સમાચાર

આસોદર ગામ પાસે જીનીંગ મિલમાં આગ લાગતા અફડા તફડી

આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરે મોરચો સંભાળ્‍યો

અમરેલી, તા.પ

લાઠી તાલુકાના આસોદર ગામ પાસે આવેલ એક જીનીંગ મીલમાં સાંજનાસમયે અચાનક જ કોઈ કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી.

આ બનાવની જાણ થતાં ગામના તથા આજુબાજુના લોકો ઘટના સ્‍થળે પહોંચી જઈ આગને કાબુમાં લેવા મથામણ શરૂ કરી હતી.

ફાયર ફાયટર પણ ઘટના સ્‍થળે દોડી જઈ અને આગને કાબુમાં લઈ લીધી હતી.

આગ લાગવાનું કારણ તથા નુકસાનીનો આંક જાણવા મળી શકેલ નથી.

error: Content is protected !!