સમાચાર

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેને હિમાચલ સહકારી બેન્‍કનાં પ્રતિનિધિઓનું સ્‍વાગત કર્યુ

અમરેલી, તા. 13

હિમાચલ પ્રદેશ રાજય સહકારી બેન્‍ક સિમલાના રર પ્રતિનિધિઓનું મંડળ હિમાચલ સ્‍ટેટ ટ્રેનિંગ કો-ઓપરેટિવ બેન્‍ક મેનેજમેન્‍ટના આચાર્ય ડો. સીતારામ ઠાકુરના અઘ્‍યક્ષતામાં તા. 10/ર/ર0ર0થી તા. 16/ર/ર0ર0 દરમ્‍યાન ગુજરાત રાજયના અમદાવાદમાં આવેલ છે. ગુજરાતના સહકારી ક્ષેત્રને સમર્થન આપવાના મજબુત ઈરાદા તથા રાજયના તમામ લોકો સહકારી ક્ષેત્રે સંકળાયેલા છે અને રોજગારીની તકો પણ મળી રહે તેવા હેતુથી તા. 10 ફેબ્રુઆરી ર0ર0ના સવારે 11:0પ કલાકે ચંદીગઢ એરપોર્ટથી ઉપડીને 1રઃપપ મિનિટ પર અમદાવાદ એરપોર્ટ પર હિમાચલ પ્રદેશની પ્રતિનિધિની ટીમ પહોંચેલ. ત્‍યાં તેમનું સ્‍વાગત નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટ ગાંધીનગરના પ્રોફેસર ધીરૂભાઈ ગોટી ઘ્‍વારા કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ પ્રતિનિધિ મંડળના સભ્‍યો ઘ્‍વારા નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટ ગાંધીનગર (એનઆઈસીએમ)ની મુલાકાતે આવેલ. આ તકે ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ કૃષિમંત્રી તથા ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવમાર્કેટીંગ ફેડરેશન લી.નાં ચેરમેન તથા નેશનલ ફેડ્રેસન ઓફ સ્‍ટેટ કો-ઓપરેટીવી બેન્‍કના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન તથા અમર ડેરી અમરેલીના પ્રણેતા તેમજ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. અમરેલીના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ હિમાચલ પ્રદેશના સહકારી પ્રતિનિધિઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યં અને સહકારી પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવ્‍યું કે, સહકારી પ્રવૃત્તિઓ સમાજના દરેક વર્ગના લોકોને જોડે છે અને રોજગારી પણ પુરી પાડે છે. તેમણે સહકારી ક્ષેત્રના પોતાના અનુભવો પણ હિમાચલ પ્રદેશ રાજય સહકારી બેન્‍કના દરેક પ્રતિનિધિઓ સાથે શેર કર્યા હતા અને તેમના સહયોગની ખાતરી આપેલ હતી. આમ હિમાચલ સ્‍ટેટ કો-ઓપરેટીવ બેન્‍ક સિમલાના પ્રતિનિધિઓ સાથે ગુજરાત રાજયના તમામ સહકારી ક્ષેત્રોની સાત દિવસીય મુલાકાત માટે નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટ ગાંધીનગર (એનઆઈસીએમ)ના પ્રોફેસર ધીરૂભાઈ ગોટી પ્રતિનિધિઓ સાથે કાર્યરત રહેશે અને રાજયની જુદી જુદી સહકારી ક્ષેત્ર તેમજ ધાર્મિક સ્‍થળોની મુલાકાત લેશે. આ સાત દિવસ દરમ્‍યાન હિમાચલ રાજય સહકારી બેન્‍કના ડો. સીતારામ ઠાકુર ઘ્‍વારા કુલ્‍લુ ભુટીત્‍કાની સાલ અને ટોપી પહેરાવીને ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ કૃષિમંત્રી તથા ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.નાચેરમેન તથા નેશનલ ફેડ્રેસન ઓફ સ્‍ટેટ કો-ઓપરેટીવ બેન્‍કના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન તથા અમર ડેરી અમરેલીના પ્રણેતા તેમજ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. અમરેલીના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટ ગાંધીનગરના ટ્રસ્‍ટી પ્રકાશભાઈ પટેલ તેમજ નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો- ઓપરેટીવ મેનેજમેન્‍ટ સહકારી ફેકલ્‍ટીના પ્રિન્‍સીપાલ લીપ્‍સા મેડમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ તકે હિમાચલય પ્રદેશ રાજય સહકારી બેન્‍કના પ્રતિનિધિમાં બીલાસપુર જીલ્‍લાના બ્રિજલાલ શર્મા, ધનીરામ સૌખલા, ચૈનસિંહ ઠાકુર, પ્રકાશ પ્રજયાલા તેમજ સિમલા જીલ્‍લાના નરેશ ચૌહાણ, રમેશ ઠાકુર, અજયકુમાર ઠાકુર, ખેમરાજ શર્મા, ગૌરીશંકર, સંજીવ વર્મા તથા મંડી જીલ્‍લાના પ્રતિનિધિ શૈલેન્‍દ્રકુમાર, પ્રેમસિંહ, ભુપેન્‍દ્રસિંહ ઠાકુર, કીશોરીલાલ, કશ્‍મીરસિંહ તથા ચમ્‍બા જીલ્‍લાના પ્રતિનિધિ રમેશ શર્મા, ગૌરી રામ, રાકેશકુમાર તથા સિરમોર જીલ્‍લાનાં પ્રતિનિધિ સન્‍તરામ, સુખરામ તેમજ કીન્‍નૌર જીલ્‍લાના પ્રતિનિધિ રાજકુમાર, શાન્‍તિલાલ વિગેરેનું પ્રતિનિધ મંડળ ગુજરાત રાજયની મુલાકાતે આવેલ છે. તેવી નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ કો- ઓપરેટીવ મેનેજમેન્‍ટ ગાંધીનગરના પ્રા. ડી.બી. ગોટીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!