સમાચાર

અમરેલી શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા કયારે ?

30 વર્ષથી શહેરીજનોની માંગનું નિરાકરણ થતું નથી

અમરેલી શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા કયારે ?

તાજેતરમાં જાહેર થયેલ બજેટમાં પણ બ્રોડગેજ રેલ્‍વેને લઈને કોઈ જાહેરાત થઈ નથી

શહેરીજનોમાં બ્રોડગેજ રેલ્‍વેની માંગ હજુ પણ યથાવત જોવા મળી રહી હોય નેતાઓને ચિંતા નથી

અમરેલી, તા. 3

અમરેલી પંથકનાં નાગરિકો છેલ્‍લા 30 વર્ષથી બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા ઝંખી રહી છે. નાગરિકોએ ભાજપ અને કોંગ્રેસપક્ષને ખોબલે-ખોબલે મત આપીને સત્તા સ્‍થાન સુધી પહોંચાડયા છતાં પણ નાગરિકોની વ્‍યાજબી માંગ સંતોષવામાં આવતી નથી.

તાજેતરમાં રજુ કરાયેલ કેન્‍દ્ર સરકારનાં વાર્ષિક બજેટમાં અમરેલીને બ્રોડગેજ સુવિધાને લઈને કોઈ જાહેરાત કરવામાં ન આવતાં સમગ્ર પંથકનાં નાગરિકોમાં નારાજગીનો માહોલ જોવા મળી            રહૃાો છે.

જયારે પણ લોકસભાની ચૂંટણીનો પ્રચાર થાય ત્‍યારે ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવાનું વચન આપે છે અને વિજેતા થયા બાદ બ્રોડગેજ રેલ્‍વેને ભુલી જતાં હોય નાગરિકોમાં નેતાઓની નિષ્‍ક્રીયતાથી પણ રોષનો માહોલ જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!