સમાચાર

અમરેલી માર્કેટયાર્ડનાં વાઈસ ચેરમેનપદે શૈલેષ સંઘાણી બિનહરીફ વિજેતા થયા

ચેરમેન મોહનભાઈ નાકરાણીનાં અઘ્‍યક્ષસ્‍થાને ચૂંટણી યોજાઈ

અમરેલી માર્કેટયાર્ડનાં વાઈસ ચેરમેનપદે શૈલેષ સંઘાણી બિનહરીફ વિજેતા થયા

પી.પી. સોજીત્રા સહિતનાં ડાયરેકટર દ્વારા શુભેચ્‍છા પાઠવાઈ

અમરેલી, તા.13

અમરેલી માર્કેટયાર્ડના ચેરમેનની તાજેતરમાં ચૂંટણી સંપન્‍ન થયા બાદ આજે વાઈસ ચેરમેનની ચૂંટણી ચેરમેન મોહનભાઈ નાકરાણીના અઘ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી. જેમાં શૈલેષ સંઘાણી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

માર્કેટયાર્ડમાં કુલ 17 ડાયરેકટર છે. જેમાં ખેડૂત વિભાગમાં- 8, ખરીદી-વેચાણ વિભાગમાં-ર, વેપારી વિભાગમાં-4 અને 3 સરકારી પ્રતિનિધિઓ હોય છે.

વાઈસ ચેરમેનની ચૂંટણીને લઈને એકમાત્ર ઉમેદવારી પત્રક શૈલેષ સંઘાણીનું ભરાતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

વાઈસ ચેરમેન પદેનિમણૂંક થતાં શૈલેષ સંઘાણીને ચેરમેન મોહનભાઈ નાકરાણી, પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, ધીરૂભાઈ ગઢીયા, કૌશિકભાઈ વેકરીયા, ચતુરભાઈ ખુંટ, વિનુભાઈ નાકરાણી, જયેશભાઈ નાકરાણી, રમેશ કોટડીયા, કાળુભાઈ ભંડેરી, ભુપતભાઈ મેતલીયા, ગીરીશભાઈ ગઢીયા અને પ્રકાશભાઈ કાબરીયાએ શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ થયેલ શૈલેષભાઈ સંઘાણીએ જણાવેલ કે ચેરમેન મોહનભાઈ નાકરાણી તથા મારા સાથી મિત્રો અને મારા સહયોગીઓએ મારામાં જે વિશ્‍વાસ મૂકીને મને બિનહરીફ વા. ચેરમેન તરીકેનું બહુમાન આપેલ છે તેઓનો આભાર વ્‍યકત કરૂં છું અને માર્કેટયાર્ડના વિકાસનાં કાર્યોમાં ચેરમેન મોહનભાઈ નાકરાણીને સંપૂર્ણ સહયોગ અને સહકાર આપીશ તેવી અંતઃકરણ પૂર્વક ખાત્રી આપું છું.

error: Content is protected !!