદારોનાં સહયોગથી ભાજપ અમરેલી બેઠક જાળવવા મકકમતાથી આગળ વધી રહૃાું છે.

અમરેલી જિલ્‍લામાં બહુમતી મતદારો ખેડૂત સમાજનાં છેઅને ઉંઘાડ ખેડૂત નેતા તરીકે પ્રચલિત હોવાથી ભાજપ ઘ્‍વારા ઉંઘાડનાં નામની ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. જો ભાજપ ઉંઘાડને મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસનાં ઉમેદવારને ભારે મહેનત કરવી પડશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.


મેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર

3 મહિનાથી વાતાનુકુલીન કચેરીમાં કરાયેલ આયોજન કયાં ખોવાઈ ગયું

મેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર

મીનરલ વોટરની બોટલની સંગાથે પીવાના પાણીની સમસ્‍યા અંગે કયારેય ગંભીર વિચારણા ન થઈ શકે

1700ની જનસંખ્‍યા ધરાવતાં ગામની મહિલાઓ એક બેડા પાણી માટે ભારે સંઘર્ષ કરી રહી છે

અમરેલી, તા. 19

અમરેલી જિલ્‍લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની પારાયણનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે છેલ્‍લા ર0 દિવસથી પીવાના પાણી માટેનો રજળપાટ શરૂ ગયો છે. ગામના એક અવેડામાંથી પીવાનું પાણી લોકો ભરે છે તો બીજી તરફ માલઢોર પણ પાણી પી રહૃાાં છે.

1700ની વસ્‍તી ધરાવતા મેરીયાણા ગામમાં એકમાત્ર પીવાના પાણીનો બોર છે જે હાલ ઉનાળાના આરંભે જ ડુકી ગયો છે. ગામના પાદરમાં આવેલ એકમાત્ર અવેડામાં થોડુ ઘણું પીવાનું પાણી ભરાઈ છે. ત્‍યારે આ અવેડેથી સ્‍થાનિકો પાણી ભરે છે તો બીજા છેડે પાણી મો ટળવળતા મૂંગા માલઢોર પાણી પી રહૃાા છે. નર્મદાનું પાણી અનિયમિત હોય પણ હાલ તો પાઈપલાઈનની કામગીરી ચાલું હોવાથી છેલ્‍લા ર0 દિવસ ઉપરાંતથી પીવાનું પાણી મેરીયાણામાં ન હોવાથી ગામના સેવાભાવી યુવક ઘ્‍વારા મીની ટ્રેકટરમાં વાડીએથી પાણીના બેરલો ભરીને ગામના પદારમાં લાવે છેને સ્‍થાનિકો એ પાણી ભરવા બેડા યુઘ્‍ધ કરે છે ત્‍યારે મેરીયાણાની ગૃહિણીઓ પણ પરેશાન છે.

ચૂંટણી ટાઈમે મત લેવા આવતા નેતાઓ ઉનાળાના પ્રારંભે જ સર્જાયેલી પીવાના પાણીની પારાયણથી છુટકારો અપાવતા નથી ત્‍યારે આ વખતે હવે ચૂંટણી ટાઈમે મત આપવાનો ગૃહિણીઓ ઈન્‍કાર કરીને નેતાઓ પ્રત્‍યે રોષીત બની રહી છે. ત્‍યારે સવારથી સાંજ સુધી ર0 ટ્રેકટરોના ફેરા કરીને સ્‍થાનિકો માટે પાણી સેવાભાવી પુરૂ પાડે છે.

પક્ષ કોઈપણ હોય પણ પીવાના પાણીની પારાયણમાંથી નેતાઓ ચૂંટણી ટાઈમે મસમોટા વચનો આપે છે પણ ચૂંટાઈ ગયા બાદ ગામડાની પાણી વગરની ટળવળતી જનતા માટે નેતાઓ આગળ નથી આવતા. ત્‍યારે એકમાત્ર ડુકી ગયેલા બોર પર આખું મેરીયાણા ગામ આધારિત હોવા છતાં તંત્ર ઘ્‍વારા પાણી પહોંચાડાતું ન હોવાનો વસવસો તંત્રની કચેરીએ ધકકા ખાઈ ખાઈને થાકી ગયા હોવાનું સરપંચ કાળુભાઈ પટગીરે જણાવ્‍યું હતું.


જાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત

જાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ

માર્ગ, પુલ સહિતની અનેક સુવિધાઓની જરૂરિયાત છે

રાજુલા, તા.19

અમરેલી જિલ્‍લામાં એકમાત્ર જાફરાબાદ માચ્‍છિમારીનું બંદર આવેલ છે અને ત્‍યારે 100ની આસપાસ બોટો હતી. જે માત્ર બોમ્‍બે ડગ (બુંમ્‍બલા) નામ મચ્‍છિની જ માચ્‍છિમારી કરે જે ગુજરાતમાં બીજા કોઈ બંદરમાં આટલા મોટા પાયે થતીનથી. આ માચ્‍છિમારીમાં ત્રણ-ચાર દિવસે બંદરમાં બોટો ર4 કલાકમાં ગમે ત્‍યારે આવતી જતી હોય છે. જેથી બંદર ઉપર સ્‍ત્રીઓ, પુરૂષો, ખલાસીઓની હાજરી સતત જોવા મળે છે. પરંતુ આ બંદર ઉપર હાલમાં 6પ0- 700 બોટોને તેમજ લોકોને કોઈ પ્રાથમિક સુવિધા આજ દિન સુધી મળી નથી. જેવી કે, (1) હાલ નવો ડંકો બનાવેલ પણ તે એટલી જ લંબાઈનો જે 100 બોટો હતી તેટલો જ છે અને હવે બંદરમાં બોટોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે ડંકો જૂના પુલ સુધી લંબાવવામાં આવે તો ઘણો મોટો લાંબો ડંકો બને તો બોટો લાંગરવામાં, મચ્‍છિ ખાલી કરવા તથા બરફ લેવામાં સરળતા રહે અને સમય માચ્‍છિમારોનો બચે. (ર) બંદરમાં પુલ ઉતારવાનો રોડ પણ સાવ સાંકડો છે તેને કેમ નવા રોડ સાથે બનાવવામાં આવતો નથી જેની રજૂઆત થતા જ રોડ રસ્‍તાના કામમાં ઝડપ આવી પરંતુ બંદરમાં ઉતરવાના રોડની માત્ર બાવળો કાપવાથી પ્રશ્‍નનો ઉકેલ આવે તેમ નથી. (3) જાફરાબાદ બંદર ર4 કલાક માનવ મેદનીથી ધમધમે છે અને સરકાર દ્વારા તમામ લોકોનો કુદરતી હિજરત માટે હકક માટે અભિયાન ચલાવેલ છે પણ આ દુઃખની વાત છે કે આ બંદર ઉપર કોઈ પે-યુઝ સંડાસ કે સ્‍ત્રી- પુરૂષો માટે ટોઈલેટ નથી તો આ ત્રણેક કિ.મી.માં ફેલાયેલ બંદરની શરૂઆતમાં જૂના પુલની પાસે તેમજ બંદરની વચ્‍ચે અને લાસ્‍ટમાંબનાવવામાં આવે જેથી દિવસ- રાત કામ કરવામાં સંકોચ અનુભવ માચ્‍છિમારો કે વેપારીઓને ન કરવો પડે. (4) માચ્‍છિમારોને ખરીદીમાં ત્રણ કિ.મી. જેટલું અંતર પગપાળા કાપી પીપળીકાંઠા બંદરેથી ચાલી જાફરાબાદ શહેરમાં આવવું પડે છે. જેથી ઘણો સમય બગડે છે કેમ કે કોઈ પ્રાઈવેટ રીક્ષા કે વાહન મળતું નથી એટલે કે રીક્ષા કે માચ્‍છિમારોને ઉભા રહેવા માટે કોઈ પિકપ પોઈન્‍ટ જ નથી. તો બંદરની શરૂઆતમાં આવેલ જૂના પુલ પાસે    એક નાનુ પિકપ પોઈન્‍ટ જેવું બનાવવામાં આવે તો આ પ્રશ્‍ન હલ થઈ શકે તેમ છે.

શહેરના લોકોની માંગ ઘ્‍યાને લઈ ઘટતી કાર્યવાહી કરી યોગ્‍ય કરશો તેવી જાફરાબાદ શહેરની જનતા વતી કલેકટર અમરેલી, નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, મામલતદાર, બંદર અધિકારીને જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ બાલકૃષ્‍ણ સોલંકીએ યોગ્‍ય ખૂટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.


રાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ

રાજુલાના વાવેરા રોડ ઉપર આવેલ બાબુભાઈ રામના યદુનંદન ફાર્મ ખાતે આજરોજ કોંગ્રેસ પરિવાર દ્વારા 98 વિધાનસભા કારોબારી સમિતિની મિટીંગ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાંથી કોંગ્રેસ વધુમાં વધુ મત કોંગ્રેસને મળે તેવા હેતુથી આ મિટીંગમાં ચર્ચા થઈ હતી અને આ મિટીંગમાં ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, બાબુભાઈ રામ, બાબુભાઈ જાલંધરા, કરશનભાઈ કલસરીયા, બાવકુભાઈ વાળા, ભરતભાઈ સાવલીયા, નારણભાઈ વાળા, અબ્‍દુલભાઈ સેલોત,દિલીપભાઈ સોજીત્રા, બલવંતભાઈ લાડુમોર, નાથાભાઈ ખાંભલા, અમિત જોષી, ઘનશ્‍યામ લાખણોત્રા, દિપકભાઈ જાલોધરા, કનુભાઈ ધાખડા અને હરેક સમાજના આગેવાનો કોંગ્રેસ કાર્યકરો સહિતના બહોળી સંખ્‍યામાં લોકો હાજર રહયા હતા. એક જ સુર જોવા મળ્‍યો હતો કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે પણ આવે તેને વધુમાં વધુ મતથી વિજય થાય તેવો સૂર જોવા મળ્‍યો હતો.


અમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી

પરીક્ષાર્થીને છાતીમાં દુઃખાવો શરૂ થતાં

અમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી

108ની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે

અમરેલી, તા.19

આજરોજ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા દરમિયાન અમરેલીની તુન્‍ની વિદ્યા મંદિર, જેશીંગપરામાં ચાલુ બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને પરીક્ષા ખંડની અંદર જ છાતીમાં દુઃખાવો ઉપડતા જ શાળાના આચાર્યએ તુરત જ 108ને કોલ કરી અમરેલી 108ને બોલાવી ગણતરીની મિનિટોમાં જ અમરેલી 108ના ફરજ પરના ઈ.એમ.ટી.રાકેશ કોલડીયા અને પાઈલટ અકબર પરમાર ઘટના સ્‍થળ પર પહોંચી ગયા હતા. 108ના કોલ સેન્‍ટર પર ડો. રાહુલની સૂચના મુજબ પરીક્ષા ખંડની અંદર જ સારવાર ચાલુ કરી દીધી હતી. સારવાર દરમિયાન વિદ્યાર્થીની રેવતીબેન અજાણીની તબિયત સુધરતા જ 108ના કર્મચારી દ્વારા તેમને પરીક્ષા અપાવડાવી પરીક્ષા ખંડમાં બેસેલા વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી 108ની કામગીરીને વધાવી લીધી હતી. આ રીતે જયાં સુધી પરીક્ષા પુરી ન થઈ ત્‍યાં સુધી 108ના કર્મચારીઓએ સારવાર ચાલુ રાખી એ વિદ્યાર્થીની દીકરીની વર્ષ તેમજ કારકિર્દીને સફળ બનાવવામાં ભાગીદાર રહયા હતા. પરીક્ષા પુરી થતા જ 108 શાળાની બહાર નીકળતા જ વાલીઓએ 108ની કામગીરીને સીસકારીઓ અને સીટીઓ મારીને વધાવી હતી. આજે અમરેલી શહેરમાં 108ની શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા ચારો તરફ થઈ રહી છે.


સાવરકુંડલાની મુલાકાત કરતા જિલ્‍લા ચૂંટણી અધિકારી આયુષ ઓક

અમરેલી, તા.19

અમરેલી જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે અમરેલી લોકસભા મતદાર વિસ્‍તારમાં સમાવેશ થતા 97- સાવરકુંડલા વિધાનસભા મતદાર વિસ્‍તારની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન સાવરકુંડલા વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો પરની સુવિધા બાબતે ચકાસણી કરી હતી. તાલુકાના બી.એલ.ઓ. તથા સુપરવાઈઝરો અને ઝોનલ ઓફિસરો સાથે કલેકટર આયુષ ઓકે બેઠક યોજી હતી. બેઠકમાં 18-19 વય જૂથના મતદારોની નોંધણી વધુમાં વધુ થાય તેવા પ્રયત્‍નો કરવા તાકીદ કરી હતી. તેમજ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ અને વીવીપીએટીના ઉપયોગ તેમજ ચૂંટણીલક્ષી ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે અમરેલીના નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી. આલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદારો હાજર રહયા હતા.


અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ 

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ તથા શ્રીમતી ચંપાબેન ગજેરા સ્‍કૂલના સંયુકત ઉપક્રમે બેડમિન્‍ટન તેમજ ચેસ ટૂર્નામેન્‍ટ સ્‍પર્ધાનું ભવ્‍યાતિભવ્‍ય વિદ્યાસભા કેમ્‍પસમાં ઈન્‍ડોર હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં કુલ 70 વિદ્યાર્થીઓએ ચેસ તેમજ બેડમિન્‍ટન સ્‍પર્ધામાં ભાગ લીધેલ હતો. જેમાં બે વિદ્યાર્થીઓ જિલ્‍લામાં વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યુ હતું. જેમાં ચેસ ટૂર્નામેન્‍ટમાં તેજાણી સુદર્શન તેમજ ધાનાણી નિર્મલ અને બેડમિન્‍ટન સ્‍પર્ધામાં જોષી નિર્મિત તેમજ તરકેશા ઈઝહાને પ્રથમ, દ્વિતિય સ્‍થાન પ્રાપ્‍ત કરી શાળા તેમજ જિલ્‍લાનેગૌરવ અપાવ્‍યું હતું. આ તકે શાળાના વ્‍યવસ્‍થાપક પ્રિન્‍સીપાલ, સુપરવાઈઝરએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી તેમજ વિજેતા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્‍યા હતા. શાળાકક્ષાએ શિક્ષણ સાથે રમત જગતમાં પણ વિદ્યાર્થી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી પોતાના કલા કસબને પ્રગટ કરતા રહે જેથી ભવિષ્‍યમાં ઉમદા નાગરિક દેશને પ્રાપ્‍ત થાય જે સમાજ તથા દેશનું આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ગૌરવ પ્રાપ્‍ત કરે એવો હેતુ રહેલ હતો. જે વિદ્યાસભા સ્‍કૂલ હંમેશા પ્રતિભાને પાંગરવા માટે સતત પ્રોત્‍સાહન પુરૂ પાડે છે.


20-03-2019


જાફરાબાદનાં એસ.ટી. ડેપો ખાતે કંટ્રોલ પોઈન્‍ટનો પ્રારંભ થતા હાશકારો

બંદરચોક બસ સ્‍ટેન્‍ડ શરૂ કરવા માંગ

અમરેલી, તા. 18

તાજેતરમાં જાફરાબાદ ખાતે એસ.ટી. કંટ્રોલ પોઈન્‍ટનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવેલ છે. તે લોકો માટે સારી બાબત છે. લોકોની સુવિધામાં વધારો થયેલ છે. આ કંટ્રોલ પોઈન્‍ટ ઘણા લાંબા સમય બાદ કાર્યરત કરવામાં આવેલ છે. આથી એનાઉસીંગ, સમયપત્રક વિદ્યાર્થી ઓના પાસ, એસ.ટી.ની આવન જાવન નોંધણી વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.એસ.ટી.બસની સમસ્‍યાઓ હલ થશે પરંતુ અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે જાફરાબાદ ખાતે હાલમાં બંદરચોકમા વર્ષો જુનુ બસસ્‍ટેન્‍ડ આવેલ છે. તે બસ સ્‍ટેન્‍ડ ચાલુ રહેવું જોઈએ. અને આ પીકઅપ સ્‍ટેન્‍ડ ધારાસભ્‍યની ગ્રાન્‍ટ માથી બનાવવામાં આવેલ છે. આ બસ સ્‍ટેન્‍ડ વર્ષો જુનુ હોય મુસાફરો માટે સાનુકુળ છે. જાફરાબાદની મોટાભાગની વસ્‍તીને આ બસ સ્‍ટેન્‍ડ નજીક થાય છે. જેનોઉપયોગ જાફરાબાદની જનતા બહોળા પ્રમાણમાં કરીરહેલ છે. આ બસ સ્‍ટેન્‍ડ પરથી વૃઘ્‍ધ લોકો બિમાર લોકો, મહીલાઓ, બાળકો, વેપારી જનતા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. માટે મુસાફર જનતાની પ્રબળ માંગણી છે કે અગાઉની જેમ એસ.ટી.ની તમામ બસો જૂના બસ સ્‍ટેન્‍ડ પર ફરજિયાત આપવી જોઈએ. મોટાભાગના શહેરોમાં જૂના બસસ્‍ટેન્‍ડ પર સ્‍ટોપ આપીને બસની આવન જાવનથતી હોય છે. માટે મુસાફર જનતાના વિશાળ હીત ખાતર જુનુ બસ સ્‍ટેન્‍ડ ચાલુ રાખવામાં આવે. જો આ બસ સ્‍ટેન્‍ડ બંધ કરવામાં આવશે તો લોકોની હાડમારીમાં વધારો થશે. માટે એસ.ટી.ની સંબંધિત અધિકારીએ ઘ્‍યાન આપી લોકોની માંગણીને ઘ્‍યાન પર લઈ બંદરચોક જુનુ બસસ્‍ટેશન ચાલુ રખાવા માટે યોગ્‍ય કરવું ખૂબજ જરૂરી છે.


જિલ્‍લાની જનતા પોલીસની કામગીરીથી ખુશખુશાલ

ઘણા વર્ષો બાદ પોલીસે અસામાજિક તત્‍વો પર કાબુ મેળવ્‍યો

જિલ્‍લાની જનતા પોલીસની કામગીરીથી ખુશખુશાલ

સમગ્ર જિલ્‍લામાં ધાકધમકી દ્વારા ભયનો માહોલ ઉભો કરનારાઓ જ ભયભીત બની ગયા

જિલ્‍લાનાં રાજકીય આગેવાનોનાં જોરે કુદતા અસમાજિક તત્‍વોને પણ તેના ગોડફાધર કોઈ મદદ કરી શકતા નથી

અમરેલી, તા. 18

અમરેલી જિલ્‍લાની 1પ લાખની જનતાને થોડા મહિનાઓથી સુરક્ષાની હવાનો અહેવાસ થઈ રહૃાો છે. કારણ કે પીએસઆઈ મોરીથી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય અને ડીઆઈજીથી લઈને ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સુધીની ચોકીદારી મજબુતી ધારણ કરી રહી છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ઘણા મહિનાઓથી વ્‍યાજખોરો, માથાભારે શખ્‍સો બેફામ બનીને આમ આદમીને પરેશાન કરવાની એકપણ તક છોડતા ન હતા. જિલ્‍લામાં દાદાગીરી, લુખ્‍ખાગીરી, ધાક-ધમકીનું પ્રમાણ વધી રહૃાું હતું અને તત્‍કાલીન પોલીસ અધિક્ષક જગદીશ પટેલનાં કાર્યકાળમાં જિલ્‍લામાં પોલીસને બદલે ગુંડારાજનો માહોલ જોવા મળતો હતો.

દરમિયાનમાં જિલ્‍લામાં કથળી ગયેલ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુધારવા માટે ગૃહ વિભાગે નિષ્ઠાવાન આઈપીએસ અધિકારી જિર્લિપ્‍ત રાયને જવાબદારી સોંપી અને ગૃહ વિભાગનો દાવ સફળ રહૃાો છે.

નિર્લિપ્‍તરાયે બગસરાનાં જોશીલા પીએસઆઈ મોરીને અમરેલીમાં નિમણૂંક કરી બાદમાં નવા આઈપીએસ અધિકારીને ગૃહ વિભાગે અમરેલીનાં એએસપી તરીકે નિમણૂંક કરીને સોનામાં સુંગધ ભેળવી અને રેન્‍જ ડીઆઈજી પણ જબ્‍બરી કામગીરી કરી રહૃાા છે.

જિલ્‍લામાં રાજકીય આગેવાનોને જોરે કુદાકુદ કરતાં અસામાજિક તત્‍વોને બચાવવામાં રાજકીય આગેવાનો પણ વામણા સાબિત થઈ રહૃાા છે. એકપણ રાજકીય આગેવાન પોલીસ અધિકારીને ભલામણ કરવાથી ડરી રહૃાા હોય પોલીસ વિભાગમાં હાલ તો ચેતના અને ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહૃાો છે અને જિલ્‍લાની જનતામાં પણ સુરક્ષાનાં માહોલથી આનંદની લાગણી જતી થઈ છે.


અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા

ચૂંટણીને અનુલક્ષીને હાઈ-વે પર ચેકીંગ દરમિયાન મળી આવ્‍યા હતા

અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા

રૂપિયા 10 લાખ ઉપરાંતની રકમ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી

અમરેલી, તા.18

આગામી લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા મતદારોને અથવા કોઈને પણ લાલચ પ્રલોભનનાં અથવા ભેટસોગાદો આપી લલચાવવામાં ન આવે અને લોકશાહીનું આ પર્વ નિષ્‍પક્ષ અને સ્‍વતંત્ર રીતે યોજાય અને મજબૂત સરકાર બને તે માટે થઈ ચૂંટણી પંચ દ્વારા બેંકોમાં નાણાની લેવડ-દેવડ ઉપર તંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. બેન્‍કમાં રૂા. 1 લાખથી વધુના શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેકશનની વિગતો બેન્‍કો પાસેથી ચૂંટણી પંચ મંગાવશે તથા રૂા. 10 લાખથી વધુના ટ્રાન્‍ઝેકશનોની વિગતો આવક-વેરા વિભાગના નોડલ અધિકારી અને કલેકટર દ્વારા જણાવાયું છે.

ત્‍યારે અમરેલી જિલ્‍લામાં અનેક જગ્‍યાઓ ઉપર ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્‍ટ પણ શરૂ કરવામાં આવેલ છે. ત્‍યારે શનિવારે અમરેલી જિલ્‍લાના ચાવંડ ચેક પોસ્‍ટ ઉપર એક ઈનોવા કારમાં એક કોટન મીલના રૂા. રપ લાખ રોકડ ભરીને નીકળતા ચેક પોસ્‍ટ ઉપર તેમની તપાસ કરવામાં આવતા રૂપિયા અંગે પૂછપરછ હાથ ધરવામાં પણ આવી હતી અને આ બાબતે ઈન્‍કમટેક્ષ વિભાગના નોડલ અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી.

જિલ્‍લા ચૂંટણી પંચ તથા ઈન્‍કમટેક્ષ સહિતના અધિકારીઓએ આ રૂપિયા અંગે જીણવટભરી તપાસ કર્યા બાદ અને જરૂરી કાગળો તપાસ્‍યા બાદ આ કોટન મીલના સંચાલકો અમરેલી ખાતેથી એક સરકારી બેન્‍કમાંથી રોકડ નાણાં ઉપાડી અને ખેડૂતોને ચૂકવણી કરવા માટે લઈ જતા હોવાનું સાબિત થતા અને આ રોકડ રકમના વ્‍યવહારો સંપૂર્ણ કાયદેસર હોવાથી આ કારનેબાદમાં જવા દેવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.