Main Menu

January, 2019

 

અમરેલી જિલ્‍લામાં મહિલાઓ પર થતાં અત્‍યાચાર સામે 181ની ઉમદા કામગીરી

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લામાં મહિલાઓ પર થતાં અત્‍યાચાર સામે રક્ષણ આપવા માટે 181 અભયમ્‌ની સેવા શરૂ કરવામાં આવેલ છે, અને તેનાથી મહિલાઓને પણ ન્‍યાય મળી રહૃાો છે.

તાજેતરમાં અમરેલી શહેરમાંથી 181ભઅભયમ્‌ભમાં ફોન આવેલ, ભભબહેન હું વિધવા છું પતિને હાર્ટઅટેક આવતા મૃત્‍યુ થયેલ. જેને જેઠાણી ર્ેારા પરેશાની છે. મદદની જરૂર છે. ઘરમાં શૌચાલયની સુવિધા આપવામાં નથી આવતી.

તુરત જ 181ની ટીમ અને ફરજપરનાં કાઉન્‍સેલર બ્‍લોચ રોબિના અને ડબલ્‍યુપીસી લક્ષ્મીબેન આ બહેનનાં ઘરે પહોંચ્‍યા, ત્‍યારે આ બહેને રડતા રડતા પોતાની વિતી જણાવેલ. તેથી 181ના કાઉન્‍સેલર આ બહેનનાં સાસુ, નણંદ અને જેઠ-જેઠાણી સાથે કાઉન્‍સેલીંગ કરવામાં આવેલ અને આ બહેનનાં ઘરેલું હિંસાનાં પ્રશ્‍નોને કાઉન્‍સેલીંગ ર્ેારા કાયદાની સમજ આપીને સમજાવામાં આવેલા અને બહેનને જે પણ મદદ માંગી તે તેઓને પુરી પાડવામાં આવેલી છે. બહેને છેલ્‍લે 181નાં કાઉન્‍સેલરને આભાર માનતા જણાવ્‍યું કે બહેન મારી પર જે મુસિબત આવી તેનો તમે સહારો બન્‍યા છો હું અને મારા સ્‍વર્ગવાસી પતિ વતી આપનો 181 મહિલા હેલ્‍પલાઈનનો આભાર વ્‍યકત કરૂ છું. જયારે પણ જરૂર જણાયે 181 મહિલા હેલ્‍પલાઈનની મદદ લેવા 181ના કાઉન્‍સેલર ર્ેારા જણાવવામાં આવેલ છે.

તદ્યઉપરાંત, સાવરકુંડલામાંથીએક બહેન ર્ેારા 181માં ફોન આવતા તુરત જ 181ની ટીમ કાઉન્‍સેલર પરમાર હિનાબેન અને ડબલ્‍યુપીસી દયાબહેન આ બહેન સુધી પહોંચ્‍યા અને તેમને સાથે લઈ તેમનાં પતિ પાસે લઈ જવામાં આવેલા. પતિ અને સાસુએઘરની નાની નાની વાતમાં જગડો કરી આજે એક વર્ષના બાળકને લઈ ઘરેથી કાઢી મુકેલા, તે બાબતે પતિ અને સાસુને સમજાવવામાં આવેલા. કાયદાકીય માહિતી અને બાળક કસ્‍ટડીમાટેનાંકાયદા વિશે માહિતગાર કરવામાં આવેલા અને અંતે પતિ પત્‍નિ વચ્‍ચે સમાધાન કરવામાં આવેલ અને લાંબાગાળાનાં કાઉન્‍સેલીંગ માટે મહિલા સહાયતા કેન્‍દ્ર સાવરકુંડલામાં તેઓને મોકલવામાં આવેલ.


એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે ત્રીજા ત્રિમાસીક ગાળામાં રૂા. પરર મિલિયનનો નફોકર્યો

કામગીરીમાંથી આવક રૂા. 1747 મિલિયન અ(ઈ રૂા. 16ર7 મિલિયન

પિપાવાવ, તા. 30

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્‍બર, ર018નાં રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્‍વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

નાણાંકીય વર્ષ ર018- 19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા.પરર મિલિયનનો ચોખ્‍ખો નફો કર્યો હતો, જે નાણાંકીય વર્ષ ર017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.પ00 મિલિયન હતો.સમીક્ષાનાં ગાળામાં કામગીરીમાંથી આવક રૂા. 1,747 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ ર017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.1,6ર7 કરોડ હતી.

ત્રિમાસિક ગાળા માટે ભખયમતબ રૂા.987 મિલિયન હતી, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં રૂા.947 મિલિયન હતી. નાણાંકીય વર્ષ ર018-19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભખયમતબ માર્જિન પ7 ટકા હતું. જે નાણાકીય વર્ષ ર017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ8ટકા હતું.

સમીક્ષાનાં ગાળામાં કન્‍ટેઈનર કાર્ગોનો બિઝનેશ અંદાજે ×પક્ષ્ઋ તભગ( બલ્‍ક બિઝનેસ 0.33 ાોેત અને લિકવીડ બિઝનેશ અંદાજે ડક્ષ્પ ાોેત હતો. સમીક્ષાનાં ગાળામાં રોરો બિઝનેસઅંદાજે ર0કે કારનો હતો.

આ પરિણામો પર એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવનાં મેનેજિંગ ડાયરેકટર કેલ્‍ડ પેડરસેને કહૃાું હતું કે, ભભકંપનીએકન્‍ટેઈનર વોલ્‍યુમમાં વાર્ષિક ધોરણે 4પ ટકાની વૃઘ્‍ધિ કરી છે, જે એકઝીમ, ટ્રાન્‍સશિપમેન્‍ટ અને કોસ્‍ટલ વોલ્‍યુમનું ઉચું મિશ્રણ હતું ×પક્ષ્ઋ તભગ( સાથે કંપનીએ કન્‍ટેઈનર વોલ્‍યુમમાં કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સૌથી ઉચું વોલ્‍યુમ નોંધાવ્‍યું છે. હું અમારાં વિશ્‍વાસ મૂકવા બદલ અમારાં ગ્રાહકોનો આભારી છું અને મને ખાતરી છે કે, કંપની પોર્ટ સર્વિસમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા પ્રયાસો જાળવી રાખશે.

એપીએમ ટર્મિનલ પિપાવાવ વિશે :

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ ભારતમાં કન્‍ટેઈનર્સ, રો/રો (પેસેન્‍જર કાર), લિકવીડ બલ્‍ક અને ડ્રાઈ બલ્‍ક કાર્ગો માટે અગ્રણી ગેટવે છે, જે ગુજરાત રાજયનાં ગ્રાહકોને સેવા આપે છે તેમજ ભારતનાં અંતરિયાળ અને ઉતરપશ્ચિમ વિસ્‍તારો સાથે રોડ અને રેલવેનું નેટવર્ક ધરાવે છે. અત્‍યારે કાર્ગોનું સંચાલન કરવાની વાર્ષિક ક્ષમતામાં 1.3પ મિલિયન તભગ કન્‍ટેઈનર્સ, ર,પ0,00 પેસેન્‍જર કાર, ર મિલિયન મેટ્રિક ટન લીકવીડ બલ્‍ક અને પ મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્‍ક સામેલ છે. એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ) ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી (પીપીપી) ભાગીદારીમાં રચાયેલું બંદર છે તથા એપીએમ ટર્મિનલ્‍સનાં ગ્‍લોબર ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.


અમરેલી જિલ્‍લામાંપ્રાથમિક શિક્ષણની હાલત કફોડી

અનેક શાળાઓમાં શિક્ષક-શિક્ષિકાઓની અનિયમિતતા સામે રોષ

અમરેલી જિલ્‍લામાંપ્રાથમિક શિક્ષણની હાલત કફોડી

પ્રાથમિક શિક્ષકોની અનેક જગ્‍યાઓ ખાલી હોય તે અંગે પણ સરકાર ચિંતીત નથી

અમરેલીનાં ખડખંભાળીયા ગામે શિક્ષકોની ગેરહાજરીને લઈને સરપંચે નારાજગી વ્‍યકત કરી

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લાની સરકાર પ્રાથમિક શાળાઓમાં દિનપ્રતિદિન શિક્ષણની હાલત કફોડી બની રહી છે. અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્‍યા ખાલી છે તો અનેક શાળામાં શિક્ષકો શિક્ષણ આપતા નથી તો અનેક            શાળાઓમાં મકાનનો અભાવ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લામાં સરકારી પ્રાથમિક શાળામાં ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારનાં બાળકો તેનું ભાવિ તૈયાર કરતાં હોય છે અને દેશનાં ભવિષ્‍ય માટે પ્રાથમિક શિક્ષણ અત્‍યંત જરૂરી છે અને દરેક વ્‍યકિતને યોગ્‍ય શિક્ષણ આપવું તે સરકારની નૈતિક ફરજ પણ છે. છતાં પણ પ્રાથમિક શિક્ષણને લઈને અધિકારીઓ           અને પદાધિકારીઓ ચિંતીત નથી તે હકીકત છે.

દરમિયાનમાં અમરેલીનાં ખડ ખંભાળીયા ગામનાં સરપંચ ભાભલુભાઈ વાળાએ જિલ્‍લા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને ગામની શાળાનાં ર શિક્ષિકાઓ સતત ગેરહાજર રહેતાં હોય બન્‍નેની તાત્‍કાલીક બદલી કરવાની માંગ કરી છે અને બદલી નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી અંતમાં આપેલ છે.


વન વિભાગમાં ખોટા વાઉચર બનાવીને લાખો રૂપિયાનું કૌભાંડ ?

વન વિભાગ જે વાઉચર ન શોધી શકયું તે અરજદારે શોધીઆપ્‍યા

વન વિભાગમાં ખોટા વાઉચર બનાવીને લાખો રૂપિયાનું કૌભાંડ ?

સ્‍થાનિક કક્ષાએ કૌભાંડની તટસ્‍થ તપાસ થતી ન હોય મામલો ગંભીરતા તરફી જઈ રહૃાો છે

ધારી, તા.30

ધારી વન વિભાગની સરસીયા રેન્‍જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્‍ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્‍ય વન સંરક્ષકમાં તપાસ ચાલતી હોય સફાળા જાગેલા વનતંત્રએ અરજદારને પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ. જેથી અરજદારે ધારી ડી.સી.એફ. સમક્ષ લાખો રૂપિયાના બોગસ વાઉચર રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્‍યો હતો અને હજુ પણ લાખો રૂપિયાના બોગસ વાઉચર બન્‍યાનું તપાસમાં ખૂલશે તેવું જણાઈ આવે છે. આ સમગ્ર કૌભાંડ ખૂબ જ મોટું હોય તપાસ એ.સી.બી. દ્વારા થાય તેવી માંગ ઉઠી છે.

ધારી ગીર પૂર્વ સરસીયા રેન્‍જમાં આર.એફ.ઓ., બીટગાર્ડ વગેરે દ્વારા વર્ષોથી ખોટા વાઉચર બનાવી પૈસા હજમ કરી જવાનું કૌભાંડ કરવામાં આવ્‍યું હોય જેની સ્‍થાનિક વનતંત્ર દ્વારા કયારેય યોગ્‍ય તપાસ કરવામાં આવી નહોતી અને સબ સલામત જેવા રિપોર્ટ કરવામાં આવતા. ત્‍યારે આ વખતે ખુદ અરજદારે જ સમગ્ર કૌભાંડના સજજડ પુરાવા તપાસમાં રજૂ કર્યા હતા. જેમાં ખોટા નામ, સરનામા લખી બોગસ સહીથી વાઉચર બન્‍યા હતા તો અનેક વાઉચરોમાં તો કોઈ જનામ પણ લખવામાં આવ્‍યા ન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

જે ખોટા વાઉચર કહેવાતી ધારી વનતંત્ર તપાસમાં સામે ન આવ્‍યા હોય તેવા વાઉચર અરજદારે શોધી કાઢતા વન વિભાગ પણ મુંઝવણમાં મુકાઈ ગયું હતું. તો આ સમગ્ર ઉચાપત કૌભાંડ હજુ ઘણું મોટું હોય સમગ્ર મામલાની તપાસ એ.સી.બી. દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને તપાસ નાટક કરતા તપાસ અધિકારીઓને પણ સમગ્ર કૌભાંડમાં આરોપી બનાવી ફરિયાદ દાખલ કરવા ઉચ્‍ચ કક્ષાએ માંગ કરવામાં આવી હતી.


વા શકિતને જાગૃત કરવાનો રાજય સરકારનો પ્રશંસનીય અભિગમ : મનિષ સંઘાણી પ્ર

યુદેશ યુવા ભાજપ અગ્રણી મનિષ સંઘાણીએ ખુશી વ્‍યકત કરી

અમરેલી, તા.30

યુવા શકિત એક એવી શકિત છે જે પરિવાર-કુટુંબ-રાજય અને દેશના વિકાસમા અગ્રેસર બની રહે છે પરંતુ આ બધુ ત્‍યારે શકય બને છે જયારે તેને ઉચ્‍ચ વિચારો અને યોગ્‍ય માર્ગદર્શન મળી રહે. યુવા વયે આવા દિવ્‍ય અને ભવ્‍ય વિચારો ધરાવતા સ્‍વામિ વિવેકાનંદજીએ શીકાંગો સંમેલનમા ભારતની ભવ્‍યતાનો ખ્‍યાલ અપાવી ભારતની સંસ્‍કૃતિનો પરિચય ભરસભામા આપ્‍યો.  ગુજરાત સરકારે પણ રાજયના યુવક મંડળોને ચંતનવંતા બનાવવા સાથે યુવાનોને સ્‍વામિજીના વિચારો કેળવી યુવા શકિત જાગૃત કરવા અને તેના દ્રારા રાજયના વિકાસમા તેની નિર્ણાયક ભૂમિકા ભજવવા, યુવા પ્રવૃતિના વિકાસ માટે મહત્‍વપૂર્ણ યોજનાની જાહેરાત કરી તેને ગુજરાત પ્રદેશયુવા ભાજપ અગ્રણી મનિષ સંઘાણીએ આવકારી મુખ્‍યમંત્રી વિજભાઈ રૂપાણી સહિત રાજય સરકારને અભિનંદન પાઠવ્‍યા હોવાનુ યાદીમા જણાવાયેલ છે.


લ્‍યો બોલો : બાઈક પર લઈ જવાતો દેશીદારૂનો કોથળો નીચે પડી ગયો

સ્‍થાનિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અમરેલી, તા. 30

અમરેલી નજીક આવેલ ભારતનગર વિસ્‍તારમાં રહેતાં સલીમ હબીબભાઈ ડાયાતર નામનો ઈસમ ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.16 એલ. 6ર91માં દેશીપીવાનો દારૂ લીટર રપ પ્‍લાસ્‍ટીકની કોથળીમાંભરી હેરાફેરી કરતો હોય, અકસ્‍માતે આ કોથળી માંગવાપાળ પાસે પડી જતાં આરોપી મોટર સાયકલ સહિતનો મુદ્યામાલ મુકી નાશી જતાં પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજુલાનાં યુવકનાં ફેસબુક એકાઉન્‍ટમાંથી ફાયરીંગનોવિડીયો વાયરલ થતાં તપાસ શરૂ

ફાયરીંગ કરનાર લાયસન્‍સ ધરાવે છે કે કેમ તેની તપાસ શરૂ

અમરેલી, તા. 30

રાજુલા ગામે રહેતાં પીયુષ ગૌસ્‍વામી નામનાં ફેસબુક એકાઉન્‍ટમાં ગત તા.ર0નાં રોજ કોઈ જાહેર ડાયરામાં હાથ બનાવટનાં તમંચા વડેફાયરીંગ કરાતું હોય, તેવો વિડીયો વાયરલ કરી અને આ વિડીયોમાં અજયભાઈ એવું નામ પણ બોલતાં હોય, આ ફાયરીંગ કોઈ મલીન ઈરાદાથી કરેલ છે કે કેમ તથા હથીયાર રાખવા અંગેકોઈ લાયસન્‍સ ધરાવે છે કે કેમ ?તથા જાહેર જનતામાં શું પ્રત્‍યાઘાતો પડેલા છે. તેમજ આ ફાયરીંગની ઘટના કયા સ્‍થળે બનેલ છે. તેનીતપાસ રાજુલા પોલીસે હાથ ધરેલ છે.


બહારપરા વિસ્‍તારમાં તીનપત્તીનો જુગાર રમતાં પ શખ્‍સો ઝડપાયા

મોબાઈલ ફોન, રોકડ મળી રૂા.ર0ર0નો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા. 30

અમરેલીમાં રહેતાં પપ્‍પુ બાબુભાઈ માને, અશોકભાઈ શંભુભાઈ પરમાર, કાનજી ઉર્ફ કાનો ગોવિંદભાઈ મકવાણા, રાકેશ બાબુરાવ માને તથા રમેશભાઈ છગનભાઈ મકવાણા વિગેરે આજે બપોરે બહારપરા સામુદ્રી માતાજીનાં મંદિરની પાછળનાં ભાગે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, સીટી પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.10ર0 તથા મોબાઈલ ફન-ર કિંમત રૂા.1 હજાર મળી કુલ રૂા.ર0ર0નાં મુદ્યામાલ સાથે પાંચેય ઈસમોને રંગે હાથ ઝડપી લીધા હતા.


બઘડાટી : બાબરા તાલુકા પંચાયતનાં કોંગી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ

લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ જુથબંધીએ પોત પ્રકાશ્‍યું

બઘડાટી : બાબરા તાલુકા પંચાયતનાં કોંગી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ

ભાજપ અને અપક્ષનાં સાથથી કોંગી અસંતુષ્ઠો મેદાનમાં

બાબરા, તા. 30

બાબરામાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 જેટલા નારાજ સભ્‍યો ઘ્‍વારા ભાજપ બે અને એક અપક્ષના મળી કુલ 9 જેટલા સભ્‍યોના સથવારે વર્તમાન પ્રમુખ ધખુબેન વહાણી અને ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવતા સ્‍થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જો કે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા તેમજ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના જે સભ્‍યો ઘ્‍વારા તાલુકા પંચાયતમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવી છે જે પક્ષની જાણ બહાર છે. જો સભ્‍યો પોતાની નારાજગી પક્ષ સમક્ષ મુકે તો ચોકકસ કોઈ પરિણામ મેળવી શકાય. વિરોધપક્ષના સથવારેપક્ષના મેન્‍ડેડ મેળવી બેસેલ વ્‍યકિત પર અવિશ્‍વાસ લાવવો તે વ્‍યાજબી નથી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, તાલુકા પંચાયત આ અગાઉ પણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયા વિરૂઘ્‍ધ આજ સભ્‍યો ઘ્‍વારા અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાનો પ્રયાસ થયો હતો. ત્‍યારે આ બાબતે તાલુકા પંચાયતના કારોબારી સમિતિનાં ચેરમેન ગીતાબેન ખાત્રોજા ધવારા જણાવ્‍યું હતું કે, પ્રમુખ સાથી સભ્‍યોને સાથે રાખી તેમજ સંકલન સાધતા ન હોવાથી સભ્‍યોમાં રોષ છે જેના કારણે અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાની ફરજ પડી છે. બાબરા તાલુકા પંચાયતમાં કુલ 17 સભ્‍યોનું સંખ્‍યાબળ છે જેમાં 14 કોંગ્રેસ પાસે, બે ભાજપના સભ્‍ય છે અને એક અપક્ષ મળી કુલ 17 સભ્‍યોની બોડી ધરાવતી બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 સભ્‍યો ઘ્‍વારા અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવી છે. જો કે હવે તાલુકા પંચાયત પ્રમુખ ધખુબેન વહાણી ઘ્‍વારા આગામી દિવસોમાં બેઠક બોલાવાશે અને આ બેઠકમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર થાય છે કે નહીં તેની પર સૌની મીટ મંડાય છે.

બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્‍યો ઘ્‍વારા પ્રમુખ વિરૂઘ્‍ધ અશ્‍વિાસની દરખાસ્‍ત મુકાતા સ્‍થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા   મળી રહૃાો છે.


અમરેલીનાં બિસ્‍માર માર્ગો પર માણસો તો ઠીક મહાકાય વાહનોને પણ ચાલવું મુશ્‍કેલ

શહેરમાં જંગલરાજ જેવા માહોલથી રોષની આંધી

અમરેલી, તા.30

અમરેલી શહેરની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે. શહેરમાં ઠેકઠેકાણે ખોદકામ કરવામાં આવી રહયું છે. તો અમુક સ્‍થળોએ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, તમામ સ્‍થળોએ સુરક્ષાનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહયો છે અને વારંવાર અકસ્‍માત થઈ રહયા છે.

દરમિયાનમાં શહેરના રૂપમ ટોકીઝ વિસ્‍તારમાં માર્ગ બનાવવાનું કાર્ય શરૂ હોય સુરક્ષાનો અભાવ હોય મહાકાય ટ્રક અને બસ ફસાઈ જતા મહા મુસીબતે બહારકાઢવામાં આવ્‍યા હતા. અને બન્‍ને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે શહેરના ટાઉનહોલ નજીક કામગીરી પૂર્ણ થઈ હોય છતાં પણ બાજુ પર ઉભા કરવામાં આવેલ ધૂળના ઢગ દૂર કરવામાં આવતા નથી. કોન્‍ટ્રાકટર નિયમોની ઐસી તૈસી કરી રહયા હોય અધિકારીઓ અને પદાધિકારીઓ વિકાસકાર્યોની ચર્ચામાંથી નવરા પડતા નથી.


રાજયની રર જેટલી ઈજનેરી કોલેજને પછડાટ આપી અમરેલીની એન્‍જિનિયરિંગ કોલેજનું સર્વોચ્‍ચ પરિણામ

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણનાં હિતમાં મહત્ત્યવની સવલત ઉભી કરવાની તૈયારીઓ

અમરેલી, તા.30

અમરેલીમાં શાંતાબા ગજેરા ટ્રસ્‍ટ સંચાલિત ઈજનેરી કોલેજનું તાજેતરમાં પરિણામ જાહેર થયેલ. જે સમગ્ર રાજયની રર જેટલી કોલેજમાં સર્વોચ્‍ચ સ્‍થાને આવતાં ટ્રસ્‍ટના સર્વેસર્વા વસંતભાઈ ગજેરાએ ભાવિ ઈજનેર અને સમગ્ર કોલેજ પરિવારને શુભેચ્‍છા    પાઠવી છે.

અમરેલીમાં છેલ્‍લા પાંચેક વર્ષથી શરૂ થયેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઈજનેરી કોલેજનું પરિણામ 9ર.પ4 % આવેલ છે. જે રાજયની અન્‍ય ર1 જેટલી ઈજનેરી કોલેજ કરતાં સૌથી વધારે છે. સમગ્ર રાજયમાં જામનગરની કનકેશ્‍વરી ઈન્‍સ્‍ટીટયૂટનું પરિણામ માત્ર 3ર.ર7 % આવેલ છે. જયારે ધારીની અરૂણ મુછાળા એન્‍જિનિયરિંગ કોલેજનું3પ.71% જેટલું છે.


મહુવા-બાંદ્રા સુપરફાસ્‍ટ ટ્રેનને લીલીયામાં સ્‍ટોપઅપાયો

રેલ્‍વે મંત્રાલયનાં આદેશથી આજે સાપ્‍તાહિક મહુવા- બાંદ્રા-મહુવા સુપરફાસ્‍ટ ટ્રેન નં. રર994 / રર993 ને લીલીયા મોટા રેલ્‍વે સ્‍ટેશન પર સ્‍ટોપ આપવા નિર્ણય લેવાતા આજથી સુપરફાસ્‍ટ ટ્રેન લીલીયા સ્‍ટોપ કરતાં સ્‍થાનિક ભાજપ અગ્રણીઓ, વેપારીઓ અને ગ્રામજનોએ સાંસદ નારણભાઈ કાછડીયાની આગેવાનીતળે સુપરફાસ્‍ટ ટ્રેનને ફુલડે વધાવી આવકારી હતી. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયાએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી. ગાડી નં.રર994 ને તા.ર9થી લીલીયા સ્‍ટેશન પર રોકવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેનને લીલીયા મોટા સ્‍ટેશન પર આવક-જાવકનાં નિયત સમય પ્રમાણે ર1.47 / ર1.48 વાગ્‍યાનો છે. ગાડી નં. રર993 એક ફેબ્રુ.ના લીલીયા સ્‍ટેશન પર પ.ર4 / પ.રપ દરમિયાન રોકાશે. આ તકે મંડલ રેલ પ્રબંધક સુ. સુ. રૂપા નિવાસન મંડલ વાણીજય પ્રબંધક માસુક અશમદ અને અન્‍ય રેલ કર્મચારીગણ સાથે સૌ લીલીયાનાં લોકો અને રેલયાત્રીઓ તથા સ્‍થાનિક ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, નિતીનભાઈ ત્રિવેદી, બાબુભાઈ ધામત, મગનભાઈ વિરાણી સહીતનાં ગ્રામજનો મોટીસંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે રેલ્‍વે તંત્ર અને સાંસદ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.


અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ. ર્ેારા ‘‘પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ., શેડુભાર શાખા મારફત ભભપ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાભભમાં જોડાયેલ હરીપુરા ગામનાં સભાસદ સ્‍વ. જેરામભાઈ કાનજીભાઈ ગજેરા તથા સ્‍વ. મધુબેન જેરામભાઈ ગજેરાનું આકસ્‍મિક અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.4,00,000 મંજૂર થતા ચેક વિતરણનો કાર્યક્રમ શેડુભાર મુકામે રાખવામાં આવેલ હતો. વીમા કલેઈમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાનાં વરદ હસ્‍તે તેમના વારસદાર ચેતનભાઈ જેરામભાઈ ગજેરાને કરવામાંઆવેલ.

આ કાર્યક્રમનાં પ્રારંભમાં શેડુભાર શાખાનાં બ્રાન્‍ચ મેનેજર કે. જે. સંઘાણીએ સ્‍વાગત પ્રવચન સાથે થાપણો વિશે તથા લોન અને વસુલાત અંગેની માહિતી આપેલ. તેમજ હેડ ઓફિસ, અમરેલીના ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં જુનીયર ઓફિસર મહેશભાઈ એમ. કથીરીયાએ બેંકનાં કોર બેન્‍કિંગ સોલ્‍યુશન્‍સ(સીબીએસ)ને લગતી તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અને અટલ પેન્‍શન યોજના વિશે માહિતી આપેલ હતી. તેમજ બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાએ સહકારી મંડળીનું ગ્રામિણ અને કૃષિ વિકાસમાં યોગદાન તેમજ બેંક મારફત કરવામાં આવતી ખેડુતલક્ષી વિવિધ યોજનાની માહિતી આપેલ તેમજ બેંકનાં અને નાફસ્‍કોબ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન મુજબ બેંકની શાખાઓ અને પેકસ મંડળીઓના ધંધાનાં કદમાં થયેલ વધારો, વિદ્યાર્થીઓને તેમજ મહિલાઓને બચતની ટેવને ઉતેજન   મળે તે માટે રૂા.1/- થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધા પુરી પાડી સેવાનું પ્રેરણાદાયી કાર્ય કરી બેકીંગ પ્રવૃતિઓ સાથે બેંક વિકાસનાં પંથે લોકોને સેવા પુરી પાડી રહેલ છે તેમ જણાવેલ.

આ કાર્યક્રમમાં મંડળીના પ્રમુખ બાલુભાઈ જીવરાજભાઈ ગજેરા તથા ખીજડીયા રાદડીયા સેવા સહકારી મંડળીનાપ્રમુખ ધીરૂભાઈ સાવલીયા, શેડુભાર સેવા સહકારી મંડળીના વ્‍ય.ક.સ.રમેશભાઈ પોલરા, કમલેશભાઈ ગજેરા, વલ્‍લભભાઈ અમીપરા, દીનેશભાઈ બોદર, તેમજ શેડુભાર ગામનાં આગેવાન રમેશભાઈ કોટડીયા, જે. બી. ગજેરા, વિઠ્ઠલભાઈ ગજેરા, તેમજ બેંકનાં કર્મચારી પી. સી. ચૌહાણ તેમજ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપેલ હતી. તેમ બેંકનાં જનરલ મેનેજર(સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાની યાદી જણાવે છે.


મૂકબધિર શાળાનાં વિદ્યાર્થીઓએ ફિલ્‍મ નિહાળી

ડો. કલામ ઈનોવેટીવ વર્કસ દ્વારા મૂકબધિર શાળાના 80 વિદ્યાર્થીઓને દેશભકિતને ઉજાગર કરતું  ફિલ્‍મ બતાવવામાં આવ્‍યું હતું. મૂકબધિર બાળકો અને તેમના શિક્ષકો અને ડો. કલામ ઈનોવેટીવ વર્કસના સભ્‍યોએ તિરંગો લહેરાવતા અને ભારતમાતાના નારાઓ સાથે સિનેમા હોલમાં પ્રવેશ કર્યો હતો. તિરંગા સાથે એંજલ સિનેમા હોલમાં મૂકબધિર શાળાના બાળકો દેશભકિતના રંગે રંગાઈ ઝૂમી ઉઠયા હતા. બાળકોમાં અને ઉપસ્‍થિત તમામ સભ્‍યોમાં સામાજિક જાગૃતિ અને રાષ્‍ટ્રહિત માટેનો અગમ્‍ય જોશ જોવા મળ્‍યો હતો. આ તકે મૂકબધિર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા માટે ડો. રેખાબેન મહેતા, ધર્મિષ્ઠાબેન મહેતા, ભાવનાબેન મહેતા અને ભારતીબેન ગોહિલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા. બાળકોના ચહેરા પર અનોખી પ્રસન્‍નતા જોવા મળી હતી. ફિલ્‍મના અંતે હાજર સૌ કોઈ તિરંગાને લહેરાવતા ઝૂમી ઉઠયા હતા અને ભારત માતાના જયઘોષ સાથે થિયેટરમાંથી વિદાય લીધી હતી. આ વિશિષ્‍ટ પ્રકારના કાર્યક્રમનું આયોજન અને તેની સફળતા માટે ડો. કલામઈનોવેટીવ વર્કસના ફાઉન્‍ડર કેવલભાઈ મહેતા અને સાથી મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.


કલેકટર આયુષ ઓકે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ પ્રક્રીયાનું નિરીક્ષણ કર્યુ

વેરહાઉસ અમરેલી ખાતે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલે રાજકિય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ હાથ ધરેલ હતું.જેનું ઓનલાઈન વેબકાસ્‍ટીંગ ચૂંટણી પંચની વેબસાઈટ પર કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર પ્રક્રીયાનું આજરોજ જિલ્‍લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આયુષ ઓકે નિરક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. અમરેલી જિલ્‍લાને ફાળવેલ 18પ0 વીવીપેટનું ફર્સ્‍ટ લેવલનાં ચેકીંગ દરમિયાન નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલ, નાયબ જિલ્‍લા વિકાસઅધિકારી રોર, આઈ.ટી.આઈ. સ્‍ટાફ સહિત બેલ કંપનીનાં 1પ ઈજનેરો અને ચૂંટણી સ્‍ટાફ જોડાયો હતો.


અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલમાં 70માં પ્રજાસત્તાક પર્વની ભવ્‍ય ઉજવણી

ડો. જીવરાજ મહેતાસંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રા./ઉ.મા. શાળા તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે આજરોજ તા.ર6/01/ ર019ને શનિવારનાં રોજ ભભ70માં પ્રજાસતાક પર્વનીભભ ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટી ચતુરભાઈ ખૂંટ તથા ખોડાભાઈ સાવલીયા, શામજીભાઈ ધાનાણી તેમજ લક્ષ્મી ડાયમંડના સંચાલક પિન્‍ટુભાઈ તેમજ સંસ્‍થાનાં પ્રિન્‍સીપાલ અને સ્‍ટાફગણ તથા વિશાળ સંખ્‍યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. આ કાર્યક્રમ સંસ્‍થાનાં પ્રમુખનાં વરદ હસ્‍તે ભરાષ્‍ટ્રઘ્‍વજ ફરકાવીભ રાષ્‍ટ્રગાન સાથે શરૂઆત થઈ હતી તેમજ દરેક મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરાએ ભારતના ભાવી નાગરિકો એવા વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રપ્રેમ કેળવવા,દેશ પ્રત્‍યે પોતાનું અમુલ્‍ય યોગદાન આપવા અને રાષ્‍ટ્રનું જતન કરવાની શીખ આપી હતી. સ્‍પોર્ટમાં ભભહેન્‍ડબોલમાંભભ રાષ્‍ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને બ્રોન્‍ઝ મેડલથી સન્‍માન કર્યુ હતું. તેમજ કરાટેમાં દુબઈ (અબુધાબી)માં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ગોલ્‍ડ તેમજ સીલ્‍વર મેડલથી સન્‍માનીત કર્યા હતા. ત્‍યારબાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો જેમાંનૃત્‍ય, દેશભકિતની કૃતિઓ, ગરબા, વેશભુષા અને ડંબેલ્‍સના દાવ રજૂ થયા હતા ખૂબજ ખુશનુમા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.