Main Menu

Wednesday, February 27th, 2019

 

જિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન

અધિકારીઓ અને પદાધિકારીઓને ચકાસણી કરવાનું મન થતું નથી

જિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન

સિમેન્‍ટ, સ્‍ટીલ, ઈંટની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો સ્‍ફોટક વિગત બહાર આવે તેમ છે

અમરેલી, તા. ર6

અમરેલી ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થનાર જિલ્‍લા પંચાયતનાં મકાનનાં બાંધકામમાં ખુલ્‍લેઆમ નિયમોનો ઉલાળીયો થતો હોય અધિકારીઓ અને પદાધિકારીઓએ વિજીલન્‍સ તપાસની માંગ કરવી જરૂરી બની છે.

જિલ્‍લા પંચાયત કચેરીનાં હયાત મકાનને જમીનદોસ્‍ત કરીને તેજ સ્‍થળે કરોડો રૂપિયાનાં ખર્ચે આધુનિક સુવિધાસભર મકાન બનાવવાનો પ્રારંભ દોઢેક વર્ષ પહેલા થયા બાદ શરૂઆતથી જ બાંધકામ નબળું થતું હોવાની ફરિયાદ ઉભી થઈ રહી છે.

પરંતુ જે કોઈ વિરોધ કરે તેને રાજી કરવામાં આવી રહૃાા હોય મામલો તપાસ સુધી પહોંચતો નથી. અગાઉ પણ જિલ્‍લા પંચાયતનાં એક પદાધિકારીએ બાંધકામ સામે પ્રશ્‍નાર્થ ઉભો કર્યા બાદ આગળની કોઈ તપાસ ન થતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

કરોડો રૂપિયાનાંખર્ચે થતાં મકાનમાં નિયમ પ્રમાણે સિમેન્‍ટ કે સ્‍ટીલનો ઉપયોગ થતો નથી તેમજ ઈંટની કવોલીટીમાં પણ વ્‍યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ રહૃાાની ફરિયાદ ઉભી થતી હોય જિલ્‍લા વિકાસ અધિકારી, સાંસદ અને ધારાસભ્‍ય કયાં કારણોસર તટસ્‍થ તપાસ કરાવતાં નથી તે બાબત સમજી શકાતી નથી. જે મકાનમાં જિલ્‍લા વિકાસ અધિકારી, બાંધકામનાં અધિકારીઓ બેસવાનાં છે તે મકાનનું બાંધકામ નબળું થતું હોવાની ફરિયાદ ઉભી થાય તો મામલો અતિ ગંભીર બન્‍યો હોય તપાસ થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલ છે.


અમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ  

ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તા.ર8/ર, ને ગુરૂવારના રોજ ત્રિમંદિર પાસે, અડાલજ, તા.જી. ગાંધીનગર ખાતે કોંગ્રેસ અઘ્‍યક્ષ રાહુલ ગાંધીજી, શ્રીમતી સોનિયા ગાંધી, આદરણીય ડો. મનમોહનસિંહ, મહા સચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહીત પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જન સંકલ્‍પ રેલીમાં જિલ્‍લાભરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ઉપસ્‍થિત રહેવા માટેની ચર્ચા વિચારણા માટે કારોબારી મીટીંગ મળેલ હતી. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાની અઘ્‍યક્ષતામાં મળેલ આ મીટીંગમાં લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમ્‍મર, જે. વી. કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, ઉપપ્રમુખ હાર્દિક કાનાણી, પુર્વ જીલ્‍લા પ્રમુખ જેનીબેન ઠુંમ્‍મર, પ્રદેશ મંત્રી સુરેશભાઈ કોટડીયા, શરદભાઈ ધાનાણી, યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા, સન્‍ની ડાબસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિશ ભંડેરી, મનુભાઈ ડાવરા, કિરીટભાઈ દવે, જસમતભાઈ ચોવટિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ ઠુંમ્‍મર, બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, દલસુખભાઈ દુધાત, ઠાકરશીભાઈ મેતલિયા, મોહનભાઈ નાકરાણી, દાઉદભાઈ લલિયા, નારણભાઈ મકવાણા, જગદીશભાઈ વ્‍યાસ, સિઘ્‍ધાર્થ ઠાકર, ટીકુભાઈ વરૂ, કનુભાઈ અઘેરા, જી.પ.સદસ્‍ય પ્રદીપ કોટડીયા, શંભુભાઈ ધાનાણી, દિનેશભંડેરી, જગદીશ ડાભી, સંદીપભાઈ ધાનાણી, તા.કો. પ્રમુખઓ, તા.પ.સદસ્‍યો તથા વિપુલભાઈ પોકીયા, દેવરાજ બાબરીયા, સંદીપ પંડયા, હંસાબેન જોશી, માધવીબેન જોશી, રીટાબેન ટાંક, ઈમરાન શેખ, ભુપેન્‍દ્ર સેજુ વી. કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહયા હતા.


ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર

જમીન મેળવીને ઉદ્યોગ ન કરનારાઓમાં ફફડાટ

રાજુલા, તા.ર6

રાજુલા તાલુકા ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો જુદા જુદા પ્રમાણપત્રોથી ખરીદકરવામાં આવેલ હતી તે જમીનનો પ્રમાણપત્રોની શરતો મુજબ ઉપયોગ કરવામાં આવેલ ન હોવાની ફરિયાદ વિવાદી દશરથભાઈ વિરજીભાઈ પટેલ (કચ્‍છ) તથા ભગવાનભાઈ જેસાભાઈ રામ ર્ેારા તા.16/3/17 નાં રોજ અરજી આપેલ હતી જે મુજબ રજૂઆત કરેલ તેના અનુસંધાને મામલતદાર રાજુલાના પત્ર નં. જમન/વશી/ર97/18 તા. 1/3/18 થી સવાલવાળી જમીનોમાં ખરીદ કર્યા મુજબનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય શરતભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય આપી દરખાસ્‍ત રજૂ કરેલ હતી. ત્‍યારબાદ શરતભંગ રજીસ્‍ટરે લઈને તા. 14/પ/18 ની સુનાવણી મુકરર કરેલ. જેમાં પ્રતિવાદીનાં વકીલ હાજર રહી મુદત માંગેલ. જે બાદમાં તા. ર8/પ/18ની અને ત્‍યારબાદ પણ વખતોવખત મુદ્યતો આપવામાં આવેલ અને છેલ્‍લે તા.30/8/ર018 મુદત અંગેની જાણ રજીસ્‍ટર એડી.થી કરવામાં આવેલ હતી. પરંતુ પ્રતિવાદી હાજર રહેલ નહી હોવાથી ગુણદોષનાં આધારે નિર્ણય ઠરાવ પર લેવામાં આવ્‍યો હતો. જેમાં ભચાદર ગામનાં ખાતા નં.430થી ચાલતા કુલ 6ર સર્વે નંબરવાળી તેમજ ઉચૈયા ગામનાં ખાતા નં.ર00થી ચાલતા કુલ 3ર સર્વે નંબરવાળી જમીન તથા ભેરાઈ ગામનાં ખાતા નં.પ13થી ચાલતા કુલ સર્વે નંબર-16 વાળી જમીનો પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન)નાં નામે ચાલતી હોય, કંપની ર્ેારા સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદો-1499ની કલમ-પ4/પપ તળે જુદા જુદા પ્રમાણપત્રો મેળવી સવાલવાળી જમીનો કંપનીએ ખરીદ કરવામાં આવેલ. જે પ્રમાણપત્રોની શરતનં.4નો કંપની ર્ેારા ભંગ કરવામાં આવેલ હોય શતભંગની કાર્યવાહી કરવા મામલતદારએ અભિપ્રાય આપેલ હોય ઉચૈયા ગામની 3ર સર્વે નંબરવાળી જમીનો તથા ભચાદર ગામની 6ર સર્વે નંબરોવાળી તેમજ ભેરાઈની 16 સર્વે નંબરો વાળી જમીનો આશરે 1400 અંદાજીત વિઘા જમીનમાં સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદાની કલમ-પ4/પપ મુજબ પ્રમાણપત્ર મેળવી કંપનીનાં નામે/ખાતે થયેલ હતી અને કેટલીક જમીનો કલેકટર અમરેલીનાં જુદા જુદા હુકમોથી બિનખેતી કરેલ હતી.

આ કામનાં પ્રતિવાદી કંપની ર્ેારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેની વિગતે સવાલવાળી જમીનમાં ખૂબ મોટી રકમ ફાળવેલ છે. જો પ્રિમીયમ વસુલ કરવાપાત્ર અથવા દંડ વસુલ કરવાથી ખૂબ જ મોટુ આંકી ન શકાય તેવું નૂકશાન કંપનીને થશે જેથી પ્રમાણપત્રની મુદત એક વર્ષ માટે વધારી આપવા રજૂઆત કરેલ હતી. પરંતુ કાયદા મુજબ કાયદો-1949ના સુધારા અધિનિયમ-ર01પની જોગવાઈ મુજબ જોગવાઈ તળે ખરીદારને પાંચ વર્ષની મુદતની અંદર માલનું ઉત્‍પાદનઅથવા સેવા પુરી પાડવાનું શરૂ કરવું જોઈએ. તેમજ સુધારેલ કાયદાની પેટાકલમ મુજબ યોગ્‍ય તપાસ કર્યા પછી સુનાવણીની તક આપ્‍યા પછી એવા નિષ્‍કર્ષ પર પહોંચે કે ખરીદનાર પેટા કલમ-3ના ખંડ(ખ) મુજબ રાજય સરકાર નક્કી કરે તેટલા વળતરની ખરીદનારને ચુકવણી કર્યે તે જમીન તમામ બોજામાંથી મુકત થઈને સરકારમાં નિહિત થશે. જે અન્‍વયે પત્ર નં./જમીન/વશી/396ર/18 તા.પ/1ર/18 તથા પત્ર નં.જમન/વશી /3963/18 તા. પ/1ર/18 ના પત્રથી જંત્રીની કિંમત ભરપાઈ કરવા લેખિત સંમતિ દિન-પમાં રજૂ કરવા જણાવેલ. પરંતુ કોઈ પ્રત્‍યુતર કે સંમતિ જવાબ રજૂ કરવામાં આવેલ નથી પરંતુ પત્રનો અસ્‍વીકાર કરવામાં આવેલ છે. આમ ઉપરોકત મુદ્યાઓને ઘ્‍યાને લઈને નાયબ કલેકટર રાજુલા ર્ેારા ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલ જમીન 8 વર્ષ ઉપરાંત સમયગાળા બાદ પણ જે હેતુ માટે લીધેલ છે, તે હેતુ ઉપયોગ શરૂ ન કર્યા અંગેનાં સચોટ આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય અને જે પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલ તે પ્રોજેકટ સ્‍થાપેલ નહીં હોવાથી હુકમની શરત નં.4 નો ભંગ કરેલ હોય જેથી શ્રી સરકાર દાખલ કરવા નાયબ કલેકટર કે. એસ.ડાભીએ હુકમ કરતા આ વિસ્‍તારમાં જમીનો લઈને ઉદ્યોગો શરૂ નહી કરતા લોકોમાં હડકંપ મચી ગયેલ છે.


જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત

અમરેલી, તા. ર6

બાબરા ગામે આવેલ જીવનપરામાં રહેતી રૂકસાનાબેન મુનીરભાઈ રાઠોડ નામની ર3 વર્ષિય પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે પંખાની પીન બોર્ડમાં લગાવવા જતાં તેણીને અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં તેણીનું મૃત્‍યું થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.


ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી

પરિવાર સાથે સૂતેલ નિર્દોષ બાળકને દીપડાએ મોંમાં દબોચી લીધો

અમરેલી, તા.ર6

અમરેલી જિલ્‍લાના ગીર કાંઠા વિસ્‍તારમાં છાશવારે વન્‍ય પ્રાણીઓ દ્વારા માનવ જીવ ઉપર હુમલા થતાં હોય છે. તેમાં ખાસ કરીને વન્‍ય પ્રાણી દીપડાઓ ગીર કાંઠાના ગામની સીમમાં વસતા ખેત મજૂરો અને તેમના પરિવારના લોકોનો શિકાર કરતા હોય છે. પરંતુ ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામ ગામમાં આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા પરિવારના ર વર્ષના બાળકનેસમી-સાંજના સમયે દીપડો ઉઠાવી જઈ બાળકનો શિકાર કરી નાખવાની ઘટના બનતા ચલાલા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આ લખાય છે ત્‍યારે વન વિભાગ તથા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ બાળકને ફાડી ખાનાર દીપડાની શોધખોળ આદરી છે.

આ બનાવમાં જાણવા          મળતી વિગત મુજબ ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશોરભાઈ મનસુખભાઈ વાઘેલા તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રીના 9 વાગ્‍યા આસપાસ જમી અને પોતાના ઝુંપડામાં સૂતો હતો ત્‍યારે બીલ્‍લી પગે એક કદાવર દીપડાએ આવી ત્‍યાં સૂતેલા આશરે અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને મોં વડે પકડી લઈ દીપડો નાશવા લાગ્‍યો હતો.

પરંતુ બાળકની રાડારાડથી તેમનો પરિવાર જાગી જતાં આખો પરિવાર પોતાના વ્‍હાલસોયા પુત્રને બચાવવા માટે આ બાળકના દાદા સહિતના લોકો દીપડાની પાછળ દોડી ગયા હતા પરંતુ દીપડાએ અંધારાનો લાભ લઈ નાશી છૂટયો હતો.

આ બનાવ અંગેની જાણ ગોપાલગ્રામના લોકોને થતાં લોકોએ વન વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા આ દીપડાની તથા બાળકની લોકોએ અંધારામાં શોધ ચલાવી હતી.

ત્‍યારે મોડી રાત્રીના સમયે આ માનવભક્ષી દીપડો ગોપાલગ્રામથી માણાવાવ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ એક વાડીમાં જયાંજારનું વાવેતર કરેલ હોય ત્‍યાં હોવાનું જાણમાં આવતા લોકોએ દીપડાને ભગાડયો હતો.

પરંતુ આ દીપડાએ અઢી વર્ષના બાળકનું અડધા ઉપરાંતનું માંસ ખાઈ જતાં આ બાળકનું મૃત્‍યુ નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોમાં ભારે                        ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની શોધખોળ આદરી છે. અને દીપડાને પીંજરે પુરવાની મથામણ શરૂ કરી દીધાનું જાણવા     મળેલ છે.


મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી

વહેલા ઉઠવા બાબતે તેણીને ઠપકો આપ્‍યો હતો

અમરેલી, તા. ર6

અમરેલી તાલુકાનાં મોટા માચીયાળા ગામે રહેતી જાનવીબેન પરબતભાઈ વાઘેલા નામની 18 વર્ષિય યુવતિને સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતાં તેણીએ મનમાં લાગી આવતાં ગત તા.ર4નાં રોજ કબાટમાં પડેલ કોઈ ઝેરી દવા પી લેતાં તેણીનું મોત નિપજયું હતું.


મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું

કુવામાંથી બહાર આવતાં ગાળીયો નીકળી ગયો

અમરેલી, તા. ર6

જેસર તાલુકાનાં કાત્રોડી ગામે રહેતાં રમેશભાઈ બાલાભાઈ પરમાર નામનાં 30 વર્ષિય યુવક ગત તા.ર4/ર ના સાંજનાં સમયે મેવાસાગામની સીમમાં કુવામાં દાર પાડવા ગયેલ હતા જયાં કુવામાંથી બહાર આવતી વખતે ડુગલામાંથી ગાળીયો નીકળી જતાં તે કુવામાં પડી જતાં તેમનું મૃત્‍યુ થયાનું વંડા પોલીસમાં મૃતકનાં પિતા બાલાભાઈએ જાહેર કર્યુ હતું.


ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા

અમરેલીમાં વિ.હિ.પ, ભાજપ, કોંગ્રેસ સહિતની સંસ્‍થાઓ દ્વારા

અમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે વિશ્‍વ હિન્‍દુ પરિષદ, ભાજપ, કોંગ્રેસ, જેસીંગપરા યુવક મંડળ, હનુમાનપરા યુવક મંડળ સહિતનાં જુદા-જુદા સંગઠનો અને સંસ્‍થાઓ ઘ્‍વારા ભારતીય સેનાએ વ્‍હેલી સવારે પાકિસ્‍તાનમાં ઘુસી જઈને આતંકવાદી અડાઓનેનેસ્‍તનાબુદ કર્યાની ઘટનાના આતશબાજી ઘ્‍વારા વધામણા કરવામાં આવ્‍યા હતા અને આતંકવાદી મસુદ અઝરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું.

સૌપ્રથમ કોંગી પ્રમુખ અર્જુન સોસા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર સહિતનાં કોંગીજનોએ ભારતીય સેનાની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને આતંકવાદી અડાઓ પર પાકિસ્‍તાનમાં ઘુસીને હુમલો કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બાદમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારની આગેવાનીમાં આતંકવાદી મસુદ અઝહરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું અને શહેરીજનોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. બાદમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં પ્રમુખ મનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ હસુભાઈ દુધાત, દિલીપસિંહ ઠાકોર, ભાનુભાઈ કીકાણી સહિતનાં આગેવાનો અને વિવિધ યુવક મંડળોએ પણ ભારતીય સેનાની કામગીરીની પ્રશંસા કરી હતી.


ધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય ?

રેવન્‍યુ અને જંગલ વિસ્‍તારમાંથી પ0 જેટલા વૃક્ષોનાં કટીંગની ચર્ચા

ધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય

સરસીયા, અમૃતપુર, હરીપરાનાં રેવન્‍યુ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં ચંદનનાં વૃક્ષો છે

ધારી, તા.ર6

ધારી ગીર પૂર્વે દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ એક જ ઝાટકે રપ ચંદનના આરક્ષિત વૃક્ષોકટીંગ કરી લઈ ગયા હતા. થોડા દિવસોથી રેવન્‍યુ વિસ્‍તારમાં ચંદન ચોર સક્રિય હતા. જે હવે જંગલમાં પહોંચતા અને રપ-રપ વૃક્ષો કટીંગ કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની વિગતો મુજબ ધારી પંથકના સરસીયા, અમૃતપુર, હરીપરાના રેવન્‍યુ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં ચંદનના વૃક્ષો છે અને સરસીયા વિડી (અભ્‍યારણ) જંગલ વિસ્‍તારમાં પણ ચંદનના અનેક વૃક્ષો છે. છેલ્‍લા દોઢેક માસથી આ વિસ્‍તારોમાં ચંદન ચોર ગેંગે ભારે તરખાટ મચાવ્‍યો હતો. વાડી વિસ્‍તારમાંથી રેવન્‍યુ કટીંગ ચાલતું હતું ત્‍યારે વાડી માલિકો દ્વારા તંત્રને જાણ કરી હતી. ત્‍યારે વનતંત્ર જંગલમાં સબ સલામત હોવાની સૂફીયાણી વાતો કરી બચાવ કરતું હતું પરંતુ ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્‍ડના અભ્‍યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ વિડીમાંથી ચંદન ચોર ગેંગ એક સાથે રપ જેટલા વૃક્ષો કટીંગ કરી લઈ જતા વન વિભાગના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. જંગલ વિસ્‍તારમાં સામાન્‍ય વ્‍યકિત જઈ શકતી નથી. જો જાય તો દંડ થાય છે. ત્‍યારે રપ વૃક્ષો એક સાથે કટીંગ કરી ચંદન ચોર ગેંગ કઈ રીતે નીકળી હશે તે મહત્‍વનો પ્રશ્‍ન છે.

ધારી પંથકના રેવન્‍યુ તથા જંગલ વિસ્‍તારમાંથી લગભગ પ0 જેટલા ચંદનના વૃક્ષો કટીંગ થયા છે. જેમાં રપ જંગલ (અભ્‍યારણ) અને બાકીના રેવન્‍યુ વિસ્‍તારમાંથી કટીંગ થયાનુંજણાઈ આવે છે. આ આંકડો હજુ ઘણો વધારે હોવાનું પણ ચર્ચાઈ રહયું છે. લગભગ ત્રણ વર્ષ અગાઉ સરસીયા વિડીમાંથી તથા આજુબાજુના વિસ્‍તારમાંથી રપથી વધારે ચંદનના વૃક્ષો કટીંગ થઈ ગયા હતા. ત્‍યારે ફરી વખત ચંદન ચોર ગેંગ સક્રિય થઈને તરખાટ મચાવી મુકયો હોય તંત્ર ચંદન ચોર ગેંગને ઝબ્‍બે કરી તથા સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાય તેવી લોક માંગ ઉઠી છે. આ અંગે ડી.સી.એફ.પી. પુરષોતમનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, ધારીની સરસીયા વિડીમાંથી રપ જેટલા ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ થયાનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. રેવન્‍યુ વિસ્‍તારમાંથી પણ ઘણા ચંદનના વૃક્ષો કટીંગ થયાની ફરિયાદ મળી છે.


લ્‍યો બોલો : બાબરામાં તસ્‍કરોએ શિક્ષકનાં બંધ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરી

સ્‍થાનિક પોલીસે તસ્‍કરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા

બાબરા, તા. ર6

બાબરામાં નવ નિયુકત પીએસઆઈ ગીતાબેન આહીરનું આગમન થતા થોડા દિવસ ચોરીનાં એક પણ બનાવ બન્‍યા નથી ત્‍યારે હાલ લગ્ન સિઝનનો પૂરતો ફાયદો ઉઠાવવાનાં મૂડમાં હોય એમ તસ્‍કરોએ થોડા દિવસોનો આરામ બાદ ફરીવાર બાબરામાં એન્‍ટ્રી કરી એક શિક્ષકનાં મકાનને નિશાન બનાવ્‍યું છે.

બનાવની પ્રાથમિક વિગતમાં જાણવા મુજબ શહેરનાં રામનગર વિસ્‍તારમાં રહેતા શિક્ષક પ્રજ્ઞાબેન મોરબીયા પોતાના પરિવાર સાથે લગ્ન કરવા બહારગામ ગયા હતા અને પાછળથી કોઈ અજાણ્‍યા શખ્‍સોએ મકાનનું તાળુંતોડી અંદર પ્રવેશી રૂમના સર સમાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ અન્‍ય દર દાગીનાની ચોરી કરી ગયાની શિક્ષક પરિવાર ર્ેારા બાબરા પોલીસમાં જણાવતા પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર દોડી આવ્‍યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

શિક્ષક પરિવાર લગ્ન પ્રસંગેથી પરત આવ્‍યે ખ્‍યાલ આવ્‍યો કે મકાનનું તાળું તોડેલું છે એ અંદર તપાસ કરી તો આખું મકાન વેરણછેરણ હતું પોતાના મકાનમાં ચોરી થયાની જાણ થતાં શિક્ષક પરિવાર હતભ્રત થઈ ગયો હતો.

હાલ બાબરા પોલીસનાં પીએસઆઈ ગીતાબેન આહીર ર્ેારા શિક્ષકનાં મકાનમાંમાંથી કેટલી રોકડ રકમ અને દરદાગીનાની ચોરી થઈ છે, તેની તપાસ કરી રહૃાા છે. કુલ કેટલી મતાની ચોરી થઈ છે, તે તો આગામી દિવસોમાં ખ્‍યાલ આવશે.

હાલ તો બાબરા પંથકમાં વધતા જતા ચોરીનાં બનાવો સામે લોકોમાં પોતાનો જાનમાલને લઈ ચિંતા પ્રવર્તી રહી છે, ત્‍યારે બાબરા પોલીસ ર્ેારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.


ખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત

અમદાવાદ ખાતે છેલ્‍લી કલાકોમાં ચાલતી સારવાર નિષ્‍ફળ રહી

ખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત

ગામમાં જોવા મળેલ શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓને જરૂરી દવાઓ આપવામાં આવી

ગામનાં યુવાને ગામજનોમાં ફેલાયેલ ભયને દૂર કરવા માટે જહેમત ઉઠાવી

ખાંભા, તા.ર6

ખાંભાના દલડી ગામની મહિલાને 3/4 દિવસ તાવ આવતા રાજુલા દવાખાને સારવાર અર્થે જતાં ડોકટરને સ્‍વાઈન ફલુની અસર જણાતા રાજકોટ રીફર કરેલ. ત્‍યાંથી વધુ સારવાર માટે પરિવારજનો સુરત ખાતે લઈ જવા નીકળતા રસ્‍તામાં વધુ તકલીફ થતા અમદાવાદ સિવિલ હોસ્‍પિટલે સારવાર માટે દાખલ થતાં સારવાર દરમિયાન તેઓનું મૃત્‍યુ થતા પરિવારજનો સુરત ખાતે તેઓના દીકરાઓને ઘેરે લઈ ગયેલ. બાદમાં સુરતમાં જ અગ્નિ સંસ્‍કાર કરવામાં આવેલ.

દલડીની મહિલાનું સ્‍વાઈન ફલુમાં થયેલ મોતના સમાચાર જાણીજિલ્‍લા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવેલ અને માત્ર 640ની વસ્‍તી અને 18પ ઘર ધરાવતા નાનકડા એવા દલડી ગામે આરોગ્‍ય વિભાગના બી.એચ.ઓ. ડો. અજમેરાની આગેવાનીમાં ખડાધાર પી.એચ.સી.ના ડો. કમલેશ ઘાંસકટા તથા સ્‍ટાફ તેમજ આશાવર્કર બહેનની ટીમે દલડીમાં આંગણવાડી કેન્‍દ્ર ખાતે મેડિકલ કેમ્‍પનું આયોજન કરી સ્‍કૂલના 9ર પૈકી તાવ- શરદી- ઉધરસ વાળા 4પ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ તેમજ રપ ઘરના સભ્‍યોને તપાસી દવા અને સારવાર આપેલ.

બી.એચ.ઓ. ડો. અજમેરાની આગેવાનીમાં ખડાધાર પી.એચ.સી.ના સ્‍ટાફની સુંદર કામગીરી અને ઘેર ઘેર સર્વેની કામગીરી દલડીના ગામજનોમાં જે ભયનો માહોલ હતો તે દૂર થવા પામેલ. આ મેડિકલ તપાસ કામગીરીમાં દલડીનો યુવાન વિનુ પાંડવ ખડેપગે રહેલ.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી જયેશભાઈ તુલસીદાસ મેસવાણીયા (ઉ.વ.44)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે રસીકલાલ તુલસીદાસ મેસવાણીયાનાં ભાઈ તથા અક્ષયભાઈ અને ભાવિનભાઈ રામજી મંદિર ભુવા રોડનાં પુજારીનાં પિતા થાય છે.

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા નિવાસી લીલીબેન હિંમતભાઈ બોરીસાગર (ઉ.વ. 87)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે જગદીશભાઈ, હર્ષદભાઈ, હરિનંદનભાઈ,ભરતભાઈનાં માતૃશ્રી તથા ગોપાલભાઈ અને જયેન્‍દ્રભાઈનાં દાદી થાય છે.

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં પીયાવા નિવાસી મગનભાઈ પ્રાગજીભાઈ ચાંચડ (ઉ.વ. 9પ) તા.ર6/ર ને મંગળવારના રોજ ગૌલોકવાસ પામ્‍યા છે, તે શંભુભાઈ, લીંબાભાઈ, નરસિંહભાઈ, બટુકભાઈનાં પિતાશ્રી થાય છે, તેમનું બેસણું તા. ર8/ર ને ગુરૂવારનાં રોજ તેમના નિવાસ સ્‍થાન સાવરકુંડલા તાલુકાનાં પીયાવા ગામ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી વસંતભાઈ માનસેતાનાં બનેવીતથા બાવચંદભાઈ પોપટલાલ માનસેતાનાં જમાઈ હસમુખરાય કાકુભાઈ માધવાણી (ઉ.વ. 6ર)નું તા. રર/ર ને શુક્રવારનાં રોજ વલસાડ મુકામે અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ર8/ર ને ગુરૂવારે 4 થી 6 સુધી લોહાણા વિદ્યાર્થી બોર્ડીગ મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.


અમરેલી શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનાવવાનો પ્રારંભ 

અમરેલી નગરપાલિકા ર્ેારા શહેરમાં સી.સી. રોડ રૂા.4પ6.89 લાખ ખર્ચે થનાર રોડનું ખાતમુહુર્ત યોજાયું હતું. જેમાં શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી. પી. સોજીત્રા નગરપાલિકાનાં પ્રમુખ જયંતીભાઈ રાણવા તેમજ ઉપપ્રમુખ શકીલ બાપુ તેમજ બાંધકામ સમિતિનાં ચેરમેન કોમલબેન સંજયભાઈ રામાણી તથા કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા તેમજ ટાઉન પ્‍લાનીંગ સમિતિ ચેરમેનમૌલિકભાઈ ઉપાઘ્‍યાય તથા આરોગ્‍ય શાખાનાં ચેરમેન પંકજભાઈ રોકડ, પૂર્વ નગરપાલિકાનાં પ્રમુખ અલકાબેન ગોંડલીયા તથા નગરપાલિકાનાં સદસ્‍યો હિરેનભાઈ સોજીત્રા તથા રોહિતભાઈ ઘંટીવાળા અને લાઠી રોડ વિસ્‍તારનાં આગેવાનો અને અમરેલીનાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા.


બાબરામાં ભાજપ પરિવારે ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કર્યા

થોડા દિવસો પહેલા જમ્‍મુ કાશ્‍મીરના પુલવામામાં ભારતીય જવાનો પર આંતકી હુમલો થતા 44 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને ભારતીયોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. તેમજ સમગ્ર દેશના લોકોમાં એક જ માગ કરવામાં આવી હતી કે પાકિસ્‍તાન પર હુમલો કરી આંતકીનો ખાત્‍મો બોલાવામાં આવે. ત્‍યારે દેશના જવાનોના બલિદાનના બાર દિવસ પછી ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્‍તાન સ્‍થિત આંતકી કેમ્‍પ પર હુમલો કરી 300 જેટલા આંતકીનો ખાત્‍મો બોલાવતા સમગ્ર દેશમાં ખુશીની લાગણી સાથે દેશવાસીઓ ઝુમી ઉઠયા હતા અને મીઠાઈ વિતરણ કરી મોં મીઠા કરી રહયા હતા. તેમજ આતશબાજી પણ કરી રહયા હતા. ત્‍યારે બાબરા શહેર ભાજપ દ્વારા અહીં નાગરિક બેન્‍ક ચોકમાં આતશબાજી કરી ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી. અહીં માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાની આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શહેરભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મહામંત્રી મુકેશભાઈ ખોખરીયા, બીપીનભાઈ રાદડીયા, પ્રતાપભાઈ ખાચર, બાવકુભાઈ ત્રિવેદી, કિરીટભાઈ પરવાડીયા, સુરેશભાઈ ભાલાળા, મયુરભાઈ રાવલ, રાજુભાઈ વિરોજા, રાજુભાઈ રંગપરા, મનીષભાઈ ગોહેલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાએ ભારતીય સેનાની કામગીરીને બિરદાવી જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ જે કહયું એ કરીને બતાવ્‍યું છે પાકિસ્‍તાન સ્‍થિત આંતકી કેમ્‍પ પર જે હુમલો કરવામાં આવ્‍યો છે તે જોતા હવે આંતકીઓ ભારત દેશ પર નજર નાખતા સો વાર વિચારશે.


027-02-2019