સમાચાર

અમરેલીની સબજેલમાં 3 દિવસીય યોગ શિબિર યોજાઈ

અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્‍મક વહીવટના આદેશોનુસાર અત્રેની જેલના મહિલા બંદીવાનો માટે પોલીસ પોથી તંત્રી શ્રીમતિ માધવીબેન યાજ્ઞીક તથા સહતંત્રી મંથનભાઈ માંડાણી તથા ચેતનભાઈ જાનીના સહયોગથી પતંજલી યોગના સુરભીબેન શુકલ દ્વારા એક દિવસીય યોગ શિબીર યોજવામાં આવી. તેમજ હવે પછી આગામી દિવસોમાં 3 દિવસની યોગ શિબીર યોજવામાં આવનાર છે. તેમજ પોલીસ પોથી તંત્રી શ્રીમતિ માધવીબેન યાજ્ઞીક દ્વારા ઈન્‍ચાર્જ જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાનાઓને જેલમાં રહેલ મહિલા બંદીવાન બહેનો માટે રમત ગમતના સાધનો કેરમ નંગ-ર, ચેસ બોર્ડ નંગ-ર, ફુલ રેકટ જોડી – 1 તેમજ ભજન માટે કરતાલ જોડી-ર ભેટમાં આપવામાં આવેલ છે. આ પ્રસંગે જેલ વિભાગ તરફથી આભાર વ્‍યકત કરવામાં આવેલ છે.

error: Content is protected !!