Main Menu

Wednesday, January 30th, 2019

 

અમરેલીનાં શહેરીજનો બિસ્‍માર માર્ગોથી પરેશાન

અમરેલીનાં શહેરીજનો બિસ્‍માર માર્ગોથી પરેશાન

સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી જાગૃત્ત નાગરિકો જનજાગૃત્તિ અભિયાન ચલાવી રહૃાા છે

માર્ગો બનાવવાની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ પર ફરી રહી હોય નારાજગીનો માહોલ

અમરેલી, તા. ર9

અમરેલી શહેરમાં આમ તો દેશભકતોની સંખ્‍યા હજારોની છે પરંતુ શહેરમાં આજે બિસ્‍માર માર્ગોની સમસ્‍યા વિકરાળ બની હોય એકપણ દેશભકત રજુઆત કે આંદોલન કરતો નજરે ચડતો ન હોય જાગૃત્ત નાગરિકોએ સોશ્‍યલ મીડિયા મારફત જનજાગૃત્તિ અભિયાન શરૂ કર્યુ છે.

અમરેલી શહેરમાં બુઘ્‍ધિજીવી ગણાતા શિક્ષકો, એડવોકેટ, ડોકટર, વેપારીઓ કે રાષ્‍ટ્રીય-આંત્તરાષ્‍ટ્રીય સેવાકીય સંસ્‍થાના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને બિસ્‍માર માર્ગોને લઈને રજુઆત કે આંદોલન કરવાનુંયાદ આવતું નથી. જાણે કે સૌ લાજ કાઢીને બેઠા હોય તેવો માહોલ જોવા મળી રહૃાો છે.

બીજી તરફ પાલિકાનાં શાસકો માર્ગો બનાવવાની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ તરફ ફેંકાફેંકી કરી રહૃાાં છે. ઉચ્‍ચ અધિકારીઓને કોઈ પડી નથી. ધારાસભ્‍ય, સાંસદ કે પ્રભારી મંત્રી પણ કાંઈ કરતાં ન હોય જાગૃત્ત નાગરિકોએ સોશ્‍યલ મીડિયાથી જનજાગૃત્તિ અભિયાન શરૂ કર્યુ છે.


સાવરકુંડલાનાં માનવ મંદિરમાં સ્‍વસ્‍થ થયેલ યુવતીનાં લગ્ન યોજાયા

સાવરકુંડલાના માનવ મંદિર રખડતા-ભટકતા અને નિરાધાર પાગલ મહિલાઓને આશરો આપી સમાજમાં પુનઃ સ્‍થાપન થાય એ હેતુસર ભકિતબાપુએ શરૂ કરેલાઆ આશ્રમમાં આજ સુધીમાં પ8 વ્‍યકિત સાજી થઈને સમાજમાં પુનઃ પ્રસ્‍થાપિત થઈ છે અને ચાર દીકરીઓના લગ્ન પણ કર્યા છે. ત્‍યારે આજથી ત્રણ વર્ષ પહેલા માનવ મંદિરમાં મુમતાઝ નામની એક પાગલ મહિલાને દાખલ કરવામાં આવી હતી. જે આજે સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ જતા માનવ મંદિરના ભકિતબાપુએ સાવરકુંડલાના પીરે તરીકત દાદાબાપુની પાસે જે વાત કરી અને આ મુમતાઝના લગ્ન અમરેલીના મુનાફ નામના યુવક સાથે નકકી થયા. આજે માનવ મંદિરમાં મુમતાઝના નિકાહ કરવામાં આવ્‍યા હતા. આ નિકાહમાં દાદાબાપુ, માનવ મંદિરના ભકિતબાપુ, લોકસાહિત્‍યકાર મનસુખભાઈ વસોયા, અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા તેમજ હિન્‍દુ મુસ્‍લિમ જ્ઞાતિના આગેવાનોની સાક્ષીએ આ લગ્ન યોજાયા. આ નિકાહમાં સાવરકુંડલાના સાહેબે આ કન્‍યાને કરિયાવર આપ્‍યો હતો. તેમજ ભવાની વીડિયો વાળા વિમલભાઈ હરિયાણીએ તમામ ભોજનના ખર્ચનું દાન કર્યું હતું. આ પ્રસંગે દાદાબાપુ કોમી એકતાનું સૌથી મોટુ ઉદાહરણ ગણાવી લોકોને એકતા જીવવા એલાન કર્યું હતું. ત્‍યારે માનવ મંદિરના ભકિતબાપુએ કહયું કે આજે મંદિરની સ્‍થાપના કરવાનો મારો હેતુ સિઘ્‍ધ થયો છે અને સમાજમાં રહેલા પાગલાને તિરસ્‍કૃત ન કરવા અને માત્ર પ્રેમ આપો જેનાથી આ લોકોના જીવનમાંએક નવી ઉર્જા આવશે અને સમાજમાં એ પુનઃ સ્‍થાપિત થશે.


અમરેલીમાં સુકા મરચા અને મસાલા વેચાણ માટેની જગ્‍યા ફાળવવાનાં નિયમો સામે રોષ

અમરેલી, તા. ર9

અમરેલીનાં કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ પાલિકાનાં પ્રાદેશિક કમીશનરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરના નદી કિનારે સોમનાથ મંદિરથી સ્‍વામીનારાયણ મંદિર સુધીનાં નદીના પટમાં સુકા મરચા, મસાલા વગેરેનાં હંગામી ધોરણે જગ્‍યા (વાડા) માટે હરરા કરવામાં આવશે.

પરંતુ જેની અંદર અમુક શરતો એવા પ્રકારની મુકવામાં આવી છે કે જે શરત અને નગરપાલિકાનાં નીતિ નિયમને કંઈ લાગુપડતું નથી. દા.ત. આ જગ્‍યાની હરરાજીમાં એ જ ભાગ લઈ શકે કે અમરેલી માર્કેટીંગ યાર્ડ વતી જે એજન્‍સીને સુકા મરચાનો ઈજારો મળેલ હોય. આમ આવી શરતો સતાધીશોનાં અંગત મળતીયાઓનાં લાભ ખાતર મુકવામાં આવેલ છે. અમરેલી નગરપાલિકા સ્‍વાયત સંસ્‍થા છે અને પાલિકા અમરેલી શહેરની મિલ્‍કતનાં વેરા તથા હંગામી રીતે જગ્‍યાઓના ભાડા, ડીપોઝીટ વગેરે પોતે વર્ષોથી મેળવે જ છે અને તે નગરપાલિકા હસ્‍તક જ હોય છે, અને તેનો ટેક્ષ તે રાજય સરકારને આપે છે. માટે ઉપરોકત જગ્‍યાનો વહીવટ ફકત અમરેલી નગરપાલિકા જ કરી શકે. તેમાં માર્કેટયાર્ડ કે તેઓના વહીવટકર્તા કોઈ હસ્‍તક્ષેપકરીને શહેરનાં વેપારીઓ, નાના દુકાનદારો, મજુર વર્ગને અન્‍યાય કરી રહેલ છે.

વધુમાં જણાવે છે કે, અમરેલી માર્કેટીંગ યાર્ડ ર્ેારા અમુક તેના મળતીયાઓને આવા ઈજારાના લાયસન્‍સ તાત્‍કાલીક ધોરણે આ જાહેરાત અનુસંધાને કાઢી આપી અને આ જગ્‍યા એનકેન પ્રકારે મેળવીને અને આ જગ્‍યાના ભાગ (વાડા) બનાવીને નાના વેપારીઓને ઉચા ભાવે વેચીને પૈસા કામવાનું મોટુ ષડયંત્ર ગોઠવેલ છે. અને નાના વેપારી, મજુર વર્ગનું શોષણ કરવા માટેનું આયોજન થઈ રહેલ છે.

જેથી કરીને અમરેલી વેપારી વર્ગને તથા નાના દુકાનદારોને ન્‍યાય મળી રહે અને ધંધો-રોજગાર મળી રહે અને તેઓ પણ આ હરરાજીમાં ભાગ લઈ શકે તે માટે આ જાહેરાત રદ કરશો અને નવી યોગ્‍ય અને પાલિકાનાં સ્‍વતંત્ર નિયમોથી બનાવીને ફરીવાર જાહેરાત આપશો તેમ અંતમાં જણાવે છે.


આગામી કલાકોમાં જ માર્ગની કામગીરી શરૂ થવાનાં એંધાણ

આગામી કલાકોમાં જ માર્ગની કામગીરી શરૂ થવાનાં એંધાણ

અમરેલીનાં બિસ્‍માર માર્ગો અંગે પાલિકા કમિશનરને રજુઆત કરાઈ

સાંસદ કાછડીયાએ વહીવટીતંત્રને દોડતુ કર્યુ

અમરેલી, તા. ર9

અમરેલી શહેરમાં ચાલી રહેલ ભુગર્ભ ગટર, પાણીની પાઈપલાઈન તથા અન્‍ય સરકારી કામકાજોને લીધે શહેરનાં મુખ્‍ય માર્ગો તથા શહેરના આંતરીક રસ્‍તાઓનું ખોદકામ થયેલ હોવાને લીધે શહેરના લોકોને, વેપારીઓને અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્‍કેલીઓ પડી રહી છે. ત્‍યારેઅમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી શહેરના રોડ-રસ્‍તાઓના કામો મંજૂર કરવા બાબતે અવાર-નવાર પ્રાદેશિક કમિશનર તુષાર સુમેરા, કલેકટર અને ચીફ ઓફીસરને રજૂઆત કર્યા બાદ આજરોજ ફરી સાંસદે નગરપાલિકા ઘ્‍વારા રસ્‍તાના કામોનું નિર્માણ કાર્ય સત્‍વરે ચાલું થાય તે માટે રાજય સરકાર અને નગરપાલિકાને સંલગ્ન તમામ વિભાગોમાં રજૂઆત કરેલ હતી. સાંસદે જણાવેલ હતું કે, અમરેલી શહેરમાં થયેલ ખોદકામને લીધે શહેરની જનતા, વેપારી અને વાહનચાલકોને પડતી મુશ્‍કેલીઓ અને ઉડતી ધુળને લીધે થતાં આરોગ્‍યલક્ષી નુકશાન અંગે તેઓ હંમેશા સંવેદનશીલ છે અને આ બાબતે સાંસદ તરફથી અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે અને આવનાર ટૂંક સમયમાં અમરેલી શહેરની જનતાને પડતી હાલાકીઓનું નિવારણ આવશે તેવી પ્રાદેશિક કમિશનરે ખાત્રી આપેલ છે.


બાયપાસ ચોકડી પાસેથી રેતી ભરેલ ટ્રેકટર પકડી પાડતી તાલુકા પોલીસ

અમરેલી, તા. ર9

અમરેલી તાલુકાનાં         દેવળીયા ગામે રહેતાં રોહનભાઈ દેવજીભાઈ માધડ ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળા ટ્રેકટર નં. જી.જે.11 એમ.0003 તથા ટ્રોલી નં. જી.જે.14 ડબલ્‍યુ 9998માં ગેરકાયદેસર રેતી ભરીને નિકળતાં તાલુકા પોલીસે તેમને રેતી, ટ્રેકટર ટ્રોલી સહિત રૂા.ર,8ર,000નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વાવેરા ગામે રહેતાં 7 પત્તાપ્રેમીને જુગાર રમતાં પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. ર9

રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતાં રતીભાઈ ડાયાભાઈ બોરીચા, શિવરામભાઈ પ્રભુદાસદુધરેજીયા સહિત 7 જેટલાં શખ્‍સો ગત તા.ર9નાં રાત્રીના સમયે વાવેરા ગામે જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતાં હોય, રાજુલા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી તમામ સાતેયને રોકડ રકમ રૂા.10080ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પડોશીએ સામાન્‍ય બાબતે મહિલાને ધોકા પાઈપ વડે માર મારી કરી ગંભીર ઈજા

પ જેટલાં શખ્‍સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમરેલી, તા. ર9

સાવરકુંડલા ગામે આંખની હોસ્‍પીટલ પાછળ રહેતાં શોભનાબેન જેન્‍તીભાઈ વણંદીયા નામની મહિલાને આજે બપોરે તેમનાં પડોશમાં રહેતાં રમેશ છનાભાઈ પરમાર તથા પ્રકાશ છનાભાઈ પરમારે આવીને કહેલ કે તારાભાઈ હરેશને અહીયા આવવાની ના પાડી છે, છતાં કેમ અહીં આવે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી ધોકા તથા પાઈપ વડે માર મારી ગોઠણનાં ઉપરનાં ભાગે ફેકચર કરી દીધું હતું જયારે કાનો ભરતભાઈ સોલંકી, પરેશ નારણભાઈ સોલંકી, તથા અનીલ નારણભાઈ સોલંકીએ ગાળો આપી ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.


ભૈવાહ : બાબરાનાંજીવદયા પરિવારે 38 જેટલા બકરાઓને બચાવી લીધા

3 શખ્‍સો ખાટકીવાડે લઈ જતાં હોય ઝડપી લીધા

ભૈવાહ : બાબરાનાંજીવદયા પરિવારે 38 જેટલા બકરાઓને બચાવી લીધા

સ્‍થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

બાબરા, તા. ર9

બાબરામાં સ્‍ટેટ હાઈવે રોડ પરથી તેમજ તાલુકાનાં અંતરિયાળ ગામડાઓમાંથી બારોબાર મોડી રાતે મૂંગા પશુઓની કતલખાને મોકલવા માટે મોટા પ્રમાણમાં ગેરકાયદે હેરફેર થાય છે, ત્‍યારે આવા નિર્દોષ મુંગાપશુઓની હેરફેર રોકવા અને ખાટકીઓને ઝેર કરવા બાબરા જીવદયા પરિવારનાં મૌલિકભાઈ તેરૈયા, ગજેન્‍દ્રભાઈ શેખવા સહિતની ટીમો રાત્રીનાં પશુધનની સારવાર અને સંભાળ માટે પેટ્રોલિંગ કરતી હોય છે.

ત્‍યારે ગત મોડી રાતે જીવદયા પરિવારનાં સભ્‍ય મૌલિકભાઈ તેરૈયા અને ગજેન્‍દ્રભાઈ શેખવાને બાતમી મળી કે વીંછીયા બાજુથી એક બોલેરો જેનો નંબર જી.જે.03.બી.ટી. 1499 છે, તેમાં ક્રૂરતાપૂર્વક બકરા ભરી અમરેલી કતનલ ખાને લઈ જવા નીકળી છે, ત્‍યારે બાબરા જીવદયા પરિવારની ટીમ બાબરા તાલુકાનાં કરીયાણા ગામમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બોલેરો આવતા તમામ સભ્‍યોએ ઉભી રાખવાનો પ્રયત્‍ન કરતા ગાડી નાસી છૂટી હતી જોકે જીવદયા પરિવારનાં મૌલિકભાઈ તેરૈયા સહિતનાં સભ્‍યોએ ફિલ્‍મી ઢબે બોલેરોનો પીછો કરી બાબરા ખાતે પકડી પાડી હતી. બોલેરોની તપાસ કરતાં તેમાંથી 38 જેટલા બકરાઓને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ હતા. જીવદયા પરિવારનાંસભ્‍યોએ ત્રણ ખાટકી જેમાં ડ્રાઈવર બાબુ શરીફ ગીગાની, રહે. વિછિયા તેમજ રમેશ શામજી જખનિયા, રહે. વીંછીયા, તેમજ દિનેશ જગદીશ સાધમીયા મળી કુલ ત્રણ ખાટકી બોલેરો અને તમામ બકરાઓને બાબરા પોલીસને હવાલે કરી તમામ વિરુદ્ધ જીવદયા પરિવારનાં ગજેન્‍દ્રભાઈ શેખવાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ ગીતાબેન આહીર ર્ેારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


નાગેશ્રીમાં ભાર રીક્ષા પલટી મારી જતાં 1નું મોત : ચાલક નાશી ગયો

અમરેલી, તા. ર9

જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતાં કનુભાઈ બોરીચા ગઈકાલે સવારે ભારરીક્ષા નંબર જી.જે.01 ઓ.ઓ.પ919માં બેસીને જતા હતા ત્‍યારે આ ભાર રીક્ષાનાં ચાલકે પોતાના હવાલાવાળી રીક્ષાને પુરઝડપે ચલાવી પલટી મરાવી દેતાં આ રીક્ષામાં બેસેલા કનુભાઈને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજતાં આ અંગે રત્‍નકલાકાર ભાભલુભાઈ અમરૂભાઈ બોરીચાએ નાગેશ્રી પોલીસમાં રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


આયા મૌસમ ચુનાવકા : જનતા જનાર્દન જાગૃત્ત રહે

કેન્‍દ્ર સરકારની પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા કરવાનો સમય આવી ચુકયો છે

આયા મૌસમ ચુનાવકા : જનતા જનાર્દન જાગૃત્ત રહે

જાતીવાદ, ધર્મવાદને બદલે જનહિતનું કેટલું કાર્ય થયું છે તેનો વિચાર કરવો જરૂરી

આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસનાં હજારો કાર્યકરો હથેળીમાં ચાંદ બતાવવા આવી ચડશે

અમરેલી, તા. ર9

આગામી થોડા જ દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એપ્રિલ-મે માં ચૂંટણી યોજાઈ શકે તેમ છે. ત્‍યારે અમરેલી સંસદીય વિસ્‍તારનાં 1પ લાખ જેટલા મતદારોએ સાવચેત બનવાની જરૂર છે.

આજથી પાંચ વર્ષ પહેલા સત્તાધારી પક્ષનાં નેતાઓ અને ઉમેદવારે સંસદિય વિસ્‍તારનાં વિકાસકાર્યો માટે કેવા અને કેટલા વચનો આપેલ તેને યાદ કરવાની ઘડી આવી ચુકી છે.

જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વે, ઉદ્યોગો, કેન્‍દ્રીય વિદ્યાલય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો, બેરોજગાર યુવાનોને નોકરી, મહિલાઓને સુરક્ષા, નાના-મોટા વેપારીઓને ઈન્‍સ્‍પેકટર રાજમાંથી મુકિત, વીજળી, પાણી સહિતનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ કરવાની ગુલબાંગો ફેંકવામાં આવી હતી અને તેમાંથી કયુ વચન પુરૂ થયું છે અને કયું વચન ભુલી જવાયું છે તેની સમીક્ષા જરૂરી બની છે.

તદઉપરાંત જિલ્‍લામાં ગરીબી દુર થઈ છે કે કેમ ? ભ્રષ્‍ટાચારનું પ્રમાણ વઘ્‍યુછે કે ઘટયુ છે તે પણ જોવું પડશે. સરકારી વિભાગોમાં રોજબરોજનાં કાર્યોનો ઝડપથી નિકાલ થાય છે કે કેમ તે પણ જોવું પડશે.

આગામી થોડા જ દિવસોમાં ભાજપ-કોંગ્રેસનાં હજારો કાર્યકરો જાતિવાદ, જ્ઞાતીવાદ, ધર્મ સહિતનાં બિનજરૂરી પ્રશ્‍નો ઉપસ્‍થિત કરીને મુળ સમસ્‍યાને ભુલાવવાનો પ્રયાસ રાબેતા મુજબ કરશે. તો જનતા જનાર્દને પણ મત માંગવા આવનારને જિલ્‍લાનાં મહત્‍વનાં પ્રશ્‍નો રજુ કરવા પડશે અને બિનજરૂરી પ્રશ્‍નોમાં ઉત્તેજિત થવાનાં બદલે શાંત ચિત્તે વિચાર કરીને જ મત આપવો પડશે. તો જ જિલ્‍લાનું અને જિલ્‍લાની જનતાનું ભલું થશે તે કહેવું અસ્‍થાને નથી.


અમરેલીમાં સાયકલીંગ ટ્રેકનું ખાતમુર્હુત કરતા પાલિકાનાં શાસકો

અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા લાઠી રોડ ઉપર આવેલ સાયકલીંગ ટ્રેક તેમજ બ્‍યુટીફીકેશનનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. જેમાં જેન્‍તીભાઈ રાણવા (પ્રમુખ અમરેલી નગરપાલિકા), બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા સહિત ટાઉન પ્‍લાનીંગ સમિતિના ચેરમેન મૌલિકભાઈ ઉપાઘ્‍યાય તથા નગરપાલિકાના સભ્‍યો હરપાલભાઈ ધાધલ, સમીરભાઈ જાની, રોહિતભાઈ ઘંટીવાળા, કિરણબેન વામજા અને લાઠી રોડના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.


ધારાબંદરમાં જીંગા ઉછેર કેન્‍દ્ર બંધ નહીં થાય તો આંદોલનનાં ભણકારા

કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર9

જાફરાબાદના ધારાબંદરના જાગૃત નાગરિક જાદવભાઈ બારૈયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્‍દ્ર માટે સરકાર દ્વારા જગ્‍યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્‍તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્‍તારોમાંથી જેવા કે, સામતેર, ગાંગડા, ટીંબી, ભાડા ગામમાંથી પસાર થતી નદીઓમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ધારાબંદર ગામમાં એક નદીમાં રૂપાંતર થતું હોય તેમજ પાછળના ભાગેથી દરિયામાં ભરતી આવવાથી નદી અને દરિયાનું પાણી એક થાય છે તથા બંધારા બાંધવાને કારણે નદીઓનું અને દરિયાનું ભેગું થયેલ પાણી સીધુ ધારાબંદર ગામની અંદર ફુલ જોશમાં પ્રવેશે છે.

વધુમાં જણાવેલ છે કે, ધારાબંદર ગામમાં અગાઉથી બે જીંગા ઉછેર કેન્‍દ્ર આવેલ હોય તેથી ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ગામના ઘરો સુધી આવેલ હોય તેમજ આખુ ગામ પાણીમાં ડુબમાં જવાને કારણે ગામના લોકોને ભારે નુકસાન ભોગવવું પડયું હતું અને જો વધુ એક જીંગા ઉછેર કેન્‍દ્ર બનાવવામાં આવશે તો ધારાબંદર ગામના લોકોને ભારે પરિસ્‍થિતિનો સામનો કરવો પડશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જાનહાની સર્જાશે તેમજ આજુબાજુના રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળતા રસ્‍તાઓ બંધ થવાને કારણે ગામના લોકો સ્‍થળાંતર કરી શકતા નથી.

વધુમાં જણાવેલ છે કે, જીંગા ઉછેર કેન્‍દ્રથીધારાબંદર ગામના લોકોને ચોમાસા દરમિયાન માટે વરસાદને કારણે અતિ નુકસાન થયું હતું. જો આ જીંગા ઉછેર કેન્‍દ્રનું કામ તાત્‍કાલિક અટકાવવામાં નહીં આવે તો સમગ્ર ગામ વાસીઓને આપની કચેરી આગળ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નોંધ લઈ તાત્‍કાલિક ઘટતી કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


બાબરા શહેરમાં રૂપિયા પ0 લાખનાં ખર્ચે માર્ગો બનાવવાનું શરૂ

બાબરામાં નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં રોડ રસ્‍તાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતા સ્‍થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ ધારાસભ્‍યનું સ્‍થાનિકો દ્વારા ફૂલહાર અને સાલથી બહુમાન કરી આભારની લાગણી વ્‍યકત કરી હતી. બાબરામાં વોર્ડ નંબર પ અને 6માં બ્‍લોગ રોડ માટે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા આશરે પ0 લાખ જેટલી માતબર રકમ મંજૂર કરાવી ધારાસભ્‍યના વરદ હસ્‍તે ખાતમુહર્ુૂત કરાવી તાત્‍કાલિક અસરથી કામ શરૂ કરાવ્‍યું હતું. અહીં વોર્ડ નંબર પના કડાપા શેરી તેમજ વોર્ડ નં.-6ના બાલમુકુંદ નગરમાં પણ બ્‍લોક રોડનું ખાતમુર્હુત ધારાસભ્‍ય તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પાલિકાના માજી પ્રમુખ ખીમજીભાઈ મારૂ, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, બાબુભાઈ કારેટીયા, વિનુભાઈ કરકર, ઈકબાલભાઈ ગોગદા, જાહીદખાન ભોજવાણી, અરવિંદભાઈ મેવાડા,જેઠાલાલ કાલરીયા, ધરમભાઈ વાવડીયા, નટુભાઈ જાસલીયા સહિતના સ્‍થાનિક લોકો અને આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.


સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી

નાણા અને સમયનો વ્‍યય અટકાવવા સામાજીક શકિત આવશ્‍યક, સંતો-મહંતોના આર્શિવાદ

સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી

કોળી સમાજ, આહીર સમાજ અને વાંજા સમાજ દ્વારા રાજુલા, કોવાયા, કુંડલા ખાતે યોજાયા લગ્નો

અમરેલી, તા. ર9

માતા-પિતાને જો કોઈ મોટી સમસ્‍યા સતાવતી હોય તો તે છે સંતાનોના લગ્ન અને તેનું ભવિષ્‍ય. લગ્ન મહોત્‍સવ દિનપ્રતિદિન ખર્ચાળ બનતા જાય છે તેવા સમયે સમુહલગ્નો સમય અને નાણાનો વ્‍યય થતો અટકાવે છે તેમ કોળી સમાજ રાજુલા, આહીર સમાજ કોવાયા અને વાંજા સમાજ સાવરકુંડલા ખાતે આયોજીત સમુહલગ્ન સમારંભમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્‍યું હતું.

સંઘાણીએ જણાવેલ કે, સમુહલગ્ન સાંપ્રત સમયની માંગ છે, સામાજીક ક્રાંતિ માટે સમુહ શકિત આવશ્‍યક છે. આ પ્રકારની વ્‍યવસ્‍થાનો સૌએ લાભ લેવો જોઈએ. સંયુકત પરિવારભાવના કેળવવા નવદંપતિઓને શીખ આપવામાં આવી હતી. સમુહલગ્ન સમારંભોમાં દિલીપ સંઘાણી ઉપરાંત બગદાણા આશ્રમના મહંત પૂ. મનજીબાપા, પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઈ સોલંકી, જયંતિભાઈ જાની, દાદભાઈ વરૂ, શિવભાઈ રાજગોર, જીગ્નેશભાઈ પટેલ,મીઠાભાઈ લાખણોત્રા, કમલેશભાઈ સોલંકી, જીતુભાઈ ડેર, સામતભાઈ વાઘ, રશિમનભાઈ ડોડીયા, ચંદ્રકાંતભાઈ ભરખડા, મીતેષભાઈ ડોડીયા, રેખાબહેન માવદીયા, કિર્તિભાઈ ભરખડા, શરદ પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા તેમ યાદીમાં જણાવાયેલ છે.


કોવાયામાં આહીર સમાજ ર્ેારા આઠમો સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

રાજુલા નજીક આવેલ કોવાયા મુકામે અહિર સમાજ ર્ેારા આઠમાં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નમાં કુલ 3ઢ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહ લગ્ન કાર્યક્રમની શરૂઆત દિપ-પ્રાગટય કરી કરવામાં આવી હતી. સમુહ લગ્નમાં પધારેલ તમામ મહેમાનોને નાની બાળાઓ ર્ેારા કુમ-કુમ તીલક કરી અને સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નમાં પધારેલ મહેમાનો બીજલ ભગત, લવકુશ બાપુ, જોગીન્‍દ્રદાસ બાપુ, પ્રકાશનાથ બાપુ, અંબરીશભાઈ ડેર, ધારાસભ્‍ય, દિલીપભાઈ સંઘાણી, જીતુભાઈ ડેર, હરીભાઈ નકુમ, બાબુભાઈ રામ, બાબુભાઈ જાલધરા, જેસાભાઈ રામ, દડુભાઈ વાઘ, ગોપીકા તીવારી, ભાનુકુમાર સદાનંદ, વિવેક ખોસલા, સીતારામ મુળુ, સંતો મહંતો અને રાજકિય અને સામાજીક આગેવાનો ઉપસ્‍થિત રહી અને નવદંપતિઓને રૂડા આશીર્વચન પાઠવેલ અને સમાજમાં ચાલી રહેલ રીત-રીવાજો વિશે વિવિધ પ્રકારની વિસ્‍તૃત ચર્ચાઓ કરી અને સમાજકેવી રીતે આગળ આવે તે દિશામાં તમામ મહાનુભાવોએ પોતાના વકતવ્‍યમાં જણાવેલ. આ સમુહ લગ્ન સમારોહના સમગ્ર ખર્ચનાં મુખ્‍યદાતા બાઘાભાઈ નાકરાભાઈ લાખણોત્રા હતા તે બદલ તેમનું સન્‍માન પણ કરવામાં આવેલ હતું. કોવાયા આહિર યુવક મંડળ ર્ેારા બાકીનાં જે બીજા ગામો આ સમુહ લગ્નનું આયોજન કરે છે તે તમામ ગામનાં સમુહ લગ્નની કમીટીમાં સભ્‍યોનું પણ સારૂ કામ કરવા બદલ સન્‍માનિત કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું એન્‍કરીંગ કાળુભાઈ લાખણોત્રા અને ભોળાભાઈ વાઘ ર્ેારા પોતાની આગવી શૈલીમાં કરવામાં આવ્‍યું હતું. આ આઠમાં સમૂહ લગ્નને લઈને કોવાયા આહિર યુવક મંડળ અને સમસ્‍ત કોવાયા ગામએ એકજુથ થઈ અને દિનરાત તડામાર તૈયારીઓ કરી અને આ સમુહ લગ્ન સમારોહને સફળ બનાવ્‍યો હતો.


30-01-2019