સમાચાર

રોડ વાવડી ગામમાં પ0 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું

વિપક્ષીનેતા પરેશ ધાનાણીની જહેમત રંગ લાવી

અમરેલી, તા.1પ

કુંકાવાવ તાલુકાનું રોડ વાવડી ગામમાં રાજય સભાના સાંસદ મધુસુદન મિસ્‍ત્રી દ્વારા વિકાસના કાર્યો માટે દસ લાખની ગ્રાન્‍ટ ફાળવી હતી. તેમજ અન્‍ય વિકાસના કાર્યોમાં એટીવીટી, જિલ્‍લા આયોજન સહિતની ગ્રાન્‍ટ મળી કુલ પ0 લાખના વિકાસના કામો વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ તકે સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, સુરેશભાઈ કોટડીયા, તાલુકા પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, સરપંચ દિનેશભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!