સમાચાર

અમરેલીના સરકાર વાડામાંથી વિદેશીદારૂ સાથે ર આરોપીની અટકાયત કરાઈ

અન્‍ય ર આરોપીની શોધખોળ શરૂ

અમરેલી, તા.ર8

અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઈ., પી.એન. મોરી તથા એલ.સી.બી.ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી સરકારવાડામાં રચના ટ્રેડીંગ નામની દુકાન પાસે અમરેલી શહેરનો લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર વિજય ઉર્ફે ગોટું યશવંતરાવ નલગે પોતાના સાગરીતોસાથે મળી અલગ-અલગ વાહનોના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરે છે. તેવી ચોકકસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા એસ્‍ટીમ કાર તથા અન્‍ય બે મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી કરતા શાહનવાઝ ઉર્ફે ટકો તોફીકભાઈ શેખ, (ઉ.વ.ર4) (ર) સંતોષ ત્રંબકરામ ઢોણે (ઉ.વ.પ0) ની અટકાયત કરેલ છે. જયારે વિજય ઉર્ફે ગોટુ યશવંતરાવ નલગે, (ર) દાદુમિંયા ઉર્ફે દાદાબાપુ અબુમિંયા કાદરીની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-103, કિં. રૂા. 34,ર7પ તથા મારૂતિ એસ્‍ટીમ કાર રજી.નં.જી.જે.0પ. સી.એચ. 83પપ, કિં.રૂા.70,000 તથા બુલેટ મો.સા.કાળા કલરનું રજી.નંબર જી.યુ.આર. 1રપ4 કિ.રૂા. પ0,000 તથા એસેસ સ્‍કુટર, રજી.નં.જી.જે.14. એ.સી.4ર4ર, કિં.રૂા.30,000 તથા મોબાઈલ ફોન નંગ-1 કિં. રૂા. 10,000 મળી કુલ કિં. રૂા. 1,94,ર7પ નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ તથા હાજર નહીં મળી આવેલ આરોપીઓ વિરૂઘ્‍ધ ગુજરાત પ્રોહિબીશન ધારા  તળે કાર્યવાહી કરી, આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી માટે અમરેલી શહેર પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને પકડવાના બાકી આરોપીઓને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસઅધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!