સમાચાર

અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે ડો.ગજેરાનાં હસ્‍તે ઘ્‍વજવંદન કરાયું

ટ્રસ્‍ટીઓ, તબીબ તથા હોસ્‍પિટલ સ્‍ટાફ રહૃાો ઉપસ્‍થિત

અમરેલી, તા.ર7

71માં પ્રજાસતાક દિન નિમિતે અત્રેની શાંતાબા મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્‍પિટલમાં પ્રજાસતાક દિનની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રજાસતાક દિન નિમિતે જાણીતા તબીબ ડો. જી.જે.ગજેરાના હસ્‍તે સિવિલ હોસ્‍પિટલના પટાંગણમાં ઘ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાંતાબા મેડિકલ કોલેજના સ્‍થાપક વસંતભાઈ ગજેરા, પીન્‍ટુભાઈ ધાનાણી, સિવિલ હોસ્‍પિટલના તમામ તબીબો તથા સ્‍ટાફ ઉત્‍સાહભેર ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!