સમાચાર

મહાગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ દ્વારા અમરેલીમાં રવિવારે ધર્મસભા અને સમૂહ લગ્નોત્‍સવ યોજાશે

મહાગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ દ્વારા

અમરેલીમાં રવિવારે ધર્મસભા અને સમૂહ લગ્નોત્‍સવ યોજાશે

સમારોહના અઘ્‍યક્ષ વિશ્‍વ વંદનીય શ્રી મહંત હરીગીરીજી મહારાજ બિરાજમાન રહેશે

અમરેલી, તા. 13

અમરેલી શહેર ખાતે આગામી રવિવારે શ્રી મહાગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ આયોજીત મહાસમુહ લગ્નોત્‍સવ તથા ધર્મસભાનું ભવ્‍ય આયોજન ની તૈયારીઓને અખારી ઓપ આપવામાં આવ્‍યો છે. આ ધર્મસભામાં કુલ રર મહામંડલેશ્‍વરો ઉપસ્‍થિત રહેશે. જેમાં સમારોહના અઘ્‍યક્ષપદે વિશ્‍વ વંદનીય શ્રી મહંત હરિગીરીજી મહારાજ કાશી મહામંત્રી આંતરરાષ્‍ટ્રીય અખાડા પરિષદ, શ્રી મહંત ઈન્‍દ્રભારથીબાપુ જુનાગઢ રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ, આચાર્ય મહામંડલેશ્‍વર પ.પૂ. લક્ષ્મીનંદગીરીજી કિન્‍નર અખાડા, શ્રી મહામંડલેશ્‍વર મહેન્‍દ્રાનંદગીરીજી મુચકંદ ગુફા જુનાગઢ, સાઘ્‍વીશ્રી જયઅંબાગીરી પંદશનામ જુના અખાડા અમદાવાદ વગેરે સંતો-મહંતો અને કથાકારો આશિર્વવચન પાઠવશે. આ મહાસમુહ લગ્નોત્‍સવમાં પ9 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમુહ લગ્નોત્‍સવ તથા ધર્મસભા કાર્યક્રમમાં મહેન્‍દ્રગીરી ગોસ્‍વામી ભાવનગર અઘ્‍યક્ષ મહામંડળ, મનસુખપરી ઉપાઘ્‍યક્ષ, ધર્મેન્‍દ્રગીરી ગોસ્‍વામી પ્રમુખ સૌરાષ્‍ટ્ર પ્રદેશ, મહેન્‍દ્રગીરી ગોસ્‍વમાી રાજકોટ ઉપપ્રમુખ મહા મંડળ, કૃષ્‍ણગીરી ગોસ્‍વામી લીંબડી પ્રમુખ યુવા પાંખ વગેરે સમગ્ર ગુજરાતમાંથી ગોસ્‍વામીસમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. આ સમુહ લગ્નોત્‍સવ તથા ધર્મસભાને સફળ બનાવવા માટે અમીતગીરી ગોસ્‍વામી સાવરકુંડલા, હરેશગીરી ગોસાઈ અમરેલી ઉપપ્રમુખ સૌરાષ્‍ટ્ર પ્રદેશ, ગુણવંતપરી લાઠી સંગઠનમંત્રી, પ્રકાશગીરી ગોસ્‍વામી સહમંત્રી, વિશાલભારથી ભાવનગર, આશિષગીરી ગોસાઈ લીલીયા, મહેશગીરી ગોસ્‍વામી ભજનીક ગાવડકા, અર્જુનગીરી સાવરકુંડલા, વિમલગીરી અમરેલી વગેરે ઘ્‍વારા સુંદર આયોજન કરવામાં આવી રહૃાું છે.

error: Content is protected !!