Main Menu

Sunday, February 10th, 2019

 

અમરેલીનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર બિન રાજકીય અભિયાન ઉભું કરવા માટે ડો. ભરત કાનાબાર અભિનંદનને પાત્ર છે

અમરેલી, તા.9

અમરેલી શહેર ગટર, રોડ અને અન્‍ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્‍ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્‍લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ભભધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને        ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપારીઓ, ડોકટરો, વકીલો તથા શહેરની અગ્રગણ્‍ય સામાજીક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહકારથી એક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ડો. કાનાબારની સ્‍વચ્‍છ ઈમેજ અને રચનાત્‍મક દ્રષ્‍ટિકોણને કારણે આંદોલન બિનરાજકીય રાખવામાં સફળ થયા અને અમરેલીની જનતાએ તેમણે આપેલાં અમરેલી બંધના એલાનને પ્રતિભાવ આપી શહેર સજજડ બંધ રાખ્‍યું હતું. ડો. કાનાબાર આંદોલનના પ્રારંભે જ અને વખતો વખત તમામ કાર્યક્રમોમાં આંદોલનને સંપૂર્ણપણે બિનરાજકીય રાખવાની વાત કરી હતી. આમ છતાં, કેટલાંક મીડીયામાં આવેલ સમાચાર મુજબ રેલીમાં ભાજપના આગેવાનો ન હતાં અને કોંગ્રેસના કાર્યકરો હતા એમ કહી, આંદોલનને આડે પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો તે ખરેખર નીંદનીય છે. અભિયાન અંતર્ગત થયેલ ઘંટનાદ, સહી ઝુંબેશ તથા રેલીના કાર્યક્રમોમાં શહેર ભાજપના સંખ્‍યાબંધ આગેવાનો સક્રિય હતાં.

આંદોલનમાં સામેલ થનાર ફલ્‍લા ભાજપના પૂર્વ મહામંત્રી પી. પી. સોજીત્રા, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ અલ્‍કાબેન દેસાઈ તેમજ જીતુભાઈ ડેર, ફલ્‍લા ભાજપ અગ્રણી અને પર્યાવરણ વિદ જીતુભાઈ તળાવીયા, જિલ્‍લા ભાજપના પૂર્વ કોષાઘ્‍યક્ષ જયેશભાઈ ટાંક, મીડિયા સેલના પૂર્વ કન્‍વીનર રીતેષભાઈઉપાઘ્‍યાય, વિપુલ ભટૃી, જિલ્‍લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અશ્‍વિનગીરી ગોસાઈ, જિલ્‍લા યુવા ભાજપના ઉપપ્રમુખ મુકેશ તેરૈયા, ભાજપ અગ્રણી મુકુંદભાઈ મહેતા, તુલસીભાઈ મકવાણા, ડો. સેલના કન્‍વીનર ડો. શીંગાળા, સહકન્‍વીનર ડો. યાદવ, ડોકટર સેલના સભ્‍યોમાં ડો. હર્ષદ રાઠોડ, ડો. પીયુષ ગોસાઈ, ડો. રાજુ કથીરીયા, ડો. હિતેષ ગાંધી, ડો. હિતેષ પરમાર, ડો. નીલેશ ભીંગરાડીયા, તેજસ દેસાઈ, પૂર્વ નગરસેવક ડો. ચંદ્રેશ ખુંટ, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી ગીરીશભાઈ ભટૃ, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને વેપારી અગ્રણી હકુભાઈ ચૌહાણ, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકુંદભાઈ ગઢીયા, આર.સી. ધાનાણી, યોગેશભાઈ કોટેચા, અલ્‍પેશભાઈ અગ્રાવત, રમેશભાઈ માતરીયા, કિશોરભાઈ આજુગીયા, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ધરજીયા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી દિલીપભાઈ રંગપરા, મુકેશભાઈ મંડોરા, વકીલ મંડળના વકીલ અજયભાઈ પંડયા, મનોજભાઈ ગોસાઈ, ચંદ્રેશ મહેતા, ચેતનભાઈ રાવળ, લઘુમતિ સમાજના ભાજપ અગ્રણી અજીજભાઈ ગોરી તથા ખાનભાઈ ગેરેજવાળા, અમીનભાઈ મીઠાણી, આઈ.ટી.સેલ પૂર્વ કન્‍વીનર શૈલીનભાઈ આદ્રેજા, ભાજપ અગ્રણી હીરાભાઈ પડાયા, ડી.જી. મહેતા, રોહીતભાઈ મહેતા, નટુભાઈ મસોયા, હરિભાઈ બાંભરોલીયા, જયસુખભાઈ ડાભી, વિનુભાઈ ભાડ, રતિલાલ હિરાણી,રણજીતભાઈ ડેર, અજયભાઈ અગ્રાવત, બકુલભાઈ પંડયા (ગો હોલીડે), મહેશભાઈ સરવૈયા, યોગેશભાઈ કારીયા, વિપુલ ચરણદાસ, ચિરાગ ત્રિવેદી, સહિતના અસંખ્‍ય નામી અનામી ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અમરેલી બચાવો આંદોલનના રેલી સહીતના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતાં.


બાબરામાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનાં બનાવમાં પોલીસ ફરિયાદ

અમરેલી, તા. 9

ગોંડલ તાલુકાનાં દેરડી (કું) ગામે રહેતાં રાજેશ વેલજીભાઈ ગોહિલે બાબરા નજીક રાજકોટ-ભાવનગર રોડ ઉપર આવેલ ગોડાઉનમાં કોઈ અધિકારીની પરવાનગી અથવા તો લાયસન્‍સ વગર, અનઅધિકૃત રીતે બાયોડીઝલનો જથ્‍થો રાખેલ હતો આ અંગે ગત તા.13/6/18 નાં સાંજે તપાસ હાથ ધરવામાં આવેલ. આ બનાવમાં બાયોડીઝલ લીટર 107ર3 કિંમત રૂા.6,86,300નો ગેરકાયદે હોવાનું જાહેર થતાં આ બનાવમાં બાબરા મામલતદારે બાબરા પોલીસમાં ગુજરાત આવશ્‍યક ચીજવસ્‍તુ 19પપની કલમ 3ની જોગવાઈનાં ભંગની કલમ 7 નીચે ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ઈંગોરાળા ગામે દુકાનની દીવાલમાં બાખોરૂં પાડી રૂા. 3 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. 9

લાઠી તાલુકાનાં ઈંગોરાળા ગામે રહેતાં અને પાન-માવાની દુકાન ધરાવતાં અકબરાઈ અબ્‍દુલભાઈ કુરેશી નામનાં વેપારીની દુકાનમાં ગત તા.19/9 નાં રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સે દુકાનની દિવાલનું બાખોરૂં પાડી અંદર પ્રવેશ કરી દુકાનમાં પડેલ રોકડ રકમ રૂા.1પ00 તથા મોબાઈલ ફોન-1રૂા.1પ00 મળી કુલ રૂા.3 હજારનાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીનાં કલેકટરનાં નામે ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર અજાણ્‍યા શખ્‍સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોબાઈલ નંબર 9પપ811910ર પરથી ફોન કર્યો હતો

અમરેલી, તા. 9

જાત-જાતનાં લોકો ઠગાઈ કરવા માટે થઈ નવી નવી રીતો શોધી કાઢે છે.કોઈ બેંક ખાતાની વિગતો અને એટીએમનીપીન માંગી અને કેટલાંક શખ્‍સો ઓન લાઈન ખરીદી કરી લોકોને છેતરી રહૃાા છે ત્‍યારે કોઈ અજાણ્‍યા શખ્‍સે અમરેલીનાં કલેકટર આયુષ ઓકનાં નામનાં ખોટા ઉપયોગ કરી ઠગાઈ કરવાની કોશીષ કરતાં આવા શખ્‍સોને ઝેર કરવા માટે કલેકટર ર્ેારા સૂચના આપવામાં આવતાં નાયબ મામલતદારે આ અંગે અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં મોબાઈલ ફોન નં. 9પપ81 1910ર ધારકે ગત તા.પ/ર ના રોજ સવારે 11.4પ કલાકે મનસુખભાઈ વામજા અમરેલીનાં કલેકટર તરીકે ઓળખાણ આપી કલેકટરનાં નામનો દુરઉપયોગ કરી ઠગાઈ કરવાનાં ઈરાદે પૈસાની માંગણી કરતાં આ બનાવ અંગે કલેકટરની સૂચનાથી નાયબ મામલતદાર મિલનકુમાર રાજયગુરૂએ અજાણ્‍યા શખ્‍સ સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે અજાણ્‍યા શખ્‍સની શોધખોળ આદરી છે.


વંડાનાં પીએસઆઈ બહની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા

આઈપીસી કલમ 306નાં ગુન્‍હાના આરોપીને વિવિધ મદદ કરવાનાં બદલામાં

વંડાનાં પીએસઆઈ બહની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા

રૂપિયા ર7 હજારનું એરકન્‍ડીશન સ્‍વીકારવા જતાં એસબીએ ઝડપી લીધા

અમરેલી, તા. 9

દેશનાં પ્રધાનમંત્રી ભલે કહૃાાં કરે કે ખાતો નથી ખાવા દેતો નથી. રાજયનાં મુખ્‍યમંત્રી પણ ભ્રષ્‍ટાચાર વિરૂઘ્‍ધ બળાપો કાઢી રહૃાા છે છતાં પણ સરકારીબાબુઓને ભ્રષ્‍ટાચાર કરવામાં કોઈનો ડર રહૃાો નથી.

સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ વંડા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ આઈપીસી કલમ 306નાં આરોપી પાસેથી અગાઉ રિમાન્‍ડ ન માંગા અને મુદામાલ કબ્‍જે ન કરવા માટે રૂપિયા 7પ હજારની લાંભ લીધી હતી. આટલાથી સંતોષ ન થતો હોય તેમ વધુ મદદગારી કરવા માટે ફોન કરીને વારંવાર એરકન્‍ડીશનની માંગ કરી હતી.

જેથી ફરિયાદીએ એસીબી વિભાગમાં જાણ કરતાં એસીબી-રાજકોટનાં મદદનીશ નિયામક એચ.પી. દોશીનાં માર્ગદર્શનતળે પીઆઈ સી.જે. સુરેજા અને સ્‍ટાફે પીએસઆઈનાં રહેણાંક કવાર્ટર નં. 1ર, સાવરકુંડલા ખાતે છટકુ ગોઠવીને પંચની રૂબરૂ રૂપિયા ર7 હજારનું એરકન્‍ડીશન સ્‍વીકારતાં પીએસઆઈને ઝડપી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


બાબરામાં ગેસ ભરેલ ટેન્‍કર અકસ્‍માતે પલટી ગયું: સદ્યનશીબે જાનહાની ટળી

પાલિકાનાં ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્‍યો

બાબરા, તા. 9

અહીં ભાવનગર રોડ પર આવેલ દિલાવર પ્‍લાન્‍ટ સામે બન્‍યો હતો બનાવ આ સમગ્ર ઘટના દિલાવર પ્‍લાન્‍ટમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ગેસ ભરેલું ટેન્‍કર રાજકોટ તરફથી આવતું હતું અને ભાવનગર તરફનાં રસ્‍તે જતું હતું ત્‍યારે આજ રસ્‍તા પર એક ઘોડે સવાર પોતાનો ઘોડો લઈને જતો હતો તે ઘોડો અચાનક રોડની વચ્‍ચે આવી જતા ટેન્‍કર ચાલકે તેને બચાવવા જતાં આ ગેસ ભરેલ ટેન્‍કર પલ્‍ટી ગયું હતું તો તેની સામે આવેલ એક મોટરસાયકલ ચાલકનો પણ ચમત્‍કાીરક રીતે બચાવ થયો હતો હજુ થોડા દિવસ પહેલા આ રોડની બાજુમાં કોઈને પોતાના ધંધા માટે એક કેબીન મુકવાની હોય તેના હિસાબે રોડની નજીક મોટા પ્રમાણમાં માટી નાખી રોડની ઉચાયે ભરતી ભરવામાં આવી હતી તે ભરતીનાં હિસાબે મોટરસાયકલ ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો ટેન્‍કરએ પલ્‍ટી મારતા આ મોટરસાયકલ ચાલક જયાં ભરતી ભરવામાં આવી હતી ત્‍યાં વયો જતાં તે બચી ગયો હતો તો તેની સામે ઘોડેસવારનો પણ બચાવ થયો હતો ટેન્‍કર એકાએક પલટી મારી જતા રોડ પર ટ્રાફિક થયો હતો જોકે એલપીજી ગેસ ભરેલું ટેન્‍કર લીક નો થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.

આ દુર્ઘટનામાં ટેન્‍કર ચાલકને ગંભીર ઈજાઓ થતા રાજકોટખાતે સારવારમાં ખસેડવામાં આવ્‍યો હતો અકસ્‍માત જે દિલાવર પ્‍લાન્‍ટ પાસે બન્‍યો તે પ્‍લાનની બહાર મોટી સંખ્‍યામાં મજૂરો કામ કરી રહૃાા હતા. મોટો ધડાકો થતાં થોડીવાર અફડાતફડી મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જામનગરથી રીલાયન્‍સનાં સાહેબો પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા જયારે દિલાવર પ્‍લાન્‍ટનાં માલિક શાહિદભાઈએ જણાવ્‍યું હતું કે આ બનાવ બપોરનાં 1ર થી 1ર/30 વચ્‍ચે બન્‍યો તો અને અમે ઓફિસ અંદર જ બેઠા હતા પણ જયારે આ બનાવ બન્‍યો ત્‍યારે મોટા અવાજે ધડાકો થયો હતો તે ધડાકાનો મોટો અવાજ સાંભળી અમે તાત્‍કાલિક ઓફીસની બહાર દોડી આવ્‍યા હતા અને ટેન્‍કરનાં ચાલકને બહાર કાઢી સારવાર માટે દવાખાને મોકલ્‍યો હતો.

અકસ્‍માતની જાણ થતાં લોકો દૂર દૂર ભાગી ગયા હતા. તો હાઈવે પર પણ બંને બાજુ ટ્રાફિક જામ થયું હતું. ગેસનું ભરેલ ટેન્‍કર હોય અને ફુલ સ્‍પીડે પલ્‍ટી જતા મોટી દુર્ઘટના બનતી અટકી હતી.


રોષ : 4 વર્ષ પહેલા બનેલ આંગણવાડી મકાન બિસ્‍માર બન્‍યું

“બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિત”નાં બેનરતળે જ અરાજકતા

રોષ : 4 વર્ષ પહેલા બનેલ આંગણવાડી મકાન બિસ્‍માર બન્‍યું

નિર્દોષ ભુલકાઓની જીંદગી સાથે રમત રમાતી હોય ઉચ્‍ચ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી

વડીયા, તા. 9

વડીયાનાં કૃષ્‍ણપરા ઢોળવા નાકા વિસ્‍તાર પાસે આવેલ આંગણવાડી પર જીવના જોખમે બેસતા નાના-નાના ભુલકાઓ માત્ર ચારજ વર્ષ પહેલા નવી બનેલ આંગણવાડી સાવ જર્જરીત હાલતમાં છે. સંચાલિકા બહેનના જણાવ્‍યા મુજબ જયારે આંગણવાડી અમોને સોંપવામાં આવી ત્‍યારે જ          નબળી હતી એવું નથી કે તંત્રને ખ્‍યાલ નથી. ખુદ પ્રાંત અધિકારી આ જર્જરીત આંગણવાડીની મુલાકાત કરેલ છે તેને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી શું ? તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈને બેઠું છે.

પ્રગતિશીલ ગુજરાતમાં નાના ફુલકાઓની આંગણવાડીમાં ભભબાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતભભ ના બેનરો જર્જરીત આંગણવાડીમાં જોવા મળ્‍યા. જીવના જોખમે નાના ભુલકાઓ જર્જરીત આંગણવાડીમાં ભણી રહૃાા છે, સ્‍લેબમાંથી ખરતી માટી અને સ્‍લેબથી છૂટી પડેલ વચ્‍ચેની દિવાલના જીવના જોખમો વચ્‍ચે દેશનું ભાવી નાના ભુલકાઓ.

જો કે આ અંગે અનેક વખત ઉચ્‍ચ અધિકારીઓને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. અમરેલી જિલ્‍લાના વડીયાની કેન્‍દ્ર નં. 91ની આંગણવાડીનું નવનિર્માણ થયું તેને ચાર વર્ષ જેટલો સમય થયો છે. હજુ આ આંગણવાડીના શૌચાલયના સોસ ખાડો બનાવવાનો બાકી છે ત્‍યાં સ્‍લેબની પરિસ્‍થિતિ જર્જરીત. કયારે આ ભુલકાઓ ઉપર સ્‍લેબ અને વચ્‍ચેની દીવાલ ખાબકે તે કહી શકાય નહીં. જર્જરીત આંગણવાડીની રજુઆતો ગ્રામ પંચાયતેથી પણ કરવામાં આવી છે.આ જર્જરીત આંગણવાડીએ ખુદ પ્રાંત આવીને ચેક કરી ગયા છે. સંચાલિકા ઘ્‍વારા પણ લેખીત રજુઆતો કરવામાં આવી છે. તંત્ર ઘ્‍વારા ભભબાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતભભના બેનર લગાવેલા દર્શાઈ રહૃાા છે. આ બેનર જોઈ દેશના ભાવી સમાજ ભુલકાઓની સાથે સુરક્ષા વિશે સવાલો ઉઠી રહૃાા છે. તંત્ર ઘ્‍વારા છેતરપીંડી કરતું હોય તેવું દર્શાઈ રહૃાું છે.

કેન્‍દ્ર નં. 91ની આંગણવાડી વિસ્‍તારના વાલીઓનું કહેવું છે કે, આ આંગણવાડી જર્જરીત છે અમો અમારા બાળકોને જીવના જોખમે કેમ અહીં મોકલીયે. માત્ર સુરક્ષાના બેનરો લગાવેલા છે. અહીં કોઈ જ સુરક્ષા દર્શાતી નથી. તેડાગર રસોઈ બનાવતા હોય તો સ્‍લેબમાંથી માટીઓ ખરતી હોય તેવા દ્રશ્‍યો નજરે દર્શાઈ રહૃાા છે. આ સ્‍લેબ અને વચ્‍ચેની દીવાલ કયારે ખાબકે તે કહી શકાય નહી. અમારા બાળકો અહીં ભણવા આવ્‍યા હોય તો અમારા મનમાં અનેક સારા-નરસા વિચારો સતાવે છે. તંત્ર જાગે અને દેશના ભાવિ સમાન નાના ભુલકાઓની આ આંગણવાડીનું નવનિર્માણ થાય તેવી આ વિસ્‍તારના લોકોની માંગ ઉઠી છે.


જાફરાબાદ પંથકમાંથી વિદેશી દારૂની 180 બોટલ સાથે 3 વ્‍યકિતઓની અટકાયત થતાં બુટલેગરોમાં ફફડાટ

અમરેલી, તા.9

અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે શૈલેષ નાજભાઈ ધાખડા રહે. કોટડી સફેદ કલરની અલ્‍ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો લઈ જાફરાબાદના વિપુલ દાનાભાઈ શિયાળને આપવા માટે જાય છે. તેવી ચોકકસ બાતમી મળતા જાફરાબાદ ટાઉનમાં વાપાળીયા જવાના રસ્‍તે બાપા સીતારામ ચોક પાસે વોચ ગોઠવતા ત્રણ ઈસમો અલ્‍ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્‍થા સાથે હિતેષ મગનભાઈ બારૈયા (ઉ.વ.ર0) રહે. જાફરાબાદ, શૈલેષ નાજભાઈ ધાખડા (ઉ.વ.ર6) રહે. કોટડી તા. રાજુલા તથા વિપુલ દાનાભાઈ શિયાળ (ઉ.વ.19) રહે. જાફરાબાદ, જલારામ સોસાયટીની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-180 કિંમત રૂા. પ4,000/- તથા મારૂતિ અલ્‍ટો કાર રજી. નંબર વગરની કિંમત રૂા. ર,00,000/- તથા મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂા. 1ર,000/- મળી કુલ કિંમત રૂા.ર,66,000/-નો મુદામાલ સાથે અટકાયત કરેલ છે.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નરેશ વાળા રહે. ઈંગોરાળા તા. ધારી પાસેથી મેળવેલ હોવાનું ખૂલવા પામતા ચારેય ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી કરી પકડાયેલ મુદામાલ અને આરોપીઓ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગૌસ્‍વામી, પો. સબ. ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


લ્‍યો બોલો : સણોસરા-અમરાપુ માર્ગમાં થીંગડા મરાયા

“અમરેલી એકસપ્રેસ”માં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં તંત્ર હરકતમાં

લ્‍યો બોલો : સણોસરા-અમરાપુ માર્ગમાં થીંગડા મરાયા

માર્ગ-મકાન વિભાગ ઠાગાઠૈયા બંધ કરીને નવો માર્ગ બનાવવાની કાર્યવાહી કરે તે જરૂરી

અમરેલી, તા. 9

ભભઅમરેલી એકસપ્રેસભભ દૈનિકનાં 8 ફેબ્રુઆરીનાં અંકનાં પાના-3 પર ભભસણોસરા-અમરાપુર માર્ગ બનાવવામાં દે ધનાધનભભ શિર્ષક હેઠળ અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ માર્ગ-મકાન (જિલ્‍લા પંચાયત) વિભાગે હરકતમાં આવીને નવો માર્ગ બનાવવાને બદલે ખાડાઓ બુરવાનું કામ કરતાં ગામજનોમાં વધારે રોષ ફેલાયો છે.

વિગત એવા પ્રકારની છે કે, બરવાળા બાવીશી ગામનાં સરપંચે માર્ગ-મકાન વિભાગને પત્ર પાઠવીનેરજુઆત કર્યા બાદ ગઈકાલે તંત્ર ઘ્‍વારા નવો માર્ગ બનાવવાની કાર્યવાહી કરવાના બદલે માત્ર ગાબડા બુરવાનું શરૂ થતાં ગામજનોએ નવો માર્ગ જ બનાવવાની માંગ કરતાં કોન્‍ટ્રાકટર ઘ્‍વારા જયાં ત્‍યાં આડેધડ ગાબડા બુરીને ચાલતી પકડવામાં આવી હતી.

જો માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા ગામજનોની માંગ સ્‍વીકારવામાં નહી આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્‍કાર કરવાની પણ તૈયારી ગામજનો કરી રહૃાા છે.


વાંકીયા ખાતે પ્રધાનમંત્રી આયુષ્‍માન ભારત જન આરોગ્‍ય યોજનાનો મેગા કેમ્‍પ યોજાયો

અમરેલી, તા.9

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એચ.એફ. પટેલ તથા તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. રાજીવકુમાર સિન્‍હાના માર્ગદર્શન હેઠળ વાંકીયા પ્રા.આ. કેન્‍દ્ર ખાતે પ્રધાનમંત્રી આયુષ્‍માન ભારત આરોગ્‍ય યોજનાનો મેગા કેમ્‍પ યોજાયો. આ કેમ્‍પનું ઉદઘાટન સરપંચ જયાબેન લાભુભાઈ અકબરી તથા તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ અકબરી તથા મેડિકલ ઓફિસર વાંકીયા ડો. કિરણબેન શેલડીયા દ્વારા કરવામાંઆવ્‍યું હતું. વાંકીયા ખાતે પ્રાઈવેટ એજન્‍સી અને પ્રા.આ. કેન્‍દ્ર પર લગભગ પપ0થી વધુ લોકોને પ્રધાનમંત્રી આયુષ્‍માન ભારત જન આરોગ્‍ય કાર્ડ કઢાવવાની પ્રોસેસ કરવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કેમ્‍પને સફળ બનાવવા સ્‍થાનિક હેલ્‍થ કર્મચારી આકાશ ડી. અગ્રાવત દ્વારા સખત જહેમત ઉઠાવેલ હતી. આ તકે સ્‍થાનિક ફીમેલ હેલ્‍થ કર્મચારી હેતલબેન રાઠોડ, પ્રા.આ. કેન્‍દ્ર ઓપરેટર મયુરભાઈ ટાંક, હિરેનભાઈ રોકડ, આશાબહેનો નીતાબેન ભટ્ટી, મનિષાબેન પરમાર, કાજલબેન સિઘ્‍ધપુરા, બીનાબેન ત્રિવેદીનો પણ ખૂબ જ સહકાર મળેલ હતો. લગભગ વાંકીયા ગામની યાદીમાંથી 80%થી વધુ લાભાર્થીઓને આવરી લીધેલ હોઈ અને બાકીના હાજર લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવશે. લગભગ વાંકીયા ખાતે છેલ્‍લા આઠ દિવસથી આ કાર્ડ કઢાવવાનો કેમ્‍પ શરૂ હોઈ જે અન્‍વયે લાભાર્થીઓનો આવરી લેવામાં આવેલ છે. આ તકે લાભાર્થીને અમરેલીની માન્‍ય હોસ્‍પિટલની યાદી જણાવવામાં આવેલ અને રૂા. પાંચ લાખ સુધી મફત આરોગ્‍ય સારવાર સરકાર તરફથી આપવામાં આવશે. તેમ આ યોજના વિશે સ્‍થાનિક કર્મચારી આકાશ ડી. અગ્રાવત દ્વારા સમજાવવામાં આવેલ હતું. તથા જરૂરિયાત વાળા દર્દીને તાત્‍કાલિક કાર્ડ મળી જાય તેવી પણ વ્‍યવસ્‍થા કરી તુરંત કાર્ડ મળે તેવી સુંદર કામગીરી પણ કરવામાં આવેલ છે. મેડિકલ ઓફિસર ડો.હિરવાબેન પટેલનો સહકાર પણ  મળેલ હતો.


હીંડોરણા ચોકડી પાસે બસ-ટ્રક વચ્‍ચે અકસ્‍માત : ટ્રાફીક જામ

અમરેલી, તા.9

ભાવનગર-સોમનાથ હાઈ-વે વચ્‍ચે છેલ્‍લા ઘણાં જ સમયથી માર્ગનું કામ ચાલુ હોય, ત્‍યારે આ માર્ગ ઉપર આવતા ડાઈવર્ઝન તથા ભારે ટ્રાફીકનાં કારણે છાસવારે ટ્રાફીક જામ થઈ જાય છે. હજુ ગઈકાલે પણ ટ્રાફીક જામની ઘટના બન્‍યા બાદ આજે હીંડોરણા ચોકડી પાસે એક બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ર કિ.મી. સુધી ટ્રકોની લાઈન થઈ જતાં ટ્રાફીક જામ થયો હતો.

આ બનાવમાં મળતી વિગતો મુજબ રાજુલા નજીક આવેલ હીંડોરણા ચોકડી પાસે ભાવનગર-ઉના રૂટની બસ અને એક ટ્રક વચ્‍ચે અકસ્‍માત થયો હતો જેના કારણે બસનાં આગળનાં કાચનો બુકડો થઈ જવા પામતાં મુસાફરોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી.

પરંતુ આ અકસ્‍માતનાં કારણે ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર ર કિ.મી. લાંબી ટ્રકોની લાઈન થઈ જતાં ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈ ટ્રાફીક હળવો કરવા મથામણ કરવી પડી હતી.


10-02-2019