સમાચાર

ડુંગળી અને જીરૂનાં પાકમાં ‘‘બાફીયો” અને ‘‘સુકારો”નો રોગ આવ્‍યો

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો એક સાંધે તો તેર તુટેની સ્‍થિતિમાં

ડુંગળી અને જીરૂનાં પાકમાં ‘‘બાફીયો” અને ‘‘સુકારો”નો રોગ આવ્‍યો

ખેડૂતોએ ડુંગળીનાં સારા ભાવ આવશે તેમ માનીને વાવેતર કર્યુ અને રોગચાળો આવી ગયો

બાગાયત અધિકારીએ ગ્‍લોબલ વોર્મિંગથી રોગચાળો આવ્‍યો હોવાનું સ્‍વીકાર્યુ

અમરેલી, તા.1પ

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને અતિવૃષ્‍ટિ બાદ પણ ઈશ્‍વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેૂતોની મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવીપાકના       ડુંગળી, પરૂનાં પાકમાં રોગ આવતા આંબરડી પંથકના ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે.

આંબરડી ગામમાં અગાઉ મગફળીમાં ફુગ આવ્‍યા બાદ ચોમાસાની અતિવૃષ્‍ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવીપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતુ જોવા મળી રહૃાું છે. અમરેલી જિલ્‍લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળી અને જીરૂનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યુ છે. ત્‍યારે હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવીપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્‍યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

1પ વિઘામાં આંબરડીના ખેડૂત જયસુખ કસવાળાએ વાવેતર કર્યુ પણ બાફીયા રોગથી ખેડૂત મુંઝાયો છે. અનેક દવાઓ ડુંગળીના પાકો પર બાફીયા રોગને અસર કરતી નથી ને કેટલું નુકશાન જાય તે કહેવું મુશ્‍કેલ ખેડૂતોને થયું છે. તો જીરૂનાં પાકમાં સુકારો નામનો રોગ પણ આવ્‍યો છે નેઆંબરડી પંથકના ખેડૂતને જીરૂનાં પાકમાં આવેલા સુકારા નામના રોગથી મુશ્‍કેલી વિકટ બની છે. જીરૂ પણ મુળથી સુકાઈ જાય છે ને જીરૂનું વાવેતર કરેલા ભાદાભાઈ કસવાળાને જાયે તો જાયે કહાં જેવી સ્‍થિતિ નિર્માણ પામી છે.

બાફીયો અને સુકારો રોગથી પ0 ટકા પાક નષ્‍ટ થવાનો છે. ચોમાસુ સારૂ જવાથી રવીપાક માટે પાણી છે પણ રવીપાકમાં આવેલા ડુંગળી અને જીરૂના પાકને રોગ લાગતા ખેડૂતોની મુશ્‍કેલી વધી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ડુંગળીનું વાવેતર 6ર78 હેકટર અને જીરૂનું વાવેતર 4રરર હેકટરમાં થયું છે. ત્‍યારે બન્‍ને બાગાયત પાકોમાં આવેલા રોગ અંગે બાગાયત અધિકારીએ સ્‍વીકાર્યુ હતું કે, ડુંગળી અને જીરૂમાં આવેલો રોગચાળો ગ્‍લોબલ વોર્મિંગની અસરને કારણે છે હાલ વાતાવરણ જે રીતે ચેન્‍જ થઈ રહૃાું છે તે વાતાવરણ યોગ્‍ય થશે એટલે રોગચાળો નાબૂદ થશે.

error: Content is protected !!