Main Menu

Tuesday, February 5th, 2019

 

પા.પૂ. વિભાગનાં તત્‍કાલીન અધિક્ષક ઈજનેરની ધરપકડ

આજથી 10 વર્ષ પહેલા આશરે 8 કરોડનાં ચીટીંગનાં ગુન્‍હામાં
પા.પૂ. વિભાગનાં તત્‍કાલીન અધિક્ષક ઈજનેરની ધરપકડ
આ મહાકાય કૌભાંડમાં એક ડઝન જેટલા અન્‍ય વ્‍યકિતઓ પણ સંડોવાયેલ છે
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્‍ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468, 471, 477(એ), 1ર0(બી) ભ્રષ્‍ટટાચાર નિવારણ અધિનિયમ કલમ- 7, 1ર, 13(સી)(ડી) મુજબના ગુન્‍હાઓ આરોપી (1) ચંદ્રકાન્‍ત મુળુભાઈ બારોટ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (ર) ભરતભાઈ ડાહૃાાભાઈ બંધારા કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (3) મનજીભાઈ માણંદભાઈ સાંડપા કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (4) પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (પ) માધુદાસ હરીદાસ કુબાવત વિભાગીય હિસાબનીસ કાર્યપાલકઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (6) વિમલ કન્‍સ્‍ટ્રકશન પ્રો. વિમલ કથીરીયા (7) જગદીશ કન્‍સ્‍ટ્રકશન પ્રો. વિપુલ આર. રૈયાણી (8) જયમીન કન્‍સ્‍ટ્રકશન (9) અંકુર અન્‍સ્‍ટ્રકશન (10) આર.કે. કન્‍સ્‍ટ્રકશન (11) કે.કે. સોરઠીયા કન્‍સ્‍ટ્રકશન (1ર) અવધ કન્‍સ્‍ટ્રકશનવાળાઓ વિરૂઘ્‍ધ અલગ-અલગ ગુન્‍હાઓ સને ર010માં રજી. થયેલ.
સને ર007/08 તથા સને ર008/09 માં આ કામના આરોપીઓએ અમરેલી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા હતા. દરમ્‍યાન કામની જાહેર નિવિદા પાડયા વગર ઠેકેદારોને કામના વર્કઓર્ડર આપી એકથી વધારે વખત તે કામના બીલો પાસ કરી ઠેકેદારે કામ કરેલ ન હોવા છતાં આરોપીઓએ પોતાના હસ્‍તકનું ખોટું સુપરવિઝન કરી પુનરાવર્તીત બીલનું ચુકવણું ચેકથી કરી ઈરાદાપૂર્વક હોદાનો દુરઉપયોગ કરી ગુન્‍હાહિત કાવત્રુ રચી સરકાર સાથે વિશ્‍વાસઘાત કરી સરકારના નાણાનું આશરે રૂપિયા 8 કરોડનું નુકશાન કરી ગુન્‍હો કરેલ.
જે ગુન્‍હાઓ છેલ્‍લા 8 વર્ષથી પેન્‍ડીંગ હોવાથી પોલીસ મહાનિરીક્ષક નરસિમ્‍હા કોમાર તથા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં સુપરવિઝન હેઠળ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ હતો.
ઉપરોકત ગુન્‍હાના કામે ફરિયાદમાં જણાવેલ આરોપીઓને અટક નહી કરવા તેમજ તપાસ શરૂ રાખવા બાબતનોગુજરાત હાઈકોર્ટનો સ્‍ટે. હતો. જે તપાસ દરમ્‍યાન આરોપી વિજયભાઈ અશોકભાઈ પટેલ તાત્‍કાલીન અધિક્ષક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ અમરેલી રહે. બારડોલી સરદાર હોસ્‍પિટલની પાછળવાળાનું નામ ખુલતા તેઓને તા. 1/ર/19નાં રોજ બારડોલી મુકામેથી લઈ આવી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ. કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468, 471, 477(એ), 1ર0(બી) ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ કલમ-7, 1ર, 13 (સી)(ડી) મુજબના ગુન્‍હાના કામે ર0-30 વાગ્‍યે અટક કરવામાં આવેલ અને હાલ તપાસ શરૂ છે. અને કોર્ટમાં રજુ કરી દિન-રનાં રીમાન્‍ડ મેળવેલ તેમજ અન્‍ય ગુન્‍હાઓની પણ તપાસ શરૂ છે.


અમરેલીનાં વતની અને સુરત સ્‍થિત થયેલ યુવતી મોડેલ બનવા ઘર છોડી ગઈ

મોડેલીંગનાં નામે યુવતીની જીંદગી બરબાદ થતી બચી ગઈ

અમરેલીનાં વતની અને સુરત સ્‍થિત થયેલ યુવતી મોડેલ બનવા ઘર છોડી ગઈ

પોલીસની સર્તકતાથી યુવતી પરિવારજનો સુધી પરત પહોંચી

અમરેલી, તા. 4

મોડેલ બનવાનાં ચક્કરમાં ઘરેથી ભાગી ગયેલ યુવતીને વરાછા પોલીસે ફેસબુકની મદદથી શોધી કાઢી હતી. યુવતિ એક મહિના સુધી મોડેલનું કામ મેળવવા મુંબઈમાં ભટકતી હતી. પોલીસે ફિલ્‍મ પ્રોડયુસર ર્ેારા એડનું શુટીંગ કરવાના બહાને યુવતિને બોલાવી અને યુવતિ ભરાઈ ગઈ પોલીસનાં સકંજામાં. યુવતિનો કબ્‍જો તેના માતા-પિતાને સોંપ્‍યા બાદ યુવતિએ પણ ભારોભાર પસ્‍તાવો વ્‍યકત કર્યો હતો.

વરાછામાં રહેતા મહેશભાઈ (અહીં નામ બદલ્‍યુ છે) હીરાના કારખાનામાં નોકરી કરે છે. મૂળ અમરેલીનાં વતની મહેશભાઈને સંતાનમાં ર પુત્ર અને 1 પુત્રી છે. જેમાં 18 વર્ષિય યુવતિ પ્રિયા (અહીં નામ બદલ્‍યુ છે.) ગઈ તા. ર/1/19 ના રોજ ઘર છોડીને કયાંક ચાલી ગઈ હતી પરિવાર ર્ેારા ભારે શોધખોળ કરાઈ છતાં પ્રિયાનો કોઈ જ પતો લાગ્‍યો ન હતો એ દરમિયાન ઘરમાંથી પરિવારજનોને પ્રિયાએ લખેલી ચિઠીમળી આવી જેમાં ભભહું એકલી જાઉ છું, પૈસા ભેગા કરીને પાછી આવશભભ એવું લખ્‍યું હતું. જેથી પરિવારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી પી.એસ.આઈ. કડછાએ તપાસ શરૂ કરી પરંતુ પ્રિયાપોતાનો મોબાઈલ ઘરે છોડી ગઈ હોવાથી પોલીસને તપાસમાં મુશ્‍કેલી વધી હતી. તેમજ તેના મિત્રોની પુછપરછમાં પણ કોઈ કલુ મળ્‍યો ન હતો. પોલીસે પરિવારજનોની પુછપરછમાં પ્રિયાને મોડેલીંગ સ્‍ટાઈલમાં ફોટા પડાવવાનો શોખ હોવાની વિગતો જણાઈ આવ્‍યું હતું પ્રિયાનાં મોબાઈલમાં પણ મોડેલીંગ સ્‍ટાઈલમાં પડાવેલ અસંખ્‍ય ફોટા મળી આવ્‍યા હતા જેથી પોલીસેએ દિશા તરફ તપાસ શરૂ કરી. પ્રિયાએ પોતાના અધુરા નામથી કોડવર્ડમાં બનાવેલ ફેસબુક આઈડી પોલીસે શોધી કાઢયું. જેમાં પ્રિયાનો ફોટો પણ મળી આવ્‍યો હતો. પોલીસે ફસબુક ફ્રેન્‍ડ તરફે તપાસ કેન્‍દ્રિત કરતા સુરતમાં રહેતા ટીવી, ફિલ્‍મ એડ બનાવતા પ્રોડયુસર ફ્રેન્‍ડઝ ગૃપમાં હોવાથી શંકાના આધારે પોલીસે તેની પુછપરછ કરી હતી. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા પ્રિયા થોડા દિવસો પહેલા તેનીપાસે કામ માટે આવી હોવાનું પ્રોડયુસરે જણાવ્‍યું હતું. મોડેલ બનવા ઘરેથી ભાગીનેઆવી હોવાનું પણ પ્રિયાએ આ પ્રોડયુસરને કહૃાું હતું. જેથી પોલીસનાં કહેવાથી પ્રોડયુસરે એડના શુટીંગ કરવાના બહાને સુરતના અલથાણ સ્‍થિત ઓફિસે બોલાવવા પોલીસે કહેલ.

શુટીંગની લાલચમાં પ્રોડયુસરને મળવા પહોંચેલી પ્રિયાના પોલીસને જોઈ હોંશ ઉડી ગયા હતા. પોલીસે પ્રિયાની વધુ પુછપરછ કરતા પ્રિયા ભાંગી પડી હતી અને એક મહિનાથીસુરત, મુંબઈ અને ગોવામાં મોડેલીંગના કામ માટે ભટકી હોવાનું રડતા ચહેરે પોલીસને જણાવ્‍યું હતું અને પસ્‍તાવોવ્‍યકત કર્યો હતો. પોલીસ પ્રિયાને લઈ તેના માતા-પિતાને સોંપી હતી. દિકરી હેમખેમ મળી આવતા પરિવારજનોને પણ હાશકારો થયો હતો આમ પોલીસની આ રીતની સતર્ક તપાસથી એક યુવતીનું મોડેલીંગના નામે અંધકારમાં ધકેલાતા જીવન બચી ગયું હતું.


અમરેલી શહેરમાં ધૂળની સમસ્‍યા ઉભી છે અને હવે પીવાનું પાણી પણ અનિયમિત થયું

પાલિકાનાં શાસકોને કોન્‍ટ્રાકટર જવાબ આપતા નથી

અમરેલી, તા.4

અમરેલી શહેરમાં છેલ્‍લા ઘણા જ લાંબા સમયથી તમામ માર્ગો ઉપર આડેધડ ખોદકામ શરૂ કરવામાં આવતાં અમરેલી શહેરને ભભધૂળીયુ શહેરભભનું બિરૂદ મળ્‍યું છે. આડેધડ ખોદકામના કારણે શહેર ભરમાં ધૂળની ડમરીઓ ઉડતાં લોકો બિમારીનો ભોગ બને છે. જયારે વાહન ચાલકો નાના-મોટા અકસ્‍માતના ભોગ બને છે. આમ છેલ્‍લા 1 વર્ષથી થતા ખોદકામના કારણે લોકો આવી પરિસ્‍થિતિમાં પણ શાંતિ રાખીને બેસી રહેતા લોકોને હવે પીવાના પાણીનો પ્રશ્‍ન પણ સતાવી રહયો છે. ખોદકામના કારણે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા આઠ-આઠ દિવસ સુધી પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી વિતરણ નહીં થતા લોકોમાં રોષ ઉભો થવા પામ્‍યો હતો.

અમરેલી શહેરમાં વોર્ડનં.-ર કે જે આ વોર્ડમાંથી અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જેન્‍તીભાઈ રાણવા ચૂંટાઈને આવ્‍યા છે. આ વોર્ડ નં.-રમાં તારવાડી ખાતેથી વિતરણ થતી પાણીની પાઈપ લાઈન આડેધડ ખોદકામના કારણે તૂટી જતાં લાઈન રીપેર કરવા માટે પાલિકા અને ભૂગર્ભ ગટરના કોન્‍ટ્રાકટર વચ્‍ચે ગજગ્રાહ ચાલવાથી અમરેલીના સિઘ્‍ધિ વિનાયક સોસાયટી, ગુરૂકૃપાનગર જેવી સોસાયટીમાં છેલ્‍લા સાત-આઠ દિવસથી પાલિકા વિતરણ ઠપ્‍પ થઈ ગયું હતું. લોકો પાણી માટે ખાનગી પાણી વિતરણ કરતાં ટેન્‍કરો પાસેથી પાણી મેળવવાનો વખત આવ્‍યો હતો.

અમરેલી પાલિકાના આ જ વોર્ડમાંથી ચૂંટાયેલ મહિલા સદસ્‍યા પાસે પીવાના પાણીની સમસ્‍યા આવતા તેઓએ પાલિકાના જવાબદાર અધિકારીને તાકીદે પાણીની પાઈપ લાઈન રીપેર કરી વોર્ડ નં.-રમાં ઠપ્‍પ થઈ ગયેલ પાણી પુરવઠો આપવા માટે જરૂરી સૂચના આપતા રવિવારે રાત્રીથી આ વિસ્‍તારમાં પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવેલ હતું.


આનંદો : અમરેલી શહેરમાં વર્ષોથી ચાલતું ભુગર્ભ ગટરનું કાર્ય 99% પૂર્ણ થઈ ગયું

આગામી સમયમાં અમરેલી શહેરની જનતા ગંદા પાણી અને મચ્‍છરનાં ત્રાસથી મુકત થશે

શહેરીજનોની જાણકારી અર્થે જીયુડીસીની સ્‍પષ્‍ટતા

અમરેલી, તા. 4

અમરેલી શહેરમાં ગુજરાત સરકાર ર્ેારા અમરેલી શહેરની જનતાની સુવિધા માટે અને આરોગ્‍યઅને મચ્‍છરથી ફેલાતા રોગનાં ત્રાસથી મુકત થવા માટે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવેલ. જે પ્રથમ તબક્કાનું કામ છેલ્‍લા ઘણા સમયથી શરુ હતું એ કામ હવે 99% પૂર્ણ થઈ ગયેલ છે. આ બાબતની સ્‍પષ્‍ટતા ગુજરાત સરકારની જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ ર્ેારા કરવામાં આવે છે અને અમરેલીની જના માટે આગામી સમયમાં આ ભૂગર્ભ ગટર યોજના લાભદાયી સાબીત થશે અને રોગચાળા મુકત અને મચ્‍છર મુકત અમરેલી ભવિષ્‍યમાં બનશે તેવા ઉમદા હેતુથી આ યોજના ગુજરાત સરકાર ર્ેારા અમરેલીને આપેલ છે. હવે માત્ર અમરેલી શહેરનાં બહારનાં વિસ્‍તારમાં મુખ્‍ય લાઈનો સાથે જોડાણ અને નવા વિકસિત એરિયાનું કામ જ શરું હોય અમરેલી શહેરનાં ગીચ વિસ્‍તારમાં મેઈન રોડ ઉપર કોઈ પણ જગ્‍યાએ ભૂગર્ભ ગટરનું કામ બાકી નથી. શહેરમાં બધું જ કામ પૂર્ણ થઈ ગયેલ છે. જે બાબતની સ્‍પષ્‍ટતા જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ ર્ેારા અમરેલી શહેરની જનતાને જાણ કરવામાં આવેલ છે.


ખડખડથી ભુખલીસાથળી સુધીનો માર્ગ બનાવવામાં દે ધનાધન

30 વર્ષ બાદ માર્ગ બન્‍યો તેમાં પણ લોટ, પાણીને લાકડા

ખડખડથી ભુખલીસાથળી સુધીનો માર્ગ બનાવવામાં દે ધનાધન

નબળુ કામ હોવા છતાં પણ કોન્‍ટ્રાકટરને પેમેન્‍ટ ચુકવી દીધાનો આક્ષેપ

વડીયા, તા. 4

વડીયા તાલુકાના ખડખડ ગામથી ભુખલીસાથળી સુધીના બનેલા ડામર રોડની સાઈડો બુરવામાં આવી નથી અને રોડની સાઈડો પરઉગેલા વૃક્ષો રોડ પર ઢળી પડયા છે. જેને લઈને અકસ્‍માતનો ભય ગ્રામજનોમાં સતાવી રહૃાો છે. વૃક્ષોના કટીંગની માંગ કરી રહૃાા છે ગ્રામજનો. ખડખડ ગામથી ભુખલીસાથળી સુધી બનેલા પુલો ઉપર ડામર પાથરવામાં આવ્‍યો નથી. પુલના આરસીસી કામમાં ભ્રષ્‍ટાચાર થયાની શંકાઓ ઉદભવી છે. 30-30 વર્ષે ગામમાં આરસીસી રોડનું નકળું કામ થયાની આશંકાઓ ઉદભવી, માત્ર બેજ મહિનામાં ગામડાઓ પડી ગયા, ઉડતી ધુળની ડમરી થઈ શરૂ, પુલના આરસીસીના થયેલ કામમાં પગની એડી મારે ત્‍યાં તુટતું જાય છે. ચોમાસાની ઋતુમાં આ પુલોમાં ભ્રષ્‍ટાચારની આશંકાઓને લઈને તૂટી જવાની સંભાવનાના અનુમાન કરી રહૃાા છે ગ્રામજનો. ખડખડ ગામના સરપંચ મંગળુભાઈએ તંત્રને અનેક લેખિત રજુઆતો કરી પણ તંત્ર હજુ સુધી તપાસ કરવા પણ આવ્‍યું નથી. શું ઉચ્‍ચ અધિકારીઓની મિલીભગત હશે ? વેધક સવાલો સતાવી રહૃાા છે ગ્રામજનોમાં. હાલ આ પુલો અને ડામર રોડ તેમજ આરસીસી રોડ બન્‍યા તેને એક વર્ષ પણ થયું નથી ત્‍યાં તુટવાની ફરિયાદો ઉઠી છે.     નબળા કામની અને અધુરા કામો કરી કોન્‍ટ્રાકટરો પૂર્ણ બતાવી મલાઈ તારવી ગયાના આક્ષેપો અને ફરિયાદ કરી રહૃાા છે ગ્રામજનો.

છેવાડાના ગામોમાં વિકાસના નામે ભ્રષ્‍ટાચાર થયાની ઉઠી છે ફરિયાદો પરંતુ બેઘ્‍યાન તંત્રને બહેરા કાને લેખિત વાતપહોંચી નથી. જેથી કોઈ તપાસ થાય છે કે અધુરા કામોથી પીડાતા ખડખડ ગામના ગ્રામજનોના પ્રશ્‍નો હલ થાય. ખડખડ ગામના ગ્રામજનો જાયે તો જાયે કહા તેવી પરિસ્‍થિતિ ઉભી થઈ છે. તંત્રથી લઈને ધારાસભ્‍ય સુધી લેખિત ફરિયાદો કરવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવા વેધક સવાલો કરી રહૃાા છે ગ્રામજનો. જો આ કામની પૂર્ણ તપાસ કે અધુરા કામો પૂર્ણ નહીં થાય તો ખડખડ ગામના ગ્રામજનો ગાંધી ચિંઘ્‍યા માર્ગ અપનાવશેની ચીમકી આપી છે.


અમરેલીની મહિલા કોલેજનો માર્ગ અતિ ભયજનક

પાલિકાનાં શાસકોએ યુઘ્‍ધનાં ધોરણે માર્ગની મરામત કરવી જરૂરી

અમરેલીની મહિલા કોલેજનો માર્ગ અતિ ભયજનક

100થી ર00 મીટરનો માર્ગ બનાવવામાં મહિનાઓ સુધી વહીવટીતંત્રનું કાર્ય ચાલતું હોય આશ્ચર્ય

અમરેલી, તા. 4

અમરેલી શહેરનાં લગભગ તમામ મહત્‍વનાં માર્ગો પર ચાલું મુશ્‍કેલ બની રહૃાું છે. તેવા જ સમયે હોસ્‍પિટલ, શૈક્ષણિક સંસ્‍થાઓ તરફ જતો માર્ગ પણ ભયજનક બન્‍યો હોય પાલિકાનાં શાસકોએ યુઘ્‍ધનાં ધોરણે માર્ગની મરામત કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં ચિતલ માર્ગથી મહિલા કોલેજ તરફ જતાં ર00 મીટરનો માર્ગ છેલ્‍લા ઘણા મહિનાઓથી ભયજનકબન્‍યો છે. માર્ગની એક બાજુ રાધિકા હોસ્‍પિટલ અને બીજી બાજુ અંધશાળા છે અને માર્ગમાં સતત પાણી ભરાઈ રહેતાં મચ્‍છરનો ઉપદ્રવ વધી જતાં વિદ્યાર્થીઓ અને દર્દીઓની હાલત અતિ કફોડી બનતી હોય ડિઝીટલ ઈન્‍ડિયાનાં માહોલમાં માર્ગ બનાવવાની મંજુરીની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલતી હોય શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.


મોટા ભંડારીયા ગામની સીમમાં ખેતરની વાડ બનાવવા સામસામી મારામારી

અમરેલી, તા. 4

અમરેલી તાલુકાનાં મોટા ભંડારીયા ગામે રહેતાં પરશોતમભાઈ કાનજીભાઈ ગમઢા નામનાં 6રવર્ષિય વૃઘ્‍ધ તથા તેમના નાના ભાઈ ગઈકાલે સાંજનાં સમયે પોતાની વાડીએ આંટો મારવા ગયેલા ત્‍યારે તે જ ગામે રહેતાં મેરામભાઈ ભીમાભાઈ તથા મેરામભાઈનાં પત્‍નિ ખેતરનાં શેઢે વાડને  વંડી બનાવવા માટે કાપેલ હોય જેથી આ વૃઘ્‍ધ ખેડૂતે ના પાડેલ તે વાતનું મનદુઃખ રાખી વૃઘ્‍ધ ખેડૂતને ગાળો આપી, હાથમાં રહેલ પાવડા વડે હુમલો કરી માથાનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. તો સામાપક્ષે ઉપરોકત કારણ અને બનાવ બાબતે મેરામભાઈ ભીમાભાઈ પાડસાલીયા નામનાં 48 વર્ષિય શ્રમિક પણ પોલીસમાં સામી ફરિયાદ નોંધાવેલ. જેમાં લાકડા વડે માર મારી મેરામભાઈનાં પત્‍નિને પછાડી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે પરશોતમભાઈ ગમઢા તથા પ્રાગજીભાઈ કાનજીભાઈ ગમઢા સામે ફરિયાદ નોંધાવતા અમરેલી તાલુકા પોલીસે બન્‍ને શેઢા પડોશીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વિદેશી દારૂનાં બનાવમાં આરોપીઓએ ખોટા ઓળખ દસ્‍તાવેજ પણ ઉભા કર્યા

બાબરા નજીક આવેલ દરેડ ગામેથી ઝડપાયેલ

વિદેશી દારૂનાં બનાવમાં આરોપીઓએ ખોટા ઓળખ દસ્‍તાવેજ પણ ઉભા કર્યા

અમરેલી, તા.4

બાબરા તાલુકાના દરેડ ગામે ગત તા.9/1નાં રોજ સીમમાંથી વિદેશી દારૂ બોટલના મોટાજથ્‍થા તથા વાહન નંગ-પ મળી કુલ રૂા. 69,ર9,000ના મુદામાલ સાથે બાબરા પોલીસે જે તે સમયે એક આરોપી ઝડપી લઈ વધુ કેટલાકની તપાસ દરમિયાન અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ તપાસ દરમિયાન આરોપી રમેશ મનોરભાઈ સોલંકી, નરૂદીન બાવલભાઈ ભટ્ટી, સોયેબ ઉર્ફે ઈકબાલ હનીફભાઈ મેતર સહિત 13 જેટલા શખ્‍સોએ પોતાના આર્થિક ફાયદા અને દારૂની હેરાફેરી કરવાના ગુન્‍હાહીત કાવત્રુ રચવા માટે થઈ અલગ અલગ વ્‍યકિતના નામના ઓળખ પુરાવાના દસ્‍તાવેજો ચોરી કરી અથવા તો કોઈપણ રીતે મેળવી લઈ આરોપીઓએ પોતાની ઓળખ છૂપાવવા માટે અન્‍યના નામે મોબાઈલ ફોનના સીમકાર્ડ મેળવી અને બોગસ ઉભા કરાયેલા આ ઓળખ પુરાવાને સાચા તરીકે ઉપયોગ કર્યાનું ખૂલતા બાબરાના પી.એસ.આઈ. જી.ડી. આહીરે આ તમામ 13 જેટલા શખ્‍સોમાં આઈ.પી.સી. 467, 468, 471, 419, 379, 1ર0 (બી) અને 34 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે આ વિદેશી દારૂ પ્રકરણમાં પોલીસે આરોપીને જામીન ન મળે તે માટે થઈ ધારદાર દલીલો રજૂ પણ કરી હતી.


સુરક્ષિત વનવિસ્‍તારમાં ચાલતાં રેતીખનન સામે તંત્રની લાલ આંખ

ખાંભા, તા. 4

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ નીચે આવતું રાજુલા અનામત વિડીમાં પટવા વિસ્‍તારમાં આજે જંગલમાં ગેરકાયદેસર ખનન રેતી ચોરી કરતા બે ટ્રેકટર સહિત ત્રણ ઈસમો 1 સામત ભાણા મકવાણા, ર રામજી સોમત ભાળિયા, 3 અશોક રામજી મકવાણા, રે. ત્રણેય દોરીયા, તા.મહુવાને વન વિભાગ આર.એફ.ઓ. પરિમલ પટેલે એ ભારતીય વન અધિનિયમ-19ર7 મુજબ પકડીકાયદેસરની કાર્યવાહી કરેલ હતી અને ત્રણેય આરોપીને 10,000 ના જામીન પર મુકત કરવામાં આવેલ હતા ત્‍યારે બે ટ્રેકટરનો વન વિભાગે કબજો લઈ આગળની તપાસ હાથ ધરેલ હતી.


દરેડ ગામે પરિણીતાને કરીયાવર બાબતે ત્રાસ આપી ઢીકાપાટુનો માર્યો માર

અમરેલી, તા. 4

બાબરા તાલુકાનાં દરેડ ગામે રહેતી ગીતાબેન અનિલભાઈ ચારોલીયા નામની ર0 વર્ષિય પરિણીતાનાં લગ્ન અનિલ ધીરૂભાઈ ચારોલીયા સાથે થયા હતા બાદમાં તેણીનો પતિ તથા રીમુબેન ર્ેારા પરિણીતાને મેટા-ટોણા મારી તેમજ માનસિક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી, મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


લીલીયા નજીક આવેલ આંબા ગામે તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. 4

લીલીયા તાલુકાનાં આંબા ગામે રહેતાં કિશનભાઈ પીઠાભાઈ સોલંકી, શીવાભાઈ સાર્દુળભાઈ સોલંકી, ચંદુભાઈ પીઠાભાઈ સોલંકી વિગેરે ત્રણ ઈસમો ગઈકાલે બપોરે આંબા ગામે જાહેરમાં પૈસાની હાર- જીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, લીલીયા પોલીસને બાતમી મળતા દરોડો પાડી ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા.1470ન મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી ખાતે 30માં રાષ્‍ટ્રીય માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ

અમરેલી, તા. 4

અમરેલી ખાતે આવેલ એ.આર.ટી.ઓ. કચેરી તથા જિલ્‍લા પોલીસ અધિક્ષક કચેરી ર્ેારા આજે સવારે 10.30 થીબપોરે 1ર.00 નાં સમયગાળા સુધી 30મો રાષ્‍ટ્રીય માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણીનો  પ્રારંભ અમરેલીનાં કલેકટર અને ચેરમેન રોડ સેફટી કાઉન્‍સીલ આયુષ ઓકનાં મુખ્‍યમહેમાન પદે તથા જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયા આમંત્રિત મહેમાનપદે માર્ગ સલામતી સપ્‍તાહ ઉદ્યઘાટન સમારોહ અને હેલમેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય, એ.આર.ટી.ઓ. બી. એમ. સોલંકી, ડીવાયએસપી દેસાઈ સહિતનાં અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાાં હતા.


લાઠીમાં બાલકૃષ્‍ણલાલજી હવેલી ખાતે છપ્‍પનભોગનો મનોરથ યોજાશે

લાઠી શહેરમાં વૈષ્‍ણવ સમાજ બાલકૃષ્‍ણ લાલજીની હવેલી ખાતે છપ્‍પન ભોગ બડો મનોરથ શ્રી ઠાકોરજીની પધરામણી મહોત્‍સવ આગામી તા.10/રને રવિવાર વસંત પંચમીના દિને શ્રી હરિ તથા ગુરૂશ્રીની પધરામણીનો આનંદોત્‍સવ શ્રી બાલકૃષ્‍ણ લાલજી એવમ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે ઉત્‍સવ મનોરથ દિવ્‍ય ધર્મ લાભ સમસત વૈષ્‍ણવોમાં આનંદ અખંડ ભૂમંડાલાચાર્ય જગતગુરૂના પાવન સાનિઘ્‍યમાં શ્રીમદ્‌ વલ્‍લભાચાર્ય ગૃહાધીપતિ વૈષ્‍ણવાચાર્ય પ.પૂ. ગો શ્રી 108 અભિષેક લાલજી મહોદયની ઉપસ્‍થિતિમાં મનોરથી અ.સૌ. પુષ્‍પાબેન ચંદ્રકાંતભાઈ સંઘવી શ્રી ચંદ્રકાંતભાઈ હિંમતલાલ સંઘવી સહ પરિવારની ઉપસ્‍થિતિમાં કીર્તન આરાધના સહિત ધર્મોત્‍સવ ઉજવાશે.


ખેડૂતો અને બેરોજગારોની સમસ્‍યા દૂર કરો : કોંગ્રેસ

તાલુકા કોંગ્રેસસમિતિનાં પ્રમુખ મનિષ ભંડેરીની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

ખેડૂતો અને બેરોજગારોની સમસ્‍યા દૂર કરો : કોંગ્રેસ

રોજબરોજનાં કામોનાં નિકાલ માટે આમ આદમીને લાંચ દેવા મજબૂર થવું પડે છે

અમરેલી, તા.4

અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનિષ ભંડેરીની આગેવાનીમાં કોંગી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર         પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્‍લા બે દાયકામાં ખેડૂતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્‍નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે. તો ખેડૂતોની આત્‍મહત્‍યાના બનાવો સતત બનતા રહે છે. રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. પાક વીમાનું પ્રિમીયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચી પાકવીમાનું પ્રિમીયમ ફરજીયાત કાપી લેવાની યોજના કરી છે. ખેતી માટે વીજ જોડાણો વર્ષો સુધી આપવામાંઆવતા નથી. રાજયમાં ખેડૂતોને ગુણવતાયુકત બિયારણ અને જંતુનાશકો વ્‍યાજબી ભાવે મળતા નથી. ખેડૂતોની કિંમતી ખેતી લાયક જમીનો ઝુંટવી લેવા જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્‍થ ન્‍યાયિક તપાસ હાથ ધરવાને બદલે ભાજપના મળતીયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરૂપયોગ કરવામાં આવી રહયો છે. જમીનના રેકર્ડ અંગે બાદ જુના રેકર્ડની જગ્‍યાએ નવા રેકર્ડની કામગીરી માટે ગુજરાત રાજય સરકારે ખાનગી કંપનીને રોકીને ર6ર કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. રિ-સર્વેની કામગીરીને લીધે રાજયના ખેડૂતોમાં ભારે આક્રોશ છે.

વધુમાં જણાવેલ છે કે, એક પ્રગતિશીલ રાજય તરીકે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્‍વમાં ગુજરાતનું નામ ગૌરવ સાથે લેવાતું હતું. જયારે ભાજપ સરકારના શાસન દરમિયાન ગુજરાત રાજય લગભગ તમામ મોરચે પાછળ ધકેલાઈ ગયું છે. સામાન્‍ય પ્રજાજનોની હાડમારી વધી છે. રાજય સરકારના અણઘડ વહીવટ અને બિનકાર્યક્ષમ શાસનને લીધે ભ્રષ્‍ટાચારે માઝા મૂકી છે. રોજબરોજની સામાન્‍ય કામગીરી માટે પ્રજાજનોને લાંચ-રૂશ્‍વત આપવી પડે છે. પ્રજાજનોના રોજિંદા કામ પણ થતા નથી. તાજેતરમાં જ 9713 જેટલી લોકરક્ષક દળની જગ્‍યા પર ભરતી માટે રાજયમાંથી 8.7પ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી અનેરાજય સરકારની અક્ષમ્‍ય બેદરકારીને લીધે પેપર લીંક થવાથી પરીક્ષા મોકૂફ રાખવી પડી.

વધુમાં જણાવેલ છે કે, આઈ.આઈ.એમ., અટીરા, પીઆરએલ, એનઆઈડી જેવી વિશ્‍વ સ્‍તરીય શૈક્ષણિક અને સંશોધન સંસ્‍થાઓની સ્‍થાપના કોંગ્રેસના શાસનમાં થઈ હતી અને સમગ્ર વિશ્‍વમાં શિક્ષણ- સંશોધન ક્ષેત્રે ગુજરાતની નામના હતી. પરંતુ છેલ્‍લા અઢી દાયકા જેટલા સમયથી રાજયમાં કોઈ જ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્‍થાની સ્‍થાપના થઈ નથી. તેનાથી વિપરીત શિક્ષણના બેફામ વ્‍યાપારીકરણને લીધે રાજયના યુવાનો માટે ગુણવતાયુકત અને પરવડી શકે તેવું ઉચ્‍ચ શિક્ષણ દુર્લભ બન્‍યું છે. સરકારી અને અનુદાનિત સંસ્‍થાઓના કર્મચારીઓ પાસેથી સરકારી મેળા-ઉત્‍સવ જેવા તાયફા સફળ બનાવવા અન્‍ય કામગીરી કરાવવામાં આવે છે.

વધુમાં જણાવેલ છે કે, રાજયના મુખ્‍યમંત્રી ખુદ પોતે જાહેરમાં પોતાની સરકારમાં ભ્રષ્‍ટાચાર હોવાનું સ્‍વીકારે તેનાથી વધારે શરમજનક બાબત શું હોય શકે ? દરરોજ વર્તમાનપત્રોમાં ભ્રષ્‍ટાચારના કિસ્‍સાઓની વિગતો જોવા મળે છે. પ્રજાજનોને કોઈ કામ લાંચ-રૂશ્‍વત આપ્‍યા વગર થતા નથી. છેલ્‍લા અઢી દાયકાના ભાજપના શાસનમાં સમગ્ર દેશમાં ગુજરાત ભ્રષ્‍ટાચારના મામલે અત્‍યંત શરમજનક સ્‍થિતિમાં મૂકાઈ ગયું છે.

વધુમાં જણાવેલ છે કે, ગાંધી સરદારના ગુજરાતમાં તાજેતરમાં બની રહેલીઘટનાઓથી ગુજરાતના સૂફી પ્રજાજનોના માથા શરમથી ઝુકી જાય છે. ચાલુ ટ્રેનમાં હત્‍યા જેવા ફિલ્‍મી દ્રશ્‍યો જેવી ગુન્‍હાખોરીની ઘટનાઓ રાજયમાં અગાઉ કયારેય બની નથી. સામાન્‍ય પ્રજાજનોની સુરક્ષા અને સલામતીની જવાબદારી જેમના માથે છે, જેમણે પ્રજાનું રક્ષણ કરવાનું છે તેવા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટનાઓ સામાન્‍ય બની છે. મહિલાઓ સામેના ગુન્‍હાઓ રોજિંદા બન્‍યા છે. એક સમયે મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં મહિલાઓ અસલામત અને અસુરક્ષિત બની છે. સામાન્‍ય પ્રજાજનો પોતાની ફરિયાદ પણ કરી શકતા નથી. સાવ સામાન્‍ય પ્રકારની વહીવટી કામગીરીના અમલ માટે નામદાર હાઈકોર્ટ દ્વારા વારંવાર દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે.

વધુમાં જણાવેલ છે કે, રાજયમાં સરકારી આરોગ્‍ય સેવાઓ કથળી ગઈ છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને સરકારી હોસ્‍પિટલોમાં સ્‍ટાફ તેમજ સાધન-સુવિધા અને દવાઓનો અભાવ હોય છે. સામાન્‍ય પ્રજાજનોને ખાનગી આરોગ્‍ય સેવાઓ પરવડતી નથી. ત્‍યારે રાજયમાં વ્‍યાપક વર્ગ આરોગ્‍ય સેવાઓના અભાવથી ભારે મુશ્‍કેલીનો સામનો કરી રહયો છે.

આમ, રાજયની ભાજપ સરકાર તમામ મોરચે સદંતર નિષ્‍ફળ નીવડી છે. લોકહિત કે પ્રજાની સુખાકારીની કોઈ યોજનાઓ કે કામગીરી થતી નથી. માત્ર મૂડીપતિઓ અને ભાજપના મળતીયાઓ દ્વારા સરકારી તંત્રનો અંગતલાભ માટે બેફામ દુરૂપયોગ કરવામાં આવી રહયો છે. આ સંજોગોમાં ગુજરાત રાજયની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્‍યારે હરહંમેશ પ્રજાની પડખે રહેવાની કોંગ્રેસની નીતિને અનુરૂપ કોંગ્રેસ પક્ષ રાજયની ભાજપ સરકારની ઘોર નિષ્‍ફળતાને વખોડી કાઢે છે અને તાકીદે પ્રજાની સુખાકારી અને લોકહિતની કામગીરી સત્‍વરે હાથ ધરવામાં આવે તેવી માંગ કરે છે. તેમ અંતમાં જણાવેલ છે.


ખીજડીયા રાદડીયાથી ચિત્તલને જોડતા ઠેબી નદીનાં પુલનું ખાતમુર્હુત કરતા પરેશ ધાનાણી

અમરેલી તાલુકાનાં ખીજડીયા રાદડીયા ગામે ખીજડીયા રાદડીયાથી ચિતલ ને જોડતા ઠેબી નદીમાં પુલનું ખાતમુર્હુત ધાનાણીએ કરેલ હતું, આ પ્રસંગે લાઠી અને બાબરાનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, અમરેલી જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ નિરાભાઈ અકબરી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી, લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા તથા જીલ્‍લા બાંધકામ સમિતિ ચેરમેન શંભુભાઈ ધાનાણી, મોહનબાપા નાકરાણી, જયેશભાઈ નાકરાણી, દિનેશભાઈ ભંડેરી, રમેશભાઈકોટડીયા, ભરતભાઈ હપાણી, ગુણાભાઈ સાંગાણી, જીતુભાઈ વાળા અને ગામના આગેવાન વિપુલ પોંકિયા, વી. વી. વાવલીયા, નજુભાઈ વાળા, ભરતભાઈ વાળા, પુનાભાઈ સરખેલીયા હાજર રહેલ હતા. આ પ્રસંગની સંપૂર્ણ જવાબદારી વિપુલ પોકીયા જહેમત ઉઠાવેલ હતી.


લીલીયા બૃહદગીરનાં અંટાળીયાની સીમમાં સિંહણે ચાર સિંહબાળને જન્‍મ આપ્‍યો

સિંહપ્રેમીઓમાં આનંદ છવાયો

લીલીયા બૃહદગીરનાં અંટાળીયાની સીમમાં સિંહણે ચાર સિંહબાળને જન્‍મ આપ્‍યો

સિંહણ પોતાના 4 સિંહબાળને માર્ગ પરથી લઈને નિકળતા રાહદારીઓમાં આશ્ચર્ય

લીલીયા, તા. 4

લીલીયા બૃહદગીર વિસ્‍તારની શેત્રુંજી-ગાગડીયો નદીનાં સીમ વિસ્‍તારમાં પાછલા અઢી દાયકાથી એશિયાઈ સિંહો પોતાનું રહેઠાણ બનાવી મોટી સંખ્‍યામાં વસવાટ કરી રહૃાા છે અને સને ર013થી રાજમાતા સિંહણે અંટાળીયા વિસ્‍તારમાં બચ્‍ચા આપી સિંહોનો વસવાટ શરૂ થયો હતો. ત્‍યારબાદ આ વિસ્‍તારમાં કાયમી સિંહોએ વસવાટ શરૂ કરી નવું નિવાસ સ્‍થાન બનાવી રહેવાનું શરૂ કરેલ છે.

તેવા સમયમાં આજ વિસ્‍તારમાં એક સિંહણે તાજેતરનાં સમયમાં ચાર સિંહબાળને જન્‍મ આપી સિંહોની સંખ્‍યામાં નોંધનીય વધારો કરેલ છે. જેને લઈ સ્‍થાનિક સિંહપ્રેમીઓમાં અનેરો આનંદ અને ઉલ્‍લાસ જોવા     મળી રહૃાો છે. સિંહ પોતાના 1રથી 1પ દિવસનાં ચાર સિંહબાળને લઈ સલામત સ્‍થળે લઈ જતી હતી વેળાએ          અંટાળીયા-સાજણટીંબામાર્ગ પસાર કરી રહી હતી તે વેળા એક-એક બચ્‍ચાને પોતાના મોઢામાં લઈ માર્ગના આ છેડેથી ઓલા છેડે મુકી રહી હતી. તે વેળા આ માર્ગ પરથી પસાર થઈ રહેલ કેટલાક લોકોએ સિંહણની પોતાના બચ્‍ચા પ્રત્‍યેની માતૃત્‍વભાવના નજરે નિહાળી આશ્ચર્યમાં મુકાયા હતા અને 1રથી 1પ દિવસના નાનકડા સિંહબાળો નજરે નિહાળી અદભુત આનંદ પણ અનુભવ્‍યો હોવાની લાગણી જોવા મળી હતી. આ વિસ્‍તારમાં વન વિભાગના કર્મચારી રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહૃાા હોવાનું નજરે પડી રહૃાું છે.


અવસાન નોંધ  

અવસાન નોંધ

દેવળીયા (ચક્કરગઢ) : દેવળીયા (ચકકરગઢ) નિવાસી વ ગં.સ્‍વ. શારદાબેન વિલાસપુરી ગોસાઈ (ઉ.વ.6પ) તે કેતનપુરી અને હિરેનપુરીના માતુશ્રી તેમજ ચીમનપુરી, મહારાજપુરી (અંકલેશ્‍વર)ના નાના ભાઈના પત્‍નિ તેમજ ભરતપુરી (વડોદરા)ના ભાભી તથા દુર્ગેશપુરી (વડોદરા)ના મોટા બા તા.3/રને રવિવારના રોજ દેવળીયા મુકામે કૈલાસવાસી થયેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી ડાયાભાઈ નારણભાઈ લાડવા (ઉ.વ.10ર)નું તા.31/1ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભીખાભાઈ, વિનુભાઈ, રમણીકભાઈ લાડવાના પિતાજી થાય છે. તેમનું બેસણું તા.4/રને સોમવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન સર્વોદય નગર નેસડી રોડ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલાનિવાસી ગોપાલભાઈ ખેતશીભાઈ છાટબારના સાસુ પુષ્‍પાબેન શામળદાસ જગડનું મહુવા મુકામે તા.1/રને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સાવરકુંડલા : રૂપાભાઈ ભોજાભાઈ વાળસુરનાં ધર્મપત્‍ની રાણીબેનનું તા.3/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ સુનિલભાઈ, પંકજભાઈ, અજીતભાઈ, નિલેશભાઈ તથા લાભુબેન પી. વરમોરાનાં માતૃશ્રી થાય. સદગતનું બારમું તા.7/ર ના ગુરુવારનાં રોજ દોલતી મુકામે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રહિમાબેન રજાકભાઈ સેલોત, (ઉ.વ.60) તા. 4/ર ને સોમવારનાં રોજ અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે રજાકભાઈ સુલેમાનભાઈ સેલોતના પત્‍ની તથા સલીમભાઈ, ઉસ્‍માનભાઈ, રહીમભાઈ, ઈકબાલભાઈનાં માતૃશ્રી થાય છે. તેમની જીયારત તા.6/ર ને બુધવારનાં રોજજુમ્‍મા મસ્‍જિદ ખાતે રાખેલ છે.

મેડી : મેડી નિવાસી દુધીબેન પોપટભાઈ સખરેલિયા (ઉ.વ. 87) તે પોપટભાઈના ધર્મપત્‍ની તેમજ ચતુરભાઈ તથા બાબુભાઈ તથા ભરતભાઈનાં માતૃશ્રી તથા દેવરાજભાઈનાં કાકીનું દુઃખદ અવસાન તા.ર/ર ના રોજ થયેલ છે.


સાવરકુંડલામાં છરી પાલિત સંઘનું આગમન : 18 દિવસની યાત્રા

રામચંદ્ર સુરિશ્‍વરજીના સાચા વારસદાર પ્રવચન પ્રભાવક આચાર્ય પ.પૂ. શ્રીમદ્‌ વિજય હિતવર્ધન સુરીશ્‍વરજી મ.સા.ની નિશ્રામાં તા.ર4/1ના રોજ ગિરનારથી નીકળેલ છરી પાલિત સંઘનું આજે 11માં દિવસે સાવરકુંડલામાં ભવ્‍ય આગમન થયું છે. આ છરી પાલિત સંઘમાં સાધુ-સંતો, ભગવંતો તેમજ પ00 જેટલાહાથી-ઘોડા-ઉંટગાડીની ભવ્‍યાતિ શોભાયાત્રા સાથે નીકળેલ આ છરી પાલિત સંઘ આજે તા.4/રના રોજ 1રમાં દિવસે 10મો પડાવ કરશે. આ છરી પાલિત સંઘમાં બપોરે રઃ30 કલાકે પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીમદ્‌ હિતવર્ધન સુરીશ્‍વરજી મ.સા.નું જીનવાણીનો સૌ આરાધકો અને સાવરકુંડલાના જૈન બંધુઓએ લાભ લીધો હતો. અત્રે મહત્‍વની બાબત એ છે કે સને-ર001ના રોજ શ્રીમદ્‌ વિજય હિતવર્ધન સુરીશ્‍વરજી મ.સા.એ સાવરકુંડલા ખાતે પ્રથમ ચાતુર્માસ કરેલ હતું. ત્‍યારે આજે સાવરકુંડલા ખાતે પધારેલ આ છરી પાલિત સંઘની અનેક લોકોએ મુલાકાત લઈ જીન શાસનથી પ્રભાવિત થયા હતા. સંઘપતિ સંઘવી શ્રીમતી પાની દેવી બાદરમલ મલજી પુનમચંદજી વિનાયકિયા છે.


05-02-2018