Main Menu

Friday, February 1st, 2019

 

લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી નહી મળે : ટાઈમ્‍સ નાઉનાં પ્રાથમિક સર્વેનું ચોંકાવનારૂ તારણ

લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી નહી મળે

એનડીએને રપર, યુપીએને 147 અને અન્‍યોને 144 બેઠક મળવાની સંભાવના

નવી દિલ્‍હી, તા. 31

આગામી ચૂંટણીમાં એનડીએ રપર, યુપીએ 147, અન્‍યોને 144 બેઠકો મળશે તેવું ટાઈમ્‍સ નાઉનાં સર્વેમાં બહારઆવ્‍યું છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને શું બીજો કાર્યકાળ મળવા જઈ રહૃાો છે કે કોંગ્રેસ અઘ્‍યક્ષ રાહુલ ગાંધી સત્તા પર બિરાજમાન થશે કે પછી બિનભાજપી, બિનકોંગ્રેસી સરકાર બનશે ? લોકસભા ચૂંટણીના લગભગ 70 દિવસ પહેલા ટાઈમ્‍સ નાઉએ જનતાનો મુડ જાણવાનો પ્રયાસ કર્યો છે. ટાઈમ્‍સ નાઉ-ઓચ ઓપિનિયમ પોલ મુજબ ભાજપને યુપીમાં ભારે પડકારનો સામનો કરવો પડી શકે છે. જો કે તેની ભરપાઈ પાર્ટીનો મહારાષ્‍ટઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં થતી દેખાઈ રહી છે.

એનડીએનો વોટ શેર 4.4% ઘટીને 38.9% થઈ શકે છે, જયારે યુપીએના વોટ શેરમાં 4.1 ટકાનો વધારો જોવા મળી શકે છે. ગત વખતે પ43માંથી 336 બેઠકો જીતનારી એનડીએને આ વખતે રપર બેઠકો મળી શકે છે જયારે યુપીએને 147 બેઠકો મળતી દેખાઈ રહી છે. તો અન્‍યના ખાતામાં 144 બેઠકો જઈ શકે છે. તેના પરથી સ્‍પષ્‍ટ છે કે એનડીએ બહુમતી (ર7ર)થી દૂર રહેશે.

બેઠકોની દ્રષ્‍ટિએ દેશના સૌથી મહત્‍વપૂર્ણ રાજય ઉત્તરપ્રદેશમાં ભાજપને મહાગઠબંધન તરફથી મોટો પડકાર મળવા જઈ રહૃાો છે. ગત લોકસભા ચૂંટણીમાં એનડીએને 80માંથી 73 બેઠકો જીતીને દિલ્‍હીની સત્તા મેળવી હતી. જોકે, આ વખતે એસપી અને બીએસપીના ગઠબંધનને સૌથી વધુ પ1 બેઠકો મળવાની શકયતા છે. સર્વેનું માનીએ તો રાજયમાં એનડીએને ર7બેઠકો જ મળશે. રસપ્રદ એ છે કે કોંગ્રેસ ગત વખતની જેમ આ વખતે પણ ર બેઠકો જ જીતતી દેખાઈ રહી છે.

40 બેઠકોવાળા હિંદીભાષી રાજયમાં એનડીએને સૌથી વધુ રપ બેઠકો મળી શકે છે જયારે યુપીએના ખાતામાં 1પ બેઠકો જઈ શકે છે. બિહારમાં જેડીયુની સાથે ભાજપ સત્તામાં છે. બીજી તરફ ભાજપના પ્રવકતા ગૌરવ ભાટીયાનો દાવો છે કે બિહારમાં પાર્ટી 30નાં આંકડાને પાર કરશે.

ઉત્તરાખંડની બધી પાંચ બેઠકો એનડીએને મળી શકે છે. તો એમપીમાં ભલે ભાજપની સરકાર જતી રહી હોય પણ લોકસભા ચૂંટણીમાં તેને સૌથી વધુ ર3 બેઠકો મળી શકે છે. રાજયની કુલ ર9 બેઠકોમાંથી યુપીએને 6 બેઠકો મળવાની શકયતા છે. બીજી તરફ છત્તીસગઢમાં બંને મુખ્‍ય પાર્ટીઅનો સીધો મુકાબલો છે. પોલ મુજબ એનડીએને પ અને યુપીએને 6 બેઠકો મળી શકે છે.

તાજેતરમાં જ ભાજપે જે ત્રણ રાજયોમાં સત્તા ગુમાવી તેમાં રાજસ્‍થાન પણ સામેલ છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન પહેલાની સરખામણીમાં નબળુ રહેશે અને તેને રપમાંથી 17 બેઠકો મળી શકે છે. ગત વખતે પાર્ટીએ બધી બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે યુપીએ તેની પાસેથી 8 બેઠકો છીનવી શકે છે.

ગુજરાતમાં મોદી મેજિક જળવાયેલો છે. અહીં કુલ ર6 બેઠકોમાંથી એનડીએને ર4 બેઠકો મળી શકે છે. જોકે ઘ્‍યાન આપનારીવાત એ છે કે, ર014ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્‍યુ ન હતું પણ આ વખતે તેને ર બેઠકો મળતી દેખાઈ રહી છે.

હિમાચલ પ્રદેશમાં એનડીએને 3 અને યુપીએને 1 બેઠક મળી શકે છે તો જમ્‍મુ-કાશ્‍મીરમાં નેશનલ કોન્‍ફરન્‍સને 4, યુપીએ અને એનડીએને 1-1 બેઠક મળી શકે છે. ચંદીગઢની બેઠક યુપીએના ખાતામાં જઈ શકે છે.

જો આજે ચૂંટણી કરાવાય તો મહારાષ્‍ટ્રની કુલ 48 બેઠકોમાંથી એનડીએને સૌથી વધુ 43 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો ર014ની સરખામણીમાં ર.ર ટકા વોટ શેર વધીને પ3.પ ટકા થઈ શકે છે. રાજયમાં યુપીએને પ બેઠકોથી જ સંતોષ માનવો પડી શકે છે. બેઠકોની દ્રષ્‍ટિએ મહારાષ્‍ટ્રમાં ભાજપનું પ્રદર્શન તેને સરકાર બનાવવામાં કણું મદદરૂપ સાબિત થઈ શકે છે. ગોવામાં મામલો બરાબરીનો જોવા મળી રહૃાો છે. એનડીએ અને યુપીએને 1-1 બેઠક મળી શકે છે.

મમતા બેનર્જીના રાજય પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટી એઆઈટીસીને સૌથી વધુ 3ર બેઠકો મળી શકે છે. અહીં ભાજપને મોટો ફાયદો મળતો દેખાઈ રહૃાો છે. રાજયની કુલ 4ર બેઠકોમાંથી એનડીએને 9 અને યુપીએને 1 બેઠક મળતી દેખાઈ રહી છે. રાજયમાં ભાજપ અઘ્‍યક્ષ અમિત શાહ હાલમાં તાબડતોડ રેલીઓ કરી રહૃાા છે જેની અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.સર્વેનું માનીએ તો પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફટના સંપૂર્ણ રીતે સૂપડા સાફ થઈ શકે છે.

અહીં 19 ટકા વોટ શેર ભાજપને એકલાને મળતા જોવા મળી રહૃાા છે. રાજયમાં બીજેડી સત્તામાં છે પરંતુ લોકસભા ચૂંટણીમાં તેને 8 બેઠકો જ મળી શકે છે. પોલનું માનીએ તો ર1 બેઠકોવાળા રાજયમાં એનડીએને જબરજસ્‍ત ફાયદો મળશે અને તે 13 બેઠકો જીતી શકે છે. ઉલ્‍લેખનીય વાત એ છે કે ર014માં એનડીએને રાજયમાં માત્ર 1 બેઠક મળી હતી.

સિટિઝનશિપ બિલનો રાજયમાં ભાજપને ફાયદો મળી શકે છે. આસામની કુલ 14 બેઠકોમાંથી એનડીએને સૌથી વધુ 8 બેઠકો, યુપીએને 3, એઆઈયુડીએફને ર અને અન્‍યને 1 બેઠક મળી શકે છે. નોર્થ ઈસ્‍ટમાં ભાજપને જબરજસ્‍ત લીડ મળતી જોવા મળી રહી છે. સર્વેનું માનીએ તો અહીની કુલ 11 બેઠકોમાંથી એનડીએને 9, યુપીએને 1 અને અન્‍યને 1 બેઠક મળી શકે છે.

ઓપિનિયમ પોલનું માનીએ તો તમિળનાડુની 39 બેઠકોમાં યુપીએ (ડીએમકે અને કોંગ્રેસ)ને 3પ બેઠકો મળવા જઈ રહી છે. દક્ષિણના આ મહત્‍વપૂર્ણ રાજયમાં એનડીએનું ખાતુ પણ નહીં ખુલે જયારે એઆઈડીએમકેને 4 બેઠકો મળવાનું અનુમાન છે.

પોલ મુજબ એનડીએને 1 બેઠક મળી શકે છે. રાજયમાં કોંગ્રેસ સહિત ઘણા પક્ષોના ગઠબંધન યુડીએફને 16 અને એલડીએફને 3 બેઠક મળીશકે છે. જોકે ભાજપના એક નેતાનું કહેવું છે કે પાર્ટીને તિરૂવનંતપુરમ સહિત 3 બેઠકો મળી શકે છે.

ટાઈમ્‍સ નાઉ-વીએમઆર પોલમાં સામે આવ્‍યું છે કે આંધ્રપ્રદેશમાં યુપીએ અને એનડીએનું ખાતુ પણ નહીં ખુલે. અહી વાયઆરએસસીપીને ર3 અને ર બેઠકો ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને મળશે.

આંધ્રપ્રદેશથી અલગ થઈને બનેલા તેલંગણા રાજયમાં લોકોનો જૂકાવ ટીઆરએસ તરફ છે. અહીની 17 બેઠકોમાંથી ટીઆરએસને 10, યુપીએને પ અને એનડીએને માત્ર 1 બેઠક મળવાનું અનુમાન છે. એક સીટ અન્‍યના ખાતામાં જઈ શકે છે.

રાજયમાં હાલમાં કોંગ્રેસ અને જેડીએસની સંયુકત સરકાર છે. પોલનું માનીએ તો લોકસભા ચૂંટણીમાં અહીં કાંટાની ટકકર જોવા મળશે. રાજયની કુલ ર8 બેઠકોમાંથી યુપીએને 14 અને એનડીએને 14 બેઠકો મળી શકે છે. બીએસપી અને અન્‍યના ખાતા પણ નહીં ખુલે.

ઉલ્‍લેખનીય છે કે, આ પોલ માટે દેશભરના 1પ,731 લોકોનો મત લેવાયો છે. કુલ 703 પોલિંગ સ્‍ટેશનોને કવર કરાયા છે અને દરેક પોલિંગ સ્‍ટેશનથી લગભગ ર3 લોકોના સેમ્‍પલ્‍સ લેવાયા છે.


અમરેલી જિલ્‍લા સહિત દેશભરમાં ભયંકર બેરોજગારી : દર વર્ષે ર કરોડ નોકરી આપવાનાં વચનનું સુરસુરીયુ

દેશનાં વિપક્ષી નેતાઓ આગામી દિવસોમાં બેરોજગારી પ્રશ્‍ને હલ્‍લાબોલ કરે તેવી શકયતાઓ

નવી દિલ્‍હી, તા. 31

કેન્‍દ્ર સરકાર દેશના અર્થતંત્ર અને રોજગારીનું ચિત્ર સારું બતાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ દેશમાં શિક્ષિત યુવાનો રોજગાર વગર વલખા મારી રહૃાા છે તેવી ગંભીર સ્‍થિતિને છુપાવી રહી છે અને આ હકીકતનો પર્દાફાશ નેશનલ સેમ્‍પલ સર્વે ઓફિસ ઘ્‍વારા કરવામાં આવ્‍યો છે. જેમાં નેશનલ સેમ્‍પલ સર્વેનો એક રિપોર્ટ બહાર આવ્‍યો છે અને તેમાં એવો ઉલ્‍લેખ છે કે, દેશમાં ભયંકર બેરોજગારી છે અને તે ચાર દશકાની ટોચ ઉપર છે.

રિપોર્ટમાં સવિસ્‍તરણ આંકડાકીય માહિતી પુરી પાડવામાં આવી છે. જેમાં એવો ઉલ્‍લેખ છે કેર017-18માં દેશમાં બેરોજગારીનો રેટ ચાર દશકાની ટોચ ઉપર એટલે કે 6.1 ટકા રહૃાો છે.

સરકારે આ સર્વેના રિપોર્ટને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને યુવાનોમાં ભયંકર બેરોજગારી દેખાઈ છે તેવી વાત છુપાવવાનો પ્રયાસ કર્યો છે. ફકત સારી સારી વાતો કરીને લોકોને ઉલ્‍લુ બનાવવાના નાણામંત્રાલય સહિતના અલગ-અલગ મંત્રાલયોના પેંતરા ખુલ્‍લા પડી ગયા છે.

આ રિપોર્ટ વિવાદાસ્‍પદ બની રહેવાની સંભાવના છે કારણ કે, ગઈકાલે જ નેશનલ આંકડાકીય કમિશનના ચેરમેન અને સભ્‍યએ રાજીનામા આપી દીધા હતા. મોદી સરકારે તેમના રિપોર્ટને દબાવી દીધો હતો તેનાથી નારાજ થઈને તેમણે રાજીનામા આપી દીધા હતા અને આ દરમિયાન નેશનલ સેમ્‍પલ સર્વેનો રિપોર્ટ સાચો બહાર આવી ગયો છે ત્‍યારે મોદી સરકારની મૂંઝવણ વધી ગઈ છે.

નેશનલ સેમ્‍પલ સર્વેના રિપોર્ટમાં એવો ઉલ્‍લેખ છે કે, 197ર-73માં દેશમાં બેરોજગારીનો દર સૌથી ટોચ પર હતો અને ત્‍યારબાદ ર017-18માં તેનાથી પણ ઉંચો બેરોજગારીનો દર ગયો છે. શિક્ષિત યુવાનો નોકરી માટે ફાફા મારી રહૃાા છે અને પરિવારો તબાહ થઈ રહૃાા છે. શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરનારા મા-બાપો ભયંકર માનસિક પીડા ભોગવી રહૃાો છે. નોટબંધી બાદ રોજગારી વધી છે તેવા સરકારના દાવા હાસિયાસ્‍પદ અને ઉલ્‍લુ બનાવનારા સાબીત થઈ રહૃાા છેતેમ આ રિપોર્ટ પરથી પુરવાર થાય છે. દેશની જનતાને બેરોજગારીની આવી ભયંકર સ્‍થિતિની સાચી માહિતી નહીં આપવાના સરકારના વલણની સામે વિપક્ષ તડાપીટ બોલાવશે તેવી શકયતા છે. દેશમાં ભયંકર બેરોજગારી છે તે વાતને લઈને વિપક્ષ ઘ્‍વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવે તેવું દેખાય છે. ગઈકાલે પણ નેશનલ આંકડાકીય પંચના ચેરમેનના રાજીનામા બાદ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા ચિદમ્‍બરમે આકરી ટીકા કરી હતી અને વધુ એક સંસ્‍થાનું પતન થયું હોવાનો ભારે ઉગ્ર પ્રતિભાવ આપ્‍યો હતો અને દેશમાં ભયંકર બેરોજગારી ફાટી   નીકળી છે તે હકીકત બહાર આવી છે. ત્‍યારે કોંગ્રેસ સહિતના વિપક્ષ સરકારને સામસામે લેશે તેવું દેખાય છે.


રેલ્‍વે વિભાગનાં કર્મચારીએ આત્‍મહત્‍યા કરી લેતાં દામનગર પંથકનાં ર રેલ્‍વે ફાટક કાયમી ધોરણે બંધ

સ્‍થાનિક આગેવાનોએ સાંસદ અને ડીઆરએમને રજૂઆત કરી

દામનગર, તા. 31

એક સપ્‍તાહ પૂર્વે રેલવે ફાટક પર ફરક બજાવતા કર્મચારીએ ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આત્‍મહત્‍યા કરતા તંત્રએ વિચિત્ર નિર્ણય લીધો. દહીંથરા છભાડીયા માર્ગ પર ફાટક રાત્રી માટે સદંતર બંધ કરવા નિર્ણય ફાટક નં. સી9 અને સી10 રાત્રી માટે કાયમ બંધ કરવાના તધલતી ફતવા સામે રાહદારીઓમાં રોષ , ગ્રામ્‍ય વિસ્‍તારમાં રાત્રી અવરજવર બંધ થતા ભારે નારાજગી સાથે સ્‍થાનિક અગ્રણીઓ ર્ેારા રેલવે તંત્રનાં ડી.આર.એમ. સહિતના ઉચ્‍ચ અધિકારી સમક્ષ રજૂઆત છભાડીયા દહીંથરા માર્ગ પર આ બંને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રાત્રીના સમયે કોઈ પણ અવરજવર ન થઈ શકે આવો વિચિત્ર નિર્ણય સામે સ્‍થાનિકોમાં ભારે નારાજગી આ બંને ફાટક બંધ કરવાનાં નિર્ણય સામે સ્‍થાનિકોની ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત ડી.આર.એમ. સહિત ધારાસભ્‍ય સાંસદ સુધી ફરિયાદ કરાઈ છે.


અમરેલી પાલિકાનાં નગરસેવકનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

13 પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા, 1 નાશી છુટયો

અમરેલી, તા. 31

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍તરાયે જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્‍વયે ગઈકાલનાં રોજ રાત્રીનાં સમયે અમરેલી એસીબીના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એલસીબી ટીમને જુગાર અંગે ચોકકસ બાતમી મળેલ કે અમરેલી શહેરમાં બટારવાડી વિસ્‍તારમાં અમરેલી નગરપાલિકાના સદસ્‍યના હોદા ઉપર શરૂ એવા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવે છે તેવી સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલ નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 13 ઈસમો પકડાઈ ગયેલ. અને એક ઈસમ હાજર મળી આવેલ ન હોય તમામ 14 આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને અમરેલી શહેર પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને જુગારનો અડો ચલાવનાર અને હાજર નહીં મળી આવનાર ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતાં રેઈડ દરમ્‍યાન પકડાયેલ ઈસમોમાં (1) સરફરાજ કાળુભાઈ બિલખીયા, (ર) સાહિલ અબ્‍દુલભાઈ મેતર, (3) ગનીમિયાએહમદમિયા સૈયદ, (4) પ્રદિપ બાવભાઈ બોસમીયા, (પ) કરીમ વલીભાઈ મોમાણી, (6) ઓસમાણ કરીમભાઈ લાખાણી, (7) કાસમ ઈસ્‍માઈલભાઈ શેખ, (8) હુસેન હાજીભાઈ બિલખીયા, (9) યુનુસ ઉર્ફે અલી રજાકભાઈ મેતર, (10) રમીઝ રહીમભાઈ પરમાર, (11) ફિરોજ હુસેનભાઈ આરબીયાણી, (1ર) રફીક સતારભાઈ કાલવા, (13) મહેબુબ હબીબભાઈ માંડલીયા.

હાજર નહી મળી આવનાર આરોપી કાળુ નાનભાઈ બિલખીયાને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રોકડ રૂા. 1,34,870 તથા ગંજીપતાના પાના નંગ-પર તથા મોબાઈલ ફોન નંગ-1પ કિંમપ રૂા. પ3,પ00 તથા મોટર સાયકલ નંગ-4 કિંમત રૂા. 1,40,000 મળી કુલ રૂા. 3,ર8,370નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.


લ્‍યો બોલો : બાબરાનાં કરીયાણા માર્ગે અચાનક બાઈક સળગી ગયું

મિત્રનું બાઈક બહારગામ જવા લીધું હતું

અમરેલી, તા.31

બાબરા ગામે આવેલ કરીયાણા રોડ ઉપર રહેતા ભનુભાઈ નારણભાઈ ધુંધવાળાને ચાંચબંદર ગામે ખરખરાના કામે જવાનું હોય જેથી ગત તા.ર9/1ના રોજ રાત્રે પોતાના મિત્ર મહમદ સીદી રહીમભાઈ અજમેરીનું મોટર સાયકલ નં. જી.જે. 14 એ.એન. 636ર માંગીને લીધેલ અને પોતાના ઘરે ફળીયામાં પાર્ક કરેલ. જે મોટર સાયકલ રાત્રીના સમયે અચાનક            સળગી જતાં રૂા. 60 હજારનું નુકસાન થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


લાઠીના મતિરાળા અને દુધાળા ખાતેથી 11 પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા

અમરેલી, તા.31

લાઠી તાલુકાના મતિરાળા ગામે રહેતા નરેશ દાનાભાઈ લુવાર, વિજય હરજીભાઈ બગડા વિગેરે પાંચ જેટલા ઈસમો ગઈકાલે સાંજના સમયે મતિરાળા ગામે આવેલ જીનની સામે કાંટાની વાડમાં કુંડાળુ વળી પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમતા હોય, લાઠી પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 4060, મોટર સાયકલ નંગ-3 કિંમત રૂા. પ0,000 મળી કુલરૂા. પ4,060ની મતા સાથે પાંચેય ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બીજા બનાવમાં દુધાળા ગામની સીમમાં અરજણભાઈ રાઠોડની વાડી પાસે ગઈકાલે બપોરે લાઠી ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મુન્‍નાશા નનુશા ફકીર તથા કેરાળા ગામે રહેતા કિશોર બેચરભાઈ મકવાણા સહિત 6 જેટલા ઈસમો જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય પોલીસે તેમને પણ ઝડપી લીધા હતા.


બાબરાનાં ઈંગોરાળા ગામની શાળાનો ઓરડો ધબાય નમઃ

ઘણા સમયથી બિસ્‍માર હોય રીપેરીંગ કરાતું ન હોય

બાબરાનાં ઈંગોરાળા ગામની શાળાનો ઓરડો ધબાય નમઃ

સદ્રશીબે બાળકો મેદાનમાં હોવાથી જાનહાનીથી બચી શકાયું

શાળાની બાજુમાં નવું મકાન બની ગયું છતાં કોઈ વિવાદનાં કારણે કાર્યરત ન થયું

બાબરા, તા. 31

અમરેલી જિલ્‍લાના બાબરાના ઈંગોરાળા ગામે એક પ્રાથમિક શાળા છેલ્‍લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. તેમ છતાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આ જર્જરીત ઓરડામાં બેસાડવામાં આવતા હતા. છેલ્‍લા ઘણા સમયથી આ શાળા જર્જરીત હાલતમાં હતી. ત્‍યારે આજે એવી ઘટના બની કે જેમાં વિદ્યાર્થીઓના જીવ બચ્‍યા. થયું એવું કે આજે શાળા ચાલુ હતી રિશેષનો સમય હતો અને ગામમાં કોઈ પ્રસંગ હોવાને કારણે નાના ભુલકાઓ શાળાના ગ્રાઉન્‍ડમાંથી બહાર નીકળ્‍યા અને આ ઓરડાની દીવાલ પડી ઓરડાનો કાંટમાળ નીચે પડયો. આજ ઓરડાની બાજુના કલાસરૂમમાં વિદ્યાર્થીઓ બેસીને અભ્‍યાસ કરી રહૃાા હતા જેથી આ સમયે વિદ્યાર્થી બહાર હોવાથી ચમત્‍કારીક રીતે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો અને તમામ વિદ્યાર્થીઓને નવા બનેલા બિલ્‍ડીંગમાં ખસેડવામાં આવ્‍યા.

આ ઘટનાની જાણ થતાં બાબરા મામલતદાર, શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઘના સ્‍થળે દોડી ગયા હતા. પરંતુ વા એ છે કે, ઘણા સમયથી આ જર્જરીત શાળાની બાજુમાંનવું બિલ્‍ડીંગ બની ગયું હતું પરંતુ આ શાળાના પૂર્વ આચાર્ય અને દાતાના વિવાદને કારણે આ બિલ્‍ડીંગમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા ન હતા. જેથી સવાલ એ છે કે, આ લોકોના વિવાદમાં આ વિદ્યાર્થીઓ સાથે અનિચ્‍છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ ? અને સરકારી તંત્ર ઘ્‍વારા આ લોકો સામે કયારે પગલાં લેવાશે તે જોવું રહૃાું.

આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, અમોએ બે મહિના પહેલા સંકુલ ખાલી કરવાનું આચાર્યને સુચના આપી હતી પણ અત્‍યારે તાત્‍કાલીક અમો નવા બિલ્‍ડીંગમાં તમામ વિદ્યાર્થીઓને ખસેડી લીધા છે.

ત્‍યારે મામલતદાર ખીમાણીએ જણાવ્‍યું હતું કે, અમોને જાણ થતાં અમે તાત્‍કાલીક દોડી આવ્‍યા હતા અને તમામ વિદ્યાર્થીઓને નવી શાળામાં શિફટ કરી દેવામાં આવ્‍યા છે.


બાબરાનાં ખાખરીયા ગામની સીમમાંથી દેવીપૂજક આધેડ મહિલાની લાશ મળી

ચરખાની મહિલા બે દિવસથી ગુમ થયા બાદ લાશ મળી

લાશ નજીકથી ઝેરી દવાની કોથળી મળી, તપાસ શરૂ

બાબરા, તા.31

બાબરા તાલુકાનાં ખાખરીયા ગામ નજીકની સીમમાં દેવીપૂજક પરિવારનાં કુળદેવી મેલડી માતાના મઢ નજીકથી 4પ વર્ષિય આધેડ મહીલાની લાશ મળી આવતાં પોલીસ હેડ કોન્‍સ. નવઘણભાઈ સીંધવ સહીતનો કાફલો મોડી સાંજે ઘટના   સ્‍થળે દોડી જવા પામેલ છે.

મળતી વિગત મુજબ ચરખા ગામે રહેતી દેવીપૂજક ચંપાબેન કાળુભાઈ ચારોલીયા (ઉ.વ. 4પ) ગઈકાલ બપોર બાદ પોતાના ઘેરથી બાબરાની બુધવારી બજારમાં ખરીદી કરવા માટે નીકળ્‍યા બાદ ઘેર પરત નહીં આવતા પોલીસ મથકમાં મહીલા ગુમ થવા અંગે આજે બપોર બાદ અરજ આપવામાં આવી હતી.

બાદમાં તેની લાશ કુળદેવી મંદિર નજીકથી મળવા પામતા અનેક તર્ક થવા પામ્‍યા છે. ઘટના સ્‍થળે દોડી ગયેલી પોલીસનાં જણાવ્‍યા મુજબ મહીલાની લાશ નજીકથી ઝેરી દવાની કોથળી મળી આવી છે. અને હાલ ડેથ બોડી સીવીલમાં ખસેડવા તજવીજ શરૂ છે. પારિવારીક પુછપરછ બાદ બનાવ અંગે ભેદ ઉકેલાવા સંભવ હોવાનું જાણવા મળેલ છે.


હદ થઈ : બગસરા શહેરનાં રાજમાર્ગ સમાન બસ સ્‍ટેન્‍ડ માર્ગનું લોકાર્પણ કરવામાં આવતું નથી

ગલીએ ગલીએ ફરતાં આગેવાનો કેમ કાંઈ કરતા નથી તેવો પ્રશ્‍ન

બગસરા, તા. 31

બગસરા શહેરની જનતાને કોણ જાણે કયારે દુઃખના દિવસો જશે તે સમજાતું નથી. શહેરના મઘ્‍યમાં આવેલ અને બસ સ્‍ટેશન તરફ જવાનો એકમાત્ર સરળ રસ્‍તો આમ જનતા માટે ખુલ્‍લો ન મુકાતા શહેરીજનોમાં અનેક તર્ક વિર્તક થઈ રહૃાા છે. રોડ બન્‍યાને 6 માસ બાદ તોડી ફરી બનાવ્‍યો તો શું નગરપાલિકા ઘ્‍વારા બીલ પાસ કરી પછી જનતા માટે ખુલ્‍લો મુકવો કે જેનાથીપાછો રોડ ખરાબ બન્‍યો હોય તો કોન્‍ટ્રાકટરનું બીલ અટવાય નહીની મેલી મુરાદ છે કે પછી જેમ પોલીસ સ્‍ટેશનથી કુંકાવાવ નાકા રોડ આર.સી. ફળદુ ઘ્‍વારા ખુલ્‍લો મુકવામાં આવેલ તેમ ગોલ્‍ડ રોડના નામે પ્રખ્‍યાત એવા રોડનું લોકાર્પણ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્‍તે કરાવવું છે. આમાંથી બીજું જે કાંઈ હોય પણ નગરપાલિકા ઘ્‍વારા આ રસ્‍તો પ્રજાજનો માટે જવા ખુલ્‍લો મુકવામાં આવે તેવી આમ જનતાની રજુઆત છે.


હદ થઈ : બાબરા શહેરમાં ખુંટિયાઓએ તરખાટ મચાવતાં જીવદયા પરિવારે કાબુ મેળવ્‍યો

શહેરમાં અંદાજિત 100 જેટલા ખુંટિયાઓનો આંતક

હદ થઈ : બાબરા શહેરમાં ખુંટિયાઓએ તરખાટ મચાવતાં જીવદયા પરિવારે કાબુ મેળવ્‍યો

રખડતા પશુઓની સમસ્‍યાઓનું કોઈ નિરાકરણ થતું નથી

બાબરા, તા. 31

બાબરામાં વધતા જતા આખલાઓના ત્રાસના કારણે શહેરના લોકોમાં ભયની લાગણી છે. કારણ કે અહીં રોડ વચ્‍ચે તેમજ મુખ્‍ય બઝારમાં આ અવારનવાર આખલા યુઘ્‍ધ સર્જાય છે. જેના કારણે લોકોને ઘણીવાર નાનીમોટી ઈજાઓ થાય છે. તેમજ રોડ વચ્‍ચે આખલા યુઘ્‍ધનાં કારણે અનેક અકસ્‍માતો સર્જાય છે. બાબરા શહેરમાં એકઅંદાજ મુજબ 100 વધુ ખુંટિયાનું વસવાટ છે, જેના કારણે અવારનવાર આખલા યુઘ્‍ધ સર્જાય છે, અને રાહદારીઓને હાડમારી ભોગવવાનો વારો આવે છે. તેમજ આખલો માનસિક સ્‍થિતિ ગુમાવે ત્‍યારે શહેરની પરિસ્‍થિતિ વધુ વણશે છે અને અફડાતફડીનો માહોલ સર્જાય છે. હજુ થોડા દિવસોમાં પહેલા એક ખુંટિયાએ માનસિક સ્‍થિરતા ગુમાવતા પાલિકા પ્રમુખ ર્ેારા ચાર જેટલી ટિમો બનાવી મહામહેનતે ખુંટિયાને કાબુ કરવામાં આવ્‍યો હતો.

ત્‍યારે આજે બપોરે ફરીવાર વધુ એક ખુંટિયાએ અસ્‍થિરતા ગુમાવતા ભારે નાસભાગ મચી ગઈ હતી જોકે આ આખલો કોઈને નુકશાન પહોંચાડે તે પહેલાં જીવદયા પરિવારનાં સભ્‍યો ર્ેારા તાબડતોબ ખુંટિયાને કાબુ કરી શહેરની બહાર મુકવામાં આવતા લોકોએ રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.


અમરેલીની વિદ્યાસભા શાળામાં ‘ગાંધી નિર્વાણ દિન’ની ઉજવણી

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક વિભાગ તેમજ તમામ શાળાઓના સંયુકત ઉપક્રમે તા.30/01/ર019ને બુધવારના રોજ ભગાંધી નિર્વાણ દિનભની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ શાળાઓના પ્રિન્‍સીપાલ તેમજ શિક્ષકમિત્રો હાજર રહી ગાંધીજીના ફોટાને સુતરની આટી પહેરાવી તથા પુષ્‍પો તેમજ ફુલહાર અર્પણ કરી તેમજ સ્‍કુલનબાળકોએ ગાંધીજીની વેશભુષા સજજ થઈ શાંતિનો સંદેશ પાઠવેલ. ભારતના સ્‍વાતં:ભ્‍ય સંગ્રામના મહાનાયક વિશ્‍વમાનવ એવા ગાંધીજીને અમરેલીમાં ગાંધીબાગમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરીને દેશમાં પણ શાંતિમય વાતાવરણ રહે તેવો સંદેશો આપેલ.


અમરેલીનાં 108, ખિલખિલાટ અને 181 અભયમ્‌નાં કર્મચારીઓનું સન્‍માન થયું

અમરેલી, તા. 31,

પ્રજાસત્તાક દિને અમરેલી જીલ્‍લાનાં 108ના કર્મચારી ઈએમટી શિલ્‍પાબેન ડોડિયાએ વર્ષ ર018 દરમિયાન ઉતમ પ્રાથમિક સારવાર આપી અનેક દર્દીઓનાં જીવ બચાવેલ તથા પાઈલોટ ધર્મેન્‍દ્રસિંહ ગોહિલને એમ્‍બ્‍યુલન્‍સની સારી એવરેજ તથા સચોટ અને સાવચેતી પૂર્વકનું વાહનચાલન તથા સમય સૂચકતા બદલ, તથા 181 અભયમ્‌ મહિલા હેલ્‍પલાઈનનાં કાઉન્‍સેલર રોબિનાબેન બ્‍લોચને સચોગ કાઉન્‍સીલીંગ તથા સલાહ, સૂચન અને યોગ્‍ય માર્ગદર્શન આપી મહિલાઓને જરૂરી મદદ પૂરી પાડવા બદલ તથા ખિલખિલાટ વાનનાં કેપ્‍ટન રવિરાજ વાળાને માતા અને બાળકને હોસ્‍પીટલથી ઘર સુધી સહી સલામત રીતે પહોંચાડેલ છે. સાથે સાથે ખિલખિલાટ વાનની સારી એવરેજ તથા સચોટ અને સલામતી પૂર્વકનું વાહનચાલન તથા એએનસી/પીએનસી 1 વર્ષ સુધીનાં બાળકો, 1-પ વર્ષ સુધીના કુપોષિત બાળકોને હોસ્‍પીટલથી ઘર સુધી સહસલામત રીતે પહોંચાડેલ છે. તે બદલ ખાંભા મુકામેમંત્રી વિભાવરીબેન દવે (રાજયકક્ષાનાં મંત્રી, મહિલા અને બાળકલ્‍યાણ, શિક્ષણ (પ્રાથમિક/ઉચ્‍ચ) અને યાત્રાધામ)નાં વરદ હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવેલ છે.


01-02-2019