પોલીસ સમાચાર

ગુજકોમાસોલનાં ચેરમેનપદે બિનહરીફ ચૂંટાઈ આવતાં દિલીપ સંઘાણીનું શહેર ભાજપ દ્વારા સન્‍માન

ભાજપનાં દિગ્‍ગજ નેતા અને સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી તાજેતરમાં જ ગુજરાતની પ્રથમ હરોળની સહકારી સંસ્‍થા ગુજકોમાસોલમાં પૂનઃ ચેરમેનપદે બિનહરીફ ચૂંટાઈ આવ્‍યા બાદ આજે પ્રથમ વખત અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી આવતાં અમરેલી શહેર ભાજપ ઘ્‍વારા દિલીપભાઈ સંઘાણીનું ભવ્‍ય સન્‍માન કરવા માટેનોકાર્યક્રમ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનાં મીટીંગ હોલમાં યોજવામાં આવ્‍યો હતો. જેમાં શહેર ભાજપનાં પ્રમુખ તુષારભાઈ જોષી, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, ધીરૂભાઈ ગઢીયા, ભાવનાબેન ગોંડલીયા, ઘનશ્‍યામભાઈ ડોબરીયા, બિપીનભાઈ જોષી, ધીરૂભાઈ વાળા, હરીભાઈ બાંભરોલીયા, એડવોકેટ મગનભાઈ સોલંકી, પિયુષભાઈ શુકલ, નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ મંજુલાબેન જોષી, અલ્‍કાબેન ગોંડલીયા, રાજેશભાઈ માંગરોળીયા, સંદિપ માંગરોળીયા, મૌલીક ઉપાઘ્‍યાય પ્રહલાદ સોલંકી તથા અમરેલીના સીનીયર પત્રકાર મિલાપભાઈ રૂપારેલ સહિતનાં મોટી સંખ્‍યામાં ભાજપનાં કાર્યકરો ઉપસ્‍થિત રહી દિલીપભાઈનું સન્‍માન કરેલ હતું.

error: Content is protected !!