સમાચાર

ભુવા ગામનાં ખેડૂતનો બોરનો પાક સદંતર નિષ્‍ફળ

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો અતિવૃષ્‍ટિ અને પલટાયેલ વાતાવરણથી પરેશાન

ભુવા ગામનાં ખેડૂતનો બોરનો પાક સદંતર નિષ્‍ફળ

બોરનાં એક વૃક્ષ પર માત્ર 1 કિલો આસપાસ જ બોર આવ્‍યા

ઘઉં, જીરૂ બાદ હવે બોર પકવતા ખેડૂતો પર આફત આવતા ચિંતાનો માહોલ

આંબરડી, તા.રર

એક તરફ ખેતીના પાકોને નુકસાન થઈ રહયું છે તો બાગાયતી પાકો પણ કમૌસમી વરસાદથી ખેતીપાકો લેતા ખેડૂતો પણ ઓણસાલ પાયમાલ થઈ ગયા છે. અમરેલી જિલ્‍લામાં 17પ હેકટરમાં બોર પકવતા ખેડૂતોને કમૌસમી વરસાદથી ફાલ ન થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્‍યો છે.

ભુવા ગામના અરવિંદભાઈ ગેડીયા છેલ્‍લા 10 વર્ષથી બાગાયતી ખેતી કરી રહયા છે ને પોતાની વાડીમાં 10 વર્ષથી બોરની ખેતી કરીને ગુજરાન ચલાવે છે. પણ આ વખતે દિવાળી ટાણે પડેલા કમૌસમી વરસાદથી બોરની ખેતી કરતા ખેડૂતો પર આભ તૂટી પડયું હોય તેમ એક બોરના ઝાડ પર એક કિલો જેટલા જ માંડ બોર આવ્‍યા છે કેમ કે કમૌસમી વરસાદથી બોરના ફાલ ખરી જવાના કારણે બોરની ખેતીમાં અમરેલી જિલ્‍લામાં ખેડૂતોને માથે   ઓઢીને રોવાનો વારો આવ્‍યો છે.

કમૌસમી વરસાદ સાથે અતિવૃષ્‍ટિના કારણે બોરની ખેતી કરતા ખેડૂતો મુશ્‍કેલીમાં મૂકાયા છે. ભુવાના અરવિંદ ગેડીયા પ્રગતિશીલ ખેડૂતઅમરેલી જિલ્‍લામાં છે. પ્રધાનમંત્રી મોદી અને પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ પણ બોરની ઓર્ગેનિક ખેતી કરવા બદલ સન્‍માન કર્યું હતું પણ આ વખતે અતિવૃષ્‍ટિએ ખેતજણસો પકવતા ખેડૂતો સાથે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી નાખી છે.

ભુવા ગામના ખેડૂત અરવિંદભાઈ ગેડીયાએ પાંચ વિઘામાં બોરનું વાવેતર કર્યું હતું એક વિઘે 3પ00 થી 4 હજાર આસપાસનો ખર્ચ બોરની ખેતીમાં થાય છે. જયારે ગત વર્ષે અરવિંદભાઈ ગેડીયાએ પાંચ વિઘાના બોરની ખેતીમાં 1ર3પ મણ બોરનું ઉત્‍પાદન થયેલું હતું ને 1ર00 રૂપિયાના 1 મણ ઓર્ગેનિક ગોલા બોરનું વેચાણ થાય છે જે સ્‍વાદમાં અતિ મીઠા હોય છે પણ આ વખતે પાંચ વિઘામાં 1 મણ આસપાસના જ બોર આવ્‍યા છે. જેનાથી પાંચ વિઘાની બોરની ખેતીનો પાક સંપૂર્ણ પણે નિષ્‍ફળ ગયો છે આ વખતે અતિવૃષ્‍ટિ કમૌસમી વરસાદથી બોરના આવતા ફાલ જ ખરી જતા કયાંક કયાંક જ બોરના ઝાડમાં આવ્‍યા છે ને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને અતિવૃષ્‍ટિએ પાયમાલ કર્યા છે. ત્‍યારે બોરની ખેતી ધરાવતા ખેડૂતો પણ સરકાર પાસે સહાયની માંગ કરી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં 17પ હેકટરમાં બોરનું વાવેતર થયું છે. બોર એ ઓછા પાણીમાં પાકતો પાક છે પણ ને સૂકા પ્રદેશમાં પકતા બોરને કારણે ખેડૂતો પણ બોરની ખેતી તરફ વળ્‍યા છે પણસરકારે અતિવૃષ્‍ટિ વખતે દરેક ખેડૂતોને સહાય કરી હોવાનું અમરેલીના બાગાયત અધિકારી મનોજ પરમારે જણાવ્‍યું હતું.

error: Content is protected !!