સમાચાર

ખાંભામાં બનાવવામાં આવેલ વન કુટિર શોભાનાં ગાંઠીયા સમાન

જનતાનાં પરસેવાનાં પૈસાનો દુરૂપયોગ

ખાંભામાં બનાવવામાં આવેલ વન કુટિર શોભાનાં ગાંઠીયા સમાન

પગથિયાનો અભાવ અને ગંદકીનો માહોલ જોવા મળે છે

ખાંભા, તા.1ર

રાહદારીઓ અને પેસેન્‍જરો જે બેસવા અને વિસામો લેવાના ઉદેશથી સામાજિક વનીકરણ વિભાગ, સાવરકુંડલા દ્વારા ખાંભા પાસે બનાવેલી વન વિશ્રામ કુટિરમાં જવાના પગથિયા તેમજ કુટિર ફરતે ઉગી   નીકળેલા બાવળના કારણે કુટિર બીન ઉપયોગી બની છે.

ખાંભા, ઉના, જાફરાબાદ, નાગેશ્રી સ્‍ટેટ હાઈવે ઉપર રાજધાની હોટલ ચોકડી ઉપર દિન રાત વાહનોની રાહ જોતા મુસાફરોની સુવિધા માટે વન વિભાગ દ્વારા પાંચ વર્ષથી બનાવેલી વન વિશ્રામ કુટિર ફરતો ઝાડી, ઝાંખરા, બાવળની ગીચતાના કારણે કુટિરમાં જઈ શકાતું ન હોય પેસેન્‍જરો અને રાહદારીઓ વિશ્રામ કુટિર નજીકથી પસાર થાય તો પણ તેઓને ખ્‍યાલ પણ ન આવે કે અહીં સુવિધાજનક વિશ્રામ કુટિર આવેલી છે.

સામાજિક વનીકરણ વન વિભાગ છેલ્‍લા ઘણા વરસો પહેલા બનાવેલી અને આજદિન સુધી બીન ઉપયોગી બની રહેલ. વન વિશ્રામ કુટિરની ચારે બાજુથી ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તો રાહદારીઓ અને મુસાફરોને વિશ્રામ લેવામાં સુવિધા વધેતેવું મુસાફરો ઈચ્‍છી રહયા છે.

error: Content is protected !!