Main Menu

Thursday, February 7th, 2019

 

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા ચકચાર

તાલુકા વિકાસ અધિકારીની કાર્યશૈલીનાં વિરોધ વચ્‍ચે

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા ચકચાર

હાજર 1ર સદસ્‍યોમાંથી 8 સદસ્‍યોએ વિરોધ કર્યો

અમરેલી, તા.6

જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટઆજે બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજે તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 1ર સદસ્‍યો હાજર હતા. જેમાંથી 8 સદસ્‍યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું.

આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્‍યોને વિશ્‍વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજૂ કરતાં તેનો 8 સદસ્‍યોએ વિરોધ કર્યો છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે તાલુકા પંચાયતના કુલ 16 સદસ્‍યો છે. જેમાંથી 13 સદસ્‍યો કાર્યરત છે. જેમાંથી એક સદસ્‍ય ગેરહાજર હતા.


અમરેલી ખાતે લઘુઉદ્યોગ ભારતી દ્વારા બિઝનેસ સેમિનાર યોજાયો

અમરેલી જિલ્લામાં ઉદ્યોગનો નવો સુર્યોદય થાય અને તેની આર્થિક ઊર્જા સમગ્ર વિસ્‍તારમાં પ્રસરે તેવા શુભ ઉદેશ્‍ય સાથે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, અમરેલી અને લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલી દ્વારા યુથ એમ્‍પાવરમેન્‍ટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં યુવા, વેપારી અને ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. સેમિનારમાં ભાવનગરથી ઉદ્યોગ અધિકારી લલિતભાઈ ઝાઝુએ સરકારની યોજના કઈ કઈ છે? તેનો લાભ કેવી રીતે લેવો અને આ યોજનાઓનો લાભ કોણ લઈ શકે તેના પર વિસ્‍તારથી માર્ગદર્શન પુરૂ પાડ્‍યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાતના અઘ્‍યક્ષ હિતેન્‍દ્રભાઈ જોષીએ ભારતમાં નાના ઉદ્યોગોનું મહત્‍વ શું છે અને લઘુ ઉદ્યોગ ભારતીના કાર્ય વિશે વાત કરી હતી. તો એસબીઆઈ બેન્‍કના વરિષ્ઠ અધિકારી વિનોદભાઈ દરજીએ લોન મેળવવા માટે અને મુદ્રા યોજનાનો વધુમાં વધુ લાભ લઈને યુવાઓ ઉદ્યોગ, વેપારમાં સક્રીય બને તે માટે માર્ગદર્શન આપ્‍યું હતું. સેમિનારમાં ઉદ્યોગ સાહસિક અને અમરેલી જિલ્લા ભાજપઅઘ્‍યક્ષ હિરેનભાઈ હિરપરાએ અમરેલીમાં આગામી સમયમાં સાકાર થઈ રહેલાં કાર્યો અને ઉદ્યોગની પાયાની જરૃરિયાત રેલ્‍વે, રોડ, ટ્રાન્‍સપોર્ટ, જીઆઈડીસીની સુવિધા જે રીતે ઉપલબ્‍ધ થવાની છે તે વાત કરતાં કહ્યું હતું કે, યુવાઓ સાહસ કરીને આગળ વધે પણ કોઈપણ શરૂઆત કરતાં પહેલાં તેનું સંપુર્ણ માર્ગદર્શન મેળવી લેવું જેથી ખોટ સહન ન કરવી પડે. લઘુ ઉદ્યોયગય ભારતીના વરિષ્ઠ પદાધિકારી અને સૌરાષ્ટ્ર સંભાગના વાલી યશોધરભાઈ ભટ્ટે ભારતની એદ્યોગિક સ્‍થિતિ અને આવનારા સમયની વાત કરતાં નાના ઉદ્યોગો અને ઔદ્યોગિક સંગઠનના મહત્‍વને જણાવ્‍યું હતું. અમરેલી જિલ્લાની રાષ્ટ્રીય કંપની શીતલ આઈસ્‍ક્રીમના દિનેશભાઈ ભુવાએ યુવા સાહસિકોને વિશ્વાસ આપ્‍યો હતો કે તમારા સાહસની સાથે અમારી કંપની છે. તમે એવા ઉદ્યોગ – એકમ સાથે જોડાઓ જેની જરૂરિયાત અમારી કંપનીને હોય. આપણે સાથે        મળીને અમરેલી જિલ્લામાં ઉદ્યોગની ગતિને તેજ બનાવીએ. જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ સેમિનારમાં હાજર રહેલાં તમામ ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે એકમોને લઈને કોઈ કનડગત હોય અથવા અડચણ હોય તો તેનું સમાધાન કરવા માટે અમે પુરતો સાથ-સહયોગ આપીશું. લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલીના પ્રમુખ વસંત મોવલિયાએ કહ્યું હતું કે, ઊર્જાથી ભરપુર અને કંઈક કરવાથનગનતા યુવા સાહસિકો આગળ વધીને બિઝનેસ ક્ષેત્રે આગળ વધે અને અમરેલી જિલ્લાનું નામ દુનિયાભરમાં પ્રસરે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એક નવી ઉમ્‍મીદ અને આશા સાથે આગળ વધીએ અને ચાલો સાથે મળીને અમરેલીને ઈન્‍ડસ્‍ટ્રીલ હબ બનાવવા પ્રયત્‍ન કરીએ. ઈન્‍ડસ્‍ટ્રીયલ હબની વાત કરવી સરળ છે પણ તેને સાકાર કરવું ખૂબ કઠિન છે. એ કઠિન પરિસ્‍થિતિમાં પરિણામલક્ષી સાર મેળવવા લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલી અને જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, અમરેલી દ્વારા યુથ એમ્‍પાવરમેન્‍ટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંભવતઃ આ પ્રકારનું આયોજન અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત થવા જઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલીના મહામંત્રી દિવ્‍યેશ વેકરિયાએ અમરેલી જિલ્લાના સ્‍થળાંતરની સમસ્‍યા, ડીજિટલ યુગ અને નોકરીની વાતની સાથે ક્‍યાં પ્રકારના વ્‍યવસાયની માગ છે તેના પર વાત કરી હતી. આ સેમિનારમાં ઉપસ્‍થિતિ મહાનુભાવો ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ કાનાણી, રિતેશભાઈ સોની, લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલના ઉપપ્રમુખ રમેશભાઈ કાબરિયા, મુકેશભાઈ કોરાટ, લઘુ ઉદ્યોગ ભારતીના વ્‍યવસ્‍થાપક પ્રકાશભાઈ પટેલ, સાવરકુંડલાથી ડી કે પટેલ, અજન્‍ટા આઈસ્‍ક્રીમના પ્રકાશભાઈ ગોહિલ હાજર રહ્યાં હતાં. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે જયસુખભાઈસોરઠિયા, રાકેશ નાકરાણી, દિપક ધાનાણી, સંજય માલવિયા, જીતુ સુવાગિયા સહિતના સાથીદાર મિત્રોનો આભાર લઘુ ઉદ્યોગ ભારતીના ઉપપ્રમુખ અરૂણ ડેરે વ્‍યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ મહેતાએ કર્યું હતું.


લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોની ભાગીદારી કેટલી ?

આમઆદમી અધિકારીઓ અને પદાધિકારીઓની કરે છે આજીજી

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોની ભાગીદારી કેટલી ?

અધિકારીઓ અને પદાધિકારીઓ જનતાનાં સેવક છે કે માલીક તે સમજવું જરૂરી

અમરેલી, તા. 6

આપણા દેશમાં આમ તો લોકશાહી શાસન વ્‍યવસ્‍થા છે તેવું ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં લોકશાહી શાસન છે કે કેમ તે અંગે અભ્‍યાસ કરવો જરૂરી બન્‍યો છે.

અમરેલી જિલ્‍લાનું વર્તમાન ચિત્ર જોઈએ તો ખ્‍યાલ આવે કે જિલ્‍લાનો આમઆદમી ગણાતો ખેડૂત, શ્રમજીવી, નાનો વેપારી, બેરોજગાર યુવકને બે ટંકનું ભોજન, સસ્‍તુ શિક્ષણ, રાહતદરે આરોગ્‍ય સુવિધા, સુરક્ષા જેવી સુવિધા મળે છે કે કેમ ? તો તેનો જવાબ સ્‍પષ્‍ટ ના માં આવે છે.

જિલ્‍લાનાં આમ આદમીને રોજબરોજનાં કાર્યો માટે સરકારી કચેરીઓમાં ધકકા ખાવા પડે છે. કયારેક તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે. અધિકારીઓ કે પદાધિકારીઓને મળવા માટે દિવસો સુધી રાહ જોવી પડે છે અને અધિકારી કે પદાધિકારીની મુલાકાત બાદ પણ ન્‍યાય મળે તેવી સંભાવનાં પણ ઓછી છે. છતાં પણ આમ આદમી અધિકારી અનેપદાધિકારી સામે આશા ભરી દ્રષ્‍ટિ રાખીને બેસી રહે છે અને વિચારે છે કે સાહેબ કંઈક મદદ કરશે. પરંતુ મોટાભાગનાં કિસ્‍સામાં આશા નિરાશામાં પરિવર્તીત થઈ જાય છે.

દેશને આઝાદી અપાવનાર નરબંકાઓનાં આત્‍મા પણ આજે પરેશાન થઈ રહૃાા હશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી. જિલ્‍લાનાં ગરીબોની કોઈને ચિંતા નથી, માત્ર અમીરોની વાહ વાહ કરવામાં આવી રહી છે. ગરીબ વધુને વધુ ગરીબ અને લાચાર બની રહૃાો છે.

આગામી થોડા જ દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય રાજકીય આગેવાનો જાતિવાદ, જ્ઞાતીવાદ સહિતનાં બિનજરૂરી મુદાઓ ઉપસ્‍થિત કરીને નિર્દોષ આમ આદમીનાં મત ઝૂંટવી જવાનો પ્રયત્‍ન કરવાનાં હોય આમ આદમીએ હવે જાગૃત્ત થવાનો સમય આવી ચુકયો છે નહી તો આગામી પાંચ વર્ષ માટે પસ્‍તાવો કરવા સિવાય કંઈ જ કરવાનું નહી રહે.


વીકટર ચેક પોસ્‍ટ ખાતેથી વિદેશી દારૂ સાથે 1 શખ્‍સને પોલીસે ઝડપી લીધો

ટીંબી ગામે રહેતાં રત્‍ન કલાકાર શખ્‍સ સામે કાર્યવાહી

અમરેલી, તા. 6

જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં નરેશ મુનાભાઈ બારૈયા નામનાં 19 વર્ષિય  યુવક આજે સવારે એક ખાનગી લકઝરી બસમાં વીકટર ચેક પોસ્‍ટ પાસેથી પોતાના થેલામાં અલગ અલગ કંપનીની બોટલ નંગ-10 કિંમત 16પ0 સાથે પીપાવાવ મરીન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીહતી.


વિજયાનગર ગામે ઉછીના આપેલ નાણાંની ઉઘરાણી કરી માર મારી કરી ઈજા

અમરેલી, તા. 6

સાવરકુંડલા તાલુકાનાં વિજયાનગર ગામે રહેતાં અને કડીયા કામ કરતાં અમૃતભાઈ ધીરુભાઈ પનારા નામનાં 39 વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં રમેશભાઈ ઉર્ફે મુનો રવજીભાઈ દાદરેચા નામનાં ઈસમે યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં યુવકે પછી આપવાનું કહેતા સામાવાળા રમેશભાઈએઉશ્‍કેરાઈ જઈ પાઈપ વડે માર મારી, ગાળો આપી, માથાનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


કુંકાવાવમાં ટ્રાફીકને નડતરરૂપ રહેલ કાર દુર કરવાનું કહેનાર હેડ કોન્‍સ્‍ટેબલને તમાચો મારી દીધો

વડીયા પોલીસે ફરજ રૂકાવટનો ગુન્‍હો દાખલ કરી તપાસ શરૂ કરી

કુંકાવાવમાં ટ્રાફીકને નડતરરૂપ રહેલ કાર દુર કરવાનું કહેનાર હેડ કોન્‍સ્‍ટેબલને તમાચો મારી દીધો

અમરેલીનાં ઈશ્‍વરીયા ગામનાં વિજય વામજા સામે ફરિયાદ

વડીયા, તા. 6

વડીયા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એ.વી. પટેલ તથા અભેસિંગ ઘેલાભાઈ મોરી અનાર્મ હેડો કોન્‍સ્‍ટેબલ તથા જીપના ડ્રાઈવર બુંધેશભાઈ વડીયા પોલીસ સ્‍ટેશનથીબોપર બાદ બગસરા પોલીસ સ્‍ટેશન ગયેલ અને ત્‍યાંથી વડીયા પોલીસ સ્‍ટેશનના ગ્રામ્‍ય વિસ્‍તારનાં પેટ્રોલીંગમાં નીકળેલ. તે દરમ્‍યાન મોટી કુંકાવાવ ગામે આવતાં ગામના બસ સ્‍ટેન્‍ડ પર જાહેર જનતાને અડચણ થાય તે રીતે હુંડાઈ ઈઓન સફેદ કલરની કાર રજી. નંબર જી.જે.-14-એએ 0ર68 રોડ પર પડેલ. જેથી તેમની સાથેના હેડ કોન્‍સ્‍ટેબલ અભેસિંહને કાર સાઈડમાં રાખવા કહેવા મોકલતા કારના ચાલક વિજય વલ્‍લભભાઈ વામજા (પટેલ) (ઉ.વ. 39) ધંધો વેપર રહે. ઈશ્‍વરીયા તા.જી. અમરેલીએ હેડ કોન્‍સ્‍ટેબલને ગાળો આપી તેમની ફરજમાં રૂકાવટ કરી એક જાપટ મારી ઈજા કરેલ. જેથી તેમના વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો દાખલ કરી આઈપીસી કલમ-33ર, 186, 3ર3, પ04, ર83 તથા એમવી એકટ કલમ-3, 177 મુજબ ગુન્‍હો દાખલ કરી આરોપીને અક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


મોટા માણસા ગામે સમાધાન કરવાનું કહી મહિલાને જ્ઞાતિ અંગે અપમાનીત કરાયા

અમરેલી, તા. 6

જાફરાબાદ તાલુકાનાં મોટા માણસા ગામે રહેતાં અને આંગણવાડી વર્કર તરીકે કામ કરતાં ભાવનાબેન મહેશભાઈ જોગદીયા નામનાં 31 વર્ષિય મહિલાએ, અગાઉ પાટી માણસા ગામે રહેતાં મહેશભાઈ નનકુભાઈ ખુમાણ સામે ફરિયાદ કરેલ હોય તે બાબતે સમાધાન કરવાનું છે તેમ કહી પાઈપ લઈ આવી મહિલાનું ગળુ પકડી ઝપાઝપી કરી, કયારે સમાધાન કરવું છે તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનિત કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ભાવનાબેને નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીમાં બાયપાસ માર્ગ પર બે ફોરવ્‍હીલ ટકરાતાં પ વ્‍યકિતને ઈજા

તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા

અમરેલી, તા. 6

અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટીમાં રહેતાં નીરજભાઈ દીનેશભાઈ ત્રિવેદી નામનાં ર8 વર્ષિય યુવક ગઈકાલે સાંજના સમયે પોતાના સસરા નલીનભાઈ, સાસુ ભારતીબેન, ઈશ્‍વરભાઈ, ઈન્‍દુબેન સહિત પ લોકો ચક્કરગઢ રોડ તરફથી આવી રહૃાાં હતા ત્‍યારે અમરેલી બાયપાસ રોડ, એમેઝોન રેસીડેન્‍સી પાસે પોતાના હવાલા    વાળી ફોરવ્‍હીલમાં પહોંચ્‍યા હતા ત્‍યારે લાઠી બાયપાસ તરફથી આવી રહેલ ફોર વ્‍હીલ નંબર જીજે-ર7 બી.એસ.177રના ચાલકે પોતાના હવાલાવાળું ફોરવ્‍હીલ બેફીકરાઈથીચલાવી અને યુવકનાં ફોરવ્‍હીલ સાથે અથડાવી દઈ ફોરવ્‍હીલ ચાલક નાશી છૂટયો હતો.

આ અકસ્‍માતમાં નલીનભાઈ, ઈન્‍દુબેન સહિત પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થતાં તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.


અમરેલી શહેરનું આવતીકાલે બંધનું એલાન

‘‘અમરેલી બચાવો” નાગરિક અભિયાન સમિતિને પ્રચંડ લોકસમર્થન

અમરેલી શહેરનું આવતીકાલે બંધનું એલાન

શહેરમાં વર્ષો બાદ વિકાસકાર્યોની માંગને લઈને આગેવાનો એકમંચ પર ભેગા થતાં ખુશી

અમરેલી, તા. 6

અમરેલીમાં થયેલ અણઘડ અને નબળાં જાહેર કામોને કારણે અમરેલી શહેરની થયેલ દુર્દશા સામેનો લોકોમાં પ્રચંડ આક્રોશનો જવાળામુખી ભભુકી ઉઠયો છે. છેલ્‍લા ર વર્ષથી પણ વધુ સમયથી પીડાઈ રહેલ અમરેલીની જનતાની ધીરજ ખુટવા આવી હતી. એવા સમયે અમરેલીના જાણીતા તબીબ અને જાહેર જીવનમાં મૂલ્‍યો માટે સંઘર્ષ કરવાના અભિગમ ધરાવતાં ડો. ભરત કાનાબારે ભભઅમરેલી બચાવોભભ અભિયાનના માઘ્‍યમથી લોકોને સંગઠીત કરવાનું બીડું ઝડપ્‍યું. લોકોએ આ વાતને ઉપાડી લીધી અને સોશીયલ મીડીયામાં અને ચૌરે-ચૌટે આ અભિયાનની વાત ચર્ચાવા માંડી. ગઈકાલે રાત્રે આ અભિયાન અંતર્ગત નકકી કરાયેલ વિવિધ કાર્યક્રમોના આયોજન માટે મહાજન પાર્ટી પ્‍લોટ ખાતે મળેલ મીટીંગમાં શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ વિવિધ સામાજીક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

મીટીંગના પ્રારંભે ડો. કાનાબારે જે રીતે ભુગર્ભ ગટર સહિત રોડ-રસ્‍તા તેમજ જાહેર બાંધકામના કામો થયાં તેમાં આયોજન અને સંકલનના સંપૂર્ણ અભાવથીલોકોને પડી રહેલ હાડમારીની વાત કરી આ બધા કામોમાં જરૂરી ટેકનીકલ સુપરવીઝનના અભાવે તેની ગુણવત્તા વિષે પણ અમરેલીના લોકોમાં મોટી શંકાઓ છે તેની વાત કરી. આ અભિયાનનો હેતુ નિંભર અને સંવેદનહિન તંત્રને જગાડવાનો છે અને તે કોઈ પક્ષ, સંસ્‍થા કે વ્‍યકિત સામે નથી તેની સ્‍પષ્‍ટતા કરતાં ડો. કાનાબારે ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ અને તા. 8 મીના રોજ વિશાળ રેલી દ્ધારા લોકોને પોતાની તાકાત દેખાડવાનું આહ્‌વાન કર્યુ હતું.

મીટીંગમાં અમરેલીના સિનીયર તબીબ ડો. રાવળ કવિતાના માઘ્‍યમથી વિનોદ સાથે લોકોની વ્‍યથાને વાચા આપી. જેને પણ અમરેલી માટે દાઝ હોય તેવા તમામ વતન પ્રેમીઓને આ અભિયાનમાં જોડાવા હાંકલ કરી હતી. ઈ.એન.ટી. સર્જન ડો. હિતેષ શાહ જેઓ પોતે એક સારા સાહિત્‍યકાર છે તેમણે તેમની આગવી શૈલીમાં એક સાથે 101 ઉપગ્રહ છોડી શકનાર અને મંગળ પર યાન મોકલનાર એવા ભારત દેશમાં એક નાના શહેરમાં રોડ-ગટરની પ્રાથમિક સુવિધાઓ પણ સારી રીતે ઉભી કરાતી નથી તેના પ્રત્‍યે ખેદ વ્‍યકત કર્યો હતો. બિસ્‍માર રસ્‍તા ઉપર સતત ઉડતી ધૂળથી નાના બાળકો સહિત અમરેલીના લોકોના સ્‍વાથ્‍ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે તેની વાત કરી હતી. આપણા માટે અને અમરેલીની આવતી કાલ માટે અમરેલીના તમામ લોકો બધા જ મતભેદો ભૂલી સાથેમળીને આ લડાઈ કરે તેવી વિનંતી કરી હતી.

મીટીંગમાં વેપારીઓ વતી ચતુરભાઈ અકબરીએ લોકોની પીડાને વાચા આપવા માટે આ અભિયાન શરૂ કરવા બદલ ડો. કાનાબારને અભિનંદન આપતાં લડતને વેપારી આલમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો અને તા. 8 મીએ અમરેલી બંધનું એલાન આપ્‍યું છે. આ રેલીમાં વેપારીઓને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો હતો.

લાયન્‍સ રોયલના વસંતભાઈ મોવલીયાએ આ અભિયાનમાં તન-મન-ધનથી સહકાર આપવાની ખાત્રી આપી હતી. અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રાએ સરકારની વિવિધ યોજનાઓ દ્ધારા થઈ રહેલ કામોમાં સંકલનના અભાવે પ્રજાની મુશ્‍કેલીમાં વધારો થાય છે તેમ જણાવી ઉમેર્યુ કે, જો વ્‍યવસ્‍થિત આગોતરૂં આયોજન કરાય તો શહેરમાં રોડ-રસ્‍તા વારંવાર ખોદવા ન પડે અને સરકારી નાણાંનો વ્‍યય પણ ન થાય. આ લોક આંદોલનને પોતાનો ટેકો જાહેર કરતાં પી. પી. સોજીત્રાએ લોકોને અપીલ કરી હતી કે, તમારી આજુબાજુના વિસ્‍તારમાં જયાં જયાં આવા જાહેર કામો થતાં હોય ત્‍યાં નાગરિકો પોતે જ ભભવોચડોગભભની ભૂમિકા ભજવે અને કામો નબળાં થતાં હોય તો તેને અટકાવે તેવો અનુરોધ કર્યો હતો. શરદભાઈ ધાનાણીએ ડો. કાનાબારને અભિનંદન આપતાં જડતંત્ર સામે લોકોને પુરા જોશથી લડવાની હાંકલ કરી છે.

પ્રસ્‍તુતમીટીંગમાં અજયભાઈ અગ્રાવત, દિપકભાઈ વઘાસીયા, ડો. હર્ષદભાઈ રાઠોડ, ડો. સોજીત્રા, ડો. ભાવેશ મહેતા, ડો. એન.એન. દેસાઈ, ડો. ચંદ્રેશભાઈ ખુંટ, ડો. અશોક શીંગાળા, કેતનભાઈ સોની, જયેશભાઈ ટાંક, તેજસભાઈ દેસાઈ, ડો. કથીરીયા, ડો. પીયુષ ગોસાઈ, ડી. કે. રૈયાણી, અરવિંદભાઈ સીતાપરા, સંજયભાઈ વણજારા, દિનેશભાઈ ભુવા, યોગેશભાઈ કોટેચા, ઘનશ્‍યામભાઈ રૈયાણી, નીલેષભાઈ જોષી, સંજયભાઈ પંડયા, અલ્‍પેશભાઈ અગ્રાવત, ડો. સ્‍નેહલ પંડયા, રમેશભાઈ માતરીયા, તુલસીભાઈ મકવાણા, એડવોકેટ અજયભાઈ પંડયા, નંદાભાઈ ભડકણ, ડો. રામાનુજ, ગૌતમભાઈ સાવલીયા, શશાંક મહાજન, બ્રહ્મ સમાજના અશ્‍વિનભાઈ ત્રિવેદી, અજીજભાઈ ગોરી, સિકંદરખાન પઠાણ, સિઘ્‍ધાર્થભાઈ ઠાકર, ચિરાગભાઈ ત્રિવેદી, સંદીપભાઈ પંડયા, જનકભાઈ પંડયા, એડવોકેટ મગનભાઈ સોલંકી, ડો. વિરલ ગોયાણી, વિકાસભાઈ વડેરા, પ્રફુલ્‍લભાઈ બાંટવીયા,

દિલીપભાઈ પરીખ, પોપટભાઈ કાશ્‍મીરા, રફીકભાઈ મોગલ, ડો. શાપરીયા, પરેશભાઈ હીંગુ, યોગેશભાઈ કારીયા, મુકુંદભાઈ ગઢીયા, પરેશભાઈ કાનપરીયા, હરીશભાઈ કંસારા, ગીરીશભાઈ ભટૃ, કિશોરભાઈ આજુગીયા, જીતુભાઈ ડેર, મુકેશભાઈ તૈરૈયા, શૈલેષભાઈ સાવલીયા, હીરાભાઈ પડાયા, ટોમભાઈ અગ્રાવત, સંજયભાઈ પોપટાણી, મેહુલભાઈ સાવલીયા, ભરતભાઈ કાનાણી, ડો. કિશોરભાઈયાદવ, અશોકભાઈ તનવાણી, ભાવેશભાઈ ભટૃ, વૈદ્ય નિખિલેશ જાની, જયદિપભાઈ મારૂ, રમેશભાઈ વેકરીયા, ભાવેશભાઈ ચાવડા, ઉપેન્‍દ્ર

નાગ્રેચા, યોગેશ ગણાત્રા, સંજયભાઈ ગોંડલીયા, કમલેશભાઈ ટાંક, હરેશ એચ. ટાંક, ભાવિન સોજીત્રા, હીરેન સોજીત્રા, મનોજભાઈ દેવમુરારી, નીરવ કારીયા, કૌશિકભાઈ જોષી, દિપકભાઈ મકવાણા, નીલેષ સાવલીયા, નિમબાર્ક એસ.સી. રણજીત ઉધાસ, પ્રતિકભાઈ જોષી, અમિત ઝીંઝુવાડીયા, રિપલ હેલૈયા, ભીખુભાઈ અગ્રાવત, રમેશચંન્‍દ્ર નિમાવત, જીતુભાઈ ઠકકર, દિપકભાઈ ગાંગડીયા, નિલેષભાઈ સોનપાલ, અનિલભાઈ આડતીયા, જયેશભાઈ માવદીયા, જયસિંહભાઈ રાઠોડ, રોહીતભાઈ મહેતા, ભગીરથ ત્રિવેદી, મનીષભાઈ ધરજીયા, જગદિશભાઈ બાબરીયા, લલિતભાઈ ત્રિવેદી, પરેશભાઈ પાટડીયા, ઈલ્‍યાસભાઈ કપાસી, કમલેશભાઈ મુંજપરા, તેજસ સોરઠીયા, ડો. ભીંગરાડીયા, પેઈન્‍ટર જોગી, ધર્મેન્‍દ્ર લલાડીયા, કિશન સાદરાણી, ઘનશ્‍યામભાઈ જોષી, કરશનભાઈ રાતડીયા, રજનીભાઈ વડેરા, અનિલભાઈ આડતીયા, પ્રકાશભાઈ ધોળકીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતાં.


રાજુલાનાં આગરીયા નજીક ખૂનની કોશીષ અને લૂંટનાં ગુન્‍હામાં ત્રણ આરોપી ઝડપાયા

આગામી 13 ફેબ્રુઆરી સુધી પોલીસ રીમાન્‍ડ મંજુર થઈ

અમરેલી, તા. 6

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાં બનવાપામેલ ગંભીર ગુન્‍હાઓમાં સઘન તપાસ હાથ ધરી નકકર પુરાવાઓ મેળવી સત્‍વરે આરોપીઓ અટક કરવા અમરેલી જીલ્‍લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને રાજુલા પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.એ. તુંવર તથા રાજુલા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા ચાર દિવસ પહેલા રાજુલાનાં આગરીયા ગામ નજીક બેઠા પુલ પાસે બનવા પામેલ લૂંટ અને ખૂનની કોશીષ જેવા ગંભીર ગુન્‍હાના ત્રણ આરોપીઓને સત્‍વરે ઝડપી લીધેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, દેવાયતભાઈ વાઘાભાઈ બલદાણીયા (ઉ.વ. પ9) ધંધો વેપાર, રહે. દોલતી તા. સાવરકુંડલા વાળા ગઈ તા. ર/ર/19નાં રોજ પોતાની ઈઓન ગાડી નં. જી.જે.-14-એકે 0469ની લઈને રાજુલાથી દોલતી ગામે પોતાના ઘરે જતા હતા તે વખતે મોટા આગરીયા ગામથી આગળ બેઠા પુલ પાસે પહોંચતા શૈલેષ નાથાભાઈ ચાંદુ રહે. દોલતી તથા તેની સાથેના બીજા ચાર અજાણ્‍યા માણસો સફેદ કલરની સ્‍કોર્પીયો ગાડી લઈને આવેલ અને શૈલેષ ચાંદુનો ભાઈ દાદુ આહીર સમાજની સગીર વયની દિકરીને સુરત મુકામેથી લઈ ગયેલ અને ફરિયાદી દેવાયતભાઈ આહીર સમાજના પ્રમુખ હોય જેથી ભોગ બનનાર દિકરી અને આરોપી દાદુને શોધવા આગેવાની લીધેલ હતી. જે બાબતનું મનદુઃખ રાખી શૈલેષ નાથાભાઈ ચાંદુ અને અજાણ્‍યા ચાર આરોપીઓએ લોખંડની ટીવડે દેવાયતભાઈને માથામા જમણી બાજુ જીવલેણ ઘા મારી ગંભીર ઈજા કરેલ તેમજ જમણા પગે લોખંડની ટી વડે ઘા મારી ફેકચર કરેલ તેમજ આરોપી શૈલેષ ચાંદુએ રીવોલ્‍વર બતાવી ફરિયાદીના ખીસ્‍સામાંથી રૂા. 1પ હજાર કાઢી લઈ લૂંટ કરી લઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હોય. આ અંગે રાજુલા પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 08/ર019 ઈપીકો કલમ-307, 39પ, 397, 3રપ, પ04, પ06(ર) આર્મ્‍સ એકટ કલમ રપ(1)(બી)(એ) તથા જીપી એકટ કલમ 13પ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

આ ગુન્‍હાના તપાસનીશ અધિકારી રાજુલા પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.એ. તુંવર તથા રાજુલા પોલીસ સ્‍ટાફે ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ તાત્‍કાલીક સઘન તપાસ હાથ ધરી પુરતા પુરાવાઓ મેળવી સદરહું ગુન્‍હાને અંજામ આપતાં પહેલા તેનું કાવતરૂં ઘડેલ હોવાનું તપાસ દરમ્‍યાન ખુલવા પામતાં મુખ્‍ય આરોપી શૈલેષ નાથાભાઈ ચાંદુની સાથે કાવતરૂ ઘડનાર અને ફરિયાદીની રેકી કરી ગુન્‍હો આચરવામાં પ્રત્‍યક્ષ મદદગારી કરનાર ત્રણ આરોપીઓ ચંદ્રેશભાઈ ઉર્ફે મુનો ગોદડભાઈ ધાખડા, ગોબખભાઈ બદરૂભાઈ ચાંદુ, ઉદયભાઈ નજુભાઈ વાળા આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી તપાસનીશ અધિકારી તથા સરકારી વકીલ રાજુલાએ પોલીસ રીમાન્‍ડ મેળવવા ધારદાર રજુઆત કરતા કોર્ટ તરફથી ઉપરોકતત્રણેય આરોપીઓના તા. 13/ર/19 સુધીના રીમાન્‍ડ મંજુર થયેલ છે. આ કામે સંડોવાયેલ અન્‍ય આરોપીઓને શોધી કાઢી સત્‍વરે અટક કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


બાબરામાં ધંધાકીય સ્‍પર્ધાનાં કારણે નજીકનાં જ ર પરિવારો વચ્‍ચે સશસ્‍ત્ર અથડામણ

સ્‍થાનિક પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈને મામલો શાંત કર્યો

બાબરા, તા.6

બાબરામાં બપોરના સમયે નાના બસ સ્‍ટેશન પાસે બે મુસ્‍લિમ જૂથ વચ્‍ચે થઈ હતી મારામારી. જેમાં બંને જૂથના લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં અમુક લોકોને રાજકોટ અને અમરેલી ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્‍યા હતા. આ બારાની જાણ બાબરા પી.એસ.આઈ. ગીતાબેન આહીરને થતા પોલીસ કાફલા સાથે દવાખાને દોડી આવ્‍યા હતા અને દવાખાને લોકોના વરેલા ટોળાને વિખેરી બંદોબસ્‍ત ગોઠવીદેવામાં આવ્‍યો હતો. તો જયારે જગડનાર બંને પરિવારના ઘરે પણ પોલીસ ગોઠવવામાં આવી હતી.

ચર્ચાતી વિગત અનુસાર બંને મુસ્‍લિમ પરિવાર એકબીજાના સાવ નજીકના સગા ભાઈ છે અને બંનેને જી.આઈ.ડી.સી.માં ભાગીદારીમાં લોખંડ ગાળવાનો ધંધો ચાલતો હતો. ત્‍યારબાદ કોઈ કારણને લઈને આ બંને વચ્‍ચે ભાગીદારી છૂટી થઈ હતી. તે બાબતનું મનદુઃખ હોય તેના હિસાબે આ મોટી બબાલ થઈ હતી. જેમાં (1) ઈકબાલભાઈ પરમાર (ઉ.વ.પર)  (ર) સોહિલ જમાલ મેતર (3) અંજુ ઈકબાલ પરમાર (4) રાજીમાબેન જમાલ પરમાર (પ) જમાલ કાસમ પરમાર (6) હનીફ આમદ અગવાન (7) અસલમ જમાલ અગવાન તમામ રહેવાસી બાબરા વાળાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં અમુકને વધુ સારવાર માટે રાજકોટ તેમજ અમરેલી રીફર કરવામાં આવ્‍યા હતા. મારામારીની વાત ગામમાં પ્રસરી જતા સરકારી દવાખાને લોકોના         ટોળેટોળા ઉમટયા હતા. આ બારાની વધુ તપાસ બાબરા પી.એસ.આઈ. ગીતાબેન આહીર ચલાવી રહયા છે. અને બંને લોકોએ સામસામી ફરિયાદ પણ    આપી છે.


જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખાનાં કર્મચારીઓ કામકાજથી અળગા રહૃાા

અમરેલી જિલ્‍લા આરોગ્‍ય કર્મચારી મહાસંઘ અમરેલી જિલ્‍લા તરફથી જિલ્‍લા પંચાયત હેઠળ ફરજ બજાવતા વિવિધ સંવર્ગના પંચાયત સેવા હેઠળના આરોગ્‍ય કર્મચારીઓને આજરોજ માસ સી.એલ. મૂકી તમામ કર્મચારીઓ જિલ્‍લા મથકે રામધૂન સફાઈ કાર્યક્રમ અને બ્‍લડ ડોનેટ કેમ્‍પનું આયોજન કરવા અનુસાર અમરેલી જિલ્‍લા પંચાયત હેઠળ ફરજ બજાવતા બ્‍લડ ડોનેશન કેમ્‍પકરનાર છે. અમરેલી જિલ્‍લા આરોગ્‍ય કર્મચારી મહાસંઘના પ્રમુખ એમ.એસ. માધડ તથા મહામંત્રી રાજેશભાઈ સલખનાના નેજા હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવેલ.


શ્રીજી મોબાઈલ્‍સ તથા યુહો સ્‍માર્ટફોન કંપની દ્વારા નવા મોડેલ્‍સ લોંચીંગ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્‍લાના મોબાઈલનો વ્‍યવસાય કરતા વેપારીઓ, ડીસ્‍ટ્રીબ્‍યુટર્સ તથા ગ્રાહકોનો માનીતો શો-રૂમ શ્રીજી મોબાઈલ્‍સ તથા યાજ્ઞી એન્‍ટરપ્રાઈઝ અમરેલી તથા યુહો સ્‍માર્ટફોન કંપની દ્વારા નવા કુલ છ (6) મોડેલ્‍સની લોંચીંગ સેરીમની યોજાઈ હતી. જિલ્‍લાભરના મોબાઈલ દુકાન ધારકો, વેપારીઓ તથા રીટેઈલર્સની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત શ્રીજી મોબાઈલ્‍સના મેનેજર વિશાલ સેંજલીયા તથા પ્રાસંગિક પ્રવચન યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણીએ કર્યું હતું તથા યુહો સ્‍માર્ટફોન કંપનીના ગુજરાત સ્‍ટેટ હેડ ભાવિક આચાર્યએ કંપનીના નવા મોડેલ્‍સનો ડેમો બતાવી મઘ્‍યમ વર્ગના લોકોના બજેટને ઘ્‍યાને લઈને કંપની દ્વારા બનાવાયેલ મોબાઈલ્‍સની સંપૂર્ણ માહિતી આપી હતી તથા શ્રીજી મોબાઈલ્‍સ એન્‍ડ યાજ્ઞી એન્‍ટરપ્રાઈઝના એમ.ડી. તથા યુવા ઉદ્યોગપતિ હાર્દિકભાઈ સેંજલીયાએ જિલ્‍લાભરના મોબાઈલ વેપારીઓનો સહકાર બદલ આભાર વ્‍યકતકરીને યુહોના વેચાણ દ્વારા પૂરતા ફાયદા થવાની ખાત્રી આપીને સહકારની અપેક્ષા રાખી હતી. કાર્યક્રમના અંતે ગેટ-ટુ-ગેધરમાં શ્રીજી મોબાઈલ્‍સ દ્વારા કુલ સોળ (16) વેપારીઓને કવીઝ કોમ્‍પીટીશનમાં વિજેતા થવા બદલ પુરસ્‍કાર અપાયા હતા. સમગ્ર લોંચીંગ સેરીમનીનું સંચાલન હરેશ બાવીશીએ કર્યું હતું.


અમરેલીની બહેરા-મૂંગા શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

છેલ્‍લા અઢાર વર્ષથી શ્રવણમંદ બાળકોના શિક્ષણ અને પુનઃસ્‍થાપન માટે કાર્યરત અમરેલી જિલ્‍લાની ઓળખ સમી બહેરા-મૂંગા શાળાની સેવાકીય પ્રવૃતિમાં એક નવા સોપાનનો ઉમેરો થયો છે. તા.3/રને રવિવારના શુભ દિને કલેકટર આયુષઓકના વરદ હસ્‍તે “શ્રીમતી મીનાક્ષીબેન વિનયભાઈ વળીયા ઓડીયોલોજી અને સ્‍પીચથેરાપી કિલનિક”નો શુભારંભ થયો. આ નવનિર્મિત કિલનિકમાં નવજાત શિશુથી માંડી વયોવૃઘ્‍ધ સુધીના તમામ લોકોની બહેરાશને લગતી સમસ્‍યાનું રાહતદરે નિદાન અને સારવાર સહ માર્ગદર્શન ઉપલબ્‍ધ રહેશે. સાથોસાથ તોતડાપણું, નાકમાંથી અવાજ નીકળવો, અલ્‍પ વાણીવિકાસ વગેરેના નિવારણ માટે સ્‍પીચથેરાપીની સુવિધા પણ પ્રાપ્‍ત થશે. આ કિલનિકના ઉદઘાટનની સાથોસાથ અમદાવાદથી આવેલ તજજ્ઞ ટીમ દ્વારા અમરેલીના ડોકટરો માટે એક સેમિનાર પણ આયોજિત થયેલ. જેમાં ડો. પી.પી. પંચાલ, ડો. હિતેશ શાહ, ડો. રવિ કોલડીયા, ડો. વિરલ ગોયાણી, ડો. મીનાબેન ગોયાણી, ડો. કૃતિકા શાહ વગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ ઉપરાંત આ જ દિવસે ઉદઘાટિત કિલનિકમાં બહેરાશને લગતી કાનની તપાસનો નિઃશૂલ્‍ક નિદાન કેમ્‍પ પણ રાખવામાં આવેલ હતો. આ ત્રિવિધ કાર્યક્રમને દિપાવવા કલેકટર આયુષ ઓક સાથે પ્રાંત અધિકારી વસાણી, નાયબ નિયામક સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગરના પી.જે. ત્રિવેદી, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી ભટ્ટ, મહિલા અને બાળ અધિકારી ઝાખણીયા વગેરે ખાસ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ, કર્મચારીઓ અને બાળકોનો અથાક પરિશ્રમ પણ એટલો જ પ્રશંસનીય રહયો હતો.


07-02-2019