Main Menu

Friday, February 8th, 2019

 

દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાને પ્રમુખપદેથી સસ્‍પેન્‍ડ કરી દેવાતા ચકચાર

ગાંધીનગર ખાતેનાં કમિશ્‍નરે સસ્‍પેન્‍ડ કરી દીધા : ખળભળાટ

દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાને પ્રમુખપદેથી સસ્‍પેન્‍ડ કરી દેવાતા ચકચાર

ર મહિના પહેલા જુગાર કેસમાં પોલીસ કસ્‍ટડીમાં જઈ આવતા

અમરેલી, તા. 7

આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે. અને સમગ્ર શહેરનું પ્રતિનિધિત્‍વ કરનાર વ્‍યકિતએ તમામ કુટેવો અને બુરી આદતોથી દૂર રહેવું જોઈએ, અને એક આદર્શ જીવન જીવવું જોઈએ, પરંતુ, કયારેય શહેરનાં પ્રથમ નાગરિક કોઈ ગુન્‍હો કરતાં પણ ઝડપાઈ જતાં હોય ત્‍યારે,જે-તે શહેરને શરમની લાગણી થતી હોય છે.

દરમિયાનમાં દામનગર પાલિકામાં એનસીપીનું શાસન હોય અને પ્રમુખપદે ગોબરભાઈ નારોલા હોય તેઓ આજથી ર મહિના પહેલા   ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ તેઓને પોલીસ કસ્‍ટડીમાં ધકેલવામાં આવ્‍યા હોય જે અંતર્ગત ગાંધીનગર ખાતે પાલિકા કમિશ્‍નરે ગોબરભાઈ નારોલાને પ્રમુખપદેથી સસ્‍પેન્‍ડ કરી દીધાની વિગતો જાણવા મળેલ છે.


અમરેલી બેઠક માટે ભાજપનાં ઉમેદવાર કોણ ?

સંસદીય વિસ્‍તારનાં મતદારોઅને ભાજપી કાર્યકરોમાં વેધક પ્રશ્‍ન

અમરેલી બેઠક માટે ભાજપનાં ઉમેદવાર કોણ ?

કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ

અમરેલી, તા. 7

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી 7પ દિવસમાં યોજાવાની પુરેપુરી શકયતાઓ હોય મુખ્‍ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે.

કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ જેવા હોનહાર યુવાનો ચૂંટણીજંગમાં ઉતરી શકે તેમ છે. ત્‍યારે સત્તાધારી પક્ષ ભાજપનાં ઉમેદવાર કોણ હશે અને કોણ હોવા જોઈએ તેને લઈને પણ વ્‍યાપક ચર્ચાઓ શરૂ થઈ છે.

ભાજપનાં વર્તમાન સાંસદનો કાર્યકાળ 10 વર્ષનો પૂર્ણ થયો હોય અને ભાજપ તફરથી તેમનો નો રીપીટ થીયરીમાં સમાવેશ હોવાનું સૌ કોઈ માની રહૃાું છે. ત્‍યારે વર્તમાન સાંસદ નહી તો હવે કોણ તેને લઈને સંભાવનાઓ વ્‍યકત થઈ રહી છે.

જેમાં દરેક જ્ઞાતી, ધર્મ, સમાજ, ખેડૂતો, યુવાનો, વેપારીઓ, મહિલાઓ, શ્રમજીવીઓનું હિત કરી શકે. તમામને સાથે લઈને ચાલી શકે અને ભુતકાળમાં દરેક વર્ગ માટે કંઈક ભલું કર્યુ હોય તેવા વ્‍યકિતની પસંદગી કરવી ભાજપ માટે અતયંત જરૂરી બની છે.

જેમાં જિલ્‍લા ભાજપનાંકદાવર નેતા દિલીપ સંઘાણીનું નામ સૌથી આગળ ચાલી રહૃાું છે. તેઓ દરેક સમાજમાં લોકપ્રિય છે. જ્ઞાતીવાદમાં તેઓ માનતા નથી. દરેક વર્ગ સાથે વર્ષોથી જોડાયેલા છે. જિલ્‍લાનાં આમ આદમીને સરળતાથી મળી શકે છે એટલે તેની પસંદગી થઈ શકે તેમ છે.

તદઉપરાંત બાબરાનાં ચમારડીનાં વતની, સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્‍સવનાં પ્રણેતા, ગરીબોના બેલી અને આમ આદમી સાથે આમ આદમી બનીને તમામ મદદ કરતાં ગોપાલભાઈ વસ્‍તરપરા પણ ભાજપની શ્રેષ્ઠ પસંદગી થઈ શકે તે છે. તેમજ સાવરકુંડલાનાં ભાજપ અગ્રણી ઘનશ્‍યામ ડોબરીયા પણ દરેક સમાજમાં લોકપ્રિય છે. સરળ સ્‍વભાવ, પરોપકારની ભાવના ધરાવતા હોવાથી તેઓ અંગે પણ હાઈકમાન્‍ડ ચર્ચા કરી શકે છે. અને સાવરકુંડલાના પીઠવડીનાં વતની દકુભાઈ બાલધા પણ દરેક સમાજ અને દરેક વર્ગને સાથે લઈને ચાલી શકે છે. ભુતકાળમાં અને વર્તમાનમાં પણ તેઓ ગરીબો, ખેડૂતો, યુવાનો માટે કામ કરતાં હોય તેઓને પણ ભાજપની ટીકીટ મળી શકે તેમ હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.


નવા ગીરીયા ગામે જુગાર રમતાં 3 ઈસમોને પોલીસે ઝડપી લીધા

રોકડ રકમ રૂા. 174પની મત્તા પણ કબ્‍જે લીધી

અમરેલી, તા. 7,

અમરેલી તાલુકાનાં નવા ગીરીયા ગામે રહેતાં રાજુભાઈ ઉર્ફે ભકો બાબુભાઈ ડુંગરીયા, પ્રવિણભાઈ મનસુખભાઈ પંચાળા તથા સાવરકુંડલાનાં ખડકાળા ગામે રહેતાં અરવિંદભાઈ સવજીભાઈ પરમાર વિગેરે ગઈકાલે સાંજે નવા ગીરીયા ગામે જાહેરમાં ફુલ-ચકરડીથી હારજીતનો જુગાર રમતા હોય અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા. 174પની મતા સાથે ઝડપી લીધા હતા.


સરકારી પીપળવા ગામના પાદરમાં તુટેલા માટલામાંથી પાણી પીતા 6 ઘેટાનાં મોત

અમરેલી, તા. 7,

કચ્‍છ જિલ્‍લાનાં ભચાવ તાલુકાનાં ધરાણ ગામે રહેતાં રૂપાભાઈ આંબાભાઈ ગઈકાલે બપોરે લાઠી તાલુકાનાં સરકારી પીપળવા ગામે પહોંચતા ગામના પાદરમાં એક તુટેલ પાણીનામાટલામાંથી ઘેટાએ પાણી પીતા 6 ઘેટા કિંમત રૂા. 3 હજારનાં ઝેરી અસરથી મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર કર્યુ હતું.


અમરેલીનાં ચકકરગઢ માર્ગ પર 4 મહિના પહેલા થયેલ હત્‍યાકેસનો આરોપી ઝડપાયો

અમરેલી, તા. 7

ગઈ તા. 1/10/18નાં રોજ અમરેલી શહેરમાં રહેતા મહેશભાઈ રામજીભાઈ ઝાલા રહે. અમરેલીવાળાની છરીના ઘા મારી હત્‍યા નિપજાવેલ હોય અને આ કામેઆરોપી તરીકે (1) ચિરાગ ગીજુભાઈ ઠાકર (ર) રણજીત ફતેસિંગ મોરી (3) વનરાજ બાબુભાઈ ધાધલ રહે. ત્રણેય અમરેલીવાળાઓનાં નામ ખુલેલ હતા.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાઓએ સદરહું ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ સદરહું ગુન્‍હાની તપાસ એલ.બી. મોણપરા, નાયબ પોલીસ અધિક્ષકને સોંપેલ તેમજ સદરહું ગુન્‍હાના આરોપીઓને પકડી પાડવા માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્‍કોર્ડ તેમજ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ હતી.

સદરહું ગુન્‍હાનાં આરોપીઓના ફોટા પ્રિન્‍ટ મીડીયા, ઈલેકટ્રોનીકસ મીડીયા, સોશ્‍યલ મીડીયાનાં માઘ્‍યમથી પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ અને આરોપીઓની માહિતી આપનારને ઈનામ જાહેર કરવામાં આવેલ.

આ કામે આરોપીઓ (1)ચિરાગ ગીજુભાઈ ઠાકર (ઉ.વ. ર8) રહે. અમરેલી માણેકપરા (ર) વનરાજ બાબુભાઈ ધાધલ (ઉ.વ. ર4) રહે. અમરેલી ચિતલ રોડ, ગોળીબારના ટેકરા વાળાઓને અમરેલી એલસીબી, એસઓજી ટીમ ઘ્‍વારા સુરતના પાંડેસરા વિસ્‍તારમાંથી ગઈ તા. 30/11/18નાં રોજ ઝડપી લીધેલ હતા. જયારે આરોપી રણજીત ફતેસીંગ મોરી રહે. અમરેલીવાળો પકડાયેલ ન હતો.

આ કામે પકડવાના બાકી આરોપી રણજીત ફતેસીંગ મોરી હાલ મઘ્‍યપ્રદેશમાં ડુંગરાવાણી, તા.જી. અલીરાજપુર ખાતે પોતાનામામાના ઘરે હોવાની ચોકકસ બાતમી મળતાં અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર સી.જે. ગોસ્‍વામી તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલાની રાહબરી નીચે એલસીબી ટીમે મઘ્‍યપ્રદેશમાં બાતમીવાળી જગ્‍યાએથી આરોપી રણજીત ઉર્ફે રણીયો ફતેસીંગ મોરી (ઉ.વ. ર6) રહે. અમરેલી ચિતલ રોડવાળાને ઝડપી લઈ સદરહું ગુન્‍હાની તપાસ એલ.બી. મોણપરા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલીનાઓ કરતા હોય પકડેલ આરોપી તેઓને સોંપી આપેલ છે.

આરોપી રણજીત ફતેસીંગ મોરી વિરૂઘ્‍ધમાં ર016માં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુ.ર.નં. 3ર7/ર016, પ્રોહી એકટ કલમ 66 બી, 6પ એ, ઇ, 116 બી મુજબનો ગુન્‍હો નોંધાયેલ છે.

સદરહું કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એલી.બી. મોણપરાનાં માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર સી.જે. ગોસ્‍વામી, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા અમરેલી એલસીબી ટીમ ઘ્‍વારા કરવામાં આવેલ છે.


દેવળીયા ગામની શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતાં 4 શખ્‍સો ઝડપાયા

ડમ્‍પર-3, ટ્રેકટર-ટ્રોલી મળી રૂા. 14.પ7 લાખનો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા. 7

અમરેલી તાલુકાનાં             દેવળીયા ગામે આવેલ શેત્રુંજી નદીમાં કેટલાંક ડમ્‍પર તથા ટ્રેકટરવાળા ઈસમો આ નદીમાંથી રેતી કરવાના ઉતરેલા છે તેવી બાતમી અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ એન. એ. વાઘેલાને મળતાં પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્‍થળે ધસી જઈ રેતીની ચોરી કરવાનાં ઈરાદે આવેલ ડમ્‍પર નંગ-3 તથા ટ્રેકટર- ટ્રોલી મળી કુલ રૂા.14,પ7,પ00નો મુદ્યામાલ કબજે કરી અમરેલી તાલુકાનાં ગોખરવાળા ગામે રહેતાં પ્રકાશભાઈ ભાયાભાઈ સાગઠીયા સહિત 7 ઈસમો સામે ગુન્‍હો નોંધી 4 ઈસમો ઝડપાઠા હતા જયારે ત્રણ ઈસમો હાજર નહી મળી આવતાં તેમની પણ શોધખોળ આદરી છે.


ચમારડી ગામ જવાનાં માર્ગે રીક્ષાને ટોરસ ટ્રકે હડફેટે લેતાં1નું મોત

ચમારડી તરફથી આવી રહેલ ટ્રકે રીક્ષાને હડફેટે લીધી

અમરેલી, તા. 7

બાબરા તાલુકાનાં ચમારડી ગામે રહેતાં બાલાભાઈ રામજીભાઈ મકવાણા તથા તેમનાં પિત્રાઈ ભાઈ વાલજીભાઈ, ભાભી મંજુબેનનું આંખનું ઓપરેશન કરી બાબરાથી ચમારડી જવા માટે બાબરાથી રીક્ષામાં જતાં હતા ત્‍યારે બાબરાથી થોડે દૂર ભવાની મીલ આગળ ગોળાઈમાં ચમારડી તરફથી આવી રહેલ ટોરસ ટ્રક નં.જી.જે.-0પ યુ-9876ના ચાલક હરપીત બહાદુરસીંગ મટે પોતાના હવાલાવાળા ટ્રકને પુરઝડપે ચલાવી રીક્ષાને હડફેટે લેતાં આ રીક્ષામાં બેઠેલા વાલજીભાઈ રામભાઈ મકવાણા (ઉ.વ. 60)ને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતાં આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલીનાં હજારો શહેરીજનો સહી ઝુંબેશમાં જોડાયા

અમરેલી બચાવો નાગરિક અભિયાન સમિતિને પ્રચંડ સમર્થન

અમરેલીનાં હજારો શહેરીજનો સહી ઝુંબેશમાં જોડાયા

શહેરનાં જુદા-જુદા 17 સ્‍થળોએ યોજાયેલ સહી ઝુંબેશમાં 8307 જેટલી સહી કરાઈ

ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો તેમજ પાલિકા પ્રમુખે પણ સહી ઝુંબેશમાં સહકાર કર્યો

અમરેલી, તા. 7

અમરેલી બચાવો નાગરિક અભિયાન સમિતિનાં બેનરતળે ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાનાં માર્ગદર્શનતળે શહેરની બિસ્‍માર હાલતનાં વિરોધમાં શરૂ થયેલ જનઆંદોલનને શહેરીજનો તરફથી પ્રચંડ સમર્થન મળી રહૃાું છે.

દરમિયાનમાં ગઈકાલે શહેરનાં જુદા-જુદા 17 સ્‍થળોએ સહી ઝુંબેશ કેન્‍દ્ર ઉભા કરવામાં આવ્‍યા હતા. જેમાં 8307 જેટલા શહેરીજનોએ સહી કરીને આંદોલનને સમર્થન આપેલ હતું.

શહેરમાં ે યોજાયેલ સહી ઝુંબેશમાં પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા, ધારાસભ્‍ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ પણ સહી કરીને સમર્થન આપેલ હતું.

આજે શુક્રવારે સવારે 9 કલાકે વિશાળ રેલી સ્‍વરૂપે શહેરીજનો બજાર બંધ રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવશે. જેમાં દરેક શહેરીજનોને જોડાવવા ડો. કાનાબારે અનુરોધ કરેલ છે.


સાંસદ, ધારાસભ્‍ય, પાલિકા પ્રમુખ બધાનું સમર્થન હોય તો અમરેલીની અદ્યોગતિ સામેનું આંદોલન કોની સામે ?

શહેરની અદ્યોગતિ માટે કોન્‍ટ્રાકટર અને અધિકારીઓ જબેજવાબદાર હોય તેવું લાગી રહૃાું છે?

અમરેલી, તા. 7

અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો, ભુગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઘ્‍વારા જનઆંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે તે આવકારદાયક છે. પરંતુ આંદોલન કોની સામે ચાલી રહૃાું છે તે સમજવું મુશ્‍કેલ બની ગયું છે.

અમરેલી શહેરમાં 3 દિવસથી શરૂ થયેલ આંદોલનને ભાજપ-કોંગ્રેસનું સમર્થન છે. ઉપરાંત અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, સાંસદ કાછડીયા, પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા, શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રા સહિતનાં પદાધિકારીઓ સમર્થન કરી રહૃાા હોય એટલે આંદોલન પદાધિકારીઓ સામે નથી તે સાબિત થાય છે.

હવે આંદોલન સરકારી અધિકારીઓ અથવા તો ભુગર્ભ ગટરનાં કોન્‍ટ્રાકટર સામે હોય તેવું માનવું છે. તો પ્રશ્‍ન એ ઉદભવે છે કે લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં સત્તાનું સુકાન પદાધિકારીઓ પાસે હોય છે અને તેઓનાં માર્ગદર્શન તળે જ અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરે કામ કરવાનું હોય છે. પરંતુ પદાધિકારીઓ જ આંદોલન કરતાં હોય શહેરીજનોમાં ભારે આશ્ચર્ય ઉભું થાય છે કે આંદોલન કોણ અને શું કામ અને કોની સામે ચાલે છે તે જ સમજાતું નથી.


અમરેલી શહેરમાં પીજીવીસીએલ ર્ેારા માર્ગમાં નડતરરૂપ વીજપોલ હટાવવાની સુંદર કામગીરી

જેટકોની અણઆવડતનાં કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

અમરેલી શહેરમાં પીજીવીસીએલ ર્ેારા માર્ગમાં નડતરરૂપ વીજપોલ હટાવવાની સુંદર કામગીરી

એક વિભાગની ઉમદા કામગીરી સંલગ્ન વિભાગનાં કારણે પ્રકાશમાં ન આવી

અમરેલી, તા. 7

અમરેલીનાં પાણી દરવાજા સ્‍વામીનારાયણ મંદિર નજીક માર્ગની વચ્‍ચે રહેલ વીજપોલને હટાવવાની સુંદર કામગીરી પીજીવીસીએલનાં ડી.ઈ.કાલાણી સહિતનાં અધિકારીઓએ કરતાં સમગ્ર વિસ્‍તારમાં આનંદની લાગણી ફેલાયેલ છે. પરંતુ, જેટકો વિભાગની અણઆવડતથી શહેરીજનો કલાકો સુધી વીજ પુરવઠાથી વંચિત રહૃાા હતા.

આજે સવારથી જ પીજીવીસીએલ ર્ેારા માર્ગની વચ્‍ચે રહેલ વીજપોલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નિયત સમયે એટલેકે સાંજનાં પાંચ વાગ્‍યે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

પરંતુ, જેટકો ર્ેારા છેક સાત વાગ્‍યે વીજ પુરવઠો શરૂ કરવામાં આવતાં પીજીવીસીએલની સુંદર કામગીરી, સંલગ્ન જેટકો વિભાગની અણઆવડતનાં કારણે પ્રકાશમાં આવી ન હતી.


ભચાઉ પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હામાં ફરાર આરોપીને ચિતલમાંથી દબોચી લેવાયો

8 વર્ષથી આરોપી નાશતો-ફરતો હતો

અમરેલી,તા. 7

પૂર્વ કચ્‍છ ગાંધીધામ જીલ્‍લાનાં ભચાઉ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. પ7/ર01ર આઈપીસી કલમ-4પ4, 4પ7, 380 વિગેરે મુજબના કામે ઘરફોડ ચોરીના ગુન્‍હાના કામે છેલ્‍લા આઠ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો વોન્‍ટેડ આરોપી નાનજીભાઈ ઉર્ફે નનકો ઉર્ફે ઠેડો બાબુભાઈ દેવીપુજક રહે. બાબરીયાધાર તા. રાજુલા, જી. અમરેલી વાળાને ચિતલ ગામે કાળવા ચોકમાંથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

તપાસ અર્થે પૂર્વ કચ્‍છ ગાંધીધામ જીલ્‍લાના ભચાઉ પોલીસ સ્‍ટેશનને સોંપવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનઓને સોંપી આપેલ છે.

આમ પોલીસ અધિક્ષકની સુચનાથી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના ઈન્‍ચાર્જ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલાનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ઘ્‍વારા છેલ્‍લા આઠ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્‍હામાં પૂર્વ કચ્‍છ ગાંધીધામ જીલ્‍લાના ભચાઉ પોલીસ સ્‍ટેશનના નાશતા-ફરતા આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


દેવ ચકલીએ હેલ્‍મેટમાં માળો બાંઘ્‍યો

અમરેલીમા જાણીતા ફોટોગ્રાફર ડી. જી. મહેતાએ દેવ ચકલીને હેલ્‍મેટમાં માળો બાંધતી અદભૂત તસ્‍વીર પાડી માનવ જાતને એક સરસ સિખ-સંદેશો પુરો પાડતી આ તસ્‍વીર છે. દેવચકલીને આ હેલ્‍મેટમાં પોતાની-પોતાના બચ્‍ચાની સુરક્ષા જોઈ-સમજી માળો બાંઘ્‍યો. બચ્‍ચાનેજન્‍મ આપ્‍યો. આજે બચ્‍ચા સુરક્ષિત રીતે મોટા થઈ ગયા છે. આ તસ્‍વીર જોઈ દરેક માનવીએ શિખવું જોઈએ કે મારી સુરક્ષા મારી હેલ્‍મેટમાં જ છે. બાઈક ઉપર મુસાફરી કરતા હોઈ ત્‍યારે હેલ્‍મેટ પહેરી રાખવી એમાંજ માનવીની જીંદગીની સુરક્ષા છે. આ તસ્‍વીર જોઈ કવિ હર્ષદ ચંદારાણાએ કવિતા રચી… ભભદેવ ચકલી દાણે-દાણો ગોતતા કયાંનીકયાં પહોંચી ગઈ ? જે કૈ પેદા કરતી નથી એવી હેલ્‍મેટ પાસે શા માટે ગઈ ? દેવ ચકલી કદાચ હેલ્‍મેટને સુરક્ષિત માળો સમજી ત્‍યાં રહેવા પહોંચી ગઈ કે શું ? હેલ્‍મેટમાં પણ દર્પણ ભાળ્‍યું કે શું ? આ જડ-ચેતનનો સંગ – આપણાં સંવેદનનો જગાડે જુદો રંગ.


અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના વંડા નિવાસી જગજીવનભાઈ જેઠાભાઈ કારીયાના જમાઈ રસિકભાઈ ગીરધરલાલ ખખ્‍ખર (ઉ.વ. 60) નું તા. પ/રને મંગળવારના રોજ ધોરાજી મુકામે અવસાન પામેલ છે. તે નંદાભાઈ જેઠાભાઈ તથા કનુભાઈ જગુભાઈ કારીયાના જમાઈ થાય છે. તેમની સાદડી તા. 8/રને શુક્રવારનાં રોજ સ્‍વામિનારાયણ મંદિરવાળા ખાંચામાં સાવરકુંડલા તાલુકાનાં વંડા મુકામે રાખેલ છે.

સાવરકુંડલા : લોહાણા મરણ : સાવરકુંડલા તાલુકના નેસડી નિવાસી હસમુખભાઈ હરિલાલ કોટેચા (ઉ.વ. 6ર) નું તા. 7/રનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે દિનેશભાઈ, વિનુભાઈ, ધીરૂભાઈના ભાઈ થાય છે. તેમનું બેસણું તા.8/રને શુક્રવારના રોજ સાંજે 4 થી પ સુધી નેસડી મુકામે રાખેલ છે.

નેસડી : સ્‍વ. હરિલાલ જાદવજીભાઈ કોટેચાનાં પુત્ર હસમુખભાઈ હરિલાલ કોટેચા (ઉ.વ. 6ર)નું તા. 7/ર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે દિનેશભાઈ, રહે. નેસડી, વિનુભાઈ, રહે. સાવરકુંડલા, ધીરૂભાઈ રહે. સાવરકુંડલા, કંચનબેન કાંતીલાલ સરૈયા, રહે. ધજડીવાળા, રસીલાબેન વાડીલાલ વસાણી, ઘુઘરાળાવાળાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.8/ર ને શુક્રવારનાં રોજ અમારા નિવાસ સ્‍થાને નેસડી મુકામે 4 થી પ રાખેલ છે.

કમી-કેરાળા : કમી-કેરાળા નિવાસી વ્રજલાલ નાનાલાલ ચોલેરા (ઉ.વ. 88) તા. 6/ર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેમનું સદગત ઉઠમણું તા.8/ર ને શુક્રવારનાં રોજ સાંજે 4 થી પ રામકૃષ્‍ણ મહાવીરનગર, પ્‍લોટ નં.86, અંજાર(કચ્‍છ) ખાતે રાખેલ છે.


બાબરા પોલીસ સ્‍ટેશન દ્વારા 30 માં રાષ્‍ટ્રીય માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણી

બાબરા વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજરોજ બાબરા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જી.ડી.આહીર દ્વારા 30માં રાષ્‍ટ્રીય માર્ગ સલામતી અંગે શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ પરના દિશા સૂચક ચિન્‍હો રોડ સેફટી સહિત ટ્રાફિકના ભંગ બાબતે નિયમો અને દંડની સમજ આપતો સેમિનાર યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય તથા સ્‍ટાફગણ તેમજ બાબરા પોલીસસબ ઈનસ જી.ડી. આહીર તથા ટ્રાફિકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. વી.પી.ગોહિલએ આર યાદવ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો ગોપાલભાઈ દુધરેજીયા, પરેશભાઈ રાઠોડ, ઋષિભાઈ શુકલ સહિત ઉપસ્‍થિત રહયા હતા.


08-02-2019