Main Menu

Thursday, February 21st, 2019

 

અમરેલી વિધાનસભા વિસ્‍તારનાં મતદારો મતદાર યાદીની ચકાસણી કરે

ટોલ ફ્રી નંબર 19પ0 પર સંપર્ક કરવા જણાવાયું

અમરેલી, તા. ર0

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી લોકસભા સામાન્‍ય ચુંટણી-ર019ને ઘ્‍યાને લઈને ભારતના ચુંટણી પંચની સૂચના મુજબ લોકોમાં મતદાર જાગૃતિ આવે અને “કોઈપણ મતદાતા રહી જવા ન પામેભભનું સુત્ર આપવામાં આવેલ છે. આ મુજબ મતદાર તરીકેની લાયકાત ધરાવતા કોઈપણ નાગરીક સહેલાઈથી ચુંટણી પ્રક્રિયાને અનુસરી શકે તે હેતુથી તમામ પ્રકારની ચુંટણી લક્ષી માહિતી સરળતાથી ઉપલબ્‍ધ થઈ શકે તે બાબતને ઘ્‍યાને રાખીને 9પ-અમરેલી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્‍ટઅમરેલી તથા વડીયા તાલુકામાં તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં જનસેવા કેન્‍દ્ર ખાતે તેમજ ગ્રામ્‍ય કક્ષાએ ઈવીએમ-વીવીપેટ ના નિદર્શન રથ ફેરવવા માટેનું આયોજન તા. ર0/0ર/19 થી તા.ર0/03/19 સુધી કરવામાં આવેલ છે. તેમજ આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ? તેની જાણકારી મેળવવા માટે આપના મતદાન મથક એરીયાનાં બુથ લેવલ ઓફીસર અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારની કચેરી અથવા મતદાર નોંધણી અધિકારી-વ- પ્રાંત અધિકારી અમરેલીની કચેરીમાં મતદારયાદી શાખામાં સંપર્ક કરવા વિનંતી છે. તેમજ મતદારયાદી લગત કોઈપણ મુંઝવણ હોયકે પ્રશ્‍ન હોય તો ટોલ ફ્રી નંબર 19પ0 અથવા 1800 ર3ર ર79ર માં સંપર્ક કરવા વિનંતી છે.


લ્‍યો બોલો : સાવરકુંડલામાં પ્‍લેટ ફોર્મ પર એક ટ્રેન ઉભી રહી ત્‍યાં બીજી ટ્રેન આવી ચડતા અફડા-તફડી મચી

બુલેટ ટ્રેનની ગુલબાંગો વચ્‍ચેબ્રોડગેજ ટ્રેનનો કોઈ મેળ નથી

લ્‍યો બોલો : સાવરકુંડલામાં પ્‍લેટ ફોર્મ પર એક ટ્રેન ઉભી રહી ત્‍યાં બીજી ટ્રેન આવી ચડતા અફડા-તફડી મચી

રેલ્‍વે સ્‍ટેશનમાં ઉપસ્‍થિત મુસાફર વર્ગમાં દોડા-દોડી થઈ પડી

સાવરકુંડલા, તા.ર0

સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે સુરત-મહુવા પેસેન્‍જર ટ્રેન પ્‍લેટફોર્મ ઉપર પડી હતી. છતાં મહુવા-ભાવનગર પેસેન્‍જર ટ્રેન સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે આવી ત્રણ નંબરના પ્‍લેટ ફોર્મ વગરના પાટા પર આવી જતા રેલ્‍વે સ્‍ટેશન પર ભાગદોડ મચી જવા પામી હતી. તથા લોકોને ચડવા ઉતરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સુરત મહુવા પેસેન્‍જર ટ્રેનમાં મુસાફરો હજી ચડયા અને ઉતરતા હતા. ત્‍યાં જ મહુવા ભાવનગર પેસેન્‍જર ટ્રેન સ્‍ટેશન ખાતે આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે માત્ર એકજ પ્‍લેટફોર્મ હોવાથી ત્‍યાં સુરત – મહુવા ગાડી પડી હતી. જયારે મહુવા-ભાવનગર ટ્રેનને ત્રણ નંબરનાં પાટા પર ઉભી રાખવામાં આવતા મહિલાઓ વૃઘ્‍ધોને ચડવામાં ખુબ મુશ્‍કેલી ભોગવવી પડી હતી.


ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં મૃત સિંહનાં 14 નખ લાપતા

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં મૃત સિંહનાં 14 નખ લાપતા

સી.સી.એફ. વસાવડાએ ઘટના સ્‍થળની મુલાકાત લીધી

ખાંભા, તા. ર0

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડમાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી છ દિવસ પહેલા વન વિભાગને કોહવાયેલી હાલતમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો જે એટલી હદે કોહવાયેલ હતો કે વન વિભાગને આ સિંહના અવશેષો ભેગા કરવા પડયા હતા અને સિંહના નખ માત્ર ચાર મળી આવેલ હતા અને બાકીનાં 14 નખ નથી મળીઆવ્‍યા ત્‍યારે વન વિભાગ ર્ેારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્‍યો છે અને બે દિવસ પહેલા વન વિભાગે ગાર્ડ ફોરેસ્‍ટરનાં ખુલાસા માગ્‍યા હતા અને નોટિસ પાઠવી હતી અને સિંહનાં 14 નખ લાપતા હોવાથી બે દિવસ પહેલા જ વન વિભાગે એફ.આર.ઓ. છોડયો હતો ત્‍યારે આજુ જૂનાગઢ સી.સી.એફ. વસાવડા ખાંભા દોડી આવ્‍યા હતા અને ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડ પર ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી ત્‍યારે વન વિભાગમાં ફફડાટ ફેલાયો હતો ત્‍યારે હંમેશા વન વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું હોય અને વન વિભાગએ જણાવ્‍યું હતું કે સિંહનું મોત કુદરતી રીતે થયું છે અને સિંહના ચાર પાંચ નખ મળી આવ્‍યા છે અને આ ઘટના જંગલ વિસ્‍તારમાં બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ છે નહીં અને જંગલી પ્રાણી ઝરખ, નોરિયો, ઘરખોડયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્‍યો હતો. સ્‍થાનિક સ્‍ટાફ ર્ેારા સ્‍કેનિગ ચાલુ કરવામાં આવેલ છે. અને નખ મળી આવશે. પરંતુ આજદિન સુધી મૃતસિંહના નખ ગોતવામાં વન વિભાગ અસફળ રહૃાું છે. ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડનાં નાનદીવેલા વિસ્‍તારમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્‍યાનાં છ દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહનાં 14 નખ હાથ લાગ્‍યા નથીત્‍યારે વન વિભાગે અરસપરસનાં વિસ્‍તારમાં ચાર દિવસથી સ્‍કેનિગ કરવામાં આવ્‍યું છે અને આસપાસનાં ખેડૂત અને માલધારીઓની વન વિભાગ ર્ેારા સઘન પૂછપરછ કરી છે તેમ છતાં આ નખનો વન વિભાગ પતો લાગેલ ન હતો.

જૂનાગઢ સી.સી.એફ. વસાવડાએ જણાવ્‍યું હતું કે આજે ઘટના સ્‍થળ ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડની મુલાકાત લીધી હતી અને જેમાં સિંહના 18 માંથી 14 નખ લાપતા હોય અને હાલ તપાસ ચાલુ છે અને જે કોઈ દોષિત હશે તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.


શિક્ષકે લગ્નની 13મી વર્ષગાંઠે કરજાળામાં શેલ રમતોત્‍સવ શરૂ કરી ધોળકીયા એવોર્ડ જાહેર કર્યો

બોરાળા અને કરજાળા સરકારી પ્રા. શાળાનાં શિક્ષક દંપતીનું સરાહનીય કાર્ય

શિક્ષકે લગ્નની 13મી વર્ષગાંઠે કરજાળામાં શેલ રમતોત્‍સવ શરૂ કરી ધોળકીયા એવોર્ડ જાહેર કર્યો

સાવરકુંડલા, તા.ર0

જેતપુર તાલુકાના ચારણીયા ગામના વતની મિતેશભાઈ બાબુભાઈ ધોળકીયા હાલ બોરાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જયારે તેમના ધર્મ પત્‍નિ સુનિતાબેન જે. કટકીયા       કરજાળા પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. તેઓએ પોતાની લગ્નની 13મી વર્ષ ગાંઠ કંઈક અનોખી રીતે ઉજવવાનું નકકી કર્યું. હાલમાં લોકોને પશ્ચિમી સંસ્‍કૃતિનું ઘેલુ લાગ્‍યું છે. ત્‍યારે આ શિક્ષક દંપતીએ ભારતીય સંસ્‍કૃતિ પ્રમાણે તુલસી માતાના સાનિઘ્‍યમાં પત્‍નિએ પગ પખાળી, શેલ કાંઠાવાળા હનુમાનજીનો લોટ કરી ઉજવણી કરી. સાથે સાથે કરજાળા ગામના બાળકો તંદુરસ્‍ત બને અને બાળકમાં રહેલી આંતરીક શકિત જાગૃત થાય એ માટે શેલ રમતોત્‍સવની શરૂઆત કરી. જેમાં ર00 મીટર દોડ અને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ માટે સ્‍લો મોશન સાઈકલ સ્‍પર્ધા યોજવામાં આવી. પેલી કહેવત છે ને, ભભતન તંદુરસ્‍ત તો મન તંદુરસ્‍તભભ તે સાર્થક કરી. આ બંને સ્‍પર્ધામાં વિજેતા બંને બાળકોને રૂપિયા 1100- 1100નો એમ.બી. ધોળકીયા ટ્રસ્‍ટનો ભભધોળકીયા એવોર્ડભભ અને ભભશેલ એવોર્ડભભ આપવામાં આવ્‍યા. આશિક્ષક દંપતીએ કરજાળા ગામ પ્રત્‍યે પ્રેમ દર્શાવતા લખ્‍યું છે કે, આ    કરજાળા ગામ… અમને લાગે.. સ્‍વર્ગથીએ વ્‍હાલું… અને… વતન જેવું… એમાંય… ઋષિ સમાન… કરજાળા ગામના લોકો… પછી તો શું ઘટે ?.. એમ મિતેશ માસ્‍તર કયાં        મોળા છે.. કરતાં રહીશું યજ્ઞ આવા… જો હશે સાથ અને સહકાર તમારો જય હિન્‍દ.


ધારી પોલીસને સેમરડી ગામેથી વધુ બે મકાનમાંથી હથીયારો મળી આવ્‍યા

પીજીવીસીએલ સાથે ચેકીંગમાં ગયેલ

ધારી પોલીસને સેમરડી ગામેથી વધુ બે મકાનમાંથી હથીયારો મળી આવ્‍યા

હથીયારો કબ્‍જે લઈ આરોપીની શોધખોળ આદરી

અમરેલી, તા. ર0

ધારીપોલીસનાં પીએસઆઈ સહિતનો સ્‍ટાફ આજે પીજીવીસીએલ સાથે દલખાણીયા ગામે વીજ ચેકીંગ ટીમ સાથે જતાં બાદમાં ત્‍યાંથી અલગ અલગ ટીમ વીજ ચેકીંગમાં હતા ત્‍યારે સેમરડી ગામે રહેતાં શબીર ઉર્ફે શબુ આમનભાઈ નાયા તથા ફીરોજભાઈ વલીભાઈ બ્‍લોચનાં ઘરમાંથી તલવાર તથા છરી મળી આવતાં પોલીસે બન્‍ને હથીયારો કબજે લઈ બન્‍ને આરોપી હાજર ન હોય, તેમની શોધખોળ આદરી છે.


વઢેરા રોડ, ખંઢેરા વિસ્‍તારમાં ર બાઈક અથડાતાં બે વ્‍યકિતનાં મૃત્‍યુ

1નું ઘટના સ્‍થળે અને 1નું સારવાર દરમિયાન થયું મૃત્‍યુ

અમરેલી, તા. ર0

જાફરાબાદ પંથકમાં રહેતાં કિસનભાઈ પાંચાભાઈ બારૈયા તથા વિજયભાઈ રતીલાલ ગોરડીયા પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.1પ એ.એસ. 379પ લઈ અને જાફરાબાદનાં વઢેરા ખંઢેરા વિસ્‍તારમાં ગઈકાલે સાંજે પસાર થતાં હતા ત્‍યારે મોટરસાયકલ નંબર જી.જે.14 એ.બી. 3ર81નાં ચાલકે પોતાના હવાલાવાળુ મોટરસાયકલ બેફીકરાઈથી ચલાવી અથડાવી દેતાં વિજયભાઈ તથા કિશનભાઈને ગંભીર ઈજા પહોંચતા વિજયભાઈનું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું જયારે કિશનભાઈનું સારવાર દરમિયાન મૃત્‍યું નિપજયાનું જાફરાબાદ પોલીસેજણાવ્‍યું હતું.


સાવરકુંડલાનાં કાનાતળાવ ખાતેથી વિદેશીદારૂની પ43 બોટલ સાથે ત્રણ આરોપીની અટકાયત

અમરેલી, તા. ર0

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલાનાં કાનાતળાવ ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થા સાથે ભીખાભાઈ રામભાઈ ભુવા ઉ.વ. 3ર ધંધો-વેપાર રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, નાગનાથ સોસાયટી, ભરતભાઈ કાળુભાઈ ગુંડાળા ઉ.વ. ર3 ધંધો હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીગની પાછળ, સંજયભાઈ બાબુભાઈ લાલુવાડીયા, ઉ.વ. ર0 ધંધો મજુરી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્‍પીટલને ઝડપી લીધેલ છે.

જયારે આરોપીને દારૂ આપનાર કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઈ ગોહીલ રહે.જુના પાદર તા. જેસર જી. ભાવનગર (હાજર નહી મળી આવેલ)

દારૂ રાખવા માટે વાડી આપનાર ભગાભાઈ કાનાભાઈ રાનાણી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીગની પાછળ (હાજર નહી મળી આવેલ)

પકડાયેલ મુદ્યામાલ : ભારતીય બનાવટનાં ઈંગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલો નંગ પ43 કિ.રૂા.16ર900/- મોબાઈલ ફોન નંગ-4 કિ.રૂાં.6000/- તથા મોટર સાયકલ નંગ-3 કિ.રૂા.41000/- મળી કુલ રૂા.ર09900/- ના મુદ્યામાલ મળી આવેલ છે.

આરોપીઓનો ગુન્‍હાહીત ઈતિહાસ : આ કામે પકડાયેલ આરોપી ભીખાભાઈ રામભાઈ ભુવા અગાઉ ત્રણથી ચાર વખત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીના ગુન્‍હાઓમાં પકડાયેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઈ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર ગઈ કાલ રાત્રીનાં પોતાની સફેદ કલરની પીકઅપ કારમાં આપી ગયેલ હોવાની વિગત જણાવેલ હોય તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ ચલાવી રહેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ- અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-પ43 કિ.રૂા.16ર900/- મળી કુલ મુદ્યામાલ રૂા.ર09900/- ની સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


દલખાણીયા ગામે મહિલાનાં ઘર પાસે જઈ ગાળો આપી ધમકી આપી

અમરેલી, તા. ર0

ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં હમિદાબેન અબ્‍દુલભાઈ નાયા નામનાં 40 વર્ષિય મહિલાને ગત તા.16નાં રોજ ધારી તાલુકાનાં સેમરડી ગામે રહેતાં હુસેન જહાંગીરભાઈ, જાફરભાઈ બારાનભાઈએ કોઈપણ કારણ વગર દલખાણીયા ગામે મહિલાનાં ઘર પાસે જઈ તેણીને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, લાકડી હાથમાં ધારણ કરી હથીયારબંધીનો ભંગ કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા એમ.એ. બ્‍લોચે વધુ તપાસ હાથ ધરી છે.


દલખાણીયા ગામે પડોશીને બાઈક આપવાની ના પાડતાં યુવકને માર મરાયો

અમરેલી, તા. ર0,

ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં ભરતભાઈ કાળાભાઈ મકવાણા નામનાં ર6 વર્ષિય યુવક ગઈકાલે બપોરે દલખાણીયા ગામે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગમાં જમીને પરત પોતાનાં ઘર તરફ જવા માટે બહાર આવતાં હતા ત્‍યારે તેમની સામે રહેતાં કિશોરભાઈ હરીભાઈ માલણીયા મળેલ અને યુવક પાસે મોટર સાયકલ માંગતા આ યુવકે મોટર સાયકલ આપવાની ના પાડતાં ઉશ્‍કેરાઈ જઈ બાજુનાં મોટરસાયકલમાંથી લોખંડનો પાઈપ કાઢી મારી દીધો હતો બાદમાં સામેવાળા કિશોરભાઈનાં પિતા હરીભાઈએ પણ લાકડી વડે આ યુવકને માર મારતાં આ અંગે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


દાંતરડી ગામે બાઈક રસ્‍તામાંથી લેવાનું કહેતાં યુવકને ઢીકાપાટુનો માર પડયો

અમરેલી, તા. ર0,

રાજુલા તાલુકાનાં દાંતરડી ગામે રહેતાં અને યજમાનવૃતિ કરતાં કિરીટભાઈ મણીલાલ જોષી નામનાં 33 વર્ષિય યુવકે ગત તા.18નાં સાંજના સમયે દાંતરડી ગામે જીણાભાઈ લખમણભાઈ લાખણોત્રાને બુલેટમોટરસાયકલ રસ્‍તામાંથી લેવાનું કહેતાં સામાવાળા જીણાભાઈ તથા લખમણભાઈ નાથાભાઈ લાખણોત્રાએ યુવકને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડાનાં બડીયા વડે માર મારી તથા સાહેદને હમીરભાઈ દડુભાઈ લાખણોત્રાએ છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.


સેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન

સેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન

સમાધિઓ સદાય ચેતન જ હોય, કદી જડ ન હોય

રાજુલા, તા.ર0

પૂજય મોરારિબાપુની નિશ્રામાં સેંજળધામ ખાતે ઘ્‍યાનસ્‍વામીબાપા ટ્રસ્‍ટનાં ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા ત્રિવિધ કાર્યક્રમો પૈકી આજે 19 ફેબ્રુઆરીનાં સમાધિ મંદિરનો 3રમો પાટોત્‍સવ, 17મો સમુહ લગ્નોત્‍સવ અને નવમો ઘ્‍યાનસ્‍વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ સંપન્‍ન થયો. કાર્યક્રમનાં પ્રારંભે કાશ્‍મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહુએ મૌન શ્રઘ્‍ધાંજલિ પાઠવી.

પ્રસંગોચિત ઉદ્યબોધનમાં પૂજય બાપુએ જણાવ્‍યું કે અહીં બધા સંતચરણો હેતુ વગરનું હેત વરસાવવા પધારે છે. ભગત થવું બહુ અઘરું છે, બાપ. હેરાન થયા વગર હરિભજન થઈ શકતું નથી. બાપુએ કહૃાું કે સમાધિ આગળ ચેતન શબ્‍દ લગાડવાની જરૂર નથી. સમાધિઓ સદા ચેતન જ હોય, એ કદી જડ હોઈ શકે જ નહીં. સમાધિ વિશેષણ મુકત હોય છે. સમગ્ર પરંપરા જયારે ગંગધારાની જેમ વહી રહી હોય એ ચેતન જ હોય.

સમાધિ સુધી પહોંચવાની પ્રક્રિયાઓ વર્ણવતા બાપુએ કહૃાું કે એક પ્રક્રિયા છે સ્‍વરૂપ અનુસંધાન. જે ભગવાન શંકર ર્ેારા આપવામાં આવી. જેણે નીજ સ્‍વરૂપમાનું અનુસંધાન કર્યુ એ સમાધિ સુધી પહોંચે. ભગવાન પતંજલિએ ચિતવૃતિનાં નિરોધ ર્ેારા યોગ માર્ગનાં આઠમાંસોપાન સાથેની સમાધિની પ્રક્રિયા દર્શાવી છે. ભગવાન બુઘ્‍ધ તો સમાધિ સુધી પહોંચતા જ નથી તેઓ તો ઘ્‍યાન સુધી જ પહોંચવાનું કહે છે. ચૈતન્‍ય સ્‍વામી હરિનામ સંર્કિતન ર્ેારા સમાધિની પ્રક્રિયા અપનાવે છે. વૈષ્‍ણવ સંપ્રદાયમાં સ્‍મરણ સમાધિ સુધી પહોંચાડે છે. સેવાનો મારગ પણ સમાધિ સુધી પહોંચવા. કોઈ સેવા ન કરે પણ એકાંતમાં ચિંતન કરે એવો રમણ મહર્ષિએ ચીંધેલો માર્ગ પણ સમાધિની એક પ્રક્રિયા છે.

બાપુએ કહૃાું કે સમાધિનો એક અદભૂત મારગ ભજન છે. અને છેલ્‍લે સાધુ સમાધિ છે.

બાપુએ બહુ જ માર્મિક રીતે જણાવ્‍યું કે બુઘ્‍ધનાં મતે શુભકર્મ કરવું એ મહત્‍વનું નથી. શુભકર્મ ન કરો, સાધુ બનો, સાધુ પાસે કદી અશુભ કાર્ય આવી શકે જ નહીં. શુભકર્મ પણ સાધુપણા સાથે કરો. સાધુતા મહત્‍વની છે. જે જીવે છે એના ચૈતન્‍યનું સન્‍માન કરો.

બાપુએ જણાવ્‍યું કે આશ્રમોમાં સાધનાનાં ભોગે વ્‍યવસ્‍થા વધારવાની જરૂર નથી. જયાં માત્ર વ્‍યવસ્‍થા વધશે પણ સાધનાની પીઠીકા નહીં હોય ત્‍યાં એ પ્રક્રિયા લાંબો સમય ટકશે નહીં. ભજન, સાધના અને તપસ્‍યા વધશે તો આ સમાધિઓ વધુ આશિર્વાદ આપશે.

મમતા ત્‍યાગવાની જરૂર નથી સાધુએ મમતાથી સમાજની સેવા કરવાની છે. મમતા વિના સેવા ન થઈ શકે. આવી જગ્‍યાઓએ પોતાની મુકિતના ભોગે મમતા રાખી છે. સાધુપણું શુભનું મૂળ છે.એનો જયારે સ્‍વીકાર થાય છે, ત્‍યારે બહુ આનંદ થાય છે. સેવા અને સ્‍મરણ એવી સાધના છે. જેમાં કોઈ ક્રિયાકાંની જરૂર નથી.

કાર્યક્રમમાં મહામંડલેશ્‍વર શ્રી શ્રી 1008 શ્રી વસંતબાપુ હરિયાણી, શ્રી શ્રી 1008 મહામંડલેશ્‍વર શ્રી નિર્મળાબા, સાયલાનાં મહંતશ્રી દુર્ગાદાસબાપુ, જુનાગઢનાં મહામંડલેશ્‍વર શ્રી જગુબાપુ ઉપરાંત કચ્‍છ- કાઠિયાવાડની અનેક જગ્‍યાઓનાં સંતો- મહંતો અને ભાવકોની ઉપસ્‍થિતિમાં ચલાલા દાનબાપુની જગ્‍યાનાં ગાદીપતિ શ્રી વલકુબાપુને શ્રી ઘ્‍યાન સ્‍વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની ભાવવંદના થઈ.

પૂજય વલકુબાપુને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહૃાું કે અમને ભગતડાંને જો ભકત તરીકે કોઈએ જોયા હોય, જોડયા હોય અને સ્‍વીકાર્યા હોય તો તે સંત શિરોમણિ પૂજય મોરારિબાપુ છે. તેમણે કહૃાું કે અમારી ભમેનરભ અને અમારું ભબેનરભ સલામત રહે એવા આશીર્વાદ આ સમાધિઓ ર્ેારા અમને મળતી રહે. કાર્યક્રમનું રસપ્રદ અને ભાવપૂર્ણ સંચાલન હરિશચન્‍દ્ર જોશીએ કર્યુ.


અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા

કર્મચારી યુનિયનની વિવિધ માંગણીઓ સંતોષવામાં ન આવતાં

અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા

ગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની મુશ્‍કેલીમાં વધારો થયો

અમરેલી, તા. ર0

અમરેલી સહિત રાજયભરમાં આજે મધરાતથી એસ.ટી. બસોની હડતાલનું એલાન કરવામાં આવ્‍યું હોય રાત્રે 1ર વાગ્‍યાથી નિગમનાં આઠ હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરશે અને તે સાથે જ રાજયભરમાં દોડતી 7700 બસનાં પૈડાં થંભી જશે. જે બસ જયાં આગળ પહોંચી હોય ત્‍યાંથી નજીકનાં ડેપોમાં રોકી દેવા ડ્રાઈવર-કન્‍ડકટરોને સૂચના આપી દેવામાં આવી છે. કર્મચારી મહામંડળ, વર્કસ ફેડરેશન અને મજદૂર સંઘ સહિતના ત્રણેય મુખ્‍ય યુનિયનોએ હાથ મિલાવી લેતાં નિગમની કચેરીથી લઈ સરકાર સુધી દોડધામ મચી ગઈ છે. હડતાલને મોકુફ રખાવવા માટે તેમજ તોડી પાડવા માટે અંતિમ વાટાઘાટો ચાલી રહી છે. જો વાટાઘાટો સફળ રહેશે તો હડતાલ મોકૂફ રહે તેવું બની શકે છે.

ગુજરાત રાજય સરકાર ર્ેારા અન્‍ય સરકારી કર્મચારીઓને સાતમાં પગારપંચની ભેટ આપવામાં આવી છે. પરંતુ દિવસ-રાત જોયા વિના કામ કરતાં ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્‍યવહાર નિગમનાં ડ્રાઈવરો અને કન્‍ડકટરો સહિતનાં આઠ હજારથી વધુ કર્મચારીઓને સાતમું પગારપંચ આપવામાં નહીં આવતાં હવે આજે મધરાતથીરાજયવ્‍યાપી હડતાલનું એલાન જાહેર કરી દેવામાં આવ્‍યું છે. સાતમું પગારપંચ લેવા કર્મચારીઓએ ચક્કાજામનું એલાન કરી દીધું છે. અગાઉ વારંવાર ચીમકીઓ છતાં નિગમને નહીં સંભળાતા યુનિયનોએ હવે હડતાલનું ભએકસલરેટરભ દબાવીદીધું છે. હડતાલને ભબ્રેકભ કરવાના પ્રયાસો ચાલી રહૃાા છે અને જો બ્રેક ન લાગે તો ભહેન્‍ડ બ્રેકભ મારવા સરકાર એલર્ટ છે. નાની માંગણીઓના સ્‍વીકારરૂપી ભસ્‍પીડ બ્રેકર્સભ મુકીને હડતાલ તોડી પાડવા કવાયત ચાલી રહી છે. વાટાઘાટો કરીને હડતાલની ગાડીને ભસેલ્‍ફભ લાગે તે પહેલાં જ ભચાવીભ કાઢી લેવા સરકાર ગતિશીલ બની છે.


બાબરામાં કપિ મહારાજનાં આગમનથી બાળકો ખુશ

બાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ આવી ચડતા બાળકોમાં ભારે રમત ચડી હતી. આખો દિવસ કપિ મહારાજની પાછળ બાળકો દોડ લગાવી રહયા હતા તો લોકો દ્વારા કપિ મહારાજને કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો આપી રહયા હતા. બાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ (વાંદરા)નું આગમન થતા લોકો અને બાળકો જોવા દોડી આવ્‍યા હતા.બાબરામાં બગીચામાં અચાનક કપિ આવી જતા અહીં ખેલકૂદ કરતા બાળકોને કપિને જોવા દોડી આવ્‍યા હતા. કપિને જોવા આવેલા લોકો દ્વારા કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો લોકો કપિને ખવરાવી રહયા છે. તેમજ કપિ સાથે ફોટા પડાવી સોશ્‍યલ મીડિયામાં પણ લોકો વાયરલ કરી રહયા છે. હાલ બાબરામાં વાંદરાના આગમનથી બાળકોમાં વધારે આનંદ છવાઈ ગયો છે.


કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત

બાબરા નજીક આવેલ કરીયાણા ગામની ઘટના

કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત

અન્‍ય ડબલ બાઈક સવારો પણ હડફેટે ચડયા

બાબરા, તા. ર0

બાબરામાં કરીયાણા ગામ નજીક ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જયારે અન્‍ય બે યુવાનોને ઈજાઓ થતાં બાબરાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ ઘટના    સ્‍થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અકસ્‍માતના બનાવની વિગત મુજબ અહીં કરીયાણા ગામ પાસે આવેલ સોનપરી મહાદેવની જગ્‍યાની સામે પુરપાટ ઝડપથી આવી રહેલ એક કાર ઘ્‍વારા બે બાઈક સવારને જોરદાર ઠોકર મારતા બંને બાઈક સવારો હવામાં ફંગોળાય ગયા હતા અને જોરદાર અકસ્‍માત સર્જાયો હતો અને અકસ્‍માત સર્જી કારચાલક કાર મુકી ફરાર થઈગયો હતો.

આ બનાવમાં બાબરા તાલુકાનાં માધુપુર ગામના ડાયાભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 60) તેમજ નરસિંહભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 70)નું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. આ બંને ભાઈઓ સવારે બેંકમાં પોતાના ખાતામાં રકમ જમા થઈ છે કે નહી તે જોવા આવ્‍યા હતા. અહીં બેંકનું કામ પતાવી પરત પોતાના ગામ જવા નીકળ્‍યા હતા ત્‍યારે ગામ નજીક બનાવ બનતા બંને ભાઈઓનાં ઘટના સ્‍થળે મોત નિપજયા હતાં.

જયારે અન્‍ય એક બાઈક સવાર મહેશભાઈ નાગજીભાઈ સારલા (ઉ.વ. 30) તા. સાયલા, જી. સુરેન્‍દ્રનગર તેમજ સુરેશભાઈ બાબુભાઈ ડાભી (ઉ.વ. 3ર) રહે. કર્ણુકી આ બંને ભાઈઓ લગ્ન લઈ બાબરા તરફ આવી રહૃાા હતા ત્‍યારે કાર ચાલકે આને પણ હડફેટે લીધા હતા. જો કે સદનસીબે આ બંને યુવાનોને કોઈ મોટી ઈજાઓ થઈ નહોતી. સામાન્‍ય ઈજાઓ થતાં તેમને બાબરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. બાઈક ચાલક મહેશભાઈ નાગજીભાઈ નિનામા ઘ્‍વારા કાર ચાલક વિરૂઘ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘ્‍વારા ફરાર કાર ચાલકને ઝડપી પાડવા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ

સરદાર પટેલનાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદનને લઈને

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ

પ્રદેશ યુવા મોરચાનાં મનિષ સંઘાણીની પોલીસે અટકાયત કરી

અમરેલી, તા.ર0

અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. ત્‍યારે અમરેલી ખાતે સાંજના સમયે યુવા મોરચાના આગેવાન મનિષભાઈ સંઘાણી સહિતના યુવા આગેવાનોએ પરેશ ધાનાણીના જ અમરેલી ગામમાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને બાદમાં પરેશભાઈ ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મનિષભાઈ સંઘાણીની અટકાયત કરીહતી.

આ અંગે મનિષ સંઘાણીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, ગુજરાતને પ્રથમ મુખયમંત્રી આ અમરેલીએ આપ્‍યા હતા. ત્‍યારે તે જ ભૂમિ ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિપક્ષ નેતાએ જે રીતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અંગે વિવાદીત નિવેદન આપતાં યુવા ભાજપ મોરચામાં રોષ ભભૂકી ઉઠયો છે અને પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગ કરી હતી.

મનિષ સંઘાણી પ્રદેશ ભાજપ યુવા મોરચાના આગેવાન હોય, ઠેર ઠેર પરેશ ધાનાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ પણ અંતમાં તેઓએ જણાવ્‍યું હતું.


અમરેલી ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો નગારે ઘા

વિકાસ એ ભાજપનો મંત્ર છે તે વાતને ઘર-ઘર સુધી પહોંચાડવા આહ્‌વાન

અમરેલી ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો નગારે ઘા

ગુજરાત ભાજપનાં પ્રભારી ઓમ માથુર સહિતનાં કદાવર નેતાઓ ઉપસ્‍થિત રહૃાા

કેન્‍દ્ર સરકારનાં ઐતિહાસિક કાર્યોનો પ્રચાર કરવા માટે કાર્યકરોને આહ્‌વાન કરાયું

અમરેલી, તા. ર0

અમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું કલસ્‍ટર સંમેલન યોજાયુ હતું. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાનું સ્‍વાગત અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ સિઘ્‍ધીઓ વર્ણવીનેકાર્યકર્તાઓને જન જન સુધી માહિતી પહોંચાડવા વિસ્‍તારક યોજનાના માઘ્‍યમ થકી આહવાન કર્યું હતું. આ તકે ઉપસ્‍થિત રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્‍યું હતુ કે, 1986 ના પાક વિમો ર001 માં     મળે એ અંધ ભકતોને ખેડુતોના હીતની વાત કરવાનો અધિકાર નથી. આ તકે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયાએ ભાજપનાં આગામી વિવિધ કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અઘ્‍યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ ચુંટણી પ્રભારી ઓમ માથુરજીએ જનસંઘથી લઈને ભાજપના કાર્યકર્તાઓની મહેનતના હીસાબે ભારતીય જનતા પાર્ટી સંગઠનથી લઈ સત્તા સુધી પહોંચાડવામાં બુથના કાર્યકર્તાઓની ભુમીકા સઃ વિશેષ અને મહત્‍વની રહી છે. આ કાર્યક્રમની આભાર વિધી ભાવનગર જિલ્‍લા ભાજપ પ્રમુખ મહેન્‍દ્રસિંહ સરવૈયાએ કરી હતી.

આ તકે નાસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, સાંસદ ભારતીબેન શીયાળ, ભાવનગર લોકસભા સીટના પ્રભારી મહેશભાઈ કસવાલા, લોકસભા સીટના ઈન્‍ચાર્જ હર્ષદભાઈ દવે, હરૂભાઈ ગોંડલીયા, બોટાદ જિલ્‍લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બોટાદ જિલ્‍લા ભાજપના પ્રભારી અમોભાઈ શાહ, અમરેલી લોકસભા સીટના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા,બંને જિલ્‍લાનાં વિસ્‍તારકો, મહામંત્રીઓ, પૂર્વ જિલ્‍લા ભાજપના પ્રમુખો, પૂર્વ ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, મયુરભાઈ હિરપરા, રીતેશભાઈ સોની, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવત, રંજનબેન ડાભી, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, મંત્રી ભરત વેકરીયા, હિતેશ જોષી, મધુબેન જોષી, મંજુલાબેન વીરડીયા, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, સહ ઈન્‍ચાર્જ, વિસ્‍તારકો, વર્તમાન અને પૂર્વ નગરપાલિકા, તાલુક પંચાયત, જિલ્‍લા પંચાયતના સભ્‍યો, સહકારી સંસ્‍થાઓના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.


આનંદો : અમરેલી જિલ્‍લામાં આગામી શનિવાર સુધી કિસાન સન્‍માન યોજનાનું ફોર્મ ભરી શકાશે

ડેટા એન્‍ટ્રીની કામગીરીમાં સમગ્ર રાજયમાં અમરેલી આઠમા ક્રમે

આનંદો : અમરેલી જિલ્‍લામાં આગામી શનિવાર સુધી કિસાન સન્‍માન યોજનાનું ફોર્મ ભરી શકાશે

ખેડૂતોનાં હિતમાં કલેકટર આયુષ ઓકનો નિર્ણય

અમરેલી, તા.ર0

ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિંમાત ખેડૂતોને સહાયરૂપ થવાકેન્‍દ્ર સરકાર દ્વારા અમલી બનેલ પ્રધાનમંત્રી કિશાન સન્‍માન યોજના દ્વારા બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ત્રણ હપ્તામાં રૂ.6000 ની રકમ મળવાપાત્ર થાય છે. અને તેની કામગીરી જિલ્‍લામાં ઝડપી થઇ રહી છે. ત્‍યારે આ યોજનામાં જિલ્‍લાના લાયક ખેડૂત ખાતેદાર બાકી રહી ન જાય તે ઉદેશથી આ યોજનાના ફોર્મ ભરવાની મૂદંત આગામી તા.ર3/0ર/ર019 સુધી લંબાવવામાં આવેલ છે.

આ યોજનાની વિગતો આપતા જિલ્‍લા કલેકટર આયુષ ઓકએ પ્રધાનમંત્રી કિશાન સન્‍માન યોજનામાં સમગ્ર રાજયમાં થયેલ 3ર.46 લાખ ડેટા એન્‍ટ્રીની સામે અમરેલી જિલ્‍લામાં 1.3ર લાખ ખેડૂત ખાતેદારોની ડેટા એન્‍ટ્રી કરી આઠમો ક્રમ હાંસલ કરેલ છે. અને આગામી ર3 ફેબ્રુઆરી સુધી બાકી રહી જતા અને લાભપાત્ર ખેડૂતોને આવરી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહયુ છે.

ઓકએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, અમરેલી જીલ્‍લામાં બે હેકટર કરતા ઓછી જમીન ધરાવતા હોય અને સુરત, અમદાવાદ કે અન્‍ય સ્‍થળોએ સ્‍થળાંતર કરી રહેતા લાભપાત્ર ખેડૂતોની વિગતો એકઠી કરી તેની ડેટા એન્‍ટ્રીની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજનાના લાભથી કોઇ લાયક ખેડૂત કુટુંબ વંચિત ન રહી જાય તે માટે પ્રચાર – પ્રસાર માઘ્‍યમોનો મહતમઉપયોગ કરી આ યોજનાથી ખેડૂતો વાકેફ થાય તેવા મહતમ પ્રયાસો હાથ ધરાયેલ છે.

આ વિડીયો કોન્‍ફરન્‍સમાં નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, જિલ્‍લા ગ્રામ વિકાસ અધિકારી ડોબરીયા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર. જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ તથા એન.આઇ.સી.ના મેધનાથ કશ્‍યપ ઉપસ્‍થિત રહ્યા હતા.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સ્‍વ. રતિલાલ શંભુભાઈ બારોટ તથા ગિરધરભાઈ તથા સ્‍વ. બટુકભાઈ તથા દુર્લભજીભાઈ (રીક્ષા વાળા) તથા સ્‍વ. પ્રફુલભાઈ તથા સુરેશભાઈના માતુશ્રી બારોટ કાશીમા શંભુભાઈ સોલંકીનું તા.19/રને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર1/રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે નિવાસસ્‍થાને શ્રીજીનગર, હાથસણી રોડ, શાળા નં.-4ની સામે ખાંચામાં, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : રૂગનાથભાઈ ગઢીયા તથા છોટાલાલ ગઢીયાના ભાઈ તથા શશીકાંતભાઈ તેમજ જયસુખભાઈના પિતાજી હિંમતભાઈ ખીમજીભાઈ ગઢીયા (ઉ.વ.91)નું તા.19/રને મંગળવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.ર1/રને ગુરૂવારના રોજ સાંજે 4 થી પ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : વ્‍યાસ દીપકભાઈ દિનેશભાઈના પિતાજી મુખ્‍યાજી દિનેશભાઈ મગનભાઈ વ્‍યાસનું તા.19/રને મંગળવારના રોજ દુઃખદઅવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર1/રને ગુરૂવારના રોજ સવારે 9 થી પ કલાકે નિવાસસ્‍થાને પિયાવા ખાતે રાખેલ છે.

અમરેલી : વસંતરાય કેશવલાલ સેદાણી (ઉ.વ.78) (શ્રી હરિ કીરાણા ભંડાર) તેઓ વિનોદભાઈ તથા નિલેશભાઈ (ઠકકર પ્રોવિઝન સ્‍ટોર) વાળાના પિતાજીનું તા.18/રને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા ઉઠમણું તા.રર/રને શુક્રવારના રોજ સાંજે 4 થી પઃ30 દિલીપભાઈ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ, રાજકમલ ચોક, અમરેલી ખાતે રાખેલ છે.

ચલાલા : ચલાલા નિવાસી ધીરજલાલ નંદલાલ રાજયગુરૂ (ઉ.વ.84) તેઓ દિનેશભાઈ, મનસુખભાઈ તેમજ દિલીપભાઈ (ડી.ડી. રાજયગુરૂ, કલાર્ક)ના પિતાજીનું તા.19/રના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સાવરકુંડલા : ગુલશનબેન નઝીરમીયા સૈયદ (ઉ.વ.68) જે મરહુમ નજીરમીયા અબ્‍બાસમીયા સૈયદ (ચારભાઈ રસવાળા)ના ઔરત અને હનીફમિયા અબ્‍બાસમીયા, બસીરમીયા અબ્‍બાસમીયા સૈયદ, યુસુફમીયા અબ્‍બાસમીયા સૈયદના ભાભી અને આસિફ નજીરમીયા, યુનુસ નજીરમીયા અને શબ્‍બીર નજીરમીયાના માં તા.ર0/ર, ને બુધવારે અલ્‍લાહપાકની રહેમતનમાં પહોંચી ગયેલ છે. મરહુમાની જીયારાત તા.રર/ર, ને શુક્રવારે સવારે 9:30 થી 10:30 નુરાનીનગર મદ્રાસા ખાતે, મણિનગર અને ઓરતોની જીયારાત મરહુમાના નિવાસ સ્‍થાન મણિનગર, સાધના સોસાયટી ખાતેરાખવામાં આવેલ છે.


21-02-2019