Main Menu

January, 2019

 

સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી

નાણા અને સમયનો વ્‍યય અટકાવવા સામાજીક શકિત આવશ્‍યક, સંતો-મહંતોના આર્શિવાદ

સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી

કોળી સમાજ, આહીર સમાજ અને વાંજા સમાજ દ્વારા રાજુલા, કોવાયા, કુંડલા ખાતે યોજાયા લગ્નો

અમરેલી, તા. ર9

માતા-પિતાને જો કોઈ મોટી સમસ્‍યા સતાવતી હોય તો તે છે સંતાનોના લગ્ન અને તેનું ભવિષ્‍ય. લગ્ન મહોત્‍સવ દિનપ્રતિદિન ખર્ચાળ બનતા જાય છે તેવા સમયે સમુહલગ્નો સમય અને નાણાનો વ્‍યય થતો અટકાવે છે તેમ કોળી સમાજ રાજુલા, આહીર સમાજ કોવાયા અને વાંજા સમાજ સાવરકુંડલા ખાતે આયોજીત સમુહલગ્ન સમારંભમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્‍યું હતું.

સંઘાણીએ જણાવેલ કે, સમુહલગ્ન સાંપ્રત સમયની માંગ છે, સામાજીક ક્રાંતિ માટે સમુહ શકિત આવશ્‍યક છે. આ પ્રકારની વ્‍યવસ્‍થાનો સૌએ લાભ લેવો જોઈએ. સંયુકત પરિવારભાવના કેળવવા નવદંપતિઓને શીખ આપવામાં આવી હતી. સમુહલગ્ન સમારંભોમાં દિલીપ સંઘાણી ઉપરાંત બગદાણા આશ્રમના મહંત પૂ. મનજીબાપા, પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઈ સોલંકી, જયંતિભાઈ જાની, દાદભાઈ વરૂ, શિવભાઈ રાજગોર, જીગ્નેશભાઈ પટેલ,મીઠાભાઈ લાખણોત્રા, કમલેશભાઈ સોલંકી, જીતુભાઈ ડેર, સામતભાઈ વાઘ, રશિમનભાઈ ડોડીયા, ચંદ્રકાંતભાઈ ભરખડા, મીતેષભાઈ ડોડીયા, રેખાબહેન માવદીયા, કિર્તિભાઈ ભરખડા, શરદ પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા તેમ યાદીમાં જણાવાયેલ છે.


કોવાયામાં આહીર સમાજ ર્ેારા આઠમો સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

રાજુલા નજીક આવેલ કોવાયા મુકામે અહિર સમાજ ર્ેારા આઠમાં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નમાં કુલ 3ઢ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહ લગ્ન કાર્યક્રમની શરૂઆત દિપ-પ્રાગટય કરી કરવામાં આવી હતી. સમુહ લગ્નમાં પધારેલ તમામ મહેમાનોને નાની બાળાઓ ર્ેારા કુમ-કુમ તીલક કરી અને સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નમાં પધારેલ મહેમાનો બીજલ ભગત, લવકુશ બાપુ, જોગીન્‍દ્રદાસ બાપુ, પ્રકાશનાથ બાપુ, અંબરીશભાઈ ડેર, ધારાસભ્‍ય, દિલીપભાઈ સંઘાણી, જીતુભાઈ ડેર, હરીભાઈ નકુમ, બાબુભાઈ રામ, બાબુભાઈ જાલધરા, જેસાભાઈ રામ, દડુભાઈ વાઘ, ગોપીકા તીવારી, ભાનુકુમાર સદાનંદ, વિવેક ખોસલા, સીતારામ મુળુ, સંતો મહંતો અને રાજકિય અને સામાજીક આગેવાનો ઉપસ્‍થિત રહી અને નવદંપતિઓને રૂડા આશીર્વચન પાઠવેલ અને સમાજમાં ચાલી રહેલ રીત-રીવાજો વિશે વિવિધ પ્રકારની વિસ્‍તૃત ચર્ચાઓ કરી અને સમાજકેવી રીતે આગળ આવે તે દિશામાં તમામ મહાનુભાવોએ પોતાના વકતવ્‍યમાં જણાવેલ. આ સમુહ લગ્ન સમારોહના સમગ્ર ખર્ચનાં મુખ્‍યદાતા બાઘાભાઈ નાકરાભાઈ લાખણોત્રા હતા તે બદલ તેમનું સન્‍માન પણ કરવામાં આવેલ હતું. કોવાયા આહિર યુવક મંડળ ર્ેારા બાકીનાં જે બીજા ગામો આ સમુહ લગ્નનું આયોજન કરે છે તે તમામ ગામનાં સમુહ લગ્નની કમીટીમાં સભ્‍યોનું પણ સારૂ કામ કરવા બદલ સન્‍માનિત કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું એન્‍કરીંગ કાળુભાઈ લાખણોત્રા અને ભોળાભાઈ વાઘ ર્ેારા પોતાની આગવી શૈલીમાં કરવામાં આવ્‍યું હતું. આ આઠમાં સમૂહ લગ્નને લઈને કોવાયા આહિર યુવક મંડળ અને સમસ્‍ત કોવાયા ગામએ એકજુથ થઈ અને દિનરાત તડામાર તૈયારીઓ કરી અને આ સમુહ લગ્ન સમારોહને સફળ બનાવ્‍યો હતો.


30-01-2019


બાબરામાં પાલિકા ર્ેારા ગૌ-શાળાનાં લાભાર્થે લોકડાયરો યોજાયો

બાબરામાં નગરપાલિકા કચેરી ર્ેારા ર6મી જાન્‍યુઆરીનાં રાત્રીનાં ગૌશાળાનાં લાભાર્થે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પૂજય ઘનશ્‍યામદાસબાપુ, પૂજય રાજુબાપુ, ભુપેશબાપુ, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, લાઠીતાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તળાવીયા, જિલ્‍લા પંચાયતના સભ્‍ય હરેશભાઈ શિયાણી, જસમતભાઈ ચોવટિયા, મનસુખભાઈ પલસાણા, બાબુભાઈ કારેટિયા સહીતનાં બાબરા નગરપાલિકાનાં સભ્‍યો સહિતનાં સ્‍થાનિક ગૌપ્રમેી, જીવદયા પરિવારનાં સભ્‍યો અને સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહૃાા. ગૌશાળાનાં લાભાર્થે આયોજિત લોકડાયરામાં મીરાબાઈ આહીર તેમજ આનંદ ઠાકર સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી અને પાલિકા પ્રમુખ સહિતના લોકોએ નોટો ઉડાડી રીતસરની ધન વર્ષા કરવામાં આવતા ગાયોનાંઘાસચારા માટે સારી એવી રકમ એકઠી થઈ હતી.


અમરેલી જિલ્‍લામાં કાતિલ પવન સાથે ઠંડીનો માહોલ

છેલ્‍લા 4 દિવસથી તાપમાનનો પારો ઊંચે ચડતો નથી

અમરેલી જિલ્‍લામાં કાતિલ પવન સાથે ઠંડીનો માહોલ

સમગ્ર પંથકમાં તાપમાનનો પારો 10 ડીગ્રીથી નીચે રહેતો હોય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

આબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ ગરમ કપડાને દિવસ-રાત શરીરે ચડાવીને ફરી રહૃાા છે

અમરેલી, તા. ર8

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ચારેક દિવસથી કાતિલ ઠંડા પવનનાં કારણે સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ગયું છે અને હજુ એકાદ અઠવાડીયા સુધી ઠંડીમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 4 દિવસથી કાતિલ ઠંડો પવન ફંકાઈ રહૃાો હોય તાપમાનનો પારો 10 ડીગ્ર આસપાસ જોવા મળી રહૃાો છે અને હજુ પણ તાપમાનનો પારો નીચે જવાની શકયતાઓ જોવા મળી રહી છે.

કાતિલ ઠંડા પવનનાં કારણે આબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ ગરમ કપડામાં વિંટોળાયેલા જોવા મળી રહૃાા છે. તો ઠંડીનાં કારણે શરદી, કફ, માથાના દુઃખાવા, તાવ જેવા રોગે પણ ઉપાડો લીધો છે.


ભૈ વાહ : લીલીયા મોટા ખાતે આજથી મહુવા-બાન્‍દ્રા ટ્રેનનો સ્‍ટોપ શરૂ થશે

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વર્ષો જૂની માંગ સંતોષાઈ

ભૈ વાહ : લીલીયા મોટા ખાતે આજથી મહુવા-બાન્‍દ્રા ટ્રેનનો સ્‍ટોપ શરૂ થશે

સાંસદ કાછડીયાની ઉપસ્‍થિતિમાં કાર્યકરો ટ્રેનનું સ્‍વાગત કરશે

અમરેલી, તા.ર8

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના સફળ પ્રયાસોથી ગત તા. 3 એપ્રીલ ર916ના રોજ મહુવા-બાંદ્રા ટ્રેનને અઠવાડીયામાં બે દિવસ ચલાવવા માટે તાત્‍કાલિક રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુએ દિલ્‍લી ખાતેથી ડીઝીટલ માઘ્‍યમથી લીલી ઝંડી આપેલ હતી. પરંતુ સદરહુ બંને ટ્રેનો સુપરફાસ્‍ટ હોવાથી લીલીયા મોટા ખાતે સ્‍ટોપ આપવામાં આવેલ ન હતો. ત્‍યારે લીલીયા, અમરેલી અને આસપાસના લોકોની માંગણીઓ અન્‍વયે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સતત રેલ્‍વે વિભાગ અને રેલ્‍વે મંત્રી સમક્ષ રજૂઆતો કરેલ હતી અને જેના પરીણામે આજ તા. ર8 મી જાન્‍યુઆરી ર918 થી આ બંને ટ્રેનો લીલીયા મોટા ખાતે નિયમિત ઉભી રહશે તેમ સાંસદે જણાવેલ છે.

સદરહુ બાબતે સાંસદે વધુમાં જણાવેલ હતુ કે, ટ્રેન નં. રર990 અને રર994 મહુવા થી બાંદ્રા તથા ટ્રેન નં. રર989 અને રર993 બાંદ્રાથી મહુવા સુપર ફાસ્‍ટ ટ્રેનને ટુંક સમયમાં જ સ્‍ટોપ મળતો પ્રાપ્‍ત થઈ જશે તે બાબતે અમોએ ગત તા. 19 જાન્‍યુઆરીના રોજ અખબારોના માઘ્‍યમથી અમરેલી જિલ્‍લાની જનતાને જાણ કરેલ હતી અને આજ તા.ર9 જાન્‍યુઆરીના રોજ રાત્રીના 9:30 કલાકથી લીલીયા મોટા ખાતે નિયમિત સ્‍ટોપ કાર્યરત થઈ જશે અને સાંસદ પણ આજ રોજ મહુવા-બાંદ્રા ટ્રેન મારફત લીલીયા મોટાથી સુરત જવા રવાના થશે જેથી લીલીયા તથા આસપાસના ગામોના કાર્યકરોએ લીલીયા મોટા રેલ્‍વે સ્‍ટેશને ઉપસ્‍થિત રહેવા સાંસદે અનુરોધ કરેલ છે.


મોટા ખૂંટવડા પોલીસે જુગાર રમતાં 7 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા

અમરેલી, તા. ર8

ભાવનગર જીલ્‍લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્‍તનાબુદ કરવાના હેતુસર જીલ્‍લા પોલીસ વડા પી.એલ. માલની અસરકારક કામગીરી કરવાની સૂચનાને અનુલક્ષીને નાયબ પોલીસ અધિક્ષક આર.એચ. જાડેજા મહુવાનાં માર્ગદર્શન મુજબ મોટા ખુંટવડા પોલીસમથકનાં આઈ/સી પો.સબ ઈન્‍સ. એમ. કે. ગોહીલ તથા પો.સ્‍ટાફનાં એ.એસ.આઈ. એમ.એન. બારોટ તથા પો.કોન્‍સ. નાજુભાઈ ભરવાડ તથા ભરતભાઈ બાલધીયા એ રીતેનાં પેટ્રોલીંગમાં હતા તે દરયાન આરોપી (1) વનરાજભાઈ છગનભાઈ શીયાળ રહે. સેદરડા, તા. મહુવા (ર) ભૈયાભાઈ ઉકાભાઈ મકવાણા રહે. બોરડી તા. મહુવા વાળા વિગેરે 7 ઈસમો ગે.કા.રીતે પૈસા પાના વડે હારજીતનો  તીનપતીનો જુગાર રમી કુલ રોકડ રૂા.33,1પ0 સાથે મળી આવતા તમામ વિરૂઘ્‍ધ જુગાર ધારા હેઠળ ધોરણસર કાર્યવાહી કરેલ છે.


ફીફાદ ગામેથી તરૂણીનું લલચાવી ફોસલાવી અપહરણ કરાયું

અમરેલી, તા. ર8,

સાવરકુંડલા તાલુકાનાં ફીફાદ ગામે રહેતી એક તરૂણીને તે જ ગામે રહેતાં મહેશ ઉર્ફ લાલો મનુભાઈ અકબરી નામનો શખ્‍સ ગત તા.ર1નાં રાત્રીનાં સમયે લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં આ અંગે તરૂણીનાં પિતાએ વંડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


ઉંટવડ-નવાણીયા ગામ વચ્‍ચે આવેલ પવનચક્કીનાં અર્થીંગ વાયરની ચોરી

અમરેલી, તા. ર8

બાબરા તાલુકાનાં   ઘુઘરાળા ગામે રહેતાં અને સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતાં વનરાજભાઈ સુખાભાઈ મકવાણાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું છે કે બાબરા તાલુકાનાં ઉટવડ-નવાણીયા ગામ વચ્‍ચે આયોનેકસ કંપનીમાં પવનચક્કીમાં અર્થીગ વાયર ત્રાંબાના કોપર વાયર મીટર 60 કિંમતરૂા.60 હજારનાં ગત તા.ર/1ર ના રોજ કોઈ અજાણ્‍યા તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં            નોંધાવી છે.


બાબરાનાં નીલવડા ગામે ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી જ્ઞા

તિ પ્રત્‍યે અપમાનિત કરવા સબબ નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. ર8

બાબરા તાલુકાનાં નિલવડા ગામે રહેતાં ડાયાભાઈ વાલાભાઈ બગડા નામનાં પ0 વર્ષિય આધેડનાં ઘર પાસે તે જ ગામે રહેતાં ભાભલુભાઈ રાવતભાઈ ધાધલ ગાળો બોલતાં હોય, જેથી ડાયાભાઈએ સામાવાળાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાયેલ ભાભલુભાઈએ કુહાડી વડે મારવા દોડી, જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરી, અગાઉ દારૂનાં કેસમાં કેમ પકડાવેલ તેમ કહી  જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


દામનગરમાં મકાન બંધ કરીને લગ્નમાં જતાં તસ્‍કરો રૂા. 30ર00નો મુદ્યામાલ ઉઠાવી ગયા

પી.જી.વી.સી.એલ. કર્મીનાં ઘરમાં ચોરીનો બનાવ

અમરેલી, તા. ર8

દામનગર ગામે રહેતાં અને ગારીયાધાર ગામે વીજકંપનીમાં કલાર્ક તરીકે કામ કરતાં અલ્‍પેશભાઈ અરવિંદભાઈ ત્રિવેદી ગત તા.ર6નાં સાંજના સમયે પોતાના વતન ઉમરડા ગામે લગ્‍ હોવાથી પોતાનાં ભાડાનાં મકાનને તાળા મારી પરિવાર સાથે ગયા હતા અને ત્‍યાંથી તેઓ તા.ર7નાં રાત્રે પરત ફરતાં પોતાના આ બંધ રહેણાંક મકાનના નકુચા તૂટેલા હતા. ઘરમાંથી રોકડ રકમ રૂા.1રર00 તથા સોનાનું પેડલ તથા ચાંદીના છડા, ચાદીની પોંચી સહિતના દાગીના મળી કુલ રૂા.30ર00નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાનીફરિયાદ દામનગર પોલીસમાં નોંધાઈ છે.


પીપાવાવ શીપયાર્ડમાં પેઢી ધરાવતાં ભાગીદારે બેંકમાંથી બારોબાર રકમ ઉઠાવી લીધી

અમદાવાદ ખાતે રહેતાં ભાગીદાર સામે નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. ર8

રાજુલા તાલુકાનાં ઉટીયા ગામે રહેતાં જેઠસુભાઈ હરસુરભાઈ લાખણોત્રાને પીપાવાવ શીપયાર્ડમાં એફ.એફ. એન્‍જીનીયરીંગ નામની પેઢી આવેલ છે. આ પેઢીનું રાજુલા ખાતે આવેલ એકસીસ બેંકમાં ખાતું આવેલ છે. આ ખાતામાંથી તેમની પેઢીનાં ભાગીદાર ફીરોજ એહમદભઈ ફુલહસન શેખે ગત તા.ર0/1 નાં રાત્રીનાં સમયે અન્‍ય ભાગીદાર દુલાભાઈ મીઠાભાઈ લાખણોત્રાની જાણ બહાર કોઈપણ રીતે ભાગીદારો સાથે વિશ્‍વાસઘાત તથા છેતરપીંડી કરી આર.ટી.જી.એસ.થી ધંધુકા એકસીલ બેન્‍કમાંથી રૂા.6,60,000 ભાગીદારી પેઢીના ખાતામાંથી બે ખાતામાં ટ્રાન્‍સફર કરી ઉપાડી લેતાં આ અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલીનાં નિંભર અધિકારીઓને ‘‘મગરમચ્‍છ એવોર્ડ” આપવો જોઈએ : ડો. કાનાબાર

શહેરનાં વિકાસ સાથે સંકળાયેલ માટે નવા એવોર્ડની રચના જરૂરી

અમરેલીનાં નિંભર અધિકારીઓને ‘‘મગરમચ્‍છ એવોર્ડ” આપવો જોઈએ : ડો. કાનાબાર

સત્તાધારીપક્ષનાં આગેવાને જ વહીવટીતંત્રની પોલ ખોલતાં ભારે ચકચાર મચી

અમરેલી, તા. ર8

1960માં, બૃહદ મહારાષ્‍ટ્રમાંથી ગુજરાતની રચના થઈ ત્‍યારે અમરેલીના સદ્‌ભાગ્‍યે અમરેલીના પનોતા પુત્ર ડો. જીવરાજ મહેતા નવરચિત ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી બન્‍યા. તેમના વતનપ્રેમને કારણે, અમરેલીને જીલ્‍લાનો દરજજો મળ્‍યો અને તેમનીદીર્ઘદ્રષ્‍ટિને કારણે આરોગ્‍ય ક્ષેત્રે અમરેલીને હાલની સીવીલ હોસ્‍પીટલનું અદ્યતન બિલ્‍ડીંગ અને શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિદ્યાસભા નીચે કોલેજો સાથે વિશાળ કેમ્‍પસ, અમરેલીનું એરપોર્ટ વિગેરેની ભેટ    મળી, જે આજે પણ અમરેલીની જનતાની સેવામાં કાર્યરત છે. ત્‍યાર પછીના લગભગ 6 દાયકામાં, કમનસીબે અમરેલીનો જેવો વિકાસ થવો જોઈએ તે થયો નથી. માત્ર ખેતી આધારીત રહેવાથી અને રાજુલા જાફરાબાદ વિસ્‍તારને બાદ કરતાં, કોઈ મોટા ઉદ્યોગો ન આવવાથી, અમરેલી ગુજરાતના પછાત જીલ્‍લાઓમાં એક જીલ્‍લા તરીકે ગણાવા માંડયો છે. સારાં અને હોંશિયાર અધિકારીઓ અમરેલીમાં

પોસ્‍ટીંગ લેવાનું ટાળે છે અને અમદાવાદ-સુરત જેવા મહાનગરોમાં વસવાટ કરતાં મા-બાપો તેમની દીકરી પણ અમરેલીમાં દેવા તૈયાર નથી.

અમરેલીની આ પરિસ્‍થિતિ માટે કોણ જવાબદાર છે તે વિવાદમાં પડવું નથી પણ એટલું કહી શકાય કે છેલ્‍લા પ0 વર્ષમાં અમરેલીમાં જે કાંઈ નવું નિર્માણ થયું છે, જે કોઈ નવી સગવડતાઓ ઉભી થઈ છે તેમાં અમરેલીથી સાહસ કરી બહાર જઈ, મોટા શહેરોમાં સ્‍થાયી થઈ આગળ વધનાર, ડાયમંડ મર્ચન્‍ટસ, બિલ્‍ડરો અને ઉદ્યોગપતિઓનો ફાળો મોટો છે. અમરેલી જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં, આ વતનપ્રેમીઓની ઉદાર સહાયથી અનેક ચેકડેમો અને જળાશયોનું નિર્માણ થયું છે, અન્‍યથા લોકોનેમોટા પાયા પર હિજરત કરી બીજા જીલ્‍લાઓમાં જવું પડયું હોત. એજરીતે હીરાના વ્‍યવસાયે ખેતીની સાથે સાથે રોજગારીમાં મોટો ટેકો ઉભો કર્યો છે જેને કારણે ખેડુતો અને ગ્રામ્‍ય વિસ્‍તારની જનતા ટકી રહી છે.

શહેરમાં ભુગર્ભ ગટરને કારણે ચારે બાજુ રસ્‍તાઓ ખોદાય ગયા છે. આના કારણે સમગ્ર દિવસ દરમિયાન ધૂળની ડમરી ઉડતી જોવા મળે છે. રસ્‍તા પરની દુકાનો તથા તેની અંદરનો માલ સામાન/ફર્નીચર સાંજ સુધીમાં ધૂળથી મઢાય જાય છે. રસ્‍તાપર ચાલતાં અને સ્‍કુટર-મોટર સાયકલ પર નીકળતાં નાગરિકોને સતત આ ઉડતી ધૂળનો સામનો કરવો પડે છે, અને આ ધૂળને કારણે તાવ-શરદી-ઉધરસના દર્દીઓથી અમરેલીના દવાખાનાઓ ઉભરાય રહયા છે. રસ્‍તા પર ઠેકઠેકાણે મસમોટા ખાડાઓને કારણે એકસીડન્‍ટોની સંખ્‍યા પણ વધી રહી છે. બોમ્‍બમારાથી ઘ્‍વંસ થયેલ કોઈ નગર જેવી હાલત શહેરની થઈ છે. જો કે અમરેલીના વેપારીઓ અને નાગરિકો મુંગા મોઢે આ બધું સહન કરી રહયા છે અને જેમની જવાબદારી છે એવા જીલ્‍લાના નેતાઓ અને

વહીવટી તંત્ર નિંભર બની ઘુવડની જેમ આ તમાશો જોયા કરે છે.

કવિ રમેશ પારેખની આ અમરવલ્‍લી છેલ્‍લા લગભગ ર વર્ષથી જાણે ગ્રહણ લાગી ગયું હોય અને જે હાલત થઈ છે તેનાં કારણે અમરેલીની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. (હમણાં, પ્રજાસત્તાક દિવસે, કેન્‍દ્રસરકારે ભારતરત્‍ન, પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી દેશના કેટલાંક ઉમદા વ્‍યકિતઓનું સન્‍માન કર્યુ છે ત્‍યારે)

અમરેલીની આ સ્‍થિતિ માટે જવાબદાર તમામ લોકો માટે, કેટલાંક નવા એવોર્ડની રચના કરી, તેમને આપવા જોઈએ. જેમકે, અમરેલીના રસ્‍તાઓને આડેધડ ખોદી નાખી, શહેર જાણે બોમ્‍બ મારો થયો હોય તેવું ખંડેર જેવું બનાવી દેનાર કોન્‍ટ્રાકટરોને ભભચંગીઝખાનભભ અને ભભમહમદ ગીઝનીભભ એવોર્ડ આપવો જોઈએ. જીલ્‍લામાં ચાલતાં વિકાસના નવા કામોની દેખરેખ રાખવાનું કામ જેમનું છે તેવા તમામ અધિકારીઓ કે અમરેલીની આ દુર્દશા જોયાં પછી પણ જેમના પેટનું પાણી હલતું નથી તેવાં બધાજ નિર્ભર અધિકારીઓને તેમની સંવેદનહીન જાડી ચામડી માટે ભભમગરમચ્‍છ એવોર્ડભભ આપવો જોઈએ. અમરેલી જીલ્‍લાનું મુખ્‍ય મથક હોવા છતાં, આ બદતર હાલત જોયા પછી પણ જેની ઉંઘ ઉડતી નથી તેવા અમરેલીના નેતા હોવાનો ફાકો રાખતાં તમામ આગેવાનોને ભભકુંભકર્ણભભ એવોર્ડ આપવો જોઈએ, છેલ્‍લા ર વર્ષથી, ખાડા-ટેકરા વાળા રસ્‍તાઓ અને તેમાંથી ઉડતી ધૂળ સતત ખાતાં રહેલાં હોવા છતાં, જેણે ઉંહકારો પણ કર્યો નથી તેવી અમરેલીની જનતાને તેની સહનશીલતા માટે ભભમહાસહનશીલ એવોર્ડભભ આપવો જોઈએ.


વરરાજાના વરઘોડાનાં સમયે માથુ દીવાલ સાથે અથડાતા ઘોડીનું મોત

ધારી નજીક આવેલ શિવડ ગામે માથુ દીવાલ સાથે અથડાતા ઘોડીનું મોત

અમરેલી, તા. ર8

હાલમાં લગ્નસરાની મૌસમ પુર બહારમાં ખીલી છે, ત્‍યારેજાનમાં આવેલા જાનૈયાઓ વરરાજાના વરઘોડાનાં સમયે ખાસ કીને ઘોડા-ઉંટ ઉપર બેસી શાહી સવારી માણે છે. અને તેવા સમયે ઘોડાઓને ખેલવા માટે કેટલાંક લોકો ઘોડીને નાચ નચાવે છે. તો કેટલાંક લોકો ઘોડેસવારી કરી ઘોડાનાં બે પગેઉભા કરી કૌશલ્‍ય બતાવે છે. ત્‍યારે આવા સમયે કોઈ અકસ્‍માત થાય તો આ પાલતું પ્રાણીઓને જીવ ગુમાવવાનો વખત આવે છે. આવો જ એક બનાવ ગત તા.ર1નાં રોજ શિવડ ગામે બનતાં એક ઘોડી પોતાનું કૌશલ્‍ય બતાવતી વખતે તેમનું માથું દિવાલ સાથે અથડાતાં ઘોડીનું મોત થયાનું જાણવા મળેલ છે. અને આ અંગેનો વિડીયો પણ સોશ્‍યલ મીડીયામાં વાયરલ થવા પામેલ છે. આ વિડીયોમાં જોઈએ તો લગ્નનો વરઘોડો ગામમાં ફરી રહૃાો હતો તેવા સમયે એક ઘોડી પોતાનું કૌશલ્‍ય બતાવી રહી હતી ત્‍યારે અચાનક જ કોઈ કારણોસર આ ઘોડી એક દિવાલ પાસે આવી નિચે પડી જતાં ઘોડીનું માથું ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ પડતાં આ ઘોડીનું મોત થયાનું વિડીયોમાં જોઈ શકાય છે.


અમરેલી જિલ્‍લામાં પ્રજાસત્તાકદિનની ઉત્‍સાહભેર ઉજવણી

ખાંભા ખાતે મંત્રી વિભાવરીબેન દવેનાં વરદ્‌હસ્‍તે ઘ્‍વજવંદન કરાયું

અમરેલી જિલ્‍લામાં પ્રજાસત્તાકદિનની ઉત્‍સાહભેર ઉજવણી

આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત સૌપ્રથમ ગુજરાતમાં આપવામાં આવ્‍યું

અમરેલી, તા. ર8

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા મથકે 70મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્‍યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્‍ચે રાષ્ટ્રઘ્‍વજ લહેરાવી સલામી આપી હતી.

પ્રજાસત્તાક પર્વની શુભેચ્‍છા પાઠવતા મહિલા અને બાળ કલ્‍યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્‍યું  હતુ કે, સ્‍વતંત્રતા મળ્‍યા બાદ પૂર્વ વડાપ્રધાન સ્‍વ.અટલ બિહારી બાજપાઈના સાશનમાં ભારતમાં સુરાજયનો ઉદય થયો હતો. જે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સરકારે અનેકવિધ ક્ષેત્રે દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરી અગ્રેસર બની રહ્યુ છે. ઈસરો દ્વારા એક સાથે 104 ઉપગ્રહ છોડીને વિશ્વમાં ડંકો વગાડયો છે. ભારતસરકારે ગગનયાન માટે રૂા. 10 હજાર કરોડની રાશી ફાળવી છે. જે ર0રર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેમાં ત્રણ ભારતીય વૈજ્ઞાનિકો સાત દિવસ સુધી અવકાશમાં રહીને સંશોધનો કરવાના છે. જે સફળ રીતે પૂર્ણ કરશે તો ભારત વિશ્વનો ચોથા નંબરનો દેશ બનશે તેમ મંત્રી દવેએ જણાવ્‍યુ. હતુ.

મંત્રી વિભાવરીબેન દવેએ ખાંભાની જનતાને સંબોધતા રાષ્ટ્રનું રક્ષણ કરતાં સરહદ પરના જવાનોને યાદ કરીને તેમની દેશભકિતને વંદન કર્યા હતા. ભારતને આઝાદી અપાવવામાં સક્રિય રહેલા પૂ.ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા અનેક સ્‍વાવતંત્રય વીરોનું સ્‍મરણ કર્યુ હતુ. તેમજ અમરેલી જિલ્લાના કવિ કલાપી, ડો.જીવરાજ મહેતા, પદ્મશ્રી દુલા ભાયા કાગ, સંતશ્રી ભોજા ભગતને પણ યાદ કરીને વંદન કર્યા હતા.

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારની દ્રઢ ઈચ્‍છાશકિત, સાતત્‍યપૂર્ણ નેતૃત્‍વ અને જનશકિતના સાક્ષાત્‍કારથી ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સરકારની સંવેદનશીલ અને પારદર્શી નિતીને કારણે આજે ગુજરાત રાજય અનેક ક્ષેત્રે અગ્રેસર રહીને પ્રગતિશીલ બન્‍યુ છે તેમ મંત્રીએ જણાવ્‍યુ હતુ. રાજય સરકારે કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ અને રોજગારીને પ્રાધાન્‍ય  આપવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ધરતીપૂત્રોના કલ્‍યાણ માટે 0 ટકા વ્‍યાજે ધીરાણ યોજના અમલી બનાવી ખેડૂતોનીપડખે ઉભી છે. મગફળી, ચણા, કઠોળ અને તુવેર જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને પોષણક્ષમ ભાવો અપાવ્‍યા છે. ગત વર્ષે રૂા. પ000 કરોડની તેમજ ચાલુ વર્ષે રૂા. 14પ4.64 કરોડની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. સરકારે સૂર્ય શકિત કિસાન યોજના અમલી બનાવી ખેડૂતોના વીજ બીલમાં રાહત સહિત દિવસે વીજળી મળતી કરી છે. આ યોજનામાં 60 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે તેમ પણ મંત્રીએ જણાવ્‍યુ  હતુ.

મુદ્રા યોજના થકી રાજયમાં પ0 હજારથી 10 લાખ સુધીની લોન લઈને બેરોજગારો સ્‍વરોજગારી મેળવતા થયા છે. અંદાજે 1 લાખ ઉપરાંત યુવાનોની ભરતી કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના હેઠળ સ્‍નાતકોને રૂા. 6પ00, ડિપ્‍લોમા હોલ્‍ડરને રૂા. 4પ00 અને અન્‍યોને રૂા. ર000ની સહાય ચૂકવવા રૂા. ર73 કરોડની જોગવાઈ રાજય સરકારે કરી છે. આ ઉપરાંત બીન અનામત વર્ગના યુવાનોને સમાન તક મળે તે હેતુસર બીન અનામત આયોગની રચના કરી છે. તેમજ તા.14મી જાન્‍યુઆરીથી બીન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવામાં ગુજરાત પ્રથમ રાજય બન્‍યુ છે.

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે 1368પ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ર.44 લાખ કવીન્‍ટલ મગફળી ખરીદેલ છે. જેનું અંદાજે રૂા. 1રર કરોડનું ચૂકવણું પણ થઈ ગયેલ છે. આરોગ્‍ય  વિષયકસેવા અંતર્ગત 8પ00 માતા, બાળકોને  આવરી લીધેલ છે. મા અમૃતમ્‌ યોજના હેઠળ રૂા.31.30 લાખની સહાય ચૂકવાય છે. આઈસીડીએસ યોજના હેઠળ 60870 બાળકો, ર33પ7 કિશોરીઓ અને 16830 સગર્ભા-ધાત્રી માતાઓને પૂરક પોષણ આપવામાં આવેલ છે. જિલ્લામાં રોડ, રસ્‍તા, પાણી, વિજળી જેવી અનેકવિધ માળખાગત સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે.

મહિલા સશકિતકરણના ભાગ રૂપે રાજય સરકારે બેટી બચાવો બેટી વધાવો, મીશન મંગલમ્‌, નારી અદાલતો, ઉજજવલ્‍લા યોજના, જનની સુરક્ષાના સુચારૂ અમલીકરણને કારણે ગુજરાતની મહિલાઓ વધુ સક્ષમ અને જાગૃત્ત બની છે. સ્‍વ માનભેર જીવતી થઈ છે તેમ મંત્રી દવેએ જણાવ્‍યુ હતુ.

ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી રાજય સરકારે દરીદ્રનારાયણની સેવાનો યજ્ઞ આરંભ્‍યો છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ર3863 લાભાર્થીઓને રૂા. 3ર9 લાખની સાધન-સહાયની ચૂકવણી કરાય છે. આમ છેવાડાના માનવીને પણ વિકાસના પથ પર લાવવાનુ કામ રાજય સરકાર કરી રહી છે, ત્‍યારે વિકાસમાં સહભાગી થયેલ સર્વોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી.

રાજયમંત્રી દવેએ સ્‍વાતંત્ર્ય સેનાની ઉમંગરાય છાટબાર અને બાલશંકર ઠાકરનું સુતરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી સન્‍માાન કર્યુ હતુ.

મંત્રીએ પોલીસ પરેડ, માર્ચ પાસ્‍ટ અને ટેબ્‍લો-સ્‍ટોલ્‍સ નિદર્શન પણકર્યુ હતુ અને વિજેતાઓને પ્રમાણપત્ર અને શીલ્‍ડથી સન્‍માનિત કર્યા હતા.

આ પ્રસંગે કન્‍યા કેળવણી નિધિ ભંડોળમાં એભલભાઈએ રૂા. પ1 હજાર, પ્રફુલ્લભાઈ વાઝાએ રૂા. રપ હજાર, ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ અમરીષભાઈ જોષીએ રૂા. ર1 હજાર અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલે રૂા. 11 હજારના ચેક મંત્રી વિભાવરીબેન દવેને અર્પણ કર્યા હતા.

આ તકે રાજયકક્ષાએ અમરેલી જિલ્લાનું નામ રોશન કરનારને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ખાંભા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન અને રંગારંગ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજૂ કરતાં રોકડ પુરસ્‍કાર મેળવ્‍યા હતા અને તેઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન પણ કરવામાં આવ્‍યુ હતુ.

મંત્રી વિભાવરીબેન દવેએ ખાંભા હોસ્‍પિટલ ખાતે યોજાયેલ રકતદાન કેમ્‍પને ખુલ્લો મૂકયો હતો અને વૃક્ષારોપણ કર્યુ હતુ.

આ પ્રસંગે સાસંદ નારણભાઇ કાછડીયા, ભાજપ અગ્રણીઓ હિરેનભાઈ હિરપરા, અરવિંદભાઈ, આનંદભાઈ, મનસુખભાઈ, કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસઅધિકારી સી.એમ. પાડલીયા, નાયબ વન સંરક્ષક, જિલ્લા પોલીસ વડા નિર્લિપ્તિ રાય, અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયા, ધારી પ્રાંત અધિકારી આર.કે. ઓઝા, મામલતદાર સહિત પદાધિકારીઓ-અધિકારીઓ-કર્મચારીગણ અને વિદ્યાર્થીભાઈ-બહેનો તથા ખાંભાના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન જીજ્ઞેશભાઈ ગૌસ્‍વામીએ કર્યુ હતુ અને બેટી બચાવો અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.


અમરેલીનાં પટેલ શૈક્ષણિક સંકુલમાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમરેલી, તા.ર8

અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે 70માં પ્રજાસતાક દિન નિમિતે ઘ્‍વજવંદન તેમજ સ્‍પોર્ટ વિભાગ ર્ેારા કસરતનાં દાવ કરવામાં આવેલ. સભાનાં અઘ્‍યક્ષસ્‍થાને મધુભાઈ કે. સવાણી હાલ યુ.એસ.એ.ને રાખવામાં આવેલ. ઘ્‍વજવંદન મુકતાબેન પરશોતમભાઈ ધામીનાં હસ્‍તે કરવામાં આવેલ. કાર્યક્રમનું સ્‍વાગત પ્રવિગત પ્રવચનમાં સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડિયાએ કરેલ તેમજ સંસ્‍થાના ઉ.્રમુખ દાસભાઈ ધામી, સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી બાબુભાઈ સાકરિયા, ટ્રસ્‍ટી ગોપાલભાઈ કાછડિયા ટ્રસ્‍ટી લાખાભાઈ પાનસેરિયા ટ્રસ્‍ટી જે. પી. ઠેસિયા ટ્રસ્‍ટી પુનાભાઈ તળાવીયા તેમજ બેચરભાઈ ભાદાણી, ધીરુભાઈ ગજેરા, જીલ્‍લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ અકબરી તથા શરદભાઈ ધાનાણી તેમજ સ્‍થાનિક સંચાલકો સ્‍થાનિક કમિટીના સદસ્‍યઓ સંસ્‍થાને જમીન સંપાદનનાં પ્રણેતા સ્‍વ. મનુભાઈ કોટડિયાનાં ધર્મપત્‍ની હંસાબેન કોટડિયા હાજર રહેલ. પ્રમુખ મનુભાઈએ સંસ્‍થાની પ્રવૃતિઓ તેમજ સંસ્‍થાની સુવિધા વિશે જાણકારી આપેલ તેમજ સ્‍પોર્ટ વિભાગ તરફથી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ. આભારવિધિ સંસ્‍થાના મંત્રી બાબુભાઈ સાકરિયાએ કરેલ. સંસ્‍થાનાં તમામ વિભાગનાં સંચાલકો પ્રિન્‍સીપાલો તેમજ તમામ ભાગ લેતા સ્‍ટુડન્‍ટનો આભાર માનેલતેમ સંસ્‍થાવતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.


અમરેલી જિલ્‍લા બેન્‍કનાં અધિકારી સુરેશભાઈ શેખવાનું સન્‍માન કરતા સંઘાણી   

સહકારી ક્ષેત્રે શ્રેષ્ઠ બેંકમા અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકનુ નામ મોખરે છે, છેવાડાના લોકો સુધી સરળ બેંકીંગ સેવા આપતી આ બેંકે અનેક સિઘ્‍ધીઓ પ્રાપ્‍ત કરેલ છે તેમા રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતમા મોખરાનુ સ્‍થાન પ્રાપ્‍ત કરીને સિઘ્‍ધીમા વધારો કરેલ છે. જિલ્‍લા કક્ષાના પ્રજાસ્‍તાક દિન ખાંભા ખાતે યોજાયેલ હતો. જેમાં જિલ્‍લા બેંકનું ગૌરવ અને સીનીયર ઓફીસર સુરેશભાઈ શેખવાને મુખ્‍યમંત્રી ચંદ્રક એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા અને ત્‍યારે જિલ્‍લા બેંકના ચેરમેન, પુર્વકૃષિ મંત્રી દિલીપભાઈ દ્વારા બેંકનું ગૌરવ વધારવા બદલ શુભેચ્‍છા આપેલ હતી અને ઉતરોતર પ્રગતિ થાય તેવા અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે બેંકના ડીરેકટર ભાવનાબેન ગોંડલીયાએ પણ શુભેચ્‍છા પાઠવેલ હતી.


બાબરામાં પાલિકા ર્ેારા 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી  

બાબરામાં નગરપાલિકા ર્ેારા અહીં મામલતદાર કચેરીમાં ગ્રાઉન્‍ડમાં 70માં પ્રજાસત્તાક પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી અહીં સવારે નવ કલાકે વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી ર્ેારા ઘ્‍વજવંદન કરી તિરંગા સલામી આપવામાં આવી હતી. આ શહેરની શાળાઓ ર્ેારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા તેમજ તમામ બાળકોને શિલ્‍ડ અને રોકડ પુરસ્‍કારથી ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાબરા પોલીસ અને હોમગાર્ડનાં જવાનો ર્ેારા પરેડ કરી તિરંગાને સલામી આપવામાં આવીહતી તેમજ વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીર્ેારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્‍યો હતો. બાબરા પોલીસ અને હોમગાર્ડના જવાનો ર્ેારા પરેડ કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ વિરોધ પક્ષના તેના પરેશભાઈ ધાનાણી ર્ેારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્‍યો હતો. આ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, નગરપાલિકા પ્રમુખ વનરાજ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટિયા સહિતના સભ્‍યો તેમજ જેનીબેનઠુંમર, મીનાબેન કોઠીવાળ, જનકભાઈ તલાવીયા, વાલજીભાઈ ખોખરીયા, હરેશભાઈ શિયાણી, ધીરુભાઈ વહાણી, પ્રભાતભાઈ કોઠીવાળ, બીપીનભાઈ રાદડીયા, ખોડલભાઈ મકવાણા, કિશોરભાઈ દેઠળિયા, જસમતભાઈ ચોવટિયા સહિતના જિલ્‍લા અને તાલુકાનાં મહત્‍વનાં આગેવાનો અને અધિકારીઓ તેમજ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા


અમરેલી ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી  

અમરેલી ચિતલ રોડ ખાતે કોળી સમાજની વાડીમાં અમરેલી જીલ્‍લા અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મિટિંગ મળી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ કુંવરજીભાઈ      બાવળીયા અને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્‍લા અઘ્‍યક્ષ એડવોકેટ વિનુભાઈ ડાબસરાનાં અઘ્‍યક્ષ સ્‍થાને મળી અને આ મિટિંગને સફળ બનાવવા જગદીશભાઈ ધરાજીયા, કરમદડીથી લાલભાઈ પાટડીયા, રમેશભાઈ ગોહિલ,નારણભાઈ મકવાણા, ખાંભાથી ગોપાલભાઈ, અરવિંદભાઈ ચાવડા, લાઠી તાલુકાનાં ભરતભાઈ મેણીયા, કેતનભાઈ મેણીયા, ભુપતભાઈ બાવળીયા, વિનુભાઈ માલા, કુંકાવાવથી સાગર મેટાળીયા, સાવરકુંડલાથી બારૈયાભાઈ, જાળીયાથી સંજયભાઈ થાળેસા, લીલીયા તાલુકાનાં મનસુખભાઈ જાસલીયા, કિશન ડાસરા, મિલન ડાબસરા, સહિતના હોદ્યેદારો સહિતના સમસ્‍ત કોળી સમાજનાં અગ્રીઓ અને કાર્યકર્તાઓ અને માંધાતા ગૃપ, વેલનાથ ગૃપ, કોળી શકિત યુવક મંડળ અને યુવા કોળી સેનાએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.


28-01-2019


અમરેલીનાં વિકાસકાર્યો અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવો

ભુગર્ભ ગટર, ગેસલાઈન, વરસાદી પાણીનાં નિકાલ અંગેની જાણકારી આપો

અમરેલીનાં વિકાસકાર્યો અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવો

શહેરીજનોનાં પરસેવાનાં પૈસાથી થતાં વિકાસકાર્યો અંગે જનતાને કોઈ જાણકારી જ નથી

અમરેલી, તા. રપ

અમરેલી શહેરમાં મોટાભાગનાં માર્ગોને તોડીને ભુગર્ભ ગટર, ગેસ પાઈપલાઈન અને વરસાદી પાણીનાં નિકાલ સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહૃાો છે. અંદાજિત રૂપિયા 100 કરોડનાં ખર્ચે વિકાસકાર્યો શરૂ હોવાનું માનવામાં આવી રહૃાું છે.

પરંતુ જે જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાથી વિકાસકાર્યો ચાલી રહૃાા છે તે અંગે શહેરીજનોને કોઈ જાણકારી જ નથી અને નિયમ એવા છે કે તમામ વિકાસ કાર્યોની રજેરજની માહિતી જાણવાનો અધિકાર પણ લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોને આપવામાં આવેલ છે.

શહેરમાં છેલ્‍લા ર થી 3 વર્ષથી દે ધનાધન રીતે વિકાસકાર્યો થઈ રહૃાા હોય તે અંગેની જાણકારી અર્થે ડિઝીટલ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવો જરૂરી છે. જે અંતર્ગત શહેરમાં ભુગર્ભ ગટરની ઘરથી લઈને નિકાલ સુધી તેમજ ગેસ પાઈપલાઈન અને વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે અને કયાં થશે તેની એક ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવીને સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી જનજન સુધી તમામ વિગતો પહોંચાડવા માટે ધારાસભ્‍ય, સાંસદ, કલેકટર વિગેરેએ ગંભીરતાથીવિચારવું જોઈએ તે સમયની માંગ છે.


રાજુલા નજીક સિંહની પજવણીનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

રાજુલા, તા.રપ

સોશ્‍યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. સિંહોનો વિડીયો રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટનો હોવાથી રાજુલા વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી પીપાવાવ પોર્ટ વિસ્‍તારમાં તપાસ શરૂ કરી હતી.

તપાસના અંતે રાજુલા વન વિભાગના અધિકારીને સફળતા મળી. વિડીયો ઉતારનાર ડ્રાઈવર અને કલીનરને વન વિભાગે શંકાના આધારે પકડીલીધા. હાલ પૂછપરછ ચાલુ. દિનેશ અને સુલતાન બંનેની વન વિભાગ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ.


અમરેલીનાં બાલભવનમાં સોમવારે સ્‍વ. હીરાભાઈ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

ડો. વસંતભાઈ પરીખનાં અઘ્‍યક્ષસ્‍થાને

અમરેલીનાં બાલભવનમાં સોમવારે સ્‍વ. હીરાભાઈ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

સ્‍વ. હીરાભાઈનાં પરિવારજનો પણ ઉપસ્‍થિત રહેશે

અમરેલી, તા.રપ

શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય, બાલભવનમા દાયકાઓ સુધી કાર્યરત રહેલા અને શહેરની અનેકવિધ સંસ્‍થાઓમાં સેવા આપનાર કુશળ વ્‍યવસ્‍થાપક હીરાલાલભાઈ શાહનું 90 વર્ષની વયે વડોદરામાં તા.19-01-ર019ના દિને દુઃખદ અવસાન થયેલ છે. હીરાભાઈ શાહને શ્રઘ્‍ધાંજલિ અર્પિત કરવા શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય, બાલભવન ખાતે અમરેલીની વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે એક પ્રાર્થનાસભા તા.ર8-01-ર019, સોમવારના સાંજના 4-00 કલાકે અમરેલીના પ્રબુઘ્‍ધ વિઘ્‍વાન ડો. વસંતભાઈ પરીખના અઘ્‍યક્ષસ્‍થાને રાખેલ છે. સ્‍વ.હીરાભાઈ શાહના પરિવારના સભ્‍યોઆ સમયે ઉપસ્‍થિત રહેશે. આ પ્રાર્થના સભામા સૌને ઉપસ્‍થિત રહેવા અનુરોધ છે.


સાવરકુંડલામાં વિદ્યાર્થી દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં ભાગરૂપે સ્‍વચ્‍છતા અભિયાન

રાષ્‍ટ્રભાવના એ નૈતિકમૂલ્‍યોની નીપજ છે. નિષ્ઠા અને ફરજના પાઠ શીખવવાના ન હોય, એતો અંતરમાંથી ઉદભવે ત્‍યારે જ પૂર્ણરૂપકહેવાય. સરસ્‍વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ ર્ેારા સામે ચાલીને 70માં ગણતંત્ર દિવસની ઉજવણીનાં ભાગ રૂપે સ્‍વચ્‍છતા અને સફાઈ કામગીરીની રજૂઆત કરવામાં આવી અને સ્‍વચ્‍છતાનું એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્‍યું. જો કે આ શાળામાં દરેક વિદ્યાર્થી પોતાના જન્‍મદિવસે પોતાની ફરજથી પોતાની મેળે ઘરે, મિત્રો સાથે સ્‍વચ્‍છતાને લગતા કાર્ય કરી જન્‍મદિવસ ઉજવે છે. વિદ્યાર્થીઓનીઆ ધગશ અને રાષ્‍ટ્રફરજ ખરેખર સરાહનીય છે. શાળા મેનેજમેન્‍ટનો વાત્‍સલ્‍યભાવ અને શિક્ષકોની જહેમતથી આ બધુ શકય છે.


અંતે અમરેલી ખાતે એફએમ રેડિયોનું પરીક્ષણ શરૂ કરાયું

10 વર્ષની જહેમત બાદ સાંસદને સફળતા મળી

અંતે અમરેલી ખાતે એફએમ રેડિયોનું પરીક્ષણ શરૂ કરાયું

આગામી કલાકોમાં જ સુવિધા શરૂ થઈ જશે

અમરેલી, તા.રપ

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લાની જનતા છેલ્‍લા ઘણાં જ સમયથી એફએમ રેડીયોની સુવિધા માટે માંગ કરી રહી હતી ત્‍યારે થોડ દિવસો પહેલાં આ એફએમ રેડીયો માટે થઈ ખાતમુર્હુત કરાયા બાદ અમરેલી એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે ગઈકાલથી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં આ એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે વિધીવત ઉદ્યઘાટન કરવામાં આવશે.

અમરેલી ખાતે હાલમાં 100.10 ઉપરથી અમરેલી ખાતે વિવિધ ભારતીનું પ્રસારણ ટ્રાયલબેઝ ઉપર શરૂ કરવામાં આવતાં આજથી જ લોકો પોતાના મોબાઈલ ફોનઅને ફોરવ્‍હીલમાં રાખેલ એફ.એમ. રેડીયો ઉપરથી પ્રસારીત થતાં કાર્યક્રમો  સાંભળી રોમાંચીત થઈ ગયા હતા.

આ એફ.એમ. રેડીયો પ્રસારણ માટેનાં સ્‍ટેશનનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ અમરેલી પ્રસારણ નિયમીત શરૂ કરવા અને વિધિવત ઉદ્યઘાટન કરવામાં આવશે તેમ પણ જાણવા મળી રહૃાું છે. લાંબા રાહ જોય બાદ આખરે અમરેલીને પણ એફ.એમ. રેડીયોની સેવા મળી રહેશે તેમ હવે લાગી રહૃાું છે.


સાવરકુંડલામાં સામાન્‍ય બાબતે ઝગડો થતાં બે પરિવારનાં સભ્‍યોએ કરી મારામારી

અમરેલી, તા.રપ

સાવરકુંડલા ગામે રહેતાં વાહીદ અમીરખાન પઠાણ તથા અન્‍ય લોકો ગઈકાલે મોડી રાત્રીનાં સમયે અંદરોઅંદર બોલાચાલી કરતાં હોય, જેથી તે જ ગામે રહેતાં યુનુસભાઈ ઉર્ફે મીઠી પીરભાઈ જાદવ નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધ સામેવાળાને સમજાવવ જતાં સામેવાળા વાહીદ અમીરખાન પઠાણ સહિત 7 જેટલા શખ્‍સોને સારૂ નહી લાગતાં અ વૃઘ્‍ધસાથે માથાકુટ કરી ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી, પોતાનો સમાન ઉદેશ્‍ય પાર પાડવા માટે થઈ તલવાર, પાઈપ વડે આડેધડ વૃઘ્‍ધને મારી ગંભીર ઈજાઓ કતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં સરકરી દવાખાને ખસેડાતાં આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તો સામાપક્ષે સાવરકુંડલા ગામે રહેતાં અશરફભાઈ અમીરભાઈ પઠાણ નામનાં 40 વર્ષિય યુવકે પણ ઈમરાન નજીરભાઈ ચૌહાણ સહિત 6 શખ્‍સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં જણાવ્‍યું છે કે, પોતાના છોકરાઓ આ ઈમરાનભાઈની દુકાને ભાગ લેવા જતાં તે વખતે સમેવાળાઓએ માથાકુટ કરેલ તે વાતનું મનદુઃખ રાખી સામેવાળા ઈમરાનભાઈ સહિત 6 જેટલા લોકોએ ગેરકાયદે મંડળી બનાવી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી સમાન ઈરાદો પાર પાડવા ક્રિકેટનું બેટ, ક્રિકેટની સ્‍ટીક, પાઈપ લઈ આવી આ યુવકનેતથા અન્‍ય લોકોએ આડેધડ મારમારી ઈજા કરતાં તેમને પણ સારવાર મટે અત્રેના દવાખાને ખસેડાયા હતા.

સ્‍થાનિક પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.


નાના આંકડીયાથી નાના માચીયાળા ગામ તરફ બાઈક પર લઈ જવાતો વિદેશીદારૂ ઝડપાયો

અમરેલી, તા. રપ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્‍વયે રાત્રીના અમરેલી એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે નાના આંકડીયા ગામ તરફથી નાના  માચીયાળા ગામ તરફ દારૂ આવે છે તેવી ચોકકસ બાતમી મળતાં નાના માચીયાળા ગામે નાના આંકડીયા તરફથી આવવાના કાચા રસ્‍તે વોચ ગોઠવતાં બે મોટર સાઈકલ ઉપર ચાર ઈસમો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડાઈ ગયેલ.

હેરાફેરી કરતાં પકડાયેલ ઈસમો : (1) મહેશ જગુભાઈ વાળા (ઉ.વ. 30) રહે. નાના માચીયાળા (ર) કિશન ભગવાનભાઈ સાનીયા (ઉ.વ. 19) રહે. નાના માચીયાળા, (3) ગોપાલ ભગવાનભાઈ સાનીયા (ઉ.વ. ર1) રહે. નાના માચીયાળા, (4) હાર્દિક કુબેરભાઈ વાઘેલા (ઉ.વ. ર0) રહે. મોટા માચીયાળા.

હેરાફેરી કરતાં પકડાયેલ ઈસમોપાસેથી મળી આવેલ મુદામાલ : ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-ર4 કિંમત રૂા. 8,પ00, એક જીકસર મોટર સાઈકલ રજી. નં. જી.જે.-14 એએન 7ર4ર કિંમત રૂા. 70,000 તથા હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાઈકલ રજી.નં. જી.જે.-14 એએમ 10પપ કિંમત રૂા. 30,000 તથા મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂા. 40,000

ઉપરોકત પકડાયેલ ચારેય ઈસમોને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કયાંથી લાવેલ છે તેમ પુછપરછ કરતાં નાના આંકડીયા ગામની સીમમાં આવેલ જેરામભાઈ દેવજીભાઈ સોલંકીની વાડીએથી લઈ આવેલ હોવાનું જણાવતાં નાના આંકડીયા ગામની સીમમાં હકીકત    વાળી જગ્‍યાએ વાડીએ રેઈડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વધુ જથ્‍થો મળી આવેલ હતો.

વાડીએથી પકડાયેલ આરોપીઓ : જેરામ દેવજીભાઈ સોલંકી (ઉ.વ. 33) રહે. નાના માચીયાળા, વિજય સોમાભાઈ સાનીયા (ઉ.વ. ર1) રહે. નાના માચીયાળા).

વાડીએથી પકડાયેલ મુદામાલ : ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-પ6 કિંમત રૂા. 19,600 તથા મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂા. ર0,000.

આમ ઉપરોકત વિગતે પકડાયેલ 6 ઈસમો સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી તેઓ પાસેથી પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ 80 કિંમત રૂા. ર8,000 તથા મોટર સાઈકલ નંગ-ર કિંમત રૂા. 1,00,000તથા મોબાઈલ ફોન નંગ-6 કિંમત 60,000 મળી કુલ રૂા. 1,88,000નો મુદામાલ તથા આરોપીઓ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશમાં સોંપી આપેલ છે.


સાવરકુંડલાનાં શેલણા ગામે રેતીનાં ટ્રેકટરનાં ફેરા ભરવા માટે થઈ પૈસાની માંગણી

અમરેલી, તા.રપ

સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામે રહેતાં ધવલ ભલાભાઈ ડાંભલ્‍યા નામનાં ર6 વર્ષિય યુવક તથા અન્‍ય લોકો ગત તા.રરનાં રાત્રીનાં સમયે શેલણા ગામે શેલ નદીમાં થઈને જતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં સામતભાઈ માણાભાઈ લુણસરે ટ્રેકટર ઉભું રખાવી યુવકના ભાઈ ભકાભાઈને કહેલ કે અહીં શા માટે રેતી ભરવા આવો છો ? તેમ કહી ભકાભાઈને ધક્કો મારી પછાડી              ઢીકાપાટુનો માર મારી, તમારે અહીથી ટ્રેકટર લઈ નિકળવું હોયતો ફેરા દીઠ રૂા.ર00 થી રપ0 રૂપિયા આપવા પડશે નહીં તો જાનથી મારી નાંખીશ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ગાળો અપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.


બેન્‍કમાં ખોટા દાગીના ગીરવે મૂકી ધીરાણ લેનાર સામે ફરિયાદ

અમરેલી, તા.રપ

ધારી તાલુકાનાં ભાડેર ગામે આવેલ જિલ્‍લા સહકાી બેન્‍કમાંથી તે જગાએ રહેતાં પરશ ડાયાભાઈ સામના, કોઠા પીપરીયા ગામે રહેતાં ભીખુ ભાણજીભાઈ બામટા, ભાડેર ગામે રહેતાં રાજેશ જીલુભા ધાધલ તથા જયસુખ ગોકળભાઈ જોગાણીએ પૂર્વ આયજીત કાવત્રુ રચી પોતાના દાગીના ખોટા હોવા છતાં તે સાચા તરીકે આ ખોટા દાગીના ઉપર ગોલ્‍ડ લોનનાં કામે બેંકમાથી અલગ અલગ સમયે કુલ રૂા.11,03,000 ઉપરાંતની ગોલ્‍ડ ધીરાણ મેળવી લઈ ધીરાણની રકમ બેંકમાં ભરપાઈ નહી કરતાં આ અંગે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


ડાંગાવદર ગામે દૂધની ડેરીમાંથી વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો

1 આરોપી હાજર ન હતો અને બીજો નાશી છૂટયો

અમરેલી, તા.રપ

ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતાં જેઠાભાઈ લાખાભાઈ આજરા તથા સાહીલ ભીખુભાઈ શેખનાં કબજાની દૂધની ડેરીમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-16 કિંમત રૂા.4800 તથા કેન નંગ-1 કિંમત રૂા.400 મળી કુલ રૂા.પર00નાં મુદ્યામાલ ઝડપી લીધો હતો. આ બનાવમાં જેઠાભાઈ હાજર નહી મળી આવી તથા સાહીલ શેખ નાશી છૂટતાં પોલીસેબન્‍નેની શોધખોળ   આદરી છે.