Main Menu

Saturday, February 2nd, 2019

 

કેન્‍દ્ર સરકારે રજૂ કરેલ બજેટથી ગરીબો, મઘ્‍યમવર્ગીય પરિવારોને ફાયદો : ઉંઘાડ

અમરેલી, તા.1

આજે કેન્‍દ્ર સરકારના નાણાં મંત્રી પિયુષ ગોયેલે રજૂ કરેલ બજેટથી દેશનો તમામ વર્ગ ખુશી અનુભવતો હોવાનું પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે જણાવેલ છે.

તેઓએ નિવેદનમાં જણાવેલ છે કે આવકવેરાની મર્યાદા પાંચ લાખ કરવામાં આવતા લાખો પરિવારોને રાહત થઈ છે. નાના-મોટા વેપારીઓ, કર્મચારીઓને રૂપિયાની બચત થશે.

વધુમાં જણાવેલ છે કે નાના ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6 હજારની સહાય તેમજશિક્ષણ, આરોગ્‍ય સહિત તમામ મોરચે નરેન્‍દ્ર મોદી સરકારે ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે.


દુધાતનાં ‘ધડાકા’નું    ‘સુરસુરીયું’ કરતા મહામંત્રી કાનાણી

સાવરકુંડલા-રંઘોળા માર્ગની મંજુરી અંગે

ધારાસભ્‍ય દુધાતનાં ‘ધડાકા’નું    ‘સુરસુરીયું’ કરતા મહામંત્રી કાનાણી

સાંસદનાં પ્રયત્‍નોથી મંજુર થયેલ માર્ગનો ખોટો જશ ખાટવાના પ્રયત્‍નને પડકાર્યો

અમરેલી, તા. 1

તા. 1 ફેબ્રુઆરી ર019ના વર્તમાનપત્રોમાં લીલીયા-સાવરકુંડલા વિસ્‍તારનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ર્ેારા આપવામાં આવેલ પ્રેસનોટ કે જેમાં સાવરકુંડલા-રંઘોળા માર્ગના વિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણનાં કામની મંજુરી પોતાના પ્રયત્‍નોથી      મળેલ હોવાના નિવેદન સામેઅમરેલી જીલ્‍લા ભાજપનાં મહામંત્રી કમલેશભાઈ કાનાણીએ સ્‍પષ્‍ટતા કરતા જણાવેલ છે કે, કેન્‍દ્રીય માર્ગ પરીવહન અને રાજમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તા. 31 જાન્‍યુઆરી, ર019ના રોજકરેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાંથી વિગતો મેળવી અને દુધાતે પોતાના ખાતે ખોટો જશ ખાટવા વાહીયાત અને હાસ્‍યાસ્‍પદ નિવેદન કરેલ છે.

દુધાતે કરેલ પ્રેસ નીવેદનમાં તેઓએ સદરહુ માર્ગ મંજુર કરાવ્‍યાની બડાઈ મારેલ છે, પરંતુ તેઓ એ વસ્‍તુ ભુલી ગયેલ છે કે, આ માર્ગ મંજુરી તથા નાણાંકીય જોગવાઈ ભારત સરકાર ર્ેારા કરવામાં આવેલ છે અને પ્રજા પણ એ વાત જાણે છે કે, દુધાત વિદેશ પ્રવાસોમાં મસ્‍ત રહી પોતાના મત વિસ્‍તારમાં મહીનાઓ સુધી ગાયબ રહે છે. ત્‍યારે માર્ગ મંજુરી અંગેતેમના ર્ેારા કરાયેલ દાવામાં કેટલુ તથ્‍ય છે ? તે વિધાનસભા વિસ્‍તારના તમામ નાગરીકો અને આગેવાનો જાણે જ છે.

કાનાણીએ જણાવ્‍યા મુજબ અમરેલી જીલ્‍લાનાં વિકાસ માટે સતત કાર્યરત એવા સાંસદ નારણભાઈ કાછડીયા ર્ેારા કેન્‍દ્ર સરકારમાં અવારનવાર રજૂઆતો કરી અમરેલી સંસદીય વિસ્‍તારને વર્ષોથી નથી મળી તેવી સુવિધાઓ પ્રાપ્‍ત થાય તેવા અથાગ પ્રયત્‍નો કરતા રહે છે અને તેના જ ભાગરૂપે કેન્‍દ્રીય મંત્રી માંડવીયાને કરેલ સફળ રજૂઆતનાં કારણે જ અમરેલી જીલ્‍લાને તથા ભાવનગર જીલ્‍લાને જોડતા સાવરકુંડલા-રંઘોળા માર્ગનાવિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણનું કામ રૂા.71 કરોડનું કામ મંજુર થયેલ છે. ફકત આ એક રોડ નહી પરંતુ વિકટર-ડુંગર-આસરણા માર્ગના વિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણ માટે રૂા.ર4 કરોડ પણ ભારત સરકાર ર્ેારા મંજુર કરવામાં આવેલ છે. જેનો યશ ફકતને ફકત સાંસદ કાછડીયાને જ          જાય છે.

કોંગ્રેસ શાસીત જીલ્‍લા પંચાયતના પદાધિકારીઓ તથા ધારાસભ્‍યો સતત મીડીયા મારફતે સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવવા માટેનાં પ્રયત્‍નોથી પ્રજા વાકેફ છે અને સરકાર ર્ેારા મંજુર કરવામાં આવતા કામોનાં ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવા ત્રીકમ, પાવડા અને તગારા લઈ નીકળી પડતા કોંગ્રેસીઓને તથા ધારાસભ્‍યને પડકાર ફેકતા કાનાણીએ જણાવેલ છે કે, આવા સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવવા મથતા ધારાસભ્‍યે લીલીયા-સાવરકુંડલા વિધાનસભામાં કેટલા રોડ રસ્‍તાના કામો મંજુર કરાવ્‍યા, કેટલા જોબ નંબર મેળવ્‍યા તેની જાહેરમાં ચર્ચા કરે અન્‍યથા ધારાસભ્‍ય તરીકે રાજીનામુ આપે.

 


લ્‍યો બોલો : સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં ઓસરીમાં ભણે છે બાળકો

જિલ્‍લામાં પ્રાથમિક શિક્ષણની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે

લ્‍યો બોલો : સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં ઓસરીમાં ભણે છે બાળકો

દેશનું ભવિષ્‍ય જેના દ્વારા તૈયાર થતું હોય છે તે પ્રાથમિક શિક્ષણની હાલત સુધારવાની જરૂરી

અમરેલી, તા. 1

સરકાર ઘ્‍વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્‍લોગનો છે પણ ભણવાની વાસ્‍તવિકતા આખી અલગ જ છે. સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં ર14 વિદ્યાર્થીઓ વચ્‍ચે ફકત 3 ઓરડામાં ભારતના ભવિષ્‍ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્‍યા છે.

સાવરકુંડલા શહેરીન પ્રાથમિક શાળા નંબર 6. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા છે પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે કે આ પ્રાથમિક શાળામાં છે ફકત 3 ઓરડા અને ધોરણ 7. 3 ઓરડામાં એક એક ઓરડામાં આ પ્રાથમિક શાળાના આચાર્ય બેસે છે તો બે ઓરડામાં ચાલે છે આખી પ્રાથમિક શાળા. બે ઓરડા બાદ એક ધોરણને શાળાની ઓસરીમાં બેસાડીને શિક્ષણનું ભણતર કાર્ય ચાલું છે. ત્‍યારે આ          શાળાના વિદ્યાર્થીઓ પણ નવા ઓરડા બને તેવી સરકારને વિનંતી કરીરહૃાા છે.

શાળાનાં વિદ્યાર્થીઓને નવી બિલ્‍ડીંગ મંજુર થઈ ગઈ છે જેનું ખાતમુર્હુત પણ રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ બે માસ પહેલાં ઓનલાઈન કરી દીધું છે. પણ વિદ્યાર્થીઓની મજબુરી છે કે, આ શાળામાં ખાતમુર્હુત બાદ પણ હજુ શાળાના નવા બિલ્‍ડીંગનું કામ શરૂ ન થતાં ધોરણ રૂ થી 7નાં ર14 વિદ્યાર્થીઓને ભણતરમાં અગવડતા પડી રહી છે.

100 વર્ષ જુની શાળાને પાડી નાખવામાં આવી હતી ને ભૂમિપૂજન મુખ્‍યમંત્રી રૂપાણીએ બે માસ પહેલા કરેલ જેનો સ્‍વીકાર પણ શાળાના આચાર્ય કરી રહૃાા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા શિક્ષણતંત્રના નાયબ જિલ્‍લા શિક્ષણાધિકારી ગોપાલ અધેરાએ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક અઠવાડીયામાં કામગીરી શરૂ થવાની હૈયાધારણા આપી હતી.


દેશનાં વિકાસ માટે દર 4 વર્ષે ચૂંટણી કરવી જરૂરી

ચૂંટણી દરમિયાન સરકારી તિજોરીમાંથી થતાં ખર્ચ કરતાં અનેકગણો ખર્ચ રાજકીયપક્ષો કરતાં હોય છે

અમરેલી, તા. 1

કેન્‍દ્ર સરકારે રજુ કરેલ બજેટમાં આજે ઘણી બધી રકમ દેશનાં આમ આદમી માટે ફાળવી છે.કારણ લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાથી સરકારને હવે દેશની જનતા યાદ આવી છે. બાકી પ વર્ષ સુધી રોજગારી, મોંઘવારી, ભ્રષ્‍ટાચાર પ્રશ્‍ને કોઈ નકકર કાર્યવાહી જ કરી ન હતી.

હવે એ સ્‍પષ્‍ટ થઈ રહૃાું છે કે, દેશનાં રાજકીયપક્ષો અને રાજયો અને કેન્‍દ્ર સરકાર માત્ર ચૂંટણીથી જ ડરે છે. ચૂંટણી વખતે જ દેશનાં બેરોજગાર યુવાનો, ખેડૂતો, કર્મચારીઓ, નાના વેપારીઓ અને મહિલાઓનાં હિતમાં કામ કરે છે. બાકી તો ગમે તેવી રેલી કાઢો કે રજુઆત કરો કે આંદોલન કરો તેની અસર સરકારને થતી નથી.

જયારે સ્‍પષ્‍ટ થઈ રહૃાું છે કે, સરકાર માત્ર ચૂંટણીથી ડરીને જ જનહિતનો વિચાર કરતી હોય તો રાજય અને કેન્‍દ્ર સરકાર ઉપરાંત પાલિકા, પંચાયતોની ચૂંટણી પણ પાંચ વર્ષને બદલે દર 4 વર્ષે કરવામાં આવે તો ચોકકસ દેશનો અને દેશની જનતાનો વિકાસ થઈ શકે તેમ છે.

વિશ્‍વનાં સૌથી વધુ વિકસિત અમેરિકામાં પણ દર 4 વર્ષે પ્રમુખની ચૂંણી યોજાતી હોવાથી અમેરિકાનો વિકાસ થઈ શકયો હશે. તેનું એક કારણ પણ 4 વર્ષે યોજાતી ચૂંટણી જ હશે.

હવે પ્રશ્‍ન એ ઉદભવે છે કે, દર 4 વર્ષે ચૂંટણી યોજાઈ તો સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ખર્ચ આવે તો શું. પરંતુ દેશનાં વિકાસ માટે ભલે સરકારી તિજરોને નુકશાન થાય પરંતુ 4 વર્ષે ચૂંણી યોજાઈ તો ભ્રષ્‍ટાચાર પરલગામ આવે અને રાજકીય પક્ષો કે આગેવાનો પાસે રહેલ કરોડો રૂપિયાનું કાળુધન વાપરવામાં આવે તો દેશનાં અર્થતંત્રમાં તેજી થકી અનેકને રોજગારી મળે તે પણ નકારી શકાય તેમ નથી.


લ્‍યો બોલો : કસ્‍ટમ ઈન્‍સ્‍પેકટરનાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

બોટલ, ટીન, અને લુઝ દારૂ સાથે આરોપીની અટકાયત

અમરેલી, તા. 1

મરીન પીપાવાવ પો.સ્‍ટે.ના પો.સબ ઈન્‍સ. એસ.આર. શર્માને બાતમી મળેલ કે કસ્‍ટમ ઈન્‍સ્‍પેકટર જયદેવભાઈ ચારણ રહે. પીપાવાવ પોર્ટ ઈંગ્‍લીશ દારૂ લાવી રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે ના.પો.અધિ. સાવરકુંડલા કે. જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ ભમરીન પીપાવાવ પો.સ્‍ટે.ના પો.સબ ઈન્‍સ. એસ.આર. શર્મા તથા પીપાવાવ પો.સ્‍ટે.સ્‍ટાફ ર્ેારા પીપાવાવ પોર્ટ એ.પી.એમ. ટર્મિનલની કોલોનીમાં કસ્‍ટમ કર્મચારીઓને ફાળવેલ કવાટર્સ પૈકી કવાટર્સ નં.બી-1/ર માં જયદેવભાઈ ચારણ કસ્‍ટમ ઈન્‍સ્‍પેકટર રહે. પીપાવાવ પોર્ટ વાળાનાં રહેણાંક મકાને રેઈડ કરતા બ્રાન્‍ડેડ વિદેશી ઈંગ્‍લીશ દારૂ (ફોરેન મેડલીકર)ની બોટલો તથા બીયરના ટીન સાથે આરોપી પકડી પાડી ગુન્‍હો રજી. કરેલ.

ઉપરોકત આરોપી વિરૂઘ્‍ધ પીપાવાવ મરીન પો.સ્‍ટે.માં ધી પ્રોહી એકટ મુજબ ગુન્‍હો રજી. કરી સદરહું ગુન્‍હાની તપાસપીપાવાવ મરીન પો.સબ ઈન્‍સ. એસ.આર. શર્મા ચલાવી રહેલ છે.

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન હેઠળ મરીન પીપાવાવ પો.સ્‍ટે.ના પો.સબ ઈન્‍સ. એસ.આર. શર્મા તથા સ્‍ટાફનાઓએ પીપાવાવ કોલોનીમાંથી બ્રાન્‍ડેડ વિદેશી ઈંગ્‍લીશ દારૂ(ફોરેન મેડલીકર)ની બોટલો તથા બીયરનાં ટીન પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.


દામનગરમાં પ્રાંત અધિકારીનાં અઘ્‍યક્ષસ્‍થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

દામનગર શહેરમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારી અંસારીની અઘ્‍યક્ષતામાં સેવા સેતુ યોજાયો. સેવા સેતુને ખરા અર્થમાં આમ જનતા અને સરકાર વચ્‍ચે સેતુ બનાવતા સેવા સેતુ પ્રાંતની તંત્રને તાકીદ દરેક કચેરીના કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં નિયત નમૂના ફોર્મ દરખાસ્‍તોનું સરળીકરણ કરોની સૂચના તાલુકા મામલતદાર મણાત, નાયબ મામલતદાર બાવીસી, ચીફ ઓફિસર ત્રિવેદી અને ગરણીયાનું સતત મોનીટરીંગ રેવન્‍યુ જનસેવાસીટી સર્વે પોલીસ પશુપાલન પી.જી.વી.સી.એલ. ગેસ અન્‍ન પુરવઠા આરોગ્‍ય શિક્ષણ માર્ગ પરિવહન આધાર માં અમૃત ચૂંટણી આવાસ કૃષિ વન પર્યાવરણ મહિલા અને બાળ વિકાસ આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર આંગણવાડી વર્કર હેલ્‍પર પિટિશન રાઈટર સ્‍ટેમ્‍પ વેન્‍ડર સહિતની કચેરીઓના અધિકારીઓ દ્વારા સેવા સેતુમાં સેવા માટે હાજરી જોવા મળી હતી. નગરપાલિકા કચેરી કમ્‍પાઉન્‍ડ ખાતે સવારથી અરજદારોનો અવિરત પ્રવાહ શરૂ રહયો હતો. સ્‍થાનિક અગ્રણીઓ સામાજિક સંસ્‍થાઓ નગરપાલિકા પ્રમુખ સદસ્‍યો સહિત બહોળી સંખ્‍યામાં લોકોની હાજરીમાં સેવા સેતુને સુંદર સફળતા મળી હતી.


શકિતધામ આશ્રમનાં આઈશ્રી વાલબાઈ લગ્ન પ્રસંગે પધાર્યા

ઈંગોરાળાના દેવાયતભાઈ કાળુભાઈ ડેર પુત્ર ધર્મેશભાઈના શુભ લગ્ન પ્રસંગ નિમિતે ઉપસ્‍થિત રહયા. બાબરાના ઈંગોરાળા ગામે દેવાયતભાઈ ડેરના પુત્ર ધર્મેશભાઈના શુભ લગ્ન પ્રસંગ નિમિતે બાબરા નજીક આવેલા શકિતધામ આશ્રમના આઈશ્રી વાલબાઈમાં પધરામણી થતા ડેર પરિવાર દ્વારા માતાજીના ઢોલ નગારાની સાથે વાજતેગાજતે સામૈયા કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે આ પ્રસંગમાં ઉપસ્‍થિત મહેમાન ભરતભાઈ જાદવ, દડુભાઈ ડેર, ભરતભાઈ ડેર, દિલીપભાઈ જાદવ, પ્રકાશભાઈ ડેર સહિતના અન્‍ય મહેમાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


ગોપાલગ્રામમાં આરોગ્‍યલક્ષી માર્ગદર્શનઆપવામાં આવ્‍યું

ગોપાલગ્રામમાં આજરોજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ર્ેારા મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું. તેમજ અલગ-અલગ માહિતી આપવામાં આવી. જે સંજીવની રથ આજરોજ આવેલ અને તેમાં એકવીસ ગામનાં પાંચ-પાંચ સભ્‍યોને આમંત્રિત કરવામાં આવેલ. જે સંજીવની રથ આવતા બહોળી સંખ્‍યામાં ગ્રામજનો હાજર રહેલ. જેમાં સરપંચ, ડો. કિશોરભાઈ વાડદોરીયા ઉપસ્‍થિત રહૃાા હતા જેમાં સ્‍ટાફગણ ર્ેારા વિવિધ યોજનાની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ચિરંજીવી યોજના, કસ્‍તુરબા પોષણ સહાય યોજના, આયુષ્‍યમાન ભારત અને બાળસખા યોજનાને લગતી માહિતી આપવામાં આવી.જેમાં ચાવડા બેન તથા મહેશભાઈ ડોબરીયા તાલુકા હેલ્‍થ સુપરવાઈજર કિશોરભાઈ વાડદોરીયા ઉપસ્‍થિત રહેલ.


02-02-2019