સમાચાર

સાવરકુંડલામાં નિર્દોષ યુવક ઉપર હુમલો કરી લૂંટ ચલાવાઈ

કોઈપણ જાતનાં વેરઝેર વગર ચાર શખ્‍સો તુટી પડયા

સાવરકુંડલામાં નિર્દોષ યુવક ઉપર હુમલો કરી લૂંટ ચલાવાઈ

ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર રાત્રીનાં 11 કલાકે બનેલી ઘટનાથી શહેરીજનો ભયભીત બન્‍યા

ઈજાગ્રસ્‍ત યુવકને સારવાર અર્થે અમરેલી ખાતે ખસેડવામાં આવ્‍યો : પોલીસ તપાસ શરૂ

સાવરકુંડલા, તા. 1પ

સાવરકુંડલાનાં મહુવા માર્ગ પર કાર લઈને જતાં યુવક ઉપર 4 શખ્‍સોએ હુમલો કરી રૂપિયા 1ર હજારની લૂંટ ચલાવીને નાશી ગયાની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ છે.

સાવરકુંડલાનાં હાર્દિક અશ્‍વિનભાઈ માલાણીએ ફરિયાદમાં જણાવેલ છે કે, ગઈ કાલ તા. 14/1/ર0ર0નાં રોજ શિવાજીનગર મારા સગાના ઘરેથી મારી ફોર વ્‍હીલ ગાડીમાં મારા મિત્ર રાકેશભાઈ ગોરધનભાઈ લાઠીયા સાથે મારા ઘર તરફ આવતો હતો ત્‍યારે મહુવા રોડ માર્કેટયાર્ડના પુલ પાસે રાતના આશરે સાડા અગીયારેક વાગ્‍યાના સમયે પહોંચ્‍યા ત્‍યારે અમારી આગળ મોટર સાયકલ લઈને બે ઈસમ જતા હતા. તો મેં મારી ગાડીનો હોર્ન વાગડી તેમની પાસે સાઈડ માગેલ એટલે તેમણે સાઈડ આપેલ અને હું મારી ગાડી લઈને આગળ જતો રહેલ. એટલામાં તુરંત જ એ મોટરસાયકલના ચાલકે હોર્ન વગાડી તેનું મોટર સાયકલ મારી ગાડીની આગળ આડુ ઉભુ રાખી દીધેલ જેથી મેં મારી ફોર વ્‍હીલ ગાડી ઉભી રાખી દીધેલ. તો આ મોટરસાયકલના ચાલકે નજીકમાં પડેલ પથ્‍થર ઉપાડી મારી ગાડીનો આગળનો કાચ ઉપર પથ્‍થર મારી ફોડી નાખેલ. જેથી હું મારી ગાડીમાંથી નીચે ઉતરીને ના પાડવા લાગે તો આ મોટર સાયકલનો ચાલક જેનું નામ નજમુ અને તેની સાથે રહેલ બીજો ઈસમ જેનુ નામ હસન આ બન્‍ને ઈસમે ભેગા થઈને મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ નજમુએ મારી ગાડીમાં રહેલ બેઝબોલના ધોકાને કાઢી લીધેલ અને હસન પાસે હોકી હતી. આ બેઝબોલ તેમજ હોકી વડે મને મૂંઢમાર મારવા લાગેલ જેમાં મને માથાના ભાગે તેમજ ડાબા પગે મૂંઢમાર વાગેલ. એટલામાં એક અકરમ નામનો ત્રીજો ઈસમ તેમજ એક અજાણ્‍યો ઈસમ આવી જતા આ બન્‍ને ઈસમોએ મને પકડી રાખેલ અને નજમુ તેમજ હસન મૂંઢમાર મારવા લાગેલ અને આ અકરમે મારા ખીસ્‍સામાં રહેલ રોકડ રૂપિયા અંદાજે 1ર હજાર જેટલા હતા તે તેમજ કેનેરા બેન્‍કનું એટીએમ કાર્ડ હતું તે કાઢી લીધેલ. અને આ ચારેય ઈસમોએ મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આ નજમુ તેમજ હસને મારી ગાડીના આગળના તેમજ પાછળના તેમજ બન્‍ને સાઈડ બારીના તેમજ સાઈડ મિરર પોતાની પાસે રહેલ હોકી તેમજ બેઝબોલના ધોકા વડે ફોડી નાખેલ. એટલામાં નજીકમાં રહેલ દિલખુશ હોટલવાળા અલ્‍તાફભાઈ તેમજ મારી સાથે રહેલ રાકેશભાઈએ મને વધુ મારમાંથી બચાવેલ અને આ ચારેયઈસમો ત્‍યાંથી જતાં રહેલ. બાદમાં મને શરીરે ઈજા થયેલ હોય અને દુઃખાવો થતો હોય જેથી અલ્‍તાફભાઈએ 108 એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરીને બોલાવેલ. જેમાં બેસાડી મને પ્રથમ સાવરકુંડલા સરકારી દવાખાને દાખલ કરેલ અને બાદમાં ત્‍યાંથી વધુ સારવાર અર્થે અહી અમરેલી રીફર કરતા અહીં ગુણાંતીત હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કરેલ.

વધુમાં જણાવેલ છે કે, આ બનાવ બનવાનું કારણ એવું છે કે, હું મારી ફોર વ્‍હીલ લઈને મહુવા રોડ મારા ઘર તરફ જતો હતો ત્‍યારે મહુવા રોડ ફાટક પાસે આ કામના સામાવાળા સાથે ઝગડો થતાં આ કામના આરોપી નજમુ તેમજ હસન બન્‍નેએ મને શરીરે નાની-મોટી ઈજા કરી તેમજ અકરમે મારા ખીસ્‍સામાંથી રોકડ રૂપિયા 1ર હજાર કાઢી લઈ તેમજ એક અજાણ્‍યા ઈસમે મને પકડી રાખી મદદ કરી આ ચારેય ઈસમોએ ગુન્‍હામાં એકબીજાને મદદ કરી હોય. તો ઉપરોકત ચારેય ઈસમો સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!