સમાચાર

વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા સ્‍કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા પ્રાથમિક, ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઇ ગજેરા માઘ્‍યમિક ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્‍યમ તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા એન્‍જીનિયરીંગ કોલેજ તથા કમાણી સાયન્‍સ એન્‍ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ અને કે.કે. પારેખ કોલેજના સંયુકત ઉપક્રમે 71માં પ્રજાસત્તાક પર્વની ભવ્‍યતિભવ્‍ય ઉજણવી કરવામાં આવી હતી. 71માં પ્રજાસત્તાક પર્વન નિમીતે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા તથા ઉપપ્રમુખ હેમેન્‍દ્રભાઇ મહેતા ટ્રસ્‍ટીઓ ચતુરભાઇ ખુંટ, ખોડાભાઇ સાવલીયા, શામજીભાઇ ધાનાણી તેમજ લાયન્‍સ કલબના પ્રમુખ ભરતભાઇ ચકરાણી તેમજ અન્‍ય નામી-અનામી મહાનુભાવો એ હાજરી આપી આપણા રાષ્‍ટ્રીય પર્વને અનેરો બનાવ્‍યો હતો. 71માં પ્રજાસત્તાક પર્વે સંસ્‍થાના ઉપપ્રમુખ હેમેન્‍દ્રભાઇ મહેતા મહારાષ્‍ટ્રી સ્‍ટેટમાં રોડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે વરણી થતા તેમનું ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. આ તકે કમાણી સાયન્‍સ એન્‍ડ પ્રતાપરાય આર્ટસ કોલેજના ખઈકભઈ ડિપાર્ટમેન્‍ટ ની કોલેજ ફર્સ્‍ટ આવેલ વિદ્યાર્થીનીનું ગોલ્‍ડ મેડલ તેમજપુસ્‍તકથી નવાજવામાં આવી હતી. સંસ્‍થાના પ્રમુખ તથા ઉપપ્રમુખે બંધારણના 70 વર્ષ પુરા થયા એ અંગે પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતુ. આ તકે સંસ્‍થાના પ્રમુખ, ઉપપ્રમુખ, વ્‍યવસ્‍થાપક, ટ્રસ્‍ટીગણ તેમજ અન્‍ય પધારેલ મહાનુભાવો દીપ પ્રાગટય કરી 71માં પ્રજાસત્તાક પર્વે તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમને ખુલ્‍લો જાહેર કરવામાં આવ્‍યો હતો અને સંસ્‍થાના ઉપપ્રમુખ હેમેન્‍દ્રભાઇ મહેતા દ્વારા ઘ્‍વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. પ્રસ્‍તૃત સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં દેશભકિત ગીતો, વેશભૂષા પ્રદર્શન, રાષ્‍ટ્રપર્વ નીમીતે સ્‍પીચ, નાટકો વગેરે ધો. 1 થી 1ર ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરીને સમગ્ર વાતાવરણ રાષ્‍ટ્રમય બનાવ્‍યું હતુ. વિદ્યાસભા કેમ્‍પસમાં સૌ કોઇ નામી- અનામી વ્‍યકિતઓમાં રાષ્‍ટ્રપર્વનું ઝનૂન દેખાઇ રહયું હતુ. એમ સંસ્‍થાના ડાયરેકટર હસમુખ ભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!