Main Menu

Saturday, February 9th, 2019

 

અમરેલીની સમસ્‍યા અંગે સીએમ ઓફીસમાં રજુઆત કરો : હરેશ બાવીશી

સત્તા પક્ષ અને વિપક્ષી નેતાઓ શહેરનું કલ્‍યાણ ઈચ્‍છતા હોય તો

અમરેલીની સમસ્‍યા અંગે સીએમ ઓફીસમાં રજુઆત કરો

જનઆંદોલન થકીસાબિત થાય છે કે શહેરનાં કોઈ વિકાસકાર્યો થયા જ નથી

સામાજિક આગેવાન હરેશ બાવીશીએ સત્તાપક્ષ અને વિપક્ષનાં આગેવાનોને મહત્‍વનું સુચન કર્યુ

અમરેલી, તા. 8

અમરેલીનાં સામાજિક આગેવાન પ્રા. હરેશ બાવીશીએ શહેરની સમસ્‍યા અંગે સત્તાપક્ષ અને વિપક્ષી આગેવાનોએ સીએમને રૂબરૂ મળીને રજુઆત કરવી જોઈએ તેમ જણાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, વર્તમા સમયે અમરેલીનો વિકાસ જાણે પોતાની રગે-રગમાં હોય તેમ અમરેલીની અવદશા તથા અદ્યોગતિ માટે ચિંતા કરતા સત્તાપક્ષ-વિપક્ષ બન્‍ને પક્ષના ટોચના તથા જવાબદાર લોકપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ અમરેલીના વિકાસ માટે મેદાનમાં આવ્‍યા છે તે બધાએ ગુજરાતના મુખ્‍યમંત્રીની ચેમ્‍બરમાં જઈને રજુઆત કરવી જોઈએ. અમરેલીમાં કંઈ થયું જ નથી તેવું સત્તાપક્ષ અને વિપક્ષ બન્‍ને સ્‍વીકારે છે તેવું સહી ઝુંબેશથી સાબિત થાય છે.

વધુમાં જણાવેલ છે કે, ગટર તથા રોડ-રસ્‍તાના કામમાં ખરેખર તાગડધિન્‍ના, ભ્રષ્‍ટાચાર કે વિલંબ થયો હોય તો જવાબદાર કોન્‍ટ્રાકટર કે અધિકારીને બાનમાં સાનમાં લાવવાની જવાબદારી સરકારની છે લોકોની નહી. જવાબદાર કોન્‍ટ્રાકટર તથા જવાબદાર તંત્ર સામે સત્તાપક્ષના નેતાઓએ કાયદેસરનાં પગલાં લેવાની માંગ મુખ્‍યમંત્રી સમક્ષ કરવી જોઈએ.

વધુમાં જણાવેલ છે કે, મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડનાવર્તમાન ચેરમેન અમરેલી જિલ્‍લાના વતની છે એટલે એમને ખ્‍યાલ હશે જ કે અમરેલી નગરનાં વિકાસ માટે કેટલી ગ્રાન્‍ટ જોઈએ. તેથી અમરેલી નગરપાલિકાએ વિકાસ માટે માંગેલ રૂા. રપ કરોડ તાત્‍કાલીક અસરથી અમરેલીને મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ અને એ કાર્યવાહી સત્‍વરે થાય તે માટે મુખ્‍યમંત્રીએ અંગત રસ લઈને કામ કરવું જોઈએ. તે માટે સત્તાપક્ષના નેતાઓ તથા વિપક્ષે ઉગ્ર રજુઆત કરવી જોઈએ. પોતાના વતનનું બધા સારૂ જ ઈચ્‍છતા હોય એમ અમરેલી નગર સારૂ બને તેવી બાળકથી માંડી વૃઘ્‍ધ, અબાલવૃઘ્‍ધ સૌ કોઈ ઈચ્‍છે જ છે એટલે સહી ઝુંબેશને પ્રતિસાદ    મળે એ સ્‍વાભાવિક જ છે. ચમત્‍કાર નથી એટલે સત્તાપક્ષ અને વિપક્ષ બન્‍ને જો ખરેખર અમરેલીનું સારૂ ઈચ્‍છતા હોય તો મુખ્‍યમંત્રીની ચેમ્‍બરમાં જઈને નગારે ઘા નાખવો જોઈએ તેમ અંતમાં જણાવેલ છે.


આનંદો : ધારી, બાબરા, લાઠી તાલુકાનાં પ89પપ ખેડૂત ખાતેદારોને પ6.14 કરોડ બેન્‍ક ખાતામાં જમા

ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 1970પ ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે પ6.14 કરોડ ચૂકવ્‍યા

અમરેલી, તા.8

રાજયનાં અમુક જિલ્‍લાઓમાં અનિયમીત અને ઓછા વરસાદના હિસાબે દુષ્‍કાળગ્રસ્‍ત પરિસ્‍થિતી ઉભી થવા પામી હતી. ત્‍યારે આઝાદીના ઈતિહાસમાં પ્રથમ વખતદુષ્‍કાળગ્રષ્‍ત વિસ્‍તાર જાહેર કરવાનાં કાયદામાં સુધારો કરીને રાજયનાં ખેડુતો અને પશુ પાલકોને મદદરૂપ થવા માટે ઓછા વરસાદ વાળા તાલુકાઓને અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યા હતા. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે. ગામડુ, પશુ પાલકો અને ખેડુતોનું હિત રાજયની ભાજપ સરકાર અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હૈયે છે ત્‍યારે આવા ઐતિહાસીક નિર્ણયો રાજયનાં ખેડુતોનાં હિતમાં થઈ રહેયા છે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે. વધુમાં તેઓ એ જણાવ્‍યું હતુ કે આ અગાઉ રાજય ભાજપ સરકારે અતિવૃષ્‍ટીગ્રસ્‍ત જિલ્‍લાનાં સાત તાલુકાઓમાં સહાય ચુકવીને ખેડુતોને મદદરૂપ થવા પ્રયત્‍ન રાજય સરકારે કર્યા હતો.

સારા વાયદાઓ, વચનો આપીને છેતરામણી જાહેરાતો કરતી કોંગ્રેસે ભુતકાળમાં કેટલી સહાય આપી તેની વિગતો પણ જાણવા અમરેલી જિલ્‍લા ભાજપ હીરેન હીરપરાએ જિલ્‍લા ભરના ખેડુતોને અપિલ કરી છે. ઓછા વરસાદ વાળા અમરેલી જિલ્‍લાનાં ત્રણ તાલુકાઓ જેમાં ધારી તાલુકાનાં 19646,લાઠી તાલુકાનાં 19604 અને બાબરા તાલુકાનાં 1970પ ખેડુતોના બેન્‍ક ખાતામાં તા. 7 ફેબુ્રઆરી ર019 સુધીમાં માતબર રકમ પ6.14 કરોડ જમા કરાવવામાં આવી છે. બાકી રહેતા ખેડુતોનાં ખાતામાં ટુંક સમયમાં રકમ જમા થઈ જશે. તેમઅમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લાનાં ત્રણ તાલુકાઓના કુલ પ89પપ ખેડુતોને સહાય ચુકવી છે. આમ રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુ, તેમજ કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા, અને સાંસદ નારણભાઈ કાછડીયાના ત્રણ તાલુકાનાં ખેડુતો વતી આભાર માની ખેડુતોને મદદરૂપ થવા બદલ અભિનંદન પત્ર પાઠવ્‍યા છે.

જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું હતુ કે અમરેલી જિલ્‍લાનાં ખેતિ, ખેડુત અને ગામડાઓનાં સર્વાગીં વિકાસ માટે સરકાર સતત પ્રયત્‍નશીલ ત્‍યારે સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ અપિલ કરી છે.


મહિલા આર્ટસ કોલેજમાં ‘સખી-વન સ્‍ટોપ સેન્‍ટર કાર્યપઘ્‍ધતિ કાર્યક્રમ યોજાયો

માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ- અમરેલીમાં તા. 8/ર/19ને શુક્રવારનાં રોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઘ્‍વારા પુરસ્‍કૃત સખી-વન સ્‍ટોપ સેન્‍ટર-અમરેલી ઘ્‍વારા સખી-વન સ્‍ટોપસેન્‍ટર અમરેલીની કાર્યપઘ્‍ધતિની માહિતી અંગેનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સખી-વન સ્‍ટોપ સેન્‍ટર-અમરેલીના સેન્‍ટર એડમિન લાજવંતીબેન બધેકા અને મનીષાબેન ત્રિવેદી તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રિન્‍સી. ડો. સેન ઘ્‍વારા ઉપસ્‍થિત મહેમાનોના સ્‍વાગતથી કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં લાજવંતીબેન અને મનીષાબેને સખ-વન સ્‍ટોપ સેન્‍ટર અમરેલીની કાર્યપઘ્‍ધતિની ઉપયોગી અને સાર્થક માહિતી આપી હતી. વર્તમાન સમયમાં થતાં સ્‍ત્રી શોષણ, અન્‍યાય, અત્‍યાચાર અને હિંસા અંગે સખી-વન સ્‍ટોપ સેન્‍ટર કાયદાકીય રીતે મહિલાઓને કેવી રીતે સહાયક અને ઉપયોગી થાય છે તે અંગેની અસરકારક માહિતી વિદ્યાર્થીનીઓને સરળ, સહજ અને પ્રભાવશાળી શૈલીમાં આપી હતી. આ પ્રસંગે વાઈસ પ્રિન્‍સી. ડો. ચુડાસમાએ પ્રસંગોચિત કાનૂની માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓનો ઉતમ સહયોગ પ્રાપ્‍ત થયો હતો. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન પ્રા.  વેલિયતે કર્યુ હતું.


દરેડ ગામેથી ઝડપાયેલ વિદેશી દારૂનાં કેસમાં જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

કેટલાંક શખ્‍સોની પણ અગાઉ જામીન અરજી રદ કરાઈ હતી

અમરેલી, તા. 8

બાબરા તાલુકાનાં દરેડ ગામે એક માસ પહેલાં મસમોટો વિદેશી દારૂનો જથ્‍થો તથા પ જેટલા વાહનો સાથે પોલીસે ઝડપી લીધા બાદ આ બનાવ અંગે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવ્‍યા બાદ કેટલાંક શખ્‍સો આ બનાવમાં જેલહવાલે કરાયા હોય અને વધુ કેટલાંક સામે કાયદાનો સંકજો કસવામાં આવી રહૃાો છે. ત્‍યારે આ બનાવમાં રાજકોટ ગામે દેવપરામાં આવેલ વૃંદાવન પાર્કમાં રહેતાં હર્ષદ માણેકલાલ માંડલીયાનું તપાસ દરમિયાન નામ ખુલતાં પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતાં આ હર્ષદ માણેકલાલ માંડલીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અત્રેની કોર્ટમાં કરતાં એડી. સેશન્‍સ જજ શ્રી એન.પી. ચૌધરીએ આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.

જયારે આજ બનાવમાં ઝડપાયેલ સોહેલ ઉર્ફે ઈકબાલ હનીફભાઈ મેતર નામનાં ઈસમે રેગ્‍યુલર જામીન અરજી સેશન્‍સ કોર્ટમાં કરતાં એડી. સેશન્‍સ કોર્ટે આરોપીની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર કરીદીધી હતી.


ઉંટવડ નજીક ર બાઈક સામસામે અથડાતા 1નું સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. 8

બાબરા તાલુકાનાં ઉટવડ ગામે રહેતાં વિપુલભાઈ માવજીભાઈ કલાણીયા તથા અલ્‍પેશભાઈ રમેશભાઈ કલાણીયા ગત તા.14 જાન્‍યુઆરી મકરસંક્રાંતિનાં દિવસે બપોરે પોતાના હવાલાવાળું મોટર સાયકલ જી.જે.14 એ.ઈ. 1910 લઈ અને ઉંટવડથી નવાણીયા ગામે ઉતરાયણનાં તહેવારનાં કારણે મળવા જતાં હતા ત્‍યારે આ અલ્‍પેશભાઈ વાળા મોટરસાયકલ સાથે સામેથી આવી રહેલ મોટરસાયકલ નં. જી.જે.14 પરરરનાં ચાલક કાનજીભાઈ હંસરાજભાઈ ખુંટ રે. ઉંટવડવાળાએ પોતાના હવાલાવાળા બાઈકને બેફીકરાઈથી ચલાવી અથડાવી દેતાં વિપુલભાઈને શરીરે ઈજા થતાં પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયેલજયાં વિપુલભાઈનું સારવાર દરમિયાન મોત થયાનું બાબરા પોલીસમાં રાજુભાઈ માવજીભાઈ કલાણીયાએ જણાવી સામેવાળા મોટર સાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


વાંકીયા ગામની સીમમાં બોરમાંથી કેબલ વાયર તસ્‍કરો ચોરી ગયા

અમરેલી, તા. 8

ખાંભા તાલુકાનાં ભાડ ગામે રહેતાં અને વાંકીયા ગામની સીમમાં આવેલ જમીનમાં પાણી માટે બોર કરાવી તેના ઉપર ઈલે.મોટર ફીટ કરાવી જવા મોટરનો કેબલવાયર સાથે જોડાણ કરેલ હતું. જે કેબલ વાયર ર00 ફુટ જેટલો કોઈ અજાણ્‍યો ઈસમ રૂા.4800ની કિંમતનો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીનાં બહારપરા વિસ્‍તારમાંથી વિદેશી દારૂ સાથે સીટી પોલીસે 1ને ઝડપી લીધો

અમરેલી, તા. 8

અમરેલીનાં બહારપરા વિસ્‍તારમાં રહેતાં ઈન્‍દ્ર ઉર્ફે રામકુ વલકુભાઈ વાળા નામનાં ર0 વર્ષિય યુવક પોતાના હવાલાવાળા મોટરસાયકલ નં.જી.જે.14 એ.એલ.3ર38 સાથે વિદેશી દારૂની બોટલનંગ-ર કિંમત રૂા.600 સાથે સીટી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


એકલેરા ગામની સીમમાં આવેલ જમીનમાંથી 30 મીટર કેબલ વાયરની ચોરી

અમરેલી, તા. 8

લીલીયા તાલુકાનાં એકલેરા ગામે રહેતાં અને સીમમાં ખેતીકામ કરતાં મુકેશભાઈ બાબુભાઈ આલગીયાએ પોતાના કાકા હીંમતભાઈ વાલજીભાઈ આલગીયાની જમીનમાં ઘઉં વાવેલ હોય, આ જમીનમાં બોરવેલ હોય, ગત તા.7 ના રાત્રીનાં સમય દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરો સ્‍ટાર્ટરની ઓરડથી બોરવેલ સુધીનો કેબલ વાયર 30 મીટર કિંમત રૂા.ર700નો કોઈ અજાણ્‍યો તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


ચાંદગઢ ગામે બેકારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતાં મોત

કામધંધો ચાલતો નહોવાથી પગલું ભર્યુ

અમરેલી, તા. 8, અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામે રહેતાં દીલાભાઈ ભુરાભાઈ સુરાલીયા નામનાં 4પ વર્ષિય આધેડને કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી, બેકારીથી કંટાળી જઈ પોતાની મેળે ગત તા.6 નાં રોજ પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

અમરેલી બચાવો નાગરિક અભિયાન સમિતિ દ્વારા અપાયું હતું બંધનું એલાન

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

મોટી સંખ્‍યામાં શહેરીજનોએ રેલી સ્‍વરૂપે કલેકટરને રજુઆતપત્ર રજુ કર્યુ હતું

ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં અનેક કદાવર આગેવાનો રેલીમાં જોડાયા

અમરેલી, તા. 8

અમરેલી શહેરમાં થયેલ ભૂગર્ભ ગટરની અણધડ કામગીરી અને બાદમાંસમયસર માર્ગ બનાવવામાંન આવતાં શહેરની હાલત અતિ દયનીય બની ચૂકી હોય અમરેલી બચાવો નાગરિક અભિયાન સમિતિનાં બેનરતળે ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં આજે રેલી સ્‍વરૂપે શહેરીજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

આજે શહેરનાં વેપાર-ધંધા બપોર સુધી બંધ રાખીને શહેરીજનો ઉપરાંત, રાજકીય, સામાજિક આગેવાનો, સેવાકીય સંસ્‍થાઓ, જુદા-જુદા સંગઠનો વિગેરે મોટી સંખ્‍યામાં રેલીમાં જોડાયા હતા. અને બાદમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. અને યુઘ્‍ધનાં ધોરણેશહેરની હાલત સુધારવાની માંગ કરવામાં આવી હતી.

આ રેલીમાં ડો. ભરત કાનાબાર, પી. પી. સોજીત્રા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં આગેવાનો અને શહેરીજનો જોડાયા હતા.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, શહેરમાં ઘણા વર્ષો બાદ શહેરની સમસ્‍યાને લઈને જાગૃત્તિનો માહોલ ઉભો થયો છે અનેઆગામી દિવસોમાં શહેરીજનોની એકતા  રહેશે તો ચોકકસ શહેરને તેનો લાભ મળશે.


અમરેલી જિલ્‍લામાં શીંગદાણાનો ઉદ્યોગ મરણ પથારીએ

દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતાં

અમરેલી જિલ્‍લામાં શીંગદાણાનો ઉદ્યોગ મરણ પથારીએ

અપુરતો વરસાદ, નબળી ગુણવત્તા અને સરકારની પ્રોત્‍સાહન નીતિનો અભાવ પરેશાન કરે છે

જિલ્‍લાનાં પાંચ હજાર કરતાં વધુ મજુરોની રોજગારી પર ખતરો ઉભો થયો

અમરેલી, તા. 8

ખેતીની આવક ઉપજના દોઢ ગણા કરવાની વાત છે પરંતુ નિકાસમાં રાહત ન મળતા નિકાસના વેપારમાં સતત ઘટાડો થઈ રહયો છે. વિદેશમાં શીંગદાણાનો કરોડોનો વેપાર જેના પર નિર્ભર છે. તે અમરેલી જિલ્‍લાનો શીંગદાણા ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉદ્યોગ પડી ભાંગવાની અણી પર આવી ગયો છે. વાર્ષિક 1પ00 કરોડનું ટર્ન ઓવર ધરાવતા અમરેલી જિલ્‍લાના પપ ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉદ્યોગમાં એક જ દિવસ શીંગદાણા હોવાથી આવતીકાલથી આ શીંગદાણા ઈન્‍ડસ્‍ટ્રીઝ બંધ થવાની છે.

અમરેલી જિલ્‍લામાં આવેલ શીંગદાણા ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉદ્યોગ.. અમરેલી જિલ્‍લામાં 11 તાલુકામાંથી અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, લાઠી સહિતમાં પપ જેટલા વિદેશમાં નિકાસ કરતા શીંગદાણા ઉદ્યોગ આવેલા છે. પણ કરમની કઠણાઈ છે કે આ વિદેશમાં શીંગદાણા એકસપોર્ટ કરતા ઉદ્યોગ પર શીંગદાણાના અભાવે આ ઉદ્યોગ બંધ થવાની અણી પર આવીને ઉભો છે. આપણા ગુજરાતનાશીંગદાણા વિદેશોમાં ભારે હુંડિયામણ રળી આપે છે. પણ સરકાર દ્વારા આ વિદેશમાં જતા શીંગદાણાના ઉદ્યોગને ટ્રોબેગ ટેકસમાં ઘટાડો કરવાના નિર્ણયને કારણે નિકાસ દરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહયો છે. જેના કારણે આ વિદેશમાં એકસપોર્ટ કરતા અમરેલી જિલ્‍લાના પપ જેટલા શીંગદાણા ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉદ્યોગ બંધ થવાની કતારમાં ઉભા છે.

અમરેલી જિલ્‍લામાં વિદેશમાં એકસપોર્ટ કરતા શીંગદાણાના પ0 ઉપરાંતના કારખાનાઓ ધમધમે છે ને આ એક શીંગદાણાના કારખાનામાં મજુરોથી લઈને ટ્રક સહિતના એક કારખાના દીઠ પ0 થી 60 વ્‍યકિતઓને રોજગારી પુરી પાડે તો પ0 કારખાનાઓ ગણિયે તો પ થી 6 હજાર મજુરોને રોજગારી બંધ થવાની છ કેમ કે વિદેશમાં એકસપોર્ટ કરવાના શીંગદાણા જ નથી રહયા જેનું મોટું કારણ સરકાર દ્વારા ટ્રોબેગ કમિશન પ્રથામાં ઘટાડો પણ એક જાણવા મળી રહયું છે. કેમ કે પહેલા સરકાર દ્વારા વિદેશમાં નિકાસ કરવાનો મગફળી પર 1 ટકા ટ્રોબેઝ ટેકસ આપતી હવે 0.1પ ટ્રોબેગ ટેકસથી આ શીંગદાણા ઉદ્યોગ ભાંગી ગયો છે. ગત વર્ષે 1પ00 કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉદ્યોગ ઓણસાલ ફકત પ00 કરોડનું ટર્ન ઓવર જ કરી શકયા હોવાનું વિદેશમાં એકસપોર્ટ કરતા વેપારીએ જણાવ્‍યું છે.


હીરાણા ખાતે મહાકાય મૂળો

લાઠી તાલુકાના હીરાણા ગામમાં વિપ્ર ખેડૂત દેવેન્‍દ્રભાઈ વસંતભાઈની વાડીમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્‍યું છે. ત્‍યારે અહીં વાડીમાં વાવેલ અલગ અલગ શાકભાજીમાં મૂળાનું પણ વાવેતર કરવામાં આવ્‍યું છે. ત્‍યારે શાકભાજીમાં મહાકાય મૂળા ઉગી નીકળતા વિપ્ર ખેડૂત તેમજ આસપાસના ખેડૂતોમાં ભારે કુતૂહલ જોવા મળ્‍યું હતું અને મૂળાને જોવા દોડી આવ્‍યા હતા.


ખાંભામાં માર્ગ-મકાન વિભાગનાં સ્‍ટોરની હાલત બિસ્‍માર

વાયબ્રન્‍ટ ગુજરાતનાં માહોલમાં સરકારી મકાનો પણ વાયબ્રન્‍ટ

ખાંભામાં માર્ગ-મકાન વિભાગનાં સ્‍ટોરની હાલત બિસ્‍માર

મકાન ફરતેની દીવાલ પણ પડીને પાદર પડી જતાં દબાણ થવાની શકયતાઓ

આજથી સાડા ત્રણ દાયકા પહેલા બનેલ સરકારી મકાનની બાદમાં મરામત કરવામાં આવી નથી

અમરેલી, તા. 8

ખાંભા ખાતે આજથી 3પ વર્ષ પહેલા માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા બનાવવામાં આવેલ સ્‍ટોરરૂમ હાલ અતિ બિસ્‍માર હાલતમાં હોય અને મકાન ફરતેની દીવાલ પણ તુટી જતાં કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વ્‍યાપક દબાણ થવાની શકયતાઓ હોય તાકીદે મકાનની મરામત કરવાની માંગ આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશન ઘ્‍વારા મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત સરકાર ઘ્‍વારા 1984માં ખાંભા ખાતે પીડબલ્‍યુડીનો વિશાળ જગ્‍યામાં સ્‍ટોર રૂમ, સ્‍ટોર ફરતી દીવાલ સ્‍ટાફ કવાટર્સ બનાવવામાં આવેલ.

જે સ્‍ટોર ફરતી સંપૂર્ણ દીવાલ પડીને પાદર થવાથી અને દરવાજો ન હોવાથી સ્‍ટાફ કવાર્ટરમાંથી બારી-દરવાજા તેમજ તત્‍કાલીન સમયે રાખવામાં આવેલ ત્રીકમ, પાવડા, તગારા પણ ચોરાઈ જવા પામેલ છે. હાલ આ                  સ્‍થળ ઉપરનો વિશાળ પ્‍લોટ ખુલ્‍લો પડેલો અને દીવાલ વગરનો હોવાથી કોઈ વ્‍યકિતઓ ગેરકાયદે કબ્‍જો જમાવી કરોડો રૂપિયાની કિંમતી જમીનઉપર દબાણ કરે તે             પહેલા ખાંભા ખાતેના માર્ગ મકાન સ્‍ટેટના સ્‍ટોર ફરતી દીવાલ બનાવી સ્‍ટાફ કવાટર્સ અને સ્‍ટોર રૂમ રીપેર કરાવી કે નવા બનાવી સરકારની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન સંરક્ષિત કરવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલીની ‘‘વિદ્યાસભામાં ઉત્‍સાહભેર સ્‍પોર્ટસ ડે નો પ્રારંભ”

દર વર્ષની પરંપરા મુજબ અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા અંગ્રેજી માઘ્‍યમ સ્‍કુલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્‍કુલ આયોજિત બે દિવસીય સ્‍પોર્ટસ ડે તા. 8/ર/19નાં રોજ સવારે 8 વાગ્‍યે જિલ્‍લા રમત ગમત અધિકારી કુશેરનાં હસ્‍તે દિપ પ્રાગટય કરી ખુલ્‍લો મુકવામાં આવેલ. ર્સ્‍પોસ ડેમાં બાલમંદિરથી ધોરણ-1રનાં વિદ્યાર્થીઓ અનનવી ભારતીય રમતોમાં ઉત્‍સાહભેર ભાગ લીધેલ અને આ સ્‍પોર્ટસ ડેમાં ભાગ લેનારને પાર્ટીશિપેશન સર્ટીસ્‍ફકેટ અને ટોપ થ્રીને ગોલ્‍ડ/સિલ્‍વર અને બ્રોંજ મેડલ એનાયત કરવામાં આવનાર છે. સ્‍પોર્ટસ ડે કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રહેલ શુષુપ્‍ત શકિત ઉજાગર થવા માટે ખૂબ જ જરૂરી છે અને ભવિષ્‍યમાં રમતવિરો બનવા માટે શાળા સંચાલકોએ સ્‍પોર્ટ ડેને ખુબ જ મહત્‍વ આપી શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા માટે ખુબ જહેમત ઉઠાવવા બદલ સ્‍પોર્ટસ વિભાગનું શાબ્‍દિક પ્રશંસા વ અભિનંદન પાઠવેલ. ઉલ્‍લેખનીય છે કેજુન-ર018થી જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટસ સ્‍કુલ શરૂ કરવામાં આવેલ જે માટે અમરેલી જિલ્‍લાના અને ઓલ ગુજરાતના ખેલાડીઓનું ઘનિષ્ઠ પ્રશિક્ષણ અમરેલીનાં આંગણે સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને વિદ્યાસભા સંસ્‍થાના સંયુકત ઉપક્રમે ચાલે છે. આ તકે જિલ્‍લા રમતગમત અધિકારી કુરેશી, રોટરી કલબ ઓફ અમરેલીનાં પ્રમુખ ચંદ્રેશભાઈ ધોળકીયા, રોટરી કલબ ઓફ અમરેલીનાં સેક્રેટરી સંજયભાઈ કયાડા, પોલીસ સહકાર સમિતિનાં સભ્‍ય શિવાલાલભાઈ હપાણી, જીગ્નેશભાઈ કયાડા, અમરેલીનાં અગ્રણી જીતુભાઈ ગોળવાળા વગેરે મહાનુભાવોએ ખાસ ઉપસ્‍થિત રહી ખેલાડીઓને પ્રોત્‍સાહન પુરૂ પાડેલ હતું. કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે તમામ મહેમાનોને કિંમતી સમય ફાળવવા બદલ આભાર વ્‍યકત કરેલ. તેમજ ટ્રસ્‍ટી વ મંત્રી ચતુરભાઈ ખૂંટ, શામજીભાઈ ધાનાણી, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલીયા ખાસ ઉપસ્‍થિત રહી કાર્યક્રમનાં આયોજકો, ખેલાડીઓ અને તમામ સ્‍ટાફને અભિનંદન પાઠવેલ છે. તેમ વિદ્યાસભા સ્‍પોર્ટસ વિભાગની યાદી જણાવે છે.


અમરેલી જિલ્‍લામાં પ્રધાનમંત્રી કિસાન સન્‍માન યોજનાની ડેટા એન્‍ટ્રીની કામગીરી ઝડપીને ચોકસાઈપૂર્વક થાય તે જરૂરી

મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને વિડીયો કોન્‍ફ્રરન્‍સ મારફત માર્ગદર્શન આપતા કલેકટર

અમરેલી, તા.8

ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિંમાત ખેડૂતોને સહાયરૂપ થવા માટે 100 ટકા કેન્‍દ્ર સહાયીત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન યોજના તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. આ યોજનામાં બે હેકટર સુધી જમીન ધરાવતા ખેડૂત કુંટુંબને પ્રતિ વર્ષ ત્રણ હપ્‍તામાં 6000ની રકમ મળવાપાત્ર થશે.

આ યોજનાનો સુચારૂ અમલ થાય તે માટે અમરેલી જિલ્‍લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને વિડીયો કોન્‍ફ્રરન્‍સ મારફત સન્‍માન યોજનાની ડેટા એન્‍ટ્રીની કામગીરી ઝડપીને ચોકસાઈપુર્વક થાય તે જરૂરી તે માટે કુંટુંબની વ્‍યાખ્‍યા નકકી કરતી વખતે હકારાત્‍મક અભિગમ અપનાવી જરૂર જણાય ત્‍યાઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવી કોઈપણ લાભપાત્ર ખેડૂત સહાયથી વંચીત ન રહે તે જોવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયાએ ડેટા એન્‍ટ્રી માટે જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, ખેડૂતોના આધારકાર્ડ નંબર, બેન્‍કના ખાતા અને આઈ.એસ.સી.કોડ, મોબાઈલ નંબ, 8-અ અને એકરારનામા વિગતો ચોકસાઈપુર્વક મેળવી ડેટા એન્‍ટ્રી કરવાની રહેશે. તેમણે એકરારનામું પતિની જગ્‍યાએ પત્‍ની કે કુંટુબની પુખ્‍તવયની કોઈપણ વ્‍યકિત રજુ કરી શકશે તેમ પણ જણાવ્‍યું હતું.

આ વિડીયો કોન્‍ફરન્‍સમાં અધિક કલેકટર પાંડોર, આયોજન અધિકારી ટોપરાણી, અમરેલી પ્રાંત અધિકારી, સતાણી, ધારી પ્રાંત અધિકારી આર.કે.ઓઝા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ સહિત ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહયા હતા.


09-02-2019