Main Menu

February, 2019

 

આનંદો : અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો નવા બનશે

રાજય સરકારે રૂપિયા 456 લાખ જેવી અધધ રકમ ફાળવતાં

આનંદો : અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો નવા બનશે

આગામી એકાદ મહિનામાં શહેરનાં લગભગ તમામ રાજમાર્ગો પર ચાલવાનું સરળ થઈ જશે ?

અમરેલી, તા. રપ

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા માટે આનંદની ઘડી આવી છે. છેલ્‍લા એકાદ વર્ષથી શહેરીજનો બિસ્‍માર માર્ગ અને ઉડતી ધુળથી તોબા પોકારી ચુકયા હતા અને આગામી થોડા જ દિવસોમાં શહેરજનોને સમસ્‍યામાંથી છુટકારો થઈ જશે.

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાને લીધે શહેરનાં લગભગ તમામ માર્ગો બિસ્‍માર બની ગયા હતા અને ઉડતી ધુળ અને સતત અકસ્‍માતથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુયા હતા.

દરમિયાનમાં રાજય સરકારે શહેરીજનોની વ્‍યથા, ચિંતા, રજુઆત અને માંગણીને ગંભીરતાથી લઈને રૂપિયા 4પ6 જેવી અધધ રકમ ફાળવતાં શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાનાં વરદહસ્‍તે આવતીકાલ મંગળવારે સાંજના પાંચ કલાકે લાઠી રોડ ખાતે શહેરનાં બિસ્‍માર રાજમાર્ગો બનાવવાનાં કાર્યનો પ્રારંભ થઈ રહૃાોછે.

આ તકે પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવ, ઉપપ્રમુખ શકિલબાપુ, બાંધકામ ચેરમેન કોમલબેન રામાણી, કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા, તમામ નગરસેવકો ઉપસ્‍થિત રહેશે. શહેરીજનોને પણ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.


એસબીઆઈમાંથી ઓનલાઈન ફ્રોડ મારફતે ગયેલ રૂપિયા ર4 હજાર પરત આવ્‍યા

ખાતાધારકને તમામ રકમ પરત મળતાં હાશકારો

અમરેલી, તા. રપ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જીલ્‍લામાં આમ નાગરીકોના બેન્‍ક એકાઉન્‍ટોમાંથી સાયબર હેકરો ઘ્‍વારા ફોન કરી જુદા જુદા લોભામણા પ્રલોભનો આપી એટીએમ કાર્ડ તથા ઓટીપી નંબર મેળવી અથવા ઓનલાઈન ફ્રોડ મારફતે બેન્‍ક એકાઉન્‍ટ લગત ગુપ્‍ત માહિતી મેળવી ખાતામાંથી નાણા ઉપાડી લેવાના બનાવો અટકાવવા તથા નાગરીકોના પરસેવાની કમાણી પરત અપાવવા સુચના આપેલ.

તે અંતર્ગત અમરેલી શહેરમાં રહેતા આરફી ગનીભાઈ ભટ્ટીના એસબીઆઈ બેન્‍ક એકાઉન્‍ટમાંથી ગઈ તા. 1ર/1પ -ર/19નાં રોજ કોઈ સાયબર હેકરે ગુગલ પે મારફતે રૂા. ર4 હજારની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ટ્રન્‍ઝેકશન કરેલ હોય. જે અંગે ભોગ બનનારે અરજીઆપતા અત્રેથી જરૂરી કાર્યવાહી કરી ઉપરોકત ફ્રોડ ટ્રાન્‍ઝેકશનમાં ગયેલ રકમ રૂા. ર4 હજાર ભોગ બનનારના ખાતામાં પરત અપાવી આ ફ્રોડ કરનાર અજાણ્‍યા ઈસમને શોધી કાઢવા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉપરોકત કામગીરી પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન અને સુચના હેઠળ સાયબર સેલ પીએસઆઈ એમ.એમ. પરમાર, પોલીસ કોન્‍સ્‍ટેબરલ સુરેશભાઈ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ તુષારભાઈ ઘ્‍વારા કરવામાં આવેલ છે.


સિંહ દંપત્તિ જાહેર માર્ગ પર લટાર મારવા નીકળતા સિંહપ્રેમીઓ દોડયા

લીલીયા બૃહદગીરનાં સનાળીયા ગામ નજીક

સિંહ દંપત્તિ જાહેર માર્ગ પર લટાર મારવા નીકળતા સિંહપ્રેમીઓ દોડયા

સ્‍થાનિક વનકર્મીએ સિંહપ્રેમીઓને ખદેડયા

લીલીયા, તા. રપ

લીલીયા બૃહદગીરમાં સાવરકુંડલા-રંઘોળા હાઈવે પર આવેલ સનાળીયા નજીક હાથીગઢ ચોકડી વિસ્‍તારમાં સવારનાં 10 કલાક આસપાસનાં સમયે સિંહ દંપતિ માર્ગ પર આવી ચડેલ. જેની નિહાળવા માર્ગ પરથી પસાર થતા લોકો મોટી સંખ્‍યામાં એકઠા થઈ સિંહદર્શનનો લાભ લીધો. આ ઘટનાની જાણ થતાં સ્‍થાનિક ફોરેસ્‍ટ સ્‍ટાફ ઘટના સ્‍થળ પર દોડી આવી લોકોને ખદેડી સિંહ દંપતીને સલામત સ્‍થળે ખદેડયા હતા. બૃહદગીરનાં માર્ગો પર અવારનવાર સિંહો આવી ચડતાહોય જેના કારણે વાહન અકસ્‍માતનોભોગ બન્‍ને તે પહેલા સ્‍પીડ બ્રેકરો બનાવવાં સ્‍થાનિક લોકોએ માંગણી કરી છે.


દાંતરડી ગામ નજીકથી ગેરકાયદેસર બેલા ભરેલ ટ્રેકટરને પોલીસે ઝડપી લીધું

રૂા. 4 લાખ ઉપરાંતનો મુદ્યામાલ પણ કબ્‍જે લીધો

અમરેલી, રપ, ઉના તાલુકાનાં વ્‍યાજપુર ગામેરહેતાં જેન્‍તીભાઈ હમીરભાઈ ઉનેવાળ તથા આમોદ્રા ગામે રહેતાં દીપકભાઈ નામનાં બે ઈસમો આજે સવારે 11 વાગ્‍યાનાં સુમારે રાજુલા તાલુકાનાં દાતરડી નજીકથી લાઈમ સ્‍ટોન ખનીજનું ગેરકાયદેસર રીતે પોતાના ટ્રેકટર નં. જી.જે.13 એમ.પપર9 તથા ટ્રોલીમાં વહન કરતાં મળી આવતાં પોલીસે ટ્રેકટર ટ્રોલી તથા 7 ટન જેટલા બેલા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


સંધી સોસાયટીમાં અકસ્‍માતે દાજી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત

પથારીમાં બીડી પીતા હતા અને ઉંઘ આવી જતા બન્‍યો બનાવ

અમરેલી, તા.રપ

અમરેલીની સંધી સોસાયટીમાં રહેતા જુમાસા કાળુસા રફાઈ નામના 48 વર્ષીય આધેડ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં સૂતા સૂતા બીડી પીતા હતા. ત્‍યારે તેઓને નીંદર આવી જતાં અકસ્‍માતે દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું સીટી પોલીસમાં જાહેર થવાપામેલ છે.


અમરેલીનાં ગજેરાપરાની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી

સમગ્ર વિસ્‍તારમાં અરેરાટીનો માહોલ

અમરેલી, તા. રપ

અમરેલીનાં ગજેરાપરામાં રહેતી શ્રઘ્‍ધાબેન રાજુભાઈ દોંગા નામની વિદ્યાર્થીની શ્રઘ્‍ધા હોસ્‍પીટલમાં નર્સીગમાં નોકરી કરતી હોય, તેણીએ સરકારી નોકરી માટે નર્સીગની પરીક્ષા આપેલ હોય, જે અંગેનું તેણીનું પેપર નબળુ જતાં જે અંગેની બીકનાં કારણે ગઈકાલે પોતાની મેળે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સાથ જિયેંગે સાથ મરેંગે : ધારીનાં નબાપરામાં પ્રેમીપંખીડાએ કુવામાં છલાંગ લગાવી દીધી

દાહોદનાં કથાગઢ ગામેથી ભાગી છૂટેલા પ્રેમીઓએ વિદાય લીધી

ધારી, તા. રપ

ધારીનાં નબાપરા વિસ્‍તારમાં દાહોદ જિલ્‍લાનાં પ્રેમી પંખીડાએ પરિવારજનો શોધવા આવતા વાડીનાં કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ ધારીનાં નબાપરામાં પ્રવિણભાઈ રૂડાણીની વાડીમાં ખેતમજુર તરીકે રહેતા પ્રેમીપંખીડા કલ્‍પેશભાઈ નાનજીભાઈ બારૈયા, લક્ષ્મીબેન નાનજીભાઈ બારૈયા (રે. બન્‍ને કથાગઢ, તા.ફતેપુરા, જિ. દાહોદ) આ બન્‍ને ઘરેથી ભાગેલા હોય અહિ રહેતા હોય તેની જાણ તેના પરિવારજનોને થતા શોધ કરતા બન્‍ને વાડી હોવાનું માલુમ પડતા વાડીએ આવતા હોય પરિવારજનોની નજર સામે જ બન્‍નેએ વાડીના કુવામાં ઝંપલાવીદીધુ હતું. જેને કુવામાંથી બહાર કાઢી ધારી સીવીલમાં લઈ જતાં બન્‍નેનાં મોત નીપજયા હતા. વધુ તપાસ ધારી પોલીસ ચલાવી           રહી છે.


સાવરકુંડલાનાં ધોબા ગામે પટેલ સમાજ ર્ેારા સમૂહલગ્નોત્‍સવ યોજાયો

સમગ્ર અમરેલી જિલ્‍લાએ દોઢવર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા સિંહફાળો આપ્‍યો છે, ત્‍યારે પુનઃ અમરેલી જિલ્‍લામાં તમામ જ્ઞાતિને સાથે રાખીને ચાલવાવાળા પાટીદાર સમાજને બળ તથા પ્રેરણા પૂરી પાડવા સા.કુંડલાનાં  ધોબા ગામે પટેલ સમાજનાં  સમૂહલગ્નોત્‍સવમાં હાર્દિક પટેલ તથા જિલ્‍લામાંથી હરેશ બાવીશીએ હાજરી આપીને પટેલ સમાજની વાસ્‍તવિકતા બતાવીને ઉપસ્‍થિત સૌને માર્ગદર્શન આપ્‍યું હતું. આ તકે હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે હું મારા જીવનનાં અંત સુધી લડતો રહીશ તથા પ્રતિનિધિત્‍વનાં માઘ્‍યમથી હું આગેવાની કરતો રહીશ. આ તકે પ્રવકતા હરેશ બાવીશીએ જણાવ્‍યું હતું કે હાર્દિક પટેલ પ્રેરિત અનામત આંદોલનથી કોંગ્રેસને નગરપાલિકા, તાલુકા પંચાયતો તથા વિધાનસભામાં સફળતા મળી છે. ત્‍યારે પ્રદેશ તથા કોંગ્રેસ હાઈકમાન્‍ડની ફરજ છે કે કોંગ્રેસે હાર્દિકને પોતાની મનપસંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપવી જોઈએ, અનામત આંદોલનથી પાંચ-પાંચ ધારાસભ્‍યો કોંગ્રેસને મળ્‍યા હોય તો સ્‍વાભાવિક છે, સર્વેજ્ઞાતિને સાથે રાખી ચાલવા   વાળા પાટીદાર સમાજનાં પ્રતિનિધિઓને લોકસભામાં તક મળે તેવી અપેક્ષા હોય જ. આ અંગે હરેશ બાવીશી, ચેતન વેકરીયા, પારસ વિ.એ હાર્દિક પટેલ સાથે ગંભીર ચર્ચાઓ પણ કરી હતી. અંતમાં હરેશ બાવીશીએ જણાવ્‍યું હતું કે લોકસભામાં ટીકીટથીલઈને લડવા સુધીનાં નિર્ણય હાર્દિક પટેલની સૂચના તથા માર્ગદર્શન મુજબ લેવામાં આવશે.


અમરેલીની પાઠક સ્‍કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો 

ર8 ફેબ્રુઆરીના દિવસને રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને અમરેલીની પાઠક સ્‍કૂલમાં તા.ર4/રના રોજ વિજ્ઞાન મેળાનું અદભૂત આયોજન કરવામાં આવેલું હતું. જેના સંદર્ભે સ્‍કૂલના વિદ્યાર્થીઓએ પોતપોતાની વિશિષ્‍ટ આવડતનું પ્રદર્શન કર્યું હતું. શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પોતાની સૂઝબૂઝથી ગણિત-વિજ્ઞાનના પ્રોજેકટ બનાવડાવ્‍યા હતા. પ્રોજેકટ અન્‍વયે વિવિધ કૃતિઓ જેવા કે ટ્રાફિક નિયમન પ્રણાલી, કૃષિલક્ષી પ્રોજેકટ તથા વિદ્યુત બચતના વિવિધ પ્રોજેકટ રજૂ કર્યા હતા અને અદભૂત આયોજન સાથે હાલ પુલવામાં શહીદ થયેલા શહીદોને શ્રઘ્‍ધાંજલિ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન તેમજ નિદર્શન શાળાના ડાયરેકટર અનિલભાઈ ભટ્ટ, બલભદ્રસિંહ પરમાર, કુલદીપભાઈ ભટ્ટ, અવંતિકાબેનપાઠક, રૂપલબેન સિઘ્‍ધપુરા, હેમેન્‍દ્રભાઈ પંડયાએ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ બદલ પ્રોત્‍સાહિત કરી કાર્યને બિરદાવ્‍યું હતું.


લાઠી ખાતે ગાગડીયો નદી ઉપર તળાવ તેમજ ચેકડોમો ઊંડા ઉતારવાના કામોનો પ્રારંભ 

જળ એ જ જીવન છે માટે જ રાજય સરકારે જળ સંચયનું મહત્‍વ પારખીને 33પ કરોડ જેવી માતબર રકમ આ અભિયાન માટે ફાળવી છે. અને અસરગ્રસ્‍ત વિસ્‍તારોનાં ખેડૂતોને ર000 કરોડ કરતા વધુ રકમ ઈનપુટ સહાય તરીકે ફાળવવાની સાથો – સાથ રાજય સરકારે ખેડૂતોનાઆર્થિક ઉત્‍થાન માટે અનેક વિધ પગલાં ભર્યા છે. આ શબ્‍દો આજરોજ અમરેલી જિલ્‍લાના લાઠી ખાતે રાજયના કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુએ સુજલામ-સુફલામ જળ સંચય યોજના અંતર્ગત બીજી શ્રૃખલાનો ગાગડીયો નદી ઉપર તળાવ તેમજ ચેકડેમો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા ઉચ્‍ચાર્યો હતા. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રાજય સરકારે આરંભેલ સુજલામ-સુફલામ જળ અભિયાનની બીજી શ્રૃખંલાનો ર3મી તારીખથી રાજય વ્‍યાપી પ્રારંભ થયો છે. ઘણા વર્ષોથી તળાવને ઉંડા ન કરવાના કારણે તળાવોમાં સતત કાંપ ભરાતો હતો. અને એટલે જળાશયોની સંગ્રહશકિત ઘટી જવા પામી હતી. જળાશયોમાં ઓછું પાણી સંગ્રહ થવાના કારણે ભુતળ નીચા ચાલ્‍યા ગયા હતા. ખેડૂતોને પીયત કરવામાં સમસ્‍યાનો સામનો કરવો પડતો હતો. હવે, સતત બીજા વર્ષે આ અભિયાન ચાલુ રાખવામાં આવતા જળાશયોમાંથી મોટા પ્રમાણમાં કાંપ નીકળશે. આ કાંપથી ખેતી અને ખેડૂતોને ફાયદો થશે. આમ ખેડૂતોના આર્થિક ઉત્‍થાન માટે રાજય સરકાર કટિબઘ્‍ધ છે. તેમ મંત્રીએ જણાવ્‍યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં રાજય સરકારની ખેડૂતભાઈઓ પ્રતિ ઉદાર નીતિઓ વિશે વાત કરતા સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ સબકા સાથ સબકાવિકાસના નારા સાથે જળ સંચયના કામોમાં નેત્રદિપક કામગીરી કરી છે. આ પ્રસંગે જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ પ્રાસંગિક ઉદબોઘ્‍ધનમાં જણાવ્‍યું હતું કે, ગત વર્ષની ખેડૂતોની મુશ્‍કેલીને ઘ્‍યાને લઈને રાજય સરકારે આ વર્ષે જળ સંચયના કામોનો વહેલો પ્રારંભ કરાવતા ખેડૂતોને ફળદ્રપ માટીનો ખુબ મોટા પાયે લાભ થશે. આ પ્રસંગે જિલ્‍લા કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી, સી.એમ. પાડલીયા, પુર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસિયા, કૌશિક વેકરીયા, લાઠી ગામના અગ્રણીઓ, ખેડૂતો તેમજ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયાં હતાં.


અમરેલીની વિદ્યાસભામાં ‘દિક્ષાંત સમારોહ’ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક કોમર્સ-સાયંસ વિભાગ દ્વારા દિક્ષાંત સમારોહનું આજરોજ શાળાના પ્રાંગણમાં શાળાનાં ડાયરેકટર હસમુખભાઈ પટેલ, તેમજ અમરેલી શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિ અને શાળાનાં 11-1ર સાયંસ-કોમર્સ વિભાગનાં આચાર્ય તેમજ સુપરવાઈઝર તેમજ ધોરણ-1રના વર્ગ શિક્ષકો શાળા પરિવારની હાજરીમાં યોજાયો હતો. તથા ધો-1ર ગુજરાતી/ ઈંગ્‍લીશ મિડિયમનાં વિદ્યાર્થીઓએ શાળામાં પ્રાપ્‍ત કરેલ શૈક્ષણિક અનુભવને યાદ કર્યો હતો. આ દિક્ષાંત સમારોહમાં ઉપસ્‍થિત એમ.જીપ્રજાપતિએ કારકિર્દીના ઘડતર માટે હંમેશા જાગૃત રહી મહેનત કરનાર જ સફળતા હાંસલ કરી શકે છે. તેવું મહાન લોકોનાં જીવનમાં સફળતા માટે કરેલા પ્રયત્‍નોને યાદ કરાવ્‍યા હતા. સંસ્‍થાના ડાયરેકટર પટેલે જીવનમાં શિક્ષણ અને સંસ્‍કાર સાથે શ્રેષ્ઠ નાગરિક બનવાની શીખ આપી હતી. આ દિક્ષાંત સમારોહ કાર્યક્રમનાં અંતે કાલાવાડીયાએ વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ માટે આગળ વધવા છાત્રોને શુભકામનાં આપી, આઈસક્રીમથી મોં મીઠું કરાવી આ દિક્ષાંત સમારોહની આભાર વિધી કર્યા બાદ સારી શુભકામના સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરેલ.


નેહરૂ યુવા કેન્‍દ્ર અમરેલી દ્વારા સાવરકુંડલા ખાતે યુવા નેતૃત્‍વ અને સામુદાયિક વિકાસ શિબિરનું આયોજન સંપન્‍ન

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા યુવા નેતૃત્‍વ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમનું આયોજન ચિગ્‍મા સાઈન્‍સ સ્‍કૂલ ભુવારોડ, સાવરકુંડલા ખાતે કરવામાં આવેલ. જયારે આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન, માનવ મંદિરના પુ. ભકિતરામ બાપુ, જયસુખભાઈ સુતરીયા, અને એન.એસ.એસ. વંડાના પો. ભરત દ્વારા દિપપ્રાગ7ય કરી અને શિબિરનું ઉદઘાટન કરવામાં આવેલ હતું, ત્‍યારબાદ આપણા યુરીમાં  શહીદ થયેલા યુવાનોને યાદ કરી અને શ્રઘ્‍ધાજંલિ આપવામાં આવેલ હતી. જયારે માનવ મંદિર પુ. ભકિતરામબાપુ દ્વારા યુવાઓને જીવનમાં એક લક્ષ પસંદ કરી અને સારા માર્ગ પર ચાલતું તેમજ શિબિરમાંથી સદ માર્ગ માટેના વિચારો અને યુવાધન રાષ્‍ટ્રના હિત માટે આગળ આવવા આશિર્વાદ આપ્‍યા હતા. જયારે શિબિરમાં અલગ-અલગ વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાનોને મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં જયસુખભાઈ સુતરીયા દ્વારા યોગા અને ઘ્‍યાન કરાવામાં આવેલ અને તેનાથી થતા ફાયદાવો વિષે સમજાવવામાં આવેલ જયારે શિક્ષણ વિદ મુકેશભાઈ ત્રિવેદી દ્વારા પર્યાવરણ આપણા જંગલો અને આપણા જંગલમાં પશુપક્ષી વિષે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વિશાલભા ગોહિલ દ્વારા યુવાનો લેવાતી સ્‍પર્ધાતમક પરિક્ષાઓ વિષે માહિતી આપવામાં આવી હતી. આવા જુદા-જુદા વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાઓના પ્રશ્‍નોના ઉકેલ મેળવવામાં આવ્‍યા હતા. અને સામુહિક ચર્ચા આવી હતી. રાત્રીના યુવાઓને સાંસ્‍કૃતિક તેમજ કેમ્‍પની અંદર રહી અલગ-અલગ ગેમ્‍સનું આયોજન કરવામાં આવેલ હતું. જયારે શિબિરનાં છેલ્‍લા દિવસે યુવાઓને પુ. ભકિતરામબાપુના આશ્રમ માનવ મંદિરની મુલાકાત માટે લઈ જવાયા હતા. તથા તમામ ભાગ લેનાર યુવાઓને સર્ટીફિકેટ તેમજ શિબિર દરમિયાન એકટીવિટીજ મા સારૂ યોગદાન તેમજ સારૂ પર્ફોમંચ   કરનાર યુવાઓને પ્રોત્‍સાહિત ઈનામો આપવામાં આવ્‍યા હતા. સદર આકાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્રના જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ-1) રમેશ આર.કપુરના માર્ગદર્શન હેઠળ એ.સી.ટી. રાજુલ જોષી, ભાર્ગવ ત્રિવેદી અને સ્‍ટાફગણ તેમજ સાગર મહેતા, જયદિપ જાદવ વગેરે યુવાનોએ ભારે જહમત ઉઠાવી હતી.


ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. સામે મનાઈ હુકમ છતાં પણ કંપની દ્વારા ફરી કામ ચાલુ કરાયું 

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલા મેન્‍ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટ દ્વારા તા.6/ર/19ના રોજ સુનાવણી યોજાતા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે મનાઈ હુકમ ફરમાવ્‍યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્‍લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કરી આ કંપની દ્વારા તા.ર4/ર/19ના રોજ વીકટર પોર્ટ પર ફરી કામ ચાલુ કર્યું હતું. આ અંગે સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા રજાનો દિવસ હોવાથી ટવીટર, ઈમેલ તથા વોટસએપ મારફતે અમરેલી જિલ્‍લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરને પત્ર તથા વિડીયો મોકલી જાણ કરી હતી.


26-02-2019


દામનગરમાં એસ.બી.આઈ.ની બગલમાં સ્‍વચ્‍છતા અભિયાનનાં ધજાગરા

દામનગર શહેરની મઘ્‍યમાં આવેલ એસ.બી.આઈ.ના ખાંચામાં ગંદકીના થર જામી ગયેલા જોવા મળી રહૃાા છે, ત્‍યારે સ્‍વચ્‍છ દામનગર શહેરની છબીનાં ધજાગરા થતા દેખાય છે. આ કચરાનાં ઢગલા રોગચાળાને આમંત્રણ આપવાની ભીતિ છે. જો આ મેઈન બજારમાં આવેલ એસ.બી.આઈ. બેંકના ખાતામાં ગંદકીનાં થર જોવા મળી રહૃાા હોય તો શહેરની અનેક જગ્‍યાઓ ઉપર આવા મસ-મોટા ગંદકીનાં થર કેવા હશે તેવું શહેરમાં ચર્ચાય રહૃાું છે. તો દામનગરની નગરપાલિકાનું તંત્ર કયારે ઉંઘમાંથી જાગશે ? ને કયારે આ ગંદકીનાં ઢગલાને સાફ કરાવશે તેવું સારાયે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.


સાવરકુંડલા ખાતે સમસ્‍ત પાટીદાર સમાજ ર્ેારા સમુહલગ્નોત્‍સવ યોજાયો

સાવરકુંડલા ખાતે સમસ્‍ત પાટીદાર સમાજ ર્ેારા શ્રી સરદાર પટેલસોશ્‍યલ ગૃપ ર્ેારા આઠમો સમુહલગ્નોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી આ સમુહલગ્નમાં 10 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ તકે શાસ્‍ત્રી સ્‍વામી શ્રી હરિપ્રસાદદાસજી ગઢપુર,શ્રીનારાયણદાસ સ્‍વામી સ્‍વામિનારાયણ મંદિર સાવરકુંડલા, શાસ્‍ત્રી શ્રી અક્ષરમુકતદાસજી સ્‍વામિનારાયણ ગુરુકળ સાવરકુંડલા, પૂ. શ્રી લવજીબાપુ ખોડલધામ નેસડી, પૂ. શ્રી કાનદાસબાપુ રામદેવ આશ્રમ ધાર વગેરે સંતો મહંતોએ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્‍યા હતા. સમુહલગ્નોત્‍સવનું દીપ પ્રાગટય મધુભાઈ સવાણી યુ.એસ.એ., અઘ્‍યક્ષ હંસરાજભાઈ પટેલ બિન અનામત આયોગ, અઘ્‍યક્ષ ગુજરાત રાજયનાં પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસિયા, માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દીપકભાઈ માલાણી, અગ્રણી ઉદ્યોગપતિ કરશનભાઈ ડોબરીયા, મહેશભાઈ સુદાણી, પ્રતીક નાકરાણી વગેરે સામાજીક રાજકીય મહાનુભાવો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍યકર્મીઓની હડતાલ હજુ શરૂ

એક અઠવાડીયાથી જનઆરોગ્‍ય પર ખતરો ઉભો થયો છે

અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍યકર્મીઓની હડતાલ હજુ શરૂ

જિલ્‍લામાં રસીકરણ, સગર્ભા તપાસ, મેલેરીયાનું સર્વે સહિતની કામગીરી ઠપ્‍પ થઈ ગઈ

અમરેલી, તા. ર3

અમરેલી જીલ્‍લાનાં તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ફરજ બજાવતાફાર્માશિષ્‍ટ, લેબટેક તથા સ્‍ત્રી-પુરૂષ આરોગ્‍ય કર્મચારીઓ તા. 1પ/ર/19થી અચોકકસ મુદતની હડતાલ પર હોય સમગ્ર જિલ્‍લાની જનતા આરોગ્‍ય બાબતે ભગવા ભરોસે. છેલ્‍લા 8 દિવસથી સમગ્ર જિલ્‍લામાં રસીકરણ, સગર્ભા તપાસ, ડીલેવરી, મેલેરીયા સર્વે તથા ટીબી સર્વે તથા પ્રધાનમંત્ર જનઆરોગ્‍ય યોજના તથા હાલનો સૌથી ગંભીર સ્‍વાઈફલુ જેવી રોગચાળાની સ્‍થિતિનું નિર્માણ થયેલ છે. દર્દીનારાયણ હાહાકા પોકારી ઉઠેલ છે. અમરેલી જિલ્‍લા જેવી જ સ્‍થિતિ સમગ્ર રાજયમાનાં 33 જિલ્‍લાના કુલ 3પ હજાર કરતા વધુ આરોગ્‍ય કર્મચારીઓ હડતાલ પર હોય 8 દિવસ કરતા વધુ સમય થઈ ગયેલ હોય. સરકાર લોકોના જાહેર આરોગ્‍ય સાથે ચેડા કરી રહી હોય તેમજ લોકોના આરોગ્‍ય કોઈ ચિંતા કરતી હોય તેવું જણાતું નથી. કર્મચારીઓના વિવિરૂ 13 વ્‍યાજબી પ્રશ્‍નો હોય સરકાર તરફથી કર્મચારી મહાસંઘના હોદેદારોને સાંભળી યોગ્‍ય નિરાકરણ લાવવું જોઈએ તેવી લોકમાંગ ઉઠેલ છે. તેમજ જો વધુ આ હડતાલ શરૂ રહી તો સગર્ભા-માતાઓ, બાળકો તથા દર્દીનારાયણને વધુ હાલાકી ભોગવવી પડશે. તે બાબત ઘ્‍યાને લઈ વહેલતકે નિરાકરણ લાવવું જોઈએ.


અમરેલી જિલ્‍લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘમાં નારાજગીનો માહોલ

ગુરૂવારે કલેકટરને આવેદનપત્ર પાઠવશે

અમરેલી, તા. ર3

ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળ જણાવે છે કે, મહામંડળ સાથે ગુજરાતનાં ર7ર તાલુકા/જિલ્‍લા મંડળો જોડાણ ધરાવે છે, જેના લગભગ 4 લાખ જેટલા સભ્‍યો છે. ગુજરાત સરકારને પેન્‍શનરોનાં વણઉકેલ પ્રશ્‍નોની વારંવાર રજૂઆત કરવા છતા સરકાર ર્ેારા પ્રશ્‍નોનો કોઈ ઉકેલ આવેલ નથી. જેથી ગુજરાતનાં પેન્‍શનરોમાં દુઃખી લાગણી ફેલાય છે. પેન્‍શન્‍રોમાં આક્રોશ અને નારાજગી ફેલાઈ છે.

ભૂતકાળમાં મહામંડળ તરફથી છેલ્‍લા 1પ થી ર0 વર્ષ સુધી પેન્‍શન્‍રોનાં પ્રશ્‍નોની માંગણી બાબતે કયારેય સરકારની વિરુઘ્‍ધમાં દેખાવો કે રેલી કરી નથી. ફકત ને ફકત રૂબરૂ અથવા પત્રોથી માંગણી માંગણી કરી છે. પરંતુ આજ સુધીમાં સરકાર તરફથી કોઈ વ્‍યાજબી પ્રશ્‍નોનો નિકાલ કર્યા ન હોવાથી રાજયનાં લાખો નિવૃત કર્મચારીઓનાં આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયેલ હોવાથી ના છૂટકે હવે પછીની તમામ ચૂંટણીઓમાં નિવૃત કર્મચારીઓના કુટુંબ સહિતનાં લગભગ એક કરોડ મતદારો ચૂંટણી પ્રક્રીયાથી દૂર રહેશે.

ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળની સંકલન સભામાં નક્કી કર્યા પ્રમાણે ના છૂટકે તા.ર8/ર/19 ગુરૂવારના રોજ 13:00 કલાકે ગુજરાતનાં તમામ જિલ્‍લાઓમાં કલેકટર, ગુજરાતનાં મુખ્‍યમંત્રીને મોકલી આપવા માટેનું આવેદનપત્ર જિલ્‍લા/તાલુકાનાં નિવૃત કર્મચારી મંડળોના હોદેદારો/ કારોબારી સભ્‍યો અને સભાસદો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને આવેદનપત્ર આપશે તેમ મહામંડળના પ્રમુખ મણીભાઈ સુથાર જણાવે છે.

આ આદેશ અન્‍વયે અમરેલી જિલ્‍લા નિવૃત કર્મચારી મહામંડળ, નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે હોદેદારો, તાલુકા પ્રમુખો, કારોબારી સભ્‍યો, અમરેલી કલેકટરને આવેદન પત્ર આપશે તેમ અમરેલી જિલ્‍લા પ્રમુખ ગિરધરભાઈ મારડીઆ જણાવે છે.


ભુરખીયા હનુમાન મંદિરે વિના મૂલ્‍યે નેત્રયજ્ઞ યોજાયો

ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલયનો નેત્રયજ્ઞ યોજાયો. લાયન્‍સ કલબ સીટી અમરેલી અને ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ આયોજિત નેત્રયજ્ઞમાં સંઘવી નાગરદાસ ધનજી ટ્રસ્‍ટની સુદર્શન નેત્રાલયના નિષ્‍ણાંત તબીબો દ્વારા આંખોને લગતા તમામ રોગોની તપાસ કરવામાં આવી હતી. 131 દર્દી નારાયણોની સંપૂર્ણ મફત તપાસ કરાય અને પ3 દર્દી નારાયણોના નેત્રમણી આરોપણ માટે મફત ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવામાં આવ્‍યા હતા.


રંગપુર રોડ ઉપર બાવળની કાટમાં તીનપત્તીનો જુગાર રમતાં પ ઝડપાયા

અમરેલી, તા. ર3, અમરેલીનાં કુંકાવાવરોડ ઉપર આવેલ સુળીયાટીંબા વિસ્‍તારમાં રહેતાં ગોવિંદ લલ્‍લુભાઈ પરમાર, મહેશ ઉર્ફ ઘડી ગોવિંદભાઈ પરમાર સહિત પ જેટલાં ઈસમો ગઈકાલે સાંજનાં સમયે રંગપુર રોડે બાવળની કાટમાં તીનપતીનો જુગાર રમતાં હોય, આ અંગે સીટી પોલીસને બાતમી મળતાં દરોડો પાડી તમામ પાંચેય ઈસમોને રોકડ રકમ રૂા.19પ0 તથા મોબાઈલ ફોન-1 મળી કુલ રૂા.ર4પ0ની મતા સાથે ઝડપી લીધા હતા.


સાવરકુંડલામાં યુવતીને ધક્કો મારીને પછાડી દીધી

અમરેલી, તા. ર3

સાવરકુંડલા ગામે આવેલ ચોરવાડી ગીરીરાજ એપાર્ટમેન્‍ટમાં રહેતી કોમલબેન રમેશભાઈ પરમાર નામની ર0 વર્ષિય વિદ્યાર્થીનીની મમ્‍મી સાથે તે જ ગામે રહેતાં જયસુખ ઉર્ફે ભાયો ભાકુભાઈ દેગામા નામનાં શખ્‍સને પ્રેમસંબંધ હોય, ત્‍યારે આરોપી યુવતિનાં ઘરે આવતાં યુવતિ હાજર હોવાથી તેમને સારૂ નહી લાગતાં યુવતિને તથા સાહેદ સાથે માથાકૂટ કરી ગાળો આપી વાળ પકડી ધક્કો મારી           ઢીકાપાટુનો મારમાર્યાની યુવતિએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


થોરડી ગામે સમાચારપત્રમાં સમાચાર છપાવવાનાં મનદુઃખે ગાળો-ધમકી આપી

સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

અમરેલી, તા. ર3

સાવરકુંડલા તાલુકાનાં થોરડીગામે રહેતાં અને પંચરની દુકાન ચલાવતાં રસુલભાઈ ગુલાબભાઈ પરમાર નામનાં 40 વર્ષિય યુવકે આઠ-દસ દિવસ પહેલાં તે જ ગામે રહેતાં અબ્‍દુલભાઈ બસુભાઈ મહિડા વિરૂઘ્‍ધ સમાચાર છપાવેલ હતા તે વાતનું મનદુઃખ રાખી આજે સવારે તેઓ બોલેરો લઈને જતાં હતા ત્‍યારે અબ્‍દુલભાઈ બસુભાઈ સહિત 6 જેટલાં લોકોએ પાછળ દોડી આવી     ગાળો આપી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

તો સામાપક્ષે તે જ ગામે રહેતાં રફીકભાઈ બાદલભાઈ મહિડા નામનાં યુવકેઅગાઉ થયેલ મારામારીની ફરિયાદનાં મનદુઃખે સામાવાળા ઉજેફ રસુલભાઈ તથા રસુલભાઈ ગુલાબભાઈએ અબ્‍દુલભાઈ સહિતનાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની સામી ફરિયાદ નોંધાવી છે.


ઉંટવડ ગામે રસ્‍તો ઓળંગવા જતાં વૃદ્ધને અજાણ્‍યા વાહને હડફેટે લીધા

ગંભીર ઈજા પહોંચતાવૃદ્ધનું મૃત્‍યુ નિપજયું

અમરેલી, તા. ર3

બાબરા તાલુકાનાં ઉંટવડ ગામે રહેતાં અને મજુરીકામ કરતાં હરેશભાઈ જીવાભાઈ દાફડાનાં પિતાજી જીવાભાઈ દાફડા આજે સવારે 7 થી 7/30 દરમિયાન રોડ ઉપર ચાલીને જતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા વાહને તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતાં સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયેલ જયાં ફરજ પરનાં તબીબે જીવાભાઈ દાફડાને મૃત જાહેર કર્યા હતા.


ભાઈ સાબ : શહેરનાં ધુળીયા માર્ગનું કંઈક કરો

આંદોલનો, રજુઆતો સહિત તમામ પ્રકારે માંગ કરી દીધી

ભાઈ સાબ : શહેરનાં ધુળીયા માર્ગનું કંઈક કરો

શહેરની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા એક વર્ષથી પરેશાન છતાં પણ ધુળની સમસ્‍યા દુર થતી નથી

વહીવટી મંજુરી, ટેન્‍ડર પ્રક્રિયા, તાંત્રિક મંજુરી, એસ્‍ટીમેન્‍ટની પ્રક્રિયા પુરી થતી જ નથી

અમરેલી, તા. ર3

રાજયને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અમરેલી પંથક આજે માયકાંગલી નેતાગીરીનાં કારણે ત્રાહીમામ પોકારી ચુકયો છે. નેતાઓ જાહેરસભાઓમાં માત્ર ગર્જનાં કરતાં હોય છે અને વિકાસની ગુલબાંગો ફેંકે છે. પરંતુ ખરા અર્થમાં જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી શહેરની હાલત અતિ દયનીય બની છે.

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા એકાદ-બે વર્ષથી બિસ્‍માર માર્ગો અને ધુળથી ત્રાહીમામ પોકારી ગઈ છે. અનેક વખત સ્‍થાનિકથી લઈને મુખ્‍યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી, જન આંદોલન થયા, સહી ઝુંબેશ કરાઈ, શહેર બંધ રાખવામાં આવ્‍યું.

લોકશાહીઢબે અને ગાંધી ચિંઘ્‍યા માર્ગે થતી તમામ ઔપચારિકતા પુર્ણ કરવામાં આવી પરંતુ શહેરની સમસ્‍યા વહીવટી પ્રક્રિયાની ફાઈલમાં ફસાઈ ગઈ હોય શહેરીજનોમાં શાસકો સામે ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.


અમરેલી વિધાનસભા મતદાન મથકોની મુલાકાત લેતા કલેકટર

અમરેલી તા. ર3

લોકશાહીના મહાપર્વ એવી આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી – ર019ને ઘ્‍યાને લેતા લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય, તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરીકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા સ્‍પેશીયલ(ખાસ ઝુંબેશ) કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત આજરોજ જિલ્‍લા ચૂંટણી અધિકારી -વ- કલેકટર આયુષ ઓકએ અમરેલી વિધાનસભા મતદાર વિભાગોમાં સમાવિષ્ટ પ્રત્‍યેક મતદાન મથક એવા કમાણી ફોરવર્ડ હાઇસ્‍કૂલ, જીજીબેન ગર્લ્‍સ સ્‍કૂલ, પોલીટેકનીક તેમજ નુતન હાઇસ્‍કૂલની મુલાકાત લઇ સમગ્ર પ્રક્રિયાનુ  નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા.

તેમણે બુથ લેવલ ઓફિસર પાસેથી નવા યુવા મતદારો નોંધણીની વિગતો, કમી થયેલ નામો તેમજ સ્‍થળાંતર થયેલ નામો ઝીણવટભરી પૃચ્‍છા કરી હતી. આ તકે ઓકએ બુથ લેવલ ઓફિસરને તેમના તાબા હેઠળના વિસ્‍તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કરી કોઇપણ નવા યુવા નાગરિકો જે મતદાન માટે લાયક છે તેઓ નોંધણીથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી. આ મુલાકાત દરમ્‍યાન નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી. આલ, મામલતદાર અમરેલી પાદરીયા તેમજ ચૂંટણી શાખાના કર્મચારીઓ હાજર રહયા હતા.


સાવરકુંડલામાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન ફ્રેન્‍ડ ફોરેવર યુનિટી ગૃપ દ્વારા ગરીબ ઘરે પહોંચાડયું  

સાવરકુંડલા શહેર ખાતે લગ્ન પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારંભમાં વધેલું ભોજન સાવરકુંડલા ખાતે ચાલી રહેલ સેવાકીય પ્રવૃતિ કરતું ફ્રેન્‍ડ ફોરેવર યુનિટી ગૃપ આ ગૃપના સભ્‍યો દ્વારા સાવરકુંડલા શહેરમાં લોકોને ત્‍યાં આવતા કોઈપણ પ્રસંગોમાં વધેલું ભોજન ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના ઘરે ઘરે જઈ પહોંચાડે છે અને પ્રસંગોમાં વધેલું ભોજન ભૂખ્‍યાના પેટ જાય છે. સાવરકુંડલાના આ અનોખા સેવાકીય ગૃપમાં યુવાનો દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે આપને ત્‍યાં આવતા કોઈપણપ્રસંગોમાં ભોજન વધે તો મો. 91489 96990 તથા 86907 3908ર પર સંપર્ક કરવા જેઓ દ્વારા ભૂખ્‍યા અને ગરીબ લોકોના ઘરે ઘરે જઈ ભોજન પહોંચાડશે.


આલેલે : અમરેલી શહેરની સીટી બસ સેવા બંધ

જિલ્‍લાકક્ષાનાં શહેરમાં સુવિધા વધવાને બદલે ઘટતાં રોષનો માહોલ

આલેલે : અમરેલી શહેરની સીટી બસ સેવા બંધ

હવાઈ સેવા પણ અનિયમિત થઈ, વોલ્‍વો બસ સેવા પણ છીનવાઈ ગઈ

અમરેલી, તા. ર3

અમરેલી શહેર એ જિલ્‍લાનું મુખ્‍ય મથક હોવા છતાં પણ જિલ્‍લાકક્ષાનાં શહેર જેવી સુવિધાઓ મળતી નથી અને કોઈ સુવિધા મળે તો સંચાલનનાં અભાવે મળેલ સુવિધા પણ છીનવાઈ જતાં શહેરીજનોમાં ભારે રોષ ઉભો થયો છે.

અમરેલી શહેરને અઢી વર્ષ પહેલા સુરતની હવાઈ સેવાની સુવિધા મળી, ગયા વર્ષે અમદાવાદ-સુરત સુધી વોલ્‍વો બસ સુવિધા મળી, પાસપોર્ટ અને એફએમ રેડિયો સ્‍ટેશનની સુવિધા       મળી, ટાઉન હોલ અને સીટી બસની સેવા મળી.

પરંતુ ઉપરકોત મોટાભાગની સેવા બંધ થઈ ગઈ અથવા તો જાળવણીનાં અભાવે માત્ર કહેવા પુરતી સુવિધા બચી ગઈ છે.

અમરેલી શહેરમાં છેલ્‍લા બે વર્ષથી નગરપાલિકા ઘ્‍વારા સીટી બસ સેવા આપવામાં આવતી. જેવા કે સાવરકુંડલા રોડ બાયપાસ, ચકકરગઢ રોડ બાયપાસ, આંબેડકરનગર, ગીતાનગર, જલારામનગર, હનુમાનપરા જેવા છેવાડાના વિસ્‍તારમાંથી બસમાં આવવા-જવા માટે ઘણી લાભદાયક સેવાહતી તે તા. 16/1/19નાં રોજ કોઈ કારણસર નગરપાલિકાએ સેવા બંધ કરી દીધી. તો શહેરીજનોને ઘણી મુશ્‍કેલી પડે છે. પ્રાઈવેટ વાહનવાળા બેફામ ભાવ લે છે. અમુક પછાત વિસ્‍તારમાંથી અવરજવર કરનાર લોકોને મુશ્‍કેલી પડે છે. ફરીથી આ સીટી બસ સેવા ચાલું થાય એવી શહેરીજનોની માંગ છે.


અમરેલીનાં ગાયત્રી મંદિર પાસે આવેલસિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે સંકટચૌથની ભવ્‍ય ઉજવણી કરાઈ

વિઘ્‍નહર્તાને ફૂલોનો શણગાર કરી સજાવાયા

અમરેલી, તા. ર3

અમરેલીનાં ચિતલ રોડ, ગાયત્રી મંદિર પાસે આવેલ સિઘ્‍ધીવિનાયક સોસાયટીમાં આવેલ ભગવાન ગણેશજીનાં મંદિર ખાતે સંકટ ચૌથનાં ત્‍યૌહાર પ્રસંગે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

આ સંકટ ચૌથ પ્રસંગે ભગવાન ગણેશજીનેગુલાબનાં ફુલનો શણગાર કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે આજુબાજુની સોસાયટીનાં રહીશો ર્ેારા ભગવાન ગણેશજીની ખાસ આરતી તથા સ્‍તુતિ પણ કરવામાં આવી હતી.


નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા રૂપાયતન ખાતે જિલ્‍લા કક્ષાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્‍દ્ર અમરેલી દ્વારા રૂપાયતન હોલ (દીપક હાઈસ્‍કૂલ) ખાતે જિલ્‍લા કક્ષાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા બ્રહ્મ સમાજના મહામંત્રી તુષારભાઈ જોષી, નૂતન સ્‍કૂલ પ્રિન્‍સિપાલ વિપુલભાઈ વ્‍યાસ અને દીપક હાઈસ્‍કૂલ પ્રિન્‍સિપાલ ડો. અમિતભાઈ ઉપાઘ્‍યાય મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહયા હતા અને જેઓના હસ્‍તે દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમનેખુલ્‍લો મૂકવામાં આવ્‍યો હતો. તેમજ ભટ્ટ તૃપ્‍તીબેન આર. અને વ્‍યાસ શિવાનીબેન વી. દ્વારા નિર્ણાયક તરીકે સેવા આપી હતી. જયારે તમામ મહેમાનો અને પાર્ટીસિપેન્‍ટ દ્વારા ઉરી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને યાદ કરી અને ર મિનિટનું મૌન રાખી અને શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવી હતી. જયારે આ કાર્યક્રમમાં જિલ્‍લાની સ્‍કૂલો, યુવક મંડળો દ્વારા દેશ ભકિત ગીતો, એકપાત્રી અભિનય, ગરબા તેમજ દેશ ભકિતના ગીતો પર રર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગરબામાં રૂપાયતન ગૃપ દેશ ભકિત ગીતમાં પાર્થ ત્રિવેદી અને એકપાત્ર અભિનયમાં પાથર ખુશાલ અવ્‍વલ આવ્‍યા હતા. જેઓને શિલ્‍ડ અને સર્ટીફીકેટ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. જયારે તમામ ભાગ લેનાર પાર્ટીસિપેન્‍ટને પણ શિલ્‍ડ અને સર્ટીફીકેટ આપી અને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જયારે આ કાર્યક્રમનું સંચાલન નહેરૂ યુવા કેન્‍દ્ર અમરેલીના યુવા સંજયોજક રમેશભાઈ આર. કપૂરના માર્ગદર્શન હેઠળ શિક્ષણવિદ પ્રકાશભાઈ જોષી અને ભાર્ગવ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્‍યું હતું.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના વંડા નિવાસી ગનીભાઈ મામદભાઈ બાવળીયા (ઉ.વ.77) તા.ર3/રને શનિવારના રોજ અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે હાજીભાઈ, બાવનભાઈ, રહેમાનભાઈના ભાઈ થાય છે. તેમનીજીયારત તા.રપ/રને સોમવારના રોજ સવારે 9:30 થી 10:30 સુધી જુમ્‍મા મસ્‍જિદ વંડા ખાતે રાખેલ છે.

રાજુલા : રાજુલા નિવાસી સ્‍વ. ચંદ્રકાન્‍ત કાનજીભાઈ જાનીનાં ધર્મપત્‍ની મંજુલાબેન ચંદ્રકાન્‍તભાઈ જાનીનું આજરોજ તા.ર3/ર ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ગૌરાંગભાઈ જાની (પીપાવાવ પોર્ટ) તથા આરતીબેન મહેતાનાં માતૃશ્રી તથા પ્રોફેસર કે. કે. જાની (સાવરકુંડલા) તથા અન્‍તુભાઈ તથા નીતિનભાઈ જાની (બારમણ)નાં ભાભી નિવાસસ્‍થાન : ૐ શામળિયા, સવિતાનગર, રાજુલા સીટી, તેમનું બેસણું ઉપરોકત સ્‍થાને તા.રપ/ર ને સોમવારે 4 થી 7 રાખેલ છે.

ધારી : સોરઠીયા ગૌડમાળવીય બ્રાહ્મણ મુળ મોણીયાનાં વતનીહાલ ધારી નિવાસી ભરતકુમાર ભટ્ટ (ઉ.વ. પ9) તે સ્‍વ. અમૃતલાલ કેશવલાલ ભટ્ટનાં પુત્ર તથા ભુપતભાઈ (જુનાગઢ), હરીભાઈ (ગોંડલ), જગદીશભાઈ (સનવાવ) સ્‍વ. છોટાલાલ અને નટુભાઈ (ઉના)ના ભત્રીજા તેમજ પાર્થઅને તૃણાલનાં પિતા તથા સ્‍વ. ઉમેદલાલ નવલશંકર પુરોહીત(ચલાલા)નાં જમાઈ તેમજ કિશોરભાઈ અને પ્રદીપભાઈ પુરોહીતનાં બનેવીનું તા.ર3/ર નાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અને સંયુકત સાદડી તા.રપ/ર નાં રોજ સાંજે 4 થી 6 કલાકે નર્મદેશ્‍વર મહાદેવ મંદિરઅમરેલી રોડ, વેકરીયાપરા, ધારી ખાતે રાખેલ છે.