Main Menu

amreliexpress

 

ખાંભામાં સંત શિરોમણી પૂ. શામજીબાપુની પૂણ્‍યતિથિની ઉજવણી  

ખાંભા ખાતે સંત શિરોમણી પૂજય શામજીબાપુની 36મી પૂણ્‍યતિથિએ નીકળેલી ભવ્‍ય શોભાયાત્રા સહ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સતાધાર આપાગીગા ધામમાં મહંત પ.પૂ. સંત શિરોમણી પૂજય શામજીબાપુની 36મી પૂણ્‍યતિથિએખાંભા સમસ્‍ત કડીયા કુંભાર સમાજ દ્વારા આયોજક પૂર્વ આચાર્ય સવજીભાઈ ચોટલીયા પરિવાર દ્વારા પૂણ્‍યતિથિ અવસરે પૂજા-અર્ચના બાદ ભવ્‍ય શોભાયાત્રા ખાંભાની મેઈન બજારમાં કાઢવામાં આવેલ. આ અવસરે ખાંભાના સર્વ જ્ઞાતિજનો, મહેમાનો અને સ્‍થાનિક આગેવાનો શોભાયાત્રામાં જોડાયેલ. 36મી પૂણ્‍યતિથિ અવસરે ચોટલીયા પરિવાર દ્વારા મહાપ્રસાદના કરાયેલા આયોજનમાં પ00 જ્ઞાતિજનો, મહેમાનો તથા ખાંભાના અગ્રણીઓએ મહાપ્રસાદનો લાભ લીધેલ.


અમરેલી જિલ્‍લાની સમસ્‍યા મોદી પણ દુર કરી ન શકયા

સ્‍વ. ઈન્‍દિરા ગાંધી, સ્‍વ. રાજીવ ગાંધી, સ્‍વ. વાજપેઈ, ડો. મનમોહનસિંગ બાદ

અમરેલી જિલ્‍લાની સમસ્‍યા મોદી પણ દુર કરી ન શકયા

આજથી પાંચ વર્ષ પહેલા નરેન્‍દ્ર મોદીએ 60 વર્ષને બદલે 60 મહિનાનો સમય આપવા માંગ કરી હતી

અમરેલી, તા. 14

અમરેલી જિલ્‍લામાં આઝાદીનાં 7 દાયકા બાદ પણ અનેક સમસ્‍યાઓ યથાવત રહી છે. જિલ્‍લાની જનતાએ ભાજપ-કોંગ્રેસ-જનતાદળ સહિત તમામ પક્ષો તરફી જબ્‍બરૂ મતદાન કર્યુ અંતે ઠેરનાં ઠેર જ રહૃાા.

આજથી પાંચ વર્ષ પહેલા નરેન્‍દ્ર મોદીએ અમરેલીની ધરતી પરથી જિલ્‍લાની જનતાને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, તમોએ 60 વર્ષ સુધી કોંગ્રેસને શાસન સોંપ્‍યું છતાં પણ જિલ્‍લાનાં પ્રશ્‍નો દુર ન થયા ભાજપને માત્ર 60 મહિનાનો સમય આપો એટલે જિલ્‍લાની તમામ સમસ્‍યા દુર થઈ જશે અને આજે ભાજપ સરકારનાં પ8 મહિના પુર્ણ થઈ ગયા. આગામી ર મહિનામાં પુનઃ ચૂંટણી આવી રહી હોય જિલ્‍લાની સમસ્‍યા દુર થઈ કે નહી તેનું પરીક્ષણ કરવું જરૂરી છે.

જિલ્‍લામાં આજે પણ અનેક સમસ્‍યાઓ જોવા મળી રહી છે. બેરોજગારી, ઉદ્યોગોની કમી, નેશનલ હાઈ-વે, બ્રોડગેજ રેલ્‍વે, ભ્રષ્‍ટાચાર, ખેડૂતોને નીલગાય, ભુંડની સમસ્‍યા તેમજ પુરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી, વીજળી કે પોષણક્ષમ ભાવો મળતાનથી. ઈજનેરી સરકારી કોલેજ કે અન્‍ય કોઈ સરકારી શિક્ષણ યોજનાઓ જોવા મળતી નથી. જિલ્‍લાનાં આરોગ્‍ય કેન્‍દ્રોમાં તબીબોનો અભાવ, સરકારી શાળામાં શિક્ષકની તંગી સહિતની અનેક સમસ્‍યાઓ પાંચ વર્ષ પહેલા હતી તે યથાવત જોવા મળી રહી છે. અને સ્‍વ. ઈન્‍દિરા ગાંધી, સ્‍વ. રાજીવ ગાંધી, સ્‍વ. વાજપેઈ અને ડો. મનમોહનસિંગ બાદ વધુ એક પ્રધાનમંત્રી જિલ્‍લાની જનતાની સમસ્‍યા દુર કરવામાં નિષ્‍ફળ રહૃાા હોય હવે જિલ્‍લાની જનતા પણ વિચારે છે કે સમસ્‍યાઓ વિકરાળ છે કે નેતાઓમાં ઈચ્‍છાશકિતનો અભાવ છે.


ફાચરીયાથી પીછડી ગામ વચ્‍ચે રીક્ષા પલટી જતા વૃદ્ધનું મોત

અમરેલી, તા.14

જાફરાબાદ ગામે રહેતા ભીખાભાઈ નાથાભાઈ ભાલીયા (ઉ.વ.60) તથા વશરામભાઈ બચુભાઈ સોલંકી, દક્ષાબેન વશરામભાઈ તથા નેહાબેન વશરામભાઈ સોલંકી ગઈકાલે બપોરે રીક્ષા નં. જી.જે. 11 ઝેડ. 3493માં બેસી જતા હતા ત્‍યારે જાફરાબાદ તાલુકાના ફાચરીયા- પીછડી ગામ વચ્‍ચે આ રીક્ષાના ચાલક ભરતભાઈ માલાભાઈ બારૈયાએ તે રીક્ષાને પલટી મરાવી દેતા આ રીક્ષામાં બેસેલા ભીખાભાઈ સહિતનાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવેલ. જયાં ભીખાભાઈનું સારવાર દરમિયાન મોત થયુંહતું. જયારે અન્‍ય ત્રણને સારવારમાં રખાયા છે.


પાલિકાનાં તત્‍કાલીન પ્રમુખને રૂપિયા 70 લાખ ભરવા નોટીસ

મન રેસીડેન્‍સી સહિતનાં જુદા-જુદા વિસ્‍તારોમાં નિયમ વિરૂઘ્‍ધ માર્ગો બનાવ્‍યા હોય તપાસ શરૂ

પાલિકાનાં તત્‍કાલીન પ્રમુખને રૂપિયા 70 લાખ ભરવા નોટીસ

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરતાં તંત્ર હરકતમાં

અમરેલી, તા. 14

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ઉચ્‍ચકક્ષાએ પાલિકાનાં તત્‍કાલીન શાસકોએ કરેલ ભ્રષ્‍ટાચાર અંગ ફરિયાદ કરતાં પ્રાદેશિક કમિશનરે પાલિકાનાં તત્‍કાલીન પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાને નોટીસ પાઠવીને રૂપિયા કેમ ન વસુલવા તેનો ખુલાશો કરતાં જિલ્‍લાની પાલિકાઓમાં મનફાવે તેમ વહીવટી કરનાર શાસકોમાં ફફડાટ ફેલાયો છે.

નોટીસમાં જણાવેલ છે કે, સરકારનાં ઠરાવો, પરીપત્રો, હુકમોની માર્ગદર્શિકાઓ મુજબ આ કામગીરી કરવાની થતી હતી તેમ છતાં સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના તા. 19/4/1રનાં ઠરાવ નં. રાજય/10ર01ર/રર7/પથી ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો તથા અન્‍ય રહેણાંકીય વિસ્‍તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓ વિકાસની યોજના હેઠળ આવરી લેવામાં આવનાર કામો સ્‍થાનિક સંસ્‍થામાં પ્રપોર્ટી ટેક્ષ ભરનાર તમામ ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો, ફલેટના રહેવાશીઓને સગવડ સુવિધા આપવા માટે તથા વિસ્‍તારને સ્‍વચ્‍છ બનાવવાનાકામો આવરી લેવાના રહેશે. તે માટેના કામો મંજુર કરી શકાશે તેવી જોગવાઈ છે. જયારે આ સોસાયટીમાં માનવ વસાહત થયેલ નથી તેથી સ્‍થાનિક સંસ્‍થામાં પ્રોપર્ટી ટેક્ષની આવક થતી નથી તેમજ સોસાયટીના વસવાટ કરતા સભ્‍યોની સંયુકત સહીથી રસ્‍તાની માંગણી થયેલ નથી અને લોકફાળાની ર0 ટકા રકમ જમાં લીધા સિવાય ખાનગી સોસાયટીના ડેવલોપરને ફાયદો કરાવવાનાં હેતુથી હુકમના ક્રમ નં. 1નું કામ કન્‍સ્‍ટ્રકશન વર્ક ઓફ સીમેન્‍ટ કોક્રીટ રોડ વીથ ટી-મીકસ એટ મન રેસીડેન્‍સી રે.સ.નં. 47પ પૈકી સાવરકુંડલા રોડ, સફારી ગારમેન્‍ટ પાસે (ઓ.જી. એરીયા) પાર્ટ-ર અમરેલી માટે રૂા. ર3,ર8,પ00 અંકે રૂપિયા ત્રેવીસ લાખ અઠયાવીશ હજાર પાંચસો પુરા તથા તેના પાર્ટ-1ની કામગીરી હુકમના ક્રમ નં. 16નું કામ કન્‍સ્‍ટ્રકશન વર્ક ઓફ સીમેન્‍ટ કોંક્રીટ રોડ વીથ ટી-મીકસ એટ મન રેસીડેન્‍સી રે.સ.નં. 47પ પૈકી સાવરકુંડલા રોડ, સફારી ગારમેન્‍ટ પાસે (ઓ.જી. એરીયા) પાર્ટ-1 અમરેલી માટે રૂા. 19,86,800 અંકે રૂપિયા ઓગણીસ લાખ છયાસી હજાર આઠસો પુરાના કામો આ વિસ્‍તારમાં માનવ વસાહત થયેલ ન હોય તેમ છતાં કામો પાછળ રૂા. 4પ,89,પ73 તેમજ મન સીટી ચકકરગઢ રોડ બાયપાસ વિસ્‍તારમાં આવેલ તેમાં પણ રકમ રૂા. ર4,98,700નાં કામો પાછળ રૂા. ર4,7પ,336 મન રેસીડેન્‍સીમાં માનવ વસાહત નહોય તો પણ સોસાયટીના અંદરના રસ્‍તા મંજુર કરેલ છે. આ કામોની રકમ રૂા. 70,64,909 અમરેલી નગરપાલિકાને આર્થિક નુકશાન થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકાને થયેલ આર્થિક નુકશાનની રકમની વસુલાત કરી જવાબદારો સામે શિક્ષાત્‍મક પગલા લેવાના કામે આ સમયગાળામાં પ્રમુખ અમરેલી નગરપાલિકા તરીકેનો કાર્યકાળ (1) અલ્‍કાબેન દિનેશભાઈ ગોંડલીયાનો હોય તેઓ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-70 (ર) નીચે તમારી જવાબદારી નકકી કરી અને નગરપાલિકાને થયેલ આર્થિક નુકશાનની રકમની વસુલાત કરવા હુકમ શા માટે ન કરવો ? તેમ અંતમાં જણાવેલ છે.


રાહુલ ગાંધી સંગ પરેશ ધાનાણી

અખિલ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાહુલ ગાંધીએ વલસાડ જિલ્‍લાની રેલી દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે રાજયની વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ અંગે ચચર્ચાઓ કરી હતી જે દ્રશ્‍યમાન થયેલ છે.


લાઠી તાલુકાનાં તાજપર ગામે બનેલ આત્‍મહત્‍યાનાં બનાવની તપાસ હાથ ધરતી પોલીસ

અમરેલી, તા. 14

ગઈ કાલ તા. 13/ર/19 ના રોજ લાઠી તાલુકાનાં તાજપર ગામનાં રહેવાસી વનરાજભાઈ નાથાભાઈ બારડે પોતાના બાપુજી નાથાભાઈ ખોડાભાઈ બારડ ઉ.વ. 60 રહે. તાજપર તા.લાઠી, જી. અમરેલી વાળાએ તાજપરથી ભીંગરાડ ગામે જવાના જુના માર્ગે આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પી જઈ આત્‍મહત્‍યા કરેલ હોવાનું અને આત્‍મહત્‍યાનું કારણ પાક નિષ્‍ફળ જવાનાં કારણે દેણામાં આવી જતા ઝેરી દવા પી જઈને આત્‍મહત્‍યા કરેલ હોવાની પોલીસ સમક્ષ જાહેરાત આપતા લાઠી પોલીસ સ્‍ટેશન અકસ્‍માત મોત નં.01/ર019 સીઆરપીસી કલમ 174 મુજબનો બનાવ રજી. થયેલ.

સદરહુ અકસ્‍માત મોતની તપાસ શરુ કરતા મરણ જનાર નાથાભાઈ ખોડાભાઈ બારડ તાજપરથી ભીંગરાડ જવાના જુના માર્ગે સાડા સાતેક વિઘા ખેતીની જમીન ધરાવતા હતા અને ખેતીકામ કરતા હતા જે વાડીએ જઈ તપાસ કરતા બે વિઘા જમીનમાં ઘઉનું વાવેતર કરેલ તેમજ બે વિઘા રજકાનું વાવેતર કરેલ અને સાડા ત્રણેક વિઘામાં જુવારનું વાવેતર કરેલ છે તેમજ મરણ જનારની વાડીએવીજળીનું કનેકશન છે તેમજ પીયતની સુવિધા માટે પાણીના બે દાર કરાવેલ છે તેમજ સાત વિઘા જમીનમાં પીયતનું પાણી પહોંચાડવા માટે પુરતી પાઈપ લાઈન પણ ઉપલબ્‍ધ છે. આમ મરણ જનારની વાડીએ તપાસ કરતા મરણ જનાર એક પ્રગતિશીલ અને સઘ્‍ધર ખેડૂત હોવાનું જણાય આવેલ છે.

મરણ જનાર નાથાભાઈ ખોડાભાઈ બારડ પાક નિષ્‍ફળ જવાના કારણે નહીં પરંતુ માથે દેવુ વધી જતા આર્થિક સંકડામણનાં કારણે ઝેરી દવા પી જતા મરણ પામેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્‍યાન જણાઈ આવેલ છે. હાલ લાઠી પોલીસે તપાસ તજવીજ હાથ ધરેલ છે.


જી.કે. ભરાડ શૈક્ષણિક સંકુલમાં રમતોત્‍સવની ઉજવણી

તા.1ર/1ને મંગળવારના રોજ જી.કે. ભરાડ શૈક્ષણિક સ્‍કૂલ અમરેલીમાં રમતોત્‍સવ ઉજવવામાં આવ્‍યો. આ રમતોત્‍સવમાં ધોરણ કે.જી.થી ધોરણ-1રના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ શાળાના નિયામક ડો. વિક્રમ ભરાડ તથા શાળાના ડાયરેકટર વિશ્‍વાબેનના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરી મેદાન ખુલ્‍લુ મુકવામાં આવ્‍યું હતું. આ રમતોત્‍સવમાં લીંબુ ચમચી,   કોથળા દોડ, પ્‍લેટ લંગડી, લંગડી દોડ, ચોટી સ્‍પર્ધા, ફુગ્‍ગા દોડ, ખોખો, સંગીત ખુરશી, લાંબી કૂદ, ક્રિકેટ, 100 મી. દોડ, પઝલ ગેમ, ચેસ તથા ગણિતના ગાણિતિક કોયડા જેવી રમતો યોજવામાં આવી હતી. તમામ બાળકોએઉત્‍સાહભેર રમતોત્‍સવ માણ્‍યો હતો. અંતમાં સંસ્‍થાના નિયામક વિક્રમભાઈનું પ્રાસંગિક પ્રવચન યોજવામાં આવ્‍યું હતું. ડો. વિક્રમભાઈએ પોતાના વકતવ્‍યમાં બાળકોને અમૂલ્‍ય શીખ સહ બોધ આપ્‍યો હતો કે આજના વર્તમાન સમયમાં બાળક માત્ર મોબાઈલ ગેમ અને કમ્‍પ્‍યુટરને જ પ્રાધાન્‍ય આપી તેમાં રચ્‍યા પચ્‍યા રહે છે. આપણી મૂળ રમતોનું મહત્‍વ ખોરવાતું જાય છે. જીવનમાં રમતોનું ખૂબ જ મહત્‍વ રહેલું છે જે તંદુરસ્‍ત અને ખડતલ શરીર માટે આ રમતો ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. શરીર અને બુદ્ધિના વિકાસ માટે આપણી આ રમતોનું ખૂબ જ મહત્‍વ છે. સાથોસાથ વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે મોબાઈલ અને કમ્‍પ્‍યુટરની ગેમથી દૂર રહી આપણી મૂળ રમતો રમવી. એ જ શારીરિક વિકાસ માટેની સાચી ઔષધિ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંકુલના તમામ ગુરૂજનોએ જહેમત ઉઠાવી હતી. જે શાળાના ડાયરેકટર વિશ્‍વાબેનની યાદીમાં જણાવાયું છે.


અમરેલીમાં યુવાનો ર્ેારા અનોખી રીતે વેલેન્‍ટાઈન ડેની ઉજવણી

અમરેલી ખાતે યુવા પેઢીને પ્રેરણા આપતું વેલેન્‍ટાઈન ડેનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમા ઓમ યુવા મંડળ, આદિત્‍યનારાયણ યુવા મંડળ અને વિશ્‍વાસ યુવક મંડળનાં સહયોગથી યુવાઓ ર્ેારા 14 ફેબ્રુઆરીનાં દિવસે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવજીને ફાંસીની સજાનો ફેંસલો આપવામા આવેલ. જેઓને યાદ કરી અને કોલેજ સર્કલ અમરેલી ખાતે આ શહીદોને શ્રઘ્‍ધાંજલી આપવામાં આવેલ. ત્‍યારબાદ ગરીબ બાળકોને અલ્‍પાહાર કરાવી અને અનોખી રીતે વેલેન્‍ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જયારે આ કાર્યક્રમમાં સાગર મહેતા, નાથુભાઈ ધાધલ, આશિષ જાદવ, અમીત વઘાશીયા, ભગીરથભાઈ વાળા, ચન્‍દ્રકાંત હિંગુ, જયદિપ જાદવ અને ભાર્ગવ ત્રિવેદી હાજર રહૃાાં હતા.


આંબરડીનાં વર અને મિતીયાળાની લાડી એવી સિંહ બેલડીની અજબ પ્રેમકથા

ગીરના જંગલમાં સિંહની લવસ્‍ટોરીનો પ્રથમ કિસ્‍સો

આંબરડીનાં વર અને મિતીયાળાની લાડી એવી સિંહ બેલડીની અજબ પ્રેમકથા

હિંદુઓએ સિંહનું ‘‘રાહુલીયો” અને મુસ્‍લિમોએ સિંહણને ‘‘રેશ્‍મા” નામ આપ્‍યું

આંબરડી, તા. 14

વેલેન્‍ટાઈન ડે માણસોને જ પ્રેમનો અહેસાસ કરે તેવું નથી જંગલનાં રાજા સિંહો પણ લવ સ્‍ટોરી માટે મશહુર છે અને અનેક યાદગાર કિસ્‍સા આજે ગીરમાં પ્રચલિત છે અને લોક મુખે છે, ત્‍યારે સાવરકુંડલા, ખાંભા, લીલીયા બૃહદગીરનાં સાવજોની લવ સ્‍ટોરીપણ મશહુર છે. અહીં સાવરકુંડલાનાં જુના સાવરની શેત્રુંજી નદી વટો તો લીલીયા બૃહદ ગીર વિસ્‍તાર લાગુ પડે તેમ મીતીયાળા અભ્‍યારણ પશ્ચિમ દિશામાં પૂરું થાય તો ખાંભાનું જંગલ લાગુ પડે તેમજ કુંડલાનો થોરડી વિસ્‍તાર મુકીએ તો રાજુલા બૃહદ ગીર વિસ્‍તાર ચાલુ થાય તે તમામ બોર્ડરનાં સાવજોની લવસ્‍ટોરી સમજવા જેવી છે. સામાન્‍ય રીતે સાવજોને એક મેકથી ઓછુ બનતું હોય, પરંતુ આ સાવજો ગીરનાં બદલે રેવન્‍યુ વિસ્‍તારમાં રહી રહીને માનવીઓ જેવીઆદત ધરાવવા લાગ્‍યા છે. અને સરહદો તેની ટેરેટરી તેની રેખાઓ ઓળંગે તો જગડવાનાં બદલે સાથે મારણ ખાઈ રહૃાા હોયનું હાલનું જ વાતાવરણ છે. જેનજરે જોનારા સિંહનું અઘ્‍યયનકાર સુભાષ સોલંકી જણાવે છે ત્‍યારે અહી સિંહોની પ્રેમ કહાનીનાં મશહુર કિસ્‍સા અનેક છે. અહીઆંબરડી, અભરામપરા વિસ્‍તાર બગોયા તેમજ વાંકિયા વિસ્‍તારમાં એક સિંહ બેલડી છે. જે સિંહનું નામ રાહુલ્‍યો અને રેશમા નામક સિંહણ છે. આ બંને સિંહોની દોસ્‍તી તેનો પ્રેમ પણ મશહુર છે અને આસપાસનાં લોકોમાં હોટ ફેવરીટ છે.બંને આ રેશમા નામક સિંહણ અને રાહુલ્‍યો નામક સિંહ સાથે જ હોય છે. જયારે આંબરડી, બગોયા, મીતીયાળા આસપાસ આ બેલડી જોડી હરતી ફરતી હોય છે. આમાં બંનેની સામ્‍યતા એ છે કે જયારે વાડી વિસ્‍તારોમાં ખેડૂતો, માલધારીઓને ત્રાડો કે ગર્જના સંભળાય તો સમજી લેવાનું કે રાહુલ નામના સિંહે મારણકર્યુ છે અને તે રેશમાને તે મારણ ખાવા બોલાવી રહૃાો છે, અને થોડા જ કલાકોમાં લોકોને ખ્‍યાલ આવી જાય છે. સાચે જઅહીં આસપાસ મારણ થયું છે. અને રાહુલ્‍યો જ રેશમાને બોલાવતો હતો ત્‍યારે ખેતરોમાં સીમમાં રોડ રસ્‍તા પર આ બંને સાથે જ હોય છે અને ખાસતો લવ જેહાદનો કિસ્‍સોઆ બંનેમાં સામે આવ્‍યો છે. અહી મીતીયાળા, બગોયા આસપાસ લઘુમતી મુસ્‍લિમ સમાજનાં લોકો ખેતી તેમજ પશુપાલન સાથે જોડાયેલા છે. જેથી અહી વસતા લોકોએ આ સિંહણનું નામ રેશ્‍મા પાડેલું અને રોજ બરોજનાં નાતાવાળી આ સિંહણને રેશ્‍મા કહેતા ત્‍યારે આ સિંહ આંબરડી આસપાસનો હતો જેથી અહીનાં ખેડૂત તેમજ માલધારીઓએ રાહુલ્‍યો નામ પાડેલું અને તેનેરાહુલનાં નામથી સંબોધન કરતા કે માલ લઈ સીમમાં જાતા પહેલા રાહુલ્‍યોતો નથી ને.. મરો નહી ન્‍યા નીતર ધીમ ઢાળી દેહે. માલઢોરનું એમ આ સિંહ અને સિંહણ વર્ષો પહેલા જયારે લવ જેહાદનું બીજ રોપતું હતું ત્‍યારે એકબીજાના સંપર્કમાં આવ્‍યા હતા જેથી મુસ્‍લિમ વસ્‍તી ધરાવતા ગામનીસિંહણ અને હિંદુ ગામની વસ્‍તી ધરાવતા સિંહ હોવાથી લવ જેહાદની જોડી હોવાનું અહીના સ્‍થાનિક રાજકારણીઓ કહેતા અને બંને ગામના લોકો ભેગા થઈ સુવાણું કરતા હસતા બોલતા મજાક કરતા ત્‍યારે હાલ ઉમરના આંગણે આવી ચડેલા આ લવ જેહાદ વાળી સિંહ-સિંહણની જોડી રેશ્‍મા અને રાહુલ્‍યો જગ મશહૂર છે.અને આજે પણ આ બંનેની ભેં વાગે છે. કયારેક થોરડથી ખાંભાના રોડ પર જોડી રોડ પર બેસેલી જોવા મળે કે જેમાં ભૂલથી કોક વાહન રેશ્‍મા તરફ ગાજે તો આજે પણ આ રાહુલ્‍યો તે વાહન વાળાને પરસેવો પાડી દે છે. ત્‍યારે આ જોડીછેક થોરડી, આંબરડી, બગોયા ગિણીયા,ડાઢીયાળી સહીતના બહુ મોટા વિસ્‍તારમાં આજે ફરી રહી છે અને આ સમગ્ર એરિયામાં તેની ધાક છે અને સતત હારે રહેતા હોવાથી તેની જોડી પણ મશહુર છે, તેઓનો પ્રેમ પણ હાલ લોકોનાં મુખે છે. અને અહી આસપાસનાં વિસ્‍તારોનાં તમામ સિંહ તેમની એટલે કે આ લવ જેહાદની જોડી રાહુલ્‍યો અને રેશ્‍માની દેન છે તેમના બાળકોછે.


અમરેલીનાં પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓ ગીરનાર આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં અગ્રેસર

અમરેલી, તા. 14

તાજેતરમાં ગીરનાર આરોહણ અવરોહણ નેશનલ કક્ષાની સ્‍પર્ધા યોજાયેલ જેમાં અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલ અમરેલીની કુલ તેર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ સીલેકટ થયેલ.

જેમાંથી કુલ બાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. જેમાં સિનિયર વિભાગ (1) પાનેલીયા પૂજા (ર) પાનેલીયા મીરા (3) બાવળીયા ગીતા (4) હપાણી ક્રિષ્‍ના (પ) કાછડિયા દ્રષ્‍ટી (6) કોરાટ વૈભવી (7) ગજેરા નિધી (8) સાવલીયા ભાર્વિ (9) ઠુંમર બંસી (10) ભાદાણી જીજ્ઞા. જુનિયર વિભાગ (1) ગાજીપરા દર્શના (ર) ચોડવડિયા શ્રઘ્‍ધા વગેરેએ ભાગ લીધેલ હતો જેમાંથી સિનિયર વિભાગમાં પટેલ સંકુલની પાંચ વિદ્યાર્થીનીઓ (પ) પાનેલીયા પૂજા (6) હપાણી ક્રિષ્‍ના (7) બાવળીયા ગીતા (8) પાનેલીયા મીરા (9) કાછડિયા દ્રષ્‍ટી નંબર મેળવી ટોપ ટેનમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સંસ્‍થાનું ગૌરવ વધારેલ છે. ગીરનાર આરોહણ અવરોહણ નેશનલ કક્ષાની સ્‍પર્ધામાં પ્રથમ પચીસ વિદ્યાર્થીનીઓને ઘ્‍યાને લેવામાં આવતી હોય છે. જે પ્રથમ પચીસમાં સંસ્‍થાની સિનિયર તેમજ જુનિયર વિભાગની તમામ વિદ્યાર્થીનીઓઆવેલ. આ તમામ વિદ્યાર્થીનીઓને સ્‍પોર્ટસ ડાયરેકટર મગનભાઈ વસોયાનાં સીધા માર્ગદર્શન નીચે કોચકુ.નિતાબેન કલોત્રાએ સતત કોચીંગ આપેલ અને નિયમિત રોજનાં ત્રણ કલાક પ્રેકટીસ કરાવેલ. જેમાં પાંચ રવિવાર ગીરનાર પર પ્રેકટીસ માટે તમામ વિદ્યાર્થીનીઓને લઈ જઈ પ્રેકટીસ કરાવેલ.

પ્રમુખ મનુભાઈ કાકડિયા, ઉપપ્રમુખ પરષોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે તેમજ સ્‍થાનિક વ્‍યવસ્‍થાપક મનસુખભા ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી,બ્રિજેશભાઈ પલસાણા વગેરેએ સંસ્‍થાનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડીઓને અને સ્‍પોર્ટસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.


15-02-2019


અમરેલીનાં શહેરીજનો માટે પીવાના પાણીની સમસ્‍યાનો ખતરો

ખોડીયાર જળાશય નજીક પમ્‍પીંગ મશીનરી લગાવવાની મંજુરી આપવામાં આવતીન હોવાનો આક્ષેપ

અમરેલી, તા. 13

અમરેલી પાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ખોડીયાર ડેમ જળાશયથી અમરેલી શહેર સુધીની પીવાના પાણીની પાઈપલાઈન 4ર.00 કિ.મી. લંબાઈની કામગીરી અમરેલી નગરપાલિકા તરફથી પૂર્ણ કરવામાં આવેલ છે.

હાલ ખોડીયાર ડેમ ખાતેના પમ્‍પ હાઉસની અંદર પાણી પુરવઠા બોર્ડની પમ્‍પીંગ મશીનરી કાર્યરત હોય અને અલગ-અલગ જુથ યોજનાઓમાં ખોડીયાર ડેમનાં પાણી સપ્‍લાય પાણસ પુરવઠા બોર્ડ તરફથી ચાલું હોય. આથી અમરેલી નગરપાલિકાએ તા. પ/11/18નાં રોજ સદરહું ખોડીયાર ડેમ ખાતેના પમ્‍પ હાઉસની ઉત્તરે 10.00 મીટર દુરથી પસાર થતી કેનાલમાં અમરેલી નગરપાલિકા હસ્‍તકનાં 100.00 હોર્સ પાવરનાં ચાર નંગ પમ્‍પીંગ મશીનરી સેટ ઉતારવા માટે કાર્યપાલક ઈજનેર, જળ સિંચાઈ વિભાગ અમરેલીને મંજુરી માટે પત્ર લખેલ અને સાથે સ્‍થળ-સ્‍થિતિનાં લેઆઉટ જોડેલ.

તા. રપ/10/18નાં રોજ અમરેલી નગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડ તથા કોન્‍ટ્રાકટર સંયુકત રીતે ધારી ખોડીયાર ડેમ ખાતે સ્‍થળ વિઝીટ કરેલ અને તેના રોજકામ કરેલ અને પાણી પુરવઠા બોર્ડનાં માર્ગદર્શન મુજબ સદરહું પમ્‍પીંગ મશીનરી પમ્‍પ હાઉસની પાછળ પસાર થતી કેનાલમાં ઉતારવાનું નકકી થયેલ.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલકઈજનેર અને ચીફ ઓફિસર અમરેલી નગરપાલિકા તરફથી સંયુકત પત્ર તા. ર8/11/18નાં રોજ સદરહું પમ્‍પીંગ મશીનરી કેનાલમાં ઉતારવા બાબતે કાર્યપાલક ઈજનેરને પત્રથી મંજુરી આપવા જણાવેલ.

આ ઉપરાંત પણ કાર્યપાલક ઈજનેર, જળ સિંચાઈ વિભાગને સદરહું કેનાલમાં પમ્‍પીંગ મશીનરી ઉતારવા અમરેલી નગરપાલિકાને મંજુરી આપવા તા. ર8/11/18નાં રોજ પત્ર લખી જણાવેલ છે.

આમ ઉપરોકત તમામ બાબતોને ઘ્‍યાને લેતા હજુ આજદિન પર્યંત 3 માસથી વધારે સમય પસાર થવા છતાં કાર્યપાલક ઈજનેર જળ સિંચાઈ વિભાગ તરફથી ધારી ખોડીયાર ડેમનાં નીચવાસમાં પસાર થતી કેનાલમાં અમરેલી નગરપાલિકાની પમ્‍પીંગ મશીનરી ઉતારવાની મંજુરી આપવામાં આવતી ન હોય. આગામી ઉનાળાની સીઝન નજીક હોય શહેરનાં પીવાનાં પાણીની અછત ઉભી થવાની સંભાવના હોય. આ તમામ બાબતોને ઘ્‍યાને લઈ અમરેલી નગરપાલિકાને જળ સિંચાઈ વિભાગ તરફથી સદરહું કેનાલમાં પમ્‍પીંગ મશીનરી ઉતારવા માટેની મંજુરી મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

ઉપરોકત બાબતની ગંભીરતા લેતા જણાવવાનું કે ઉનાળાની સીઝન શરૂ થવામાં છે. શહેરમાં મહી / નર્મદા આધારીત પાઈપલાઈન તથા ખોડીયાર ડેમ આધારીત પાઈપલાઈન સિવાય અમરેલી શહેર માટે પીવાનાં પાણીનાં સ્‍થાનિક કોઈ જ સ્‍ત્રોત ઉપલબ્‍ધ નથી. આ તમામ બાબતનેગંભીરતાથી લેવી જરૂરી હોય. જો જળ સિંચાઈ વિભાગ તરફથી અમરેલી નગરપાલિકાની પમ્‍પીંગ મશીનરી ખોડીયાર ડેમની નીચવાસની કેનાલમાં ઉતારવાની મંજુરી દિન-1પમાં ન આપવામાં આવે તો આગામી તા. 1/3/19ને શુક્રવારથી હું અને મારી બોડીનાં ચૂંટાયેલા સદસ્‍યો અમરેલી શહેરનાં હિતમાં ગાંધી ચિંઘ્‍યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન શહેરના રાજકમલ ચોકમાં કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.


લાંચ લેવાના બનાવમાં ઝડપાયેલ વંડાનાં મહિલા પી.એસ.આઈ.નાં રીમાન્‍ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા

લાંચ સ્‍વરૂપે એરકન્‍ડીશન લીધાનો છે આરોપ

અમરેલી, તા.13

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ. ચેતનાબેન કણસાગરા ગત તા.9ના રોજ સાવરકુંડલા ગામે પોતાના ઘરે લાંચ સ્‍વરૂપે એરકન્‍ડીશન લેવાના બનાવમાં એ.સી.બી.એ ઝડપી લીધા બાદ તેમને પોલીસ રીમાન્‍ડ મંજૂર કરાયા હતા. આજે તેમના રીમાન્‍ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો.


સીમરણ ગામે શિક્ષકે વિદ્યાર્થીને માર મારી કાન પાસે ઈજા કરી

વર્ગ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર

અમરેલી, તા.13

સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે રહેતા નનુભાઈ ભાયાભાઈ બતાડાનો 8 વર્ષીય પુત્ર ધોરણ-3માં અભ્‍યાસ કરે છે. ગઈકાલે બપોરે આ કિશોર પોતાની સ્‍કૂલેહતો ત્‍યારે તેમના વર્ગ શિક્ષક ઈન્‍દ્રવદન ભનુભાઈ કાનપરીયાએ કલાસના તમામ વિદ્યાર્થીઓનું હોમવર્ક તપાસતા હતા ત્‍યારે આ વિદ્યાર્થી સહિત પ જેટલા વિદ્યાર્થીઓએ હોમવર્ક નહીં કરતા આ વર્ગ શિક્ષકે આ તમામ પાંચેય વિદ્યાર્થીઓને એક-એક ઝાપટ મારી હતી. જયારે આ 8 વર્ષીય કિશોરનો ડાબો કાન ખેંચી કાનની પાછળના ભાગે ઈજા કરી હતી અને લોહી નીકળતા આ કિશોરના પિતા નનુભાઈએ વર્ગ શિક્ષક ઈન્‍દ્રવદન કાનપરીયા સામે સાવરકુંડલા રૂરલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


પાણી પુરવઠા બોર્ડનાં તત્‍કાલિન ઈજનેરની જામીન અરજી ફગાવી દેતી એડી. સેશન્‍સ કોર્ટ

જામીન ઉપર મુકત થવા કોર્ટમાં અરજી કરી હતી

અમરેલી, તા.13

અમરેલી ખાતે 8 વર્ષ પહેલા પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા વિજયભાઈ અશોકભાઈ પટેલની પોલીસે કરોડો રૂપિયાના કૌભાંડ કરવા સબબ ધરપકડ કરી અને જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી દીધા બાદ ઝડપાયેલ તત્‍કાલિન અધિક્ષક ઈજનેર વિજયભાઈએ જામીન ઉપર મુકત થવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરેલ હતી.

આ અંગે આજે એડી. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા જજશ્રી એન.પી. ચૌધરીએ તત્‍કાલિન અધિક્ષક ઈજનેર વિજયભાઈ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.


કાપેલધાર પાસે રહેણાંક મકાનમાંથી બીયર ટીન-10 પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા.13

સાવરકુંડલા કાપેલધાર પાસે શિલ્‍પેરા બાલાભાઈ વાળાના રહેણાંક મકાનમાં જગદીશ ઉર્ફે કાળુદેવશીભાઈ મારૂ બન્‍ને શખ્‍સો વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી સાવરકુંડલા ટાઉન પોલીસને મળતા દરોડો કરી બિયર ટીન નંગ-10 કિંમત રૂા. 1પ00ના મુદામાલ સાથે જગદીશને ઝડપી લીધો હતો. જયારે શીલ્‍પેરા હાજર નહીં મળી આવતા ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


સુળીયાટીંબા વિસ્‍તારમાં ગાળો બોલવાનાં મનદુઃખે બે પરિવારો વચ્‍ચે બઘડાટી

બન્‍ને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

અમરેલી, તા. 13

અમરેલી નજીક સુળીયાટીંબા વિસ્‍તારમાં રહેતાં કરશનભાઈ આંબાભાઈ ધાધલ પોતાના ઘર સામે ઓટા ઉપર બેઠા હતા ત્‍યારે તે જ વિસ્‍તારમાં રહેતાં કિશનભાઈ ચમનભાઈ, દિનેશભાઈ ચમનભાઈ તથા ગોપાલભાઈ ચમનભાઈએ ત્‍યાં આવી ગાળો બોલતાં હોય જેથી આ કરશનભાઈએ ગાળો આપવાની ના પાડતાં સામેવાળા ત્રણેય ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ કરશનભાઈનાં પિતા આંબાભાઈને ધક્કો મારી પછાડી દઈ તથા લાકડી વડે માર માર્યો હતો જયારે કરશનભાઈને છરી વડે ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે. તો સામાપક્ષે જયાબેન ચિમનભાઈ ડાંગરે પણ સામેવાળા ડાયાભાઈ મુળજીભાઈ ધાધલ, રાજુભાઈ ભમરભાઈ ચાવડા તથા અનિલભાઈ ગોબરભાઈ ચાવડા સામે પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે માર મારી જોશના તથા મંજુબેન વચ્‍ચે પડતા તેમને પણ માર મારી ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


ગોકુળનગર વિસ્‍તારમાં ગાળો બોલવાની ના પાડતાં છૂટા પથ્‍થરનો ઘા મારી ઈજા કરી

ર મહિલા સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમરેલી, તા. 13

અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ ગોકુળનગરમાં રહેતાં કાળુભાઈ ભનુભાઈ સરવૈયાએ તે જ વિસ્‍તારમાં રહેતાં રાહુલભાઈ મકવાણા કોઈક સાથે બોલાચાલી કરી ગાળો બોલતાં હોય જેથી કાળુભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતાં હંસાબેન બાબુભાઈ ગજેરા, નિનાબેન ગજેરા, રાહુલ મકવાણા તથા ગોવિંદભાઈએ ઉશ્‍કેરાઈ જઈ કંચનબેનને છૂટો પથ્‍થર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે રાહુલભાઈ ભરતભાઈ મકવાણાએ પણ તે જ વિસ્‍તારમાં રહેતાં કાળુભાઈ ભનુભાઈ સરવૈયા, કંચનબેન કાળુભાઈ સરવૈયા તથા ભુપતભાઈ કાનાભાઈએ અગાઉના મનદુઃખનાં કારણે ધોકા, છરીહાથનાં કડા વડે માર મારી ઈજા કર્યાની સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.


નાળ ગામે ઉધાર આપેલ ઘઉંનાં પૈસાની ઉઘરાણી કરતાં હથીયારોથી હુમલો

તે જ ગામે રહેતાં 3 શખ્‍સો સામે પોલીસ ફરિયાદ

અમરેલી, તા. 13

સાવરકુંડલા તાલુકાનાં નાળ ગામે રહેતાં કાંતીભાઈ રામજીભાઈ ડાભીનામનાં 30 વર્ષિય યુવકે તે જ ગામે રહેતાં ધીરૂભાઈ મગનભાઈ બારૈયાને બે મહિના પહેલા એક મણ ઘઉં આપેલ હોય, તેના પૈસાની ઉઘરાણી યુવક કરવા જતાં સામાવાળાએ પૈસા આપવાની ના પાડી ગાળો આપી, ધીરૂભાઈ મગનભાઈ બારૈયા, મધુભાઈ મગનભાઈ બારૈયા તથા મનસુખભાઈ મધુભાઈ બારૈયાએ કુહાડી, લોખંડનાં પાઈપ તથા લાકડી વડે ઈજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.


અગાઉ કરેલ પોલીસ ફરિયાદનાં કારણે જ્ઞાતિ બહાર કાઢી ધમકી આપી

અગાઉ કરેલ પોલીસ ફરિયાદનાં કારણે જ્ઞાતિ બહાર કાઢી ધમકી આપી

તે જ ગામનાં બે શખ્‍સો સામે નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 13

જાફરાબાદ ગામે સામાકાંઠા વિસ્‍તારમાં રહેતાં શંકરભાઈ ભીખાભાઈ બારૈયાએ થોડા સમય પહેલાં પોતાને તથા પોતાના પરિવારને માર મારવા સબબ તે જ ગામે રહેતાં નારણભાઈ કલ્‍યાણભાઈ બાંભણીયા વિરૂઘ્‍ધ જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી તે વાતનું મનદુઃખ રાખી નારણભાઈ કલ્‍યાણભાઈ બાંભણીયા તથા નરેશભાઈ રાજાભાઈ બારૈયાએ શંકરભાઈની ફીશીંગ બોટમાં જતા ખલાસી તથા મજુરોને કામે ન જવા અંગે આડકતરી રીતે કહી અને શંકરભાઈને પોતાના સમાજની જ્ઞાતિ બહાર કાઢી મુકી ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


ચિતલ નજીક બુટલેગરોએ ર પોલીસકર્મી પર કર્યો હુમલો

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની કઠણાઈ બેઠી હોય તેમ ગઈકાલે લાઠીમાં પીએસઆઈ અને અન્‍ય પોલીસકર્મીઓ પર ઘાતક હથિયારો વડે હુમલો થયાની ઘટના બાદ આજે ચિતલ નજીક અન્‍ય ર પોલીસકર્મી પર હુમલો થતાં  ખળભળાટ મચી ગયો છે.

ચિતલ-મોણપુર માર્ગ પરથી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં વરજાંગભાઈ મોવલીયા અને સલીમભાઈ ભટ્ટી બુટલેગર રાહુલ અને અરવિંદને દારૂનાં કેસમાં ઝડપી લઈ આવતાં હોય બન્‍ને પોલીસકર્મી પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતાં બન્‍ને પોલીસકર્મીને સારવારમાં ખસેડવામાંઆવ્‍યા હોવાનું જાણવા           મળેલ છે.


લાઠીમાં તપાસ અર્થે ગયેલ પોલીસ ટીમ પર હુમલો

એક કરોડ રૂપિયાથી વધુની બનાવટી ચલણી નોટ સાથે ઝડપાયેલ આરોપીનાં ઘરે

લાઠીમાં તપાસ અર્થે ગયેલ પોલીસ ટીમ પર હુમલો

લુવારીયા દરવાજા વિસ્‍તારમાં 1પ0 વ્‍યકિતઓનું ટોળું પોલીસ ટીમ પર ઘાતક હથિયારો સાથે તુટી પડયું

અમરેલી, તા. 13

ગઇ કાલ તા. 1ર/ર/ર019 ના રોજ લાઠી ટાઉનમાં લુવારીયા દરવાજા પાસે રહેતાં અને અગાઉ કુલ રૂા. 1,10,9પ,000/- ની કિંમતની બનાવટી ચલણી નોટોમાં પકડાયેલ આરોપી પરેશભાઇ જગદીશભાઇ સોલંકીના રહેણાંક મકાન ઉપર ડુપ્‍લીકેટ ચલણી નોટો છાપવાનું મશીન હોવાની ચોક્કસ બાતમી આધારે ખાતરી કરવા માટે લાઠી પોલીસ સ્‍ટેશનની ટીમ ગયેલ હતી અને પોલીસને આરોપીના ઘરની ઝડતી નહી કરવા દેવા સારૂ આજુ-બાજુના પુરૂષો તથા સ્ત્રીઓનું આશરે 1પ0 માણસોનું ટોળુ ભેગુ થઇ ગયેલ હતુ અને પોલીસ સાથે ઝપા-ઝપી શરૂ કરેલ હતી અને ત્‍યારબાદ ટોળુ બેકાબુ બનેલ હતુ અને આ દરમ્‍યાન એલ.સી.બી. ટીમ બનાવ સ્‍થળે પહોચી ગયેલ હતી. તેમના ઘ્‍વારા આ બનાવ બન્‍યાની જાણ પોલીસ અધિક્ષક અમરેલીનાઓને કરવામાં આવેલ હતી. જેથી પોલીસ અધિક્ષક ઘ્‍વારા બાબરા, લીલીયા, દામનગર, અમરેલી સીટી પો.સ્‍ટે. તથા એસ.ઓ.જી તથા ટ્રાફીક શાખા, એલ.સી.બી. તથા અન્‍ય પોલીસ કાફલો ઘટના સ્‍થળ ઉપર તાત્‍કાલીક પહોંચી જઇ પરિસ્‍થિતિ કાબુમાં લેવા અંગે જરૂરીસુચના આપવામાં આવેલ હતી.

લાઠી ટાઉનમાં લુવારીયા દરવાજા પાસે આશરે 1પ0 માણસોના પુરૂષો તથા સ્ત્રીઓનું ટોળુ ભેગુ થઇ ગયેલ હતુ અને ટોળુ બેકાબુ બની કુહાડી, લોખંડના પાઇપ, લાકડી, ધોકાઓ જેવા ઘાતક હથિયારો ધારણ કરી ગે.કા. મંડળી રચી પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી પથ્‍થરમારો કરી પોલીસ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ કરી તેમજ પોલીસના સરકારી વાહનોને પથ્‍થરમારાથી આશરે રૂા. પ0,000/- નું નુકસાન કરી પોલીસ વાહનમાં રહેલ વાયરલેસ સેટની તથા સાહેદ પોલીસ કર્મચારીના ગળાના ભાગે ઇજા કરી સાહેદે પહેરેલ સોનાનો ચેઇન કિંમત રૂા. 40,000/- ની લુંટ કરી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરેલ હતો.

પોલીસ ઘ્‍વારા ઉપરોકત ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવેલ હતા તેમજ હળવો લાઠી ચાર્જ કરવામાં આવેલ હતો અને સદરહું બનાવ દરમ્‍યાન પોલીસના સરકારી બોલેરો વાહનને નુકશાન કરવામાં આવેલ હતુ તેમજ અન્‍ય સરકારી વાહનમાંથી વાયરલેસ સેટની પણ લુંટ કરેલ તેમજ સાહેદ પોલીસ કોન્‍સ. કુમારસીંહ કેશુભાઇ રાઠોડનાઓને ટોળાએ ઇજા કરી તેના ગળામાં રહેલ ચેનની લુંટ કરેલ હતી.

સદરહું બનાવ દરમ્‍યાન ફરજમાં રહેલ પોલીસ સબ ઇન્‍સ. મોરી તથા અન્‍ય ત્રણ પોલીસ કર્મચારીઓનેનાની મોટી ઇજાઓ થયેલ હતી.

આરોપીઓનો ગુન્‍હાહીત ઇતિહાસ :-

લાઠી ટાઉનમાં લુવારીયા દરવાજા ખાતે રહેતો અને નાશી ગયેલ આરોપી પરેશભાઇ જગદીશભાઇ સોલંકીને અગાઉ એલ.સી.બી.એ કુલ રૂા. 1,10,9પ,000/- (એક કરોડ દસ લાખ પંચાણુ હજાર)ની કિંમતની બનાવટી ચલણી નોટોમાં પકડેલ હતો. અને આજ રોજ ફરી વખત બનાવટી નોટો છાપવાનું મશીન તેના ઘરે હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે આધારે પોલીસ તેના ઘરે તપાસ કરવા ગયેલ હતી. મજકુર આરોપી અગાઉ પ્રોહીના ગુન્‍હામાં પણ પકડાયેલ છે.

તેમજ લાઠી લુવારીયા દરવાજા પાસે આજ શેરીમાં રહેતો અને આ ગુન્‍હામાં નાશી ગયેલ આરોપી રમેશભાઇ ધનજીભાઇ સાકરીયાને અગાઉ અમરેલી એસ.ઓ.જી. ઘ્‍વારા 1.66પ ગ્રામ ગાંજાના કેસમાં પકડેલ હતો તેના વિરૂઘ્‍ઘ એનડીપીએસ મુજબ ગુન્‍હો દાખલ કરાવેલ હતો. અને આ આરોપી તથા તેના પુત્ર મહેશ ઉર્ફે મયલો વિરૂઘ્‍ઘ મારામારી, પ્રોહબીશન જેવા અલગ-અલગ હેડના 11 જેટલા ગુન્‍હાઓ દાખલ થયેલ છે.

સદરહું ગુન્‍હાના કામે નીચે મુજબના આરોપીઓને ડીટેઇન કરવામાં આવેલ હતા.

(1) અજયભાઇ જગદીશભાઇ સોલંકી (ર) અનીલભાઇ ભનુભાઇ જાદવ (3) અજયભાઇ અનીલભાઇ જાદવ (4) હીતેષભાઇ જગદીશભાઇ સોલંકી (પ) મુકેશભાઇ વેલજીભાઇ છાપરા (6) નરસીભાઇ ભુપતભાઇ સરલીયા (7) નીલેષભાઇ ભનુભાઇ જાદવ(8) નરેશભાઇ ધીરુભાઇ સોલંકી (9) હકાભાઇ ભુપતભાઇ સરવૈયા (10) જય રાજેશભાઇ મકવાણા (11) સાગરભાઇ ભરતભાઇ ગાંગડીયા (1ર) ભાવેશભાઇ જેન્‍તીભાઇ મેર (13) ગૌતભાઇ ભરતભાઇ ધરજીયા(14) પોપટભાઇ મનુભાઇ ગાંગડીયા (1પ) સુરેશભાઇ ભરતભાઇ ધરજીયા (16) મુન્‍નાભાઇ ભુપતભાઇ સરલીયા (17) લાલજીભાઇ રવજીભાઇ ગાંગડીયા (18) ગૌતમભાઇ ઉર્ફે લાલુભાઇ વલ્લભભાઇ મકવાણા (19) રમેશભાઇ વાલજીભાઇ સરલીયા (ર0) ભાવેશભાઇ ભુપતભાઇ સરલીયા (ર1) લાલજીભાઇ નરશીભાઇ સરલીયા (રર) રોહીતભાઇ ધીરુભાઇ ગાંગડીયા (ર3) કીર્તીભાઇ ધીરુભાઇ ગાંગડીયા (ર4) સંજયભાઇ જેન્‍તીભાઇ મેર (રપ) રોહીતભાઇ ભરતભાઇ ધરજીયા (ર6) રાજુભાઇ જેરામભાઇ મકવાણા (ર7) આશાબેન રાજેશભાઇ મકવાણા રહે. તમામ લાઠી લુવારીયા દરવાજા

બનાવ સ્‍થળે ટોળામાંથી નાસી ગયેલ ઇસમો

(1) પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહે. લાઠી, તા. લાઠી

(ર) રમેશભાઇ ધનજીભાઇ સાકરીયા રહે. લાઠી કુંભાર શેરી, તા. લાઠી

(3) ગીરધરભાઇ ઉર્ફે ગીધો મકવાણા રહે. લાઠી નાનીબજાર, તા. લાઠી

(4) મીત વિજયભાઇ સોલંકી રહે. લાઠી

(પ) ગીતાબેન ભરતભાઇ ગાંગડીયા રહે. લાઠી

(6) ભાવનાબેન ગીરધરભાઇ રહે. લાઠી

(7) સંગીતાબેન વિજયભાઇ રહે. લાઠી

(8) રીટાબેન જેન્‍તીભાઇ રહે. લાઠી

સદરહું બનાવ વખતે એસપી નિર્લિપ્‍ત રાય, પોલીસઅધિક્ષક, અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ટોળાને કાબુમાં લઇ મોટી જાન-હાનિ તથા જાહેર મિલકતને નુકશાન થતાં અટકાવેલ હતાં. તેમજ આજુ-બાજુના વિસ્‍તારમાં રહેતાં અન્‍ય સમાજના લોકોને ભય મુકત કરાવેલ હતાં. તેમજ સદરહું બનાવ અનુસંધાને આશરે 1પ0 માણસોના ટોળા વિરૂઘ્‍ધ ગુન્‍હો લાઠી પો.સ્‍ટે.માં રજી. કરાવવામાં આવેલ છે. અને આ ગુન્‍હામાં કુલ ર7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમજ સદરહું ગુન્‍હાની તપાસ દરમ્‍યાન અજાણ્‍યા આરોપીઓ વિરૂઘ્‍ધ પુરાવાઓ એકત્રિત કરી આ ગુન્‍હામાં સંડોવાયેલ તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


સરસીયા પંથકમાં ચંદન ચોર ગેંગ સક્રિય ?

એકી સાથે ચંદનનાં 4 વૃક્ષનું છેદન કરવામાં આવ્‍યું

સરસીયા પંથકમાં ચંદન ચોર ગેંગ સક્રિય ?

ત્રણ વર્ષ અગાઉ પણ આ વિસ્‍તારમાં ચંદન ચોર ગેંગે હાહાકાર મચાવ્‍યો હતો

ધારી, તા.13

ધારી નજીક ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થયાનું સામે આવ્‍યું હતું. ધારીના સરસીયા ગામની સીમમાંથી અલગ-અલગ સ્‍થળેથી ચાર ચંદનના વૃક્ષ કટીંગ કરી ચોરી ગયાની અરજી ધારી પોલીસમાં થઈ છે. તો ત્રણ વર્ષ અગાઉ સરસીયા ગામ તથા સરસીયા વીડી વિસ્‍તારમાંથી ચંદનના રપ વૃક્ષો ચોરાઈ ગયા હતા જે ચોરીનો સીલસીલો ચાલુ થવા પામ્‍યો છે.

આ અંગેની વિગત મુજબ ગત રાત્રીના ધારીના સરસીયા ગામના ખેડૂત ભરતભાઈ વાળા અને અરવિંદભાઈ વાડદોરીયાના ખેતરમાંથી ચાર ચંદનના વૃક્ષ કટીંગ કરી ચોરી ગયા હતા. આ અંગે ખેડૂતો દ્વારા ધારી પોલીસનાં જણાવ્‍યા મુજબ ભરતભાઈના ખેતરમાં ચંદનના બાવીસ વૃક્ષો છે. જેમાંથી ચંદન ચોરો 3 વૃક્ષ કટીંગ કરી લઈ ગયા હતા અને અરવિંદભાઈની વાડીમાંથી એક વૃક્ષ કટીંગ કરી લઈ ગયા હતા અને અન્‍ય બે વૃક્ષો કટીંગ કર્યા હોય પરંતુ લઈ જવામાં સફળતા મળી નહોતી. ત્‍યારે આ અંગે લોકમુખે એવું ચર્ચાઈ રહયું છે કે ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થવા પામી છે.

લગભગ ત્રણ વર્ષ અગાઉ આ વિસ્‍તાર જેવા કે સરસીયાસીમ વિસ્‍તાર તથા સરસીયા વીડી વિસ્‍તારમાંથી રપ જેટલા ચંદનના વૃક્ષો કટીંગ થઈ ચંદનનું લાકડુ મહુવા સુધી પહોંચી ગયું હતું. ચંદનનું લાકડુ અતિ કિંમતી હોય ચંદન વેચતા લાખો રૂપિયા મળતા હોય ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થઈ છે.


બાબરા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

બાબરામાંગેબીવિસામા ખાતે લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરની ઉપસ્‍થિતિમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. રાજયના પશુપાલન વિભાગ દ્વારા આયોજિત આ પશુપાલન શિબિરમાં પશુ ચિકિત્‍સક ડો. ભાડ, ડો. મકવાણા દ્વારા તાલુકાના પશુપાલકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં તાલુકાના 300 જેટલા પશુપાલકોએ લાભ લીધો હતો. અહીં ગેબીવિસામાના મહંત રાજુબાપુ દ્વારા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરનું સન્‍માન કરવામાં આવ્‍યું. આ શિબિરમાં ગેબીવિસામાના મહંત રાજુબાપુ, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, જસમતભાઈ ચોવટીયા, વિહાભાઈ રાતડીયા સહિતના સ્‍થાનિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. તાલુકા કક્ષાની પશુપાલન શિબિરને સફળ બનાવવા બાબરા પશુ દવાખાનાના સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વેલેન્‍ટાઈન-ડેની ઉજવણી

સર્જનાત્‍મક તથા યુવાનો માટે પ્રેરણાદાયી પ્રવૃતિ કરતી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલીટીઝ અમરેલી દ્વારા સંસ્‍થાના ચેરમેન પ્રા. હરેશભાઈ બાવીશીનામાર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સના ઉપક્રમે ભભદીકરાના ઘરભભ (વૃદ્ધાશ્રમ) ખાતે વેલેન્‍ટાઈન્‍સ-ડેની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાના અઘ્‍યક્ષ સ્‍થાને આયોજિત વેલેન્‍ટાઈન્‍સ-ડે-19 ઉજવણી કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા ઉદ્યોગપતિ ડી.કે. રૈયાણી, લાયન્‍સ કલબ મેઈનના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી, યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા, ઓકસફર્ડ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ મયુરભાઈ ગજેરા, મુખ્‍ય મહેમાન તરીકે સાથીયા સ્‍ટુડિયોના સંચાલક તથા જિલ્‍લાના પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર ધર્મેશભાઈ પડસાલા, અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહયા હતા. છેલ્‍લા પાંચ વર્ષથી શહેરના ડાયનેમિક ગૃપ દ્વારા ભભદીકરાના ઘરભભ (વૃદ્ધાશ્રમ) ખાતે ઉજવવામાં આવતા વેલેન્‍ટાઈન્‍સ-ડે ઉજવણીમાં ચાલુ સાલે વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ વૃઘ્‍ધોને ગુલાબના ફૂલ તથા ચોકલેટ આપીને વેલેન્‍ટાઈન્‍સ-ડે-19ની અનોખી તથા પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે ડાયનેમિક ગૃપ અમરેલીના ચેરમેન હરેશ બાવીશી, કાર્યક્રમના અઘ્‍યક્ષ જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાએ પ્રાસંગિક પ્રવચન કરીને વેલેન્‍ટાઈન્‍સ-ડેની પ્રેરણાદાયી ઉજવણી બદલ યુવાનોને શુભેચ્‍છા પાઠવી પ્રવૃતિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેવૃઘ્‍ધાશ્રમના મેનેજર, ટ્રસ્‍ટી મંડળ તથા કાર્યાલય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


રાજુલામાં રૂદ્રગણ ગૃપ દ્વારા મોક્ષરથનું લોકાર્પણ કરાયું

રાજુલા શહેરમાં અનેક સંસ્‍થાઓ કામ કરે છે પરંતુ ખરા અર્થમાં સેવાકીય પ્રવૃતિ અને ખાસ ગૌ-સેવકો જેવા યુવાનો રૂદ્રગણ ગૃપમાં જોવા મળી રહયા છે. રાજુલા શહેરમાં ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે શહેરમાં સેવા કરવાની વાત આવે ત્‍યારે રૂદ્રગણ ગૃપ મેદાનમાં આવે છે. વાત લૂલી લંગડી ગાયુની હોય કે પછી બીમાર ગાયની હોય કે પછી કોઈ ગરીબ દર્દીની હોય કોઈપણ સેવાકીય પ્રવૃતિના સમાચાર મળે ત્‍યારે હોંશે હોંશે ઉત્‍સાહમાં સૌથી પહેલા રૂદ્રગણની ટીમ મોખરે હોય છે. રાજુલા શહેરને પહેલા વચન આપ્‍યું હતું મોક્ષ રથ નવો આપવો. આજે મોક્ષરથ નવો 13 લાખનો ખર્ચ કરી બનાવીઆપતા યાર્ડમાં આજે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍મશાનના શંભુગીરી મહારાજ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, યાર્ડ ચેરમેન સામતભાઈ વાઘ, જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા, નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, યુવા ભાજપ પ્રમુખ અશ્‍વિનભાઈ ખુમાણ, દાદભાઈ વરૂ, રામકુભાઈ ધાખડા, સાર્દુલભાઈ લાખણોત્રા સહિત શહેર ભરના પ્રતિષ્ઠિત નાગરિક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્‍થિત રહયા હતા. સાથે રૂદ્રગણ ગૃપના તમામ યુવાનોને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા. જયારે દુઃખદ બનાવ જે કોઈના પરિવારમાં બનશે ત્‍યારે ફ્રી સેવા આ મોક્ષરથ આપશે. 13 લાખના ખર્ચે રાજુલા શહેરના લોકો માટે મોક્ષરથ નવો આપવામાં આવ્‍યો છે. આ રથની પર રૂદ્રગણ મોનીટરીંગ કરશે અને તમામ પ્રકારનું ઘ્‍યાન રાખશે. સેવાના ભાવે કામ કરશે. સાથે સાથે પુજાબાપુ ગૌશાળાને મિનિ ટ્રેકટર આપવામાં આવ્‍યું છે. તેનું પણ આજે લોકાર્પણ કરી ટ્રેકટર આપવામાં આવ્‍યું છે. જે મીની ટ્રેકટર ગૌશાળામાં કામ કરશે. સાથે સાથે વર્ષોથી રૂદ્રગણ ગૃપ લોકમેળો સહિતના કાર્યક્રમ આ પ્રકારના સેવાના લાભાર્થે દર વર્ષે કરે છે અને ત્‍યારબાદ આજ રીતે સેવાકીય પ્રવૃતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રાણબાઈબેન અમરૂભાઈ ધાધલ (ઉ.વ.9ર)નું તા.1ર/રને મંગળવારના રોજ અવસાન થયેલ છે. જે બાઘુભાઈ તથા રૂખડભાઈના માતુશ્રી તથા યોગેશભાઈ તથા પ્રશાંતભાઈના દાદીમા થાય છે.

ચિત્તલ : દાઉદી વ્‍હોરા હાતીમભાઈ અબ્‍દુહુસેન દેરડીવાળા (ઉ.વ.90) તે બતુલબેનના શોહર અને શબ્‍બીરભાઈ, મોઈઝભાઈ (ચિતલ), રદીયાબેન, ફરીદાબેન, મેમુનાબેન, મારકુમાબેન, સલમાબેનના બાવાજી આજરોજ વફાત થયેલ છે. મરહુમના રસ્‍યુમના સિપારા તથા જીયારત તા.1પ/રને શુક્રવારના રોજ બપોરે 1ર વાગ્‍યે ચિતલ બદરી મસ્‍જિદમાં રાખેલ છે.

બાબરા : સ્‍વ. વિજયાબેન ચંપકલાલ રૂપારેલીયા (ઉ.વ. 74) તે સ્‍વ. લલ્‍લુભાઈ ગાંડાભાઈ સેદાણીની પુત્રી ત્‍થા સ્‍વ. કાંતીભાઈ તેમજ અનુભાઈ અને રમણીકભાઈ સેદાણીનાં બેનનું તા.1ર/ર ના રોજ ધારી મુકામે અવસાન થયેલ છે. તેમની સાદડી તા.16/ર શનિવારનાં રોજ બાબરા લોહાણા મહાજન વાડીમાં સાંજે 4 થી પ કલાકે રાખેલ છે.

અમરેલી : ભાટીયા મરણ : સ્‍વ. દિલીપભાઈ કનૈયાલાલ સંપટ, તે સ્‍વ. કનૈયાલાલ ભગવાનજી સંપટનાં પુત્ર તથા બીપીનભાઈનાં નાના ભાઈ અને ભાવીનભાઈનાં કાકાનું તા.11/ર ના રોજઅવસાન થયેલ છે. તેમનુંઉઠમણું તા.14/ર ને ગુરૂવારે સાંજના પ કલાકે, સંઘવી ધર્મશાળા, ક્રિષ્‍ના પેટ્રોલપંપ પાસે, અમરેલી ખાતે રાખેલ છે.

પાલીતાણા : (મુ.બોદાનાનેસ-(કદમગીરી) (કાઠી ક્ષત્રિય મરણ) જોરૂભાઈ ખોડાભાઈ કામળિયા (ઉ.વ.પ6) તા.1ર/ર, ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તે સુરીંગભાઈ ખોડાભાઈના નાનાભાઈ, શિવરાજભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી રણજીતભાઈ તથા વનરાજભાઈના કાકા તેમજ ખુમાણ ધીરૂભાઈ વાલભાઈ (પાંચ તલાવડા)ના બનેવી થાય છે. તેમની ઉત્તરક્રિયા (કારજ) તા.ર3/ર ને શનિવારના રોજ અમારા નિવાસ સ્‍થાને રાખેલ છે.


14-02-2019


કાતિલ ઠંડીમાં મઘ્‍યરાત્રીએ સુમસામ માર્ગ પર નાના બાળકસાથે ઉભેલી મહિલાની મદદ કરાઈ

પતિ સામાન્‍ય બાબતમાં માથાકૂટ કરીને ચાલી જતાં

કાતિલ ઠંડીમાં મઘ્‍યરાત્રીએ સુમસામ માર્ગ પર નાના બાળકસાથે ઉભેલી મહિલાની મદદ કરાઈ

181 અભયમ્‌ની મહિલા ટીમનું પ્રશંસનીય કાર્ય

અમરેલી, તા. 1ર

સાવરકુંડલા ગામમાંથી મઘ્‍યરાત્રીએ 181 અભયમ્‌માં ફોન આવેલ પતિ જગડો કરીને જતા રહેલા છે. ફોન ઘરે રાખીને નીકળી ગયા છે અને બહેન અહી મારૂ કોઈ સગું રહેતું નથી હું આમ તેમ પતિને ગોતુ છું મને મદદ કરો.

તુરત જ 181 અભયમ્‌ના ફરજ પરના કાઉન્‍સેલર બ્‍લોચ રોબિના ડબલ્‍યુપીસી દયાબેન, અને પાયલોટ દિવ્‍યેશભાઈ તે મહિલા સુધી પહોંચી ગયા અને કાઉન્‍સેલર રોબિનાબેન ર્ેારા આ મહિલાને તેના ઘર સુધી લઈ ગયા ત્‍યાં તેમની સાથે કાઉન્‍સેલીંગ કરતાં જાણવા મળેલ તેઓ મહારાષ્‍ટ્રનાં માલેગાવ શહેરનાં છે, અહીં લગ્ન કરી આવેલા છે અને પતિ-પત્‍ની બન્‍ને તેમનાં નાના બાળક સાથે રહે છે અને હાલ તેઓ ગર્ભવતી છે. પતિ નાની-નાની વાતમાં જગડો કરે છે. હાલ જગડો થતા તેઓ ઘરેથી બહાર ગયા છે. આ બહેનનાં સાસુ અને દીયર સાથે કાઉન્‍સેલીંગ કરવામાં આવેલ જે તેઓની પડોશમાં રહે છે, આજુ-બાુનાં પાડોશી ર્ેારા તેમનાં પતિ સુધી પહોંચી બન્‍ને પતિ-પત્‍નીને સાથે રાખીને કાઉન્‍સેલીંગ કરવામાં આવેલ. આ બહેન હાલ ગર્ભવતી છે. પતિની તેમના પ્રત્‍યેની ફરજ અને કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને બન્‍ને પતિ- પત્‍નીને સમજાવી સમાધાન કરાવવામાં આવેલ.

અને આ બહેનમહારાષ્‍ટ્ર માલેગાવ શહેરનાછે. અહીં તેમના પરિવાર તરીકે 181 અભયમ્‌ હંમેશા તેમની સાથે રહેશે. જરૂર જણાયે ગમે ત્‍યારે ગમે તે પરિસ્‍થિતિમાં કોઈ પણ નિર્ણયલેતા પહેલાં 181 અભયમ્‌ની મદદ લેવા 181નાં કાઉન્‍સેલર રોબિના બહેનને જણાવેલ છે.


હજારો ભુલકાઓ તંત્રની બેદરકારીથી ભોજનથી વંચિત

મઘ્‍યાહૃન ભોજન યોજનાની અમલવારીમાં અનેક છીંડા

હજારો ભુલકાઓ તંત્રની બેદરકારીથી ભોજનથી વંચિત

બાળકોને અપાતી તુવેરદાળ તથા તેલનો જથ્‍થો હલ્‍કી ગુણવત્તાનો હોવાથી ભોજન ન અપાયું

સરકારની મહત્‍વની અનેક યોજનાઓમાં વ્‍યાપક પ્રમાણમાં બેદરકારીનાં કિસ્‍સા બહાર આવે છે

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લાનાં 1પ0 ઉપરાંતના મઘ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં બાળકોને 4 દિવસથી ભોજન આપવામાં ન આવતા ભારે નારાજગીનો માહોલ ઉભો થયો છે.

વિગત એવા પ્રકારની છે કે અમરેલી જિલ્‍લા સહિત રાજયભરની શાળામાં શિક્ષણને પ્રોત્‍સાહન મળી રહે અને કૂપોષણના દૂષણને ડામવા માટે સરકાર તરફથી બાળકોને ભોજન પીરસવામાં આવે છે. પરંતુ, અમરેલી જિલ્‍લામાં આવેલ ખાદ્ય તેલ અને તુવેર દાળનો જથ્‍થો બાળકોનાં આરોગ્‍ય માટે હાનીકારક હોવાથી ભોજન બનાવવામાં આવતું નથી અને 4 દિવસથી બાળકો ભોજનથી વંચિત રહે છે.

આમ તો નિયમ એવો છે કે જે દિવસે બાળકોને ભોજન ન અપાય તો તે દિવસ બાળકના વાલીના બેન્‍ક ખાતામાં રૂપિયા જમા કરાવવાના હોય છે. પરંતુ, તે પણ કરવામાં ન આવતાં સરકારી યોજનાઓમાં કેવી દે ધનાધન ચાલે છે તે બહાર આવી રહયું છે.