સમાચાર

અમરેલી જિલ્‍લામાં હજારો ખેડૂતો કૃષિ સહાયથી વંચિત

ર મહિના પહેલા નોંધણી કરાવી દીધી છતાં હજુ રકમ મળતી નથી

અમરેલી જિલ્‍લામાં હજારો ખેડૂતો કૃષિ સહાયથી વંચિત

61 હજાર ખેડૂતો બબ્‍બે મહિનાથી સરકારની સહાયની રકમની રાહ જુએ છે

ખેતીવાડી વિભાગે ગ્રાન્‍ટ આવતી રહેશે તેમ સહાયની રકમ મંજુર કરવાની ખાત્રી આપી

અમરેલી, તા. 4

રાજયમાં પડેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્‍ટિથી અમરેલી જિલ્‍લામાં ખેતીપાકોને વ્‍યાપક થયેલ નુકશાની બાદ સરકાર દ્વારા સહાય પેકજ જાહેર કરવામાં આવ્‍યું પણ હજુ 61 હજાર જગતના તાતને કૃષિ સહાયની રકમ મળી નથી.

ચોમાસાની સિઝન પુરી થયા બાદ અમરેલી જિલ્‍લા પર કુદરત રૂઠયો હતો ને કમોસમી વરસાદ અને અતિવૃષ્‍ટિએ અમરેલી જિલ્‍લાના ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્‍યા હતા ને ખેતીના પાકો વ્‍યાપક વરસાદ અને અતિવૃષ્‍ટિથી બળી જતા રાજયમાં ખેડૂતો માટે સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ ને અમરેલી જિલ્‍લામાં કૃષિ સહાય  લેવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત કચેરીથી લઇને સરકારી કચેરીઓ પર લાઇનો ખેડૂતોએ લગાવી હતી ને અમરેલી જિલ્‍લામાં 1 લાખ 8ર હજાર 674 ખેડૂતોની કૃષિ સહાયનીઅરજીઓ આવી હતી ને હજુ 61 હજાર ખેડૂતો કૃષિ સહાયથી વંચિત છે ને ખેડૂતો નિસાસા નાખી રહયા છે.

સરકાર દ્વારા મોટા ઉપાડે ખેડૂતોને કૃષિ સહાય પેકેજ જાહેર કરી દીધી પણ ડીસેમ્‍બર મહિનામાં ફોર્મ ભરેલા ખેડૂતોને હજુપણ ખેડૂતોને સહાયથી વંચિત છે. સરકારને તાયફાઓ કરવામાં રસ છે પણ ખેડૂતોને સહાય ચુકવવામાં વિલંબ કરે છે ને ગ્રાન્‍ટનો અભાવ હોય તો સરકાર કંટજન્‍સી ફંડમાંથી ખેડૂતોને સહાય ચૂકવી આપવી જોઇએ. અન્‍યથા ખેડૂતો સરકાર સામે આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે. ત્‍યારે, અમરેલી જિલ્‍લામાં 1 લાખ 86 હજાર અરજીઓ આવી હતી. તેમાંથી 1 લાખ 40 હજાર આસપાસના ખેડૂતોને 11ર કરોડ જેવી ચૂકવણી ખેડૂતોને થઇ છે ને જેમ જેમ ગ્રાન્‍ટ આવે તેમ તેમ ખેડૂતોને ચુકવણું કરવાનું જિલ્‍લા ખેતીવાડીના નાયબ નિયામક ઠુમ્‍મરે જણાવ્‍યું હતુ.

error: Content is protected !!