સમાચાર

અમરેલીમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ પતંગનો આનંદ લીધો

ગુજરાત રાજય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અમરેલી ખાતેપતંગ ચગાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પરેશભાઈ ધાનાણીએ ભાજપ ઉપર નિશાન તાકીને પ્રહાર કર્યા હતા કે ગુજરાત રાજયમાં મોંઘવારી અને મંદી ઘર કરી બેઠી છે. દેશમાં ભાજપ સરકારની પતંગ ગોથે ચડી છે. ત્‍યારે બેરોજગારી સર્વોચ્‍ચ ઉંચાઈએ છે. પાક વીમો અને વળતર માટે ખેડૂતનું જીવન ગોથે ચડીયું છે. ત્‍યારે ભારતીય જનતા પાર્ટીનો પતંગ કાપવા લાખો હાથ ઉપર ઉઠયા છે. જયાં જોઈએ ત્‍યાં ભારતીય જનતા પાર્ટીનો પતંગ ઉપર ચડે ત્‍યાં સામાન્‍ય માણસ કાપવા કટિબઘ્‍ધ બન્‍યો છે. મને સંપૂર્ણ વિશ્‍વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પતંગ આ રાજય અને દેશની અંદર કયાંય સામાન્‍ય માણસનું જીવન ગોથે ચડાવીયું છે તેમનો પતંગ કાપવા આજે ગુજરાત અને ભારતના લોકો કટિબઘ્‍ધ બન્‍યા છે. આ પ્રસંગે લલિત ઠુંમર, સંદીપ ધાનાણી, પ્રદીપ કોટડીયા, એડવોકેટ પ્રદીપ પંડયા, હાર્દિક સેંજલીયા, મેહુલ રામાણી, અજય પંડયા, કૌશિક વઘાસીયા, જનક પંડયા, પ્રકાશ લાખાણી, દિલાભાઈ કાછડીયા, બીકે સોલિયા, ચંદુ બારૈયા, કેતન ખાત્રાણી, ઈભુ કચરા, શરદ મકવાણા, સાગર ટીમણીયા, રોહિત લાઠીયા, ઉમેદભાઈ ખાચર સહિતના લોકોએ પરેશભાઈ ધાનાણી સાથે ઉતરાયણની ભવ્‍ય ઉજવણી કરી હતી.

error: Content is protected !!