સમાચાર

અમરેલી : નેહરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ‘યુવા નેતૃત્‍વ’ અને ‘સામુદાયિક વિકાસ’ શિબિરનું આયોજન સંપન્‍ન

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા યુવા નેતૃત્‍વ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમનું આયોજન આપાગીગાના આશ્રમ ખાતે કરવામાં આવેલ હતો. જયારે શિબિરમાં અલગ અલગ વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાઓને મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. યુવા નેતૃત્‍વ, પર્યાવરણ, જંગલ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ વિશે માહિતી આપવામાં આવેલ. વધુમાં યુવાનો સામુદાયિક વિચારો આવે તેવા પ્રયત્‍નો કરવામાં આવેલ હતા. તેમજ યોગા અને ઘ્‍યાન કરવામાં આવેલ અને તેનાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવેલ. જુદા જુદા વિષય નિષ્‍ણાંતો દ્વારા યુવાઓના પ્રશ્‍નોનો ઉકેલ    મેળવવામાં આવ્‍યા હતા. અને સામુહિક ચર્ચા કરવામાં આવી હતી. યુવાઓને સાંસ્‍કૃતિક તેમજ કેમ્‍પનીઅંદર રહી અલગ અલગ ગેમ્‍સનું આયોજન કરવામાં આવેલ હતું. જયારે સમાપનમાં નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠનના સૌરાષ્‍ટ્ર ઝોનના ઈન્‍ચાર્જ અને અમરેલી જિલ્‍લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી, સરપંચ જીજ્ઞેશભાઈ અને એન.એન.એસ. પો. તળાવીયા ઉપસ્‍થિત રહયા હતા. જયારે મનીષ સંઘાણી દ્વારા યુવા નેતૃત્‍વ યુવાઓમાં વિકસે તેવા હેતુથી યુવા સાથે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્‍યું હતું. તેમજ ભાગ લેનાર યુવાઓને સર્ટિફીકેટ તેમજ શિબિર દરમિયાન એકટીવીટીઝમાં સારૂ યોગદાન તેમજ સારૂ પફોર્મન્‍સ કરનાર યુવાઓને પ્રોત્‍સાહિત ઈનામો આપવામાં આવ્‍યા હતા. સદર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્રના જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ-1) રમેશ આર. કપુરના માર્ગદર્શન હેઠળ એ.સી.ટી. રાહુલ જોષી, ભાર્ગવ ત્રિવેદી અને સ્‍ટાફગણ તેમજ સાગર મહેતા, જયદીપ જાદવ વગેરે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!