સમાચાર

અમરેલી જિલ્‍લામાં આર્થિક તંગીથી આત્‍મહત્‍યામાં સતત વધારો

સભ્‍ય સમાજ માટે ચિંતા ઉત્‍પન્‍ન કરે તેવી ઘટના

અમરેલી જિલ્‍લામાં આર્થિક તંગીથી આત્‍મહત્‍યામાં સતત વધારો

દેશમાં 3 વર્ષથી સતત બેરોજગારી અને મંદીમાં વધારો થયો હોય આર્થિક મુશ્‍કેલી વિકરાળ બની રહી છે

કરોડો પરિવારોને બે ટંકનું ભોજન મેળવવાનું પણ મુશ્‍કેલ બની રહૃાું હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે

સાવરકુંડલાનાં શ્રમજીવી યુવકે કામધંધો ન મળતાં ઝેરી ટીકડા ખાઈ અંતિમવાટ પકડી લીધી

અમરેલી, તા. 11

અમરેલી જિલ્‍લામાં વધતી મોંઘવારી, બેરોજગારી અને મંદીનાં કારણે અનેક પરિવારોની આર્થિક હાલત અતિ દયનીય બની છે. અનેક યુવાનો બેરોજગારીનાં અભાવે આત્‍મહત્‍યા કરી રહૃાા હોય સભ્‍ય સમાજમાં ચિંતાનો વિષય ઉભો થયો છે.

અમરેલી જિલ્‍લાનાં જુદા-જુદા વિસ્‍તારમાં આર્થિક મંદીનાં કારણે યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ આત્‍મહત્‍યા કરી રહૃાાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.

રાજય અને કેન્‍દ્ર સરકાર ચલાવતાં આગેવાનો દેશમાં કયાંય મંદી કે બેરોજગારી નથી તેવા ગાણા ગાઈ રહૃાા છે. બીજી તરફ આર્થિક મંદી અનેક આશાસ્‍પદ યુવાનોને મોતનાં સંકજામાં ધકેલી રહીછે.

દરમિયાનમાં સાવરકુંડલા નજીક આવેલ હાથસણી રોડ ઉપર ખોડીયારનગરમાં રહેતા વિપુલભાઈ ઉર્ફે બીપીનભાઈ પરશોતમભાઈ ભેડા નામનાં ઈસમ છુટક મજુરી કામ કરતાં હોય કામ ધંધો ચાલતો ન હોય મજુરી કામ પણ મળતું ન હોય, ઘરની જવાબદારી પોતાની ઉપર હોય જેથી બેકારીથી કંટાળી જઈ પોતાની     મેળે સોમવારે સવારે ઘંઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાહેર થવા પામેલ છે.

error: Content is protected !!