સમાચાર

પ્રથમ ન્નયોતિલીંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિશેષ પૂજા

શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતિએ વિશેષ ઉજવણી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્‍યકાળ સુર્યોદયથી સુર્યાસ્‍ત સુધી રહેશે. જયારે સુર્ય ધન રાશીમાંથી મકરરાશીમાં પ્રવેશ કરે છે. ત્‍યારે મકરસંક્રાંતી મનાવવામાં આવે છે. આ જયોતિની ભૂમી એટલે પ્રભાસક્ષેત્ર અહી અનેક સુર્યના મંદિરો પણ આવેલ છે. સંક્રાંત પર્વ શ્રી સોમનાથ તીર્થ ખાતે સુર્યપૂજા કરવીએ અનેક રીતે પુણ્‍યદાયી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતી પર્વ નિમીતે સવારે 8 કલાકે સુર્યપૂજન, સવારે 9 કલાકે ગૌ-પૂજન સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્‍તે કરવામાં આવેલ તેમજ સોમનાથ મહાદેવને મઘ્‍યાહૃન પૂજનમાં તલથી અભિષેક કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવને સાંજના વિશેષ તલનો શ્રૃંગાર કરવામાં આવશે. તીર્થ સ્‍થળમાં મકરસંક્રાંતીના દિવસે જપ, તપ,દાન તથા તીર્થસ્‍નાન એવમ પૂજનનું વિશેષ માહાત્‍મ્‍ય છે.

error: Content is protected !!