Main Menu

Tuesday, February 26th, 2019

 

વડીયાનાં દિવ્‍યધામનાં સાધુની કામલીલા અંગે ફરિયાદ

જુનાગઢ ખાતે રહેતી પરિણીતાની મજબુરીનો લાભ લેતા ચકચાર

વડીયાનાં દિવ્‍યધામનાં સાધુની કામલીલા અંગે ફરિયાદ

પરિણીતાને પતિ સાથે અણબનાવ હોવાથી સાધુની મદદ માંગી તો તેઓએ લીધો ગેરલાભ

વડીયા, તા. રપ

મૂળ પોરબંદરની અને હાલ જુનાગઢમાં રહેતી સ્‍વામિનારાયણ સંપ્રદાયની ભકત પરિણીતાને પોતાના પતિ સાથે કેટલાયે સમયથી અણબનાવ હતો. જેથી તેણે કંટાળીને વડીયા ખાતે આવેલ દિવ્‍યધામ સ્‍વામિનારાયણ મંદિરના શાસ્‍ત્રી આનંસ્‍વામીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આનંદસ્‍વામીએ પણ પરિણીતાની વ્‍યથા ઘ્‍યાનપૂર્વક સાંભળીને તેને મદદ કરવાનું વચન આપ્‍યું હતું. પરંતુ સ્‍વામીના મનમાં કંઈક પોતાના નામ પ્રમાણે બીજું જ ઘડાઈ રહૃાું હતું. સ્‍વામીએ પરિણીતાને સમાધાન કરાવી આપવાની લાલચ આપી. મોબાઈલ અને વોટસએમપમાં પણ સંપર્ક સાઘ્‍યો હતો. સ્‍વામીએ પરિણીતાની પરિસ્‍થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે 6 મહિના અગાઉ જુનાગઢમાં શિશુમંગલ રોડ પર બોલાવી હતી. જયાં પરિણીતાને કારમાં છરી બતાવી તેના પર બળાત્‍કાર ગુજાર્યો હતો અને સ્‍વામીએ ધમકી આપી હતી કે જો તે કોઈને જાણ કરશે તો તેની છોકરીને ઉપાડી જશે. પહેલા તો પરિણીતા ઘટનાથી ડરી ગઈ હતી જેના કારણે તેણે પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યુ નહોતું. બાદમાં સ્‍વામીનારાયણ સંપ્રદાયની ભકતપરિણીતાએ સી ડિવીઝન પોલીસમાં શાસ્‍ત્રી આનંદસ્‍વામી વિરૂઘ્‍ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરિણીતાએ સ્‍વામીનારાયણ સંપ્રદાયના શાસ્‍ત્રી આનંદસ્‍વામી સ્‍વરૂપદાસજી વિરૂઘ્‍ધ બળાત્‍કાર સહિતના આરોપો લગાવ્‍યા. હાલ પોલીસ પરિણીતાની ફરિયાદ લઈને તે દિશામાં યોગ્‍ય કાર્યવાહી કરી રહી છે.

અગાઉ પણ વડીયાના આનંદસ્‍વરૂપ સ્‍વામી આ પ્રકારના વિવાદોમાં રહી ચૂકયા છે અને અમુક વ્‍યકિતના ખર્ચા-પાણી નીકળતાની માહિતી સુત્રોમાંથી પર્યાપ્‍ત થઈ રહી છે.


આનંદો : અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો નવા બનશે

રાજય સરકારે રૂપિયા 456 લાખ જેવી અધધ રકમ ફાળવતાં

આનંદો : અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો નવા બનશે

આગામી એકાદ મહિનામાં શહેરનાં લગભગ તમામ રાજમાર્ગો પર ચાલવાનું સરળ થઈ જશે ?

અમરેલી, તા. રપ

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા માટે આનંદની ઘડી આવી છે. છેલ્‍લા એકાદ વર્ષથી શહેરીજનો બિસ્‍માર માર્ગ અને ઉડતી ધુળથી તોબા પોકારી ચુકયા હતા અને આગામી થોડા જ દિવસોમાં શહેરજનોને સમસ્‍યામાંથી છુટકારો થઈ જશે.

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાને લીધે શહેરનાં લગભગ તમામ માર્ગો બિસ્‍માર બની ગયા હતા અને ઉડતી ધુળ અને સતત અકસ્‍માતથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુયા હતા.

દરમિયાનમાં રાજય સરકારે શહેરીજનોની વ્‍યથા, ચિંતા, રજુઆત અને માંગણીને ગંભીરતાથી લઈને રૂપિયા 4પ6 જેવી અધધ રકમ ફાળવતાં શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાનાં વરદહસ્‍તે આવતીકાલ મંગળવારે સાંજના પાંચ કલાકે લાઠી રોડ ખાતે શહેરનાં બિસ્‍માર રાજમાર્ગો બનાવવાનાં કાર્યનો પ્રારંભ થઈ રહૃાોછે.

આ તકે પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવ, ઉપપ્રમુખ શકિલબાપુ, બાંધકામ ચેરમેન કોમલબેન રામાણી, કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા, તમામ નગરસેવકો ઉપસ્‍થિત રહેશે. શહેરીજનોને પણ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.


એસબીઆઈમાંથી ઓનલાઈન ફ્રોડ મારફતે ગયેલ રૂપિયા ર4 હજાર પરત આવ્‍યા

ખાતાધારકને તમામ રકમ પરત મળતાં હાશકારો

અમરેલી, તા. રપ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જીલ્‍લામાં આમ નાગરીકોના બેન્‍ક એકાઉન્‍ટોમાંથી સાયબર હેકરો ઘ્‍વારા ફોન કરી જુદા જુદા લોભામણા પ્રલોભનો આપી એટીએમ કાર્ડ તથા ઓટીપી નંબર મેળવી અથવા ઓનલાઈન ફ્રોડ મારફતે બેન્‍ક એકાઉન્‍ટ લગત ગુપ્‍ત માહિતી મેળવી ખાતામાંથી નાણા ઉપાડી લેવાના બનાવો અટકાવવા તથા નાગરીકોના પરસેવાની કમાણી પરત અપાવવા સુચના આપેલ.

તે અંતર્ગત અમરેલી શહેરમાં રહેતા આરફી ગનીભાઈ ભટ્ટીના એસબીઆઈ બેન્‍ક એકાઉન્‍ટમાંથી ગઈ તા. 1ર/1પ -ર/19નાં રોજ કોઈ સાયબર હેકરે ગુગલ પે મારફતે રૂા. ર4 હજારની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ટ્રન્‍ઝેકશન કરેલ હોય. જે અંગે ભોગ બનનારે અરજીઆપતા અત્રેથી જરૂરી કાર્યવાહી કરી ઉપરોકત ફ્રોડ ટ્રાન્‍ઝેકશનમાં ગયેલ રકમ રૂા. ર4 હજાર ભોગ બનનારના ખાતામાં પરત અપાવી આ ફ્રોડ કરનાર અજાણ્‍યા ઈસમને શોધી કાઢવા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉપરોકત કામગીરી પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન અને સુચના હેઠળ સાયબર સેલ પીએસઆઈ એમ.એમ. પરમાર, પોલીસ કોન્‍સ્‍ટેબરલ સુરેશભાઈ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ તુષારભાઈ ઘ્‍વારા કરવામાં આવેલ છે.


સિંહ દંપત્તિ જાહેર માર્ગ પર લટાર મારવા નીકળતા સિંહપ્રેમીઓ દોડયા

લીલીયા બૃહદગીરનાં સનાળીયા ગામ નજીક

સિંહ દંપત્તિ જાહેર માર્ગ પર લટાર મારવા નીકળતા સિંહપ્રેમીઓ દોડયા

સ્‍થાનિક વનકર્મીએ સિંહપ્રેમીઓને ખદેડયા

લીલીયા, તા. રપ

લીલીયા બૃહદગીરમાં સાવરકુંડલા-રંઘોળા હાઈવે પર આવેલ સનાળીયા નજીક હાથીગઢ ચોકડી વિસ્‍તારમાં સવારનાં 10 કલાક આસપાસનાં સમયે સિંહ દંપતિ માર્ગ પર આવી ચડેલ. જેની નિહાળવા માર્ગ પરથી પસાર થતા લોકો મોટી સંખ્‍યામાં એકઠા થઈ સિંહદર્શનનો લાભ લીધો. આ ઘટનાની જાણ થતાં સ્‍થાનિક ફોરેસ્‍ટ સ્‍ટાફ ઘટના સ્‍થળ પર દોડી આવી લોકોને ખદેડી સિંહ દંપતીને સલામત સ્‍થળે ખદેડયા હતા. બૃહદગીરનાં માર્ગો પર અવારનવાર સિંહો આવી ચડતાહોય જેના કારણે વાહન અકસ્‍માતનોભોગ બન્‍ને તે પહેલા સ્‍પીડ બ્રેકરો બનાવવાં સ્‍થાનિક લોકોએ માંગણી કરી છે.


દાંતરડી ગામ નજીકથી ગેરકાયદેસર બેલા ભરેલ ટ્રેકટરને પોલીસે ઝડપી લીધું

રૂા. 4 લાખ ઉપરાંતનો મુદ્યામાલ પણ કબ્‍જે લીધો

અમરેલી, રપ, ઉના તાલુકાનાં વ્‍યાજપુર ગામેરહેતાં જેન્‍તીભાઈ હમીરભાઈ ઉનેવાળ તથા આમોદ્રા ગામે રહેતાં દીપકભાઈ નામનાં બે ઈસમો આજે સવારે 11 વાગ્‍યાનાં સુમારે રાજુલા તાલુકાનાં દાતરડી નજીકથી લાઈમ સ્‍ટોન ખનીજનું ગેરકાયદેસર રીતે પોતાના ટ્રેકટર નં. જી.જે.13 એમ.પપર9 તથા ટ્રોલીમાં વહન કરતાં મળી આવતાં પોલીસે ટ્રેકટર ટ્રોલી તથા 7 ટન જેટલા બેલા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


સંધી સોસાયટીમાં અકસ્‍માતે દાજી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત

પથારીમાં બીડી પીતા હતા અને ઉંઘ આવી જતા બન્‍યો બનાવ

અમરેલી, તા.રપ

અમરેલીની સંધી સોસાયટીમાં રહેતા જુમાસા કાળુસા રફાઈ નામના 48 વર્ષીય આધેડ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં સૂતા સૂતા બીડી પીતા હતા. ત્‍યારે તેઓને નીંદર આવી જતાં અકસ્‍માતે દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું સીટી પોલીસમાં જાહેર થવાપામેલ છે.


અમરેલીનાં ગજેરાપરાની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી

સમગ્ર વિસ્‍તારમાં અરેરાટીનો માહોલ

અમરેલી, તા. રપ

અમરેલીનાં ગજેરાપરામાં રહેતી શ્રઘ્‍ધાબેન રાજુભાઈ દોંગા નામની વિદ્યાર્થીની શ્રઘ્‍ધા હોસ્‍પીટલમાં નર્સીગમાં નોકરી કરતી હોય, તેણીએ સરકારી નોકરી માટે નર્સીગની પરીક્ષા આપેલ હોય, જે અંગેનું તેણીનું પેપર નબળુ જતાં જે અંગેની બીકનાં કારણે ગઈકાલે પોતાની મેળે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સાથ જિયેંગે સાથ મરેંગે : ધારીનાં નબાપરામાં પ્રેમીપંખીડાએ કુવામાં છલાંગ લગાવી દીધી

દાહોદનાં કથાગઢ ગામેથી ભાગી છૂટેલા પ્રેમીઓએ વિદાય લીધી

ધારી, તા. રપ

ધારીનાં નબાપરા વિસ્‍તારમાં દાહોદ જિલ્‍લાનાં પ્રેમી પંખીડાએ પરિવારજનો શોધવા આવતા વાડીનાં કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ ધારીનાં નબાપરામાં પ્રવિણભાઈ રૂડાણીની વાડીમાં ખેતમજુર તરીકે રહેતા પ્રેમીપંખીડા કલ્‍પેશભાઈ નાનજીભાઈ બારૈયા, લક્ષ્મીબેન નાનજીભાઈ બારૈયા (રે. બન્‍ને કથાગઢ, તા.ફતેપુરા, જિ. દાહોદ) આ બન્‍ને ઘરેથી ભાગેલા હોય અહિ રહેતા હોય તેની જાણ તેના પરિવારજનોને થતા શોધ કરતા બન્‍ને વાડી હોવાનું માલુમ પડતા વાડીએ આવતા હોય પરિવારજનોની નજર સામે જ બન્‍નેએ વાડીના કુવામાં ઝંપલાવીદીધુ હતું. જેને કુવામાંથી બહાર કાઢી ધારી સીવીલમાં લઈ જતાં બન્‍નેનાં મોત નીપજયા હતા. વધુ તપાસ ધારી પોલીસ ચલાવી           રહી છે.


સાવરકુંડલાનાં ધોબા ગામે પટેલ સમાજ ર્ેારા સમૂહલગ્નોત્‍સવ યોજાયો

સમગ્ર અમરેલી જિલ્‍લાએ દોઢવર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા સિંહફાળો આપ્‍યો છે, ત્‍યારે પુનઃ અમરેલી જિલ્‍લામાં તમામ જ્ઞાતિને સાથે રાખીને ચાલવાવાળા પાટીદાર સમાજને બળ તથા પ્રેરણા પૂરી પાડવા સા.કુંડલાનાં  ધોબા ગામે પટેલ સમાજનાં  સમૂહલગ્નોત્‍સવમાં હાર્દિક પટેલ તથા જિલ્‍લામાંથી હરેશ બાવીશીએ હાજરી આપીને પટેલ સમાજની વાસ્‍તવિકતા બતાવીને ઉપસ્‍થિત સૌને માર્ગદર્શન આપ્‍યું હતું. આ તકે હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે હું મારા જીવનનાં અંત સુધી લડતો રહીશ તથા પ્રતિનિધિત્‍વનાં માઘ્‍યમથી હું આગેવાની કરતો રહીશ. આ તકે પ્રવકતા હરેશ બાવીશીએ જણાવ્‍યું હતું કે હાર્દિક પટેલ પ્રેરિત અનામત આંદોલનથી કોંગ્રેસને નગરપાલિકા, તાલુકા પંચાયતો તથા વિધાનસભામાં સફળતા મળી છે. ત્‍યારે પ્રદેશ તથા કોંગ્રેસ હાઈકમાન્‍ડની ફરજ છે કે કોંગ્રેસે હાર્દિકને પોતાની મનપસંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપવી જોઈએ, અનામત આંદોલનથી પાંચ-પાંચ ધારાસભ્‍યો કોંગ્રેસને મળ્‍યા હોય તો સ્‍વાભાવિક છે, સર્વેજ્ઞાતિને સાથે રાખી ચાલવા   વાળા પાટીદાર સમાજનાં પ્રતિનિધિઓને લોકસભામાં તક મળે તેવી અપેક્ષા હોય જ. આ અંગે હરેશ બાવીશી, ચેતન વેકરીયા, પારસ વિ.એ હાર્દિક પટેલ સાથે ગંભીર ચર્ચાઓ પણ કરી હતી. અંતમાં હરેશ બાવીશીએ જણાવ્‍યું હતું કે લોકસભામાં ટીકીટથીલઈને લડવા સુધીનાં નિર્ણય હાર્દિક પટેલની સૂચના તથા માર્ગદર્શન મુજબ લેવામાં આવશે.


અમરેલીની પાઠક સ્‍કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો 

ર8 ફેબ્રુઆરીના દિવસને રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને અમરેલીની પાઠક સ્‍કૂલમાં તા.ર4/રના રોજ વિજ્ઞાન મેળાનું અદભૂત આયોજન કરવામાં આવેલું હતું. જેના સંદર્ભે સ્‍કૂલના વિદ્યાર્થીઓએ પોતપોતાની વિશિષ્‍ટ આવડતનું પ્રદર્શન કર્યું હતું. શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પોતાની સૂઝબૂઝથી ગણિત-વિજ્ઞાનના પ્રોજેકટ બનાવડાવ્‍યા હતા. પ્રોજેકટ અન્‍વયે વિવિધ કૃતિઓ જેવા કે ટ્રાફિક નિયમન પ્રણાલી, કૃષિલક્ષી પ્રોજેકટ તથા વિદ્યુત બચતના વિવિધ પ્રોજેકટ રજૂ કર્યા હતા અને અદભૂત આયોજન સાથે હાલ પુલવામાં શહીદ થયેલા શહીદોને શ્રઘ્‍ધાંજલિ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન તેમજ નિદર્શન શાળાના ડાયરેકટર અનિલભાઈ ભટ્ટ, બલભદ્રસિંહ પરમાર, કુલદીપભાઈ ભટ્ટ, અવંતિકાબેનપાઠક, રૂપલબેન સિઘ્‍ધપુરા, હેમેન્‍દ્રભાઈ પંડયાએ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ બદલ પ્રોત્‍સાહિત કરી કાર્યને બિરદાવ્‍યું હતું.


લાઠી ખાતે ગાગડીયો નદી ઉપર તળાવ તેમજ ચેકડોમો ઊંડા ઉતારવાના કામોનો પ્રારંભ 

જળ એ જ જીવન છે માટે જ રાજય સરકારે જળ સંચયનું મહત્‍વ પારખીને 33પ કરોડ જેવી માતબર રકમ આ અભિયાન માટે ફાળવી છે. અને અસરગ્રસ્‍ત વિસ્‍તારોનાં ખેડૂતોને ર000 કરોડ કરતા વધુ રકમ ઈનપુટ સહાય તરીકે ફાળવવાની સાથો – સાથ રાજય સરકારે ખેડૂતોનાઆર્થિક ઉત્‍થાન માટે અનેક વિધ પગલાં ભર્યા છે. આ શબ્‍દો આજરોજ અમરેલી જિલ્‍લાના લાઠી ખાતે રાજયના કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુએ સુજલામ-સુફલામ જળ સંચય યોજના અંતર્ગત બીજી શ્રૃખલાનો ગાગડીયો નદી ઉપર તળાવ તેમજ ચેકડેમો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા ઉચ્‍ચાર્યો હતા. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રાજય સરકારે આરંભેલ સુજલામ-સુફલામ જળ અભિયાનની બીજી શ્રૃખંલાનો ર3મી તારીખથી રાજય વ્‍યાપી પ્રારંભ થયો છે. ઘણા વર્ષોથી તળાવને ઉંડા ન કરવાના કારણે તળાવોમાં સતત કાંપ ભરાતો હતો. અને એટલે જળાશયોની સંગ્રહશકિત ઘટી જવા પામી હતી. જળાશયોમાં ઓછું પાણી સંગ્રહ થવાના કારણે ભુતળ નીચા ચાલ્‍યા ગયા હતા. ખેડૂતોને પીયત કરવામાં સમસ્‍યાનો સામનો કરવો પડતો હતો. હવે, સતત બીજા વર્ષે આ અભિયાન ચાલુ રાખવામાં આવતા જળાશયોમાંથી મોટા પ્રમાણમાં કાંપ નીકળશે. આ કાંપથી ખેતી અને ખેડૂતોને ફાયદો થશે. આમ ખેડૂતોના આર્થિક ઉત્‍થાન માટે રાજય સરકાર કટિબઘ્‍ધ છે. તેમ મંત્રીએ જણાવ્‍યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં રાજય સરકારની ખેડૂતભાઈઓ પ્રતિ ઉદાર નીતિઓ વિશે વાત કરતા સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ સબકા સાથ સબકાવિકાસના નારા સાથે જળ સંચયના કામોમાં નેત્રદિપક કામગીરી કરી છે. આ પ્રસંગે જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ પ્રાસંગિક ઉદબોઘ્‍ધનમાં જણાવ્‍યું હતું કે, ગત વર્ષની ખેડૂતોની મુશ્‍કેલીને ઘ્‍યાને લઈને રાજય સરકારે આ વર્ષે જળ સંચયના કામોનો વહેલો પ્રારંભ કરાવતા ખેડૂતોને ફળદ્રપ માટીનો ખુબ મોટા પાયે લાભ થશે. આ પ્રસંગે જિલ્‍લા કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી, સી.એમ. પાડલીયા, પુર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસિયા, કૌશિક વેકરીયા, લાઠી ગામના અગ્રણીઓ, ખેડૂતો તેમજ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયાં હતાં.


અમરેલીની વિદ્યાસભામાં ‘દિક્ષાંત સમારોહ’ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક કોમર્સ-સાયંસ વિભાગ દ્વારા દિક્ષાંત સમારોહનું આજરોજ શાળાના પ્રાંગણમાં શાળાનાં ડાયરેકટર હસમુખભાઈ પટેલ, તેમજ અમરેલી શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિ અને શાળાનાં 11-1ર સાયંસ-કોમર્સ વિભાગનાં આચાર્ય તેમજ સુપરવાઈઝર તેમજ ધોરણ-1રના વર્ગ શિક્ષકો શાળા પરિવારની હાજરીમાં યોજાયો હતો. તથા ધો-1ર ગુજરાતી/ ઈંગ્‍લીશ મિડિયમનાં વિદ્યાર્થીઓએ શાળામાં પ્રાપ્‍ત કરેલ શૈક્ષણિક અનુભવને યાદ કર્યો હતો. આ દિક્ષાંત સમારોહમાં ઉપસ્‍થિત એમ.જીપ્રજાપતિએ કારકિર્દીના ઘડતર માટે હંમેશા જાગૃત રહી મહેનત કરનાર જ સફળતા હાંસલ કરી શકે છે. તેવું મહાન લોકોનાં જીવનમાં સફળતા માટે કરેલા પ્રયત્‍નોને યાદ કરાવ્‍યા હતા. સંસ્‍થાના ડાયરેકટર પટેલે જીવનમાં શિક્ષણ અને સંસ્‍કાર સાથે શ્રેષ્ઠ નાગરિક બનવાની શીખ આપી હતી. આ દિક્ષાંત સમારોહ કાર્યક્રમનાં અંતે કાલાવાડીયાએ વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ માટે આગળ વધવા છાત્રોને શુભકામનાં આપી, આઈસક્રીમથી મોં મીઠું કરાવી આ દિક્ષાંત સમારોહની આભાર વિધી કર્યા બાદ સારી શુભકામના સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરેલ.


નેહરૂ યુવા કેન્‍દ્ર અમરેલી દ્વારા સાવરકુંડલા ખાતે યુવા નેતૃત્‍વ અને સામુદાયિક વિકાસ શિબિરનું આયોજન સંપન્‍ન

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા યુવા નેતૃત્‍વ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમનું આયોજન ચિગ્‍મા સાઈન્‍સ સ્‍કૂલ ભુવારોડ, સાવરકુંડલા ખાતે કરવામાં આવેલ. જયારે આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન, માનવ મંદિરના પુ. ભકિતરામ બાપુ, જયસુખભાઈ સુતરીયા, અને એન.એસ.એસ. વંડાના પો. ભરત દ્વારા દિપપ્રાગ7ય કરી અને શિબિરનું ઉદઘાટન કરવામાં આવેલ હતું, ત્‍યારબાદ આપણા યુરીમાં  શહીદ થયેલા યુવાનોને યાદ કરી અને શ્રઘ્‍ધાજંલિ આપવામાં આવેલ હતી. જયારે માનવ મંદિર પુ. ભકિતરામબાપુ દ્વારા યુવાઓને જીવનમાં એક લક્ષ પસંદ કરી અને સારા માર્ગ પર ચાલતું તેમજ શિબિરમાંથી સદ માર્ગ માટેના વિચારો અને યુવાધન રાષ્‍ટ્રના હિત માટે આગળ આવવા આશિર્વાદ આપ્‍યા હતા. જયારે શિબિરમાં અલગ-અલગ વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાનોને મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં જયસુખભાઈ સુતરીયા દ્વારા યોગા અને ઘ્‍યાન કરાવામાં આવેલ અને તેનાથી થતા ફાયદાવો વિષે સમજાવવામાં આવેલ જયારે શિક્ષણ વિદ મુકેશભાઈ ત્રિવેદી દ્વારા પર્યાવરણ આપણા જંગલો અને આપણા જંગલમાં પશુપક્ષી વિષે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વિશાલભા ગોહિલ દ્વારા યુવાનો લેવાતી સ્‍પર્ધાતમક પરિક્ષાઓ વિષે માહિતી આપવામાં આવી હતી. આવા જુદા-જુદા વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાઓના પ્રશ્‍નોના ઉકેલ મેળવવામાં આવ્‍યા હતા. અને સામુહિક ચર્ચા આવી હતી. રાત્રીના યુવાઓને સાંસ્‍કૃતિક તેમજ કેમ્‍પની અંદર રહી અલગ-અલગ ગેમ્‍સનું આયોજન કરવામાં આવેલ હતું. જયારે શિબિરનાં છેલ્‍લા દિવસે યુવાઓને પુ. ભકિતરામબાપુના આશ્રમ માનવ મંદિરની મુલાકાત માટે લઈ જવાયા હતા. તથા તમામ ભાગ લેનાર યુવાઓને સર્ટીફિકેટ તેમજ શિબિર દરમિયાન એકટીવિટીજ મા સારૂ યોગદાન તેમજ સારૂ પર્ફોમંચ   કરનાર યુવાઓને પ્રોત્‍સાહિત ઈનામો આપવામાં આવ્‍યા હતા. સદર આકાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્રના જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ-1) રમેશ આર.કપુરના માર્ગદર્શન હેઠળ એ.સી.ટી. રાજુલ જોષી, ભાર્ગવ ત્રિવેદી અને સ્‍ટાફગણ તેમજ સાગર મહેતા, જયદિપ જાદવ વગેરે યુવાનોએ ભારે જહમત ઉઠાવી હતી.


ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. સામે મનાઈ હુકમ છતાં પણ કંપની દ્વારા ફરી કામ ચાલુ કરાયું 

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલા મેન્‍ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટ દ્વારા તા.6/ર/19ના રોજ સુનાવણી યોજાતા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે મનાઈ હુકમ ફરમાવ્‍યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્‍લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કરી આ કંપની દ્વારા તા.ર4/ર/19ના રોજ વીકટર પોર્ટ પર ફરી કામ ચાલુ કર્યું હતું. આ અંગે સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા રજાનો દિવસ હોવાથી ટવીટર, ઈમેલ તથા વોટસએપ મારફતે અમરેલી જિલ્‍લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરને પત્ર તથા વિડીયો મોકલી જાણ કરી હતી.


26-02-2019