સમાચાર

અમરેલીમાં લગ્ન પ્રસંગે વડોદરાથી આવેલ દંપતિને પર્સ પરત કરાવતી પોલીસ

ઓટો રીક્ષામાં રોકડ રકમ દાગીના સાથે પર્સ ભુલાયુ હતું

અમરેલીમાં લગ્ન પ્રસંગે વડોદરાથી આવેલ દંપતિને પર્સ પરત કરાવતી પોલીસ

સીટી પી.આઈ. ખેર અને સ્‍ટાફનો આભાર માનતું દંપતિ

અમરેલી,તા.1પ

વડોદરાથી લગ્ન પ્રસંગમાં અમરેલી આવેલ દંપતિનું ઓટો રીક્ષમાંભા ભુલાઈ ગયેલ રોકડા રૂપિયા તથા સોનાના દાગીના સાથેનું પર્સ તાત્‍કાલિક શોધી આપી પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમે તા.1પ/1/ર0ર0ના રોજ કેતનભાઈ સવજીભાઈ પોરીયા રહે. વડોદરાવાળા પરીવાર સાથે અમરેલી માણેકપરા વિસ્‍તારમાં લગ્નપ્રસંગ સબબ વડોદરાથી આવેલ અને બસ સ્‍ટેન્‍ડે ઉતરી ઓટો રીક્ષામાં જતા હતા તે દરમ્‍યાન રીક્ષામાંથી ઉતરતી વખતે ઉતાવળમાં પોતાની પત્‍નિનું કાળા કલરનું પર્સ જેમાં રોકડા રૂપિયા રપ00 થી 3000 તથા સોનાની બુટી તથા અન્‍ય વસ્‍તુઓ હતી તે અજાણી ઓટો રીક્ષામાં ભુલી ગયેલ. જે બાબતે અરજદારે અમરેલી સીટી પો.સ્‍ટેશનમાં પોલીસ મદદ મેળવવા માટે આવેલ જેથી અમરેલી સીટી. પો.સ્‍ટે.ના પો.ઈન્‍સ., વી.આર.ખેરની સુચનાથી માણેકપરા બીટ ઈન્‍ચાર્જ બી.એમ.  વાળા તથા ભારતીબેન નાથાભાઈએ રીતેના અજાણ્‍યા રીક્ષા ચાલકની તપાસમાં હતા. તે દરમ્‍યાન અમરેલી મોટા બસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવતા રીક્ષા નંબર જીજે-6, વાયવાય- 8673ના ચાલક મનસુખભાઈ કાળુભાઈ પરમાર રહે. અમરેલી વાળાને શોધી કાઢી પોતાની રીક્ષામાં કોઈ પેસેન્‍જર પોતાનું પાકીટ ભુલી ગયેલ છે. તે બાબતે રીક્ષામાં તપાસ કરતા ઓટો રીક્ષામાં સીટની પાછળના ભાગેથી એક કાળા કલરનું પર્સ મળી આવતાતેમાં તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળુ હોય જેમાં તપાસ કરતા પાકીટમાં રોકડા રૂપિયા તથા સોનાની વસ્‍તુઓ જે તે સ્‍થિતિમાં હોય જેથી વડોદરાના દંપતિને તથા ઓટો રીક્ષા ચાલકને પો. સ્‍ટેશન બોલાવી ખરાઈ કરી પરત કરેલ તેમજ ઈમાનદારી દાખવનાર રીક્ષા ચાલકને વડોદરાના દંપતી પેસેન્‍જરે યોગ્‍ય વળતર આપી સન્‍માનીત કરેલ અને અમરેલી સીટી પો.સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર વી.આર.ખેર તથા પોલીસ સ્‍ટાફનો ખુબ ખુબ આભાર માનેલ.

error: Content is protected !!