સમાચાર

અમરેલી નજીક આવેલ બાબાપુર ખાતે સર્વોદય સંસ્‍થા દ્વારા ગાંધી મેળાનું આયોજન થયું

અમરેલી, તા.8

અમરેલી જિલ્‍લાની ગૌરવસમી સર્વોદય સંસ્‍થા બાબાપુર ખાતે ભાવનગર, બોટાદ તથા અમરેલી જિલ્‍લાની ગાંધીવાદી સંસ્‍થાઓ દ્વારા ગાંધી મેળો તથા આનંદ મેળો યોજાયો. વિદ્વાન વકતા ડો. વસંતભાઈ પરીખના અઘ્‍યક્ષ સ્‍થાને તેમજ ડો. હરીભાઈ દેસાઈએ ઉદઘાટિત કરેલ આ મેળામાં ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલીના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબાર, એશિયન ટ્રેડર્સવાળા રીતેશભાઈ ઉપાઘ્‍યાય, સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન એડવોકેટ ધીરૂભાઈ કોટડીયા (બગસરા), સ્‍વસ્‍તિક શરાફી મંડળીના ચેરમેન મનોજભાઈ મહીડાએ મુલાકાત લીધી હતી અને ગાંધી વિચારને આગળ ધપાવી રહેલ સંસ્‍થાઓના કાર્યની વિશેષ જાણકારી મેળવી હતી. અંદાજે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળાની મુલાકાત કરી હતી. ગાંધી મૂલ્‍યો પર ચાલતા સર્વોદય સંસ્‍થાના મંદાકિનીબેન પુરોહિતના માર્ગદર્શન તળે આયોજન થયું હતું.

error: Content is protected !!