સમાચાર

સાવરકુંડલામાં તૈયાર થયેલ શાકમાર્કેટને કાર્યરત કરો

સાવર અને કુંડલા ખાતે અલગ-અલગ શાકમાર્કેટ શોભાના ગાંઠીયા સમાન બની

સાવરકુંડલામાં તૈયાર થયેલ શાકમાર્કેટને કાર્યરત કરો

આજથી 1પ વર્ષ પહેલાં બનેલ બબ્‍બે શાકમાર્કેટ કાર્યરત થાય તો શહેરીજનોને રાહત મળી શકે તેમ છે

છેલ્‍લા 1પ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ બન્‍ને પક્ષેપાલિકામાં શાસન ચલાવ્‍યું હોય આક્ષેપબાજી થવી ન જોઈએ

અમરેલી, તા. 13

સાવરકુંડલા ખાતે આજથી 1પ વર્ષ પહેલા પાલિકાનાં શાસકો ઘ્‍વારા એક નહી બલ્‍કે બબ્‍બે શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્‍યા બાદ હજુ સુધી બન્‍ને શાક માર્કેટ કાર્યરત થઈ નથી અને મહિલાઓને ગંદકીથી ખદબદતી નદીમાં આવેલ શાક માર્કેટમાં જવા મજબુર થવું           પડે છે.

સાવર ખાતે 1પ વર્ષ પહેલા શાક માર્કેટનું નિર્માણ કરાયું અને તેને ભોજલરામબાપા શાક માર્કેટ અને કુંડલા ખાતે બનાવવામાં આવેલ માર્કેટનું નામ કાનજીબાપુ શાક માર્કેટ રાખવામાં આવ્‍યું.

છેલ્‍લા 1પ વર્ષમાં પાલિકામાં ભાજપ અને કોંગ્રેસનું શાસન સ્‍થપાયું છતાં બન્‍ને પક્ષનાં શાસકો શાકમાર્કેટ કાર્યરત કરવામાં નિષ્‍ફળ સાબિત થયા હોય વર્તમાનનાં શાસકો અને વિપક્ષો આક્ષેપબાજી બંધ કરીને 1 લાખની જનતાનાં હિતમાં શાક માર્કેટ શરૂ કરાવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાાં છે.

error: Content is protected !!