સમાચાર

બાદલપરામાં યોજાયેલ કાર્યક્રમમાં  રૂપાણી, પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્‍યડેર ઉપસ્‍થિત રહૃાા

દરેક સમાજનાં હૃદયસમ્રાટ એવા સ્‍વ. જસુભાઈ ધાનાભાઈ બારડ પરિવારનો પ્રેમ દરેક સમાજને મળ્‍યો છે. આ દૈદિપ્‍યમાન બારડ પરિવાર થકી અને અમર શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્‍ટર તેમજ જસુભાઈ ધાનાભાઈ બારડ આદર્શ ગામ બાદલપરા પ્રવેશદ્વાર અને રાહુલ રામભાઈ બારડ આદર્શ ગામ બાદલપરા સમાજવાડી જેવા વિવિધ પ્રકલ્‍યો બારડ પરિવારે સમાજ ઉપસ્‍થિતી સ્‍થંભ નિર્માણ કર્યો છે. જેમાં ધારાસભ્‍ય ભગાભાઈ બારડની કુનેહપુર્વકની સુઝથી આહિર સમાજના રાજકિય, સામાજિક આગેવનો, યુવાનો, વડીલોની ઉપસ્‍થિતિમાં તેમજ ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્‍તે લોકાર્પણ સમારંભ યોજાયો હતો. જેમાં વિશાળ લાયબ્રેરીનો પણ લોકાર્પણ યોજાયો હતો. તેમજ બીજા સતા જેટલા વિકાસના કામો ધારાસભ્‍ય ભગાભાઈ બારડ દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેરની ઉપસ્‍થિતિમાં રાખવામાં આવેલ હતો. જેમાં બારડ પરિવાર દ્વારા સરકારને બે વિધા જમીન સરકારને સાઈકલોને સેન્‍ટર બનાવવા માટે આપવામાં આવેલ જેનાથી લોકોને સાઈકલોન સમયે આગોતરી જાણકારી મળે અને લોકોની જાન માલની રક્ષા થઈ શકે, તેમજ ધાનાબાપા મેમોરીયલ સેન્‍ટર દ્વારા હોસ્‍પિટલ, બાળકોને રમતનું મેદાન તેમજ વિવિધસુવિધાઓનું લોકાર્પણ પણ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ રાજુલાના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરની હાજરીમાં કરવામાં આવેલ હતું. આ ઉપરોકત સમગ્ર બાદલપરા ગામમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવીને એક સ્‍વચ્‍છ બાદલપરા અને ગુજરાતમાં એક મોડલ ગામ તરીકે વિકાસવીને ગુજરાત અને સમગ્ર ભારતને સ્‍વચ્‍છતાનો સંદેશ પાઠવેલ છે. આ કાર્યક્રમમાં કોગ્રેસ, ભાજપના ધારાસભ્‍યો અને રાજયના મીનસ્‍ટરોની પણ વિશેષ ઉપસ્‍થિતિ જોવા મળેલ હતી.

error: Content is protected !!