Main Menu

Sunday, February 3rd, 2019

 

સાવરકુંડલાનાં પિયાવા ગામનાં વૃદ્ધ ખેડૂતે કપાસનું ઉત્‍પાદન ઓછુ થતાં આત્‍મહત્‍યા કરી

અરેરાટી : સાવરકુંડલાનાં પિયાવા ગામનાં વૃદ્ધ ખેડૂતે કપાસનું ઉત્‍પાદન ઓછુ થતાં આત્‍મહત્‍યા કરી

ઘર-પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં અંતિમવાટ પકડી

અમરેલી, તા.ર

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા અને ખેતી કામ કરતા શંભુભાઈ વલ્‍લભભાઈ કાછડીયા નામના 6પ વર્ષીય વૃઘ્‍ધ ખેડૂત પોતાની ખેતી-વાડીની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હોય, અને ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ ઓછો થતાં કપાસનું ઉત્‍પાદન ખૂબ જ ઓછું થતાં પોતે મંડળીમાંથી પૈસા ઉપાડેલ હોય, તે પૈસા ભરી શકે તેટલું પણ વળતરનહીં મળતાં આ મંડળીના પૈસા કેમ ભરવા ? તથા પૈસા વગર ઘર પણ કેમ ચલાવવું ? તેવો પ્રશ્‍ન ઉભો થતાં પોતે ખરેખરી ચિંતામાં આવી જવાના કારણે ગત તા.31ના સવારે પોતાની મેળે પિયાવા ગામે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતાં આ વૃઘ્‍ધ ખેડૂતને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું મૃતક ખેડૂતના નાના ભાઈ નાગજીભાઈ કાછડીયાએ વંડા પોલીસમાં જાહેર      કર્યું છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અગાઉ પણ અમરેલી જિલ્‍લાના કેટલાક ખેડૂતોએ વરસાદ નહીવત પડતા અને ખેતરમાં ઉત્‍પાદન ઓછું આવવાના કારણે આપઘાત કર્યાના બનાવ બાદ વધુ એક વૃઘ્‍ધ ખેડૂતે આપઘાત કરતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.


લાઠીનાં તાજપર ગામનાં ખેડૂતે દેવામાં આવી જવાથી ઝેરી દવા પી લેતા સારવારમાં

ભોગ બનનાર બેભાન અવસ્‍થામાં હોય તપાસ શરૂ

અમરેલી, તા. ર

ગત વર્ષે ચોમાસા દરમિયાન અનિયમિત અને ઓછો વરસાદ થતાં અનેક ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાક નિષ્‍ફળ જતાં અથવા તો ઓછો થતાં ખેડૂતો મુશ્‍કેલીમાં હોય. ત્‍યારે લાઠી તાલુકાના તાજપર ગામનાં એક ખેડૂતે પાક નિષ્‍ફળ જવાના કારણે દેવામાં આવી જતાં પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતાં બેભાન હાલનતમાં સારવારમાં ખસેડાયા છે.

આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર લાઠી તાલુકાના તાજપર ગામે રહેતા અને ખેતીકામ કરતાં નાથાભાઈ ખોડાભાઈ બારડ નામનાં ખેડૂત ગત તા. 31નાં રાત્રીનાં સમયે પોતાની વાડીએ હતા ત્‍યારે વરસાદ ઓછો થવાનાં કારણે પાક નિષ્‍ફળ જતાં અને દેણામાં આવી જતાંપોતાની વાડીએ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.


ઉચૈયા ગામની તરૂણીને ભગાડી જઈ દુષ્‍કર્મ કરનાર શખ્‍સને 7 વર્ષની સખત કેદ

રૂા. 1પ હજાર દંડમાંથી 10 હજારનું વળતર ચૂકવવા હુકમ

અમરેલી, તા.ર

રાજુલા તાલુકાના ઉચૈયા ગામે રહેતા ભાવેશ પોપટભાઈ વાઘેલા તથા કૃણાલ ઉર્ફે કરમણ ગોબરભાઈ મોરી નામના બે ઈસમો ગત તા. 8/ર/17ના રોજ તે ગામે રહેતી એક 16 વર્ષીય તરૂણીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ. જયાં આરોપી કૃણાલ ઉર્ફે કરમણ ગોબરભાઈ મોરી નામના શખ્‍સે તરૂણી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધેલ હોય, આ અંગે જે તે સમયે રાજુલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર તપાસ હાથ ધરેલ હતી.

આ અંગેનો કેસ રાજુલા ગામે આવેલ એડી. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં એડી. સેશન્‍સ જજશ્રી એ.કે. શાહે આરોપી કૃણાલ ઉર્ફે કરમણ મોરીને 7 વર્ષની સખત કેદ અને રૂા. 1પ હજારના દંડની સજાનો હુકમ કરેલ હતો. જયારે ભાવેશ પોપટભાઈ વાઘેલાને નિર્દોષ છોડી મુકવાનો પણ હુકમ કર્યો હતો. રૂા. 1પ હજારની વળતરની રકમમાંથી ભોગ બનનાર તરૂણીને રૂા. 10 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યોહતો. ભાવેશ વાઘેલા તરફે રાજુલાના એડવોકેટ વિપુલભાઈ જાનીએ દલીલો કરી હતી.


રોટરી કલબ ઓફ અમરેલી-ગીર ર્ેારા આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

રોટરી કલબ ઈન્‍ટરનેશનલ ર્ેારા આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો સાંસ્‍કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ ચથીબયથભ રોટરી કલબ ઓફ અમરેલી-ગીરનાં યજમાન પદે તા. ર4 તથા રપ જાન્‍યુ.નાં રોજ યોજાઈ ગયો. જેમાં વિવિધ 8 દેશોનાં 19 વિદ્યાર્થીઓ સૌરાષ્‍ટ્રની મુલાકાતે આવેલ હતા. સામાજીક કાર્યોમાં અગ્રેસર એવી રોટરી કલબ ઓફ અમરેલી-ગીર ર્ેારા તમામ વિદ્યાર્થીઓને લાયન-ડેન રિસોર્ટ ધારી મુકામે એશીયન સિંહ તથા ગીરનાં જંગલોની વિસ્‍તૃત માહિતી આપવામાં આવેલ હતી. સાથે-સાથે વિદેશનાં વિદ્યાર્થીઓને ભારતીય-યોગા, ઘોડેસવારી, જંગલનાં નેસડાની તથા લાયનડેનનાં એડવેન્‍ચેર પાર્કની ભરપૂર મજા માણી હતી. આંતરરાષ્‍ટ્રીય કક્ષાનાં આ પ્રોજેકટમાં રોટરી કલબ ઓફ અમરેલી-ગીરનાં પ્રમુખ બલદેવસિંહ ગોહિલ, સેક્રેટરી હાર્દિકભાઈ ઝીંઝુવાડીયા, તથા કલબનાં સભ્‍યો કમલેશભાઈ જોષી, ધવલભાઈ ઠાકર, મનીષભાઈ વાકોતર, અમરીશભાઈ રાજયગુરુ, પ્રતિકભાઈ સંઘરાજકા, અમરભાઈ સોની, ચંદ્રેશભાઈ ઝીંઝુવાડીયા, જીતેનભાઈ ધોળકીયા, મનોજભાઈ કાનાબાર તથા યોગાગુરુ રીટાબેન કાનાબાર હાજર રહેલ હતા. તથા ઉપરોકત તમામ વિદ્યાર્થીઓ ર્ેારા દુધાળા હાઈસ્‍કૂલ મુકામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલહતી.


સાવરકુંડલામાં શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં નવા ગૌસદનનો ઉદ્યઘાટન સમારોહ યોજાયો

પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલામાં આવેલ શ્રી કૃષ્‍ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે નવા ગૌસદન તેમજ ઘાસનાં ગોડાઉનનાં ઉદઘાટન સમારોહ યોજાયો. જેના સંપૂર્ણ આર્થિક દાતા જયોતિબેન કનૈયાલાલ દોશી તેમજ પાણીનાં અવેડાનાં દાતા અરવિંદભાઈ ખાંતિલાલ સલોત તેમજ શ્રી કૃષ્‍ણ ગૌશાળાને નેસડી રોડ ટચ સવા બે વિઘા જમીન ગૌશાળા બનાવવા દાનમાં આપનારા દાતા બાબુભાઈ મોહનભાઈ સોડીગળા અને રાણાભાઈ મોહનભાઈ સોડીગળા છે. તેમજ રોકડ રૂપિયા સાઈઠ હજારનાં દાતા ધીરજલાલ રાયચંદભાઈ મગીયા અને ધર્મેશભાઈ દેસાઈ ર્ેારા મળેલ છે. જેના નિમિત કિરીટભાઈ મગીયા અને અરવિંદભાઈ સલોત છે. શ્રી કૃષ્‍ણ ગૌશાળા ર્ેારા રાખવામાં આવેલ ઉદઘાટન સમારોહનું સંચાલન મંત્રી બળવંતભાઈ મહેતા તેમજ પ્રાસંગિક પ્રવચન મહેશભાઈ સુદાણી, ગુણવંતભાઈ ત્રિવેદી અને ખેરાજભાઈએ આપેલ. આ તકે શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં પ્રમુખ હરિભાઈ    સોડીગળા, ભદ્રેશભાઈ દોશી, અંતુભાઈ ભરાડ, સહમંત્રી રાજુભાઈ બોરીસાગર, બી.એલ. પરમાર, હર્ષદભાઈ ચુડાસમા, ભાવેશભાઈ ગેડીયા, રાજેશભાઈ મહેતા, ભાલીયાભાઈ વગેરે ગૌશાળાનાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહૃાા હતા. આમંત્રિત મહાનુભાવોમાં જયોતિબેન કનૈયાલાલ દોશી, સુભદ્રાબેન સલોત,ત્રંબકલાલ રતિલાલ દોશી, ભાનુબેન શાહ, કાજલબેન દોશી, હિતેનભાઈ દોશી, રશ્‍મિબેન દોશી, પ્રિયેશભાઈ સલોત, કાજલબેન સલોત, કનૈયાલાલ સંઘવી વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી ઉદઘાટન સમારોહને સફળ બનાવેલ. શ્રીકૃષ્‍ણ ગૌશાળા પરિવાર સર્વોનો આભાર માને છે.


રાજુલામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ચાલતો વેપાર ઝડપાયો

અમરેલી, તા.ર

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં દારૂની મહેફીલ કરતા અને ગેરકાયદેસર વિદેશી દારૂ અંગેની ચોરી છૂપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંત વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો તેમજ જિલ્‍લાના લિસ્‍ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને દારૂની બદી નેસ્‍ત નાબુદ કરવા અને લોકોને વ્‍યસન મુકત કરવા અને વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા સૂચના આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો. ઈન્‍સ. ડી.એ. તુવરને બાતમી મળેલ કે રાજુલામાં ભેરાઈ રોડ પર રહેતા વલ્‍કુભાઈ માણકુભાઈ           વાળા તથા ઈમરાન અબ્‍દુલભાઈ કાબરીયા રહે. રાજુલા, મફતપરા   વાળા વલકુભાઈના રહેણાંક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ બાતમી આધારે ના.પો. અધિ. સાવરકુંડલા વિભાગ કે.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્‍ટે.ના પો. ઈન્‍સ. ડી.એ. તુવર તથા પો. સબ ઈન્‍સ. વી.વી. પંડયા તથા પો. સબ. ઈન્‍સ. જી.જી. જાડેજા તથા રાજુલા પો. સ્‍ટે. સ્‍ટાફ દ્વારા વલકુભાઈ માણકુભાઈ વાળાના રહેણાંક મકાને રેઈડ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ (1) મેકડોલ નં-1, રીઝર્વ વ્‍હીસ્‍કી 7પ0 મીલી.ની બેંગ્‍લોર બનાવટની બોટલ નંગ-9 કિંમત રૂા.ર700 તેમજ (ર) રોયલ ચેલેન્‍જ ફાઈનેસ્‍ટ પ્રિમીયમ વ્‍હીસ્‍કી 7પ0 મી.લી.ની બેંગ્‍લોર બનાવટની બોટલો નંગ-48 કિંમત રૂા. ર4,960 તેમજ (3) રોયલ સ્‍ટેગ કલાસીક વ્‍હીસ્‍કી 7પ0 મીલીની પંજાબ બનાવટની બોટલો નંગ-1ર કિંમત રૂા. 3600 મળી કુલ પ્રોહી. મુદામાલ કિંમત રૂા. 31,ર60નો  મળી આવેલ છે.

આરોપીઓ : (1) ઈમરાન અબ્‍દુલભાઈ કાબરીયા, (ર) વલકુભાઈ માણકુભાઈ વાળા. ઉપરોકત આરોપીઓ વિરૂઘ્‍ધ રાજુલા પો. સ્‍ટે.માં પ્રોહી એકટ મુજબ ગુન્‍હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


વીકટરની ખાનગી કંપનીનાં ટ્રકો દ્વારા નિયમોની ઐસી-તૈસી

દરિયાકાંઠે આવેલ ખાનગી કંપનીઓ કોઈને કોઈ વિવાદ ઉભો કરે છે

વીકટરની ખાનગી કંપનીનાં ટ્રકો દ્વારા નિયમોની ઐસી-તૈસી

પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચ, ભેરાઈ સહિતનાં ગામમાંથી મીઠુ અન્‍યત્ર લઈ જવામાં આવે છે

કંપનીનાં સંચાલકો અને આરટીઓ, પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

રાજુલા, તા. ર

રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્‍વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્‍પાદન કરી સુત્રાપાડા સ્‍થિત સોડા એશ પ્‍લાન્‍ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્‍વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાંધવાની છે જેથી ટ્રકોમાં ભરેલા માલસામાન રોડ પર ન પડે તેમજ વાહનચાલકોઅને રાહદારીઓને કોઈ તકલીફ ન પડે. પરંતુ આ કંપનીના ટ્રકો આરટીઓના નિયમોની ઐસી-તૈસી કરતાં હોય તેવું લાગી રહૃાું છે. ખુલ્‍લા ટ્રકોમાંથી મીઠું રસ્‍તા પર પડતા રોડ-રસ્‍તા પણ ખરાબ થઈ રહૃાા છે તેમજ અકસ્‍માતોનો ભય તોળાઈ રહૃાો છે. આ અંગે તંત્ર ઘ્‍વારા ચોકકસ કાર્યવાહી કરવામાં આવે અને તમામ ટ્રકો પર તાલપત્રી ફરજીયાત કરવામાં આવે તેમજ જે ટ્રકો આરટીઓના નિયમોનું ઉલ્‍લંઘન કરે તેને દંડ ફટકારવામાં આવે તેવી સ્‍થાનિક લોકો માંગ કરી રહૃાા છે. આરટીઓના અધિકારીઓ ઘ્‍વારા આગામી દિવસોમાં આ કંપનીના ટ્રકો સામે કાયદાકીય પગલા લેશે કે પછી આમ જ લોકો પરેશાન થતાં રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.


અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ ખાતે પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં એન.સી.સી.ની બહેનોએ પરેડ કરી હતી. ત્‍યારબાદ કોલેજના આચાર્યા ડો. સેન મેડમના વરદ હસ્‍તે રાષ્‍ટ્ર ઘ્‍વજ લહેરાવવામાં આવેલ. આ પ્રસંગે ડો. સેન મેડમે પ્રાસંગિક ઉદબોધનમાં વર્તમાન સમયમાં રાષ્‍ટ્ર ભકિતનું મહત્‍વ સમજાવી શહીદોને યાદ કરો રાષ્‍ટ્ર માટે સમર્પણ કરવાનો પ્રેરક સંદેશ આપ્‍યો હતો. પ્રા. ડો. ગીરીશ વેલિયતે રાષ્‍ટ્ર પ્રેમનો અસરકારક સંદેશો આપ્‍યો હતો. પ્રાદેશિકવાદને છોડી રાષ્‍ટ્રવાદની જરૂરિયાત સમજાવી હતી. આ પ્રસંગે એન.સી.સી. કેડેટસ દ્વારા એન.સી.સી.નું થીમ સોંગ રજૂ કરવામાં આવેલ. ઘ્‍વજ વંદન કાર્યક્રમ બાદ એન.સી.સી. તથા એન.એસ.એસ.નીવિદ્યાર્થીનીઓએ રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ. આજના કાર્યક્રમના શાસ્‍ત્રીય નૃત્‍ય, ગૃપ ડાન્‍સ તેમજ સોલો ડાન્‍સ રજૂ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને અતિ સુંદર રીતે સંચાલન મહાજન બિજલે કરેલ. તેઓએ દેશને માટે શહીદ થયેલ જવાનની વ્‍યથા જણાવેલ. આભાર વિધિ કોલેજના એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. એસ.ડી. પરમારે કરેલ.


03-02-2019