Main Menu

Wednesday, February 6th, 2019

 

લ્‍યો બોલો : ધારી શહેરમાં તોફાની બનેલ ગાયને મહામુસીબતે કાબૂમાં લેવાઈ

પંચાયતનાં શાસકો અને ગૌ-પ્રેમીઓ દ્વારા

લ્‍યો બોલો : ધારી શહેરમાં તોફાની બનેલ ગાયને મહામુસીબતે કાબૂમાં લેવાઈ

ગાયને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવી

ધારી, તા.પ

ધારીમાં એક કાળીવઢીયારી ગાય હડકાયી બની રસ્‍તે નિકળતા રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ગાયને નાથવા ગ્રામ પંચાયતની ટીમ અને ગૌસેવકે જીવસટોસટની બાજી ખેતી સતત બે કલાક ઝઝૂમી મારકણી ગાયને નાડે બાંધી લોકોને ગાયના આતંકમાંથી મુકત કરાવ્‍યા હતા.

ધારીના પોષ વિસ્‍તાર વૃંદાવન સોસાયટીમાં એક કાળી                 વઢીયારી ગાય હડકાયી બની રસ્‍તે નિકળતા રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લેતી હોવાના સમાચાર મળતા નાડાની વ્‍યવસ્‍થા કરી ગૌસેવક સ્‍થળ પર પહોંચી ગયા હતા. સૂર્યમુખી હનુમાનજી પાસે અફડાતફડી મચાવી રહેલી ગાયને પકડવા મથામણ શરૂ કરી દેતા સ્‍થિતિ કંટ્રોલ બહાર જણાઈ હતી. બાદમાં પંચાયતના કર્મચારી રમેશભાઈ મકવાણાને સ્‍થળ પર બોલાવતા તેઓ ટ્રેકટર સાથે કામદારોને લઈને પહોંચી ગયા હતા. પરંતુ ગાય હુંફળીયુ ખાતા વૃંદાવનથી શિવનગર, અજંતા, નાલંદા અને વાઘાપરામાં દોટાદોટ કરતી જે કોઈ આડુ ઉતરે તેને શિંગડા ભરાવતી ગલીઓ ખૂંદતી આમતેમ ભાગી રહી હતી. દરમિયાન તે અજંતા સોસાયટીની છેલ્‍લી શેરીમાં જઈ સપડાઈ ગઈ હતી. ગલીના બન્‍ને નુકકડ પર ટ્રેકટર ગોઠવી દઈ ગાયને પકડવા ગૌસેવક કિશોર વરમોરા જૈન ઉપાશ્રયની દિવાલ પર ચઢી ગયા બાદ ઉપરથી ગાયના શિંગડા અને ગળામાં ગાળીયો નાખીટ્રેકટર સાથે બાંધી દીધેલ અને ખૂબ સારૂ પાણી માથે નાખી ગાયને ઠંડી પાડેલ. બાદમાં ગાયને જેસીબી મારફત ટ્રેકટરમાં ચઢાવી વારીગૃહમાં લઈ જવામાં આવેલ અને જયાં તેની જરૂરી સારવાર અને દરકાર પંચાયતે આદરી છે.


અમરેલી પાણી પુરવઠા બોર્ડના સાડા 8 કરોડના કૌભાંડમાં ઈજનેર જેલ હવાલે

મુખ્‍ય ઈજનેર પાસેથી પુરાવાઓ એકત્રિત કરી એફએસએલમાં મોકલાયા

અમરેલી પાણી પુરવઠા બોર્ડના સાડા 8 કરોડના કૌભાંડમાં ઈજનેર જેલ હવાલે

1ર આરોપીઓની ધરપકડ સામે સ્‍ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ

અમરેલી,તા.પ

અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્‍ટાચાર કૌભાંડમાં પોલીસે તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્‍ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્‍યો છે. અન્‍ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્‍યા છે.

આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી આઠ વર્ષ પહેલા ટેન્‍ડર વગર કોન્‍ટ્રાકટ આપીને કરવામાં આવેલા સાડા આઠ કરોડના ભ્રષ્‍ટાચારના કૌભાંડમાં 1ર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. અને આરોપીઓએ જે તે સમયે કોર્ટમાં જઈને ધરપકડ સામે સ્‍ટે મેળવ્‍યો હતો. તપાસ દરમિયાન તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ અંગેની વધુ વિગતો આપતા અમરેલીના એસ.પી. નિર્લિપ્‍ત રાયે જણાવ્‍યું કે, મુખ્‍ય ઈજનેરના બે દિવસના રિમાન્‍ડ દરમિયાન પોલીસે તેની પાસેથી આ સમગ્ર કૌભાંડના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા છે. અને કરોડની રકમના ચેક પર કરવામાં આવેલી સહીના નમૂનાઓ એકફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્‍યા છે. આ ઉપરાંત અન્‍ય 1ર થી વધુ આરોપીઓની ધરપકડ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્‍ટે છે તે હટાવવા માટે અમરેલી એસ.પી. દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાંઆવી છે. અને સ્‍ટે હટાવવા માટેની માંગણી કરવામાં આવી છે.


સમસ્‍ત વણિક સમાજ ર્ેારા મા અમૃતમ્‌ કાર્ડ કેમ્‍પ યોજાયો

સમસ્‍ત વણિક સમાજ ર્ેારા જ્ઞાતિનાં કુટુંબ માટે મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે મા અમૃતમ્‌ કાર્ડ મેળવવા માટેના કેમ્‍પનું આયોજન કરાયું હતું. તેમજ આ કાર્ડનું મહત્ત્યવ અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ કાર્ડનું વિતરણ સમસ્‍ત વણિક જ્ઞાતિનાં પ્રમુખ ડો. બી. એન. મહેતાનાં વરદહસ્‍તે કરવામાં આવેલ. તેમજ અન્‍ય સમસ્‍ત સમાજનાં અગ્રણીઓ ર્ેારા આ કાર્ડનું વિતરણ થયેલ. દિલીપભાઈ પરિખ, રાજુભાઈ મહેતા, રમેશભાઈ વસાણી આ કેમ્‍પમાં સુંદર વ્‍યવસ્‍થા અને માર્ગદર્શન આપેલ તેમજ રાજુભાઈ પરિખ, કિશોરભાઈ ગાદોયા, મહેશભાઈ ગોરસીયા, મહેન્‍દ્રભાઈ મહેતા, ગિરિશભાઈ રાઠોડ, મિતેષભાઈ જનાણી, ચીમનભાઈ ઝીંઝુવાડીયા, ચેતનભાઈ પારેખ, દિપકભાઈ ગાંગડીયા, ભરતભાઈ પારેખ, ઓપરેટર ત્રિવેદી, તરુણભાઈ માંડલીયા શરૂઆતથી અંત સુધી આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં મહેનત કરેલ. તેમજ સમસ્‍ત સમાજનાં અન્‍ય શ્રેષ્ઠીઓ ર્ેારા પણ સફળ બનાવવા મહેનત કરેલ તેમજ સુવિધા આપવા માટે નૂતનસ્‍કૂલનાં ટ્રસ્‍ટીઓ વર્ષિલભાઈ ગાંધી, પ્રિ. વિપુલભાઈ વ્‍યાસએ મદદ કરેલ. તેમજ સમસ્‍ત વણિક જ્ઞાતિનાં અગ્રણીઓ ગિજુભાઈ દેસાઈ, મુકુંદભાઈ મહેતા તેમજ મુરબ્‍બી વડીલો વગેરેશ્રેષ્ઠીઓ હાજર રહેલ. સમસ્‍ત સમાજ એકસંપ અને શિસ્‍તબઘ્‍ધ રહી તેમજ કુટુંબીકભાવના સાથે એક રહી આ કેમ્‍પ પૂર્ણ કરેલ તેમ યાદીમાં જણાવેલ છે.


અમરેલી ખાતે ર4મો વહિવટી માર્ગદર્શન સેમીનાર યોજાઈ ગયો

અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહૃાા હતા

લીલીયા, તા.પ

અમરેલી ખાતે જિલ્‍લા શિક્ષણ અધિકારી કચેરી અને જીલ્‍લા માઘ્‍યમિક ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનાં સંયુકત ઉપક્રમે ર4મો વહીવટી માર્ગદર્શન સેમીનાર અમરેલી જીલ્‍લા ભાજપ અગ્રણી અને આહીર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેરની અઘ્‍યક્ષતામાં યોજાય ગયો હતો. આ તકે સૌ પ્રથમ અંધશાળાની બહેનોએ સરસ્‍વતી વંદના કરી હતી બાદ કાર્યક્રમનાં અઘ્‍યક્ષ જીતુભાઈ ડેર, એ. ડી. રૂપારેલ, અજીતસિંહ ગોહેલ, જીલ્‍લા શિ. અધિકારી સી. એમ. જાદવ, સંઘનાં પ્રમુખ કિરણભાઈ જોષી સહીતનાં મહાનુભાવો હસ્‍તે દીપ પ્રાગટયકરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ. આ તકે સૌ પ્રથમ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ અને શાલથી સંઘના પ્રમુખ મંત્રી અને હોદેદારો ર્ેારા સન્‍માન કરવામાં આવેલ. ત્‍યારબાદ સંઘના પ્રમુખ કિરણભાઈ જોષી અને ઉપસ્‍થિત મહાનુભાવો આમંત્રીત મહેમાનો-કર્મચારીઓનું શાબ્‍દીક સન્‍માન કરી જીલ્‍લા વહીવટી સંઘ ર્ેારા થતી કામગીરીની રૂપરેખા આપેલ અને સંઘ ર્ેારા કાર્યરત થનાર કર્મચારી     મંડળી અને સંઘના ભાવનનિર્માણ માટે સહકાર આપવા અપીલ કરી હતી. બાદ સરસ્‍વતી સન્‍માન સમારંભમાં કાર્યક્રમનાં અઘ્‍યક્ષ જીતુભાઈ ડેરનાં હસ્‍તે તેજસ્‍વી તારલાઓનું મોમેન્‍ટો અને પ્રમાણપત્ર અપર્ણ કરી સન્‍માનીત કરેલ. બાદ નિવૃત કર્મચારીઓનું શાલ-મોમેન્‍ટોથી સન્‍માન કરવામાં આવેલ. બાદ મૃત્‍યુ પામનર કર્મચારીના પરિવારજનોને મરણોતર સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવેલ. બાદ સંઘના મહામંત્રી જી. વી. પરીમલે સંઘની કામગીરીની જીણવટભરી માહીતી આપી હતી બાદ રાજય સંઘ માંથી આવેલ કિશોરભાઈએ જીલ્‍લાભરના કર્મચારીને વહીવટી માર્ગદર્શન પુરૂ પાડી આભારની લાગણી વ્‍યકત કરી હતી.

આ તકે જિ.શિ. અધિકારી કચેરીનો સમગ્ર સ્‍ટાફ હાજર રહી જરૂરી સલાહ સૂચન આપેલ. સમગ્ર કાર્યક્રમનાં સંઘના પ્રમુખ કિરણભાઈ જોષીએ આભારની લાગણી વ્‍યકત કી સંઘ સંગઠનને વધુ મજબુત બનાવવા અપીલ કરી હતી. આ તકે તમામ ડેલીગેટોને સ્‍મૃતિભેટ આપવામાં આવી હતી તેમ સંઘના હોદેદાર મનોજ જોષીની અખબારી યાદીમાં જણાવેલ છે.


સોમનાથ મંદિર નજીક પીક-અપ સ્‍ટેન્‍ડ પાસે વરલી મટકાનાં રમાડતો શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. પ

અમરેલીનાં મોટા કસ્‍બાપા વિસ્‍તારમાં રહેતાં બરકતઅલી ઉર્ફે બકો ઈબ્રાહીમભાઈ મોટાણી નામનો ઈસમ સવારે 11 કલાકે સોમનાથ મંદિર પાસેઆવેલ પીક-અપ સ્‍ટેન્‍ડ પાસે જાહેરમાં વરલી મટકાનાં આંકનાં ફેરનો જુગાર રમતો હોય, આ અંગે સીટી પોલીસને બાતમી મળતાં પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા.670ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વીરડી ગામે યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો

અમરેલી, તા. પ,

સાવરકુંડલા તાલુકાનાં વીરડી ગામે રહેતાં દિનેશભાઈ ગભરૂભાઈ ખુમાણ નામના ર3 વર્ષિય યુવકે ગત તા.3/ર ના રોજ રાત્રે વીરડી ગામની સીમમા ખેતરે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું મૃતકનાં પિતા ગભરૂભાઈ જીવાભાઈ ખુમાણે વંડા પોલીસમાં જાહેર કર્યુ હતું.

 


અમરેલીનાં સરકારવાડામાંથી વિદેશી દારૂની રપ બોટલ ઝડપતી એસઓજી

રૂપિયા 14 હજારનો મુદ્યામાલ કબજે કર્યો

અમરેલી, તા.પ

અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપના ઈન્‍ચાર્જ પી.આઈ. ડી.કે. વાઘેલા અને સ્‍ટાફે સરકારવાડામાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધેલ છે.

વિદેશી દારૂનો જથ્‍થો વિજય ઉર્ફે ગોટુ યશવંતરાય  નલગેની કુલ 4પ બોટલ દારૂ, મોબાઈલ          મળી રૂપિયા 14 હજારનો મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. જયારે, વિદેશી દારૂનું વેચાણ કરનાર અંજીકય ઉર્ફે સોનુ ધોણેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.


શહેરની કથળતી હાલત સુધારવાનાં દ્રઢ સંકલ્‍પ સાથે સાથી હાથ બઢાના : અમરેલીયનો આવ્‍યા મેદાનમાં

સમગ્ર રાજયનાં શહેરો વિકાસ તરફ ગતિ કરી રહૃાા છે ત્‍યારે અમરેલીની અદ્યોગતિ થતી હોય સૌ કોઈ ચિંતામાં

અમરેલી બચાવ નાગરિક અભિયાન સમિતિને વ્‍યાપક પ્રમાણમાં સમર્થન મળી રહૃાું છે

અમરેલી, તા. પ

ગુજરાતને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર જિલ્‍લાકક્ષાનાં શહેર અમરેલીનાં વિકાસનાં નામે અનેક રાજકીય પદાધિકારીઓ અને અધિકારીઓએ જબ્‍બરો સ્‍વવિકાસ કરી લીધો હોય શહેરની હાલત દિનપ્રતિદિન અતિ દયનીય બનતી હોય શહેરનાં બિન રાજકીય આગેવાનોએ હવે ભભશહેરનો વિકાસ શહેરીજનોનાં સંગાથેભભ કરવાનો દ્રઢ સંકલ્‍પ કરીને અમરેલી બચાવ નાગરિક અભિયાન સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિમાં ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા સહિતનાં આગેવાનો ઉપરાંત શહેરનાં ખ્‍યાતનામ તબીબો, એડવોકેટ, વેપારીઓ, સામાજિક સંસ્‍થાનાં પ્રતિનિધિઓ વિગેરે ઉત્‍સાહભેર જોડાઈ રહૃાા છે અને આગામી 3 દિવસ સુધી સહી ઝુંબેશ, રેલી, ધરણા, શહેરબંધ જેવા કાર્યક્રમો યોજીને શહેરનાં બિસ્‍માર માર્ગો, ઉડતી ધુળ, ટ્રાફીક સહિતની સમસ્‍યા અંગે તંત્રનું ઘ્‍યાન દોરવાનો પ્રયાશ કરવામાં આવશે.

આ અભિયાનને શહેરીજનો પણ સારૂ એવું સમર્થન આપી રહૃાા છે અને શહેરનાં આ અભિયાનથીશહેરનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ થવાની સંભાવનાઓ પણ ઉભી થઈ છે.


અમરેલી જિલ્‍લામાં કૃષિ બાદ હીરા ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ

જિલ્‍લાનાં નેતાઓએ ઉદ્યોગોની કમી દુર કરવા કંઈ જ કર્યુ નથી

અમરેલી જિલ્‍લામાં કૃષિ બાદ હીરા ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ

જિલ્‍લાનું અર્થતંત્ર માત્રને માત્ર સરકારી નોકરીયાતોને આધીન બની જતાં ભયાનક આર્થિક તંગી

નાના-મોટા વેપારીઓ, શ્રમજીવીઓ સહિત સૌ કોઈ આર્થિક સંકડામણ અનુભવી રહૃાા છે

અમરેલી, તા. પ

અમરેલી જિલ્‍લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્‍લામાં હીરા ઉદ્યોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેજીને બદલે મંદીનું મોજુ યથાવત રહેતા અમરેલી જિલ્‍લાનો હીરા ઉદ્યોગ પણમાંદગીના બિછાને જોવા મળી રહૃાો છે.

ખેતી બાદ ઉદ્યોગ જ રોજગારીની મહત્‍વનું સાધન અમરેલી જિલ્‍લાના લોકો માટે છે. સુરત બાદ અમરેલી જિલ્‍લામાં 10 હજાર ઉપરાંતના હીરાના કારખાનાઓ આવ્‍યા છે. પ0 હજાર ઉપરાંતના રત્‍ન કલાકારોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ મંદીનું ગ્રહણ યથાવત જોવા મળી રહૃાું છે. હીરાના કારખાનાઓમાં ઘણી ઘંટીઓ ખાલી પડી છે. રત્‍ન કલાકારોમાં રોજગારી જે પહેલા મળતી એના કરતાં પણ હાલ સાવ અડધી રોજગારી મળી રહી છે.

400 રૂપિયાનું કામ કરતા રત્‍ન કલાકારોને હવે માંડ ર00 રૂપિયા મહેનતાણું મળી રહૃાું છે. જેનું મુખ્‍ય કારણ સુરતથી આવતા હીરા અને વિદેશમાં જવેલરીમાં વપરાતા હીરાનો વપરાશ ઓછો થતાં એકધારી મંદીએ અમરેલી જિલ્‍લાના હીરા ઉદ્યોગની કમર ભાંગી નાખી હોવાનું હીરાના કારખાનેદારો માની રહૃાા છે.

વિદેશમાં જતાં હીરાની માંગ હાલ સાવ ઓછી થઈ છે તો નાણા ભીડનો પ્રશ્‍ન પણ કારખાનેદારને સતાવી રહૃાો છે. ત્‍યારે દિવાળી બાદ હીરામાં ચમક આવવાની આશાઓ પર પાણીઢોળ થઈ ગયું. અમેરિકા અને ચાયના 10 ટકા ટેકસની જગ્‍યાએ 1પ ટકા ટેકસ કરતા ડાયમંડમાં જવેલરીમાં વપરાતા હીરાને બ્રેક લાગી છે તો અસલી હીરાની જગ્‍યાએ સીવીડી હીરાની વધુ ખપત ચાલું હોય જેના કારણે હીરામાં ભયંકર મંદીછવાય હોવાનું જિલ્‍લા ડાયમંડ એસોસીએશનના પ્રમુખ ઘનશ્‍યામભાઈ ડોબરીયાએ જણાવ્‍યું હતું.


અમરેલી સિવિલ હોસ્‍પિટલ-મેડિકલ કોલેજની મુલાકાત લેતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા    

અમરેલી સિવિલ હોસ્‍પિટલ તથા નવી બની રહેલ મેડિકલ કોલેજની શુભેચ્‍છા મુલાકાત લેવા માટે ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા આવી પહોંચતા તેઓએ અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલ દર્દીઓના ખબર અંતર પૂછયા હતા. પત્રકારો સાથે વાતચીત કરતા વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે, આગામી દિવસોમાં સિવિલ હોસ્‍પિટલમાં વધુ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હાલમાં નાની-મોટી બિમારી દરમિયાન દર્દીઓને રાજકોટ, અમદાવાદ જેવા મોટા સેન્‍ટરોમાં મોંઘી સારવાર લેવા જવું પડે છે. હવે તેવી સુવિધાઓ આગામી સમયમાં અમરેલીમાં વિનામૂલ્‍યે મળી રહે તે માટે સિવિલ હોસ્‍પિટલમાં સુવિધાઓ, ડોકટર્સ તથા જરૂરી સ્‍ટાફ પણ તૈયાર કરવામાં આવશે. આ મુલાકાત સમયે પિન્‍ટુભાઈ ધાનાણી સહિતના લોકો ઉપસ્‍થિત રહયા હતા.


ભૈ વાહ ! : ખાંભામાં કાગડાઓનું ઝુંડ નજરે ચડતાં ગામજનોમાં આશ્ચર્ય

કાગડાની સંખ્‍યામાં ચિંતાજનક ઘટાડો થયો હોય ત્‍યારે

ભૈ વાહ ! : ખાંભામાં કાગડાઓનું ઝુંડ નજરે ચડતાં ગામજનોમાં આશ્ચર્ય

ખાંભા, તા.પ

ભાદરવા માસમાં પિતૃઓને શ્રાઘ્‍ય જમાડાવ્‍યુના રીવાજ સમયે પણ શ્રાઘ્‍ય જમવા એકપણ કાગડો શોધવા મુશ્‍કેલ બનેલ છે. ત્‍યારે -છેલ્‍લા ત્રણ દિવસથી સાંજના 6 થી 7 વાગ્‍યા વચ્‍ચે દરરોજ સેંકડોની સંખ્‍યામાં કાગડાઓના ટોળા ઉડવા જોવા મળતા. પક્ષી પ્રેમીઓમાં હર્ષની અને ગ્રામજનોઅમાં આશ્‍વર્યની લાગણી ફેલાવા પામી છે.

ડાયકલોફીનાકના નામની પશુઓને સારવારમાં આવતી દવાઓ બાદ પશુઓના શરીરમાં ફેલાતી ડાયકલો ફીનાક દવા બાદ લાંબા સમયે પણ પશુઓના મોત બાદ પશુઓના મૃત શરીરમાંથી માંસ ખાતા ગીધ -કાગડા, સમડી જેવા માંસ ભક્ષી પક્ષીઓની પ્રજનન શકતી ધણા સમર્ય માંસભક્ષી પક્ષીઓ ગીધ, સમડી, બાઝ, કાગડા નમા શેષ થવાની કગાર, ઉપર હોય ભાગ્‍યેજ જોવા મળતા કાગડાનું સેંકડોની સંખ્‍યામાં ઝુંડ છેલ્‍લા ત્રણ – દિવસથી ખાંભામાં સાંજના સમયે ઉડતું જોવા મળવાથી લોકોમાં અચરજ અને પક્ષી પ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

જો કે સરકાર દ્વારા ગીધ અને કાગડા સહીતનો માસભક્ષી પક્ષીઓની સંખ્‍યામાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળતા પક્ષીઓ માટે ભયરૂપ ડાયકલોફીનોક દવા ઉપર પ્રતીબંધ મુકતા – કાગડાની સંખ્‍યામાં વૃઘ્‍ધી થઈ હોય તેવું પક્ષી પ્રેમીઓ જણાવી રહયા છે.


અમરેલી પોસ્‍ટ ઓફિસનું એટીએમ બંધ

અમરેલીની હેડ પોસ્‍ટ ઓફિસની બહાર આવેલ એટીએમ છેલ્‍લા પાંચ દિવસથી બંધ હોય સક્ષમ અધિકારીઓને તાકીદે શરૂ કરવાની કોઈ ઉતાવળ નથી. થઈ જશે. શું ઉતાવળ છે તેવી માનસિકતા જોવા મળતી હોય સાંસદે પોસ્‍ટ અધિકારીની નિષ્‍ક્રીયતા દૂર કરવી જોઈએ તેવું લાગી રહયું છે.


ચલાલામાં સાંઈ મંદિર દ્વારા ગરીબ બાળકોને ભોજન વિતરણ

ચલાલામાં શ્રી સાંઈબાબા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત શ્રી સાંઈ મંદિરના સહયોગથી શિવસાંઈ યુવા ગૃપ ચલાલા દ્વારા દર ગુરૂવારે અને રવિવારે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારના લોકોને ભરપેટ ગરમાગરમ રસોઈ બનાવીનેજમાડવામાં આવે છે. સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની પોતે રસોઈ બનાવીને જે લોકોને ઘર નથી અને ઝુપડા બાંધીને ગામની બહાર વસતા ખૂબ જ ગરીબ પરિવારના નાના-નાના બાળકોને દર ગુરૂવારે-રવિવારે અલગ અલગ રસોઈ બનાવીને જમાડવામાં આવે છે. તથા સાંઈ મંદિરના સાનિઘ્‍યમાં થાળ ધરવાનું આયોજન તમામ જ્ઞાતિના ભકતો દ્વારા થઈ રહેલ છે. અને પ્રસાદ ભોજનનો લાભ વિશાળ સંખ્‍યામાં લોકો લઈ રહયા છે. સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીની સતત 1ર વર્ષથી નિઃસ્‍વાર્થ સેવા થકી આજે ચલાલામાં સાંઈ મંદિરના સાનિધયમાં સેવાની જયોત પ્રગટી રહી છે. અને તમામ જ્ઞાતિના લોકો તન-મન-ધનથી સહયોગ આપી રહેલ છે. સાંઈ મંદિર દ્વારા કયારેય પણ ફંડફાળા ઉઘરાવવામાં આવતા નથી છતાંયે નિઃસ્‍વાર્થ સેવા થકી સાંઈ કૃપાથી દાતાઓ રાજુભાઈ જાની અને તેમની ટીમની સેવાને બિરદાવીને વગર માંગ્‍યે વસ્‍તુદાન આપી રહેલ છે. આ તમામ સેવાને સફળ બનાવવા માટે શિવસાંઈ યુવા ગૃપના ધર્મેશ જાની, તુષાર ચૌહાણ, જયદીપ મહેતા, જીતેન્‍દ્ર જાની, રાજ ચૌહાણ, સદામ હથિયારી, દીપ મહેતા સતત સેવા આપી રહેલ છે. તેમ ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવાયું છે.


અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના જાબાળ (શાંતિનગર) નિવાસી લીલીબેન શંભુભાઈ કાનાણીનુંતા.4/રને સોમવારના રોજ ગૌલોકવાસ થયેલ છે. તે માવજીભાઈ, બાલુભાઈ, ચંદુભાઈ, હરેશભાઈ કાનાણીના માતુશ્રી થાય છે. તેમનું બેસણું તા.8/રને શુક્રવારના રોજ સવારે 8 થી પ સુધી તેમના નિવાસસ્‍થાન સાવરકુંડલા તાલુકાના શાંતિનગર ખાતે રાખેલ છે.

ધારી  : ધારી નિવાસી ઔદિચ્‍ય સહસ્‍ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજનાં નર્મદાશંકરભાઈ જેશંકરભાઈ જોશીના ધર્મપત્‍ની મુકતાબેન (ઉ.વ. 7પ) તે જીતેન્‍દ્રભાઈ અને મુકેશભાઈ તેમજ સરોજબેન (એડવોકેટ-ધારી)ના માતૃશ્રીનું તા.3/ર ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.7/ર ને બુધવારનાં રોજ 4 થી 6 તેમના નિવાસસ્‍થાને ધારી મુકામે રાખેલ છે.


બાબરા તાલુકાનાં નવાણિયા ગામે એટીવીટી ગ્રાન્‍ટનાં કામોનું ખાતમુર્હુત કરાયું

રાજયના વિવિધ તાલુકામાં વિવિધ વિકાસના કામો પૂરતા પ્રમાણમાં થાય તે માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ એટીવીટીની ગ્રાન્‍ટ ફાળવણી હોય છે. ત્‍યારે બાબરાતાલુકાના નવાણિયા ગામે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતા એટીવીટી કાર્યવાહક સમિતિના સભ્‍ય અને તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા ખાતમુર્હુત કરવામાં આવતા સ્‍થાનિક ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. બાબરા તાલુકાના નવાણિયા ગામે એટીવીટીની ગ્રાન્‍ટમાંથી ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બે સીસી રોડ તેમજ બે લાખના ખર્ચે સ્‍મશાન કમ્‍પાઉન્‍ડ વોલ માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી હતી. જેનું ખાતમુર્હુત તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે ગામના સરપંચ ભુપતભાઈ ખીમાણી, ભુપતભાઈ વાવડીયા, ભીખાભાઈ ભાતીયા સહિતના સ્‍થાનિક ગામના આગેવાનો અને લોકો ઉપસ્‍થિત રહયા હતા.


06-02-2018