Main Menu

Thursday, February 28th, 2019

 

ધારીમાં સેવાની સુવાસ ફેલાવી ધામમાં સીધાવી ગયા ઉજીમાં

પરમાર્થ કરનાર 10પ વર્ષિય માજીનો દેહત્‍યાગ

ધારી, તા. ર7

ધારીમાં સદાય ભૂખ્‍યાઓનાં પેટ ઠારી સાચા મનથી સેવા કરી પોતાના સત્‍કર્મોનાં કારણે મોતને પણ મધથી વધારે મીઠુ કરી ચાલ્‍યા જનાર પરમાર્થ મૂર્તિ એવા 10પ વર્ષિય ઉજીમાંએ દેહ ત્‍યાગ કરતા જન સમુદાયે આંસુડા સાર્યા હતા.

પોતાના સસરા અને પતિ ર્ેારા સંચાલિત અન્‍નક્ષેત્રને આ જીવનપર્યત ચલાવી નિઃસ્‍વાર્થ સેવા કોને કહેવાય તે સમાજ સમક્ષ દ્રષ્‍ટાંત આપી પરમધામ સીધારી જનાર પૂજય ઉજીમાંની સમાધી વિધિમાં ઉપસ્‍થિત સહુ કોઈએ આંસુડા સાર્યા હતા ર001ના અરસામાં સાલ હોસ્‍પિટલમાં 10પ વર્ષિય ઉજીમાં કે જેમને ડોકટરોએ સ્‍પષ્‍ટ કહૃાું હતું કે હવે પછી આપે લોટ ન બાંધવો કેચુલાનો ધૂમાડો ન લેવો જરા પણ મહેનત ન કરશો. કારણ કે માજીનું હાર્ટ એક્ષપાન થતું હતું તેમ છતાં પણ છેલ્‍લા શ્‍વાસ સુધી ઉજીમાંએ ભુખ્‍યાઓના પેટ ઠારી સાચા મનથી હાથે રાંધી જમાડયા. ઉજીમાંની આ વિદાય એ સેવાધારી ભગવતીનો ધારી ગામમાં અસ્‍ત છે. પૂજય ઉજીમાંની સમાધી વિધિમાં લોકોનો મોટો જમાવડો થયો હતો અને માજી પાછળ વિશાળ સતકાર્ય તેમના પુત્ર રાધેશ્‍યામભાઈ ગોંડલીયા કરી રહૃાા છે.


અમરેલીમાં આજે લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતે રકતદાન કેમ્‍પ યોજાશે

પૂ. જલારામબાપાની 138મી પૂણ્‍યતિથિ નિમિત્તે

અમરેલીમાં આજે લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતે રકતદાન કેમ્‍પ યોજાશે

સાંજે આરતી અને મહાપ્રસાદ પણ યોજાશે

અમરેલી, તા. ર7

સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 138મી પૂણ્‍યતિથિ આવતીકાલ તા.ર8 ગુરૂવારનાં રોજ હોય, પૂ. બાપાએ પોતાનું જીવન જરૂરીયાતમંદની સેવામાં અર્પણ કરેલ છે, ત્‍યારે પૂ. બાપાની પૂણ્‍યતિથિ નિમિતે જરૂરીયાતમંદ દર્દીઓને સહાય કરવાના આશયથી શ્રી લોહાણા મહાજન-અમરેલી ર્ેારા લીલીયા રોડ, પૂ. જલારામ બાપાનાં મંદિર (લોહાણા ગેસ્‍ટ હાઉસ) અમરેલી ખાતે સાંજે 4 થી8.30 સુધી રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.

ઉપરાંત આ જ દિવસે રાત્રે 10 વાગ્‍યાનાં સમયે પૂ. બાપાની ધૂન તથા સાંજના સમયે દર ગુરૂવારની જેમ સાંજે આરતી તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ તમામ કાર્યક્રમમાં પૂ. જલાબાપાનાં ભકતગણને ઉપસ્‍થિત રહેવા તથા પૂ.બાપાનાં મંદિરે આખો દિવસ દર્શનનો લાભ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.


સાવરકુંડલામાંથી એકી સાથે 36 વ્‍યકિત યમરાહની સફરે રવાના

સાવરકુંડલા શહેરમાંથી એકી સાથે 36 વ્‍યકિત યમરાહની સફરે જતાં તેઓએ રવાનગી કાર્યક્રમ રાખેલ હતો. પીર સૈયદ દાદાબાપુની નિગાહે કરમ અને દુઆથી સાવરકુંડલા શહેરનાં વિવિધ વિસ્‍તારોમાંથી એકીસાથે પુરૂષ અને મહીલા સહીત કુલ 36 મુસ્‍લીમો યમરાહની સફરે મક્કામદિના જવા માટે અત્રેનાં લીમડી ચોકમાં એકઠા કરી રવાનગી કરવામાં આવેલ હતા. આ પ્રસંગે દાદાબાપુની દુઆ સાથે પીર સૈયદ અબ્‍દુલ કાદરબાપુ સહીતનાં મુસ્‍લીમ બિરાદરો ઉપસ્‍થિત રહેલ હતા.


અમરેલીનાં સાંસદે 17×70 ફુટની ગૌચર જમીન પર દબાણ કર્યાનાં આક્ષેપથી ચકચાર

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ મામલતદારને પત્ર પાઠવ્‍યો

અમરેલીનાં સાંસદે 17×70 ફુટની ગૌચર જમીન પર દબાણ કર્યાનાં આક્ષેપથી ચકચાર

સાંસદે નિવાસસ્‍થાનની અંદર ગૌ-ચર દબાવી દીધાનું જણાવ્‍યું

અમરેલી, તા.ર7

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કર્યાનો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરતાં લોકસભાની ચૂંટણી વેળા જ રાજકીય ગરમાવો ઉભો થવાનીશકયતાઓ ઉભી થઈ છે.

તેઓએ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી ગામની જમીન સર્વે નં. 334 પૈકી પ હે. 1ર-37-87 7/1ર 8-અમાં ગૌચર હેડેની જમીન પર આપના આગેવાનીમાં તા. 18/ર/19ના કોઈપણની ટેલીફોનીક સુચનાથી સવાલ વાળી જમીનની માપણી કર્યા વગર અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટની ગૌશાળાની ગાયો માટેની જમીનનું દબાણ કરેલ પરંતુ આ જમીનને અડીને આવેલ સર્વે નં. પ03 પૈકી ર ની હે.-91 આરે. 0પ ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલ જમીનના પ્‍લોટ નં. 1 થી 7 તેમજ 38, 39 અને 40ના સીટી તલાટી રેકર્ડ ર નંબરમાં નોંધ થયેલ એવા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા કે જેઓ ત્‍યાં પોતાનો બંગલો ધરાવે છે. અને તેના પુત્ર ધર્મેશ નારણ કાછડીયા અને માયા ધર્મેશ કાછડીયાના નામથી જમીન ખરીદાયેલી છે. અને તેઓએ આ લાગુ ગૌચરની અમરેલી ગામની જમીન સર્વે નં. 334 પૈકી પ હે. 1ર-37-87 જમીનમાં પોતે દિવાલ મારી અંદર પાર્કિંગ અને વૃક્ષારોપણ કરી 17×70 ફુટ જમીન તેઓના મકાનમાં ગૌચરની દબાવી દીધેલી છે. જે તા.18/ર/19ના રોજ વગર માપણીએ આ ગૌચરની જમીન માત્ર ટેલીફોનીક સૂચનાથી દબાણ દૂર કરેલ છે. તો આ રાજકીય નેતાને જો ગૌચરની જમીનની ગૌશાળાની ગાયોના છાણ અનેગૌમૂત્રની દુર્ગંધ નડતી હોય તો અમને પણ એક જનતા તરીકે રાજનેતાએ કરેલુ દબાણ માપણી કરી ગેરકાયદેસર દબાણ રજિસ્‍ટરે લઈ ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા અંતમાં માંગ કરેલ છે.


ફફડાટ : ખાંભાનાં ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો

ખાંભા, તા. ર7

ખાંભા તાલુકાના ભાણીયા ગામે વાડીએ પાણી વાળી રહેલ ખેડૂત નાજાભાઈ મધુભાઈ કામળીયા (ઉ.વ. 37) પર આજે દીપડાએ અચાનક હુમલો કરતા નાજાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ ખાંભા સારવાર અર્થે ખસેડેલ હોય બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડેલ હતા. ત્‍યારે આ ઘટના અંગે વન વિભાગે દીપડાને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.


માથાાં દુઃખાવાની દવાનાં બદલે ભૂલથી ઝેરી ટીકડી પી લેતાં યુવકનું મૃત્‍યુ

અમરેલી, તા. ર7,

અમરેલીમાં રહેતાં મુસ્‍તાકમીયા હુસેનમીયા સૈયદ નામનાં ર6 વર્ષિય યુવકને અવારનવાર માથાનો દુઃખાવો થતોહોય, ગત તા.ર6નાં રોજબપોરે માથાનો દુઃખાવો થતાં ઘોડા ઉપર રાખેલ દવાની બાજુમાં કોઈ ઝેરી ટીકડી માથાનાં દુઃખાવાની સમજી પી જતાં ઝેરી અસર થઈ જવા પામેલ હતી જેથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતાં તેમનું સારવાર દરમિયાન મૃત્‍યું થયાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાબાપુર ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્‍પર સાથે 1 ઝડપાયો

અમરેલી, તા. ર7

અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં જયરાજ ઉર્ફે ઘુઘો કરશનભાઈ બારૈયા મંગળવારે સાંજના સમયે બાબાપુર ગામે પોતાના હવાલાવાળા ડમ્‍પરમાં વગર લાયસન્‍સ તથા વાહનનાં અસલ કાગળો વગર તથા લીઝ અને પરમીટ વગર ખોદકામ કરી આશરે પ ટન રેતી વહન કરી, ચોરી કરતાં અમરેલી તાલુકા પોલીસે ઝડપી લઈ જયરાજ તથા નાના માચીયાળા ગામનાં બાલાભાઈ સંગ્રામભાઈ સાનીયા સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


કોંગ્રેસના ગઢસમા અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસનું ઘર સળગતા ખળભળાટ

મહત્‍વનાં અનેક આગેવાનોએ અસંતોષ વ્‍યકત કર્યો

કોંગ્રેસના ગઢસમા અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસનું ઘર સળગતા ખળભળાટ

પૂર્વ ધારાસભ્‍ય, જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય સહિતનાં કોંગીજનો જોડાયા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહૃાા હોય તેવા જ સમયે કોંગ્રેસમાં ભંગાણનાં એંધાણ

અમરેલી, તા. ર7

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષનું ઘર સળગતાં રાજકીય ધમાસાણ વધી ગયું છે અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં હોમ ગ્રાઉન્‍ડમાં જ નારાજગીનો માહોલ ઉભો થતાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો સમગ્ર રાજયમાં પડયા છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન દિપક માલાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને સાવરકુંડલા ખાતે ભભસંભારણ અને સંવાદભભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ ડો. જસાણી, મુળશંકરભાઈ તેરૈયા, પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય લાલભાઈ મોર, ચેતનભાઈ માલાણી, નાથાભાઈ ભેંકરાવાળા, અલીભાઈ દલ, યુનુસભાઈ સંવટ, કેતનભાઈ ખુમાણ, રાજુલા પાલિકાનાં નગરસેવકો, સાવરકુંડલા, જાફરાબાદ તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ સહિત અનેક કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

ઉપસ્‍થિત આગેવાનોએઅમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્‍યા ગાંઠયા બે-ચાર વ્‍યકિતથી ચાલતું હોવાનો અફસોસ વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.


અમરેલી પટેલ સંકુલની 3ર00 દીકરીઓએ ‘‘પ્રેમલગ્ન” ન કરવાના શપથ લીધા

અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલ અમરેલીની ખાતે એક અર્ેિતિય અને અદભૂત સેમીનાર મુગ્‍ધા યોજાયેલ. જેમાં સંકુલની 3ર00 કરતા વધારે વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્‍ધા અવસ્‍થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા ત્‍યારે ખૂબ જ અનેરૂ વાતાવરણ સર્જાયુ હતું. અમરેલી જીલ્‍લાનાં ખાંભા તાલુકાનાં પીપળવા ગીર ગામનાં ગૌરવ સમાન અને ગિનિઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર અશ્‍વિનભાઈ સુદાણીએ (1) કિશોર અને તરૂણ વય એટલે મુગ્‍ધાવસ્‍થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વગરનાં મહત્‍વનાં નિર્ણયોમાં ભૂલ કરે તો જીવનમાં મોટી સમસ્‍યાઓ ઉભી થતી હોય છે. જેનાથી જીવન જીવવું મુશ્‍કેલ બની જતુ હોય છે. (ર) માતા-પિતા પ્રત્‍યે દરેકદિકરીઓએ આદરભાવ રાખવો જોઈએ. (3) જાતિય આકર્ષણથી બચવા અને જીવનને સુખી બનાવવા બાબત ખૂબ જ છણાવટ કરેલ. (4) જીવનનાં મૂલ્‍યો અને ભવિષ્‍યનાં આયોજન માટે સંસ્‍કાર અને સંસ્‍કૃતિ વિશે સમજણ આપેલ. સેમીનારના અંતે દરેક દિકરીઓએ ફિડબેકમાં અમારા જીવનનો સાથી મહત્‍વનો સેમીનાર છે અને રહેશેના એક સુર સાથે તમામે પ્રતિજ્ઞા લીધેલ કે માતા-પિતાને અવગણીને પ્રેમ લગ્ન નહી કરી કે કોઈ કાળે આત્‍મહત્‍યા નહી કરીએ સવારથી ત્રણ ત્રણ કલાકનાં કુલ ત્રણ સેશન કાર્યક્રમ ચાલેલ. મંત્રી બાબુભાઈ સાકરીયાએ પોતાની વાતમાં જણાવેલ કે આજના આ સાંપ્રત યુગમાં શિક્ષણ સાથે સંસ્‍કારનું સિંચન થાય યુવા પેઢીમાં સુંદર વિચારો આવે અને જાગૃતિ આવે તેમજ દરેક વિદ્યાર્થીનીઓનું ભવિષ્‍ય ખૂબ જ ઉજજવળ તેવી શુભકામના પાઠવેલ અને તમામ ટ્રસ્‍ટીઓનો તેમજ અશ્‍વિનભાઈનો આભાર વ્‍યકત કરેલ. મંત્રી બાબુભાઈ સાકરીયા સલાહકાર નાગજીભાઈ સોજીત્રા મે.ટ્રસ્‍ટી બાલુભાઈ ભાદાણી તેમજ ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી, મગનભાઈ વસોયા, ચતુરભાઈ ખુંટ, ગાયનેકોલોજીસ્‍ટ ડો. ચેતનાબેન વગેરે ખાસ ઉપસ્‍થિત રહેલ. સંસ્‍થાનાં પ્રમુખ મનુભાઈ કાકડિયા, ઉપપ્રમુખ પરસોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે આવા દિશા સૂચક કાર્યક્રમને ખૂબ જઆવકારેલ.


અમરેલીનો બાળકલાકાર રૂપેરી પડદા પર

અમરેલીનો બાળકલાકાર રૂપેરી પડદા પર

‘હું નરેન્‍દ્ર મોદી બનવા માગું છું’ : 8મી માર્ચથી સિનેમાઘરોમાં

અમરેલી, તા.ર7

હાલમાં ગુજરાતી ફિલ્‍મો અનેક વિષયો પર બની રહી છે. ત્‍યારે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ અનેક પડકારોનો સામનો કરીએક અલગ જ ઉંચાઈ પ્રાપ્‍ત કરેલ છે. એમના સંઘર્ષની વાતમાંથી જ પ્રેરણા લઈ ચા વેચતો બાળક નરેન્‍દ્ર મોદી બનવાનું સપનું જુએ છે. આ સપનાને સાકાર કરતી ફિલ્‍મ એટલે કાવ્‍યા પ્રોડકશન અને અર્થ પ્રોડકશનની ફિલ્‍મ ભહું નરેન્‍દ્ર મોદી બનવા માંગું છું.

આ ફિલ્‍મનાં દિગ્‍દર્શક અનિલ નારાયણીના જણાવ્‍યા મુજબ આ એક બાળકના સપનાને હક્કિતમાં ફેરવતી સંઘર્ષકથી છે. આ ફિલ્‍મનાં મુખ્‍ય પાત્રોમાં ઓમકાર દાસ (નથ્‍થા), કરણ પટેલ, અનિશા સૈયદ, હિરલ તથા અમરેલીને ગૌરવ આપનાર અમરેલીનો બાળક ત્રિવેદી શુભ કિન્‍નરભાઈ છે. આ ફિલ્‍મમાં શુભ નો રોલ ભકોલગેટભ નું પાત્ર ભજવે છે. જે કરણ પટેલ (નરેન્‍દ્ર) નો ખાસ મિત્ર છે. ત્રિવેદી શુભ જેમણે અભિનય અને ડાન્‍સીંગ ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ કરી છે. આ ફિલ્‍મના ઓડિશન મુંબઈ, બરોડા, અમદાવાદ ખાતે થયેલા જેમાં ર00 જેટલા બાળકોએ ભાગ લીધેલ. આ બધામાંથી ત્રિવેદી શુભની ભભકોલગેટભ ના પાત્ર માટે પસંદગી થયેલ.

શુભની આ પ્રથમ ફિલ્‍મ છે. તેની બીજી ફિલ્‍મ પણ મે મહિનામાં રીલીઝ થવા જઈ રહેલ છે. શુભ એ બોલિવુડ કોરિયોગ્રાફર સરોજખાન સાથે પણ કામ કરેલ છે. તે ઉપરાંત જુનાગઢ ખાતે પૂ. ભારતીબાપુના આશ્રમમાં ભવ્‍ય શિવતાંડવ રજુ કરેલ. જેમાં કીર્તીદાન ગઢવી, કિશોરદાન ગઢવી, તથા અન્‍ય દિગ્‍ગજ કલાકારો ઉપસ્‍થિત રહયા હતા. શુભએ શહીદ એ આઝમ વિર ભગતસિંહનું પાત્ર પણ ડાન્‍સીંગ અને એકટીંગ દ્વારા ભવ્‍ય રીતે રજુ કરેલ.  આ ઉપરાંત તમેણે બાજીરાવ મસ્‍તાની, સિંઘમ અને બાહુબલિના આબેહુબ ડાન્‍સ તથા એકટીંગ દ્વારા શ્રોત્રાઓને મંત્રમુગ્‍ધ કર્યા છે. અને અનેક એવોર્ડસ પ્રાપ્‍ત કરેલ છે. આ બાળક ફકત અભિનય ક્ષેત્રે જ નહિ પરંતુ રમત- ગમતનાં ક્ષેત્રમાં પણ આગળ આવેલ છે. જે આપણા અમરેલી માટે ખુબ જ ગર્વની વાત છે. આ ફિલમ દરેક બાળક માટે પ્રેરણાદાયી છે તથા દરેક ભાષામાં રજુ થનારી છે. આપ સૌ આપના બાળકો સાથે આ ફિલ્‍મ અચુક નિહાળશો.


ખાંભાનાં ભૂંડણી અને જાફરાબાદના ટીંબી ખાતે કમૌસમી વરસાદ પડયાનાં વાવડ

અમરેલી જિલ્‍લામાં શિયાળો, ઉનાળો, ચોમાસાનો માહોલ

ખાંભાનાં ભૂંડણી અને જાફરાબાદના ટીંબી ખાતે કમૌસમી વરસાદ પડયાનાં વાવડ

કમૌસમી વરસાદથી ખેતીપાકોને નુકશાન થયાની આશંકા

અમરેલી, તા. ર7

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્‍યો છે. વહેલી સવારે અને રાત્રીનાં સમયે ઠંડી જોવા મળે છે, જયારે બપોરનાં સમયે ગરમી થઈ જાય છે. જેના પરિણામ બપોરે આકાશમાં વાદળાઓ છવાય જાય છે, ત્‍યારે   વાદળાનાં કારણે કમૌસમી વરસાદ પડે તેવું વાતાવરણ થતાં આજે વહેલી સવારે અમરેલી જિલ્‍લાનાં ખાંભા તાલુકાનાં ભૂંડણી ગામે તથા જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે વહેલી સવારે કમૌસમી વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં છે. આ અચાનક પડેલા કમૌસમી વરસાદનાં કારણે શિયાળુ પાક તથા કેરીનાં પાકને વ્‍યાપક નુકશાન થવાનો અંદાજો હોય, ખેડૂતોમાં ચિંતા જોવા   મળી રહી છે.

અમરેલી જિલ્‍લાનાં ખાંભા તાલુકાનાં ભૂંડણી ગામે આજે સવારે અચાનક જકમૌસમી વરસાદી ઝાપટું પડી ગયું હતું. અને આ કમૌસમી વરસાદનાં કારણે ગામમાં પાણી વહી ગયા હતા.

જયારે જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે પણ અચાનક કમૌસમી ઝરમર વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં છે. આમ      શિયાળાની વિદાય સમયે પડેલા કમૌસમી વરસાદનાં કારણે પશુઓનાં ઘાસચારા, શિયાળુપાક તથા કેરીનાં પાકને નુકશાન થવાની શકયતાઓથી ખેડૂતોમાં ચિંતા છવાઈ જવા પામી છે.

બપોરનાં સમયે દરીયાકાંઠાનાં પીપાવાવ પોર્ટ ઉપર પણ વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં હતા.

આમ વાતાવરણમાં પલટા સાથે કમૌસમી વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.


ખાંભાનાં નેસડી-ર ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી ?

દર વર્ષે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ

ખાંભાનાં નેસડી-ર ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી

ખનીજઉપાડવા માટે અપાયેલ લીઝની સમયમર્યાદા 9 વર્ષથી પુર્ણ થઈ ગઈ છે

ખનીજ માટે થતાં બ્‍લાસ્‍ટીંગથી વન્‍ય પ્રાણીઓને ભારે નુકસાન

અમરેલી, તા. ર7

ખાંભાના નેસડી-ર ગામે થતી ખનીજ ચોરી અટકાવવા માટે લાયન નેચર ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે, નેસડી ગામે સર્વે નં. 47 પૈકી ર જમીન ઉપર ગેકાયદે ચાલતા સ્‍ટોન ક્રશરની વર્ષ ર000માં 10 વર્ષના ભાડા પેટે અપાયેલ જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં આ ગેરકાયદે સ્‍ટોન ક્રશર ચલાવાઈ રહૃાો હોવાથી આ વિસ્‍તારમાં વ્‍યાપક પણે સિંહ, દિપડા, રોઝ, હરણ, ઝરખ, જંગલી સુવર, મોર સહિતનાં પશુ-પ્રાણી-પક્ષીની વસ્‍તવાળા ખાંભાના નેસડી-ર ગામે સર્વે નં. 47 પૈકી ર વાળી જમીન ઉપર વર્ષ ર000માં 10 વર્ષના ભાડા પેટે બ્‍લેક ટ્રેપમાં લીઝ મંજુર કરવામાં આવેલ. તે લીઝને પુરા થયા આજે 9 વર્ષ વિતી ગયેલ હોવા છતાં મા ધરતીની છાતી ફાડી ખનીજ માફીયાઓ ઘ્‍વારા દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી પ્રાકૃતિક સંપદાની ઘોર ખોદાઈ રહી છે.

વધુમાં જણાવેલ છે કે, નેસડી-ર ગામથી 1 કિ.મી. દુર અને નેસડી-રાજુલા રોડથી બીલકુલ નજીક આવેલ ગેરકાયદે માઈન્‍સમાં 8થી 10 ફૂટના પરીઘના દાર બનાવી પ્રતિબંધિત એવા એલ્‍કા બ્‍લાસ્‍ટ કરાતો હોવાથીનેસડી ગામના રહેણાંકના મકાનો ધ્રુજવા સાથે એલ્‍કા બ્‍લાસ્‍ટના કારણે ધરતી ધુ્રજવા સાથે ભુગર્ભમાં તીરાડો પડવાથી ભુગર્ભ જળ ભંડાર વધુમાં વધુ ઉંડા ઉતરવાથી 3 કિ.મી. વિસ્‍તારના ખેડૂતોના કૂવાના તળ ખાલીખમ્‍મ થવાથી ખેડૂતોને શિયાળુ-ઉનાળુ પાક લેવામાં ભારે મુશ્‍કેલી પડતી હોવાથી દાર અને કૂવાઓ ખાલી જવાના પાપે ખેડૂતો શિયાળુ-ઉનાળુ પાક લઈ શકતા ન હોય. ખેડૂતોની રોજી-રોટી છીનવાઈ જવાના કારણે ખેડૂતોના સંતનો પણ રોજી-રોટી મેળવવા અને પરિવારોનું ગુજરાન ચલાવવા શહેરી વિસ્‍તાર તરફ હિજરત કરવાની ફરજ પડી છે.

વધુમાં જણાવેલ છે કે, વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેમ રાજુલા-જાફરાબાદના દરીયાકાંઠે બંધાતી જેટીઓના કામમાં દરીયો પુરવા 10-ર0 ટનની શીલાઓ આ ગેરકાયદે સ્‍ટોન ક્રશરમાંથી ગેરકાયદેસર રીતે બ્‍લાસ્‍ટ કરીને કાઢીને દરરોજના સેંકડો ટ્રક ઘ્‍વારા ગેરકાયદે હેરાફેરી કરાતી હોવાથી પ્રાકૃતિક સંપદા અને પર્યાવરણને કદી ભરપાઈ ન થાય તેવું નુકશાન કરી ટ્રકો ઘ્‍વારા પરીવહન કરાતું હોવાથી આ વિસ્‍તારના રોડ-રસ્‍તાને ભારે નુકસાન થવા સાથે ખુલ્‍લામાં લઈ જવાતા ખનીજ તત્‍વોથી ખેતીની જમીનને અને ખેતીના ઉભા પાકને પણ નુકસાન થતું હોય. સુપ્રીમ કોર્ટના આદેશ અને ગ્રીન ટેબ્‍યુનલની ગાઈડલાઈન ભંગ કરી પર્યાવરણનું નખોદ કાઢનારાનેસડી-ર ગામના ગેરકાયદે ચાલતા સ્‍ટોન ક્રશરને વ્‍યાપક જનહિત અને પર્યાવરણ બચાવવા ખાતર તાત્‍કાલિક અસરથી બંધ કરાવી છેલ્‍લા 9 વર્ષમાં થયેથી ખનીજ ચોરીની રોયલ્‍ટીની ગણતરી કરી રોયલ્‍ટી વસુલવા સાથે 10 ગણી રોયલ્‍ટીની રકમનો દંડ ફટકારવા અંતમાં માંગ કરેલ છે.


બાબરા-અમરેલી-સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોરલેન કરો

બ્રોડગેજ રેલ્‍વેનો અભાવ હોવાથી ફોરલેન માર્ગ બને તો ધંધા-રોજગારને પણ ફાયદો થઈ શકે તેમ છે

દરિયાકાંઠે આવેલ રાજુલા પંથકમાં મહાકાય ઉદ્યોગોનું સ્‍થાપન થવાથી ટ્રાન્‍સપોર્ટેશનનું પ્રમાણ વધી રહૃાું છે

અમરેલી, તા. ર7

બાબરા-અમરેલી- સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોર લેન બનાવવાની માંગ જિલ્‍લાની જનતા જનાર્દનમાંથી ઉભી થવા પામી છે.

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા પંથકમાં પિપાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ જેવા ઉદ્યોગોનોધમધમાટ છે. આગામી દિવસોમાં વધુ ઉદ્યોગો કાર્યરત થવાનાં છે અને પિપાવાવ પોર્ટ કે અલ્‍ટ્રાટેક તરફથી રાજકોટ કે કચ્‍છ જવા માટે સાવરકુંડલા-અમરેલી-બાબરા માર્ગનો વધારે ઉપયોગ થાય છે. અને માર્ગ પર મહાકાય વાહનોની સતત અવરજવર હોવાથી બાબરા- અમરેલી- સાવરકુંડલા-રાજુલા સુધીનાં માર્ગને ફોર લેન બનાવવામાં આવે તો બાબરાથી રાજકોટ-કચ્‍છ સુધીનાં ફોર લેન માર્ગને જોડી શકાય તેમ છે.

અમરેલી જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વે કે હવાઈ સેવાનો અભાવ હોવાથી અમરેલી જિલ્‍લાનાં વિકાસ માટે હવે નેશનલ હાઈ-વે કે ફોર લેન માર્ગની અત્‍યંત આવશ્‍યકતાં હોય જિલ્‍લાનાં તમામ રાજકીય આગેવાનોએ પક્ષપક્ષીથી દુર રહીને બાબરા- અમરેલી-રાજુલા માર્ગને ફોર લેન બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ જિલ્‍લાની જનતામાંથી ઉભી થવા પામી છે.


28-02-2019